________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજીવદ્વાર
૫૯
શબ્દાર્થ- બ્રહ્મ=શુદ્ધ આત્મા દીસૈ=દેખાય છે.
અર્થ - શરીર સંબંધી રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ અથવા રાગ-દ્વેષ આદિ વિભાવ સર્વ અચેતન છે, એ અમારું સ્વરૂપ નથી; આત્માનુભવમાં એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ જ નથી ભાસતું. ૬.
દેહ અને જીવની ભિન્નતા પર બીજું દષ્ટાંત (દોહરા) खांडो कहिये कनककौ, कनक-म्यान-संयोग।
न्यारौ निरखत म्यानसौं, लोह कहैं सब लोग।।७।। શબ્દાર્થ:- ખાંડોત્રતલવાર. કનક સોનું. ન્યારી=જુદી. નિરખત=જોવામાં આવે
અર્થ- સોનાના મ્યાનમાં રાખેલી લોઢાની તલવાર સોનાની કહેવામાં આવે છે. પરંતુ જ્યારે તે લોઢાની તલવાર સોનાના માનમાંથી જુદી કરવામાં આવે છે ત્યારે લોકો તેને લોઢાની જ કહે છે.
ભાવાર્થ - શરીર અને આત્મા એકત્રાવગાહ સ્થિત છે. સંસારી જીવ ભેદવિજ્ઞાનના અભાવથી શરીરને જ આત્મા સમજી જાય છે, પરંતુ જ્યારે ભેદવિજ્ઞાનમાં તેમની ઓળખાણ કરવામાં આવે છે ત્યારે ચિચ્ચમત્કાર આત્મા જુદો ભાસવા લાગે છે અને શરીરમાંથી આત્મબુદ્ધિ ખસી જાય છે. ૭.
જીવ અને પુદ્ગલની ભિન્નતા (દોહરા) वरनादिक पुदगल-दसा,धरै जीव बह रूप।
वस्तु विचारत करमसौं, भिन्न एक चिद्रूप।।८।। શબ્દાર્થ- દશા=અવસ્થા. બહુ=ઘણા. ભિન્ન=જુદા. ચિદ્રુપ (ચિત્+રૂપ)=ચૈતન્યરૂપ.
निर्वर्त्यते येन यदत्र किंचित्तदेव तत्स्यान्न कथं च नान्यत्। रुक्मेण निर्वृत्तमिहासिकोशं पश्यन्ति रुक्मं न कथंचनासिं।।६।। वर्णादिसामग्यमिदं विदन्तु निर्माणमेकस्य हि पुद्गलस्य। ततोऽस्त्विदं पुदगल एव नात्मा यतः स विज्ञानघनस्ततोऽन्यः।।७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com