________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કર્તા કર્મ ક્રિયાદ્વાર ઉદયથી નષ્ટ થયેલ અંધકારની જેમ કર્મના કર્તાપણાનો વિપરીત ભાવ હૃદયમાં નથી રહેતો. એવી દશા પ્રાપ્ત થતાં તે આત્મસ્વભાવનો સાધક થાય છે. ત્યારે પૌદ્ગલિક કર્મોને કર્તા થઈને કેવી રીતે કરે? અર્થાત્ નહિ જ કરે. ૩.
આત્મા કર્મનો કર્તા નથી માત્ર જ્ઞાતા-દષ્ટા છે. (સવૈયા એકત્રીસા) जगमैं अनादिकौ अग्यानी कहै मेरौ कर्म, करता मैं
याकौ किरियाकौ प्रतिपाखी है। अंतर सुमति भासी जोगसौं भयौ उदासी,
ममता मिटाइ परजाइ बुद्धि नाखी है।। निरभै सुभाव लीनौ अनुभौके रस भीनौ,
कीनौ विवहारदृष्टि निहचैमैं राखी है। भरमकी डोरी तोरी धरमकौ भयौ धोरी,
परमसौं प्रीति जोरी करमकौ साखी है।।४।। શબ્દાર્થ:- પ્રતિપાખી (પ્રતિપક્ષી)= પક્ષપાતી” એવો અર્થ અહીં છે. નાખી છોડી દીધી. નિરર્ભ (નિર્ભય) નીડર. ભીનૌ મગ્ન થયો. ધોરી-ધારણ કરનાર.
અર્થ:- સંસારમાં અનાદિકાળનો આ અજ્ઞાની જીવ કહે છે કે કર્મ મારું છે, હું એનો કર્તા છું અને આ મારું કરેલું છે. પરંતુ જ્યારે અંતરંગમાં સમ્યજ્ઞાનનો ઉદય થયો ત્યારે મન-વચનના યોગોથી વિરક્ત થયો, પરપદાર્થોથી મમત્વ ખસી ગયું, પર્યાયમાંથી અહંબુદ્ધિ છૂટી ગઈ, નિઃશંક નિજસ્વભાવ ગ્રહણ કર્યો, અનુભવમાં મગ્ન થયો, વ્યવહારમાં છે તોપણ નિશ્ચય ઉપર શ્રદ્ધા થઈ, મિથ્યાત્વનું બંધન તૂટી ગયું, આત્મધર્મનો ધારક થયો, મુક્તિમાં પ્રેમ કર્યો અને કર્મનો માત્ર જ્ઞાતા-દષ્ટા થયો, કર્તા ન રહ્યો. ૪.
* અર્થાત ક્રિયાનો પક્ષપાત કરે છે. इत्येवं विरचय्य संप्रति परद्रव्यान्निवृत्तिं परां
स्वं विज्ञानघनस्वभावमभयादास्तिभुवानः परं। अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं
ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान्।।३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com