________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવદ્વાર
४७
ऐसो है नगर यामै नृपकौ न अंग कोऊ ,
यौंही चिदानंदसौं सरीर भिन्न कीयौ है।। २८ ।। શબ્દાર્થ ગઢ કિલ્લો. નભલોક-સ્વર્ગ. આનન=મોટું.
અર્થ:- જે નગરમાં મોટા મોટા ઊંચા કિલ્લા છે, જેના કાંગરા એવા શોભે છે જાણે કે સ્વર્ગને ગળી જવાને માટે દાંત જ ફેલાવ્યા છે, તે નગરની ચારે તરફ સઘન બગીચા એવા શોભી રહ્યા છે જાણે મધ્યલોકને જ ઘેરી લીધો છે અને તે નગરની એવી મોટી ઊંડી ખાઈઓ છે કે જાણે તેમણે નીચું મુખ કરીને પાતાળ લોકનું જળ પી લીધું છે, પરંતુ તે નગરથી રાજા ભિન્ન જ છે તેવી જ રીતે શરીરથી આત્મા ભિન્ન છે.
ભાવાર્થ:- આત્માને શરીરથી સર્વથા ભિન્ન ગણવો જોઈએ. શરીરના કથનને આત્માનું કથન ન સમજવું.
તીર્થંકરના નિશ્ચય સ્વરૂપની સ્તુતિ (સવૈયા એકત્રીસા) जामैं लोकालोकके सुभाव प्रतिभासे सब,
जगी ग्यान सकति विमल जैसी आरसी। दर्सन उद्योत लोयौ अंतराय अंत कीयौ,
गयौ महा मोह भयौ परम महारसी।। संन्यासी सहज जोगी जोगसौं उदासी जामैं ,
प्रकृति पचासी लगि रही जरि छारसी। सोहै घट मंदिरमै चेतन प्रगटरूप,
ऐसौ जिनराज ताहि बंदत बनारसी।। २९ ।। શબ્દાર્થ - પ્રતિભાસે પ્રતિબિંબિત થાય છે. દર્શન=અહીં કેવળદર્શનનું પ્રયોજન છે. છારસીકરાખ સમાન.
અર્થ- જેમને એવું જ્ઞાન જાગ્રત થયું છે કે જેમાં દર્પણની પેઠે લોકાલોકના ભાવ પ્રતિબિંબિત થાય છે, જેમને કેવળદર્શન પ્રગટ થયું છે, જેમને અંતરાય કર્મ નાશ પામ્યું છે, જેમને મહામોહકર્મનો નાશ થવાથી પરમ સાધુ અથવા મહા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com