________________
ખબર હશે કે સદાગમ નામને આપણે વિરોધી બળવાન શત્રુ છે. તે ચારિત્રધર્મ રાજાને માટે અધિકારી છે. આપણું ભગવટા વાળા મનુષ્ય નગરમાંથી તેણે અનેક જીવોને આત્મભાન જાગૃત કરાવી આપણી વિરૂદ્ધ ઉશ્કેર્યા છે. કેટલાક તો આપણી આજ્ઞા માનતા નથી અને કેટલાકને તો તેણે નિવૃત્તિ નગરીમાં મોકલી દીધા છે. કે જ્યાં આપણું જરા પણ જેર ચાલતું નથી. દેવી! જે આમ જ લાંબે કાળ.ચાલ્યા કરશે તો આપણું સત્તા નબળી પડવા સાથે આપણા શહેરે ઉજજડ થઈ જશે. સદાગમની સાથે અત્યારે વિરોધ કરે પાલવે તેમ નથી તે કઈ ઉપાય કરે જોઈએ. તે માટે જ આ ખાનગી વિચારણા કરવા તમને બતાવ્યાં છે.
ભવસ્થિતિએ બોલતાં જણાવ્યું કે ભાઈ! આવી નજીવી બાબતમાં ગભરાવાની કાંઈ જરૂર નથી. એ બધા જીવે ઉપર ઉપરીપણું તે મારું જ છે ને ? વળી તે એટલા બધા જીવો છે કે સદારામ જેટલાને નિવૃત્તિ નગરીમાં મોકલશે તેટલાને આપણુ નિગોદ નગરમાંથી–અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં લાવવામાં આવે છે, માટે તમે જગત્ ખાલી થવાની જરા પણ શંકા કરશો નહિં.
કાલપરિણતિએ તે વાતને પુષ્ટિ આપતાં જણાવ્યું. આર્ય પુત્ર ! મેટાં બહેન જે કહે છે તે ચગ્ય છે. હમણાંજ આપ આપણે તબ્રિગ સેવકની સાથે નિમેદનગરના મુખ્ય અધિકારી તીવ્રમહામહ અને તીવ્રબોધને ખબર આપ કે