________________
૩૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર નાટક
कसिकै कसोटी लीकु निरखै सराफ ताहि, बानके प्रवान करि लेतु देतु दाम है ।। तैसे ही अनादि पुद्गलसौं संजोगी जीव,
नव तत्त्वरूपमैं अरूपी महा धाम है। दीसै उनमानसौं उदोतवान ठौर ठौर,
दूसरौ न और एक आतमाही राम है।।९।।
શબ્દાર્થ:- બનવારી=કુલડી. લીકુ=રેખા. નિરખૈ=જુએ છે. બાન=ચમક. પ્રવાન=અનુસા૨, પ્રમાણે. ઉનમાન (અનુમાન )=સાધનમાં સાધ્યના જ્ઞાનને અનુમાન કહે છે, જેમ કે ઘૂમાડાને જોઈને અગ્નિનું જ્ઞાન કરવું તે.
અર્થ:- જેમ સોનુ કુધાતુના સંયોગથી અગ્નિના તાપમાં અનેકરૂપ થાય છે, પરંતુ તોપણ તેનું નામ એક સોનું જ રહે છે તથા શરાફ કસોટી ઉ૫૨ કસીને તેની રેખા જુએ છે અને તેની ચમક પ્રમાણે કિંમત દે-લે છે; તેવી જ રીતે અરૂપી મહા દીસિવાળો જીવ અનાદિકાળથી પુદ્દગલના સમાગમમાં નવ તત્ત્વરૂપ દેખાય છે, પરંતુ અનુમાન પ્રમાણથી સર્વ અવસ્થાઓમાં જ્ઞાનસ્વરૂપ એક આત્મરામ સિવાય બીજું કાંઈ નથી.
ભાવાર્થ:- જ્યારે આત્મા અશુભભાવમાં વર્તે છે ત્યારે પાપતત્ત્વરૂપ હોય છે, જ્યારે શુભભાવમાં વર્તે છે ત્યારે પુણ્યતત્ત્વરૂપ હોય છે અને જ્યારે શમ, દમ, સંયમભાવમાં વર્તે છે ત્યારે સંવરરૂપ હોય છે, એવી જ રીતે ભાવાસવ, ભાવબંધ આદિમાં વર્તતો તે આસવ-બંધાદિરૂપ હોય છે તથા જ્યારે શરીરાદિ જડ પદાર્થોમાં અહંબુદ્ધિ કરે છે ત્યારે જડસ્વરૂપ હોય છે. પરંતુ વાસ્તવમાં આ સર્વ અવસ્થાઓમાં તે શુદ્ધ સુવર્ણ સમાન નિર્વિકાર છે. ૯.
चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं
कनकमिव निमग्नं वर्णमालाकलापे । अथ सततविविक्तं दृश्यतामेकरूपं
प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम् ।। ८ ।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com