________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨
સમયસાર નાટક
पन्नाके पकायें जैसैं कंचन विमल होत,
तैसे सुद्ध चेतन प्रकाशरूप भयो है।।३४।। શબ્દાર્થ:- પ્રતીતિ-શ્રદ્ધાન. વિશદનિર્મળ. વિસરામ (વિશ્રામ)= ચેન. સોધિ= ગોતીને. પનાકે પકાર્યો જૈસેં કંચન વિમલ હોત અશુદ્ધ સોનાના નાના નાના ટુકડા કરીને કાગળ જેવા પાતળા બનાવે છે તેને પન્ના કહે છે તે પન્નાઓને મીઠું, તેલ, વગેરેના રસાયણથી અગ્નિમાં પકવે છે તેથી સોનું અત્યંત શુદ્ધ થઈ જાય છે. આ રીતે શુદ્ધ કરેલું સોનું નેશનલ, પાટલો વગેરે કરતાં ઘણી ઊંચી જાતનું હોય
અર્થ - તત્ત્વશ્રદ્ધાન થતાં સ્વ-પર ગુણની ઓળખાણ થઈ જેથી પોતાના નિજ ગુણ સમ્યગ્દર્શન,જ્ઞાન ચારિત્રમાં પરિણમન કર્યું છે, નિર્મળ ભેદ-વિજ્ઞાન થવાથી ઉત્તમ વિશ્રામ મળ્યો અને પોતાના સ્વરૂપમાં જ પોતાનો સહાયક ગોતી લીધો. પં. બનારસીદાસજી કહે છે કે આ પ્રયત્નથી પોતાની મેળે જ વિભાવ પરિણમન નષ્ટ થઈ ગયું અને શુદ્ધ આત્મા એવો પ્રકાશિત થયો જેમ રસાયણમાં સોનાના પત્તા પકાવવાથી તે ઉજ્જવળ થઈ જાય છે. ૩૪.
વસ્તુસ્વભાવની પ્રાપ્તિમાં નટીનું દષ્ટાંત(સવૈયા એકત્રીસા) जैसैं कोऊ पातुर बनाय वस्त्र आभरन,
आवति अखारे निसि आडौ पट करिकैं। दुहूँओर दीवटि संवारि पट दूरि कीजै,
सकल सभाके लोग देखें दृष्टि धरिकै।। तैसैं ग्यान सागर मिथ्याति ग्रंथि भेदि करि,
उमग्यौ प्रगट रह्यौ तिहूँ लोक भरिकै। ऐसौ उपदेस सुनि चाहिए जगत जीव,
सुद्धता संभारै जग जालसौं निसरिकैं।। ३५।।
मज्जन्तु निर्भरममी सममेव लोका
आलोकमुच्छलति शान्तरसे समस्ताः। आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण
प्रोन्मग्न एष भगवानवबोधसिन्धुः ।। ३२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com