________________
-
* .
.
* *
* *
શ્રી ભગવતી ઉપમ ... ગૌતમ હે ભગવન ! જે ચાલતું હોય તે ચાલ્યું કહેવાય ? (“ચાલતું” તે વર્તમાન કાલીન પ્રવૃત્તિ છે છતાં “ચાહ્યું ' તેમ કહી ભૂતકાળમાં કેમ બતાવી?) ઉદયાવલિકાવાળા વ્યક્તિગત સંબંધ કર્મની અપેક્ષાએ “ચાલતું” અને પ્રમાદિ સમયમાં ચાલ્યું તે અપેક્ષાએ ચાલ્યું” એમ કહેવાય?
- 5 - મહાવીરઃ હા. ગૌતમ! ચાલતું હોય તે ચાલ્યું કહેવાય. * કપડું વણાતું હોય ત્યારે પ્રથમ તંતુને પ્રવેશકાળ સરૂ થયે તેટલાથી જ કપડું વણાયું’ એ વ્યવહાર શરૂ થાય છે. જે પ્રથમ સમયે પણ પટ ઉત્પન્ન થતું નથી તેમ માનવામાં આવે, તે પ્રથમ સમયની પટ ઉત્પન્ન કરવાની ક્રિયા નિષ્ફળ ગઈ ગણાય. કારણ કે ઉત્પન્ન થતા પદાર્થોને ઉત્પન્ન કરવાને માટે જે ક્રિયાઓ હોય છે અને ક્રિયા વિદ્યમાન હવા છતાં કાર્ય ન થાય તે તે ક્રિયા નકામી ગણાય છે. તે પછી પટ જેમ પ્રથમ સમયે ઉત્પન્ન થતું નથી, તેમ ઉત્તર સમયને વિષે પણ ઉત્પન્ન ન જ થવું જોઈએ. કારણ કે ઉત્તર સમયની ક્રિયાઓમાં શી વિશેષતા છે, જેથી પ્રથમ સમયની ક્રિયાથી પટ ઉત્પન્ન ન થાય અને ઉત્તર સમયની ક્રિયાઓથી થાય? તાત્પર્ય એ છે કે જ્યારે અંત સમયે આપણે પટને ઉત્પન્ન થયેલ જોઈએ છીએ ત્યારે તે પટને અંતસમયની પહેલા આદિ દરેક સમયમાં અશે અંશે ઉત્પન્ન થતા માનવે જ જોઈએ, અર્થાત્ ઉત્પમાન પટ ઉત્પન્ન થાય છે, એ મંતવ્ય નિર્વિવાદ છે. . પહેલાં ચાર પદે (ચલિત, ઉદીરિત, વેદિત, પ્રહણ, જુદા જુદા ન્યજન (અક્ષર)વાળાં છે, પણ એક અર્થવાળાં છે. કારણ કે અનુસ એ છે કે કર્મ ચલિત થાય ત્યારે ઉદયમાં આવે પછી વેરાય, પછી હન થઈ જાય (જીવથી જુદું પડ્યું) (૧) ચાર પદો સ્થિતિ બંધ વગેરે સામાન્ય કર્મને આશ્રયીને સરખાં છે. સર્વેનું એક કાર્ય છે, તેથી એક અર્થવાળા તથા કેવળરાનની ઉત્પત્તિને સરખી રીતે સાધનારા છે.
S
:
-
:
:
:
- બાકીના પાંચ પદો (સ્થિતિ છેદન, રસભેદ, દહન, મરણ નિર્જર) તે ઉત્પાદ આશ્રયને તથા એક અંતર્મુહૂતની સ્થિતિ આશ્રયીને તથા કેરળ