________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
YO
સમયસાર નાટક અર્થ - આભદ્રવ્ય એકરૂપ છે, તેને દર્શન, જ્ઞાન, ચારિત્ર-ત્રણ ભેદરૂપ કહેવું તે વ્યવહાર *નય છે-અસત્યાર્થ છે. ૧૮.
નિશ્ચયનયથી જીવનું સ્વરૂપ (દોહરા) जदपि समल विवहारसौं, पर्ययं-सकति अनेक।
तदपि नियत-नय देखिये, सुद्ध निरंजन एक।।१९।। શબ્દાર્થ - નિયત નિશ્ચય. નિરંજન=કર્મમળ રહિત.
અર્થ- જોકે વ્યવહારનયની અપેક્ષાએ આત્મા અનેક ગુણ અને પર્યાયવાળો છે તો પણ નિશ્ચયનયથી જોવામાં આવે તો એક, શુદ્ધ, નિરંજન જ છે. ૧૯.
શુદ્ધ નિશ્ચયનયથી જીવનું સ્વરૂપ(દોહરો) एक देखिये जानिये, रमि रह्येि इक ठौर।
समल विमल न विचारिये, यहै सिद्धि नहि और।।२०।। શબ્દાર્થ:- રમિ રહિયે વિશ્રામ લેવો. ઈક ઠૌર એક સ્થાન.
અર્થ - આત્માને એકરૂપ શ્રદ્ધવો અથવા એકરૂપ જ જાણવો જોઈએ તથા એકમાં જ વિશ્રામ લેવો જોઈએ, નિર્મળ-સમળનો વિકલ્પ ન કરવો જોઈએ. એમાં જ સર્વસિદ્ધિ છે, બીજો ઉપાય નથી.
| ભાવાર્થ- આત્માને નિર્મળ-સમળના વિકલ્પ રહિત એકરૂપ શ્રદ્ધવો તે સમ્યગ્દર્શન છે, એકરૂપ જાણવો તે સમ્યકજ્ઞાન છે અને એકરૂપમાં જ સ્થિર થવું તે સમ્યક્રચારિત્ર છે, એ જ મોક્ષનો ઉપાય છે. ૨૦.
*દોહરા – જે તે ભેદ વિકલ્પ હૈં, તે તે સબ વિવહાર; નિરાબાધ નિરકલ્પ સો, નિશ્ચય નય નિરધાર.
परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः। सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचकः।।१८।। आत्मनश्चिन्तयैवालं मेचकामेचकत्वयोः। दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा।। १९ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com