Book Title: Jain Shasan na Chamakta Sitara
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah
Catalog link: https://jainqq.org/explore/005214/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - ધી રીવાળી થવBI] રિવરી _/ ૧૦૮ જૈન ચરિત્ર કથાઓ , શ્રીમતી & $ 6 ( શ્રીપાલ-મસાણા . શ્રીરવિજયસરી શ્રી હીર &#EE ALL છ& મોતીશા શેઠ વિમલ શાહ : સંપાદક અને પ્રકાશક : વરજીવનદાસ વાડીલાલ શાહ ( wwwljalnelibfaly.org Page #2 -------------------------------------------------------------------------- ________________ Do શ્રી વાલકેશ્વર શ્રી આદીશ્વરજી દાદા (શેઠ બાબુ અમીચંદજી પનાલાલજી આદીશ્વરજી દેરાસર ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈ-૬) Page #3 -------------------------------------------------------------------------- ________________ જન્મ : તા. ૧૭-૫-૧૮૫૦ સ્વર્ગવાસ : તા. ૪-૩-૧૯૨૮ જેઓએ સંવત ૧૯૬૦ મુંબઈ વાલકેશ્વર ઉપર તીર્થધામ સમું ભવ્ય જિનાલય બંધાવીને નીચેના પ્રથમ ભાગે તીર્થાધિપતિ આદીશ્વર ભગવંતને મૂળ નાયકજી તરીકે અને પ્રથમ મજલે શ્રી પાર્શ્વનાથ વગેરેને બિરાજમાન ક્ય. આજે હજારો જૈનજૈનેતરો પ્રતિદિન દર્શન-પૂજનનો લાભ લઈ રહ્યા છે. શેઠ શ્રી બાબુ અમીચંદજી પનાલાલજી સંવત ૧૯૨૨ શ્રાવણ સુદ ૫ સ્વર્ગવાસ : સંવત ૧૯૬૭ શ્રાવણ સુદ ૯ જેમની ખાસ પ્રેરણાથી વાલકેશ્વરનું જિનમંદિર બંધાયું. શેઠ શ્રી બાબુ અમીચંદજી પનાલાલજીનાં | ધર્મપત્ની ધર્મશ્રદ્ધાળુ શેઠાણી શ્રી કુંવરબાઈ અમીચંદજી Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા : સંપાદક : વરજીવનદાસ વાડીલાલ શાહ : નિરીક્ષણ અને ભૂલસુધાર : પન્યાસ શ્રી જયસુંદર વિજય મહારાજ Page #5 -------------------------------------------------------------------------- ________________ JAIN SHASAN NA CHAMAKATA SITARA BY Varajivandas V. Shah : પ્રકાશક : વરજીવનદાસ વાડીલાલ શાહ મશીન ટુલ્સ ટ્રેડર્સ (બેંગલોર) ૪૧, નરસિંમહા રાજા રોડ, બેંગલોર-૫૬૦ ૦૦૨ (ભારત) ટે. નં. (૦૮૦) - ૨૨૩૯૫૮૦, (૦૮૦) - ૨૨૩૯૫૨૨ : પ્રથમ આવૃત્તિ : કિંમત રૂ. ૧૨૦ મુદ્રક હરેશ જયંતીલાલ પટેલ પ્રિન્ટોગ્રાફ ૦૧-બી, ‘કલિંગ’ કૉમ્પ્લેક્ષ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ પાસે, બાટા શૉ-રૂમની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯ ફોન : ૬૫૮૪૯૬૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ ( ખાપણ , સ્વર્ગસ્થ પત્ની સુમનને જન્મ : ૨૪ ઑગસ્ટ, ૧૯૨૩ દેહાંત : ૧૮ મે, ૧૯૮૫ અતિ લાંબી માંદગીમાં પણ જે સમતા રાખી શકી અને સમાધિમૃત્યુ મેળવ્યું. યાદ કરતો વરજીવની Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ ઢ OOOOOOOOOOOOOOOOWOST $ પૂજયપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.નાં આશિર્વચન અws સંસારમાં ચાર ગતિમાં અનંતવાર પરિભ્રમણ કર્યું. હે જીવ! પણ હજુ તારું જીવન ના સુધર્યું, તારો સ્વભાવ ના સુધર્યો, તારી આંખ ખૂલી નહીં. પણ હવે કંઈક સમજ. એકમાત્ર વીતરાગપ્રભુના શાસનની સેવાથી જ તારો ઉદ્ધાર થશે. શ્રી હરજીવનભાઈ! ઘણી મોટી ઉંમરે પણ તમારા હૈયામાં યથાશક્તિ શાસનસેવાની જે ભાવના છે તે કદર કરવા લાયક છે. તમે ચૂંટી ચૂંટીને વાચકો સમક્ષ જે બોધક કથાથાળ રજૂ કર્યો છે એનાં માત્ર દર્શન કરીને જ નહીં પરંતુ એનો રસાસ્વાદ લઈને તેવી કક્ષાના જીવો ધર્મસાધનામાં પ્રગતિ કરે, સંયમધર્મમાં રમતા થાય, કર્મ ખમાવી મુક્તિમાં જાય અને તમે પણ ઉત્તમ કાર્યોની સુવાસ પાથરીને શાશ્વતપદના ભોક્તા બનો એ જ અમારા અંતરના આશીર્વાદ છે! - આ. જયઘોષ સૂરિના ધર્મલાભ છે Page #9 -------------------------------------------------------------------------- ________________ અથશ્રી, જૈન શાસનના ચમકતા હીરા'નું પ્રકાશન કર્યા બાદ આ પ્રવૃત્તિ ચાલુ જ રાખવા ગુરુદેવ પન્યાસ શ્રી જયસુંદરવિજય મહારાજે સૂચના કરી, એટલે આ ગ્રંથ માટેનું કાર્ય આરંભ્યું. મા સરસ્વતીની અગમ્ય પ્રેરણા એ મોટું નિમિત્ત ગ્રંથરચનામાં છે. એણે જ આ બધું લખાવ્યું છે એમ હું માનું છું. આ ગ્રંથ માટે અમુક મર્યાદાઓ મનથી નક્કી કરી કે આમાં ફક્ત ભૂતકાળમાં થયેલ જૈન મહાત્માઓનાં ચરિત્રો જ લખવાં, બની શકે એટલું ટૂંકામાં ચિરત્ર લખવું. દરેક ચરિત્રમાં કંઈક બોધતત્ત્વ હોવું જોઈએ. ઉપરાંત વાર્તાઓ ઉપદેશક હોવા છતાં તેમાં વાર્તાતત્ત્વ જરૂર જોઈએ. આ નિયમને વળગીને જ આ ચરિત્રો તૈયાર કર્યાં છે. આ જમાનામાં લોકોને અધ્યાત્મ તરફ ઝુકાવ ઓછો છે. ટી.વી. જોવા પૂરતો ટાઈમ લોકોને મળી રહે છે પણ ગુરુ મહારાજનું વ્યાખ્યાન સાંભળવા સમય નથી. આવા આત્માઓનું કલ્યાણ કેમ થાય? એ વિચારવું બહુ જરૂરી છે. લોકોને વાર્તા સાંભળવામાં રસ હોય છે. તેમને બોધપાઠ-વાર્તાઓ જ વાંચવા આપીએ તો કંઈક અંશે તેમનું કલ્યાણ સાધી શકાય. પત્નીનું અવસાન ને વૃદ્ધાવસ્થા, એકાકી જીવનમાં વખત કેમ પસાર કરવો એ એક કોયડો ઉકેલવાનો હતો અને વિચારતાં વિચારતાં જ્ઞાનદાયક વાર્તાઓ કેટલીક વ્યાખ્યાન દ્વારા સાંભળેલી મગજમાં હતી જ. આ અને બીજી વાર્તાઓ ધાર્મિક ગ્રંથોમાંથી વાંચી કાગળ ઉપર ટૂંકાણમાં ઉતારવા નક્કી કર્યું અને પરિણામે આ બે ગ્રંથો રચાયા. જૈન સમાજના સદ્નસીબે આપણી પાસે ધાર્મિક સાહિત્ય ઘણું સંઘરાયેલું પડ્યું છે. આનો ઉપયોગ ઘણો જ ઓછો થાય છે. એમાં જે યોગ્ય લાગે તે સમાજ સામે ધરવું એ કંઈ મોટું કામ નથી. હા, શોખ હોવો જોઈએ. Page #10 -------------------------------------------------------------------------- ________________ આ કાર્યમાં આપણા સાહિત્યને સંપૂર્ણ વફાદાર રહી, તેમાંથી ટૂંકાવીને આ વાર્તાઓ તૈયાર કરી છે. તેમાં મારું પોતાનું કંઈ ઉમેર્યું નથી. મારા લખાણની હસ્તપ્રતોને ગુરુદેવ પન્યાસ શ્રી જયસુંદરવિજયજીએ વાંચીને યોગ્ય સુધારા કરી આપ્યા છે, તે તેમનો મોટો ઉપકાર મારા ઉપર છે. મારા પુત્ર ભાઈ હર્ષદે આ વાર્તાઓ વાંચી કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા છે, એ માટે તે યશનો અધિકારી છે. ભાઈ હરેશ, નયન અને જયંતીભાઈ પટેલે ટૂંક સમયમાં આ ગ્રંથ છાપી આપ્યો છે, તથા ચિત્રકાર શ્રી જય પંચોલીએ ચિત્રો દોરી આપી આ ગ્રંથને શોભાવ્યો છે તે બદલ તેમનો આભાર માનું છું. શ્રી ચીનુભાઈએ (સ્વસ્થમાનવ) વ્યાકરણદોષો સુધારી આપ્યા છે. તેમનો આભાર માનવો જ રહ્યો. આ ગ્રંથની વાર્તાઓનો સદુપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, છાપી શકે છે. આ માટે મારો કોઈ પ્રતિબંધ નથી. લોકકલ્યાણ માટે વધુ ને વધુ વંચાય કે વકતૃત્વમાં કહેવાય એ લાભકર્તા જ છે. વાચકને આ ગ્રંથમાં કંઈ પણ ભૂલ દેખાય તો જણાવે જેથી ફરી છાપતાં તે સુધારી શકાય. અંતે જિનાજ્ઞા વિરુદ્ધ આમાં કાંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. પંચશીલ એપાર્ટમેન્ટ ત્રીજો ક્રોસ, ગાંધીનગર બેંગલોર - પ૬૦ ૦૦૯ ટેલિફોન :(૦૮૦) ૨૨૦૩૬ ૧૧ (૦૮૦) ૨૨૦૩૬૨૨ ફેક્સ : (૦૮૦) ૨૨૦૩૬૨૨ અજ્ઞાની વરજીવનદાસ વાડીલાલ શાહ (પાટણવાળા) જુન ૨૨, ૧૯૯૯ Page #11 -------------------------------------------------------------------------- ________________ - - પ્રસ્તાવના સમગ્ર વિશ્વના કલ્યાણ માટે શ્રી તીર્થકર ભગવંતોએ જૈન શાસનની સ્થાપના કરી. પૂર્વાચાર્ય મહર્ષિઓએ તીર્થંકર પ્રભુના ઉપદેશના સરળતા ખાતર ચાર વિભાગ ક્યઃ (૧) દ્રવ્યાનુયોગ, (૨) ગણિતાનુયોગ, (૩) ચરણ-કરણાનુયોગ, (૪) ધર્મકથાનુયોગ. દ્રવ્યાનુયોગ વગેરેમાં ઘણાં ઊંચાં તત્ત્વોની છણાવટોનો સમાવેશ થયેલ હતો. પરંતુ જ્યાં સુધી ઊંચાં તત્ત્વોની વાતોને કથાના માધ્યમે પીરસવામાં ન આવે ત્યાં સુધી સૂક્ષ્મ-ગૂઢ તત્ત્વોની વાસ્તવિક સમજણ પ્રાપ્ત કરવી અતિદુષ્કર બની રહે છે. તેથી જ પ્રભુ મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશોમાં અનેક રોચક તત્ત્વબોધક પ્રેરક કથાઓ વણી લીધી હતી. આજે તો ઘણા એવા મિથ્યાભિમાનીઓ જોવા મળશે, જેઓ ધાર્મિક કથાઓ પ્રત્યે પોતાના નાકનાં ટેરવાં ઊંચાં ચડાવી સૂગનું પ્રદર્શન કરતા હશે, “અમને તો તાત્વિક ભાષણોમાં કે ઊંચાં તત્ત્વોમાં જ રસ પડે, રાજા-રાણીની વાતો છોડો!' અધૂરા ઘડા છલકાયા વગર ના રહે. ભગવાન મહાવીરે અને પૂર્વાચાર્ય મહર્ષિઓએ આવું મિથ્યાભિમાન રાખ્યા વગર અનેક ઊંચાં તત્ત્વોની વાતો કથાના માધ્યમે કરી છે. જ્ઞાનધર્મકથા - આગમ વગેરે સેંકડો/હજારો એવા ધર્મકથાગ્રંથો એ જૈનસાહિત્યના તેજસ્વી તારલાઓ છે. ધર્મકથાનુયોગના આધારે પ્રાચીનકાળમાં “પઢમાણુયોગ' નામના વિશાળ કથાશાસ્ત્રની રચના થઈ હતી, જે આજે પ્રાયઃ વિલુપ્ત છે. પરંતુ અનેક પ્રાચીન શાસ્ત્રોમાં તેના ઉલ્લેખો જોવા મળે છે. આવાં અનેક શાસ્ત્રો વિલુપ્ત થવા છતાં પૂર્વાચાર્ય મહર્ષિઓએ પોતાના અવિચ્છિન્ન સ્મૃતિકોશ અને અનુભવકોશના આધારે અનેક ધર્મકથાઓની રચના કરવામાં ભારે ઉદ્યમ કર્યો છે. દરેક ધર્મકથાનો મુખ્ય સાર એ હોય છે કે પાપોને છોડો અને ધર્મની આરાધનામાં લાગી જાઓ; કારણ કે ધર્મ દ્વારા જ અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થોની સિદ્ધિ થાય છે. બાળક હોય કે યુવાન, પ્રૌઢ હોય કે વૃદ્ધ, લગભગ બધાને કથાઓ તો ગમતી જ હોય છે. પણ એમાંનો મોટો ભાગ તો મનોરંજનપ્રેમી જ હોય Page #12 -------------------------------------------------------------------------- ________________ છે, એટલે એવા લોકોને કામકથા-અર્થકથામાં જ રસ પડતો હોય છે. ધર્મકથા પ્રત્યે અરુચિ અને અર્થ-કામકથાઓનો પ્રેમ એ તો દુર્ગતિગામી જીવોનું લક્ષણ છે; જ્યારે ધર્મકથાઓનો રસ એ સદ્ગતિગામી જીવોનું લક્ષણ છે. કેટલાક જીવો એવા હોય છે કે જેઓને ધર્મકથાનું આકર્ષણ હોય છે, પરંતુ એવી ધર્મકથાઓમાંથી ટપકતાં બોધઝરણાંઓ પ્રત્યે અરુચિ એવી ને એવી હોય છે. એવા લેખક-પત્રકારો પોતાની પ્રસિદ્ધિ માટે બોધક તત્ત્વોને નિચોવી નાખીને પોતાનું હું ચલાવવા ધર્મકથાઓ ઉપર પર કલમ ચલાવતા હોય છે, જે પરિણામે સ્વ-પર માટે નુકસાનકારક બને છે. ધર્મકથાઓ માત્ર મનોરંજન માટે નથી, પણ એમાંના બોધને ગ્રહણ કરવા દ્વારા જીવન સુધારવા માટે છે. જીવન સુધરે, ધ્યેય સુધરે તો પાપોને તિલાંજલિ મળે, ધર્મકૃત્યો પ્રત્યે આદરભાવ જાગે, ધર્મારાધનામાં જોશ આવે, કર્મો ખપે અને શાશ્વત સુખના ભોક્તા બનાય. એ માટે ધર્મકથાઓ ખૂબ શાન્તિથી વાંચવી જોઈએ. શ્રી હરજીવનભાઈએ થોડાં વર્ષો પૂર્વે પવિત્ર ભાવનાથી જૈન શાસનના ચમકતા હીરા' એવા નામથી સુંદર મજાની ૧૦૮ કથાઓ જૈનસાહિત્યમાંથી તારવી તારવીને બહાર પાડી હતી. એ પ્રવાહને વણથંભ્યો રાખીને પુનઃ જૈન-સાહિત્યનું અવલોકન કરીને બીજી ૧૦૮ કથાઓ તૈયાર કરીને જૈન શાસનના ચમકતા સિતારા એવા નામથી આ બીજો કથાગ્રંથ સ્વયં લખીને પ્રકાશિત કર્યો છે, તે ઘણા જ આનંદનો વિષય છે. ઘણી મોટી ઉંમરે વિકથાઓથી દૂર રહીને તેઓએ આ રીતે જે અવિરત પરિશ્રમ કર્યો છે તે દરેક વૃદ્ધવયસ્ક શ્રાવકો માટે ખરેખર પ્રેરક બની રહે તેમ છે. નિંદાકૂથલીમાં, ખટપટોમાં, દાવપેચમાં, કાવાદાવામાં, મારું-તારું કરવામાં, એકબીજાઓને લડાવવામાં, વૈર-વૈમનસ્ય વધારવામાં અને દુર્ગતિકારક કાર્યવાહીઓમાં પાછલી ઉંમર પસાર કરવાને બદલે સંયમની આરાધનામાં કે એ ન થાય તો છેવટે આવા કોઈ સ્વ-પર ઉપકારક સાત્ત્વિક કાર્યોમાં પાછલી વયનો કેવો સદુપયોગ થઈ શકે તેનું આ લેખકે સાક્ષાત્ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા ઉત્તમ કથાગ્રંથોને શાન્તિથી વાંચીને, સમજીને, સાર ગ્રહણ કરીને સૌ પોતાનું આત્મશ્રેય સાધે એ જ મંગલ ભાવના. - જયસુંદરવિજયના ધર્મલાભ! Page #13 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પ્રાપ્તિસ્થાના ૨. વરજીવનદાસ વાડીલાલ શાહ મશીન ટુલ્સ ટ્રેડર્સ ૪૧-નરસિંહમહા રાજા રોડ, બેંગલોર-પ૬૦ ૦૦૨. ટે.નં. (૦૮૦) - ૨૨૩૯૫૮૦ - (૦૮૦) - ૨૨૩૯૫૨૨ વરજીવનદાસ વાડીલાલ શાહ પંચશીલ એપાર્ટમેન્ટ, ત્રીજો ક્રોસ - ગાંધીનગર બેંગલોર-પ૬૦૦૦૯ ટે.નં. (૦૮૦) – ૨૨૦૩૬૧૧ (૦૮૦) – ૨૨૦૩૬૨૨ ૩. શ્રી મહાવીર શુભ સાધના ટ્રસ્ટ (રજી) બી ૪-૫, ભાયખલા સર્વીસ ઈન્ડસ્ટ્રીયલમાં એસ્ટેટ, ડી. કે. રોડ, રાણીબાગ પાસે ભાયખલા (પૂર્વ) મુંબઈ - ૪૦૦ ૦૨૭ | ૪. સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ - ૪૦૦ ૦૦૨ | ૫. શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતન પોળ, અમદાવાદ - ૩૮૦૦૦૧ ૬. સુઘોષા કાર્યાલય શેખનો પાડો, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ ટે.નં. (૦૭૯) ૩૮૧૪૧૮ ઘર (૦૭૯) ૬૬૪૨૦૬૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૭. અમરશી લક્ષ્મીચંદ કોઠારી એસ.ટી. બુક સ્ટૉલ, શંખેશ્વર, - ૩૮૪ ૨૪૬ ટે.નં., (૦૨૭૩૩) ૭૩૩૪૯, ૭૩૩૩૬ ૮. શ્રી મહાવીર જૈન ઉપકરણ ભંડાર જૈન ભોજનશાળા પાસે, મેઈન બજાર, શંખેશ્વર - ૩૮૪ ૨૪૬ ટે.નં., ઑફીસ - (૦૨૭૩૩) ૭૩૩૦૬ ઘર - (૦૨૭૩૩) ૭૩૩૫૪, ૭૩૩૧૯ ૯. શ્રી મહાવીર જૈન ઉપકરણ ભંડાર (શંખેશ્વરાવાળા) ગોપીપુરા, સુભાષ રોડ, સુરત ૩૯૫ ૦૦૧ ટે.નં., ઑફીસ - (૦૨૬૧) ૪૪૦૨૬૫, ૪૩૯૨૨૩ (૦૨૬૧) ૬૮૮૭૬૧, ૬૮૮૧૦૫ - ઘર - ૧૦. શ્રી પાર્શ્વનાથ જૈન ઉપકરણ ભંડાર ફુવારા પાસે, તળેટી રોડ, પાલિતાણા - ૩૬૪ ૨૭૦ ટે.નં., દુકાન - (૦૨૮૪૮) ૩૩૩૩ ઘર - (૦૨૮૪૮) ૩૧૦૩ ૧૧. શ્રી શીગીરી જૈન ઉપકરણ ભંડાર અરીસા ભુવનની સામે, પાલિતાણા ૩૬૪ ૨૦૦ ટે.નં., દુકાન - (૦૨૮૪૮) ૨૨૯૯ ઘર - (૦૨૮૪૮) ૪૨૨૯૯ - Page #15 -------------------------------------------------------------------------- ________________ ક્રમ લેખ ૧. શિવકુમાર ૨. શ્રીમતી ૩. નરવીર ૪. ચંપા શેઠાણી ૫. શ્રી હીરવિજયસૂરિ ૬. શેઠ સવા-સોમા ૭. ચંપક શ્રેષ્ઠી ૮. અર્જુન માળી ૯. નાગદત્ત શ્રેષ્ઠી ૧૦, અંગર્ષિ ઋષિ ૧૧. કૌમુદી ૧૨. કાલિકાચાર્ય ૧૩. દેવદત્ત ૧૪. જિનદાસ શેઠ ૧૫. શુભંકર શ્રેષ્ઠી ૧૬. લોહખુર ૧૭. અગ્નિશર્મા અને ગુણસેન ૧૮. લક્ષ્મણા સાધ્વી ૨૧. ભદ્રબાહુ સ્વામી ૨૨. ગુણમંજરી ૨૩. નૈગમ અનુક્રમણિકા પાન નં. ક્રમ લેખ ૨૪.વિમળ શાહ ૨૫. સુમિત્ર અને પ્રભવ ૨૬. શબ્દાલપુત્ર ૨૭. સુદર્શના (શકુનિકાવિહાર) પાન નં. ૯૩ ૯૬ ૧૦૧ ૧૦૩ ૧૦૭ ૧૧૦ ૧૧૩ ૧૨૧ ૧૨૨ ૧૨૪ ૧૨૭ ૧૩૧ ૧૩૪ ૧૩૬ ૧૩૯ ૧૪૨ ૧૪૩ ૧૪૬ ૪૬. બપ્પભટ્ટસૂરિ અને આમ રાજા ૧૪૯ ૧૫૮ ૧૬૭ ૧૭૧ ૧૭૩ ૧૭૬ ૧૭૯ ૧૯૭ ૨૦ ૨૮. ૨૯. ૧૩ ૧૫ ૧૭ ૨૦ રર ૨૬ ૩૦ ૩૨ ૩૫ ૩૭ ૩૯ ૪૬ ૪૮ ૫૦ ૫૩ ૪૨. શય્યભવસૂરિ પદ ૪૩. દુંદલ ચારણ ૬૦ ૪૪. સુશીલા-સુભદ્ર દર ૪૫. શેઠ જગડુશા ૩૦. ૩૧. સર્વજ્ઞસૂરિજી અને કમલ ૩૨. જિનદાસ અને શાંતનુ શેઠ ૩૩. સિંહ શ્રેષ્ઠી ૩૪. ૩૫. ૩૬. મુનિ ધર્મશર્મા સુવ્રત શેઠ ધર્મવીર ૩૭. ૩૮. ૩૯. ૪૦. ૪૧. બ્રહ્મદત્ત ચક્રવર્તી વરદત્ત મુનિ દ્રાવિડ અને વારિખિલ્લ ૧૯. કાર્તિક શેઠ ૬૪ ૨૦. રાજા શિખીજ અને ચૂડાલા ૬૬ ૪૭. શ્રીપાળ-મયણા ૬૯ ૪૮. ચંદન-મલયાગિરિ માસતુસ મુનિ સુવ્રત મુનિ પ્રજાપાલ અને સુમિત્ર રજ્જા સાધ્વી કેશરી ચોર ૭૨ ૪૯. વેગવતી ૭૬ ૫૦. હંસરાજા ૭૮ ૫૧. રાજા યશોવર્મા ૮૫ ૫૨. તરંગવતી ૮૮ ૫૩. સુરસેન મહાસેન ૯૧ ૫૪. કેશી ગણધર Page #16 -------------------------------------------------------------------------- ________________ ક્રમ લેખ ૫૫. આનંદ શ્રાવક ૫૬. દિવમુખા (પ્રત્યેક બુદ્ધ) ૫૭. ક્ષપક મુનિ ૫૮. શ્રમણ ભદ્ર ૫૯. પ્રદેશી રાજા ૬૦. કુંતલાદેવી ૬૧. આરોગ્યદ્વિજ ૬૨. દ્રમક મુનિ ૬૩. કરકંડુ (પ્રત્યેક બુદ્ધ) ૬૪. નિર્ગતિ (પ્રત્યેક બુદ્ધ) ૬૫. હરિકેશબળ ૬૬. સુલસ ૬૭. તેતાલ પુત્ર ૬૮. રતિ સુંદરી ૬૯. શેઠ મોતીશા ૭૦. રાજા સૂર્યયશા ૭૧. શાણી સુમતિ ૭૨. ધીવર ૭૩. રત્નાકર સૂરિજી. ૭૪. મૃગસુંદરી ૭૫. ધર્મરાજા ૭૬. શેઠ નથુશા ૭૭. શેઠ જાવડશા ૭૮. વિદ્યાપતિ, ૭૯. અભયકુમાર ૮૦. રોહિણી ૮૧. રાજા પુરંદર ૮૨. શ્રી માણિભદ્ર વીર પાન નં. ક્રમ લેખ ૮૩. બળદેવ મુનિ ૮૪. શ્રીક ૮૫. અશ્ચાવબોધ ૮૬. શીવા મહાસતી ૨૦૨ ૨૦૪ ૨૦૬ ૨૦૮ ૨૦૯ ૮૭. વજ્ર કર્ણ ૨૧૫ ૮૮. સમરાદિત્યકેવળી ૨૧૭ ૮૯. દુર્ગંધારાણી ૨૧૯ ૯૦. ભરત ચક્રવર્તી અને ૨૨૧ ૯૮ ભાઈઓ ૨૨૬ ૨૨૯ ૨૩૪ ધન સાર્થવાહ ૨૩૬ ૯૪. સુદ્ર સૂરિ આચાર્ય ૨૩૯ ૯૫. શ્રી ભોમિયાજી મહારાજ ૨૪૧ ૯૬. નંદ મણિકાર ૨૪૬ ૯૭. ધન્નાચોર અને વિજય ચોર ૨૫૧ ૯૮. બાહડ મંત્રી ૨૫૩ ૯૯, ભીમા કુલડીયા ૨૫૫ ૧૦૦, દેવાનંદા અને ઋષભદત્ત ૨૫૭ ૧૦૧. શેઠ બળભદ્ર અને ૨૬૦ ૨૬૩ ર૬૬ ૨૬૮ ૨૦ ૨૭૫ ૨૦૯ ૨૮૨ નારાયણ બ્રાહ્મણ ૧૦૨. સમ્રાટ અશોક અને કુણાલ ૧૦૩. નૃપસિંહ ૧૦૪. ચાંપો વણિક ૩૧૬ ૯૧. શીતલાચાર્ય ૩૧૮ ૯૨. પૃથ્વીપાળ રાજા અને સુનંદ ૩૨૦ ૯૩. ૩૨૪ ૩૨૮ ૩૩૪ ૩૩૬ ૩૪૨ ૩૪૫ ૩૪૮ ૩૫૩ ૧૦૫. પુણ્યસાર ૧૦૬. આર્ય રક્ષિતસૂરિ ૧૦૭, ખેમો દેદરાણી ૧૦૮. શ્રી સિદ્ધર્ષિ ગણી પાન નં. ૨૯૫ ૨૯૯ ૩૦૧ ૩૦૩ ૩૦૬ ૩૧૦ ૩૧૩ ૩૫૫ ૩૬૧ ૩૬૪ ૩૬૬ ૩૬૯ ૩૭૧ ૩૭૫ ૩૦૮ Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી મંગલાચરણ શ્રી મહાવીરાય નમઃ શ્રી ગૌતમ સ્વામીને નમઃ શ્રીદેવી સરસ્વતીને નમઃ આદિમ પૃથિવીનાથમાદિ નિષ્પરિગ્રહમાં આદિમ તીર્થનાથં ચ ઋષભસ્વામિનું સ્તુમા મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ મંગલ સ્થૂલિભદ્રાઘાઃ જૈન ધર્મોડસ્તુ મંગલમ ખામેમિ સવ જીવે સર્વે જીવા ખમંતુ મિત્તીમે સાવ ભૂએસ વેરમઝ ન કેણઈ શિવમસ્તુ સર્વજગત: પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા: દોષાઃ પ્રયાનું નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકા:// જે દૃષ્ટિ પ્રભુદર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે. જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે. પીયે મુદા વાણી સુધા, તે કર્ણયુગને ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ ધરે તે હૃદયને નિત્ય ધન્ય છે. યસ્કૂપારસમાસ્વાદ્ય મૂર્ખાડપિ વિદુષાયતે દેવી સરસ્વતી વંદે, નિંદ્રમુખવાસિનીમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ શિવકુમાર યશોભદ્ર નામના શ્રેષ્ઠીને શિવ નામનો પુત્ર હતો. બાલ્યવયથી જ તે જુગાર વગેરે વ્યસનમાં આસક્ત બન્યો હતો. તેના પિતાએ તેને ઘણી વાર સમજાવ્યો છતાં તેની કંઈ પણ અસર તેના ઉપર થઈ નહીં. તેના પિતાએ તેને ધર્મ માર્ગે વાળવા પણ પ્રયત્ન કર્યો; છતાં તેમાં પણ તેને સફળતા મળી નહીં. છેવટે તેના પિતાએ તેને એકાંતમાં બોલાવી કહ્યું : “પુત્ર, બીજું તો કંઈ નહીં પરંતુ જ્યારે તારા પર ભયંકર આફત આવી પડે ત્યારે તું નવકાર મંત્રને યાદ કરજે. તારી સર્વ આફત તેના સ્મરણ માત્રથી નાશ પામી જશે.” પિતાના અતિશય આગ્રહથી તેણે નમસ્કાર મંત્ર શીખી લીધો. જુગારી-લંપટ લોકોના સંસર્ગથી શિવકુમારની બધી સંપત્તિ નાશ પામી. દ્રવ્ય નાશ પામવાથી તેનાં માનપાન ઘટી ગયાં. મિત્રો પણ તેને છોડી ચાલ્યા ગયા. નિસ્તેજ બનેલા શિવકુમારને એકદા એક ત્રિદંડી યોગીનો મેળાપ થયો. તેણે તેની નિસ્તેજતાનું કારણ પૂછ્યું એટલે શિવકુમારે પોતાની નિર્ધનતાનું દુઃખ વ્યક્ત કર્યું. પરિવ્રાજક પોતાની મંત્રસિદ્ધિ માટે શિવ જેવા સુલક્ષણા કુમારનો ભોગ આપવા માગતો હતો. તેણે પોતાની જાળમાં ફસાવવા વિચાર્યું અને કહ્યું, “હે શિવ! જો તું મારું કહ્યું માને તો ઘરની દાસીની માફક લક્ષ્મી તને વશ થઈ જાય.” શિવે તે માની લીધું. એટલે પરિવ્રાજકે કહ્યું કે “સ્મશાનમાંથી કોઈ પણ અક્ષત શબ (આખું મડદું) લઈ આવ. કાળી ચૌદશની ભયંકર રાત્રી આવતાં પરિવ્રાજકે શિવને તેવું શબ, કંકુ અને પુષ્પ આદિ સામગ્રી લઈ ભયાનક સ્મશાનભૂમિમાં આવવા જણાવ્યું. સ્મશાનભૂમિમાં ત્રિદંડીએ એક ભવ્ય માંડલું બનાવ્યું. હોમ કરવા માટે સુંદર વાટિકા બનાવી અને મડદાના હાથમાં તીક્ષ્ણ તલવાર આપી. પાસેના જ વૃક્ષ ઉપર શીકું બનાવી શિવકુમારને તેમાં બેસાડ્યો. જેથી તે પડે એટલે સીધો હોમમાં જ પડે. બાદ દુષ્ટ બુદ્ધિવાળો ત્રિદંડી નિશ્ચલ ચિત્તથી મંત્રસ્મરણ કરવા લાગ્યો. Page #19 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા ૦ ૧૪ આ બધા કારસ્તાન પરથી શિવકુમાર સમજી ગયો કે પોતે ભયંકર આફતમાં સપડાયો છે. ત્રિદંડી પોતાનો ભોગ લેવા માગે છે. ભયંકર સ્મશાન, કાળી અંધારી રાત્રી, ક્રૂર ત્રિદંડી, ઉઘાડી તલવારે ઊભું રાખેલું શબ અને ત્રિદંડીનો મંત્રોચ્ચાર.. આ બધું જોઈ શિવકુમાર પોતાનું મૃત્યુ પાસે જ છે તેમ સમજી ગયો. આ સમયે પિતાની શિખામણ તેને યાદ આવી અને તે એક ચિત્તથી નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યો. ત્રિદંડીના મંત્રપ્રભાવથી તે શબ તલવાર લઈ શકાના સૂતરના તાર તોડવા આગળ ચાલે છે પણ નવકારમંત્રના પ્રભાવથી તે આગળ વધી શકતો નથી. આ પ્રમાણે બે-ચાર વખત થવાથી શંકાશીલ પરિવ્રાજકે શિવને પૂછ્યું : “શું તું કોઈ પણ જાતનો મંત્ર જાણે છે?” શિવકુમારને ખબર નથી કે પોતાના નવકાર મંત્રના સ્મરણથી પરિવ્રાજકનો મંત્ર નિષ્ફળ થાય છે. તેણે ભોળાભાવથી કહ્યું : “હું કંઈ પણ જાણતો નથી.” બન્ને જણ પોતપોતાના મંત્રો યાદ કરતા રહ્યા. ત્રિદંડીના મંત્રબળથી મડદામાં અધિષ્ઠિત થયેલ વૈતાલ શિવકુમારને કંઈ પણ ઉપદ્રવ કરી શક્યો નહીં. શિવકુમારના સ્થિર ચિત્તના નવકારના મંત્રજાપથી તેનું પરિબળ વધ્યું એટલે કંટાળેલા વૈતાલે તે ત્રિદંડીને જ ઊંચકીને હોમમાં ફેંકી દીધો. જેથી તેમાંથી સુવર્ણ પુરુષ ઉત્પન્ન થયો. શિવકુમારને આવો બનાવ જોઈ અતિ આશ્ચર્ય થયું. પોતાના મંત્રજાપનું જ આ પ્રત્યક્ષ પરિણામ જોઈ તે અતિ આનંદિત થયો. તેણે નીચે ઊતરીને સુવર્ણ પુરુષને ભૂમિમાં ગુપ્તપણે દાટી રાખી દીધો. તેમાંથી થોડું થોડું સુવર્ણ મેળવી અલ્પ સમયમાં જ તે મહાશ્રીમંત બની ગયો. તેને ધર્મનો પ્રભાવ બરાબર સમજાયો હતો એટલે તેણે પોતાનું દ્રવ્ય સન્માર્ગોમાં વાપરવા માંડ્યું અને છેવટે નવકાર મંત્રની પ્રતિદિન ભાવપૂર્વક આરાધના કરી સદ્ગતિનો મહેમાન બન્યો. અહિંસા એ જ અમૃત છે; અપરિગ્રહ એ જ અમીરી છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ [૨] શ્રીમતી પોતનપુરમાં સુવ્રત શ્રેષ્ઠીને શ્રીમતી નામની સદ્ગણી પુત્રી હતી. ધર્મશાસ્ત્રના અભ્યાસથી તે તત્ત્વના મર્મને પણ જાણતી હતી. તેમ જ તેનો આચાર પણ શુદ્ધ હતો. જેમાં શ્રીમતી ધર્મમાં પ્રવીણ હતી તેમ ગૃહકાર્યમાં પણ પ્રવીણ હતી. તેનામાં રૂપ તેમ જ ગુણનો સુમેળ હતો. તે જ નગરમાં એક મિથ્યાષ્ટિ શ્રેષ્ઠી પુત્ર હતો. તેણે શ્રીમતીના હસ્તની માગણી કરી. સુવ્રત શ્રેષ્ઠીએ પ્રથમ તો ઈનકાર કર્યો, પરંતુ તે શ્રેષ્ઠી પુત્રે પોતે અતિશય ધર્મી હોવાનો અને જૈનધર્મ પર પ્રીતિ હોવાનો આડંબર કરવા માંડ્યો. છેવટે બહુ સમજાવવાથી સુવ્રત શ્રેષ્ઠીએ શ્રીમતીને તેની સાથે ધામધૂમપૂર્વક પરણાવી. પરણીને સાસરે આવ્યા બાદ શ્રીમતીનો ગૃહ-વ્યવહાર થોડો વખત તો શાન્તિપૂર્વક ચાલ્યો પરંતુ ત્યાર બાદ શ્રીમતી ચુસ્ત જૈનધર્મ પાળતી હોવાના કારણે તેની નણંદ વગેરે કોઈ ને કોઈ કારણ બતાવી તેના ઉપર ગુસ્સો દર્શાવવા લાગ્યાં. શ્રીમતી તેનું કારણ સમજી ગઈ છતાં નિશ્ચળ ચિત્તથી ધર્મનું પાલન કરતી. ધીમે ધીમે તેનો પતિ તેનાથી વિમુખ થવા લાગ્યો. તેનાં સાસુ-સસરા પણ તેના પ્રત્યે ઓછો આદર બતાવવા લાગ્યાં, છતાં, શ્રીમતી તો નિશ્ચળ મને ધર્મનું આરાધન કરતી, સાથેસાથે ગૃહકાર્યોમાં જરા પણ ખામી આવવા દેતી નહીં. તેનાં સાસુ-સસરાએ પોતાના પુત્રને બીજી સ્ત્રી પરણાવવાનો ઘાટ ઘડવા માંડ્યો, પણ શ્રીમતીની હાજરીમાં તેમ કેમ બની શકે? એકદા ઘરના સર્વ માણસોએ એકાંતમાં મળી એક પ્રપંચ રચ્યો. ઘરની અંધારી કોટડીમાં એક ઘડામાં મોટો ભયંકર સર્પ મૂકીને તે ઘડાનું ઢાંકણું ઢાંકી દીધું. પછી સમય જોઈને તેના પતિએ શ્રીમતીને આદેશ કર્યો કે પેલી ઓરડીમાં પડેલા ઘડામાંથી તું પુષ્પની માળા લઈ આવ, પૂજા માટે તેનો ઉપયોગ કરવાનો છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા - ૧૬ શ્રીમતીને આ કાવતરાની ગંધ પણ નહોતી. તે પ્રતિદિન નવકારમંત્રનું સ્મરણ કરતી. આજે પણ નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં તે અંધારી કોટડીમાં ગઈ, ઘડાનું ઢાંકણું ખસેડી ઘડામાં હાથ નાખી તે પુષ્પની માળા લઈને પતિ પાસે આવી. નવકાર મંત્રના પ્રભાવથી શાસનદેવીએ ઘડામાંથી સાપને ખસેડી પુષ્પની માળા ગોઠવી દીધી હતી. આ દૃશ્ય જોતાં જ ચકિત બનેલા તેના પતિએ બધા માણસોને એકત્ર કરીને બનેલો બનાવ કહી સંભળાવ્યો. આ પ્રભાવથી ઘરના બધા માણસો શ્રીમતીના ચરણમાં પડ્યા અને પોતાના દુષ્ટાચરણની માફી માગી. શ્રીમતીએ જણાવ્યું કે “આપ સર્વે તો મારા પૂજ્ય છે. મારું કહેવું એટલું જ છે કે તમો સન્માર્ગે વળો; શુદ્ધ જૈનધર્મનું આચરણ કરો અને પ્રતિદિન નવકાર મંત્રનું સ્મરણ કરો.” તુષ્ટ બનેલાં સાસુ-સસરાએ મોટો મહોત્સવ કર્યો અને પોતાનું દ્રવ્ય ધર્મકાર્યોમાં વાપરવા માંડ્યું. શ્રી વિનયવિજય મહારાજે પુન્યપ્રકાશના સ્તવનમાં જણાવ્યું છે કે : શ્રીમતીને એ વળી મંત્ર ફળ્યો તત્કાળ ફણીધર ફીટીને પ્રગટ થઈ ફુલમાળ.. : ધર્મ માનવની શોભા : દાંત નિાનો હાથી, વેગ વિનાનો ઘોડો, ચંદ્ર વિનાની રાત્રિ, મીઠા વિનાનું ભોજન, ગુણ વિનાનો પુત્ર, ચારિત્ર વિનાનો યતિ, સુગંધ વિનાનું પુષ્પ, પાણી વિનાનું સરોવર, છાયા વિનાનું વૃક્ષ અને દેવ વિનાનું મંદિર, જેમ શોભાને પામતાં નથી તેમ ધર્મ વિનાનો મનુષ્ય પણ શોભાને પામતો નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ PLE શ્રીમતી તે પ્રતિદિન નવકાર મંત્રનું સ્મરણ કરતી, આજે પણ નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં તે અંધારી કોટડીમાં ગઈ. ઘડાનું ઢાંકણું ખસેડી ઘડામાં હાથ નાખી તે પુષ્પની માળા લઈને પતિ પાસે આવી. For Private os Personal use only Page #23 -------------------------------------------------------------------------- ________________ Page #24 -------------------------------------------------------------------------- ________________ [3] નરવીર (આ કથાનક “શ્રી જયન્ત” તેમજ “જ્યતાક” નામે પણ કેટલાક ગ્રંથમાં છે.) મેવાડના રાજા જયકેશીનો પુત્ર નરવીર હતો. મોટો થયો ત્યારે ચોરી, લૂંટફાટ વગેરે આચરતો હોવાથી રાજાએ નરવીરને દેશનિકાલની સજા કરેલી. તેણે એક બાજુના પહાડ ઉપર અડ્ડો જમાવ્યો અને એક ટોળકી ઊભી કરી. તે ટોળકીનો સરદાર બની મોટા પાયે ડાકૂગીરી કરવા લાગ્યો. એક વખત માળવાનો મોટો વેપારી ધનદત્ત કેટલાંક ગાડાઓમાં ધન ભરી ત્યાંથી પસાર થતો હતો તેને નરવીરની ટોળીએ લૂંટી લીધો. બધું જ લૂંટાવાથી ધનદત્ત બેબાકળો બની ગયો. પણ અંધારાનો લાભ લઈ ત્યાંથી જીવતો ભાગી છૂટ્યો. આનું વેર લેવું જ જોઈએ એવો દઢ સંકલ્પ કરી તે માળવાના રાજા પાસે ગયો, પોતે કેવી રીતે લુંટયો અને પાયમાલ થઈ ગયો છે તેની વાત માળવાના રાજાને કરી, અને આજીજી કરી તેણે રાજા પાસે થોડા લશ્કરની માગણી કરી. આ ડાકૂ પકડાય યા નાશ પામે તો સારું જ છે એમ સમજી રાજાએ લશ્કર આપ્યું. લશ્કર લઈ ધનદત્ત નરવીરની પલ્લી પાસે પહોંચ્યો. લશ્કરની મદદથી ચારે બાજુથી પલ્લીને ઘેરી લીધી. નરવીર તથા તેના સાથીઓ બહાદુરીથી લડ્યા પણ લશ્કરનો સામનો મુશ્કેલ હતો. એક પછી એક મરાતા ગયા. નછૂટકે નરવીર એકલો ભાગી ગયો. ધનદત્તે પલ્લીને આગ ચાંપી. એટલે પલ્લીમાંથી નરવીરની પત્ની જે ગર્ભવતી હતી તે બહાર નીકળી. ધનદત્તે તેનું માથું તલવારથી કાપી નાખ્યું અને તલવારથી એનું પેટ ચીરી ગર્ભને કાઢી તેને શિલા ઉપર પછાડી કૂરપણે ગર્ભહત્યા કરી. પલ્લીમાંથી જેટલું ધન-સંપત્તિ મળી તે ભેગી કરી. પોતાની ગુમાવેલી સંપત્તિનો મોટો ભાગ પણ તેમાં હતો. ગાડાઓમાં ધન-સંપત્તિ વગેરે ભરી તેણે ઘર-ભેગી કરી. માળવાના રાજા પાસે આવી બધી વાત કરી અને કેવી રીતે લડી નરવીરને ભગાડ્યો તથા તેની સ્ત્રીને કાપી નાખી તેના પેટમાં રહેલ ગર્ભને શિલા ઉપર પછાડી મારી નાખ્યું તે બધું કહી સંભળાવ્યું. રાજા Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૮ આ સાંભળી ધનદત્ત ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયો. તે દયાળુ હતો. તેણે ધનદત્તને સખત ધિક્કાર્યો અને કહ્યું, “તે સ્ત્રી હત્યા તથા બાળહત્યા કરી છે, જેમણે તારું કંઈ બગાડ્યું નહતું.” અને સૈનિકોને હુકમ કરી તેની ઘરભેગી કરેલી બધી સંપત્તિ રાજભંડારમાં લઈ લીધી, અને એનો ઘોર તિરસ્કાર કરી દેશનિકાલની સજા કરી. ધનદત્ત જંગલમાં રખડતો-ભટકતો હતો. તેને હવે પોતે કરેલા પાપનો પશ્ચાત્તાપ થયો. તેણે ઉગ્રપણે તપ કરવા માંડવું. મરીને એ જીવનો પુનર્જન્મ થયો... તે જ પાટણના રાજા સિદ્ધરાજ સોલંકી, હારેલો અને બધું ખોઈ બેઠેલો નરવીર એક ઝાડ નીચે સૂઈ ગયો. આખી રાત ઊંધી ન શક્યો. દિલમાં રોષ હતો. પોતાનાં કહેવાય એવું કોઈ હતું નહીં. અસહાય બનેલ નરવીર ચિંતા કરતો બેઠો છે, ત્યાં વિહાર કરતાં સાધુગણનું નાનું ટોળું ત્યાંથી પસાર થતું જોયું. તે ઊડ્યો. વંદન કરી જાણ્યું કે તેના નાયક આચાર્ય શ્રી યશોભદ્રસૂરિ હતા. તેમણે નરવીરને જોયો. નરવીરને પણ આચાર્યશ્રી તરફ ભક્તિભાવ જાગ્યો. આચાર્યશ્રીને દયા આવી. પ્રેમપૂર્વક હકીકત પૂછી. નરવીરે બધી જ હકીકત કહી દીધી. પોતે કરેલાં પાપ પણ વર્ણવી જણાવ્યા. આચાર્યશ્રીએ હવે એવાં પાપકર્મો ન કરવા અને સજ્જન બની રહેવાનો ઉપદેશ આપ્યો. ગુરુદેવે તેને બાજુમાં આવેલા “એકશિલા નગરીમાં જવા કહ્યું. નરવીર એ નગરમાં પહોંચ્યો. એક મોટી હવેલી આગળ લોકોનું ટોળું ઊભું હતું. ત્યાં ઓઢર નામના શેઠનું સદાવ્રત ચાલતું હતું. શેઠે આ અજાણ્યા માણસને વિચારમાં ઊભેલ જોઈ જમી લેવા આગ્રહ કર્યો, પણ નરવીરે કહ્યું, “શેઠ કોઈ કામ બતાવો. કામના બદલામાં જમીશ. મફતનું નથી ખાવું.” આવો પ્રમાણિકતાથી છલકાતો જવાબ સાંભળી શેઠને આશ્ચર્ય થયું. તેમને આ માણસ કામનો લાગ્યો. તેને ઘરમાં કામ કરવા રાખી લીધો. અહીં નરવીરે ઘરનાં બધાં કામો સંભાળી લીધો અને થોડા દિવસોમાં ઘરના બધા માણસોનાં દિલ જીતી લીધાં. થોડા દિવસો બાદ શ્રી યશોભદ્રસૂરિ વિહાર કરતાં કરતાં એકશિલા નગરીમાં પધાર્યા. નરવીરે તેમને ઓળખ્યા. જંગલમાં ઉપદેશ આપનાર ગુરુદેવને મળી આનંદમગ્ન થઈ ગયો. ગુરુદેવે આશીર્વાદ આપ્યા. નરવીરે ગુરુદેવ ક્યાં રહેવાના છે તે જાણી લીધું અને દરરોજ જઈ Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા : ૧૯ તેમને વંદન કરવા લાગ્યો. ગુરુદેવ રોજ થોડો થોડો ઉપદેશ આપી જૈન ધર્મ તેને સમજાવતા ગયા. રોજ નિયત સમયે નરવીરને બહાર જતો જોઈ એકદા શેઠે તેને પૂછ્યું, “તું રોજ ક્યાં જાય છે?” નરવીરે વિવેકપૂર્વક જણાવ્યું, હું મારા પરમ ઉપકારી ગુરુદેવ યશોભદ્રસૂરિ પાસે જાઉ ; તેમનું વ્યાખ્યાન મને ખૂબ ગમે છે. આ સાંભળી ઓઢર શેઠને ખૂબ આનંદ થયો અને જણાવ્યું, હું પણ તારી સાથે તારા ગુરુનો ઉપદેશ સાંભળવા આવીશ.” નરવીર અને ઓઢર શેઠ દરરોજ યશોભદ્રસૂરિ પાસે જવા લાગ્યા. રોજનો ક્રમ થઈ ગયો. ઓઢરે શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કર્યા, અને સૂરિ દેવની પ્રેરણાથી એક ભવ્ય જિનમંદિર બંધાવ્યું. શ્રીમહાવીર સ્વામીની સુંદર મૂર્તિની ભવ્ય મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. ઓઢર શેઠના ખૂબ જ આગ્રહને લીધે યશોભદ્રસૂરિએ ચોમાસું એકશિલામાં કરવાનો નિર્ણય કર્યો. ચોમાસા દરમિયાન શેઠ અને નરવીરે ઘણી આરાધના કરી, અને નિત્ય ગુરુદેવનું વ્યાખ્યાન શ્રવણ કરે છે. પર્યુષણ પર્વ આવતાં ગુરુદેવના ઉપદેશ મુજબ તપ-જપ કરે છે. સંવત્સરીનો ઉપવાસ ઘરના દરેક સાથે નરવીર પણ કરે છે. તે પૂજા કરવા શેઠ સાથે જાય છે. શેઠ પોતાની સામગ્રી વાપરે છે. નરવીર પોતાની બચાવેલ ૫ કોરીથી ફૂલ ખરીદી ભગવાનને હર્ષોલ્લાસથી ચડાવે છે. પોતાની બચાવેલ મૂડીનો આવો સદુપયોગ થયો જાણી પોતાને મહાભાગ્યશાળી સમજે છે. સંવત્સરીનો ઉપવાસ કરી બીજા દિવસે ઘરના બધા સાથે બેસી પારણું કરે છે. નરવીરને ઘરના બધા જ લોકો “સાધર્મિક ભાઈ માનીને આગ્રહથી પારણું કરાવે છે. સાંજે નરવીરના શરીરમાં પીડા ઊભી થાય છે. પીડા વખત જતાં વધતી જાય છે. શેઠ નરવીરને અંતિમ આરાધના કરાવે છે, અને નરવીર નવકાર સાંભળતાં સાંભળતાં સમતાભાવે અવસાન પામે છે. મરીને ત્રિભુવનપાળના પુત્ર તરીકે જન્મ લે છે. એ જ પુણ્યશાળી રાજા કુમારપાળ, જે સિદ્ધરાજ પછી પાટણનો રાજા બને છે. આ છે કુમારપાળનો પૂર્વ ભવ. ઓઢર શેઠ પણ કાળે કરી મૃત્યુ પામી પાટણ રાજ્યના ઉદયન મંત્રી બને છે અને યશોભદ્રસૂરિનો જીવ કાળે કરી પાહિનીની કુખે ચંગદેવ તરીકે જન્મ લે છે. ચંગદેવ મોટો થતાં દેવચંદ્ર મુનિ પાસે દીક્ષા લઈ સોમચંદ્ર મુનિ બને છે અને વખત જતાં ગુરુદેવે તેમને આચાર્ય પદવી આપી તે જ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ. Page #27 -------------------------------------------------------------------------- ________________ [૪] ચંપા શેઠાણી રાજા અકબરના વખતની આ વાત છે. આગ્રા પાસે ફત્તેહપુર સિક્રી નામે ગામ છે. ત્યાં એક ચંપા નામે શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કરેલા. તે ઉપવાસ નિમિત્તે ત્યાંના શ્રીસંઘે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ. વાજતે-ગાજતે જૈનશાસનની જય બોલાવતી આ શોભાયાત્રા ગામના મુખ્ય રસ્તાઓ ઉપરથી પસાર થઈ રહી હતી. હજારો સ્ત્રી-પુરુષો આમાં સામેલ હતાં. ધામધૂમપૂર્વક આ શોભાયાત્રા રાજમહેલ આગળથી પસાર થતી હતી. રાજમહેલના જરૂખા ઉપર બેઠેલ અકબર બાદશાહે આ જોઈને પોતાના સેવકને પૂછ્યું, “આ શેનું જૂલુસ છે?” સેવકે નીચે તપાસ કરી આવી બાદશાહને કહ્યું, “ચંપા નામની એક શ્રાવિકા બાઈએ છ મહિનાના ઉપવાસ કર્યા છે.” બાઈ કંઈ ખાતી નથી. અકબરને ઘણું જ આશ્ચર્ય થયું. છ માસ લાગલગાટ ખાધા વગર કેમ રહેવાય? માણસ મરી જ જાય. એમ એ માનતો હતો. તેણે હુકમ કરી જૈનોના બે આગેવાનોને બોલાવ્યા અને પૂછ્યું, “આ ખરેખર સાચું છે?’’ બન્ને આગેવાનમાં એક વડીલ હતા, તેણે જણાવ્યું, ‘જહાંપનાહ! આ ચંપા શ્રાવિકાએ ૬ મહિનાના ઉપવાસનું પચખાણ લીધેલ છે. રાત્રીદિવસ કંઈ જ ખાવાનું નહીં.' આ સાંભળી તેને ચંપા શ્રાવિકાને જોવામળવાની ઇચ્છા થઈ. શ્રાવકોએ ચંપા શેઠાણીને ડૉલીમાં બેસાડી અકબર બાદશાહ પાસે હાજર કરી. અકબર બાદશાહે ઊભા થઈ તેનું સન્માન કર્યું અને ઉચિત આસન ઉપર બેસાડી પૂછ્યું : આ બધા કહે છે, “તમે છ મહિનાના દિવસ-રાતના રોજા કર્યા છે, સાચી વાત!'' ચંપા કહે છે, “હા જહાંપનાહ.” બાદશાહ કહે, “પરંતુ આવી ઘોર તપસ્યા તમે કેવી રીતે કરી શક્યાં?” ચંપાએ કહ્યું, “મારા ગુરુદેવની કૃપાથી, “અરે! તમારે પણ ગુરુ છે?” હાજી! મારા ગુરુદેવ હાલ ગુજરાતમાં છે. એમનું નામ છે શ્રી Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા - ૨૧ હીરવિજયસૂરિશ્વરજી. એમની મારા ઉપર અસીમકૃપા છે, અને એમના જ આશીર્વાદ અને કૃપાથી હું આ તપશ્ચર્યા કરી શકી છું.” અકબરે આચાર્યશ્રીનું નામ યાદ રાખી લીધું અને મનમાં પાકો નિશ્ચય કરી લીધો કે જેની શક્તિના પ્રતાપે આવી એક બાઈ છ-છ માસના રોજા કરી શકે છે. તેવા શક્તિશાળી ગુરુજીને ચોક્કસ મળી તેમની શક્તિનો લાભ લેવો જોઈએ. અકબર બાદશાહે શ્રાવકો મારફત સંદેશો મોકલી તથા પોતાના બે કાસદ મોદી, અને કમાલ મારફત આમંત્રણ મોકલી શ્રીહીરવિજયસૂરિજીને દિલ્હી આવવા વિનંતી કરી. શ્રીહીરવિજયસૂરિએ આમંત્રણ સ્વીકારી દિલ્હી પધાર્યા. અકબર બાદશાહને ધર્મ સમજાવ્યો અને હીંસા અટકાવવાના ઘણા કાર્યો કરાવ્યાં. અંતરજામી સુણ અલવેસર અંતરજામી સુણ અલસર, મહિમા ત્રિજગ તુમારો, સાંભળીને હું આવ્યો તીરે, જન્મ-મરણ-દુઃખ વારો; સેવક અરજ કરે છે રાજ! અમને શિવસુખ આપો. ૧ સહુકોનાં મન વંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો, એહવું બિરૂદ છે રાજ! તમારું, કેમ રાખો છો દૂર. સે. ૨ સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો; કરૂણાસાગર કેમ કહેવાશો? જો ઉપકાર ન કરશો. સે૦ ૩ લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિસણ દીજે; ધુવાડે બીજું નહિ સાહિબ, પેટ પડ્યાં પ્રતિજે. સે. ૪ શ્રી શંખેશ્વર મંડન સાહિબ, વિનતડી અવધારો; કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો. સેવ ૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ [૫] શ્રી હીરવિજયસૂરી આચાર્યશ્રી હીરવિજયસૂરી એ વખતે ગાંધાર નગરમાં હતા, ત્યાં તેમને અકબર બાદશાહે મોકલાવેલું આમંત્રણ તથા ફતેહપુર સિક્રીના જૈનસંઘના વિનંતીપત્રો મળ્યા. ત્યાંના સંઘ સાથે ચર્ચા-મંત્રણા કર્યા બાદ આચાર્યશ્રીએ દિલ્હી અકબર બાદશાહને સદુપદેશ આપવા જવાનું નક્કી કર્યું. વિહાર શરૂ કર્યો અને તેઓ વટાદરા ગામમાં આવ્યા. તે રાત્રે નિદ્રામાં તેમણે સ્વપ્ન જોયું. એક અતિ દેદીપ્યમાન સ્ત્રી નમસ્કાર કરી આચાર્યશ્રીને કંકુ અને મોતીથી વધાવે છે અને કહે છે કે “હે આચાર્યદેવ, અકબર નિખાલસ મને આપને બોલાવે છે. કોઈ જાતની શંકા વગર તેમને મળો અને જિનશાસનની શાન વધારો. આથી આપની અને જિનશાસનની કીર્તિ વધશે.” અને એ દિવ્ય શરીરધારી સ્ત્રી આટલું કહી અદશ્ય થઈ ગઈ. વિહાર કરી આચાર્યશ્રી અમદાવાદ આવ્યા. અમદાવાદના સૂબા શિહાબખાને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. જોકે શિહાબખાને ભૂતકાળમાં આચાર્યશ્રીનું અપમાન કરેલું અને જૈનોનો ભારે વિરોધી હતો. પણ અકબર બાદશાહના ફરમાનને લીધે લાચાર થઈ તેણે ગુરુ મહારાજની માફી માગી. દિલ્હી જવા હાથી, ઘોડા, સૈનિકો વગેરે જે જોઈએ તે આપવા આગ્રહ કર્યો. પણ આચાર્યશ્રીએ જૈન આચાર સમજાવી તેમને તે કશું ખપે નહિ તેમ સમજાવીને કહ્યું કે “અમારા મનમાં તમારા પ્રત્યે કોઈ રોષ નથી. અમારે શત્રુ કે મિત્ર બધા સરખા છે અને અમે સૃષ્ટિના તમામ જીવો સુખી રહે તેવી ખરા દિલથી કામના કરીએ છીએ.” - આચાર્યશ્રીએ પટ્ટધર શ્રી સેનસૂરિશ્વરજીને ગુજરાતમાં રહેવા આદેશ આપ્યો અને શ્રી હીરસૂરિશ્વરજીએ પોતાના વિદ્વાન શિષ્યરત્ન શ્રીવિમલહર્ષ ઉપાધ્યાય વગેરે મુનિવરો સાથે દિલ્હી તરફ વિહાર કર્યો. દિલ્હી પહોંચવાની થોડા દિવસની વાર હતી ત્યારે આચાર્યશ્રીએ શ્રી વિમલહર્ષ ઉપાધ્યાયને આગળ વિહાર કરી બાદશાહને મળી તેમના વિચારો Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૩ જાણવા જણાવ્યું. એટલે ઉપાધ્યાયશ્રી ઉગ્ર વિહાર કરી ફત્તેહપુર સિક્રી પહોંચ્યા અને સંઘના આગેવાનોને મળ્યા. આગેવાનોની સલાહ અનુસાર ઉપાધ્યાયશ્રી પહેલા અબુલફઝલને મળ્યા અને અબુલફઝલે હર્ષપૂર્વક જણાવ્યું કે બાદશાહ ફક્ત આચાર્યશ્રી પાસે ધર્મની વાતો સાંભળવા ઇચ્છે છે. અકબર બાદશાહનો કોઈ બદ ઇરાદો નથી જ એમ સ્પષ્ટપણે સમજાવ્યું, અને અબુલફઝલ જાતે ઉપાધ્યાયશ્રીને લઈ અકબર બાદશાહ પાસે આવ્યા, બાદશાહને ઉપાધ્યાયજી તથા તેમની સાથે બીજા ત્રણ મુનિરાજો હતા તેમની ઓળખાણ કરાવી. તરત જ બાદશાહે પોતાના સિંહાસન ઉપરથી ઊતરી મુનિવરોનો સત્કાર કર્યો. ઉપાધ્યાયે ‘ધર્મલાભ' કહી આશીર્વાદ આપ્યા. બાદશાહે પૂછ્યું કે ‘આચાર્યશ્રીને મળવાની ભારે ઉત્કંઠા છે, તેઓનાં દર્શન ક્યારે થશે?” થોડાક જ દિવસોમાં આચાર્યશ્રી અત્રે આવી પહોંચશે તેમ ઉપાધ્યાયશ્રીજીએ જણાવ્યું. વાતચીત દરમિયાન મુનિવરોને લાગ્યું કે બાદશાહ વિનયી અને વિવેકી છે, અને વિદ્વાનો પ્રત્યે આદરભાવ ધરાવે છે. ઉપાધ્યાયશ્રી વિમળહર્ષ ફત્તેહપુર સીક્રીથી પાછો વિહાર કરી આચાર્યશ્રી હીરવીજયજી કે જેઓ અભિરામાબાદ પહોંચ્યા હતા ત્યાં જઈ તેઓને મળ્યા અને તેમને બાદશાહ સાથે થયેલો વાર્તાલાપ ટૂંકમાં કહી સંભળાવ્યો. આચાર્યશ્રીને આથી પૂરતો સંતોષ થયો, અને વિહાર કરી ફત્તેહપુર સીક્રી પહોંચ્યા. ત્યાંના શ્રીસંઘે ગુરુદેવનું બાદશાહી સ્વાગત કર્યું. આચાર્યશ્રીની પણ પહેલી મુલાકાત અબુલફઝલ સાથે થઈ. આ મુલાકાતથી અબુલફઝલ ખૂબ જ પ્રભાવિત થયો. આચાર્યદેવ ત્યાંના કેટલાક શ્રાવકો અને અબુલફઝલ સાથે અકબરને મળવા રાજમહેલમાં પધાર્યા. અકબરને આચાર્યશ્રી પધારતાં એટલો બધો આનંદ થયો કે આચાર્યશ્રીને બેસવાનું કહેવાનું પણ તેને ભાન ન રહ્યું અને આચાર્યશ્રી સાથે વાતો શરૂ કરી દીધી. કલાકો સુધી ઊભાં ઊભાં જ આ વાર્તાલાપ ચાલ્યો. પછી મંત્રણાગૃહમાં પધારવા અકબરે આચાર્યશ્રીને દોર્યા. તે ગૃહમાં દરવાજેથી જ ગાલીચો પાથરેલ હતો તેથી આચાર્યશ્રીએ એની ઉપર ચાલવાની ના પાડી અને સમજાવ્યું કે ગાલીચા નીચે જીવ-જંતુ હોય, તે ઉપર ચાલવાથી હિંસા થાય, તેવી હિંસા સાધુ ન કરે. એટલે બાદશાહે Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૪ ગાલીચો ઉપાડી લેવા સેવકોને કહ્યું, તેની નીચે ઘણી કીડીઓ દેખાઈ. અકબર આંખો ફાડી આચાર્યદિવ સામે જોઈ રહ્યો, એની શ્રદ્ધા ખૂબ વધી ગઈ. આ મુલાકાત બાદ રોજ અકબર બાદશાહ ઉપાશ્રયે આવી આચાર્યશ્રીને મળતો રહ્યો. ઠીકઠીક જ્ઞાનગોષ્ટી ચાલતી રહી. એક વખત અકબરે પોતાને શનિની ગ્રહદશા ચાલે છે તેનું કંઈક નિવારણ પૂછ્યું. આચાર્યશ્રીએ પોતે સરળતાથી નમ્રપણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે “મારો વિષય ધર્મ છે, જ્યોતિષનો નહિ. એટલે એ અંગે હું કંઈ કહું નહીં.” એક દિવસ કેટલાંક પુસ્તકો અકબરે શ્રીહીરવિજયસૂરિને બતાવ્યાં બધાં જ ધાર્મિક પુસ્તકો હતાં અને તે એક તપાગચ્છના વિદ્યાવાન સાધુ શ્રી પદમ સુંદરજીનાં હતાં. તેઓનો સ્વર્ગવાસ થયો એટલે આ પુસ્તક આચાર્યશ્રીને સ્વીકારવા આગ્રહ કર્યો. પણ આચાર્યશ્રીએ તે લેવા ના કહી અને જણાવ્યું કે, “અમે આ સંગ્રહને અમારી પાસે રાખીને શું કરીએ? અમને જરૂર હોય તે પુસ્તકો લઈ વાંચી પાછા ભંડારને સોંપી દઈએ.” આવી નિસ્પૃહતાથી અકબર વધુ પ્રભાવિત થયો. ત્યાંથી ચોમાસુ કરવા ગુરુદેવ આગ્રા પધાર્યા. પર્યુષણ પર્વના આઠ દિવસ “અમારિ પ્રવર્તન” કરવામાં આવ્યું. બાદશાહે ફરમાન બહાર પાડી ૮ દિવસ પર્યુષણના તથા આગળના ૨ દિવસ અને પર્યુષણ પછીના ૨ દિવસ એમ કુલ ૧૨ દિવસ જીવહિંસા બંધ કરાવી. અહિંસા માટે બાદશાહને આચાર્યશ્રી જુદી-જુદી રીતે સમજાવતા ગયા. આની ઘણી સારી અસર બાદશાહને થઈ. એક દિવસ બાદશાહ આચાર્યશ્રીને લઈને “ડાબર' નામના સરોવરના કિનારે ગયો. ત્યાં હજારો પંખીઓ પાંજરામાં પૂરેલ હતાં તે બધાંને આચાર્યશ્રીની સામે જ બાદશાહે છોડી મૂક્યાં. આચાર્યશ્રી આથી ઘણો જ હર્ષ પામ્યા. ત્યાં માછીમારીની બીજી પણ હિંસા થતી હતી તે અકબરે બંધ કરાવી. બાદશાહે પોતે ઘણાં પાપો કરેલ છે તે અંગેનો એકરાર કરતાં આચાર્યશ્રીને જણાવેલું કે “ચિત્તોડમાં મેં હજારો માણસોની કતલ કરાવી Page #32 -------------------------------------------------------------------------- ________________ વાળ (SO) (6[ (6) || JIO LUOTO - 03 , શા (Tીનાર) જિ. ૩૮ર૦૦૬ શ્રી હીરવિજય સૂરી બાદશાહે ગલીચો ઉપાડી લેવા સેવકને કહ્યું. તેની નીચે ઘણી કીડીઓ દેખાઈ. Page #33 -------------------------------------------------------------------------- ________________ Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૫ હતી, ઘણા કૂતરાંને મારી નંખાવ્યાં છે. હજારો હરણા ને માર્યા છે અને રોજ પાંચસો ચકલાની જીભ કપાવીને ખાતો હતો.” આવા ભયંકર હિંસા કરતાં રાજવીને ધર્મ પમાડવાનું ઉત્તમ કામ આચાર્યશ્રીએ કર્યું હતું. તેમની સૂચનાથી તીર્થસ્થાનોમાં મુંડકાવેરો લેવાતો હતો તે અકબરે બંધ કરાવ્યો. ઉપરાંત, પોતે વર્ષમાં ૬ મહિના માંસાહારનો ત્યાગ કરેલ. ગુજરાતમાં જીજિયાવેરો જે લેવાતો હતો તે તેણે બંધ કરાવ્યો. ભવ્ય દરબાર ભરી અકબરે દિલ્હીમાં શ્રીહીરવિજયજીને “જગદ્ગુરુની પદવી આપી હતી. આવું અનન્ય અહિંસાનું કામ ઉપદેશથી રાજ્યસ્તરે આચાર્યશ્રી હીરવિજયજીએ કર્યું હતું. ત્યાર પછી રાજ્યસ્તરે આટલું મોટું જીવદયાનું કામ કોઈ હજી સુધી કરી શક્યું નથી. હાલમાં મુનિશ્રી રાજચંદ્રવિજયજી જે નિરાલાના નામે ખાસ ઓળખાય છે. તેઓએ શાળામાં જીવતા જીવો ચીરવાની પ્રથા સામે હાઈકોર્ટમાં રીટ કરી ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં જીવતા જીવોની શાળામાં ચીરફાડ કરવા ઉપર પ્રતિબંધ મુકાવ્યો છે, તેથી કરોડો જીવોને અભયદાન મળ્યું છે, અને બીજા રાજ્યોમાં પ્રતિબંધ મુકાય તેની કાર્યવાહી ચાલુ છે. આવા જીવદયાના ઉત્તમ કામ કરવા બદલ શ્રી નિરાલાજીને આપણા અભીનંદન. આ જમાનામાં પણ અહિંસા માટે જાન ન્યોછાવર કરનાર ગીતાબહેન રાંભીયા જેવા મહાનુભાવો હોય છે જેમણે દસથી પણ વધુ વર્ષ હિંસાનિવારણ માટે કામ કરી લાખો પશુઓને ખાટકીની છરીથી બચાવી લીધાં છે. છેવટે ક્રૂર કસાઈઓના હાથે તેમનું ખૂન થયું અને ગીતાબહેને શહીદી વહોરી લીધી. પણ એમની શહીદી નિષ્ફળ ન જાય તે માટે તાબડતોડ મોટું આંદોલન ચલાવીને પ.પૂ. શ્રી ચંદ્રશેખરવિજય મહારાજે ગુજરાત સરકાર પાસે બળદોની કતલ ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો કરાવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. અહિંસા માટે આવું સુંદર કામ કરનારા આચાર્યશ્રી હીરવિજયજીને તથા નામી-અનામી મહામાનવો જેઓએ હિંસાનિવારણ માટે કાર્ય કર્યું છે તેમને અંત:કરણથી આપણી વંદના.... Page #35 -------------------------------------------------------------------------- ________________ શેઠ સવા-સોમાં સોરઠના વંથલી ગામમાં એક મોટા વેપારી નામ સવચંદ ધંધો ધમધોકાર ચાલે. પરદેશથી માલ આવે અને પરદેશ માલ વહાણો ભરી ભરી મોકલે. તેમનાં બાર (૧૨) વહાણો માલ લઈ પરદેશ ગયેલાં તે માલ વેચી ત્યાંનો બીજો માલ ભરી પાછાં આવતાં હતાં તે ઘણો વખત થઈ ગયો પણ પાછાં ન આવ્યાં. બે દિવસ-ચાર દિવસ એમ રાહ જોઈ. બીજું એક અઠવાડિયું નીકળી ગયું પણ ન વહાણો પાછા આવ્યા કે ન કોઈ વહાણના સમાચાર મળ્યા. સવચંદ શેઠ તો મહામુશ્કેલીમાં આવી ગયા. ગામમાં વાતો ચાલી. શેઠનાં બધાં વહાણ ડૂબી ગયાં છે. શેઠ દેવાળું કાઢશે, અને જેના જેના પૈસા શેઠ પાસે જમા હતા તેઓ ઉઘરાણીએ આવ્યા. પાસે હતું ત્યાં સુધી તો આપતા ગયા. ખાસ રોકડ રહી નહીં, અને માંગરોળ ગામના ઠાકોર જેમને સવચંદ શેઠ સાથે સારા સારી, તેમના રૂપિયા એક લાખ શેઠને ત્યાં જમા પડેલા. ઠાકોરના કુમારે ઠાકોરને વાત કરી. “જલદી જાવ. સવચંદ શેઠને ત્યાં પડેલા બધા રૂપિયા લઈ આવો. શેઠ નવરાવી નાખશે.” ઠાકોર પણ વહેમાયા. ઘોડી પર બેસી આવ્યા સવચંદ શેઠની પેઢી ઉપર, અને કરી ઉઘરાણી કહે મારા દીકરાને પરદેશ જવું છે. બધા જ રૂપિયા તરત ને તરત આપો. શેઠ જરા ગભરાયા. પૈસા જમે છે તે આપવા જ રહ્યા. પાકા જૈન - આ ભવે ન આપે તો આવતા ભવમાં પણ સેંકડો ગણા ચૂકવી આપવા જ પડે. એટલે નથી જોગ એમ તો કહેવાય નહીં. આબરૂ તો સાચવવી રહી. શેઠે નમ્રતાથી ઠાકોરને જણાવ્યું, “ભાઈ રકમ મોટી છે, જોગ કરતાં બે ત્રણ દહાડા લાગશે.” ઠાકોર કહે : હું પાછો ખાલી હાથે જઉં તો મારી કુમાર મારી સાથે ઝઘડો કરશે, અને આપણી વચ્ચે નકામા વહાલામાં વેર થશે. શેઠ સમજી ગયા. પડતાને પાટું મારનારા ઘણા હોય છે. ઠાકોર સાથે વેર તો પોસાય નહીં. દેવું છે એ તો સારું. આપવા જ છે. શું કરું? રસ્તો તો કાઢવો Page #36 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૨૦ જ રહ્યો. વિચારતાં વિચારતાં શેઠને એક રસ્તો જડ્યો. અમદાવાદમાં એક મોટા વેપારી... નામ એમનું સોમચંદ, ભારે આબરૂદાર અને વટ-વહેવાર સાચવનારા. પણ સવચંદ શેઠને એમની સાથે કોઈ લેવડ-દેવડનો વહેવાર નહીં ફક્ત નામ જાણે. તેમના ઉપર હૂંડી લખવાનો વિચાર કર્યો અને ઠાકોરને કહ્યું. “જલદી જોઈતા હોય તો અમદાવાદ જાઓ, હું હૂંડી લખી આપું છું તે બતાવી તમારા રૂપિયા લઈ લેજો.” ઠાકોર કહે ભલે. લખી આપો. સવચંદ શેઠે નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં કલમ ઉઠાવી હૂંડી લખી. નરસિંહ મહેતાએ શામળા ગિરધારી શેઠ પર લખી હતી એવી. એતાન શ્રી વણથલી ગામથી લખ્યા શેઠ સવચંદ જેરામ. સ્વસ્તિ શ્રી અમદાવાદ નગર મધ્યે રાખ્યા શેઠ સોમચંદ અમીચંદ, જત આ ચિઠ્ઠી લઈને આવનાર ઠાકોર સૂરજમલજી સતાવતને હૂંડીના દેખાડે રૂપિયા એક લાખ બાબાશાહી રોકડા તે રૂપિયા પચાસ હજારથી બમણા-સહી, પિછાન, પહોંચ. પાવતી લઈને આપશો. સહી દ: પોતે. સવચંદ જેરામના જય જીનેન્દ્ર સ્વીકારશે.” શેઠે લખતાં લખી તો નાખી પણ મન વિચારે ચડ્યું. નથી સોમચંદ શેઠ સાથે કોઈ ઓળખાણ, નથી કોઈ પૈસાનો વહેવાર. શેઠ લાખ રૂપિયાની હૂંડી કેમ સ્વીકારશે? શેઠને છાતીમાં ડૂમો ભરાઈ ગયો. આંખમાં આંસુ આવી ગયાં, અને આંસુનાં ૨ ટીંપા હૂંડી પર પણ પડ્યાં. આંસુ પડેલાં તેની નીચેના અક્ષરો થોડા ભીંજાઈ જરાક પ્રસર્યા. ભગવાનનું નામ લઈ હૂંડી ઠાકોરને આપી. ઠાકોર તો મારતી ઘોડીએ પહોંચ્યા અમદાવાદ. શેઠની જાણીતી પેઢી શોધતાં વાર ન લાગી. સોમચંદ અમીચંદ શેઠની પેઢી શોધી કાઢી અને શેઠની ગાદી પાસે આવી હૂંડી બતાવી. શેઠ વિચારમાં પડી ગયા. આવું સવચંદ જેરામ નામનું કોઈ ખાતું હોવાનો ખ્યાલ નથી. આ કોની હૂંડી? કોણ લખનાર? શેઠે મુનિમને પૂછ્યું, વંથલીના સવચંદ શેઠનું ખાતું છે? જુઓ. મુનિમને Page #37 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૨૮ આવા નામની કોઈ જાણ ન હતી પણ શેઠ પૂછે એટલે બરાબર ચોપડા જોઈ અડધા કલાકે શેઠને બાજુમાં બોલાવી ખાનગીમાં કહ્યું, “ના શેઠ! સવચંદ નામનું કોઈ ખાતું નથી. કોઈ વહેવાર આપણી સાથે નથી. તદન અજાણ્યા ભાઈની આ હૂંડી છે.” શેઠે હૂંડી હાથમાં લીધી. બે-ત્રણ વખત વાંચી ગયા. અચાનક તેમનું ધ્યાન કાગળ ઉપર બે આંસુ પડ્યા હતાં તે પર પડ્યું. મૂળ જૈન વણિક, હૈયામાં જૈન સાધર્મિક પ્રત્યે લાગણી ઉભરાઈ. વસ્તુસ્થિતિ મનમાં સમજી ગયા. ઠાકોરને ર૩ દિવસ રહેવા કહ્યું અને ઠાકોરને ચકાસ્યા કે કોઈ ધૂર્ત તો નથી ને તપાસ કરતાં માલૂમ પડ્યું કે ઠાકોર માણસ મોભાદાર છે, એ ધૂર્ત ન હોઈ શકે. શેઠે ઠાકોરને બે દિવસ ઘરે રાખ્યા. ઉમદા પરોણાગત બે દિવસ કરી અને ત્રીજે દિવસે પેઢી ઉપર બોલાવી મુનિમને આજ્ઞા કરી કે “હૂંડીનાં નાણાં એક લાખ રોકડા ઠાકોરને આપી દો.” મુનિએ તો ચક્કરવકર ડોળા કાઢતા કહ્યું, “આવું કોઈ ખાતું નથી. નાણા કેમ અપાય? કોના ખાતે લખી આપું?” શેઠે કહ્યું. “ખર્ચ ખાતે લખીને આપી દો.” મનમાં બબડતાં બબડતાં રૂપિયા એક લાખ ઠાકોરને ગણી આપ્યા. ઠાકોર તો રૂપિયા મળી ગયા એટલે હરખાતાં હરખાતાં પાછા આવ્યા વંથલી. શેઠ સોમચંદના મનને ખૂબ શાંતિ થઈ. કોઈ સાધર્મિક સ્વમાની ભાઈએ દુઃખમાં આવી જવાથી હૂંડી લખી છે. જો આવા દુઃખી ભાઈના દુઃખમાં કામ ન આવું તો મારો અવતાર શા કામનો?” મનથી ખૂબ હરખાયા. ઠાકોરે સવચંદ શેઠને હૂંડીના રૂપિયા મળી ગયાની વાત કરી. સવચંદ શેઠ વિચારે છે. ખરેખર તો ભગવાને મારી લાજ રાખી. સોમચંદ શેઠના દિલમાં પ્રભુ વસ્યા, ન ઓળખાણ ન પીછાન, પણ સ્વામીભાઈની હૂંડી આનંદસહસ્વીકારી રૂપિયા ગણી આપ્યા. આ બાજુ સાવચંદ શેઠનાં વહાણો જે ભયંકર તોફાનને લીધે એક ટાપુ પાસે રોકાઈ ગયેલાં તે તોફાન શમતાં વંથલી તરફ આવી રહ્યાના સમાચાર મળ્યા, અને થોડા દિવસમાં બધાં જ વહાણો વંથલી માલ લઈને સહીસલામત આવી ગયાં. સવચંદ શેઠે માલ વેચી પૈસા ઊભા કરી લીધા, અને ઠાકોરને સાથે લઈને સોમચંદ શેઠના પૈસા ચૂકવવા અમદાવાદ ઊપડ્યા. Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૯. સોમચંદ શેઠની પેઢી ઉપર આવી સવચંદ શેઠે જય જીનેન્દ્ર કરી હૂંડીની વાત ઉલેખી. સોમચંદ શેઠે મુનિમને પૂછ્યું, “ભાઈ જોને, સવચંદ શેઠને ખાતે કંઈ રકમ છે?" મુનિમ કહે, “હા રૂપિયા એક લાખ આપેલા. વ્યાજ સાથે ગણીને કહું છું. પણ કોઈના ખાતે લખ્યા નથી. ખર્ચ ખાતે લખીને આપ્યા છે.” “તો સવચંદ શેઠ વંથલીવાલા ખાતે કંઈ રકમ નથી ને?” શેઠે પૂછ્યું. મુનિમ કહે : ના એમના ખાતે નથી બોલતા. શેઠ કહે, “મુનિમજી. મને બરાબર ખબર છે. એ હૂંડી મેં ખરીદી હતી. એના ઉપર લાખેણા માણસના બે આંસુ હતાં એ બન્ને આંસુ મેં એકેક લાખ એમ બે લાખમાં ખરીદયાં છે. એક લાખ આપી દીધા છે. બીજા એક લાખ આપવાના બાકી છે. પછી સવચંદ તરફ ફરીને કહ્યું, “શેઠ! અમારું કોઈ લહેણું તમારી પાસે નીકળતું નથી અને જૈન શ્રાવક છીએ. વગર હક્કનું નાણું અમે ન લઈ શકીએ.” - સવચંદ શેઠ તો આ વાત સાંભળી હબકી ગયા. એમણે ગદ્ગદ કંઠે કહ્યું, “શેઠ! આ શું બોલો છો! આ નાણું હું તમને દેખાડવા નથી લાવ્યો. જો હું એ પાછું લઈ જાઉં તો ચાર હત્યાનું પાપ છે મને.” વાત તો વધી ગઈ. બન્ને મક્કમ. કોઈ પૈસા રાખવા તૈયાર નહીં. બાજુમાં ઉભેલા ઠાકોરનું તો કાળજું કશું ન કરે? મનોમનથી બોલાઈ ગયું, “વાહ વાણિયા વાહ!” આખરે બન્ને જણે સંધિ કરી. “ગામના મહાજનને બોલાવવું અને એ જે ન્યાય કરે તે બંનેએ માન્ય રાખવો.” બીજે દિવસે મહાજન એકઠું થયું. બન્નેએ પોતાની વાત રજૂ કરી. સવચંદ શેઠે સાક્ષી તરીકે ઠાકોરને ધર્યા. મહાજને બધી રીતે વિચારી ચુકાદો આપ્યો કે આ નાણાં એક લાખ સોમચંદ શેઠના તથા સવા લાખ સવચંદ શેઠના ધાર્મિક કામે વાપરવા. શેત્રુંજાનો સંઘ લઈ જવો અને શેત્રુંજય ડુંગર ઉપર દહેરું બાંધવું. વાજતે-ગાજતે અમદાવાદથી સંઘ શેત્રુંજય આવ્યો. દર્શન-પૂજા કરી બન્ને શેઠે ડુંગર ઉપર બરાબર જગ્યા નક્કી કરી એક ટૂંક બંધાવી. જે સવા સોમાની ટૂંકને નામે પ્રખ્યાત છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ [6] ચંપક શ્રેષ્ઠી ધન્યપુર નગરમાં ચંપકશ્રેષ્ઠી નામનો એક ધર્મિષ્ઠ અને વ્રતધારી શ્રાવક હતો. દરરોજ સામાયિક-પ્રતિક્રમણ અને પર્વના દિવસે પૌષધ કરતો. પૌષધ પાર્યા બાદ તે ગુરુમહારાજને વિનયથી પ્રાર્થના કરી કહેતો, “ગુરુદેવ! મારા ઘરે પધારી ભાત-પાણીનો લાભ આપવા કૃપા કરજો” એમ વિનવી તે ઘરે જતો. ગોચરીનો સમય થાય ત્યારે પાછો ઉપાશ્રયે જઈ ગુરુ મહારાજને ગોચરી માટે ઘરે બોલાવી લાવતો. ગુરુ ઘરે પધારતા. તેમને જે ખપતું હોય તે ભક્તિસભર હૈયે વહોરાવતો. ગોચરી વહોરી લે એટલે ગુરુજીને ત્રિવિધ વંદના કરતો; અને થોડે સુધી સાથે જઈ ગુરુજીને વિદાય આપતો. જે વાનગી બનાવેલ હોય પણ સાધુ મહારાજ ન છો? તો પોતે તે વાનગી ભોજનમાં ન વાપરતો. આ આચારનું ચુસ્તપણે ચંપકશ્રેષ્ઠી પાલન કરતો. - સાધુ ભગવંતનો ગામમાં જોગ ન હોય તો તે ભોજનવેળાએ ઘરની બહાર ઊભો રહી ભાવના ભાવતો કે અત્યારે જો કોઈ સાધુ ભગવંત આવી ચડે તો તેમને ગોચરી વહોરાવી હું કૃતાર્થ થાઉં. અંતરના ઉમળકાથી અને શુદ્ધ ભાવનાથી તે સાધુ ભગવંતને ગોચરી વહોરાવતો. એક દિવસ આવા જ અંતરના ઉમળકા અને ઉલ્લાસથી સાધુ મહાત્માને ગોચરી વહોરાવી રહ્યો હતો. તેના હૈયે ભાવનાનો ઓઘ ઊછળી રહ્યો હતો. પાત્રમાં તે ઘી વહોરાવી રહ્યો હતો. ઘીની ધાર પાત્રમાં પડતી હતી અને તેની ભાવનાઓની ધાર ઊંચે ચડી રહી હતી. ચંપક શ્રેષ્ઠીની ભાવનાની તન્મયતા જોઈ સાધુ મહારાજે ઘીની ધાર પડવા જ દીધી. વચમાં બસ કે ના કહ્યું નહિ. તેઓ જ્ઞાની હતા અને શ્રેષ્ઠીની ભાવધારાથી અત્યારે અનુત્તર વિમાનની ગતિ બાંધી રહ્યો છે તે જોતા હતા. માણસ સ્વભાવ અનુસાર ચંપક શ્રેષ્ઠીની ભાવધારા અચાનક તૂટવા Page #40 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૩૧ લાગી. ઘીથી પાત્ર ભરાતું જતું જોઈ તેને વિચાર આવ્યો : “આ તે કોઈ સાધુ છે કે લોભી ધુતારો? હું તો ભાવથી વહોરાવું છું પણ તેઓ સાધુ ધર્મ સમજતા લાગતા નથી. ના કહેતા જ નથી.” તેની આ બદલાયેલી ભાવના સમજી જ્ઞાની મુનિએ કહ્યું : “ભાગ્યવાન! આમ ઊંચે ચડી આમ પાછા નીચે પટકાવા જેવું કાં કરો છો?” ચંપક શ્રેષ્ઠીને આ સાંભળી આશ્ચર્ય થયું. તેણે કહ્યું : “ભગવન! હું તો અહીં જ તમારી સામે ઊભો છું. ક્યાંય ચડ્યો નથી તો પટકાવું કેવી રીતે? આપની વાત કંઈ સમજાતી નથી.” મુનિએ પોતાનું પાત્ર ખેંચી લીધું અને કહ્યું, “મહાનુભાવ! દાન કરતે સમયે ભળતા-સળતા વિકલ્પ કરવાથી દાન દૂષિત બને છે. સોના સમા દાનને તેથી લાંછન લાગે છે. દાન સમયે ચડતા ભાવને ચડતા જ રહેવા દેવા જોઈએ. તે સમયે બીજા ન કરવાના વિચાર કરીને ભાવધારાને ખંડીત ન કરવી જોઈએ.” એમ કહી તેની ભાવનાથી તે બારમા દેવલોકની ગતિએ ચડેલ પણ મેલી ભાવનાથી તે પટકાયો એ વાત સમજાવી. આ હા! આ મેં શું કર્યું? ભારે પશ્ચાત્તાપ કર્યો. એ પાપની ગુરુજી પાસે આલોયણા માંગી. તે આલોયણા પૂરી કરી. અંતે મૃત્યુ પામી બારમા દેવલોક ગયો. વાંચકોએ આ ચંપક શ્રેષ્ઠીની કથામાંથી પ્રેરણા લઈ શુદ્ધ ભાવથી અને દોષરહિત દાન દેવામાં ઉપયોગ રાખવો જોઈએ, અને દાન દેતાં કોઈ પણ અતિચાર ન લાગે તેનો ખ્યાલ રાખવો જોઈએ. દાન દેતાં અતિચાર લાગે તો ફક્ત અલ્પ સુખ જ તેને મળે. મળવું જોઈતું બધું પુણ્ય તેને ન મળે. પછી મોક્ષની તો વાત જ ક્યાં? ક્રોધથી તમે કોઈને દબાવી શકશો, પણ પોતાના બનાવી નહીં શકો. Page #41 -------------------------------------------------------------------------- ________________ [૮] અર્જુન માળી રાજગૃહી નગરીમાં અર્જુન નામે એક માળી રહેતો હતો. તે અતિ ધનવાન હતો. તેને બંધુમતી નામની સુંદર પત્ની હતી. ગામ બહાર તેની ફૂલની વાડી હતી. તે વાડી પાસે એક મુદગલપાણી નામે યક્ષનું મંદિર હતું. આ પતિ-પત્ની દરરોજ યક્ષની પૂજા કરી પુષ્પો ચડાવતાં. તે ગામમાં લલિતા નામે એક ટોળકી હતી. તેના સભ્યો બધા કુછંદે ચડેલા હતા. એક વાર આ મંડળીના છ સભ્યોએ બંધુમતી ઉપર નજર બગાડી ગમે તેમ કરી તેને ભોગવવા નિર્ણય લીધો, બપોરના સમયે જ્યારે અર્જુન માળી તેની પત્ની સાથે યક્ષની ઉપાસના માટે મંદિરમાં દાખલ થયો ત્યારે મંદિરના દ્વાર પાછળ સંતાયેલા આ છ જણાએ અર્જુન માળીને મુશ્કેતાટ બાંધી એક તરફ નાંખ્યો અને બંધુમતીને તેની સામે જ વારાફરતી ભોગવી. બંધુમતીએ આમાંથી બચવા ઘણી મથામણ કરી પણ છે દુર્જન સામે તેનું શું ચાલે? અર્જુન માળીને આ જોઈ કમકમાં આવી ગયાં. તેને અપાર ક્રોધ ચડ્યો. તે લાચાર હતો એટલે પોતાની જાતને ધિક્કારવા લાગ્યો, “માતા-પિતાના કે પોતાના પરાભવને હજુ કોઈ સહન કરે પણ પત્નીના પરાભવને તો પશુ પણ સહી ન શકે. અરે! મારી નજર સામે આ પશુ જેવા લોકો આવું નિષ્ફર કાર્ય કરે છે, અને મને પણ એક પશુ સમજે છે. અરેરે, આ દુઃખ કોને કહેવું?” પછી તેની દૃષ્ટિ યક્ષરાજ પર પડી. તે યક્ષને ઠપકો આપતાં બોલ્યો, ખરેખર! તું પથરો જ લાગે છે. તારા જ સ્થાનમાં આ અનર્થ તું સહી શકે છે. અરે, આટલા દિવસ તારી નિષ્ઠાપૂર્વક પૂજા કરી. એનું આ ફળ મળ્યું!” સંયોગ-વશાત મૂર્તિના અધિષ્ઠાયકે અવધિજ્ઞાનથી આ અનર્થ નિહાળ્યો અને તે ક્રોધિત થઈ અર્જુન માળીના શરીરમાં પ્રવેશી ગયો. યક્ષના બળથી અર્જુન માળી બંધન તોડી ઊભો થયો અને યક્ષની મૂર્તિના હાથમાં રહેલ મુદગર ઉપાડી ઘોર ગર્જના કરતા બંધુમતી અને પેલા છએ પુરુષોને મારી નાખ્યાં. એના ક્રોધે માજા મૂકી, એ મુદગર ઉપાડી ગર્જના કરતો ઘોર જંગલમાં Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૩ ચાલ્યો ગયો. પ્રતિદિન તે સાત જણને મારી નાખવા લાગ્યો. જ્યાં સુધી એ દર રોજ સાત જણને મારે નહીં ત્યાં સુધી એ શાંતિથી બેસતો નહીં. આથી એ તરફના રસ્તાઓ સૂનકાર થઈ ગયા, અને રાજગૃહી નગરીમાં હાહાકાર મચી ગયો. રાજા અને પ્રજાએ ઘણા ઉપાયો કરવા છતાં કોઈ સફળતા ન મળતાં શ્રેણીક મહારાજાએ ઉદ્ઘોષણા કરાવી કે ‘જ્યાં સુધી અર્જુન માળીની સાત જણની હત્યા પૂરી ન થાય ત્યાં સુધી નગરવાસીઓએ બહાર નીકળવું નહીં.' છ મહિના સુધી આ ક્રમ ચાલ્યો. રોજ સાત-સાતની હત્યા. એવા સમયે ભગવાન મહાવી૨ શહેરની બહાર ઉદ્યાનમાં સમોસર્યા. પણ જાય કોણ? શ્રેષ્ઠીપુત્ર સુદર્શને પરમાત્માને વાંદવા વિચાર્યું અને માતા-પિતાને જણાવ્યું કે ‘હું પરમાત્માને વાંદવા તથા તેઓશ્રીનો ઉપદેશ સાંભળવા જાઉં છું.' માતાપિતા કહે છે, ‘બેટા! તને ખબર નથી, અહીં આટલો ઉત્પાત મચ્યો છે. કોઈ ક્યાંય જઈ શકતા નથી. અતિ ઉપયોગી અને અનિવાર્ય કામો પણ રખડી પડ્યાં છે, ને તું પ્રભુજીને વાંદવાની વાત કરે છે? પ્રભુજીને તો અહીં બેઠા ભાવથી પણ વાંદી શકાય છે.’ ઉત્તર આપતાં સુદર્શને કહ્યું, “મા! અહીં પધારેલા ભગવંતના જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી જળ પણ કેમ ગ્રહણ થાય? તાત! ચિંતા કરશો નહીં, હું જાઉં છું, ધર્મના પ્રતાપ રૂડા છે.” સુદર્શન ગામના દરવાજે પહોંચ્યા. દરવાને તેમને રોકવા પ્રયત્ન કર્યો. પણ સુદર્શન ગમે તેમ દરવાનને સમજાવી દરવાજા બહાર નીકળી ગયા. કેટલાક લોકો અને દરવાન બાજુના કોટ ઉપર ચડી હવે શું થશે તે જોવા લાગ્યા. સુદર્શન થોડે આગળ ચાલ્યા ત્યાં તેમણે ઘોર ગર્જના સાંભળી, અને સાક્ષાત નર-પિશાચ જેવા અર્જુનમાળીને મુદગર ઉપાડી સામેથી દોડી આવતો નિહાળ્યો. ભયંકર બીહામણું અને મેલું ચીંથરેહાલ તેનું શરીર હતું. સુદર્શન તરત વસ્તુસ્થિતિ સમજી ગયા, ખેશથી જમીન પૂંજી પરમાત્મા તરફ મુખ કરી ભાવપૂર્વક વંદના કરી સર્વજીવરાશી ખમાવવા લાગ્યા. જ્યાં સુધી ઉપસર્ગ શાંત ન થાય ત્યાં સુધી કાયા - માયા બધું વોસરાવી દીધું અને કાઉસગ્ગ ધ્યાને રહી નવકાર મંત્રનું રટણ કરવા લાગ્યા. માર માર કરતો અર્જુન માળી આવ્યો અને ધ્યાનમાં મગ્ન સુદર્શનને જોતા જ ઠરી ગયો. મંત્રપ્રભાવે જેમ સર્પનું વિષ 3 Page #43 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૩૪ ઊતરી જાય તેમ તેના શરીરમાંથી યક્ષ નાસી ગયો. અર્જુન માળી ધરતી પર ઢળી પડ્યો. થોડી વારે ચેતના આવતાં તેણે સુદર્શનને પૂછ્યું, “શેઠ! તમે કોણ છો? સુદર્શને કાઉસગ્ગ પારી જવાબ આપ્યો, “હું ભગવાન મહાવીર દેવનો શ્રાવક છું. પ્રભુજી અહીં સમીપમાં પધાર્યા હોઈ હું તેઓશ્રીને વાંદવા જાઉં છું. તું પણ મારી સાથે ચાલ, તને ઘણો લાભ થશે.” અર્જુનમાળીના ભાવ જાગ્યા. કરેલાં કર્મો હળવાં કરવાનાં હતાં. ને પ્રભુ પાસે આવવા સંમત થયો અને બન્ને જણ પ્રભુ મહાવીરના સમોસરણ પાસે આવી પહોંચ્યા. વંદનાદિ કરી ઉચિત જગ્યાએ બેઠા. પ્રભુજી ફરમાવતા હતા કે - “આ મોહાંધ સંસારમાં મનુષ્યનું જીવન, આર્યદેશમાં જન્મ, શ્રદ્ધા, ગુરુવચન - શ્રવણની સગવડ, વિવેક, મોક્ષમહેલનાં પગથિયાંની શ્રેણિ જેવું આ બધું અતિ સુકૃત કર્યું હોય તો જ મળે છે.” ઇત્યાદિ દેશના સાંભળી. સુદર્શન વ્રત-પચ્ચખાણ આદિ લઈ, પ્રભુજીને વંદન કરી પાછા ફર્યા, પણ અર્જુન માળીએ પાપોની નિંદા કરવાપૂર્વક દીક્ષા લીધી, તે જ વખતે પરમાત્મા સમક્ષ તેમણે પ્રતિજ્ઞા કરી કે જીવનભર છઠ્ઠ (બે ઉપવાસ)ને પારણે છઠ્ઠ કરવો. દીક્ષા બાદ અર્જુન માળી પારણાના દિવસે વહોરવા જતા ત્યારે તેમને લોકોનો તિરસ્કાર સહન કરવો પડતો અને લોકો કહેતા કે “આ એ જ હત્યારો છે કે જેણે મારા પિતાને મારી નાખ્યા હતા.” તેમ કોઈ મા, ભાઈ, બહેન, પુત્રાદિના ઘાતક કહી બોલાવતા અને અપમાનભર્યા શબ્દો બોલી રંજાડતા. છતાં, અર્જુન મુનિ સમતા રાખતા, કોઈ પ્રત્યે મનમાં પણ અપ્રીતિ થવા દેતા નહીં, અને જે કંઈ ઉપસર્ગ થતા તે શાંતિથી સહી લેતા. આમ, ઉત્તમ કોટીનું તપ કરતાં અને ભાવના ભાવતા એ મુનિએ છ માસ પછી અનસન કર્યું. પૂરા છ માસ રોજ સાતસાત જીવોની હત્યા એટલે કે એક મહિનાના ૩૦ દિવસ એટલે ૬ મહિનાના ૧૮૦ દિવસ રોજની ૭ હત્યા એટલે ૧૨૬૦ જીવોની હત્યાનું પ્રાયશ્ચિત્ત છ માસ સુધી કરી કેવળજ્ઞાન પામી પંદર દિવસના અનસન બાદ કાળધર્મ પામી મોક્ષે ગયા. આ માટે જ શાસ્ત્રકાર મહારાજા ફરમાવે છે કે શાસ્ત્ર શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન એ રીતે ક્રમશઃ પચ્ચકખાણ, સંયમ, તપ, નિર્જરા અને છેલ્લે મોક્ષ થાય છે : Page #44 -------------------------------------------------------------------------- ________________ [૧] બાગદત્ત ડી ખૂબ જ સુખી નાગદત્ત શ્રેષ્ઠીએ રહેવા માટે એક મહેલ બંધાવ્યો. મહેલ તૈયાર થયો. ફક્ત રંગ કરવાનો બાકી. ઘર રંગાઈ જાય એટલે ધામધૂમથી ગૃહ-પ્રવેશ કરવાનો વિચાર. મહેલની બહાર ઊભા ઊભા કારીગરોને રંગ બાબત સૂચના આપી રહ્યા છે. ત્યાં એક જૈન મુનિ પસાર થતા હતા તેઓ શેઠની વાતો સાંભળી જરાક હસ્યા. શેઠે વિચાર્યું, મુનિ કેમ હસ્યા હશે? કારણ વગર મુનિ હસે નહિ. હું મારા મકાનને રંગવાની સૂચના આપું છું એમાં હસવા જેવું શું છે? શેઠ વિચારે ચઢી ગયા. ઠીક નિરાંતે મુનિરાજને પૂછશું. ત્યાંથી શેઠ ઘરે આવ્યા. અને ભોજનનો સમય થયો હોવાથી જમવા બેઠા. બાજુમાં શેઠનો નાનો છોકરો જે પારણામાં સૂતો હતો તેને જમતાં જમતાં પારણું હીંચોળે છે. ત્યાં જ છોકરો મૂતર્યો. થોડું મૂત્ર શેઠના ભાણામાં પડ્યું. જાણ્યું ન જાણ્યું કરી હોંશે હોંશે જમતા રહ્યા. બરાબર આ જ વખતે પેલા મુનિ ત્યાં આવ્યા અને આ દશ્ય જોઈ ફરી પાછા હસ્યા. મુનિને હસતાં જોઈ શેઠને ભારે આશ્ચર્ય થયું. થોડો આરામ કરી શેઠ દુકાને આવ્યા. તેટલામાં એક કસાઈ બોકડો લઈને જતો હતો તે બોકડો શેઠની દુકાનમાં ચઢી ગયો. શેઠે તેને બહાર કાઢવાની ઘણી મહેનત કરી પણ બોકડો દુકાનની બહાર નીકળે નહીં. છેવટે લાકડીથી મારી તેને બહાર કાઢ્યો. એ જ વખતે પેલા મુનિરાજ ત્યાંથી નીકળ્યા. તેમણે આ જોયું અને હસ્યા. કસાઈ લાકડીથી મારી ઝૂડી ખેંચીને બોકડાને લઈ ગયો. શેઠને મુનિનું હાસ્ય ન સમજાયું. એક જ દિવસમાં ત્રણ-ત્રણ વાર મુનિ પોતાના સામે હસે છે. કેમ? હવે તો શેઠથી રહેવાયું નહીં. દુકાન બંધ કરી ઉપાશ્રયે આવ્યા. વંદના કરી મુનિને પૂછ્યું, “સાહેબ! આજ ત્રણ ત્રણ વાર મારા સામે કયા કારણે Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૩૬ આપ હસ્યા છો? સમજાવશો?” જ્ઞાની મુનિવરે જણાવ્યું, “જે મકાનને રંગવાની સૂચના આપતા હતા તે તમારા તો કામમાં આવવાનું નથી.” ‘“કેમ સાહેબ?’’ શેઠે પૂછ્યું. “તારું આયુષ્ય તો હવે ફક્ત સાત દિવસનું બાકી રહ્યું છે.’ હેં!” શેઠ ગભરાયા. બીજી વાર હસવાનું કારણ મુનિશ્રીએ જણાવ્યું કે “ભોજન કરતા અને બાળકને તમે હુલરાવી રહ્યા હતા તે જીવ તમારી સ્ત્રીનો જાર હતો. તમે જ તેને મારી નંખાવ્યો હતો. મરીને તમારી સ્ત્રીના ગર્ભમાં આવ્યો તે જ બાળક એ ઘોડિયામાં હતું. તે તમે જમતા હતા ત્યારે મૂતર્યો અને ઠીક ઠીક પ્રમાણમાં તે મૂતર તમારા ભાણામાં પડ્યું. છતાંય તમે તે ભોજન હોંશથી જમ્યા. એ જ્ઞાનથી સમજી હસવું આવ્યું હતું.' ‘બોકડો દુકાન ઉપરથી કેમ ઊતરતો ન હતો, મારી-ઝૂડીને તેને કાઢ્યો ત્યારેય તમે હસ્યા. મુનિરાજ કારણ સમજાવશો?'' શેઠે પૂછ્યું. મુનિશ્રીએ તે પણ સમજાવ્યું, જે બોકડો કસાઈ લઈ જતો હતો તે તમારા (નાગદત્તના) બાપનો જીવ હતો. કંઈક જાણીતી દુકાન જણાતાં જીવ બચાવવા તમારી દુકાને ચઢી ગયો. પણ તમે જીવ ન છોડાવતાં લાકડી મારી કાઢી મૂક્યો.” આ સાંભળી શેઠ હાંફળા-ફાંફળા થઈ ગયા. તરત જ પોતાના બાપનો જીવ બચાવવા કસાઈની દુકાન શોધી ત્યાં પહોંચ્યા અને કસાઈને તે બોકડો વેચાતો આપવા કહ્યું. પણ કસાઈએ જણાવ્યું કે એ બોકડાને તો કાપી નાખ્યો છે, તેનું રંધાતું માંસ શેઠને બતાવ્યું. શેઠને ઘણું દુ:ખ થયું, અને આંસુ સારવા લાગ્યા. તે મુનિરાજ પાસે પાછા આવ્યા, અને ગુરુદેવને વિનંતી કરવા લાગ્યા કે “હવે મારે શું કરવું? રસ્તો બતાવો, મને બચાવો.’’ ગુરુદેવે પ્રેમથી તરવાનો માર્ગ બતાવ્યો, “એક દિવસનું ચારિત્ર આત્માનો ઉદ્ધાર કરવા સમર્થ છે, તમારે તો હજુ સાત દિવસ છે.'’ નાગદત્તે દીક્ષા લીધી. સાત જ દિવસ શુદ્ધ ચારીત્ર પાળી. બધા જીવોને ખમાવી ત્યાંથી કાળ કરી નાગદત્ત દેવલોક પામ્યા. Page #46 -------------------------------------------------------------------------- ________________ [૧૦] અંગર્ષિ ઋષિ ચંપાપુરીમાં કૌશીકાર્ય નામના ઉપાધ્યાયને અંગર્ષિ અને રૂદ્રક નામના બે શિષ્યો હતા. તેમાં પહેલો શિષ્ય અંગર્ષિ સૌમ્ય મૂર્તિ, સ્વભાવે સૌમ્ય અને ન્યાય માર્ગે ચાલનારો તથા વિનયી હતો. કોઈ સાથે છળ કપટ કરતો નહીં. તેમાં પણ ખાસ કરીને ગુરુને (ઉપાધ્યાયને) તો કદીય છેતરવાની કલ્પના પણ નહોતો કરી શક્યો અને બીજો રૂદ્રક તેનાથી ઊલટા એટલે કે વિપરીત સ્વભાવનો હતો. ઉપાધ્યાય જ્યારે જ્યારે તેના અંગર્ષિ શિષ્યની પ્રશંસા કરતા ત્યારે તે રૂદ્રકથી સહેવાતું નહીં, ઇર્ષાની આગથી પ્રજ્વળતો તે અંગર્ષિનાં છિદ્રો શોધ્યા જ કરતો, બીજાનાં છિદ્રો શોધવામાં તે ઘણાં કાર્યો વિસરી જતો. એક વાર પ્રાતઃકાળે જ ઉપાધ્યાયે તે બન્નેને ઇંધણ લાવવા મોકલ્યા. તે જ સમયે અંગર્ષિ, ગુરુજીની આજ્ઞાને શિરોમાન્ય કરી, ઇંધણ માટે જંગલમાં ગયો. રૂદ્રક આળસુ હોવાથી ધૂતાવાસ તથા દેવાલયમાં થતા નાટક જોવામાં મધ્યાહ્ન સુધી રોકાયો. તેટલામાં તેને ગુરુજીની આજ્ઞા યાદ આવી એટલે જંગલ તરફ ચાલ્યો. ત્યાં જ માર્ગમાં તેને અંગર્ષિને લાકડાનો મોટો ભારો લઈ આવતો જોયો. તે જોઈને તે ભય પામ્યો, અને નદીના નિર્જન કાંઠા તરફ ભાગ્યો. ત્યાં નદીના નિર્જન કિનારે પંથક નામના પુત્રને ભાત (ભોજન) આપીને પાછી વળતી અને માથે મોટો લાકડાનો ભારો ઊંચકેલી, કેડેથી વાંકી વળી ગયેલી એવી જ્યોતિર્યશા નામની ઘરડી ડોશીને જોઈ નિર્જનતામાં સારા-નરસાનો વિવેક વિસરી, ધર્મની સંજ્ઞા યાને રૂદ્રક નિતિશાસ્ત્રને પણ ભૂલી જઈ વૃદ્ધાની હત્યા કરી નાખીને તેની પાસેનો મોટો લાકડાનો ભારો ઊંચકી લઈ, ટૂંકા રસ્તેથી અંગર્ષિની પહેલાં રૂદ્રક આશ્રમમાં પહોંચ્યો, અને પહોંચતાં જ બોલ્યો ઃ હે ઉપાધ્યાય! તમારા અતિ વહાલા શિષ્યના કરતૂકો સાંભળો - તેણે કરેલાં કાળા કૃત્યની કથા શું કહું? તે તો તમારી આજ્ઞાને તૃણ તુલ્ય સમજીને બપોર સુધી નાટક તમાશા ને નાચ જોતો હતો. પછી વધુ વિલંબ થવાથી અટવી તરફ ગયો અને ત્યાંની Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૮ નિર્જનતાનો લાભ લઈ, પંથક નામના નાગરિકની બુઢી માતાની હત્યા કરી, તેણીનો કાષ્ટ ભારો લઈને આવી રહ્યો છે. આ મુજબ કહેતો હતો તેટલામાં જ અંગર્ષિ લાકડાનો ભારો લઈને આવી પહોંચ્યો. તેને જોતાં જ ગુરુનો ક્રોધ ભડકી ઊઠ્યો અને કહ્યું, “પાપી! અહીંથી નીકળી જા, મારી નજર ન પડે ત્યાં ચાલી જા તું પાપી છો.” આવાં કઠોર વચનો કહી તેને પોતાના આશ્રમમાંથી કાઢી મૂક્યો. પણ તે સૌમ્ય સ્વભાવનો હોવાથી ગુરુ ઉપર દ્વેષ કર્યા વગર, નગરની બહાર જઈ એક વૃક્ષની છાયામાં બેસી વિચારવા લાગ્યો. “ખરેખર! ચંદ્રમંડળમાંથી અંગારાની વૃષ્ટિની જેમ જ આ ન બની શકે - તેવું અસંભવિત થયું? કેમ કે આજે પ્રિયવાદીજનોના મુગટરત્ન જેવા મારા ગુરુએ સળગતા અગ્નિ જેવી વાણી કહી તેથી જરૂર, અજાણતાં કે જાણતાં મારાથી કોઈ મોટો અપરાધ થઈ ગયો હશે” આવો વિચાર કરી મનમાં પોતાની આલોચના કરવા લાગ્યો. ખૂબ મનોમંથન કરવા છતાંય, પોતાની કોઈ પણ ભૂલ જ્યારે જણાઈ નહિ ત્યારે તે મનમાં કહેવા લાગ્યો, “ગુરુજનને ઉગ કરનાર અને અન્ય એવા મને ધિક્કાર છે. જે સર્વે પ્રાણીઓમાં પ્રીતિ ઉત્પન્ન કરે છે તેને ધન્ય છે” ઇત્યાદિક વિશુદ્ધ અને અતિશુદ્ધ અધ્યવસાયના હેતુની ભાવના ભાવતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પૂર્વભવના અભ્યાસે ઉચ્ચ ભાવનાને ભાવતા તે મહાત્મા અંગષિ ક્રમશઃ કેવળજ્ઞાનની લક્ષ્મી પામ્યા. તે સમયે તેના પ્રભાવથી આનંદિત થયેલા સમીપના દેવોએ તેનો મોટો મહિમા કર્યો અને ઉચ્ચ સ્વરે આખી નગરીમાં ઉદ્ઘોષણા કરી કે : “મહા-ઋષિ અગર્ષિ ઉપર અભ્યાખ્યાન (ખોટું આળ) રૂદ્રને આપ્યું છે. તે લોકો! મહાપાપી રૂદ્રકે પોતે જ પંથકની માતાને મારી નાખી છે અને ખોટો આરોપ અંગર્ષિ ઉપર ઓઢાડ્યો છે. માટે તે પાપી સાથે બોલવું, ચાલવું, કે સામે જોવું યોગ્ય નથી” આવી ઉદ્દઘોષણા સાંભળી, પશ્ચાત્તાપના અગ્નિથી બળતાં ઉપાધ્યાયે નગરના લોકો સાથે જ્યાં ઋષિ અંગર્ષિ હતા ત્યાં જઈ તેમને ખમાવ્યા. ક્ષમા માગી. તેમની પાસેથી ધર્મ સાંભળી પ્રતિબોધ પામ્યા. રૂદ્રક પણ લોકોનો નિંદાપાત્ર થયો. આ રીતે સૌમ્ય પ્રકૃતિવાળા પ્રાણી પ્રાયે કરીને પોતાના અને પરના ઉપકારને માટે થાય છે. અર્થાત્ ઋષિ અંગાર્ષિની જેમ તે ધર્મનો અધિકારી બને છે. ૧. આત્માના ભાવની તરતમતા Page #48 -------------------------------------------------------------------------- ________________ [૧૧] કૌમુદી (આ કથા અચ્ચુંકારી ભટ્ટાને નામે પણ કહેવાય છે.) એક નગરમાં અત્યંત ધનવાન એક નગર શેઠ વસતા હતા. તેમને અનુકૂળ સ્વભાવની પત્ની હતી. આ શેઠને વિનયી અને ગુણવાન સાત પુત્રો હતા. આ સાત પુત્રો ઉપર એક પુત્રી જન્મી. એનું નામ કૌમુદી પાડ્યું. આ પુત્રી રૂપરૂપના અંબાર જેવી હતી. એથી માતાપિતાને બહુ લાડકવાયી હતી. એટલે બન્નેએ સહુ કુટુંબીજનોને કહેલું કે કોઈ પણ રીતે દિલ દુભાય એવાં કોઈ વચન આ પુત્રીને કહેવાં નહીં. પુષ્કળ ધન ખર્ચી એને ભણાવી અને ૬૪ કળાઓમાં નિપુણ બનાવી. કૌમુદી યુવાન થઈ એટલે તેને પરણાવવાની કોશીશ મા-બાપ કરવા લાગ્યાં, ત્યારે આ લાડમાં ઉછરેલી કૌમુદીએ કીધું કે હું તો એને જ પરણીશ, જે મારી હા એ હા અને ના એ ના કરે અને મારી આજ્ઞામાં રહે તે જ મારો જીવનસાથી બનશે. આ કૌમુદીના રૂપની પાછળ પાગલ બનેલા ઘણા યુવાનો તેને પરણવા આવવા લાગ્યા. પણ કૌમુદીની શરત જોઈ કોઈ તેને પરણવા તૈયાર થતું નહીં. પણ તે જ શહેરના નવા આવેલ પ્રધાને વિચાર્યું કે બહુ બહુ તો એની આજ્ઞામાં શું હશે? મારે આ જોઈએ, તે જોઈએ. તો હું સંપત્તિવાન છું. પહોંચી વળીશ. એમ સમજી કૌમુદીની શરતનો સ્વીકાર કરી તેને પરણ્યો. શેઠ પણ આથી ઘણા ખુશી થયા. આવો સંપત્તિવાન અને સત્તાધારી જમાઈ ક્યાંથી મળે? લગ્ન બાદ ઘણાં વર્ષો સંસાર સુખોમાં પસાર થયાં. ખાસ કંઈ વાંધો ન આવ્યો. દરેક વાતમાં આ પ્રધાન હા એ હા કરે ગયો. બધી જ આજ્ઞા કૌમુદીની તે પાળતો. એક દિવસ કૌમુદીએ એના પતિને કહ્યું, ‘‘સ્વામીનાથ! આપણા બન્ને વચ્ચે ક્ષીર નીર જેવી પ્રીતિ છે. એને જો આપ અખંડ રાખવા ઇચ્છતા હો તો આજથી મારી નવી આજ્ઞા છે કે હવેથી તમારે દરરોજ સૂર્યાસ્ત Page #49 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૯ ૪૦ થઈ જાય તે પહેલા ઘેર પાછા આવતા રહેવું.” પ્રધાને આ આજ્ઞા વધાવી લીધી. દરરોજ રાજ્ય-કાજથી પરવારી તે સાંજે વહેલો ઘેર આવવા માંડ્યો. રાજ્યસભામાંના કેટલાકોને આ વાતની ખબર પડી. દ્વેષને કારણે તેઓએ રાજાના કાન ભંભેર્યા અને કહ્યું કે આ પ્રધાન તો વધેલો છે. તેની વહુ કહે તેમ કરે છે અને તેની પત્નીની આજ્ઞા હોવાથી વહેલો રાજ્યસભામાંથી ઘેર જાય છે વગેરે વગેરે. રાજાને વાત વિચિત્ર લાગી. પણ પ્રધાનનું પારખું કરવાનું મનથી નક્કી કર્યું. એવું તે કેમ બને કે પત્ની આગળ પ્રધાનનું કંઈ ચાલે નહીં. એટલે એક દિવસ રાજાએ પ્રધાનને રાજસભામાં કહ્યું, “આ જ જરૂરી કામ હોવાથી સાંજે તમે અત્રે રોકાઈ જજો. ખાસ અગત્યનું કામ છે.” પ્રધાનને રાજાના કહેવાથી સાંજે રોકાઈ જવું પડ્યું. મોડી રાત સુધી રાજાએ તેને એક યા બીજી વાતો કરી રોકી રાખ્યો. એક એવું કામ સોંપ્યું કે તે પતાવતાં રાતના એક વાગ્યો. એક વાગે પ્રધાનજી ઘરે જવા નીકળ્યા. મનથી વિચારતા હતા કે કંઈ વાંધો નહીં. પત્નીને સમજાવી લેવાશે. રાજ્યની નોકરી હોવાથી કોઈ વખતે મોડું થઈ જાય. તે ઘરે પહોંચી દ્વાર ખખડાવ્યાં. પત્ની તો બારણું બંધ કરી સૂઈ ગઈ હતી. ઘણું દ્વાર ખખડાવ્યું પણ કૌમુદીએ દ્વાર ન ખોલ્યું. બૂમો મારી પ્રધાન કહેવા લાગ્યો, “કૌમુદી! રાજઆજ્ઞાથી મારે રાજ્યના કામે રોકાઈ જવું પડ્યું હતું. નોકરે શેઠની આજ્ઞા પાળવી જ જોઈએ. એટલે રાજાજીના ખાસ કહેવાથી હું રોકાણો હતો અને સૂર્યાસ્ત પહેલાં આવી ન શક્યો. આજનો દિવસ માફ કર. અને કૃપા કરીને કમાડ ખોલ.” આવી રીતે પ્રધાન ખૂબ કરગર્યો ત્યારે ધૂંઆપૂંઆ થયેલી કૌમુદીએ દ્વાર ખોલ્યાં અને કહ્યું, “તમને મારી આજ્ઞાનો ભંગ કરતાં શરમ ન આવી? રાજની આજ્ઞા મહાન કે મારી આજ્ઞા મહાન? તમે રાજાને પરણ્યા છો કે મને? આ નહિ ચાલે.” પ્રધાને ગદ્ગદ થતાં બહુ જ નમ્રતાથી કહ્યું, “દેવી! તારા માટે બધું કરવા તૈયાર છું. પણ રાજ્યની નોકરી છે તેથી રાજાની આજ્ઞાનું તો પાલન મારે કરવું પડે. હું મારી મરજીથી રોકાયો ન હતો. આ વખતે મને માફ કર.” ત્યારે કૌમુદીએ કહ્યું, “માફ નહીં થાય. મારી આજ્ઞા વિરુદ્ધ ચાલનાર પતિ હવે મારે ન જોઈએ. હું તો અત્યારે ને અત્યારે જ મારા પિયર ચાલી Page #50 -------------------------------------------------------------------------- ________________ - જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૪૧ જાઉં છું.” મધરાતે કૌમુદી વસ્ત્રાભૂષણ સજીને પતિનું ઘર છોડીને જવા તૈયાર થઈ. પતિ સમજી ગયો કે હવે આ જીદી સ્ત્રી કોઈ રીતે સમજે તેમ નથી. એટલે કહ્યું, “કૌમુદી! તારા પિતાને ત્યાં જવું હોય તો જા. પણ અત્યારે મધરાત્રે જવાનું રહેવા દે. સવારમાં ઊઠીને જજે”, પણ કૌમુદી માની નહીં અને કહે કે “ના હું તો અત્યારે જ ઘર છોડી ચાલી જાઉ છું.” એમ કહી પતિનું ઘર છોડી ચાલી નીકળી. ક્રોધમાં બળી રહેલી કૌમુદી કોઈ રીતે માની નહીં. તેને એ પણ વિચાર ન કર્યો કે મારું રૂપ અને આ વસ્ત્રાભૂષણ જોઈ રાત્રે કોઈ ગુંડાઓ મળશે તો? તેનો સમજુ પતિ તેની સાથેસાથે ચાલવા લાગ્યો ત્યારે કૌમુદીએ ક્રોધીત સ્વરે કહ્યું, “ખબરદાર! જો મારી સાથે કે પાછળ આવ્યા છો તો. હું એકલી જઈશ.” છેવટે પતિ પાછો વળ્યો. રસ્તામાં ચોરો મળ્યા. સુંદર અને અલંકારોથી સજ્જ સ્ત્રી છે. વળી, સાથે પણ કોઈ નથી. આવો અવસર ક્યારે મળે! ચોરોએ એને પકડી લીધી અને પોતાના આગેવાન પલ્લીપતિને સોંપી. આ સ્ત્રીનું લાવણ્ય જોઈ પલ્લી સરદાર એના ઉપર મોહિત થયો અને સમય જોઈએ કૌમુદીને કહે છે, “હે સુંદરી! તારું સુંદર મજાનું રૂપ અને મારું થનગનતું યૌવન-એ બન્નેનો સુંદર સુયોગ મળ્યો છે. એ સુયોગને આપણે વધાવી લઈએ.” આ કૌમુદી ભયંકર ગુસ્સેબાજ અને અહંકારનો અવતાર હતી. એક જ વખત પોતાની આજ્ઞાનું પાલન ન થયું તો મધરાતે પતિને છોડીને ચાલી નીકળી અને ચોરોના હાથમાં સપડાઈ ગઈ. પણ એ પૂર્ણ ચારિત્રવાન નારી હતી. શીલગુણની મૂર્તિસમાન કૌમુદીએ ચોરોના સરદારને સાફ શબ્દોમાં સાંભળાવી દીધું, “હે પાપી! આર્યાવર્તના ઉત્તમ સંસ્કારને વરેલી હું એક પરણેલી સન્નારી છું. મારા પતિ સિવાય કોઈ પુરુષનો સ્પર્શ મારા શરીરને નહિ થવા દઉં.” પલ્લીપતિએ વિચાર્યું કે આ બાઈ કળથી સમજે તેમ નથી હવે તો બળથી જ કામ લેવું પડશે. એટલે તેણે કૌમુદી પાસે સખ્ત મહેનતનું કામ લેવા માંડ્યું. કામ કરવામાં વાર લાગે તો ઢોર માર મારવા લાગ્યો. છતાં, કૌમુદી સરદારની ઈચ્છાને આધીન ન થઈ અને સાફ શબ્દોમાં કહ્યું કે “હે નરાધમ! તું મારા શરીરના ટુકડેટુકડા કરીશ તો પણ હું જીવતા મારા Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૪૨ શિયળનું ખંડન નહિ થવા દઉં. પ્રાણ ગયા પછી મારા મડદાને કાગડા ચૂંથે એમ તારે ચૂંથવું હોય તો ચૂંથી નાખજે.” આવી અડગ વાણી બે-ત્રણ વખત સાંભળી પલ્લીપતિ સમજી ગયો કે આ બાઈ સતી સ્ત્રી છે અને કદાચ જો એ મને શ્રાપ આપશે તો હું બળીને ભસ્મ થઈ જઈશ. એમ વિચારી તેણે કૌમુદીને બર્બરકુટ નામના નગરમાં એક નીચ કુળના માનવ સાથે સોદો કરી વેચી દીધી. કૌમુદી ઘર છોડીને નીકળી ગયા પછી એનો પતિ ખૂબ ચિંતા કરવા લાગ્યો કે આ મધરાતે એકલી ક્યાં ગઈ હશે! એનું શું થયું હશે? એના પિયરમાં પણ ખબર કાઢી પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. બર્બરકુટનો નીચ માનવી પણ કૌમુદીનું રૂપ-યૌવન જોઈ તેના ઉપર મોહિત બન્યો અને એની પાસે વિષય-સુખની યાચના કરી. પણ શીલધર્મની ઝળહળતી જ્યોતને અખંડ રાખનાર કૌમુદીએ એને કઠોર શબ્દોમાં કહી દીધું, “હે પાપી! તું મારા જીવતાં મને નહિ અડી શકે. આ નીચ નરાધમે કૌમુદીને લલચાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તે ચારિત્રમાં અડગ રહી; એટલે તે નીચ માનવીએ કૌમુદીને દુઃખ આપવું શરૂ કર્યું. તેને થાંભલા સાથે બાંધી એના શરીરમાં સોયા ભોંકીને એના દેહમાંથી લોહી ખેંચવા લાગ્યો. પછી થોડા દહાડા તેને મિષ્ટાન્ન વગેરે પૌષ્ટિક પદાર્થો ખવડાવતો અને એના શરીરમાં લોહી ભરાતું ત્યારે પાછો થાંભલા સાથે બાંધીને ધગધગતા અણીદાર સોયા ભોંકી લોહી ખેંચતો. આમ, લોહી વારંવાર ખેંચાવાથી કૌમુદીને પાંડુ નામનો ભયંકર રોગ થયો અને એનું શરીર કૃશ થઈ ગયું. આવાં દુઃખોની સામે પણ કૌમુદી શીલધર્મમાં એક શૂરવીર સુભટની જેમ અડગ રહી, પણ કુશીલના કાદવથી પોતાની કાયા અભડાવી નહીં. એક વખતે આ કૌમુદીનો ભાઈ વેપાર અર્થે બર્બરકુટમાં આવ્યો. તેને નગરમાં ફરતાં ફરતાં એવા સમાચાર મળ્યા કે એક રૂપવતી બાઈ એક પાપી માણસ ખરીદીને લાવ્યો છે અને આ બાઈને ઘણું દુઃખ આપે છે. કૌમુદીનો ભાઈ કુતૂહલવશ આ જોવા પેલા પાપીના ઘરે આવ્યો અને પોતાની સગી બહેનને દુઃખના ડુંગર ખડકાયેલા જોઈને ધ્રુજી ઊઠ્યો. તેણે પોતાની બહેનને ત્યાંથી ધન આપી છોડાવી પોતાને ઘેર લઈ આવ્યો. Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૪૩ કૌમુદીને જોઈને સઘળા કુટુંબીજન રાજી થયા, એને પોતાનાં અસહ્ય દુઃખમાં પોતાની શીલ રક્ષા કરી હતી તે વિગતે જણાવતાં તેના પતિ સહિત સઘળા હર્ષવિભોર બની ગયા. એક અભિમાન અને ક્રોધથી કૌમુદી ઉપર શું શું વીત્યું તે તેને હવે સમજાઈ ચૂક્યું હતું. એટલે હવે પછી કોઈ પણ દિવસ અભિમાન કે ક્રોધ ન કરવાની તેને મનોમન પ્રતિજ્ઞા કરી. આ પ્રતિજ્ઞાથી તે એવી પવિત્ર બની કે એની ક્ષમા, શિલ અને ધીરતાની પ્રશંસા ખુદ દેવલોકના દેવો કરતા હતા. જે કૌમુદી પહેલા અભિમાન અને ક્રોધનો દાવાનળ હતી તે હવે ક્ષમાનો સાગર બની ચૂકી હતી. એક દિવસ એ નગરની બહાર ઉદ્યાનમાં કોઈ મહાજ્ઞાની, ધ્યાની અને પ્રશાંત મુનિરાજ ધ્યાનમાં ઊભા હતા. તે વખતે કોણ જાણે ક્યાંથી અચાનક આગ લાગી. આથી ધ્યાનસ્થ મુનિનું શરીર અગ્નિના દાહથી બળવા લાગ્યું. પણ મુનિવરનું મન તો વિરાગની મસ્તીમાં જ રમતું હતું. તેઓ દેહની આસક્તિથી વિરક્ત જ રહ્યા. લોકોએ આગ ઓલવી નાખી. મુનિ તો સમભાવે વેદના સહન કરતા રહ્યા. આ મુનિરાજને એક શેઠે આ દશામાં જોયા. તેમને ગામમાંથી એક વૈદ્યરાજને બોલાવ્યા અને મુનિરાજની વૈયાવચ્ચ કરી તેમને સાતા ઊપજે તેવી દવા કરવા કહ્યું. વૈદ્યરાજે કહ્યું, ‘“આ દાહ ફક્ત લક્ષપાક તેલથી મટે. માટે ક્યાંકથી પણ મળે તો લક્ષપાક તેલ લઈ આવો.’’ લક્ષપાક તેલ ખૂબ મૂલ્યવાન હોય છે. એ કંઈ બધાના ઘરમાં નથી હોતું. આ કૌમુદીના ઘરે લક્ષપાક તેલ છે તે શેઠને ખબર હતી, તેથી તેમને બીજા બે મુનિરાજાને કૌમુદીના ઘરે જઈ લક્ષપાક તેલ વહોરી લાવવા વિનંતી કરી અને બન્ને સાધુ કૌમુદીના ઘરે લક્ષપાક તેલ વહોરવા આવ્યા. કૌમુદીનું હૃદય મુનિરાજને જોઈ હર્ષથી વિકસી ગયું ને ઊભી થઈ સાત-આઠ પગલાં આગળ ભરી બોલી પધારો મુનિરાજ પધારો. આપને કઈ ચીજનો ખપ છે? જે કંઈ ખપ હોય તે વિના સંકોચે ફ૨માવી મને લાભ દેવા કૃપા કરો. મુનિરાજે કહ્યું, “અમારે દાહજ્વરથી પીડાતા એક મુનિ માટે લક્ષપાકની જરૂર છે. તે વહોરાવો.' કૌમુદીએ આ સાંભળી તેની દાસીને આજ્ઞા કરી કે “બહેન! માળિયાના બાટમાંથી લક્ષપાક તેલનો બાટલો લાવો.” દાસી ઉપરના માળિયેથી Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૪૪ લક્ષપાકનો બાટલો કાઢી નીચે આવવા ઉતરી. આ જ વખતે દેવલોકમાં કૌમુદીની પ્રશંસા થઈ રહી હતી અને આ પ્રશંસા એક દેવથી સહન ન થઈ. વળી, એવી તે કઈ સ્ત્રી છે? જે વિપરિત અવસ્થામાં ક્રોધ ન કરે અને ક્રોધના બદલે ક્ષમાશીલ જ રહે, એટલે દાસી જે લક્ષપાકના બાટલા સાથે નીચે ઊતરતી હતી તેના હાથમાંથી તે દેવે અદૃશ્ય રીતે ત્યાં આવી નીચે નખાવી દીધો. આથી અતિ મૂલ્યવાન એવું લક્ષપાક તેલ ઢોળાઈ ગયું. દાસી આથી ઘણી ગભરાઈ ગઈ. પણ કૌમુદીએ શાંતિથી ક્ષમા આપતાં કહ્યું, કંઈ નહીં. ગભરાઈશ નહિ. જા ત્યાંથી લક્ષપાકનો બીજો બાટલો લઈ આવ. તે દાસી લાવતી હતી તે પણ દેવે તેના હાથમાંથી ગબડાવી દીધો. આથી તો દાસી બેબાકળી બની રોવા લાગી. છતાં, કૌમુદી ગુસ્સે થઈ નહીં. એણે દાસીને સાંત્વન આપતાં મીઠા મધુરા શબ્દો દ્વારા બાટલો ખૂબ સાચવીને લઈ આવવા વિનંતી કરી. પણ દૈવીશક્તિના પ્રભાવે ત્રીજા બાટલાની પણ એ જ દશા થઈ. લાખ-લાખ સોનામહોરની કિંમતના ત્રણ લક્ષપાકના બાટલા ફૂટી જવા છતાં એક વખતની ક્રોધાવતાર કૌમુદી સહેજ પણ ક્રોધની કાલીમાથી ખરડાઈ નહીં પણ તેણે એક વિચાર આવ્યો કે અહો! મારે આંગણે ગુરુદેવ પધાર્યા છતાં હું શેઠાણીની જેમ બેસી રહીને દાસીને લક્ષપાક તેલનો બાટલો લેવા મોકલી. હવે છેલ્લો એક જ બાટલો બાકી રહ્યો છે, તે હું જાતે લઈ આવું. પોતે જાતે જ ઊભી થઈ અને બાટલો લેવા ઉપર ચઢી બાટલો કાઢી નીચે ઊતરતાં દેવે તે પાડી નાખવા મહેનત કરી. પણ કૌમુદીના શીલના પ્રતાપે તે ન ફાવ્યો, અને શાંતિથી મુનિશ્રીને લક્ષપાક તેલ ઘણા જ પ્રેમથી વહોરાવી પોતાની જાતને ધન્ય માનવા લાગી. મુનિરાજે કીધુ, “ધન્ય છે સન્નારી! ત્રણ ત્રણ આવા કીંમતી બાટલા દાસીથી ફૂટી ગયા પણ તેં ક્રોધ ન કર્યો. હવે પછી અમારા ગયા પછી પણ દાસી ઉપર ક્રોધ ન કરીશ કે એને કોઈ દંડ ના આપીશ, ત્યારે કૌમુદીએ કહ્યું “ગુરુદેવ! હું ક્રોધનાં ફળ જાણું છું. મેં મારી જાતે અનુભવ્યાં છે.” એમ કહી પોતાની દાસ્તાન ટૂંકમાં મુનિરાજાઓને કહી સંભળાવી. મુનિરાજો સંભાળપૂર્વક વહોરેલું લક્ષપાક તેલ લઈ આવી ગુરુજીનો ઉપચાર કરી તેમને નીરોગી બનાવ્યા. આ તરફ પરીક્ષા કરવા આવેલ દેવ પોતાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૫ કૌમુદીને અભિનંદન આપવા પ્રત્યક્ષ રૂપે પ્રગટ થયો અને કહ્યું, ઇન્દ્રના મુખે તમારી પ્રશંસા સાંભળીને પરીક્ષા કરવા પોતે આવ્યો ને ત્રણ લક્ષપાકના બાટલા તેને પોતે જ ફોડી નાખ્યા હતા તે વાત પ્રગટ કરીને વધુમાં કહ્યું, હે સતી! તમે તમારા જીવનમાં ખરેખર ક્ષમાધર્મને અપનાવ્યો છે. ઇન્દ્ર મહારાજાએ કરેલ પ્રશંસા સત્ય છે. એમાં હવે મને કોઈ શંકા નથી. તમારી શીલપ્રિયતા અને ક્ષમાશીલતા આ જગતના જીવો માટે મહાન આદર્શરૂપ છે.” એમ કહીને દેવ કૌમુદીના ચરણમાં મૂકી પડ્યો. શાસ્ત્રમાં કહ્યું છે કે જે શુદ્ધ ભાવથી બ્રહ્મચર્યનું પાલન કરે છે તેના ચરણમાં દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નરો નમસ્કાર કરે છે. માનવ શરીર તેનાં પહેરેલ વસ્ત્રો કે અલંકારોથી શોભતું નથી પણ તેની શોભા શીલ, સત્ય, સદાચાર, સરળતા આદિ ગુણોથી શોભે છે. કૌમુદીના આવા ઉચ્ચ ગુણોના પ્રભાવે દેવે તેના ઉપર પ્રસન્ન થઈ સુગંધિત પુષ્પો અને સોનામહોરોની વૃષ્ટિ કરી અને ત્રણ લક્ષપાકના જે બાટલા તેણે ફોડી નાખ્યા હતા તે જેવા હતા તેવા કરી મૂકી દીધા. પછી સતીને પુનઃ વંદન કરીને એના સ્થાને ચાલ્યો ગયો. આગ જેમાંથી પ્રગટે તેને જ પહેલા બાળી નાખે છે. એ રીતે ગુસ્સો પણ જેના હૃદયમાંથી પ્રગટે એને જ પહેલા બેચેન કરી મૂકે છે. વાંચક મહાનુભાવો પણ ક્રોધના કષાયથી બચે તેવી અભ્યર્થના. પૈસો આહારની ખાતરી આપે, ભૂખ ની નહીં. પૈસો સંબંધોની ખાતરી આપે, પ્રેમ ની નહીં. પૈસો મકાનની ખાતરી આપે, ઘર ની નહીં. પૈસો બેડરૂમની ખાતરી આપે, ઊંઘ ની નહીં. પૈસો વૈભવની ખાતરી આપે, આનંદ ની નહીં. પૈસો દવાની ખાતરી આપે, આરોગ્ય ની નહીં. પૈસો ખાતરી આપે, સમાધાન નહીં. Page #55 -------------------------------------------------------------------------- ________________ [૧૨] શ્રી કાલિકાચાર્ય અને દત્ત (મામા-ભાણેજ) એક કાલિક નામનો બ્રાહ્મણ તુરમણિ નામની નગરીમાં રહેતો હતો. તેને એક ભદ્રા નામની બહેન હતી અને દત્ત નામનો ભાણેજ હતો. કાલિકે જૈનાચાર્યથી પ્રતિબોધ પામી તેમની પાસે દીક્ષા લીધી. કાલિકે દીક્ષા લીધી એટલે દત્તને માથે કોઈ કહેનાર રહ્યું નહીં અને તે સ્વચ્છંદી બનવા લાગ્યો. તે નગરીના રાજા જિતશત્રુની સેવા કરતાં પોતાના કૌશલ્યથી રાજાનો મંત્રી બની ગયો. રાજકીય કાવા-દાવા ખેલતાં આસ્તેઆસ્તે બીજા કર્તા-કારવતાઓને વિશ્વાસમાં લઈ રાજાને બંદીવાન બનાવી પોતે રાજા બની બેઠો. તે નાસ્તિક હતો એટલે પાપમાં કે પુણ્યમાં માનતો નહીં, ઘણી જ નિષ્ઠુરતાથી રાજ ચલાવતો. પોતાની કીર્તિને માટે તે યજ્ઞ અને હોમ-હવન કરાવતો. તેના મામા કાલિકે દીક્ષા લીધેલ. તેઓ શુદ્ધ ચારિત્ર પાળતા હોવાથી અને યોગ્ય ગુણવાન હોવાથી ગચ્છાધિપતિ થયા. મોટા સમુદાય સાથે શ્રી કાલિકાચાર્ય એકદા આ નગરમાં પધાર્યા. તેમનાં દર્શને લોકોનાં ટોળેટોળાં ઉભરાયાં. દત્તની માતાએ ઘણો આગ્રહ કર્યો એટલે દત્ત પણ મામાની વાણી સાંભળવા અને દર્શનવંદન માટે કાલિકાચાર્ય પાસે આવ્યો. ઔપચારિક કેટલીક વાતો કર્યા પછી દત્તે પૂછ્યું, “મામા! યજ્ઞ કરવાથી શું ફળ મળે? ગુરુમહારાજે જવાબ આપ્યો, દયામાં ધર્મ છે, અને ધર્મનાં ફળ ઘણાં સારાં છે.'' દત્તને આ જવાબથી સંતોષ થયો નહીં તેણે ઉદ્ધતાઈથી કહ્યું, “મેં તમને યજ્ઞનું ફળ પૂછ્યું છે, તેનો જવાબ આપો. આડીઅવળી વાતો ન કરો.” ત્યારે આચાર્યશ્રી બોલ્યા, “દત્ત! મેં તને બરાબર જવાબ આપ્યો છે. તું નથી જાણતો કે જ્યાં જ્યાં હિંસા હોય ત્યાં ત્યાં પાપ જ હોય, અને અતિઘોર હિંસામય પાપનું ફળ નિર્વિવાદ નરક જ હોય. યજ્ઞમાં તો ઘોર હિંસા જ થતી હોય છે. વૈદિક અને લૌકિક ગ્રંથમાં પણ માંસભક્ષણ ત્યાજ્ય કહ્યું છે, અને તલ કે સરસવ જેટલું પણ જે માંસ ખાય તે સૂર્ય-ચંદ્રની સ્થિતિ સુધી નરકનાં દુઃખો જ ભોગવે.” દત્ત આ તો બધો મિથ્યા પ્રલાપ છે એમ સમજી હસવા લાગ્યો અને મામા મહારાજને કહે, “ત્યારે તો તમે સ્વર્ગે અને હું નરકે જઈશ કેમ?” આચાર્ય Page #56 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૪૦ બોલ્યા, “હા રાજા! આજથી સાતમે દિવસે તને કુંભમાં પકવવામાં આવશે અને મરીને તું ચોક્કસ નરકે જઈશ.” તેણે પાછું પૂછ્યું, “શી ખાતરી?” “ખાતરી છે કે મૃત્યુના આગલા દિવસે તારા મુખ પર વિષ્ટા પડશે. જો એમ થાય તો તું ચોક્કસ સમજજે કે બીજે દિવસે તારું મૃત્યુ છે અને નિશ્ચિત મરણ બાદ તારી દુર્ગતિ જ થશે.” ખીજાએલા દત્તે પૂછ્યું, “અને તમારી ગતિ કઈ થશે?” “રાજા! હું સ્વર્ગે જઈશ. ધર્મનાં ફળ સારાં જ હોય. તે જીવને દુર્ગતિમાં પડવા દેતા નથી.” આ સાંભળી ક્રોધે ભરાયેલા દત્તને મામાનો ઘાત કરવાની દુષ્ટ ભાવના થઈ આવી. પણ પછી વિચાર્યું કે સાત દિવસ પછી આઠમે દિવસે હું જાતે આવી મામી મહારાજને મારી નાખીશ અને ગર્વથી કહીશ કે “મામા! મારું નહીં તમારું મોત આવ્યું છે.” ઉપાશ્રયેથી મહેલે આવી તેણે આજ્ઞા કરી, ઉપાશ્રયની ચારે બાજુ ચોકીદારો ગોઠવ્યા, અને ઢંઢેરો બહાર પાડ્યો કે રસ્તામાં કોઈએ વિષ્ટા કરવી નહીં કે ફેંકવી નહીં. કચરો પણ નાખવો નહીં અને નગર સાફસૂફ રહે તેની પાકી વ્યવસ્થા કરાવી અને દત્ત પોતે આ દિવસો દરમિયાન રાજમહેલમાં જ ભરાઈ રહ્યો. દિવસની ગણતરીમાં ભૂલ થવાથી છઠ્ઠા દિવસે સાતમો સમજી ખૂબ દબદબાપૂર્વક મોટી સવારી કાઢી અને તે કલિકાચાર્યને ખોટા પાડવા નીકળ્યો. તે વખતે રાજમાર્ગથી જતા એક માળીને તીવ્ર હાજત થવાથી તેણે ઝાડે જઈ ઉપર ફૂલ મૂકી દીધાં. એટલામાં દત્ત રાજાની સવારી આવી. દત્ત રાજાનો ઘોડાનો પાછળનો પગ તે વિષ્ટા ઉપર પડતાં અને જોરથી પગ ઉપાડતાં તેમાં ચોંટી આવેલી વિષ્ટા ઊડીને દત્તના મોઢા ઉપર પડી. તરત જ દત્ત ચમક્યા. ગંધાતી વિષ્ટા હાથ ફેરવતાં ઓળખાઈ ગઈ. શ્રી કાલિકાચાર્યના શબ્દો તાજા થઈ કાનમાં ગુંજવા લાગ્યા. તેને શંકા પડતાં દિવસની ગણતરી કરી. એક આખા દિવસની ભૂલ સમજાતાં તે ખૂબ ગભરાયો, બેબાકળો થઈ ગયો અને પરસેવે રેબઝેબ થઈ જતાં ત્યાંથી પાછો ફર્યો. આ બાજુ દત્તના સૈનિકો તેનાથી ત્રાસી ગયા હોવાથી આ છ દિવસમાં દત્તની અસાવધાનીનો લાભ લઈ બીજા રાજાની વ્યવસ્થિત તૈયારી કરી દત્ત પાછો ફરે તે પૂર્વે નવા રાજાને સિંહાસન પર બેસાડી દીધો. દત્તને પાછા ફરતાં રસ્તામાં જ સૈનિકોએ પકડી તેને કેદખાનામાં નાખી દીધો. ખૂબ જ માર મારી તેને બીજે દિવસે સળગતી કુંભમાં પકાવી કરપીણ રીતે મારી નાખ્યો. અંતે તે નરકે ગયો. Page #57 -------------------------------------------------------------------------- ________________ [૧૩] દેવદત્ત પૃથ્વીપુરમાં જિનદાસ નામનો શ્રાવક રહેતો હતો. તેને દેવદત્ત નામનો પુત્ર હતો. પુત્રને જૈનધર્મનો રંગ લાગવાને બદલે કુસંગ હોવાથી વ્યસનોનો રંગ લાગ્યો હતો. દિવસે દિવસે વધુ ને વધુ નિષ્ઠુર થતો ગયો અને છેવટે સાતેય વ્યસનો સેવતો થઈ ગયો. જિનદાસ બહુ જ શાંતિથી તેને આ માર્ગેથી પાછો વાળવા ધર્મશિક્ષા આપતા પણ દેવદત્ત ઉપર તેની કોઈ અસર થતી નહીં. ઉત્તરોત્તર તે વ્યસનોમાં વધુ ને વધુ ડૂબે જતો હતો. દેવદત્તને સંસ્કારી બનાવવા જિનદાસ ઘણું વિચારતો. કોઈ ને કોઈ રીતે તેને સંસ્કારો આપી તેના આત્માને તારવો જ જોઈએ એવી સ્પષ્ટ સમજથી તેણે એક જિનપ્રતિમાની સ્થાપના ઘરના મુખ્ય દ્વારની સામે કરી અને પોતે તેની રોજ પૂજા કરતો. પૂજા પછી બહુ જ ભાવથી તે પ્રાર્થના કરતો કે ‘હે ત્રણ જગતના તારક પ્રભુ! તારી પ્રતિમા મને આત્મસ્વરૂપનું દર્શન કરાવવામાં દર્પણ રૂપ છે. મારી અનાદિકાળની ભ્રાંતિ તે દૂર કરવા સમર્થ છે. જેમ કે - એક હંસ-બાળ બગલાના ટોળામાં આવી ગયું. ઘણો સમય તે બગલાના ટોળામાં રહ્યું અને મોટું થયું. એક વખત તેને ક્યાંક સરોવર કાંઠે રાજહંસ ને જોયો અને વિચાર્યું, અરે આ તો મારા જેવો જ છે. આમ, વિચારતાં વિચારતાં તેને બગલા અને હંસ વચ્ચેનો ભેદ સમજાયો અને ભેદ સમજાતાં તેમ જ સ્વ-સ્વરૂપનો પરિચય થતાં જ તેણે બગલાના ટોળાનો ત્યાગ કર્યો અને રાજહંસ સાથે ઊડી ગયું. આ કથાથી એમ સમજવાનું છે કે - રાજહંસને સ્થાને જિનેશ્વર જાણવા. હંસનું બચ્ચું તે જીવ સમજવો. સંસારમાં ભમાડનારાં આઠ કર્મ અને મિથ્યાત્વના માર્ગને લઈ જનારાને બગલાનું ટોળું સમજવું. જીવ અનાદિકાળના ભવાભ્યાસથી આ ટોળા સાથે મોટો થાય છે. તેનામાં કાંઈક લઘુકર્મીપણું પ્રાપ્ત થવાથી શ્રીજિનેશ્વરની પ્રતિમારૂપ રાજહંસને જોઈ તેનું સ્વપર પોતાની સાથે સરખાવતાં ૧. ૧. હિંસા કરવી, ૨. જુઠુ બોલવું, ૩. ચોરી કરવી, ૪. વેશ્યાગમન, ૫. જુગાર રમવો, ૬. દારૂનું વ્યસન, ૭. માંસાહાર કરવો. Page #58 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૪૯ સ્વયવર વિવેચનથી સ્વધર્મને સમજે છે. જિનદાસ રોજ સ્તુતિ કરતો કે હેવીતરાગ! હંસના બાળકની જેમ મારોઉદ્ધાર કરવાને કાજે તમારી સ્થાપના કરી છે. જે સંસારનો અંત કરનારી છે. પરંતુ તેનો પુત્ર દેવદત્ત પ્રતિમા સામું ક્યારેક જોતો પણ તે પ્રભુની સ્તુતિ કે વંદના કરતો નહિ. ધીરજ ગુમાવ્યા વિના સાર સમજાવવાથી જિનદાસ દેવદત્તને પ્રભુને પગે લાગતો અને વંદના કરતો કરવા ગૃહનું દ્વાર નીચું કરાવ્યું. આથી ગૃહમાં દાખલ થવા માટે માથું નીચું કરવું જ પડે અને આથી આપોઆપ ગૃહમાં દાખલ થતાં પ્રભુની પ્રતિમા સામે જ હોવાથી વંદના થઈ જતી. આમ, પુત્રને જિનપ્રતિમાને દ્રવ્યવંદના કરાવવામાં જિનદાસ સફળ થયો. પરંતુ દેવદત્તે ભાવવંદના કદી કરી નહિ. આયુષ્ય પૂરું થતાં દેવદત્ત મરીને સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય થયો. સમુદ્રમાં ભમતાં ભમતાં તેણે એક દિવસ જિનપ્રતિમાની આકૃતિવાળો એક માછલો જોયો. અનુભવી વડીલોનું કહેવું છે કે મત્સ્ય અનેક આકારના થાય છે. આ જિનબિંબના આકારવાળા મત્સ્યને જોઈને આ મત્સ્યને એમ થયું કે આવું તો ક્યાંક જોયું છે. વિચારતાં વિચારતાં તેણે જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ જોઈ તેને અત્યંત પસ્તાવો થયો. પિતાનું કહ્યું ન માની અને અવસર હોવા છતાં જિનપ્રતિમાની પૂજાવંદના ન કરી પોતે આવી નીચ ગતિ પામ્યો છે. આમ, ચિંતવતાં પોતાની જાતને તે ખૂબ જ ધિક્કારવા લાગ્યો. હવે શું થાય? આ તિર્યંચ ગતિમાં હું શું કરી શકું? હવે કંઈ ધર્મ પામવાની ઇચ્છાથી તેને મનોમન સૂક્ષ્મ મલ્યની હિંસા નહિ કરવાનો નિયમ લીધો, અને ધીમેધીમે જળની બહાર નીકળીને ચોવીસ પહોરનું અનસન પામીને મૃત્યુ પામ્યો, અને સ્વર્ગમાં દેવતા થયો. દેવલોકમાં શાશ્વતી જિનપ્રતિમાની પૂજા કરતાં અવધિજ્ઞાનથી પોતાનો પૂર્વભવ જોયો. પાછલી હકીકત જાણી જિનબિંબનાં દર્શનનો મહાન ઉપકાર લોકોને સમજાવવાના ઉદ્દેશથી પ્રભુના સમવસરણમાં આવીને તેણે કહ્યું : “હે વીતરાગ! તમારી પ્રતિમા પણ સાક્ષાત પ્રભુના જેવી ઉપકારક છે. એ સત્ય મેં મારા જીવનમાં બરાબર અનુભવ્યું છે.” એના ગયા બાદ લોકોએ ભગવાનને તે તેનું વૃત્તાંત પૂછ્યું. પ્રભુમુખેથી તેનું વૃત્તાંત સાંભળી બીજા ઘણા લોકોએ જિનપ્રતિમાની વંદના-પૂજા કરવાના નિયમો લીધા. આમ, ભવ્ય જીવોએ જિનેશ્વરની પ્રતિમાને સાક્ષાત જિનેશ્વર ભગવંત સમજીને તેની અંતરના વિશુદ્ધ ભાવથી પૂજા અને ભક્તિ કરી મહાન લાભ મેળવવો જોઈએ. Page #59 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - [૧૪] જિનદાસ શેઠ જિનદાસ ખૂબ જ ગરીબીમાં ઉછર્યો હતો. સારી એવી બાણવિદ્યા એણે સાધી હતી. તે મજૂરી કરતો. કપાસની ગાંસડિયો તથા ઘીના કુડલા વગેરેનો બોજ ઉપાડી સાધારણ મજૂરી મેળવી સંસાર ચલાવતો. એક વખત અતિ ભાવથી તેણે ભક્તામર સ્તોત્રનું સ્મરણ કર્યું. તેના ઉત્કટ ભાવથી પ્રસન્ન થઈ શાસનદેવીએ જિનદાસને વશીકરણ રત્ન આપ્યું. એક સમયે કોઈ કામ અર્થે તે પરગામ જતો હતો. રસ્તામાં તેને લોકજીભે ચઢેલા રીઢા ત્રણ ચોરો મળ્યા. જિનદાસે સામે ત્રણ જ ચોર જોઈને પાસે હતાં તે બધાં બાણમાંથી ત્રણ રાખી બીજા તોડી ફેંકી દીધો અને ત્રણ બાણથી ત્રણ ચોરને પોતાની આવડત તથા રત્નના પ્રભાવથી વીંધી નાખ્યા. જિનદાસની આ પરાક્રમ ગાથા પાટણના રાજા ભીમદેવ પાસે પહોંચી. ભીમદેવે સન્માનપૂર્વક જિનદાસને રાજદરબારમાં બોલાવ્યો અને દેશની રક્ષા કરવા તેને ખડગ આપીને સુભટોનો અધિકારી બનાવ્યો. તે વખતે પાટણનો સેનાપતિ શત્રુ-શલ્ય નામનો ઈર્ષ્યાથી બળેલો હતો. તેણે આ વાણિયાને આવું પદ અપાતાં રાજ્યસભામાં વિરોધ કરતાં બોલી ઉક્યો: ખાંભા તાસ સમપિએ, જસુ ખાંડે અભ્યાસ; જિણહાકુ સમuિએ તુલ ચેલઉ કપાસ.” હે રાજન! ખડગ તેવાને આપીએ કે જેને વાપરવાનો અભ્યાસ હોય. વાણિયાને તો તોલવાનો કાંટો, વસ્ત્રો કે પાસ જ વેપાર કરવા અપાય.” આ સાંભળી જિનદાસે કહ્યું, અસિધર ધણધર કુતધર, - સત્તિ ધરાવી બહુએ; Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૫૧ સજુ સલ્લ જેરણસુરનર, જણણિત વિરલ પસુખ.” “હે શત્રુશલ્ય! ખગધારી, ભાલાધારી તો ઘણા હોય છે પણ જે રણમાં શૂરવીરતા બતાવે તેવા પુરુષને તો કોઈ વિરલ માતા જ જન્મ આપે છે. બીજું એ પણ જાણી લે કે અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વાણી, વીણા અને નારી યોગ્યતા પ્રમાણે જ પ્રાપ્ત થાય છે.” જિનદાસનો આ જવાબ સાંભળી ભીમદેવે તેને કોટવાળ બનાવ્યો. આ સમાચાર જાણતા ચોર લોકોએ જિનદાસના ભયથી ચોરી ત્યજી દીધી. જિનદાસની કીર્તિ દિવસે દિવસે ફેલાતી જતી હતી. એક જૈન ચારણે, જિનદાસની ભક્તિ કેવી છે તે ચકાસવાનો વિચાર કરી, એક ઊંટડીની ચોરી કરી. ઊંટડી ઘર આગળ બાંધી પણ ઊંટડીની શોધ કરતાં તે ઊંટડી આ ચારણને ત્યાં મળી આવી. આથી સુભટોએ તેને પકડ્યો, અને આને કરવું તે પૂછવા જિનદાસ પાસે આવ્યા. જિનદાસ આ વખતે સવારની જિનપૂજા કરવા બેઠો હતો. સુભટોએ ઘટના કહી અને શું કરવું તેની આજ્ઞા માગી. જિનદાસે વચનથી કંઈ આજ્ઞા ન કરી પણ પુષ્પનું ડીંટ તોડીને સંકેત કર્યો, શું કરવું તે સમજાવ્યું. આ જોઈ જૈન ચારણ બોલ્યો; “જિણ હાને જિનવરહ, - ન મિલે તારો તાર; જિણ કરે જિનવર પૂજિએ, ગતિ કેમ મારણહાર?” મતલબ કે “જિનદાસને જિનેશ્વર એકરૂપ થયાં નથી. તેનું ચિત્ત સમગ્રરૂપે જિનપૂજામાં લાગ્યું નથી. નહિ તો જે હાથથી જિનેશ્વરની પૂજા થાય તે જ હાથથી બીજાનો વધ કરવાનો ઈશારો તે કેમ કરે?” આમ કહીને તે ચોર ચારણે તુરત જ બીજો દુહો કહ્યો; “ચારણ ચોરી કિમ કરે, જે ખોલડે ન સમાય; તું તો ચોરી તે કરે, જે ત્રિભુવનમાં ન માય.” Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ પર મતલબ કે “હે શેઠ! વિચાર તો કર કે જેના ખોરડામાં ઊંટડી માય નહિ તેવી ઊંટડીની ચોરી ચારણ શા માટે કરે? પરંતુ તે તો શેઠ, ત્રણ ભુવનમાં પણ ન માય તેવી ચોરી કરી છે.” આ સાંભળી, સમજીને જિનદાસ શરમાઈ ગયો. તેને પસ્તાવો થવા માંડ્યો: અરેરે! મેં તો જિનેશ્વર ભગવંતની આજ્ઞા તોડી. પૂજામાં - પરમાત્મામાં મન રાખવાને બદલે સંસારમાં મન ભમતું રાખ્યું. ખરેખર મને ધિક્કાર છે. આ જ સુધી મેં માત્ર દ્રવ્યપૂજા જ કરી, પરંતુ ચારણ કહે છે તેમ ભાવ કદી ભાવ્યો જ નહીં.” એમ પસ્તાવો કરતાં શેઠે ચારણને કહ્યું, “હે ચારણ! તમે તો આજે મારા ગુરુ બન્યા છો. તમે મને અંધકારમાંથી પરમ તેજે લઈ ગયા છો. તમે તો મારો ઉદ્ધાર કર્યો છે. સાથે જ તમે મારા ઉપકારી છો.” આ ઘટના પછી જિનદાસ હંમેશાં દ્રવ્યપૂજા સાથે પોતાના કલ્યાણને માટે ભાવપૂજામાં ચિત્ત પરોવતા પોતાનું કલ્યાણ સાધી લીધું. વાંચકોએ વિચારવાનું છે કે ફક્ત દ્રવ્યપૂજા આત્માના ઉદ્ધાર માટે પૂરતી નથી. ભાવપૂજા પરમ ઉપકારી છે. એટલે પૂજાના સમયે સંસારનાં નાના મોટા તમામ, પાપ હેતુરૂપ, વિચારો અને આ પ્રવૃત્તિનો ત્યાગ આવશ્યક શ્રેષ્ઠ દિવસની વાટ ક્યાં સુધી જોયા કરશો? શ્રેષ્ઠ દિવસની રાહ જોશો તો ક્યારે ય તમારી પાસે નહીં આવે. આજનો દિવસ જે તમારા હાથમાં છે તે જ શ્રેષ્ઠ છે. ગઈ કાલ તો મરી ગઈ છે, આવતી કાલ તો હજુ જન્મી જ નથી, જીવતી-જાગતી આજ જ આપણી પાસે છે, એના સદુપયોગથી જ આવતી કાલ સારી આવશે. Page #62 -------------------------------------------------------------------------- ________________ [૧૫] શુભંકર શ્રેષ્ઠી કાંચનપુર નામના એક નગરમાં શુભંકર નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે હંમેશાં જિનપૂજા, ગુરુવંદના આદિ ધાર્મિક કાર્યો સરળ સ્વભાવથી કરતો હતો. એક દિવસ સવારની જિનપૂજા કરવાના સમયે તેણે રંગમંડપમાં દિવ્ય અક્ષતના ત્રણ નાના ઢગલા જોયા. આ અક્ષત અલૌકિક હતા અને તેની સુગંધ તન-મનને તરબતર કરી મૂકતી હતી. શુભંકરની દાઢ સળવળી ઊઠી. તેણે વિચાર્યું, “આ ચોખા રાંધી તેના ભાત ખાધા હોય તો તેનો સ્વાદ દાઢમાં રહી જાય અને દિવસો સુધી તે ન ભુલાય.” પણ દેરાસરમાં જિનેશ્વર ભગવંતને ધરેલા અક્ષત તો લઈ જવાય નહિ. આથી શુભંકરે રસ્તો કાઢ્યો. એ સુગંધી ચોખાની તેને ચોરી ન કરી પરંતુ એટલા જ પ્રમાણમાં ચોખા પોતાના ઘરેથી લાવીને દેરાસરમાં મૂક્યા અને પેલી ત્રણ ઢગલીના ચોખા પોતાના ઘરે લઈ ગયો. આમ ચોખાની અદલા-બદલી કરી તે ચોખાની ખીર ઘરે બનાવી. ખીરની સુગંધથી રાજી રાજી થઈ ગયો. એ દિવસે કોઈ માસક્ષમણના તપસ્વી મુનિ તેને ઘેર ગોચરી માટે પધાર્યા. શુભંકરે ગુરુભક્તિથી પેલા દિવ્ય અક્ષતથી બનેલી ખીર ભાવપૂર્વક વહોરાવી. મુનિ વહોરીને ઉપાશ્રયે ગયા. - ખીર પાત્રામાં હોવા છતાં તેની સુગંધ છાની રહેતી નહોતી. એ સુગંધ મુનિનું મન વિચાર કરતું કર્યું. વિચારો ખરાબ આવવા લાગ્યા, “ખરેખર આ શેઠ ભાગ્યશાળી છે. મારા કરતાંય તે વધુ ભાગ્યવાન છે. કારણ કે તેઓ તો રોજે આવું સુગંધી અને સ્વાદિષ્ટ ભોજન લઈ શકે છે. જ્યારે હું તો રહ્યો સાધુ. મને તો જે મળે તે જ ખાવાનું. ગમેતેમ આજે મારાં ભાગ્ય ઊઘડી ગયાં. મને આજે સ્વાદિષ્ટ અને સુગંધી ખીર ખાવા મળશે.” | મુનિ આવું દુરધ્યાન ધરતાં ધરતાં ઉપાશ્રય સુધી આવી પહોંચ્યા. ત્યાં તેમને બીજો કુવિચાર આવ્યો, “ગુરુને આ ગોચરી બતાવીશ અને તેની સુગંધથી એ ખીર બધી જ તેઓ વાપરી લેશે તો? આવી શંકાથી મુનિએ ગોચરી ગુરુને - - - - - - Page #63 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા • ૫૪ બતાવી જ નહીં અને પોતે જ વાપરી લીધી. વાપરતાં વાપરતાં પણ ખીરના સ્વાદ અને શુભંકરનાં ભાગ્યનો જ વિચાર કરતા રહ્યા, “આહાહા! ખીરનો શું સ્વાદ છે? દેવતાઓને પણ આવી ખીર ભાગ્યે જ મળે. આ જ સુધી મેં નાહક જ તપ કરી દેહદમન કર્યું. ધન્ય છે તેઓને કે જેઓને રોજ આવું ભોજન મળે છે.” આમ, વાપરીને મુનિ સૂઈ ગયા. સૂતા તે સૂતા. આવશ્યક ક્રિયા કરવાના સમયે પણ ન જાગ્યા. સૂતા જ રહ્યા. ગુરુને વિચાર થયો, “આ શિષ્ય ક્યારેય આવશ્યક ક્રિયા ચૂક્યો નથી, આજે ચૂક્યો. આથી લાગે છે કે તેણે કોઈ અશુદ્ધ આહાર લીધો હશે.” - સવારનો સમય થતાં શુભંકર ગુરુવંદન કરવા આવ્યા. તે સમયે પણ પેલા મુનિ સૂતેલા જ હતા. એ જોઈ ચિંતાથી શુભંકરે તેનું કારણ પૂછવું. ગુરુએ કહ્યું : “હે શુભંકર! આ મુનિ ગઈ કાલે બપોરે ગોચરી વાપરીને સૂતા છે તે સૂતા જ છે. ઉઠાડવા છતાં ઊઠતા નથી. લાગે છે કે અશુદ્ધ આહારનું તેમને ઘેન ચડ્યું છે.” એ જાણી શુભંકરે કહ્યું : “ગઈ કાલે તો સાંજે મેં જ તેમને ગોચરી વહોરાવાનો લાભ લીધો હતો” ગુરુએ કહ્યું, “શુભંકર! તમને બરાબર યાદ છે કે તમે વહોરાવેલ આહાર શુદ્ધ અને મુનિને ખપે તેવો હતો.” શુભંકરે નિખાલસતાથી સરળ ભાવે કહ્યું: “સ્વામી! દોષ કોઈ હોય તો મને ખબર નથી. પરંતુ મેં જે ચોખાની ખીર બનાવી હતી તે ચોખા મારા ઘરના ચોખાની બદલીમાં હું દહેરાસરમાંથી લાવ્યો હતો.” પછી તે બધી ઘટના કહી સંભળાવી. ગુરુ : “શુભંકર! તે આ યોગ્ય કર્યું નથી. સિદ્ધાંતમાં કહ્યું છે કે જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાનદર્શન ગુણનો પ્રભાવક મુનિ પણ જો ૧. છ આવશ્યક નિચે મુજબ સામાયિક પડિક્કમણું ચઉવીસત્યો કાઉસગ્ન વંદન પચ્ચકખાણ Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા - પપ જિનદ્રવ્યનું ભક્ષણ કરે તો તે સંસારી થાય છે અને શ્રાવક જો જિનદ્રવ્યનું ભક્ષણ કરે તો તે ઉતરતી કક્ષાનો સંસારી થાય છે.” ગુરુએ આ સંબંધમાં એક દષ્ટાંત કહ્યું : એક શ્રીમંત શેઠ હતા. તે શેઠ મકાન ચણાવતા હતા. ગરીબ પાડોશીએ કોઈ જિનાલયની ઈટો લાવીને શેઠના મકાનની ઈટો ભેગી મૂકી દીધી. મકાન તો તૈયાર થઈ ગયું. પણ જિનાલયની ઇંટોનો તેમાં ઉપયોગ થયો હોવાથી એ શેઠ થોડા દિવસમાં જ ગરીબ થઈ ગયા. એ જોઈને એક અવસરે પેલા ગરીબે શેઠને કહ્યું : “કેમ શેઠ! હવે સમજાય છે ને કે ગરીબી કેવી હોય છે?” એમ કહીને તેણે કરેલ કૃત્યની વાત કહી. એ જાણતાં જ શેઠે ઘરમાંની એક ભીંત પડાવી પેલી ઈટો કઢાવી નાંખી અને તેના પ્રાયશ્ચિત્તરૂપે એક નવું જિન ચૈત્ય બંધાવ્યું. - “શુભંકર! આમ તેં જિનદ્રવ્યનું ભક્ષણ કર્યું છે. આથી તે મોટું પાપ કર્યું છે” ગુરુ મહારાજે કહ્યું. “હા મને પણ ગઈ કાલે ઘણા દ્રવ્યની હાનિ થઈ છે.” શુભંકરે કબૂલ્યું. ગુરુ કહે : શુભંકર તારું તો બાહ્ય ધન ગયું છે. પણ આ મુનિનું તો અંતરંગ ધન હણાઈ ગયું છે. હવે, તારે આ પાપની આલોચના માટે તારી પાસે જે કંઈ દ્રવ્ય છે તેનાથી તારે એક ચૈત્ય યાને જિન મંદિર કરાવવું.” શુભંકરે આલોચના માટે જૈનચૈત્ય બંધાવ્યું. ગુરુએ શિષ્યને રેચક-પાચક વગેરે ઔષધો આપી અશુદ્ધ આહારથી પેટ શુદ્ધ કર્યું. જે પાત્રામાં આહાર વહોર્યો હતો તે પાત્રાને છાણ અને રક્ષાનો લેપ કરી ત્રણ દિવસ તડકે મૂકયા. એ મુનિએ પણ પોતાના દુર્થાન માટે ગુરુની આજ્ઞા મુજબ પ્રાયશ્ચિત્ત કર્યું. આ શુભંકરની કથા પરથી આપણે શીખવાનું છે કે ભૂલેચૂકે પણ દેવદ્રવ્યનું ભક્ષણ આપણે આપણા માટે ન કરીએ. - હું વ્રત એકટાણાં, ઉપવાસ કરું અને મારા, મનમાંથી ગુસ્સો, ઈર્ષા, ડેખ નિર્મૂળ ન થાય તો મારું તપ મિથ્યા છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ [૧૬] લોહ ખુર શ્રેણિક રાજાના પિતા પ્રસેનજિત મગધનું શાસન ચલાવતા હતા. લોહખુર નામનો ચોર રાજગૃહીમાં ઘણી વાર ચોરી કરી જતો પણ પકડાતો નહીં. એક વાર તે જુગાર રમવા બેઠો ને થોડી જ વારમાં ઠીક ઠીક ધન જીતીને ઊભો થયો. ઉત્સાહમાં આવી તેણે જીતેલું ધન ગરીબોને આપી દીધું. મધ્યાહ્ન થવા આવ્યું હતું. તેને કકડીને ભૂખ લાગી હતી. ઘરે જતા રાજમહેલ પાસેથી પસાર થતા સરસ રસવંતી રસોઈની સોડમ આવી. તેણે નક્કી કર્યું કે આજે રાજાના રસોડામાં જમવું. તેની પાસે એવું અંજન હતું કે તે લગાડતાં પોતે અદૃશ્ય થઈ શકતો. અંજન આંજી લોહખુર અદશ્ય થઈ તે રાજમહેલમાં રાજા જમતા હતા તેમની પાસે બેસી તેમની થાળીમાંથી જ જમવા લાગ્યો. કદી નહીં ચાખેલું એવું ભોજન તેને ઘણું ભાવ્યું. સારી રીતે જમીને તે ઘરે આવ્યો. પણ હવે તેને ઘરનું ભોજન ભાવતું નહીં. રસલોલુપતાથી તે દરરોજ અદૃશ્ય થઈ રાજાની સાથે જમવા લાગ્યો. સ્વાદની લોલુપતા વિચિત્ર વસ્તુ છે. જે વય વધવાની સાથે વધતી જાય છે. રાજા શરમને લીધે વધારે જમવાનું માગી શકતા નહીં જે કંઈ વધારે લેતા તે થાળી ચટ દઈને સાફ થઈ જતી. કેટલાક દિવસ આમ ચાલવાથી રાજાને નબળાઈ જણાવવા લાગી. શાણા મંત્રીએ રાજાને પૂછ્યું: “શું આપને અરુચિ કે ખાવાની કોઈ તકલીફ છે! શરીર નિસ્તેજ કેમ જણાય છે! કંઈ ચિંતા છે?” રાજા કહે : “ચિંતા તો છે જ પણ ભાણામાં ખાવાનું ઘણું લેવા છતાં ભૂખ ભાંગતી નથી. ભાણાની રસોઈ મારા ખાધા વિના ઓછી થઈ જાય છે. મને લાગે છે કે કોઈ વિદ્યાના બળથી આવી ભાણામાંથી જમી જાય છે.” બુદ્ધિશાળી મંત્રીએ વિચાર્યું, કોઈ અદશ્ય રીતે આવતું હોય તો તેને શી રીતે પકડી શકાય. તેણે એક તુક્કો અજમાવ્યો. રાજાજી જમતા હતા તે રૂમમાં ચંપાનાં સૂકાં ફૂલ ફરસ પર પાથર્યા સમય થતાં ચોર આવ્યો અને તેના પગ તળે ચંપાના ફૂલનો ખખડાટ થયો. તરત જ મંત્રીએ દરવાજા બંધ કરાવી દીધા, અને યોજના પ્રમાણે તે ઓરડામાં ગુંગળામણ થાય તેવો ધૂમાડો કરાવ્યો. Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૫૯ આંખમાં ધૂમાડો જતાં ચોરને આંખમાં બળતરા થવા લાગી, અને આંસુ પડવા લાગ્યાં. બીજો કોઈ રસ્તો ન દેખાતાં તે દશ્ય થયો ને સહુએ પ્રત્યક્ષ જોયો. તેને પકડી લેવામાં આવ્યો અને રાજાની સમક્ષ ઉપસ્થિત કર્યો. રાજાએ આજ્ઞા કરી કે ચોરને નગરમાં ફેરવી ફજેત કરવો અને પછી શૂળીએ ચડાવવો. રાજાના હુકમ પ્રમાણે તેને ઢોલ-નગારા વગાડતાં ગામમાં ફેરવ્યો અને શૂળી પાસે ઊભો કર્યો. જેથી કોઈ ચોરનું સગુંવહાલું આવે તો તેની પાસેથી તેનું ઠેકાણું મેળવી ચોરીની માલમત્તા મેળવી શકાય. એટલામાં જિનદત્ત નામના શેઠ ત્યાંથી નીકળ્યા. રડતાં ચોરને દયાથી તેઓ શિખામણ આપતાં કહેવા લાગ્યા, “અરે ચોર! વિચાર કર કે તારા જીવનમાં તને કેટલી શાંતિ મળી? ચોરીના ફળ તરીકે આ લોકમાં તને તાડન, બંધન અને ફાંસી મળી ને પરલોકમાં દુર્ગતિની મહાવેદના મળશે. કારણ કે કરેલાં કર્મ તો સહુને ભોગવવાં પડે છે. પરંતુ અંત સમયે પણ ચોરીનો ત્યાગ કરે તો તને મોટો લાભ થશે. ભાવિની સારી સંભાવના છે. માટે ચોરીના ત્યાગરૂપ અદત્તાદાનનો ત્યાગ કર. લોહખુર બોલ્યો: “આખા જીવનયત માણેલા સુખ કરતાં આ દુઃખ અનેક ઘણું છે. શેઠ! આ આપત્તિમાંથી હવે મને કોઈ બચાવે તેમ નથી, કેમ કે મેં ઘણાં પાપો કર્યા છે તે બધાં મને યાદ આવે છે. મને આ પાપો ડોળા ફાડી મારી સામે જોતાં હું ધ્રૂજી ઊઠું છું. શેઠ મને ઘણી તરસ લાગી છે અને થોડું પાણી પાવ ને.” આ વાત રાજાજ્ઞા વિરુદ્ધ હોઈ શેઠે જવાબ ન આપ્યો. શેઠે સાહસ કરી કહ્યું: “હું પાણી લાવી આપું પણ તું જીવનભર કરેલાં પાપોની આલોચના કર.” એટલે ચોરે પોતે સમજણા થયા પછી જે જે પાપો યાદ આવ્યાં તે કહી સંભળાવ્યાં. જિનદત્ત શેઠે તેને ચોરી ન કરવી આદિ પચ્ચકખાણ કરાવ્યા પછી તેને એકત્વ અશચિ આદિ બાર + ચાર ભાવના ભાવવા ભલામણ કરી કહ્યું: “આનાથી તારા પાપસમૂહનો ક્ષણવારમાં નાશ થશે, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખ, અને સઘળાં સંકટમાંથી ઉગારનાર ૧૨ + ૪ ભાવના - ૧. અનિત્ય ભાવના, ૨, અશરણ ભાવના, ૩. સંસાર ભાવના, ૪. એકત્વ ભાવના, ૫. અન્યત્વ ભાવના, ૬. અશુચી ભાવના, ૭. આશ્રીત ભાવના, ૮. સંવર ભાવના, ૯. નિર્જરા ભાવના, ૧૦. ધર્મ પ્રભાવ ભાવના, ૧૧. લોકસ્વરૂપ ભાવના, ૧૨.બોધી દુર્લભ ભાવના, ૧૩. મૈત્રી ભાવના, ૧૪. પ્રમોદ ભાવના, ૧૫. કરુણા ભાવના, ૧૬. મધ્યસ્થ ભાવના Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૫૮ પરમેષ્ટીને ‘નમો અરિહંતાણ' આદિ મહામંત્રના સ્મરણપૂર્વક નમસ્કાર કરી સાચા ભાવથી ધ્યાન ધર. હું તારા માટે પાણી લેવા જાઉં છું.” આવી શેઠની કલ્યાણભાવનાવાળી વાણી સાંભળી તેમનો આદર કરતાં બોલ્યો, “તમે તો ઘણા દયાળુ છો. શું ખરેખર મારાં પાપો આ નિયમ અને નમસ્કારથી નાશ પામશે?'' શેઠે કહ્યું : ‘એમાં શંકાને સ્થાન નથી.’ આ નવકારના સ્મરણથી મોટાંમાં મોટાં પાપો પણ નાશ પામે છે અને એને જપનાર માણસ તો શું પણ શ્રવણ-સ્મરણ કરનાર પશુ પણ સ્વર્ગ પામે છે ઇત્યાદિ કહી શેઠ જળ લેવા ઉપડ્યા. ચોર તો નવકારમાં લીન થતાં તેને પરમ શાંતિ અને સમાધિ મળી. ત્યાં જ આયુષ્ય પૂરું થતાં મૃત્યુ પામી પ્રથમ દેવલોકમાં દેવ થયો. સતસંગતિનાં ફળ સદા સારાં જ હોય છે. નગરની ગલીઓનું પાણી ગંગામાં ભળતાં દેવોથી પણ અધિક મહત્ત્વ પામે છે. થોડી વારમાં શેઠ પાણી લઈને આવ્યા, પણ ચોર તો મરી ગયો હતો. પોતે રાજ વિરુદ્ધ કર્યું છે એટલે રાજદંડની શંકાથી બાજુના ચૈત્યમાં કાઉસગ્ગ ધ્યાને સ્થિર થયા. આ તરફ શેઠની આ બધી હકીકત રાજાને જણાવી. ક્રોધે ભરાયેલા રાજવીએ તરત આજ્ઞા કરી કે સમજમાં ગાય જેવો અને કૃત્યમાં વાઘ જેવા આ વાણિયાને ચોરની જેમ નગરમાં ફેરવી શૂળી પર ચડાવી દો. રાજપુરુષોએ તરત શેઠ પાસે આવી રાજાજ્ઞા જણાવી. શેઠ તો ધ્યાનમાં લીન હતા, આથી તેઓ શેઠને શારીરિક દુઃખ આપી રહ્યા હતા ત્યારે, એ જ અવસરે દેવ બનેલા લોહખુરે અવધિજ્ઞાનથી શેઠની સ્થિતિ જોઈ વિચાર્યું કે ‘એક અક્ષર, અડધું પદ કે પદમાત્રનું જ્ઞાન આપનારને જે ભૂલી જાય છે તે ઘોર પાપી કહેવાય છે, તો પછી ધર્મ આપનાર ગુરુને ભૂલી જાય તે તો ઘોર પાપી કહેવાય જ.' એમ વિચારી તેણે દંડધારી પ્રતિહારીનો વેષ લીધો ને શેઠ પાસે આવી ઠંડો પછાડ્યો. તેથી સુભટો અચેત થઈ ગયા. ચારે તરફ નાસ ભાગ કરવા લાગ્યા. વાત રાજા સુધી પહોંચી. એક માથાભારે માણસ (પ્રતિહારી) સામે રાજા સૈન્ય લઈ આવ્યો. દેવે ગર્જના કરતાં કહ્યું, ઘણા બધા હાથી એક સિંહને પહોંચી શકતા નથી, મહત્ત્વ ટોળાનું નહીં, સત્વનું Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૫૯ મહત્ત્વ છે. આ તમે સમજ્યા નથી એટલે જ સૈન્ય લઈ આવ્યા છો. એમ કહી માત્ર રાજા વિના આખાય સૈન્યને તેણે દેવમાયાથી અચેત - કરી નાખ્યું. પછી તેણે પોતાનું વિરાટ રૂપ ઉપજાવી આખા નગર જેટલી મોટી શિલા આકાશમાં ઊભી કરી. આથી જે જે ભાનમાં આવતા ગયા તેઓ બધા ભયભીત થયા. રાજા અને પ્રધાન આદિ સમજી ગયા કે આ કોઈ દેવ કોપ છે તેથી બે હાથ જોડી પ્રતિહારીને વિનવવા લાગ્યા કે “હે દેવ! અમારી ભૂલની ક્ષમા આપો.” દેવે કહ્યું, “મારા ધર્મગુરુ આ જિનદત્ત શેઠને વગર અપરાધે શા માટે દંડ કરવા તૈયાર થયા છો? હું લોહખુર ચોર છું પણ આ મહાનુભાવથી મને આ સમૃદ્ધિ મળી છે.” આમ પોતાની બધી બીના જણાવી. આ સાંભળી રાજી થયેલા રાજાએ કહ્યું, “દેવતા! વ્યવહારમાં જણાવ્યું છે કે “કૃતજ્ઞ પુરુષો કદી ઉપકાર ભૂલતા નથી.” આ તો તમારો ઉપકારી મહાનુભાવ છે, તેનો ઉપકાર ન ભૂલાય એ સ્વાભાવિક છે” પછી બધાને સ્વસ્થ કરી દેવે કહ્યું: આ મહાધર્મિષ્ટ અને ધર્મ માટે સાહસ કરનારા મારા ધર્મ ગુરુને બધા નમસ્કાર કરો અને તેમની પાસેથી નવકાર મંત્ર સાંભળો અને ચોરી આદિના ત્યાગ કરવા રૂપ વ્રતને ગ્રહણ કરો. બધાએ આનંદપૂર્વક તેમ કર્યું અને મોટા આડંબરપૂર્વક રાજાએ શેઠને ઘરે પહોંચાડ્યા. બધે શેઠ અને ધર્મનાં વખાણ થવા લાગ્યાં. આમ, શૂળી પર ચઢવા નક્કી થયેલ અને મરવાની અણી ઉપર પહોંચેલો લોહખુર ચોર થોડા કાળના નિયમના પ્રતાપે જિનદત્ત શેઠની પ્રેરણાથી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયો, અને ધર્મ પર દઢ નિષ્ઠાવાન બન્યો. જે મસ્તી આંખોમાં છે, તે કોઈ સુરાલયમાં નથી હોતી, અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી, શીતલતા પામવા દોટ ક્યાં મૂકે છે માનવી? જે શીતલતા માંની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી! Page #69 -------------------------------------------------------------------------- ________________ [૧૭] અગ્નિશમાં અને ગુણસેના ગુણસેન એક રાજકુમાર હતો. તે જ નગરમાં અગ્નિશર્મા નામનો એક પુરોહિતનો પુત્ર રહેતો હતો. અગ્નિશર્મા શરીરે કદરૂપો હતો. શરીરનાં અંગોપાંગો અષ્ટાવક્ર જેવાં હતાં. એવા કુબડા અગ્નિશર્માને સતાવવામાં ગુણસેનને મજા આવતી. તેને ગધેડા ઉપર બેસાડી માથા ઉપર કાંટાનો મુગટ પહેરાવી ગામમાં ફેરવતો. આવાં આવાં કંઈક તોફાનો અગ્નિશર્મા ઉપર કર્યા કરતો. ગુણસેનને આ રમત થઈ ગઈ હતી. તેને આથી આનંદ આવતો હતો. રાજકુમાર હોવાથી તેને કોઈ રોકતું નહીં. આવાં તોફાનોથી થાકી અગ્નિશર્મા ગામમાંથી ભાગી એક તાપસ પાસે પહોંચ્યો. તાપસના આશ્રમમાં રહી તેણે તાપસી દીક્ષા લીધી અને પોતાના આત્માના ઉદ્ધાર માટે તપશ્ચર્યા કરવા લાગ્યો. મહિના મહિનાના ઉપવાસ કરે. ફક્ત એક દિવસ પારણું કરી પાછા મહિનાના ઉપવાસ કરે. સખ્ત નિયમ ધારેલો કે પારણાના દિવસે ફક્ત એક જ ઘરે ગોચરી માટે જવાનું ત્યાં જે ભિક્ષા મળે તેનાથી પારણાં કરે. તે ઘરે કાંઈ પણ ન મળે તો ફરી મહિનાના ઉપવાસ. આમ તેણે હજાર માસક્ષમણ કર્યાં. બીજી તરફ રાજકુમાર ગુણસેનનો રાજ્યાભિષેક થયો. તે રાજા થયો. એક દિવસ ફરતાં ફરતાં અગ્નિશર્માના આશ્રમમાં પહોંચી ગયો. એણે અગ્નિશર્માની તપશ્ચર્યાની વાત સાંભળી. તેનાં ભાવપૂર્વક દર્શન કર્યા, અને આવતું પારણું કરવા રાજમહેલ પધારવા વિનંતી કરી. આશ્રમના કુલપતિએ એ વિનંતી માન્ય રાખી. પારણાના દિવસે અગ્નિશર્માને પારણા માટે રાજમહેલ મોકલ્યા. ભિક્ષા માટે અગ્નિશર્મા રાજમહેલમાં ગયા ત્યારે રાજમહેલમાં દોડાદોડ થઈ રહી હતી. રાણીએ રાજકુંવરને જન્મ આપ્યો હતો. રાજમહેલમાં આનંદ છવાઈ રહ્યો હતો. રાજમહેલના દ્વાર પર ઊભેલા અગ્નિશર્માની સામેય કોઈએ જોયું નહિ. એ પાછા ફરી ગયા. પારણું કર્યા વગર એમણે બીજું માસક્ષમણ શરૂ કરી દીધું. ૧. પહેલાના વખતમાં આયુષ્ય હજારો વર્ષનું સામાન્ય ગણાતું. Page #70 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૬૧ રાજાને મોડેથી તપસ્વીનું પારણું યાદ આવ્યું પણ ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હતું. ગુણસેન તપોવનમાં ગયા અને અગ્નિશની માફી માગી. આવતું બીજું પારણું પોતાને ત્યાં કરવા ચોક્કસ રાજમહેલ પધારવા આગ્રહ ભરી વિનંતી કરી. બીજી વાર પારણા માટે અગ્નિશર્મા મહિના પછી પાછા આવ્યા ત્યારે રાજમહેલ શોકમાં ગરકાવ હતો. રાજા માંદા પડી ગયા હતા. વૈદ્યો દોડાદોડ કરી રહ્યા હતા. અગ્નિશર્માને કોઈએ બોલાવ્યા નહિ. એ પાછા ફરી ગયા એમણે ત્રીજું માસક્ષમણ શરૂ કરી દીધું. દર્દ ઓછું થતાં રાજાને અગ્નિશર્મા યાદ આવ્યા. પરંતુ અગ્નિશર્મા તો ક્યારનાય આશ્રમમાં પહોંચી ગયા હતા. રાજાએ ખૂબ દુ:ખ વ્યક્ત કર્યું, ફરી ફરી માફી માગી. ફરી પારણા માટે રાજમહેલે પધારવા વિનંતી કરી. ત્રીજી વાર અગ્નિશર્મા પારણું કરવા માટે રાજમહેલમાં પહોંચ્યા ત્યારે સૈન્યની વિશાળ હિલચાલ થઈ રહી હતી. રાજમહેલની બાજુના મેદાનમાં હાથી, ઘોડા, અને રથ આવી પહોંચ્યા હતા. રાજા યુદ્ધની તૈયારીમાં હતા. એટલે અગ્નિશર્મા સામું કોઈએ જોયું નહિ. તેઓ થોડો વિસામો ખાઈ પાછા આશ્રમે પહોંચી ગયા. રાજા યુદ્ધ કરવા માટે રથમાં બેસવા જતો હતો ત્યારે અગ્નિશર્મા યાદ આવ્યા. એ રથમાં ન બેઠા. સીધા દરવાજે પહોંચ્યા. પણ મોડા પડ્યા એટલે સીધા આશ્રમમાં પહોંચ્યા. પરંતુ આ વખતે અગ્નિશર્મા ખૂબ ગુસ્સામાં હતા. એમના મનમાં બાળપણની વાતો યાદ આવી ગઈ. “બાળપણમાં રાજા જ્યારે રાજકુંવર હતા ત્યારે પણ મને સતાવતા હતા. હવે જ્યારે રાજા થયા છે ત્યારે પણ મને સતાવવા જાણી જોઈ પારણા વખતે હાજર નથી હોતા. પરિણામે રાજા પ્રત્યે વેરભાવના જાગૃત થઈ. એમને આજીવન ઉપવાસનો સંકલ્પ કરી લીધો અને સાથે સાથે એવો સંકલ્પ કર્યો કે “જન્મોજન્મ હું રાજાને મારનારો બનું.” રાજા આશ્રમના કુલપતિ આગળ રડી પડ્યા. એણે ફરી ફરી માફી માગી પોતાની ભૂલનો એકરાર કર્યો. પરંતુ અગ્નિશર્મા અગ્નિશર્મા જ રહ્યા તે શાન્ત ન થયા તે ન જ થયા. નવ ભવો સુધી અગ્નિશર્માનો જીવ ગુણસેનના જીવની હત્યા કરતો રહ્યો. પરિણામે અગ્નિશર્માનો જીવ નરકમાં ભટક્તો રહ્યો અને ગુણસેન સમરાદિત્ય રાજાના ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા. Page #71 -------------------------------------------------------------------------- ________________ [૧૮] લાણા સાથી ઘણા જૂના સમયની આ વાત છે. એક રાજાને પુત્રો ઘણા હતા પણ પુત્રી એક પણ ન હતી. તેણે ઘણી માનતાઓ અને બાધાઓ રાખી. આખરે આ બધું તેને ફળ્યું. એક પુત્રીનો તેના ઘરે જન્મ થયો. તેનું નામ લક્ષ્મણા રાખ્યું. ખૂબ જ લાલન-પાલનથી તેનું બાળપણ પૂરું થયું અને તે યુવાન થઈ. લક્ષ્મણા યુવાન થતાં રાજાએ તેના માટે સ્વયંવર રચ્યો. સ્વયંવર મંડપમાં લક્ષ્મણા વરમાળા લઈ ફરતી ગઈ, અને એક ઈચ્છિત વરને વરમાળા પહેરાવી. રાજાએ લગ્નમહોત્સવ કર્યો. લગ્નની વિધિ થઈ. વર કન્યા ચોરીમાં મંગળ ફેરા ફરી રહ્યાં, ત્યાં જ અચાનક વરનું મૃત્યુ થયું. લક્ષ્મણા તો અવાક થઈ ગઈ. તેને ખૂબ જ આઘાત લાગ્યો. “આવો-સંસાર!” એમ વિચારતાં તેનું મન સંસાર ઉપરથી ઊઠી ગયું. દઢ શ્રદ્ધાથી તે શ્રાવિકાધર્મ પાળવા લાગી અને છેવટે તેણે તે ચોવીસીના છેલ્લા તિર્થંકર પાસે દીક્ષા લીધી, અને ઘણી જ સારી રીતે દીક્ષા પાળતાં હતાં. પણ એક દિવસ એક ખૂણે ઊભેલાં ત્યાં તેમણે એક ચકલા-ચકલીને પ્રેમ કરતા જોયાં. એ દૃશ્યથી સાધ્વી લક્ષ્મણાનું યૌવન ખળભળી ઊઠ્યું. વાસનાની વૃત્તિઓ સળવળી ઊઠી. અત્યંત કામાતુર વિચારમાં તેમણે વિચાર્યું, અરિહંત પ્રભુએ શું જોઈને આ ક્રીડા નહિ કરવાનું સાધુ-સાધ્વીને ફરમાન કર્યું હશે? પણ તેમાં તેમનો શો દોષ? ભગવાન તો અવેદી છે. આથી સવેદીજનની પીડાઓની તેમને શું ખબર પડે?”. આ પ્રશ્ન આંખના એક પલકારાની જેમ જ ઉદ્ભવ્યો. તરત જ બીજી પળે પોતે સાવધાન થઈ ગયાં પોતાની કુવિચારધારાથી ચમકી ઊઠ્યાં. પસ્તાવો કરવા લાગ્યાં. અરેરે! મેં ખૂબ જ મોટો વિચાર કર્યો. ન વિચારવાનું વિચાર્યું. મારાથી આ એક મહાપાપ થઈ ગયું. મારે તેની આલોયણા કરવી જોઈએ. પણ મને આવો કામી વિચાર આવ્યો તે તો હું કહી શકું તેમ નથી અને ન કહું તો શલ્ય રહી જાય છે. અને એ શલ્ય રહી જાય તો હું શુદ્ધ તો થઈશ નહિ. ૧. કામની કામના વિનાના - - Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૬૩ ઘણા વિચારને અંતે તે ગુરુ પાસે આલોયણા લેવા નીકળ્યા. ચાલતાં ચાલતાં રસ્તામાં પગમાં કાંટો વાગ્યો. એ અપશુકનથી સાચી વાત ગુરુને કહી દેવા તૈયાર થયેલું મન પાછું પડ્યું. છેવટે તેમણે બીજાનું નામ દઈને પૂછવું, “ગુરુદેવ! જે આવું દુર્બાન કરે તેને શું પ્રાયશ્ચિત્ત આવે? ગુરુજીએ સ્પષ્ટતા કરવા કહ્યું પણ તે ન કરી શક્યાં. ગુરુ પાસેથી પ્રાયશ્ચિત્ત જાણી લીધું. તે પ્રમાણે તેમણે પચાસ વરસ સુધી નીચે પ્રમાણે તપ કર્યો. છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસ કરી દસ વર્ષ ઉગ્ર તપશ્ચર્યા કરી. બે વર્ષ માત્ર નિર્લેપ ચણાનો આહાર લીધો. બે વર્ષ ફક્ત ભૂજેલા ચણાનો આહાર લીધો, સોળ વર્ષ માસ ક્ષમણ કર્યા અને વીસ વર્ષ આયંબીલ તપ કર્યું. આમ, લક્ષ્મણા સાધ્વીજીએ ઉગ્ર તપ કર્યું પણ હૈયે શલ્ય રાખી આ તપ કર્યું હતું તેથી તેમનો આત્મા વિશુદ્ધ ન થયો, અને આર્તધ્યાનમાં તે કાળધર્મ પામ્યા, અને અનેક ભવો કરતાં કરતાં આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુના તીર્થમાં મુક્તિને પામશે. પ્રભુ તારું ગીત પ્રભુ તારું ગીત મારે ગાવું છે પ્રેમનું અમૃત પાવું છે... પ્રભુ તારું આવે જીવનમાં તડકા છાયાં માગું છું પ્રભુ તારીજ માયા ભક્તિના રસમાં નહાવું છે. પ્રભુ તારું ભવસાગરમાં નૈયા ઝુકાવી ત્યાં તો અચાનક આંધી ચડી આવી. સામે કિનારે મારે જાવું છું. પ્રભુ તારું તું વીતરાગી, હું અનુરાગી તારા ભજનની રટ મને લાગી. પ્રભુ તારા જેવું મારે થાવું છે. પ્રભુ તારું ૧. સુખ-દુઃખની ચિંતાઓ કરવી, ઉદાસ થવું - શરિરની ચિંતા કરવી વગેરે. Page #73 -------------------------------------------------------------------------- ________________ [૧૯]. કાર્તિક શેઠ શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતમાં પૃથ્વીભૂષણ નામના નગરમાં એક કાર્તિક નામના શેઠ વસતા હતા. તે ગામમાં એકદા ગરિક નામે એક તાપસ આવ્યો. તે માસોપવાસના પારણે માસોપવાસ કરતો હતો. તેના તપની ભારોભાર પ્રશંસા થતી હતી. તેથી આખું નગર તેનાં દર્શને આવતું અને લોકો તેનાં દર્શન કરી ધન્યતા અનુભવતા હતા. પણ તે તાપસ મિથ્યાત્વી હોઈ કાર્તિક શેઠ તેના દર્શને ન ગયા. શુદ્ર આત્માઓ પોતાને કોણે આદર આપ્યો અને કોણે ન આપ્યો તેનું ખાસ ધ્યાન રાખે છે. આ ઐરિક તાપસે પણ કાર્તિક શેઠ પોતાને દર્શને નથી આવ્યા તેનું ધ્યાન રાખ્યું અને મનથી આ કાર્તિક શેઠને પણ ગમે તેમ કરીને પોતાને નમાવવાનો પ્રબળ વિચાર કર્યો. તે નગરના રાજા પણ તાપસને વંદન કરવા આવ્યા, અને તાપસને પારણું કરવા પોતાના મહેલે પધારવા આમંત્રણ આપ્યું. તાપસે જો કાર્તિક શેઠ તેને પીરસેજમાડે તો તમારે ત્યાં પારણા માટે આવું એવી શરત કરી, પારણા માટે રાજમહેલે આવવા હા કહી. રાજાએ તે શરત કબૂલ કરી, અને પારણાના દિવસે કાર્તિક શેઠને પોતાના મહેલમાં બોલાવી તાપસ આવે ત્યારે તેમને પીરસવા-જમાડવા હુકમ કર્યો. કાર્તિક શેઠ આવા હુકમથી બહુ ખિન્ન થયા. કારણ કે પોતે વ્રતધારી શ્રાવક હતા. પોતાના સમ્યકત્વ અને વ્રતને બાધા પહોંચી હતી.પણ રાજઆજ્ઞાનો અનાદર કરવો મુશ્કેલ છે તેમ સમજી રાજાને જણાવ્યું કે તમારો હુકમ છે તેથી તેમને જમાડીશ. પારણા માટે ઠરાવેલા સમયે ઐરિક તાપસ રાજમહેલે આવ્યો, અને પોતાને ન રુચતું હોવા છતાં કાર્તિક શેઠે તાપસને પીરસવા માંડ્યું. પીરસતાં તેઓ નીચા નમ્યા. તે જાણી કેવો નમાવ્યો છે, એમ સમજી તાપસને આનંદ થયો અને પોતાના નાક ઉપર આડી આંગળી ઘસી કેવું નાક કાપ્યું! એવી શેઠને સંજ્ઞા કરી શેઠને ઘણું લાગી આવ્યું. પોતાને ઘણું દુઃખ થયું. જો આ પહેલાં દીક્ષા લીધી હોત તો આ પરાભવનો વખત ન આવત. સંસારમાં જ રહેવાથી તેનું આ ફળ છે. એવા વિચારે ચડી ગયા, અને ઘરે આવી પોતાના સગાંસંબંધી, મિત્રો તથા વેપારી વર્ગમાં પોતે દીક્ષા લેશે તે વાતની જાણ કરી. Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૫ એમની આ વાતની સજ્જડ અસર થઈ અને તેમની સાથે એક હજાર શેઠિયાઓ અને શ્રેષ્ઠ પુત્રોએ દીક્ષા લીધી, અને બાર વર્ષ સુધી ચારિત્ર પાળી, દ્વાદશાંગીના જ્ઞાતા થઈ પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં પ્રથમ દેવલોકમાં સૌધર્મ નામના ઇદ્ર થયા. ઐરિક પણ ઘણું ઘોર પણ મિથ્યાત્વ તપ કરી પોતે તે જ સૌધર્મ દેવલોકમાં ઈન્દ્રનું વાહન ઐરાવત હાથી થયો. નવા ઉત્પન્ન થયેલા તે દિવ્ય હાથીએ અવધિજ્ઞાનથી જાણી લીધું કે તે કાર્તિક શેઠ જ અવસાન પામી ઈન્દ્ર થયેલ છે. તેથી તેણે ઈન્દ્રને સવારી ન કરવા દેવા ઘણાં તોફાનો કર્યા અને ભાગવા લાગ્યો. પણ ઈન્દ્ર પોતાના સામર્થ્યથી તેને પકડ્યો. ઈન્દ્રને હરાવવા પોતાની દૈવી શક્તિથી હાથીઓ બે રૂપ કર્યા. ઇન્દ્ર પણ બેરૂપ કર્યા હાથીએ ચાર તો ઈન્દ્ર પણ ચાર રૂપ કર્યા એમ બન્ને પોતાનાં રૂપ વધારતા ગયા. આ તમાશાથી ઇન્દ્ર થોડી વાર તો વિચારમાં પડી ગયા પણ પોતાના અવધિજ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે આ તો ઐરિક તાપસનો જીવ છે. એટલે મૂળ હાથી ઉપર ચડી ગર્જના કરતાં કહ્યું - રે ઐરિક! જરાક તો સમજ. સમજણ વગરનાં આટલા તપ-અનુષ્ઠાન નિષ્ફળ ગયાં. હવે અહીં તારું શું ચાલે એમ છે?” છેવટે ઈન્દ્રના પ્રતાપને નહીં સહી શકતાં તેના વચન સાંભળી નમ્ર બન્યો અને તેમના કહ્યા પ્રમાણે વર્તવા લાગ્યો. ઈન્દ્ર બનેલા કાર્તિક શેઠનો જીવ એક અવતાર કરી મોક્ષે જશે. આ વાર્તામાં કાર્તિક શેઠે રાજ આજ્ઞાથી પોતાના લીધેલ વ્રતને તથા સમ્યકત્વને બાધા પહોંચતી હોવા છતાં રાજ આજ્ઞા પ્રમાણે અનિચ્છાએ વર્યા. આ અંગે જાણવું જરૂરી છે કે જિનેશ્વર દેવોએ સમ્યકત્વના વિષયમાં અપવાદ માર્ગે છ આગારો બતાવ્યા છે. (૧) રાજાની આજ્ઞાએ (૨) માતા-પિતાની આજ્ઞાએ (૩) આજીવિકાના કારણે કોઈ ગણસમૂહ કે પંચ આદિના આગ્રહથી (૪) કોઈદેવતાના દબાણથી (૫) કોઈ બળવાનની બળજોરીથી (૬) ગુરુની આજ્ઞાથી. એમ છ પ્રકારે થનારી આપવાદિક પ્રવૃત્તિની છૂટ રાખવામાં આવે છે. અર્થાત્ સમ્યકત્વની સ્વીકૃતિ વખતે આ છ આગારો મોકળા રખાય છે. આગારના હિસાબે અહીં કોઈ નિયમનો ભંગ થયેલો ગણાય નહીં. ૧. ગણઘર ભગવંતો એ પ્રભુ મુખે દેશના સાંભળીને બનાવેલ ૧૨ આગમો. ૨. સાચી દૃષ્ટિ, સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યેની અવિચલ રુચિ. Page #75 -------------------------------------------------------------------------- ________________ [૨૦] રાજા શિખિધ્વજ અને ચૂડાલા રાજા શિખિધ્વજ અને રાણી ચૂડાલા પતિ-પત્ની હતાં. બન્ને ઈશ્વર-ભક્ત હતા. રાણીને તત્ત્વબોધ થયો હતો, પણ રાજાને રાણી જેવો તત્ત્વબોધ થયો ન હતો. સમજ આવવાથી રાજાએ વિચાર્યું કે “રાજ-પાટ, કુટુંબ પરિવાર, વગેરેનો ત્યાગ કરી વનમાં જઈને પરમાત્માનું ભજન કરું તો જ આત્મ-તત્ત્વને પામી શકાશે.” આવો વિચાર કરીને રાજ્યનો કારભાર કુંવરને સોંપી તેઓ વનમાં જવા તૈયાર થયા. રાણીએ સમજાવ્યા છતાં રોકાયા નહિ. ગાઢ અરણ્યમાં જઈ પર્ણ કુટીર બાંધી ત્યાં રહેવા લાગ્યા. થોડા દિવસ તો ઈશ્વરભજનમાં તલ્લીન થઈ આનંદથી દિવસ પસાર કર્યા કરતા. પણ ત્યારબાદ રાજ્ય-નગર, રાણી-કુંવર વગેરે યાદ આવવા લાગ્યાં. રાણી મારા વિના શું કરતી હશે? તે કેમ રહી સકતી હશે? કુંવરને રાજ્ય સોંપ્યું છે પણ તે હજ બરાબર સમજુ થયો નથી એટલે દુશમન રાજા ચડાઈ કરી મારું રાજ્ય લઈ લેશે તો? કોઈ ચોર-લૂંટારાઓ આવી ખજાનો લૂંટી જશે તો? મારી પ્રજા સુખમાં તો હશે ને? આવા આવા વિવિધ પ્રકારના વિચારો આવવા લાગ્યા. આવી જ રીતે રાણી ચૂડાલા જે રાજ્યમાં જ રહેતી હતી તેણે રાજાનું સ્મરણ થવા લાગ્યું. તેથી તેણીએ વિચાર કર્યો કે, રાજા મારો તથા રાજ્યનો ત્યાગ કરી ગયેલા છે. છતાં, મને હર વખત યાદ આવ્યા કરે છે. એટલે મને એમ લાગે છે કે, રાજાને પણ વનમાં આવા જ વિચારો આવતા હોવા જોઈએ. જો તેમને આવા વિચારો ન આવતા હોય તો મને પણ રાજા યાદ આવત નહિ, એટલે મારું મન સાક્ષી પૂરે છે કે રાજા વનમાં જઈને-ઈશ્વરભજન કરવાને બદલે ઊલટા અત્રેની ચિંતા કરતાં અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થયા છે. માટે તેમને સમજાવવા જોઈએ. એમ વિચારીને રાણી ચૂડાલા સંન્યાસીનો વેશ ધારણ કરીને રાજાને શોધવા નીકળી પડી. શોધતાં-શોધતાં જ્યાં રાજા પર્ણકુટીર બાંધીને રહેતા હતા ત્યાં આવી પહોંચી. કોઈ સંન્યાસી મહાત્મા પોતાના ગામથી આવ્યા છે એમ જાણી પર્ણકુટીરમાંથી રાજા બહાર આવ્યા અને સંન્યાસી વેશમાં આવેલી રાણીને ૧. નવ તત્ત્વોનું જ્ઞાન Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭૬૦ નમસ્કાર કર્યાં. રાજ્યના કુશળ વર્તમાન પૂછ્યા, રાણીએ યથાવિધ ઉત્તર આપ્યા અને પછી બન્નેનો વાર્તાલાપ ચાલુ થયો. રાણીએ પૂછ્યું : ‘મહારાજ! તમે આ ગાઢ જંગલમાં ક્યારના આવ્યા છો?” રાજા : ‘હું બે-ત્રણ મહિનાથી આવ્યો છું. હું મોટો રાજા હતો, રાજ્ય, સ્ત્રી, પુત્ર કુટુંબ વગેરેનો ત્યાગ કરી આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે હું અરણ્યમાં આવીને વસ્યો છું.’ રાણી : ‘અહો! ત્યારે તો તમે મોટા મહાત્મા અને મહાન ત્યાગી પણ છો?” રાજા : ‘હા! મહારાજ, જેવી ઈશ્વરની ઇચ્છા. મેં તો એમની ઇચ્છાથી બધું છોડી દીધું છે.’ રાણી : ‘ઠીક; રાજાજી આપ એમ માનો છો કે આપે બધું છોડી દીધું છે; પણ મારા જોવામાં તો એવું આવે છે કે, આપે કંઈ પણ ત્યજ્યું નથી.’ રાજા : ‘નહિ મહારાજ! મેં તો બધું જ છોડી દીધું છે. હવે મારી પાસે કોપીન, તુંબી-પાત્ર, લાકડી અને આ ઘાસની બનાવેલી ઝૂંપડી છે. બીજું કાંઈ જ નથી. જો આપની આજ્ઞા થતી હોય તો ઝૂંપડી પણ બાળી નાખું.' રાણી : ઠીક, તો બાળી દો, એમાં શું? તરત જ રાજાએ અગ્નિ વડે ઝૂંપડી સળગાવી દીધી. રાજા : ‘કેમ, મહારાજ હવે હું ત્યાગી ખરો કે નહિ?” રાણી : ‘નહિ, મહારાજ, માત્ર ઝૂંપડી સળગાવી દેવાથી ત્યાગી ન બની શકાય.' રાજા : ‘સારું, તો પછી આ લાકડી બાકી છે, કહો તો તે પણ ફેંકી દઉં.’ રાણી : ‘સારુ, ફેંકી દો.' રાજાએ લાકડી ફેંકી દીધી અને કહ્યું ઃ ‘મહારાજ, હવે ત્યાગી થયો કે નહિ?” રાણી : ‘નહિ, મહારાજ, હજી પણ તમે ત્યાગી થઈ શક્યા નથી,’ રાજા : તો પછી હવે તો મારી પાસે ફક્ત કમંડલ છે, તે શિવાય બીજું કંઈ જ નથી. જો આજ્ઞા થાય તો તે ફોડી નાખું. રાણી : ‘સારું ફોડી નાખો.’ તરત જ રાજાએ તુંબીપાત્રને ફેંક્યું અને તે ફૂટી ગયું. રાજા : કેમ મહારાજ? હવે તો હું ત્યાગી થયો ને? રાણી : ‘નહિ, મહારાજ હજી પણ તમે ત્યાગી થઈ શક્યા નથી.’ Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૬૮ રાજા: “મહારાજ, તમે તો બહુ કરી. હવે તો મારી પાસે માત્ર આ પહેરેલ કૌપીન છે, બીજું કંઈ નથી. જો આપની આજ્ઞા થાય તો તે પણ ફેકી દઉં. રાણી “સારું, ફેંકી દો.” તરત જ રાજાએ કૌપીન કાઢીને ફેંકી દીધું. રાજા : “કેમ મહારાજ! હવે તો હું ત્યાગી ખરો ને?” રાણી : “નહિ, મહારાજ! હજી તમે ત્યાગી થઈ શક્યા નથી, શું એક ત્રણ તસુનું સૂતરનું કપડું ફેંકી દેવાથી ત્યાગી બની શકાય કે? રાજા : “મહારાજ, તમારાથી થાક્યો. હવે તો મારી પાસે કંઈ જ નથી, છતાં આપ તો એમ જ કહ્યા કરો છો કે હજી તમે ત્યાગી બની શક્યા નથી! તો આપને વિનંતી કરું છું, કે ત્યાગી કઈ રીતે બની શકાય એ આપ જ કહો.” રાણી : “જુઓ મહાત્મા, તમે રાજ્ય-પાટ, સ્ત્રી, પુત્ર, કટુંબ બધું ત્યાગી આત્મા સાક્ષાત્કાર કરવા માટે વનમાં આવ્યા છો; તેમ છતાં તમો અહીંયાં પણ એવું જ ચિંતન, સ્મરણ કરો કે, મારી સ્ત્રી શું કરતી હશે? મારું રાજ્ય કોઈ શત્રુ જીતી લેશે તો? મારો ધનભંડાર કોઈ ચોર લૂંટી જશે તો? આવા આવા ઘણા વિચારો તમે કરતા રહો છો, તો તમે જ કહો કે તમે શું કર્યું? કંઈ જ નહીં.” હે રાજન! સાધુ અને સંન્યાસી તો અનંત વાર બન્યા છે પણ “મારું અને “હું અહં” અને “મમ” એ બન્નેનો ત્યાગ કોઈ વખત કર્યો નથી, અને મરણ વખતે પણ આ બધા શરીરાદિનો ત્યાગ થાય છે, તેથી કોઈ ત્યાગી કહેવતો નથી. ખરી રીતે આત્મ-તત્ત્વથી પર એવા અનાત્મ-તત્ત્વમાં જે મારાપણું છે તે જ ત્યાગવા યોગ્ય છે. ત્યાગનો પણ ત્યાગ કરવાનો છે. પ્રભુનો માર્ગ સર્વસ્વનો ત્યાગ માગે છે, ત્યાગનો ત્યાગ એટલે ત્યાગીપણાનું અભિમાન, અહત્વ ત્યાગવાનું છે. તેનો ત્યાગ થાય ત્યારે જ વસ્તુની પ્રાપ્તિ થાય છે. બાહ્ય પરિગ્રહ છોડવો સરળ છે. પણ અંતર પરિગ્રહ “અહ” અને “મમનો ત્યાગ જ્ઞાન વિના થઈ શકતો નથી. માટે બધા પદાર્થોમાંથી અહ-મમનો ત્યાગ કરો.” હે રાજન! બાહ્ય ત્યાગની સાથે આંતર ત્યાગ થાય ત્યારે જ તમે ત્યાગી થાઓ. વાસ્તવમાં તો તમે ત્યાગી જ છો પણ સંસારી જંજાળ સાથે પોતાની એકરૂપતા માનીને ઉપાધિમય બન્યા છો તેના ત્યાગ વિના કલ્યાણ નહીં થાય. રાણીનાં વચનો સાંભળી રાજાનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં અને ત્યારબાદ પરવસ્તુમાંથી “અહંકાર' “મમકાર' કાઢવાનો અભ્યાસ કરીને આત્મસાક્ષાત્કાર કર્યો. Page #78 -------------------------------------------------------------------------- ________________ [૨૧] ભદ્રબાહુ સ્વામી બે બ્રાહ્મણકુમાર જેઓ ભદ્રબાહુ અને વરાહમિહિર નામના તેઓ પ્રતિષ્ઠાનપુર નગરમાં રહેતા હતા. તે બન્નેએ શ્રી યશોભદ્રસૂરિજી પાસે બોધ પામી દીક્ષા લીધી હતી. મોટા ભાઈ ભદ્રબાહુ મુનિ જ્ઞાન, ધ્યાન-સંયમમાં ઘણો વિકાસ સાધી ચઉદપૂર્વ-શ્રુતકેવળી થયા, આચાર્ય પદવી પામ્યા અને તેમણે દસ વૈકાલિક, આવશ્યકસૂત્ર આદિ દશ ગ્રંથો પર નિર્યુક્તિ રચી. વરાહમિહિર અસ્થિર અને અભિમાની હોઈ ગુજીએ તેમને આચાર્ય પદવી ન આપી. તેથી તેમણે સંસારી મોટા ભાઈ ભદ્રબાહુ સ્વામીને આચાર્ય પદવી આપવા કહ્યું. ભદ્રબાહુ સ્વામીએ ગુરુ મહારાજની આજ્ઞા લાવવા કહ્યું. જે આજ્ઞા ન મળવાથી ક્રોધિત થઈ તે મુનિવેશ છોડી ગૃહસ્થ થઈ ગયા, અને નિર્વાહ માટે જ્યોતિષીનો ધંધો શરૂ કર્યો. પોતાની આપબડાઈ બહુ જ કરવા માંડી. કુંડલીય નવમાંશ અને લગ્ન કાઢવામાં હું નાનપણથી જ હોશિયાર છું. સતત જ્યોતિષના વિચારો મારા મગજમાં ઘોળાતા હોય છે. એક વાર હું જંગલમાં ગયો હતો ત્યાં એક મોટી શીલા ઉપર મેં સિંહલગ્ન કાર્યું (આંક્યું). તેને ભૂંસવું હું ભૂલી ગયો અને ઘેર આવ્યા બાદ યાદ આવવાથી રાત્રી હોવા છતાં હું એ ઘોર વનમાં ગયો. ત્યાં જઈને જોયું તો મારી આંકેલી લગ્ન કુંડલી ઉપર વનનો રાજા સિંહ બેઠેલો હતો. પણ મેં જરાય ગભરાયા વગર સિંહની નીચે હાથ નાંખી લગ્ન કુંડલી ભૂંસી નાખી. મારા આ સાહસથી સિંહલગ્નના સ્વામી સૂર્યદેવ પ્રસન્ન થઈ પ્રગટ થયા. તેમણે જે ઈષ્ટ હોય તે માંગવા કહ્યું. મેં તેમને જ્યોતિષ ચક્ર, ગ્રહચાર, નભોમંડલ, નક્ષત્રગતિ બતાવવા અને મર્મ સમજાવવા કહ્યું. તેમણે પોતાના વિમાનમાં બેસાડી સંપૂર્ણ આકાશ મંડળ અને ગ્રહ-નક્ષત્રાદિની ગતિ દેખાડી. તેથી ૧. ચઉદપૂર્વનું જ્ઞાન ૨. શબ્દના અક્ષરોનું વિભાજન કરી ગોઠવાતો અર્થ જેમ કે અરિ એટલે શત્રુને, હત્ત એટલે હણનાર તે અરિહંત Page #79 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા ૦ ૦૦ જ્યોતિષ સંબંધી ઊંડું જ્ઞાન મારી પાસે હોય તે સ્વાભાવિક જ છે. આવા આવા બણગાં તે ફંક્યા કરતો. આવી આવી વાતોથી તેને ઠીક ઠીક પ્રસિદ્ધિ મળી. ત્યાંના મહારાજા જિતશત્રુએ તેને રાજજ્યોતિષી અને પુરોહિતની રાજમાન્ય પદવી આપી. તે જેનોનો દ્વેષ કરવા લાગ્યો. કેટલીક વાર જૈનોની વિરુદ્ધ રાજાના કાન ભંભેરે. ધર્મની નિંદા પણ કરે - કરાવે. વરાહમિહિરના આવા જૈનો વિરોધી પ્રચારોનો સામનો કરવા ત્યાંના જૈનોએ શ્રી ભદ્રબાહુ સ્વામીજીને આગ્રહપૂર્વક ત્યાં પધરામણી કરાવી અને કદી ન થયો હોય એવા ઠાઠપૂર્વક તેમનો નગર પ્રવેશ કરાવ્યો. શ્રી ભદ્રબાહુ સ્વામીનાં વ્યાખ્યાનોનો ઘણો પ્રભાવ પડ્યો. ઠેર ઠેર તેમની પ્રજ્ઞા, પ્રવચન આદિની પ્રશંસા થવા લાગી. આ બધું જોઈ-સાંભળી વરાહમિહિરને અપાર ખેદ અને બળતરા થઈ. એવામાં રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો. વરાહમિહિરે તેની જન્મકુંડળી બનાવી. રાજકુમારનું પૂરું સો વર્ષનું આયુષ્ય અને અદ્ભુત પ્રભાવની આગાહી કરી. બીજા પંડિતોએ પણ શુભયોગો આદિની વાતો કરી. રાજા ઘણા પ્રસન્ન થયા. ગામના ગણ્ય-માન્ય પ્રતિષ્ઠિત માણસો રાજમહેલમાં કુમાર જન્મનો આનંદ પ્રગટ કરવા આવી ગયા. વરાહમિહિરે લાગ જોઈ રાજાને કહ્યું, “વધામણી માટે ગામના સર્વલોક આવી ગયા પણ જૈનોના આગેવાન ભદ્રબાહુ નથી આવ્યા. આવા ઈર્ષાળુને ગામથી દૂર કરવા જોઈએ.” આ સાંભળી રાજાએ મંત્રીને નહીં આવવાનું કારણ જાણવા શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે મોકલ્યો. તેને આચાર્યશ્રીએ કહ્યું, “મંત્રી! સાતમે દિવસે બીલાડીથી કુમારનું મૃત્યુ થવાનું છે, પછી તેના જન્મ માટે શું આનંદ કરીએ? પુત્રના મૃત્યુથી ઊપજેલા આઘાતમાંથી ઉગારવા અને ધર્મમય આશ્વાસન દેવા જરૂર આવશું. મંત્રીએ આ વાત રાજાને જણાવી. તેથી બધા ઊંડી ચિંતામાં પડી ગયા. સૌથી પહેલા રાજાએ ગામમાંથી બધી બિલાડીઓને તગડી મૂકી અને પાછી ક્યાંયથી ન આવે તેવો પ્રબંધ કર્યો અને બાળકને ભોંયરામાં રાખી દીધો. બરાબર સાતમા દિવસે ધાવતા બાળકના માથા ઉપર દરવાજો બંધ કરવાનો હુલાડો પડ્યો અને બાળકનું મૃત્યુ થયું. વરાહમિહિર સાવ ખોટો પડ્યો અને શ્રી ભદ્રબાહુ સ્વામીના જ્ઞાન બદલ લોકોને તથા રાજાને બહુ - - - - - - - - - - - - - - - Page #80 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૦૧ માન ઊપજયું. શોક સંપ્ત રાજાએ શ્રી ભદ્રબાહુ સ્વામીને આદરપૂર્વક તેડાવી પૂછ્યું: ‘તમે બાળકનું આયુષ્ય સાત દિવસનું શાથી જાણ્યું? બાળકના મૃત્યુનો સમય સાચો પડ્યો પણ બિલાડીથી મોત થવાની વાત ખોટી પડી. ગુરુમહારાજે તે આગળો મંગાવવા કહ્યું અને તે ઉપર બીલાડીનું ચિત્ર હતું તે રાજાજીને બતાવ્યું, અને મૃત્યુના ટાઈમ અંગે જણાવ્યું કે વરાહમિહિરે કુમારના જન્મ બાદ વાજાં વાગ્યાં તે પછીનું લગ્ન જોયેલ જ્યારે અમે વાજાં વાગ્યાં પૂર્વનું લગ્ન જોયેલ તેથી આ મોટો ફર્ક પડ્યો. એક વાર રાજસભામાં વરાહમિહિર તથા શ્રી ભદ્રબાહુ સ્વામીજી આદિ બેઠા હતા, ત્યારે રાજાએ કહ્યું : “કંઈ અજબ જેવી કોઈ ઘટના હોય તો જણાવો.” વરાહમિહિરને પોતાની પંડિતાઈ બતાવવાનો ભારે ચસકો. તેણે તરત કહ્યું - “આજે સંધ્યા સમયે અચાનક વરસાદ પડશે, તેમાં મેં કાઢેલા માંડલામાં એક અર્ધા પલના વજનનો મત્સ્ય પડશે” રાજાએ આચાર્ય દેવને પૂછ્યું : “શું આ સાચું કહે છે?” તેમણે કહ્યું – “વાત કંઈક અંશે સાચી છે પણ તે માછલું કુંડાળામાં નહીં પણ કુંડાળાની બહાર પૂર્વભાગમાં પડશે અને વજન અર્ધા પલ કરતાં થોડું ઓછું હશે. સાંજે વરસાદ પડ્યો અને ભદ્રબાહુ સ્વામીજીના કહેવા પ્રમાણે માછલું કુંડાળાની બહાર પડ્યું. વજન પણ અર્ધા પલ કરતાં ઓછું થયું. પરિણામે જૈન ધર્મનો જય જયકાર થયો. રાજા પણ જિનધર્મી થયો. સ્વમાન ખોઈ બેઠેલા વરાહમિહિરે સંન્યાસ લીધો. અજ્ઞાનકષ્ટ આચરી, મરી પ્રાંતે વ્યંતર થયો. તેને જૈને માત્ર ઉપર દ્વેષ હતો. સાધુઓ ઉપર તો તેનું કંઈ જોર ચાલ્યું નહીં. પણ શ્રાવકો ઉપર તેણે મરકીનો ઉપદ્રવ કર્યો. આ જાણી શ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉપદ્રવ ઉપસર્ગને ઉપશાંત કરવા “ઉવસગ્ગહરં સ્તોત્રની રચના કરી, તેના સ્મરણ-શ્રવણથી ઉપદ્રવ ઉપશાંત થયો. આ સ્તોત્રમાં આજે પણ એવી જ અચિંત્ય શક્તિ છે. આમ, શ્રતધર શ્રી ભદ્રબાહુ સ્વામી ઘણા જીવોને ધર્મ પમાડી અંતે સ્વર્ગે ગયા. ૧. પલ એટલે ચાર તોલા. ૨. અણ સમજપૂર્વકનું ધર્મ ૩. હલકી પ્રવૃત્તિવાળા દેવ Page #81 -------------------------------------------------------------------------- ________________ [૨૨] ગુણમંજરી પદમપુર નામના નગરમાં સિંહદાસ નામના એક શેઠ રહેતા હતા. તેમને કર્મુરતિલકા નામની સ્ત્રી હતી અને ગુણમંજરી નામની એકની એક પુત્રી હતી. શેઠને કરોડોની સંપત્તિ હતી, અને જૈન ધર્મના દૃઢ અનુરાગી હતા. દીકરી ગુણવંતી વિનયવંતી અને અને રૂપવંતી હતી. રૂપ, ગુણ અને સૌંદર્ય એ ત્રણે તેનામાં હતા પણ કર્મોદયથી તે મૂંગી અને રોગી હતી. શેઠે એના ઉપચાર કરવામાં કાંઈ બાકી ન રાખ્યું. તે મૂંગી હતી પણ સાંભળી સકતી હતી એટલે બધી સગવડતા તેની મા તરફથી મળી રહેતી હતી. પણ તે યુવાન થઈ ત્યાં સુધી કોઈ ધાર્મિક જ્ઞાન પામી નહીં. બધો જ વખત તેની દવા અને ઉપચારો કરવામાં જ વ્યતીત થતો હતો. આ પદમપુરનગરમાં એકદા વિજયસેન નામના મહાજ્ઞાની આચાર્ય ભગવંત પધાર્યા. તેમની વાણીમાં અદ્ભુત શક્તિ હતી. એમનું વ્યાખ્યાન સાંભળવા નગરજનો ઉમટી પડ્યા. સિંહદાસ શેઠ પણ પોતાના પરિવાર સહિત આવ્યા. આચાર્યશ્રીએ સમ્યક જ્ઞાનની ઉપાસના અંગે ઠીક ઠીક સમજાવ્યું. માનવીને રૂપસંપત્તિ, નીરોગી શરીર, ઈન્દ્રિયોની પરિપૂર્ણતા અને ધર્મ આરાધના કરવા માટે સાનુકૂળ સંયોગો વગેરે પૂર્વભવના પુણ્યથી મળે છે, સદ્ગદ્ધિ મળે તો શુભકર્મના ઉદયથી જીવ મોક્ષ માર્ગ તરફ આગેકૂચ કરે છે, અને અશુભ કર્મના ઉદયથી દુર્બુદ્ધિ જાગે તો જીવ દુઃખ ભોગવતા દુર્ગતિમાં પડી ભવસાગરમાં ડૂબી જાય છે, માટે જીવે કર્મબંધ કરતી વેળા જાગ્રત રહેવું જોઈએ. - સિંહદાસ શેઠે આ વ્યાખ્યાન સાંભળ્યું. તેમનું હૃદય ભીંજાઈ ગયું. તેમને લાગ્યું કે ગુરુજ્ઞાની છે તો તેમને ગુણમંજરી માટે પૂછું, એમ વિચારી ઊભા થઈને વંદન કરી પૂછ્યું - ગુરુદેવ! આ મારી પુત્રી ક્યા કર્મના ઉદયથી આવી મૂંગી અને રોગીષ્ટ છે, એ આપ કૃપા કરીને કહો. આચાર્ય મહારાજ અવધિજ્ઞાની હતા એટલે શેઠની વાત સાંભળીને કહે છે, શ્રાવકજી સાંભળો. “સુખ અને દુઃખ જીવને કર્મના ઉદયથી ભોગવવી પડે છે. કેટલાંક કર્મો એવાં - Page #82 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦૩ હોય છે કે તે ભોગવ્યે જ છૂટકો થાય છે. તે શ્રેષ્ઠી! તમારી પુત્રી પૂર્વ ભવમાં કરેલાં અશુભકર્મોનો વિપાક ભોગવી રહી છે. ગતભવમાં ગુણમંજરી ખેટકપુર નામના નગરમાં જિનદાસ નામે એક શ્રીમંત શ્રેષ્ઠીની પત્ની હતી. સુંદરી એનું નામ હતું. સંસારસુખ ભોગવતાં એને પાંચ પુત્રો અને ચાર પુત્રીઓ થઈ. આવા બહોળા પરિવારથી એનો સંસાર ભર્યોભાદરો લાગતો હતો. પાસે ઘણું ધન હતું એટલે છોકરાઓને બહુ મોઢે ચડાવ્યા હતા. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તેમને ભણવા માટે નિશાળે મૂકતા ગયા. શિક્ષકો ખૂબ ધ્યાન દઈ ભણાવતા પણ મોઢે ચડાવેલા છોકરાઓ ધ્યાનથી ભણતા નહીં અને ખૂબ તોફાનો કરતા હતા. શિક્ષકો એમને શાંત થવા ખૂબ જ સમજાવતાં પણ પથ્થર ઉપર પાણી જેમ અસર ન કરે તેમ આ તોફાનીઓ ઉપર કોઈ શિખામણની અસર થતી નહિ. એક દિવસ શેઠના છોકરાઓએ ભેગા થઈ નિશાળમાં મોટું તોફાન કર્યું આથી એક શિક્ષકે સોટીથી આ છોકરાઓને માર્યા. આ સોટી વાગવાથી છોકરાઓને તેના સોળ પડ્યા. ઘરે આવી તેમને મા પાસે રોતાં રોતાં ફરિયાદ કરી. શિક્ષકે આજે અમોને સોટીએ સોટીએ ખૂબ માર્યા છે. જુઓ આ સોળ. આ સાંભળી સુંદરી શેઠાણીનો ક્રોધ ભભૂકી ઊઠ્યો અને કહ્યું કાલથી ભણવા જ નથી મોકલવા, ભણ્યા વગરના પણ ઘણા માણસો અઢળક ધન કમાઈ શકે છે. ભણવાની આપણને કોઈ જરૂર નથી. અઢળક ધન આપણી પાસે છે. માટે નહિ ભણો તો પણ કંઈ વાંધો નથી. આવી સમજણથી બધા છોકરાની ભણવાની બધી ચોપડીઓ ચૂલામાં નાખીને બાળી નાખી. આ જ્ઞાનની કરેલ ભયંકર આશાતના તારી પુત્રી આ ભવે ભોગવી રહી છે.” વ્યાવહારિક ભણતર એ કોઈ ધાર્મિક કૃત્ય નથી પણ લૌકિક કૃત્ય છે. વ્યાવહારિક ભણતરને ઉત્તેજન આપવું એ કોઈ ધાર્મિક કૃત્ય નથી. પણ પુસ્તક વગેરે બાળી નાખવાં એ જ્ઞાનની આશાતના છે. જે અધમ કૃત્ય છે, તેનાથી અશુભ કર્મનો બંધ થાય છે. તે સુંદરીને તેના પતિએ છોકરાને ભણવા મોકલવા ઘણું સમજાવી પણ તે કોઈ રીતે સમજી નહીં. છોકરાઓને ભણાવવા ન ભણાવવા બાબત વારંવાર બન્ને વચ્ચે બોલાચાલી થતી જ રહી. બન્ને એકબીજાનો વાંક કાઢતાં રહ્યાં. સુંદરીએ કહ્યું, છોકરાઓ ઉપર તમે કોઈ ધ્યાન ન આપ્યું. વેપારમાં ૧. પૂર્વે બાંધેલા કર્મોના ફળો. Page #83 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા ૦ ૦૪ ધ્યાન આપતા'તા એવું ધ્યાન છોકરાઓ ઉપર કેમ ન આપ્યું? શેઠ કહે, તેં ભણતા છોકરાઓને ઉઠાડી મૂક્યા, વાંક તારો જ છે. તું ખરેખર પાપીણી છે. શેઠાણી પણ ક્રોધમાં આવી ગમેતેમ શેઠને કડવા શબ્દો કહેવા માંડી. જે શેઠ સહન ન કરી શક્યા અને ક્રોધમાં આવી એક પથ્થર ઉપાડી શેઠાણીના માથા ઉપર ઘા કર્યો; જે વાગવાથી શેઠાણી મરી ગઈ. એ જ જીવ આ તમારી દીકરી ગુણમંજરી છે. ગુણમંજરી પણ આ સાંભળતી હતી. તે મૂંગી હતી પણ કાને બરાબર સાંભળતી હતી. તેણે આ વાતચીત બરાબર સાંભળી. શેઠે આચાર્યશ્રીની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને જણાવ્યું કે એને કરેલા પરભવનાં કર્મો અને જ્ઞાનની આશાતનાનો લાગેલ દોષ અત્યારે ભોગવી રહી છે. પણ હવે આ દુઃખમાંથી ઉગારવાનો કોઈ રસ્તો હોય તે બતાવો તો તેની જિંદગી કંઈક સુધરે. જ્ઞાની ગુરુએ રસ્તો બતાવતાં કહ્યું કે જ્ઞાનની વિરાધના કરેલ છે તે માટે સમ્યકજ્ઞાનની (લૌકિક જ્ઞાનની નહીં) આરાધના કરવી એ પહેલું પગથિયું છે. જ્ઞાનની આરાધના કરવાથી જ્ઞાનાવરણીય કર્મનાં પડળ ભેદી જાય છે. માટે જ્ઞાનનું બહુમાન અને જ્ઞાનની ભક્તિ કરવી જોઈએ. કારતક સુદ-૫ એ જ્ઞાન પંચમીનો દિવસ છે. ત્યારથી શરૂ કરી દર સુદ પાંચમે ઉપવાસ કરવો. તે દિવસે મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક “નમો નાણસ્સ'ની ૨૦ માળા ગણવી, જ્ઞાનના ૫૧ ભેદ છે માટે પ૧ ખમાસણા અને પ૧ લોગસ્સનો કાઉસ્સગ કરવો. સવાર સાંજ પ્રતિક્રમણ કરવું, બને તેટલું સમ્યક જ્ઞાન મેળવવા ધર્મનું ભણવું, અને શક્તિ મુજબ સમ્યક્ જ્ઞાન ખાતે ધન વાપરવું. સાડા પાંચ વર્ષ સુધી આ તપ કરવું. આ બધું સાંભળતાં ગુણમંજરીને પોતે ગયા ભવમાં કરેલ કર્મો માટે સખત પશ્ચાત્તાપ થયો, અને ગુરુએ બતાવેલા માર્ગે ચાલવાનો મનથી નિશ્ચય કર્યો. તેની આંખમાં આંસુ આવી ગયાં. મારા જ્ઞાનાવરણીય કર્મ ખપાવવા હું આ જરૂર કરીશ. આ પશ્ચાત્તાપનું ફળ તેને તરત જ ફળ્યું. મૂંગાપણું ટળી ગયું અને વાચા ખૂલી ગઈ અને ગુરુદેવને નમન કરી કહ્યું, તમે મને મારો પરભવ ન સમજાવ્યો હોત તો હું સંસાર સાગરમાં ડૂબી જ જાત. હવે આપના કહ્યા પ્રમાણે સમ્યક જ્ઞાનની આરાધના તથા તપ જરૂર કરીશ. ગુણમંજરીએ ત્યારથી આરાધના ૧. નમો નાણસ્સ = જ્ઞાનને નમસ્કાર Page #84 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા : ૫ શરૂ કરી. એના પિતાએ પણ એ નિમિત્તે જ્ઞાનખાતામાં પોતાના ધનનો સદુપયોગ કરવા માંડ્યો. થોડા સમયમાં ગુણમંજરીનો રોગ મટી ગયો. તે પહેલેથી જ ગુણવાન અને સૌંદર્યવાન હતી. હવે તો તેનો રોગ અને મૂંગાપણું પણ ચાલી ગયાં એટલે સામેથી સારા ઘરના છોકરા સાથે વેવિશાળ માટે માગણી થવા લાગી. માતાપિતા પણ એનાં લગ્નની તૈયારીઓ કરવા લાગ્યાં. પણ ગુણમંજરીએ સાફ શબ્દોમાં કહી દીધું કે મેં મારા પૂર્વભવની કરણી ગુરુના મુખેથી સાંભળી છે ત્યારથી મને તો આ સંસાર ઉપર વૈરાગ્ય ઊપજ્યો છે. મારે સંસારમાં પડવું નથી. સંયમ જ આત્માને માટે હિતકારી છે. સારા દિવસે ગુણમંજરીએ સંયમ અંગીકાર કર્યો. સંયમ લઈને જ્ઞાન ભણવામાં ખૂબ જ પુરુષાર્થ કર્યો. જ્ઞાન ઉપાર્જન તથા તપ દ્વારા ચારિત્રનું પાલન કરવા લાગી. ગુણમંજરી જ્ઞાનસહિત ક્રિયા કરવા લાગી. તે સમજી કે જ્ઞાન અને ક્રિયા બન્નેની આવશ્યકતા સંસાર સમુદ્ર તરવા માટે જરૂરી છે. એકલું જ્ઞાન હોય તે પૂરતું નથી. પણ તે સાથે ક્રિયા તો કરવી જ પડે. નદી કે સમુદ્રને તરવા માટે જેમ બન્ને હાથની જરૂર હોય છે તેમ મોક્ષમાર્ગનો મેળ કરવા માટે જ્ઞાન અને ક્રિયા બન્ને જરૂરી છે. જ્ઞાન એ આત્મામાં રહેલ કર્મ કચરો બતાવે છે જ્યારે ક્રિયા કચરાને સાફ કરે છે. જ્ઞાન અને ક્રિયા બન્નેનું કામ અલગ અલગ છે જેમ દીપકનો પ્રકાશ કચરો ક્યાં છે તે બતાવે છે પણ કચરાને વાળીને ફેંકી દેવાની ક્રિયા તો પોતે કરવી જ પડે છે. માર્ગનો જાણનાર જ્યાં સુધી ચાલવાની ક્રિયા નહીં કરે ત્યાં સુધી મનગમતાસ્થાને પહોંચી શકતો નથી. સમ્યક જ્ઞાનની આરાધના કરતાં અને બીજાઓને આરાધના કરવામાં પણ નિમિત્તરૂપ બની અને આયુષ્ય પૂર્ણ થતાં ગુણમંજરી કાળ કરીને દેવલોકમાં ગઈ. ત્યાંથી દેવનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં જન્મ લઈ સંયમ લઈ ઉગ્ર તપશ્ચર્યા કરતાં ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગઈ. જ્ઞાન એ આત્માનું પરમ રસાયણ છે, તે અંધકાર ભરેલા જીવનમાં માર્ગદર્શક છે. માટે બને એટલી મહેનત સમ્યક જ્ઞાન મેળવવા કરો. જે ધર્મનું ભણતા હોય તેમને સહાય કરો. જ્ઞાનપંચમીનો તપ કરી આરાધના દ્વારા સંસારસમુદ્ર તરવા પુરુષાર્થ કરો. Page #85 -------------------------------------------------------------------------- ________________ [૨૩] ગમ (આ કથા આભીરીવંચક વણિકના નામે પણ જાણીતી છે) નૈગમે એક નારી ધૂતી, પણ ઘેબર ભૂખ ન ભાંગી. જમી જમાઈ પાછો વળિયો, જ્ઞાન દશા તવ જાગી. પંડિત વીર વિજય કૃત અંતરાયકર્મ નિવારણ પૂજામાં ઉપર પ્રમાણેની એક કડી છે. વાત જરા વિસ્તારથી માંડીને કરીએ તો સમજાશે. નૈગમ એટલે એક વાણિયો.. નાનકડા ગામમાં કરીયાણાની દુકાન ચલાવે. દરરોજ વહેલી દુકાન ખોલે, માંડ માંડ ગુજરાન ચલાવે. એક દિવસની વાત છે. ગામમાં એક ડોશી રહે. કાને બરાબર સંભળાય નહીં. આંખે પૂરું દેખાય નહીં. મરણની રાહ જોઈ રહી હતી. ખપ પૂરતું અનાજ વગેરે લઈ આવી માંડ ગુજરાન ચલાવે. એક દિવસ એના ઘરે એની નાની બહેન બે ભાણેજોને લઈને અચાનક આવી ચડી. બહેન અને ભાણેજો આવ્યાં તેથી રાજી રાજી થઈ ગઈ. હવે તેમને બરાબર રાખવા જ પડે. ઘરમાં ઘી-ગોળ વગેરે આ બધાને જમાડાય એટલા તો છે નહિ. એટલે થોડા ભેગા કરેલા પૈસા એક નાની થેલીમાં નાખી ઊપડી બજારમાં અને આ નૈગમ ગાંધીને ત્યાં આવી, અને ઘી, ગોળ, મરી, મસાલા વગેરે જે જોઈતું હતું તે બધું વિચારી વિચારી લખાવ્યું. નિગમને લાગ્યું, “આ સારો લાગે છે. બધો માલ તોલી તોલીને કાઢી આપ્યો. ડોશી બરાબર દેખતા નથી એટલે તોલમાં ઓછું જ જોખ્યું. હિસાબ કરતાં પૈસા પણ વધારે લઈ લીધા. ડોશીએ કરગરીને કહ્યું, “ભાઈ મને હિસાબ તો સમજાવ. નૈગમ કહે, ડોશીમાં બરાબર છે. તમને હિસાબમાં ન સમજ પડે. ડોશી માલસામાન લઈ ત્યાંથી વિદાય તો થઈ પણ તેનું દીલ ઘણું દુભાયું. નિરાશ થઈ ઘેર જઈ બહેન, ભણેજોને રસોઈ કરી નિરાંતે જમાડ્યાં. અહીં દુકાનમાં નૈગમને આજે સારો હાથ પડી ગયો છે. ન ધારેલી રોકડ Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા - 60 રકમ હાથમાં આવી ગઈ છે. એટલે તે વિચારે ચડ્યો. અડધી જિંદગી પૂરી થઈ ગઈ પણ કોઈ દિવસ ઘેબર ખાવા મળ્યો નથી. ઘણા વખતની ઘેબર ખાવાની ઇચ્છા આજે પૂરી થાય છે એમ વિચારી તેણે પોતાના ઘરે એક માણસને મોકલ્યો અને પોતાની સ્ત્રીને કહેવડાવ્યું કે આજે રસોઈમાં ઘેબર બનાવજે. ઘરે એની સ્ત્રીએ ઘેબર બનાવ્યો. બે જણ ખાઈ શકે એટલો બનાવ્યો. બરાબર એ જ દિવસે અચાનક જ તેમનો જમાઈ તેના નાના ભાઈને લઈને એ ગામમાં કોઈ કામ માટે આવેલા તે આ નૈગમના ઘરે આવ્યા. નૈગમની પત્ની ઘણી જ રાજી થઈ. સાસુ ઘણા વખતે જમાઈને જુએ તો સાધારણ રીતે તે હરખાય એમ નૈગમની પત્ની હરખાઈ અને ભાવપૂર્વક બન્નેને જમવા બેસાડયા અને બનાવેલ ઘેબર બન્નેને ખવડાવી દીધો. નિરાંતે જમી જમાઈ તો પોતાના ગામે જવા ઘરેથી વિદાય થઈ ગયા. હવે જમવા રસોઈ તો કરવી જ રહી એટલે નૈગમની પત્ની લોટ કાઢી રોટલા ઘડવા બેઠી. તે રોટલા ઘડતી હતી ત્યારે નગમ ઘરે આવી પહોંચ્યો. મનમાં તો હરખ છે, આજે તો ઘેબર, બસ ઘેબર ખાશું. માંડ માંડ અવસર મળ્યો છે. પણ ઘરે પહોંચતા પત્નીને રોટલા ઘડતી જોઈ ખીજાઈને બોલ્યો - કેમ આજે ઘેબર કરવાનું તને કહેવડાવ્યું હતું ને રોટલા કેમ કરે છે? પત્ની જવાબ આપે છે. ઘેબર તો બનાવ્યો હતો બે જણ માટે પણ આજે જમાઈ આપણા ઘરે તેમના નાના ભાઈ સાથે આવેલા. તેમને જમાડતાં બધો ઘેબર ખલાસ થઈ ગયો. એટલે જમવા માટે રોટલા ઘડું છું. અરેરે! નૈગમના મોંએથી હાય હાયના ઉદ્દગાર સરી પડ્યા. ઘેબર ખલાસ! થોડીવાર અફસોસ કરતાં કરતાં તે વિચારવા લાગ્યો. કર્મમાં ન હોય તો ક્યાંથી મળે? કિસ્મતમાં રોટલા જ લખ્યા હોય તો ઘેબર ક્યાંથી મળે? મેં આંબલી વાવી અને આંબાની આશા રાખી તે કેમ ફળે? એક ડોસીને ધૂતી લીધી. એ કર્મ બાંધ્યાં. એ હરામના પૈસાથી ઘેબર ખાવાની આશા રાખી. અરે જીવ! આ તેં શું કર્યું? કેવું કર્મ બાંધ્યું. હવે આ કર્મ ભોગવ્યા વિના છૂટકો જ નથી. એમ ખરા દિલથી પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યો. કોઈ સદ્ગુરુ પાસે સંયમ અંગીકાર કરીને સમાધિમાં મરીને સદ્ગતિમાં પહોંચી ગયો. Page #87 -------------------------------------------------------------------------- ________________ [૨૪] વિમળ શાહ શ્રી વિમળ શાહનો જન્મ વિક્રમ સંવત ૧૦૪૦માં માતા વીરમતીની કુક્ષીથી થયો હતો. તેમના પિતાનું નામ વીર હતું. પુત્રનાં લક્ષણ પારણામાંથી એ કહેવત તેમને શબ્દશઃ લાગુ પડતી હતી. સુંદર મુખાકૃતિ અને ઉજ્જવળ વાન, હસતો ચહેરો, માતા પિતાનો આનંદ તો સમાતો ન હતો. વિદ્યાભ્યાસ તથા કલા-કૌશળમાં પારંગત થઈ ગયા. તીક્ષ્ણ બુદ્ધિ હોવાથી પિતાજીએ બધો કારભાર વિમળ શાહને સોંપી દીક્ષા અંગીકાર કરી આત્મ કલ્યાણના પંથે પ્રયાણ કર્યું. વિમળ શાહ બાળપણથી જ બહુ પરાક્રમી હતા. તેમનાં બુદ્ધિ કૌશલ્ય અને તેજને લીધે સાથી કાર્યકર્તાઓ બહુ ફીકા લાગ્યા કરતા હતા. આવા પરાક્રમી હોવાથી સાધારણ રીતે કેટલાક વિજ્ઞસંતોષીઓ તેમનાથી દ્વેષ રાખતા હતા. તેમની સામે ષડયંત્ર રચાતાં હતાં. એવી પરિસ્થિતિ સહન ન થતાં તેમનાં માતાજી વિમળ શાહને લઈ પિયર ચાલ્યાં ગયાં. વિમળ શાહ અહીં સાદગીથી જીવન વીતાવતા હતા. એક દિવસ ઘોડી લઈ વિમળશા જંગલમાં ગયા હતા. ઘોડીને ચરાવતા હતા અને એક ઝાડ નીચે ધનુષબાણથી રમત રમતા હતા. ત્યાં એકાએક એક નવયૌવના એમની સામે આવી ઊભી રહી. વિમળ શાહને ચલાયમાન કરવા ઘણા ચેનચાળા કર્યા પણ સદાચારી વિમળ શાહની સામે તેને કોઈ સફળતા ન મળી. વિમળ શાહ જરાયે ચલાયમાન ન થયા. આ નવયૌવના અન્ય કોઈ નહીં પણ આરાસણ ડુંગરની અધિષ્ઠાત્રી દેવી અંબાજી હતી. વિમળ શાહની પરીક્ષા લેવા અત્રે આવી હતી. આવી યુવાવસ્થામાં વિમળ શાહની આવી દઢતા જોઈને તેમને વરદાન આપીને અદૃશ્ય થઈ ગઈ. ગામની ખુલ્લી હવા, સાત્ત્વિક ભોજન, નિશ્ચિંત જીવન, અને નિયમિત ખેલકૂદ વગેરેને કારણોથી વિમળ શાહ શરીરે બહુ બળવાન બની ગયા હતા અને તીર કામઠાની રમતમાં બહુજ પાવરધા હતા. ધાર્યા નિશાન લઈ શકતા હતા, તેમાં કુળદેવીનું વરદાન મળી ગયું. બહુ જ આનંદમાં જીવન વ્યતીત થઈ રહ્યું હતું. ભાગ્યે જ્યારે પ્રબળ હોય છે ત્યારે લક્ષ્મી સામે ચાલીને આવે છે. એક દિવસ Page #88 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૦૯ ઢોરોને ચરાવવા જંગલમાં ગયા હતા અને તીર અહીં તેંહી લક્ષ વગર ફેંકી રહ્યા હતા ત્યારે અચાનક એક તીર ઇંટ માટીનો એક ઢગલો હતો તેના ઉપર પડ્યું અને મધુર રણકાર સંભળાયો. દોડીને વિમળ શાહે થોડી માટી વગેરે ખસેડી જોયું તો સ્વર્ણમહોરોથી ભરેલો ઘડો જોયો. સાચવીને ઘડો બહાર કાઢ્યો અને ઘરે લઈ જઈ પોતાનાં માતાજીને સોંપ્યો. આટલી મોટી ધનરાશિ ખાસ ઉદ્યમ વગર મળી જવાથી ઘરે બધા હર્ષથી ઝૂમી ઊઠ્યા. આસ્તે આસ્તે વિમળ શાહનાં પરાક્રમોની વાતો બધે પ્રસરતી જતી હતી. આ પ્રશંસા પાટણના નગરશેઠના કાન સુધી પહોંચી અને તેમને પોતાની દીકરી શ્રીદેવીનાં લગ્ન વિમળ શાહ સાથે કરવા વિચાર્યું. શ્રીદેવીનાં વેવિશાળ કરવા પાટણના નગર શેઠ વિમળ શાહના મોસાળ આવ્યા અને વિધિસર ચાંલ્લા કરી વેવિશાળ કર્યું, અને થોડા દિવસ બાદ શ્રીદેવીનાં લગ્ન ધામધૂમથી વિમળ શાહ સાથે થયાં. થોડા દિવસ બાદ વિમળ શાહ તેમના નાના ભાઈનેઢ, વીરમતી તથા શ્રીદેવી સાથે પાછા પાટણ આવી વસ્યા. વિમળ શાહ વિચારતા હતા કે મારા વડીલોએ અહીં મંત્રી તરીકે કામગીરી કરી છે. અત્યારે અહીં અમને કોઈ ઓળખતું નથી એટલે કંઈક પરાક્રમ કરી મંત્રીપદ મેળવવું જોઈએ, અને એ માટે એક દિવસ મોકો મળી ગયો. વીરોત્સવનો દિવસ હતો. એક મેદાનમાં અસ્ત્ર શસ્ત્રના અવનવા ખેલો ખેલાઈ રહ્યા હતા. વિમળ શાહ ત્યાં પહોંચી ગયા. નિશાનબાજી ચાલતી હતી. એક પછી એક જણ બાણથી નિશાન સાધતા હતા. પણ બરાબર નિશાન કોઈનું લાગતું ન હતું. આ જોઈ વિમળ શાહ બોલી ઊઠ્યા, વાહ ! જોયું તમારું પાણી, જોઈ તમારી શૂરવીરતા. ખુદ રાજા ભીમદેવ પણ નિશાન તાકવા ઊભા રહ્યા. તેમનું નિશાન પણ બરાબર ન લાગ્યું. આ જોઈ વિમળ શાહ હસવું ન રોકી શક્યા. એટલે ભીમદેવે કહ્યું, કેમ હસે છે? આવી જા ને, તુંએ લગાવ નિશાન. આવી જ તકની રાહ વિમળ શાહ જોઈ રહ્યા હતા. તેમને બધાના દેખતા નિશાન બરાબર સાધ્યું. ભીમદેવ અને બધા આ જોઈ આશ્ચર્ય પામ્યા. ભીમદેવે વિમળ શાહને કહ્યું, હજુ સારી નિશાનબાજી તું બતાવે તો મોટું ઇનામ આપીશ. બતાવ તારી કળા. Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૮૦ વિમળ શાહે એક છોકરીને સામે ઊભી રાખીને રાજાને કહ્યું, “આ છોકરીએ કાનમાં કડી પહેરી છે. જુઓ તેનું નિશાન લઉ છું. તેના કાનને કોઈ ઇજા ન થાય તેવી રીતે તે વીધું છું જુઓ, અને બધાના આશ્ચર્ય વચ્ચે તે કાનની કડી દૂરથી બાણ મારી વીંધી બતાવી. આવા આશ્ચર્યજનક બીજા બે-ત્રણ પ્રયોગો બતાવી રાજાની શાબાશી મેળવી. રાજા ભીમદેવે આ પરાક્રમો જોઈ વિમળ શાહને પ00 ઉચ્ચ કોટીના ઘોડેસવારો સાથે રક્ષામંત્રીનું પદ સોપ્યું. તથા તેમના નાના ભાઈ મેઢને સલાહકારના પદ ઉપર નિયુક્ત કર્યા. થોડા જ દિવસમાં બન્ને ભાઈરાજાના આદરપાત્ર બની ગયા. રાજ્યકારભાર સાથે વિમળ શાહની ધર્મભાવના પણ વધતી ચાલી. તેમના મકાનમાં જૈન મંદિર બનાવ્યું અને કોઈને પણ નમતાં પહેલાં પરમાત્માને પહેલા નમસ્કાર થવા જોઈએ એ માટે પોતાની વીંટી ઉપર ભગવાનની મૂર્તિ કોતરી રાખી હતી. જેથી કોઈને પણ નમસ્કાર કરવા નમે તો આંગળી ઉપરની પ્રતિમાને પહેલા નમન થાય. ધીરે ધીરે વિમળ શાહની કીર્તિ વધતી ગઈ. આથી કેટલાક ઈર્ષાળુથી આ જોયું નહોતું જતું. તેથી તેમણે રાજા ભીમદેવના કાન ભંભેરવા માંડ્યા. “વિમળ શાહ બહુ અભિમાની છે. એ કોઈને નમસ્કાર નથી કરતા. ફક્ત તેમની આંગળી ઉપર રાખેલી વીંટી ઉપર કોતરેલ મૂર્તિને જ નમે છે. એણે હાથી-ઘોડા તથા અસ્ત્રશસ્ત્રો ભેગા કર્યા છે અને એક દિવસ રાજા ભીમદેવ પાસેથી રાજ્ય પડાવી લેશે.” વગેરે વગેરે. ભીમદેવને પણ આમાં સત્ય દેખાયું એટલે રાજ્યસભામાં વિમળ શાહને કહ્યું, “મંત્રી! તમારું ઘર તો કોક દિવસ બતાવો? મંત્રીશ્વરનું હૃદય તો નિર્મળ હતું. તેમને ચોખ્ખા દિલથી જણાવ્યું. પધારો મહારાજ!!મારા અહો ભાગ્ય. આપ જેવાની ચરણરજ મારા આંગણે ક્યાંથી? રાજા ભીમદેવ બીજે દિવસે વિમળ શાહના ઘરે પધાર્યા. રાજા વિમળ શાહનો મહેલ જોઈ આશ્ચર્ય પામી ગયા. મહેલ જોયા બાદ રાજા જમવા બેઠા. સોનાના થાળમાં રાજાજીને ભીમદેવે જમાડ્યા. વિમળ શાહનું આ ઐશ્વર્ય જોઈ ભીમદેવને મનમાં થયું, આને મારું રાજ્ય પડાવી લેવું એ તો ડાબા હાથના કામ જેવું છે. જો રાજ્ય બચાવવું હોય તો વિમળ શાહને મારી નંખાવવો જોઈએ એવું મનથી નક્કી કર્યું. હવે શી રીતે વિમળ શાહને ખતમ કરવો તે અંગે રાજા વિચારવા લાગ્યા. Page #90 -------------------------------------------------------------------------- ________________ હતા. REી વિમળ શાહ અને વિમળ શાહે કહ્યું : “માતાજી વરદાન માગીએ છીએ, અમને વાંઝીયા રાખજો.” Page #91 -------------------------------------------------------------------------- ________________ Page #92 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા ૦ ૮૧ કેટલાક મળતિયાઓએ સલાહ આપી કે સિંહને પીંજરામાં રાખી જ્યારે વિમળ શાહ રાજ્યસભામાં આવે ત્યારે આ પીંજરું ખોલી નાખવું. વિમળ શાહ એની સાથે બાખડશે ત્યારે સિંહ વિમળ શાહને ફાડી ખાશે ને રાજાની ઇચ્છા પૂરી થશે. આ રચેલ યોજના પ્રમાણે રાજ્યદરબારના દરવાજે સિંહનું પાંજરું રાખ્યું અને વિમળ શાહ જ્યારે આવ્યા ત્યારે પાંજરું ખોલી નાખ્યું. સિંહ બહાર આવ્યો. સામે વિમળ શાહ ઊભા હતા. વિમળ શાહે સિંહ સામે આંખનું ત્રાટક કર્યું. સિંહ બકરી જેવો બની ગયો. વિમળ શાહે સિંહનો કાન પકડી પાંજરે પૂરી દિધો. ભીમદેવની ઇચ્છા પૂરી ન થઈ. હવે વળી કોઈ બીજો રસ્તો શોધવા માંડ્યો. કેટલાક દ્રષીઓએ એક રસ્તો બતાવ્યો કે અમુક પહેલવાનો બોલાવી તેમની સામે કુસ્તી કરવા વિમળ શાહને કહેવું. આ નામી પહેલવાનો સામે વિમળ શાહ ટકી નહીં શકે. રાજાને વાત ગમી ને પહેલવાનો ખાનગીમાં બોલાવી દીધા, અને ભીમદેવે આ પહેલવાનોનું ગુમાન ઉતારવા વિમળ શાહ સામું જોયું. વિમળ શાહ તૈયાર જ હતા. કુસ્તી જામી, અને થોડા દાવ-પેચ ખેલ્યા બાદ વિમળશાહે પહેલવાનને ભોંય ભેગો કરી હરાવ્યો. વિમળ શાહનો જય જયના પોકારો ઊડ્યા. પણ ભીમદેવ તો અંદરથી સળગી ઊઠ્યો. આ તે કેવો માણસ છે! કોઈ રીતે તેને ખલાસ કરી શકાતો નથી. ભીમદેવ હતાશ થઈ ગયો. કેટલાક અફસરોએ છેલ્લે એક રસ્તો બતાવ્યો કે વિમળ શાહ પાસે રાજ્યનું મોટું લેણું નીકળે છે. લાહીર મંત્રીના વખતનું. તે રકમ ખાસી છપ્પન કરોડ જેવી છે તે માગવી. આ રકમ વિમળ શાહ નહીં આપી શકે. એટલે તેમને રાજ્યમાંથી દૂર કરવા. રાજાએ આ અખતરો અજમાવ્યો અને વિમળ શાહ સમજી ગયા કે ચોક્કસ રાજાના કાન કોકે ભંભેર્યા છે અને મને મારી નાખવાના કે અહીંથી હઠાવવાના આ બધાં કારસ્તાનો થઈ રહ્યાં છે. આવી સમજ આવી જવાથી વિમળ શાહ તેમનાં પત્ની સાથે માલવણ આવી ગયા. વિમળ શાહ માલવણ આવતાં તેમની સાથે ૫૦૦૦ ઘોડેસવારો તથા ૧૬૦૦ ઊંટ ઉપર લાદેલ સૌનૈયા, હાથી, રથ વગેરે સાથે લાવ્યા. અહીં આવ્યા બાદ ચંદ્રાવતીનો રાજા ધંધુખલાડી વિમળ શાહ સાથે બાથ ભીડવા આવ્યો પણ અહીંની રણભેરી સાંભળીને મૂછિત થઈ ગયો. લડ્યા વગર જ વિમળ શાહે ચંદ્રાવતી ઉપર અધિકાર જમાવી દીધો અને રાજા ભીમદેવનો ઝંડો લહેરાવ્યો અને ભીમદેવનું શાસન ઘોષિત કર્યું, અને તેમના દંડનાયકનું Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૮૨ પદ ધારણ કર્યું. વિમળ શાહ એક પછી એક રાજ જીતતા ગયા. બંગાળમાં રોમ નામના નગરનો બાદશાહ હિન્દુઓને બહુ સતાવતો હતો. આ ખબર મળતાં વિમળ શાહે તેના ઉપર ચઢાઈ કરી જીતી લીધો અને બધે જૈન ધર્મનો ડંકો વગડાવ્યો. સાતે વ્યસનોનો એટલે માંસ, મદિરા, ચોરી, શિકાર, વેશ્યાગમન, પરસ્ત્રી ગમન, અને જુગારના બધે સખ્ત કાયદા કરાવીને ત્યાગ કરાવ્યો. સૂક્ષ્મ જીવની પણ હિંસા ન થાય તેનું સતત ધ્યાન રખાતું હતું. શેત્રુંજય તથા ગિરનારની ત્રાઓ વારંવાર કરતા અને મોટો કરી પાળતો સંઘ કાઢી સંઘપતિ થવાનો લહાવો પણ લીધો. આ બધું જાણ્યા પછી રાજા ભીમદેવ પસ્તાયો. એને ખાતરી થઈ કે વિમળ શાહ સાચા સ્વામીભક્ત હતા. ખોટી રીતે તેમને પજવી તેમની માન હાનિ કરી હતી. હવે પસ્તાવારૂપે ભીમદેવે છત્ર-ચામરની ભેટ મંત્રીશ્વરને મોકલી કહેવડાવ્યું કે હું હાથ જોડીને તમને જણાવું છું કે તમારી સાથે મારે કોઈ વેરભાવ નથી અને હવેથી ચંદ્રાવતીનું રાજ્ય તમને સોપું છું. હવેથી તમે જ ચંદ્રાવતીના રાજા છો. થોડા વખતમાં જૈનાચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી ત્યાં પધાર્યા અને આબુ ઉપર સુંદર દહેરાસર જો બને તો એક ભવ્ય તીર્થ થાય એ માટે સદુપદેશ આપ્યો. આ વાત વિમળ શાહને જચી ગઈ અને ગુરુજીના ઉપદેશને શિરોધાર્ય કર્યો, અને ચતુર્વિધ સંઘ સાથે આરાસણ જઈને અન્ન-જળનો ત્યાગ કરી અંબાજી દેવીની આરાધનામાં લીન બની ગયા. ત્રીજા ઉપવાસની રાત્રે ત્રણ દેવીઓ ચક્રેશ્વરી. પદ્માવતી તથા અંબા પ્રસન્ન થયાં અને તેમની માગણી પ્રમાણે આબુ ઉપર જૈન મંદિરનું નિર્માણ કરી શકશો એવું વરદાન આપ્યું. વિમળ શાહે હવે ઘણું ધ્યાન આબુ પર્વત ઉપર જૈન ચૈત્ય બનાવવામાં આપવા માંડ્યું. જમીન લેવાના પ્રયત્નો શરૂ કર્યા. મિથ્યાત્વીઓએ જગ્યા માટે ભારે ઝઘડો કર્યો. અંતે જગ્યાના બદલામાં સ્વર્ણમહોરો બીછાવી જગ્યા ખરીદી. પાંચ કરોડ ટાંક આ માટે ખરચ્યા. કાર્યના શ્રીગણેશ થયા. શલ્પીઓ કામ ઉપર લાગી ગયા. પાયો નાખવા સાત માથોડા ઊંડા ખાડા ખોદવ્યા. ચાંદી ગાળી એની ઈટો બનાવી પાયો એનાથી પૂર્યો. ૧. છરી : ૧. સચીત પરીહારી, ૨. એકલ આહારી, ૩. બ્રહ્મચારી, ૪. ભૂમી સંચારી, ૫. પાદવિહારી, ૬. આવષ્યકધારી Page #94 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૮૩ આ સ્થળનો મૂળ માલિક વાળીનાથ, આ કામમાં ઉપદ્રવ કરવા લાગ્યો, અને દિવસે કામ થાય છે તે રાત્રે પાડી નાખે. એમ ઘણા વખત સુધી ચાલ્યું. અંતે એક રાત્રે વિમળ શાહ પોતે ખુલ્લી તલવાર લઈ એ જગ્યાએ સંતાઈ રહ્યા, અને અર્ધી રાત્રીએ વિકરાળ વાળીનાથ આવ્યો ત્યારે છલાંગ મારી તેને પકડવો આ અણધાર્યા આક્રમણનો સામનો વાળીનાથ ન કરી શક્યો. તે તેજહીન સ્કૂર્તિહીન બની ગયો. હાથ જોડી ક્ષમા માગી ત્યાંથી ભાગી છૂટ્યો. હવે જિન મંદિરનું કામ નિર્વિને ચાલવા માંડ્યું. ખર્ચ હજુ વધુ થવું જોઈએ એવા વિચારે સોનાથી મંદિરનું કામ કરાવવા માંડ્યું પણ ત્યાંના અગ્રણી નગરજનોએ સમજાવ્યું કે મંદિર સોનાનું હશે તો લુંટારાની નજરમાં વસી જશે અને એનો જલદી નાશ થશે.આવી સમજથી ફક્ત આરસનું જ કામ હવે પછી કરવા શીલ્પીઓને જણાવ્યું. ચૌદ વર્ષ આ મંદિર બાંધતાં લાગ્યાં. અઢારભારની ધાતુની મૂળનાયક દેવાધિદેવ ઋષભદેવની પ્રતિમાજી ભરાવ્યા. ખૂબ જ ધામધૂમપૂર્વક આચાર્યશ્રી ધર્મઘોષસૂરિશ્વરજીની નીશ્રામાં પ્રતિષ્ઠા થઈ. આ પ્રાસાદનું નામ વિમલસહિ રાખ્યું. આ અદભુત મંદિરો જોવા આજે પણ ઘણા લોકો દેશ-પરદેશથી આવે છે અને વિમળ શાહના ઉમદા કામ ઉપર વાહવાહના ઉદ્ગારો વર્ષાવે છે. વિમળ શાહના આ બધાં કામોમાં એમનાં પત્ની શ્રીદેવીનો સારો સાથ હતો. પણ શ્રીદેવીને એક મનમાં વસવસો હતો. તેમને કોઈ સંતાન ન હતું. વિમળ શાહને પણ આ અંગે ઊંડી ચિંતા રહેતી, એ હતી સંતાનની ઝંખના. - સ્વર્ગ સમું સુખ માનતા આ પતિ-પત્ની ખોળાનો ખૂંદનારની પ્રાપ્તિ માટે જે કંઈ કરવું પડે તે કરવા તૈયાર હતાં. ધર્મ પસાથે એક રાત્રે શ્રીદેવીને ભવ્ય સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેમના કુળદેવી દેખાયાં અને બોલ્યાં : આવતા ભાદરવા સુદ૧૪ના રોજ અડાજન ગામના મારા ધામમાં પતિ-પત્ની બન્ને આવજો,અને બરાબર મધ્યરાત્રીએ ૭ નારીયેલ વધેરી માંગી લેજો જે જોઈએ તે હું ચોક્કસ વરદાન આપીશ. તમારી જે કોઈ કામના હશે તે પૂરી થશે. ભાદરવા સુદ ૧૪ને થોડાક જ દિવસની વાર હતી. આવી પહોંચ્યો તે દિવસ. વિમળ શાહ તથા શ્રીદેવી બરાબર સાંજે પાંચ વાગ્યે અડાજન કુળદેવીના ધામે આવી પહોંચ્યા. હજુ રાતના ૧૨ વાગવાની ઘણી વાર હતી એટલે ધામની બાજુમાં એક ઝાડ નીચે વખત વિતાવવા બેઠા. આ ઝાડની બાજુમાં જ એક વાવ હતી. તે Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૮૪ વાવમાં પીવા માટે પાણી લેવા વિમળ શાહ પાસે હતો તે લોટો લઈને ગયા. વાવનાં પગથિયાં ઊતરતા હતા ત્યાં જ, કોક બોલ્યું “સબૂર! પાણીના પૈસા ચૂકવી પછી પાણી લેજો.” વિમળ શાહ આ સાંભળી ચોંકી ઉઠ્યા. બાજુમાં જોયું તો એક ભાઈ ઊભો હતો. તેણે કહ્યું, “મારા દાદાએ આ પરબ બંધાવી છે. વાંચો આ તકતી – “પાણીના પૈસા આપી પછી પાણી લ્યો.” વિમળ શાહે કહ્યું, “અરે ભાઈ! પાણીના તે કંઈ પૈસા હોય?” પેલા જુવાને કહ્યું, “મારા બાપ દાદાની આ વાવ હોવાથી આ મારી માલિકીની છે. એમાંથી પાણી લેવું હોય તો કર આપવો જ પડે.” નછૂટકે પૈસા આપી વિમળ શાહે પાણી પી લોટો શ્રીદેવી માટે ભર્યો. પણ મન અશાંત થઈ ગયું. વિચારી રહ્યા, આવું તે હોય? કોઈ પુણ્યશાળીએ પરમાર્થ કાજે આ વાવ બાંધી છે. તેમના વારસો આના પૈસા ઉઘરાવે છે. આવા કપૂતો પણ પાકે? પાણી પી સુધા બન્નેએ શાંત કરી. શ્રીદેવીને બધી વાત કરી કહ્યું, “આપણે સંતાનની ઇચ્છા તો છે. પણ સંતાન જો આવા કપૂત પાકે તો?” - શ્રીદેવી કહે ના ના આવાસંતાન કરતાં તો સંતાન ન હોય તે સારું. આપણું કર્યું - કારવ્યું ધૂળધાણી કરી નાખે. આબુના દહેરાસરના બારણે બેસી દર્શનાર્થીઓ પાસે પૈસા ઉઘરાવી આપણું નામ બોળે તો? અને નિશ્ચય કર્યો, “માતાજી પાસે સંતાન ન થાય તેની જ માગણી કરવી.” મધરાતને ૨ મિનિટ બાકી છે. બન્ને જણ માતાજીની મૂર્તિ સન્મુખ બેઠા બરાબર મધરાતે બારના ટકોરે નારીયેળ સાત વધેર્યા, અને ચૂંદડી મૂર્તિને ઓઢાડી. માતાજી સાક્ષાત પ્રગટ થયાં અને શ્રીદેવીને કહ્યું, “માગ દીકરી માંગી લે વરદાન.” શ્રીદેવી ધીમેથી બોલ્યાં – “માતાજી એટલું જ માગું છું. ન દેજો સંતાન અમોને!” માતાજી બોલ્યાં - “અરે કંઈ ભાન છે કે નહીં? શું માગવા આવી છો અને શું માગે છે?” શ્રીદેવી કહે – “હા માતાજી! બીલકુલ ભાનમાં છું અને માગું છું અમને કોઈ સંતાન ન હોજો.” કુળદેવીએ વિમળ શાહ સામે જોયું, અને વિમળ શાહે કહ્યું, “માતાજી વરદાન માગીએ છીએ, અમને વાંઝીયા રાખજો.” માતાજી બોલ્યા “તથાસ્તુ.” Page #96 -------------------------------------------------------------------------- ________________ [૨૫] સુમિત્ર અને પ્રભાવ સુમિત્ર રાજકુમાર હતો. પ્રભવ એ જ નગરના નગરશેઠનો પુત્ર હતો. બન્ને વચ્ચે ગાઢ મિત્રતા હતી. રાજાના મૃત્યુ બાદ સુમિત્ર રાજગાદી ઉપર આવ્યો. સુમિત્ર રાજા બનતા મિત્ર પ્રભવને પોતાનો પ્રધાન બનાવ્યો. બન્ને વચ્ચે મિત્રતા વધતી ગઈ. એક બીજા વગર ન ચાલે. કોઈ દિવસ એક બીજાને ન મળાય તો ચેન ન પડે. એક દિવસ સુમિત્ર રાજા ઘોડા ઉપર બેસી ફરવા નીકળ્યો. ઘોડાને ખૂબ દોડાવ્યો. ઘોડે ભાગતાં ભાગતાં જંગલમાં પહોંચી ગયો. અહીં ભીલ રાજાનું રાજ્ય ચાલતું હતું. આ રાજાની નાનીશી પણ સુંદર મઢુલી આગળ આવી ઘોડો ઊભો રહ્યો. ભીલ રાજાએ સુમિત્ર રાજાનો આતિથ્ય - સત્કાર સારી રીતે કર્યો. નાહવા માટે ગરમ જળ આપ્યું અને સારી રીતે જમાડ્યો. આ ભીલ રાજાને વનમાલા નામની એક સુંદર યુવાન કન્યા હતી. કન્યાએ સુમિત્રને જોયો, અને સુમિત્રે વનમાલાને જોઈ એક બીજા આંખના ઇશારે જ મોહી પડ્યાં. અરસ પરસ શિષ્ટાચાર, વાર્તાલાપ અને પરિચય વિધિ પૂરો થયા બાદ ભીલરાજાએ પોતાની પુત્રી વનમાલાનો વિવાહ સુમિત્ર સાથે કર્યો. રાજા પોતાની પત્ની વનમાલાને લઈને પોતાના મહેલમાં આવ્યા, અને આનંદથી રહેવા લાગ્યા. એક વાર પ્રભવ સુમિત્ર રાજાને મળવા રાજાના મહેલમાં આવ્યો. વનમાલા આ વખતે સ્નાન કરી શૃંગાર સજતી હતી. વનમાલાનું અભૂતપૂર્વ સૌંદર્ય જોઈને, પ્રભવ તો આભો જ બની ગયો. આટલું બધું રૂપ! રૂપનો માદક દરિયો છલકાતો તેને લાગ્યો, અને એથી તેના મનમાં વનમાલાનું સૌંદર્ય વસી ગયું. પ્રભવ ઘેર પાછો ફર્યો. ત્યારે એક અકથ્ય દર્દ તેના હૃદયમાં ઘર કરી બેઠું હતું. તેની શાંતિ હરામ થઈ ગઈ હતી. તે ઉદાસ, વ્યગ્ર અને ખિન્ન રહેવા માંડ્યો. વનમાલાનું સૌંદર્ય તેનાથી ભૂલ્યું ભુલાતું ન હતું. માણસનું મન અને તેની ઇન્દ્રિયો ખૂબ ચંચળ છે. એ વાતને લક્ષમાં Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૮૬ રાખીને, વિવિધ મર્યાદાઓ નિયત કરવામાં આવી છે. સદાચાર માટે આનું પાલન અનિવાર્ય છે. એક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે કે કોઈ પણ સ્ત્રી, પછી ભલેને તે માતા, બહેન, અથવા પુત્રી હોય પણ એની સાથે એકાંતમાં રહેવું ન જોઈએ. કારણ કે ઇન્દ્રિયો બળવાન અને ચંચળ છે, તેથી ભલભલા વિદ્વાનોને પણ તે મૂંઝવી મારે છે. પ્રભવ અંતપુરમાં ગયો, અને વનમાલા તરફ દૃષ્ટિ નાંખી તેણે અતિક્રમણ કર્યું. તેના પરિણામે તેની શાંતિ નાશ પામી. તે દુઃખની આગમાં સળગવા લાગ્યો. તેનું શરીર ક્ષીણ થતું ગયું. તેનું મન ઉદ્વેગમાં રહેવા લાગ્યું. બોલવામાં એકના બદલે બીજા શબ્દો બોલાવા લાગ્યા. આમ, તેનાં બધાં કામો અસ્તવ્યસ્ત થઈ ગયાં. પોતાના અતિપ્રિય મિત્રની આવી અવસ્થા જોઈને રાજા ખૂબ દુઃખ અનુભવવા લાગ્યા. જ્યાં સાચી મિત્રતા હોય છે ત્યાં મિત્રનાં દુઃખ પોતાનાં દુઃખ બની જાય છે. રાજાએ જુદા જુદા ઉપાયો દ્વારા આ પ્રભવના દુઃખનું કારણ સમજવા પ્રયાસ કર્યો, પણ પ્રભવ શી રીતે પોતાના દુઃખનું કારણ જણાવે. વનમાલાના સૌંદર્યની યાદ તેના તન અને મનને રિબાવી રહી હતી. રાજા સુમિત્રે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પ્રભવે પોતાના મનની વાત બહુ જ સંકોચપૂર્વક કહી કે, વનમાલા મારા મનમાં વસી ગઈ છે. તેને જોયા વગર મારા જીવને પળવાર પણ સુખ થાય તેમ નથી. આ સાંભળી થોડી વાર તો સુમિત્ર ખૂબ જ બેચેન અને સ્તબ્ધ બની ગયો. કારણ આ કલ્પનાતીત વાત હતી. પણ તે ગંભીર અને વિચક્ષણ હતો. તેના સંસ્કારો ઘણા ઊંડા હતા. અધૂરો ઘડો છલકાય છે. ભરેલો છલકાતો નથી. | સુમિત્રે વિચાર્યું કે મારો મિત્ર ન્યાયમાર્ગ ભૂલી રહ્યો છે ને ઠોકર ખાઈ રહ્યો છે. પણ ઉત્તમ કુળમાં જન્મેલો હોવાથી પોતાની ભૂલ તરત સમજી શકશે. એક મિત્ર જ્યારે માર્ગ ભૂલી રહ્યો છે ત્યારે બીજાએ તેને સાચો રસ્તો બતાવવો જ રહ્યો. સુમિત્રે બહુ જ સાવધાનીથી જવાબ આપ્યો: “બસ આટલી નાની અમસ્તી વાત છે. આ માટે આટલી બધી ખિન્નતા રાખવાની અને દુઃખી થવાની શી જરૂર છે? આ બધી ચિંતા અને વ્યગ્રતા ભૂલી જા. જા હું વનમાલાને તારી પાસે મોકલું છું એ તને સંતોષ આપશે.” Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૮૦ પ્રભવ આ સાંભળી દંગ થઈ ગયો. સુમિત્ર આ પછી પોતાના મહેલમાં આવ્યો. તે જાણતો હતો કે વનમાલા પવિત્રતાની મૂર્તિ છે. આ સાથે તેનામાં ગંભીરતા અને વિચક્ષણતા રહેલાં છે. એ મિત્ર પ્રભવને ત્યાં જઈ કુશળતાથી તેની ભૂલ સમજાવી તેને સન્માર્ગ પર લાવવામાં સમર્થ નીવડશે જ. રાજાએ વનમાલાને સંપૂર્ણ બીનાથી વાકેફ કરીને, પોતાના મિત્રને સુધારવાની જવાબદારી તેને સોંપી. વનમાલાએ તેનો સ્વીકાર કર્યો. વનમાલા પ્રભાવને ઘેર પહોંચી. તેણે સંકલ્પ કર્યો હતો કે મારા શીલનું રક્ષણ કરીને, હું પ્રભવને જરૂર સુધારીશ. તે સતી સ્ત્રી હતી. તેના જીવનમાં પવિત્રતા હતી. આથી તે સતી સ્ત્રીની પવિત્રતાનો પ્રભાવ પ્રભવ ઉપર પડ્યા વિના ન રહ્યો. પ્રભવ ભાન ભૂલ્યો હતો, પણ તેના સારા સંસ્કારોનાં મૂળિયાં મરી પરવાર્યાં ન હતા. પોતાના મિત્રની અગાધ વિશાળતા જોઈને તેના હૃદયમાં પરિવર્તન આવી ગયું. તેના મનમાં રહેલી દુષિત ભાવના ચાલી ગઈ. તેને પોતાની ભૂલ માટે ખૂબ પસ્તાવો થયો. પસ્તાવાની આ આગમાં તેનું હૃદય નિર્મળ થઈ ગયું. વનમાલા સામે જોવામાં પણ એ અનહદ શરમ અને સંકોચ અનુભવવા લાગ્યો. તેના ચરણોમાં પડીને પોતાના અશ્રુથી એ ચરણો ધોઈ નાંખ્યાં અને ગદ્ગદ શબ્દોમાં એ બોલ્યો – “દેવી! તમને ધન્ય છે. મારા પરોપકારી મિત્ર સુમિત્રને પણ ધન્ય છે. હું મહા પાપી છું, અને મેં અક્ષમ્ય અપરાધ કર્યો છે. દેવી! મારા નીચ સંકલ્પ પર હું ખૂબ ખૂબ શરમિંદો છું, મને ક્ષમા કરો. મારો અપરાધ માફ કરો. - વનમાલાએ પ્રભવને આશ્વાસન આપતાં કહ્યું, “આટલા બધા બેચેન ન બનો. માણસ માત્ર ભૂલને પાત્ર છે. તમારા અસત્ સંકલ્પ માટે તમને જે પશ્ચાત્તાપ થાય છે, તે તમારા જીવનને શુદ્ધ કરવા માટે સમર્થ છે. આથી ભૂતકાળ ભૂલી જાવ અને ભવિષ્ય માટે સત્ય સંકલ્પ કરો.” આ પ્રકારે ધર્મમાર્ગમાંથી પતિત થતી વ્યક્તિને ઉગારી, ધર્મમાં સ્થિર કરી વનમાલા પોતાના મહેલમાં પાછી આવી. સુમિત્ર રાજાને એણે પ્રયોજન - સિદ્ધિના સુખદ સમાચાર આપ્યા. દંપતીએ ખૂબ હર્ષનો અનુભવ કર્યો. કારણ કે પોતાના પરમ મિત્રને પતનની ઊંડી ખીણમાં પડતો તેઓ બચાવી શક્યા હતા. Page #99 -------------------------------------------------------------------------- ________________ [૨૬] શબ્દાલ પુત્ર પોલારપુર નામના નગરમાં શબ્દાલ પુત્ર નામે એક કુંભાર રહેતો હતો. તે ગોશાળાનો ઉપાસક હતો. તેને અગ્નિમિત્રા નામે સ્ત્રી હતી. તેની પાસે એક કોટી સોનૈયા ભંડારમાં તેમજ એક કોટી વ્યાજે અને એક કોટી વ્યાપારમાં રોક્યા હતા. ઉપરાંત, તેની પાસે ગાયોનું ગોકુળ પણ હતું. ગામની બહાર તે કુંભારની ૫૦૦ દુકાનો તેનાં માટીનાં વાસણો વેચવાની હતી. એક દિવસ અશોક વનમાં કોઈ દેવતાએ આવીને તેને કહ્યું કે “આવતી કાલે પ્રાતઃકાળે મહાબ્રહ્મ અને ત્રિલોક પૂજિત સર્વજ્ઞ પ્રભુ અહીં આવશે. તેમની તું સેવા કરજે. એવી રીતે બે ત્રણ વાર કહી તે દેવ અંતર્ધાન થઈ ગયો. શબ્દાલ પુત્રે મનથી વિચાર્યું કે જરૂર મારા ધર્મગુરુ સર્વજ્ઞ એવા ગોશાળા જ પ્રાતઃકાળે અહીં આવશે. તેવા વિચારે તે તેમની રાહ જોઈ રહ્યો હતો. તેવામાં પ્રાત:કાળે શ્રીવીરપ્રભુ સહસાવન નામના ઉદ્યાનમાં આવીને સમવસર્યા. તે હકીકત સાંભળીને કુંભકારે ત્યાં જઈ ભગવંતને વંદના કરી. પ્રભુએ દેશના આપીને શબ્દાલ પુત્રને કહ્યું, “હે મહાનુભાવ ગઈ કાલે કોઈ દેવતાએ અશોક વનમાં આવીને તેને કહ્યું કે, “કાલે પ્રાત:કાળે બ્રહ્મના અને સર્વજ્ઞ એવા અહંત પ્રભુ અહીં આવશે. તેમની તું ઉપાસના-સેવા કરજે. તે વખતે તે વિચાર્યું હતું પ્રાતઃકાળે ગોશાળો અહીં આવશે.” આવાં પ્રભુનાં વચન સાંભળીને તેણે ચિંતવ્યું કે “અહો! આ સર્વજ્ઞ એવા અહંત શ્રી મહાવીર પ્રભુ જ અત્રે પધાર્યા છે, તો તે મારે નમસ્કાર કરવા યોગ્ય અને સર્વથા ઉપાસના કરવા યોગ્ય છે” આ પ્રમાણે વિચારી ઊભો થઈને પ્રભુને નમી અંજલી જોડીને તે બોલ્યો કે “હે સ્વામી! આ નગરની બહાર જે મારી માટીનાં વાસણોની પાંચસો કુંભકારપણાની દુકાનો છે તેમાં રહો અને જે જોઈએ તે ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરો. શબ્દાલપુત્ર ભારે ભક્તિભાવવાળો ભાવિક જન તે નિયતિવાદને દૃઢપણે Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૮૯ માનનારો હતો. તે કહેતો કે, ભવિતવ્યતાથી વધુ જગતમાં કાંઈ નથી. વિકાસ કે વિનાશ, નફો કે નુકસાન, માન કે અપમાન - આ સઘળું કેવળ નિયતિ અનુસાર જ મળે છે. પુરુષાર્થ અને પરાક્રમ તો તેની આગળ વામણાં છે. પ્રભુ મહાવીરે શબ્દાલ પુત્રને સત્ય સમજાવવા તેનું આમંત્રણ સ્વીકાર્યું. ભગવાન મહાવીર શબ્દાલ પુત્રને ત્યાં પહોંચ્યા ત્યારે શબ્દાલ પુત્ર માટીમાંથી કંડારેલા નકશીદાર ઘડાઓને મૃદુ હાથે તડકે ગોઠવી રહ્યો હતો. પ્રભુને જોતાં જ શબ્દાલપુત્ર પોતાનું કામ પડતું મૂકીને દોડ્યો. આદર વંદન સહિત પ્રભુનું સન્માન કર્યું. પ્રભુએ કુંભકારને પૂછ્યું, “ભાઈ! આ ઘડા કોણે બનાવ્યા?” “મેં પ્રભુ!” વાહ! શો અદ્ભુત એનો ઘાટ છે! અને કેવો રૂડો એનો ચળકાટ છે! ભાઈ, આ ઘડાં ખરેખર તે જ બનાવ્યા છે?” ભગવાન મહાવીરે પૂછ્યું. જી, પ્રભુ! આ નક્શીદાર ઘડા, થોડા વખત પહેલાં માટીનાં ઢેફાંરૂપે હતાં. એ માટીના ઢેફાં જાનવરો ઉપર લાદીને હું ઘેર લાવ્યો. પછી તે માટીમાં જળ ભેળવીને માટીને ખૂબ કાલવી. મારી પત્ની અગ્નિમિત્રાના ચરણોએ તેને ખૂબ ખૂંદી – ઠીક ઠીક સમય સુધી માટીને સંસ્કારી. પછી તેને મારા હાથ વડે મેં ચાકડે ચઢાવી. મારા અનુભવી ટેરવાંએ એને અનેરા - અવનવા ઘાટ આપ્યા,” કુંભકાર શબ્દાલપુત્ર બોલ્યો. ભગવાન મહાવીરના અધર ઉપર મંદ મંદ સ્મિત ફરકવું. કુંભકાર અવઢવમાં અટવાયો. તેણે પૂછ્યું, “પ્રભુ! આપને મારી વાતમાં ભરોસો નથી બેસતો? આપના માર્મિક સ્મિતનો અર્થ મને કહો.” ભગવાન મહાવીર શાંત ચિત્તે બોલ્યા : “ભાઈ, નિયતિવાદને માનનારા આત્માને મુખે તારા જેવા શબ્દો કઈ રીતે ઉચિત ગણાય? તું તો કહે છે કે નિયતિ સામે પરાક્રમ અને પુરુષાર્થ, બળ અને વીર્ય, બુદ્ધિ અને પ્રજ્ઞા સઘળું વ્યર્થ છે. એમ જ હોય તો આ ઘડાનું સર્જન તે કર્યું એમ તું કઈ રીતે કહી શકે છે?” શબ્દાલપુત્ર ચોંક્યો. પ્રભુની વાત સાચી હતી. શબ્દાલ પુત્રે તરત જ વાતને ફેરવી-તોળી અને કહ્યું: ૧. નસીબ Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા Go ‘પ્રભુ મારા દ્વારા વાણી-વિલાસ થઈ ગયો. ખરેખર તો નિયતિ દ્વારા જ આ ઘડાનું સર્જન થયું છે, તેમાં મારો પુરુષાર્થ તો કાંઈ જ નથી, નિયતિ દ્વારા જે થવાનું હોય તે થાય છે. તેથી અધિક કે અલ્પ કાંઈ જ થતું નથી.” ભગવાન મહાવીર પુનઃ મંદમંદ હસ્યા. શબ્દાલપુત્રે ફરીથી પ્રશ્ન કર્યો : “પ્રભુ! હવે આપના આ માર્મિક સ્મિતનો શો અર્થ?”’ મહાવીર બોલ્યા, ભાઈ, આજે અત્યારે કોઈ માણસ લાકડી લઈને આવે અને તારા આ ઘડાનો ભૂક્કો કરી નાખે તો?” “કોની મગદૂર છે કે અહીં આવીને આ ઘડાને હાથ પણ લગાડી શકે?'' કુંભકારે તીખારો પ્રગટ કર્યો. “ભાઈ, તેં મારા પ્રશ્નનો ઉત્તર ના વાળ્યો. મારો પ્રશ્ન તો માત્ર એટલો જ છે કે કોઈ માણસ આવીને તારા આ તમામ ઘડા ફોડીને ઠીકરાં કરી દે તો તું શું કરે?' “હું એવી ગુસ્તાખી કરનારનું માથું ફોડી નાખું.” “કેમ?” પ્રભુએ પૂછ્યું.” ‘મારી મહેનતને કોઈ માટીમાં ભેળવે તો મને રોષ ઊપજે જ ને પ્રભુ!” ભાઈ, ફરી પાછી તારી મહેનતની વાત? તું તો માત્ર નિયતિને માને છે ને’’ શબ્દાલપુત્ર ભોંઠો પડ્યો. શો જવાબ આપવો? મહાવીરે કહ્યું, “ભાઈ! કોઈ પણ વાત કે વિચારને માત્ર એક જ દૃષ્ટિથી નિહાળવાથી આવો અનર્થ થાય છે. દરેક વાતને એકાંતિક રીતે નહિ પણ અનેકાંતની રીતે સમજવી અને સ્વીકારવી જોઈએ. તું નિયતિને એટલો બધો એકાંતિક રીતે વળગ્યો છે કે પુરુષાર્થનું ગૌરવ કરવું જ ચૂકી ગયો છે. જો જગત આખું માત્ર નિયતિ કે પ્રારબ્ધને જ જીવનનો આધાર માની લે અને પુરુષાર્થ તથા પરાક્રમથી વિમુખ રહે તો તેનું શું પરિણામ આવે? તું કહે છે કે નીતિથી વડું જગતમાં કોઈ નથી. નીતિપૂર્ણ પુરુષાર્થ એ જ ભક્તિ છે, એ જ તપ છે અને એ જ સાધના છે અને એ જ મંત્ર છે. શબ્દાલપુત્ર પ્રભુની વાત સમજી ગયો અને પ્રભુને વંદન કરી રહ્યો. એણે ગોશાળાના મિથ્યા મતને વોસરાવી દીધો. Page #102 -------------------------------------------------------------------------- ________________ [૨૦] સુદર્શના (શકુનિકાવિહાર) ભરૂચ શહેરના સીમાડાના વનમાં નર્મદા નદીના કાંઠે એક વડના વૃક્ષ ઉપર એક સગર્ભા સમડીએ માળો બાંધ્યો. સમયે તે માતા બની. ખોરાકની તપાસમાં તે ઊડીને જતી હતી. તેને એક પ્લેછે બાણ મારી ધરતી પર પાડી. તે અશ્વાવબોધ તીર્થની સમીપે પડી પડી તન-મનની વ્યથા સહતી હતી ને આકંદ કરતી હતી. તેના પુણ્યયોગે ત્યાંથી પસાર થતા મુનિએ તેને નવકાર મહામંત્ર સંભળાવ્યો. ક્રોધ અને મમતા છોડી અરિહંતાદિનાં શરણાં સંભળાવ્યાં. ચાર આહારનો ત્યાગ કરાવ્યો. થોડી જ વારમાં ‘નમો અરિહંતાણં' આદિ સાંભળતાં તે મૃત્યુ પામી અને સિંહલદીપનાં મહારાણીના ગર્ભમાં પુત્રી તરીકે ઊપજી. પૂર્ણ સમયે રૂપરૂપના અંબાર જેવી કન્યાનો જન્મ થયો. સાત પુત્રો ઉપર આ પુત્રી જન્મી હતી એટલે રાજા-રાણી અને રાજ્ય પરિવારમાં આનંદ આનંદ વર્તી રહ્યો. તે દેખાવે સુંદર હતી, તેથી તેનું નામ સુદર્શન પાડવામાં આવ્યું. તે મોટી થતાં સર્વકળામાં ચતુર અને વ્યવહારમાં દક્ષ થઈ. એક વાર ભરૂચ બંદરના વેપારી શેઠ ઋષભદત્ત સિંહલદ્વીપ આવ્યા. તેઓ રાજસભામાં બેઠા હતા. યુવાન રાજકન્યા પણ ત્યાં આવેલ હતી. એકાએક શેઠને છીંક આવી. તેમને છીંક વખતે “નમો અરિહંતાણં' બોલવાની ટેવ હતી, એટલે હાફ.છી....નમો અરિહંતાણે એમ છીંક સાથે બોલ્યા. તે સાંભળી રાજકન્યા વિચારમાં પડી કે, આ “નમો અરિહંતાણં શું છે? આ કોઈ દેવને નમસ્કાર જેવું લાગે છે. ક્યાંક મેં આ સાંભળ્યું છે. ક્યાં સાંભળ્યું હશે? એમ કરતાં સ્મૃતિ સતેજ થતાં ને વિસ્કૃતિનો પડદો ભેદતાં અતીતનો આખો ભવ તેને યાદ આવ્યો. વડલો, માળો, બચ્ચાં, સમડી ને-ને તેની છાતીમાં તીર. ઓ. પછડાટ - કારમી ચીસ. ને ભયંકર વેદના.. બધું જ સ્મૃતિપટ પર સ્પષ્ટ થયું, અને ઓ.. રે ચીસ પાડી કુંવરી ધરતી પર ઢળી પડી અને બેભાન થઈ ગઈ. શીતોપચારથી Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨ તે સચેત થઈ. પણ તેના બોલચાલ, રંગ-ઢંગ બધું જ બદલાઈ ગયું હતું. ધીમે ધીમે તેણે એ સભામાં જ પોતાની ગત ભવની કહાણી કહી સંભળાવી. સહુ આશ્ચર્ય પામ્યાં. માનવામાં ન આવે એવી વાત આખરે બધાંએ માની. માતા-પિતા આદિની અનુમતિપૂર્વક તે રાજબાળા ઋષભદત્ત શેઠ સાથે ભરૂચ આવી ત્યાંના મુનિ સુવ્રતસ્વામીના અશ્વાવબોધ નામના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેમાં સમડીના ભવનાં ચિત્રો યોગ્ય સ્થાને મુકાવ્યાં. ત્યારથી આ મંદિર શકુનિકાવિહાર (સમડીવિહાર)ના નામે પ્રસિદ્ધ થયું. ઘણા ઉદ્ધારો આ મંદિરના થયા છે. કુમારપાળ ભૂપાલના મંત્રી ઉદયનના પુત્ર અંબડ મંત્રીએ પિતાના શ્રેયાર્થે ઉદ્ધાર કરાવ્યો. હાલમાં જ સંવત ૨૦૪૧થી ૨૦૪પની સાલમાં તેનો ભવ્ય જીર્ણોદ્ધાર આચાર્યદેવશ્રી વિક્રમસૂરિશ્વરજીની નિશ્રામાં થયો. મંદિરની નીચે ભોંયરામાં ભવ્ય ભક્તામર મંદિરની રચના છે. આ મંદિરનાં દર્શન, પૂજાનો લાભ અવસરે લેવા જેવો છે. -: દુર્લભ - અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવસર તરી જવાનો ફરીને નહીં મળે. અવતાર.... સુરલોકમાં યે ના મળે ભગવાન કોઈને, અહીયાં મળ્યા પ્રભુ ને ફરીને નહીં મળે. અવતાર. લઈ જાય પ્રેમથી તને કલ્યાણ મારગે, સંગાથ આ ગુનો ફરીને નહીં મળે, અવતાર.. જે ધર્મ આચરીને કરોડો તરી ગયાં, આવો ધરમ અમૂલો ફરીને નહીં મળે. અવતાર... કરશું ધરમ નિરાંતે' કહે તું ગુમાનમાં, જે જાય છે ઘડી તે ફરીને નહીં મળે. અવતાર... Page #104 -------------------------------------------------------------------------- ________________ [૨૮] મુનિ ધનશાં ધનમિત્ર નામનો એક વણિક અવંતી નગરીમાં રહે. કોક સદ્ગુરુના ઉપદેશથી તેને વૈરાગ્ય થયો ને પોતાના પુત્ર ધનશર્મા સાથે તેણે દીક્ષા લીધી. સંયમની સારી રીતે આરાધના કરતાં થોડા જ સમયમાં ધર્મશાસ્ત્રમાં કુશળ થયા. એક વાર કેટલાક સાધુઓ સાથે તેઓ વિહાર કરી એગલપુર નગરે જઈ રહ્યા હતા. મધ્યાહ્ન સમય થઈ ચૂક્યો હતો. સૂર્ય જાણે આગ વરસાવી રહ્યો હતો. ધરતી પણ તપી ગઈ હતી. બાળસાધુ ધનશર્માને ઘણી તરસ લાગી. તાળવું સુકાવા લાગ્યું. પગ ઢીલા પડ્યા. ચાલવું મુશ્કેલ થતું ગયું. બીજા બધા સાધુઓ આગળ ચાલતા રહ્યા. પિતા મહારાજ ધનમિત્ર તેની સાથે રહ્યા. રસ્તામાં નિર્મળ જળની નદી આવતાં પિતા સાધુએ ધનશર્મા મુનિને કહ્યું, “વત્સ! મને લાગે છે કે તને અસહ્ય તરસ લાગી છે. પ્રાસુક (ખપે એવું ઉકાળેલું) પાણી તો આપણી પાસે નથી. યોગ ક્ષેત્ર અને સચિત પાણી મુનિઓને આમ તો ખપતું નથી. હવે માર્ગ એક જ સૂઝે છે કે તું આ નદીનું પાણી પીને તારી તરસ છિપાવ. કારણ કે આપત્તિકાળમાં તો નિષિદ્ધ કાર્ય પણ કરવું પડે છે. માટે હે વત્સ! આ પ્રાણાંત આપત્તિને કોઈ પણ રીતે પાર કરી જા. પછી તેની શુદ્ધિ માટે આચાર્યદેવ પાસે આલોયણા કરી લેજે.” એમ સમજાવી એકલા આગળ વધ્યા. એમણે વિચાર્યું કે મારી શરમથી આ નદીનું પાણી નહીં પીએ. માટે હું તેના દૃષ્ટિપથથી દૂર જતો રહું. એમ કલ્પી તે દૂર ચાલ્યા. બાળમુનિ નદીના કાંઠે આવ્યા એટલે તે વિચારવા લાગ્યા કે, અનેષણીય અન્નપાન લેવાનો ભગવાને નિષેધ કર્યો છે. તે કેમ લેવાય? સાચા વૈરાગી મુનિઓ બેતાલીસ દોષ રહિત શુદ્ધ આહારને જ ગ્રહણ કરે છે. આ એષણા સમિતિ કહેવાય. આ પાણી તેવી શુદ્ધિવાળું ન હોઈ અગ્રાહ્ય છે. મારી ઇચ્છા આ પીવા માટે થતી નથી પણ અતિ ખિન્ન થઈ ના છૂટકે પીવું પડે છે. પછી ગુરુમહારાજશ્રી પાસે આલોયણા લઈશ. આમ વિચારી તેણે ખોબો પાણીથી ભરી મુખ પાસે લાવતાં પાછું વિચાર્યું : Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનનાં ચમકતા સિતારા ૦ ૯૪ મારા માટે શું ઉચિત છે? તુષાનું નિવારણ કરી મારા જીવને સુખ આપવું કે આ જળના જીવોને અભયદાન આપવું? જો મારા જીવને લૌકિક સુખ આપું છું તો બીજા જીવોનો ઘાત થાય છે. આથી ચાર ગતિમય સંસારની વૃદ્ધિ અને તીર્થકર ભગવંતની આજ્ઞાનો લોપ થશે. આ જીવો મારા જેવા જ છે. હું પણ આ અપકાયમાં આ જીવોના જ કુળમાં અનેક વાર રહ્યો હોઈ આ બધા મારા સંબંધી છે. પરમદયાળુ ભગવાને તો સકાય જીવોની દયા, દયાળુ - સંયમી સાધુના ખોળામાં મૂકી છે. વળી આ દુઃખ કાંઈ ઘણું મોટું દુઃખ નથી. નરકના જીવોને તો મારી તરસ કરતાં અનંત ગણી તરસ સર્વદા હોય જ છે – ને તે પરાધીનપણે મેં અનંતી વાર સહન કરી છે. હમણાં હે જીવ! આટલો સ્વચ્છેદ થઈ તું આવા કાર્યમાં પ્રવૃત્તિ કરવા તૈયાર થયો છે? હે જીવ! આત્મ-ગુણથી ભ્રષ્ટ ન થા. તારા એક જીવ માટે અનેક જીવોનો વધ કરવાના મહાપાપથી તું ડરતો કેમ નથી? ધિક્કાર છે તારી મૂઢતાને! તૃષાને શાંત કરનાર, પ્રત્યક્ષપણે થોડા વખત માટે સુખ આપનાર આ નિર્મળ અને શીતળ જળને તું અમૃત સમાન માને છે, પણ ખરેખર તે અમૃત નથી પણ વિષની ધારા છે. જળના એક બિંદુમાં જિનેશ્વરોએ અસંખ્ય જીવો કહેલા છે ને એ જ બિંદુમાં સેવાળનો અંશ પણ હોય તો તે અનંત જીવ રૂપ હોય છે. માટે આ સચિત પાણી હું કોઈ રીતે પી શકે નહીં. આવા દૃઢ નિશ્ચય અને ધર્યબળવાળા તે બાળમુનિએ ખોબામાં રહેલું પાણી, અનેક જીવોને બાધા ન થાય એવી રીતે વિવેકપૂર્વક ધીરેથી પાછું પાણીમાં ભેળવી દીધું અને હિંમત કરીને તે મહામહેનતે આગળ ચાલ્યા ને નદી પાર કરી. પણ તૃષા ન સંતોષાવાથી હવે એક ડગલું પણ આગળ ભરાયું નહીં. મસ્તકમાં ચક્કર આવ્યા અને નદીના કાંઠે જ પડી ગયા. અને વિચાર્યું. આ તૃષા વેદનીય કર્મ-કંઠ - તાળવા આદિનું શોષણ કરે છે, પણ કર્મ! શું તું મારા આત્મામાં રહેલ રત્નત્રયરૂપ અમૃતનું પણ શોષણ કરશે? પણ ઓ કર્મ! સમજી લે, હવે હું તારે વશ નથી. કારણ કે સંતોષ અને સમાધિથી આત્મસ્વરૂપમાં હું એવો લીન થયો છું કે અહીં તારી કોઈ કારી ફાવશે નહીં. અહો! પૂર્વના ઉપકારીઓએ આત્માની રક્ષા માટે કેવી સરસ વ્યવસ્થા આપી છે? ઈત્યાદિ શુભ ભાવના ભાવતાં ભાવતાં અવસાન પામ્યા. કાળ થતાં તે મુનિ ધનશર્મા સ્વર્ગમાં દેવ થયા. દેવ તરીકે ઉત્પન્ન થતાં Page #106 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૫ જ અવધિજ્ઞાનનો ઉપયોગ દઈ જોયું કે પોતાના ગયા ભવના સંસારી પિતા નદીથી થોડે દૂર જઈ પુત્રની વાટ જોતા ઊભા છે, ને પોતાનું શરીર નદીકાંઠે પડ્યું છે. તરત તે દેવે પોતાના પૂર્વના શરીરમાં પ્રવેશ કર્યો ને ઊભા થઈ પિતા તરફ ચાલવા માંડ્યું. તેને આવતો જોઈ ધનમિત્ર સંતુષ્ટ થયા ને આગળ ચાલવા માંડ્યા. આગળ જતાં બીજા સાધુઓ પણ તરસથી વ્યથિત થવા લાગ્યા. તેમની ભક્તિ માટે દેવતાએ તે માર્ગમાં ગોકુલ વિકુવ્યા (ઉપજાવ્યા), ત્યાંથી છાશ વગેરે લઈ સાધુઓ સ્વસ્થ થયા. તેઓ જ્યાં બેસી છાશ આદિ વાપરતા હતા તે જગ્યાએ એક સાધુનું વીટિયું (વસ્ત્રોનું ઓશીકા જેવું પોટલું) ત્યાં ભુલાવડાવી દીધું. કેટલેક દૂર ગયા બાદ તે સાધુને પોતાનું વીટિયું યાદ આવ્યું ને એ લેવા તે પાછા ફર્યા. થોડી વારે પાછા ફરી તેમણે બીજા સાધુઓને કહ્યું, “વીટિયું તો મળ્યું, પણ ક્યાંય ગોકુળ દેખાયું નહીં! આવડી મોટી વસાહત ને સેંકડો ગાય-ભેંસો અચાનક ક્યાં અદશ્ય થઈ ગયાં? અચરજની વાત!” આ સાંભળી સહુ ઘણું અચરજ પામ્યા, ને તેઓ વિચારવા લાગ્યા : નક્કી, આ દેવોની માયા હશે. એટલામાં દેવે પ્રગટ થઈ બધાને વંદન કર્યું, પણ પોતાના પિતાને વંદન કર્યું નહીં. આનો પરમાર્થ પૂછતાં દેવે આખી વાત કહી ઉમેર્યું - હું સચિત જળ પીવું, એવું તેમણે ઇચ્છયું અને સંમતિ આપી. એ મારા પિતા હતા પણ સ્નેહવશ તેમણે શત્રુનું જ કામ કર્યું. સંસારી ગૃહસ્થો રાખે તેવો રાગ મારા પિતાએ મારા ઉપર રાખ્યો. જો મેં તેમના કહેવા પ્રમાણે નદીનું પાણી પીધું હોત તો અનંત ભવભ્રમણ ઊભું થાત. માટે મેં તેમને પ્રણામ ન કર્યા. કહ્યું છે કે - તે જ ગુરુમહારાજ અને તે જ પિતાશ્રી સમજુ માણસો દ્વારા પૂજ્ય છે કે જેણે પોતાના શિષ્ય કે પુત્રને ઉન્માર્ગે પ્રવર્તાવ્યા નથી. ઈત્યાદિ કહી તે દેવે સ્વર્ગ ભણી પ્રયાણ કર્યું, ને સાધુઓ તેમનાં વખાણ કરતાં આગળ વધ્યા. જેમ ધનશર્મા નામના બાળમુનિએ પ્રાણાંત સંક્ટમાં પણ સાધુને માટે અનુચિત જળપાન કર્યું નહીં, તેમ સર્વ સાધુઓએ પાપરહિત થઈને આ ચારિત્યાચારનો ત્રીજો આચાર એષણા સમિતિનું પાલન કરવું જોઈએ. ૧. નિર્દોષ આહાર લાવવો તે બેતાલીસ દોષ રહિત ગોચરીની પ્રાપ્તિ. Page #107 -------------------------------------------------------------------------- ________________ [૨૯] સુવ્રત શેઠ ઘાતકી ખંડમાં વિજયપત્તન શહેરમાં સુર નામના એક અતિ ધનાઢ્ય શેઠ હતા. તેમની પત્નીનું નામ સુરમતી હતું. એક પરોઢિયે જાગી જવાથી તે એકદમ અંતર્મુખ બન્યા. તેમણે વિચાર્યું : આ ભવે મને અઢળક ધન મળ્યું છે. સુશીલ પત્ની મળી છે. ભરપુર યશ-પ્રતિષ્ઠા મળ્યાં છે. પણ આ બધું તો મને પૂર્વભવના કોઈ પુણ્યથી મળ્યું છે. હવે જો હું પરલોક માટે આ ભવે હિત ન સાધું તો મારું આ જીવન બધું એળે જાય. વિચારમાં ને વિચારમાં સૂર્યોદય થયો. સુ૨શેઠ નિત્યકર્મ પતાવી નહાઈધોઈને ગુરુમહારાજ પાસે ગયા. ગુરુમહારાજે ઉપદેશ આપ્યો : ‘“આળસ, મોહ, અવજ્ઞા, ઘમંડ, ક્રોધ, કંજુસાઈ, ભય, શોક, અજ્ઞાન, કુતૂહલ, રતિ, પ્રમાદ અને વિકથા આ તેર કાઠિયાનો (કાઠિયા એટલે ધર્મ કરતાં અંતરાય નાખે તે) અવશ્ય ત્યાગ કરવો જોઈએ; નહિ તો જીવ નરક ગતિના ભયંકર દુઃખોને પામે છે. સાતમી નરકના અપ્રતિષ્ઠાનના અંતિમ વખતના જીવને પાંચ કરોડ અડસઠ લાખ નવ્વાણુ હજાર પાંચસો ચોર્યાસી (૫,૬૮,૯૯,૫૮૪) પ્રકારના રોગ થાય છે. આથી હે સુ૨શેઠ! નરકાદિનાં દુઃખોના નિવારણ માટે ધર્મ આરાધના કરવી જરૂરી છે. ધર્મનો મહિમા અચિત્ત્વ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, આ ભરતભૂમિમાં કેટલાક જીવો મિથ્યાદષ્ટિ હોવા છતાંય એવા ભદ્રપરિણામી હોય છે કે તેઓ અહીંનું આયુષ્ય પૂર્ણ કરીને આગામી નવમા ભવે તો મહાવિદેહ ક્ષેત્રમાં કેવળી થાય છે. માટે હે સુંરશેઠ! સુલભ બોધિ જીવને કશું જ દુર્લભ નથી.” ત્યારે શેઠે વિનયથી હાથ જોડી કહ્યું : “હે ભગવંત! સંસારિક જંજાળના કારણે નિત્યધર્મની આરાધના મારાથી થઈ શકે એમ નથી, તો હે કૃપાળુ! કોઈ એવો દિવસ આપ બતાવો કે જે દિવસનું આરાધન કરવાથી મને વર્ષભરની આરાધના જેટલું ફળ મળે.” ગુરુમહારાજે કહ્યું : “તો હૈ શેઠ! તમે માગસર માસની અજવાળી અગિયારસની આરાધના કરો. આ દિવસે અહોરાત (આખા દિવસ)નો પૌષધ Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા લ૦ કરવો. તે દિવસે ઉપવાસ કરવો અને મન-વચન અને કાયાથી તમામ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરીને આખો દિવસ મૌન રાખવું. આ વિધિ પ્રમાણે ઓછામાં ઓછાં અગિયાર વરસ સુધી આ એકાદશીની આરાધના કરવી, અને એ તપ પૂર્ણ થાય ત્યારે ઉલ્લાસ અને ઉદારતાથી મહોત્સવપૂર્વક તેનું (ઉદ્યાપન) ઉજમણું કરવું.” સુરશેઠને આ મૌન એકાદશીનું વ્રત ગમી ગયું. વિધિપૂર્વક અને આત્માના ઉલ્લાસથી તે વ્રતનું ઉત્કૃષ્ટ આરાધન કર્યું. તપ પૂર્ણ થયે તેનું ભવ્ય ઉજમણું કર્યું. આયુષ્યકર્મ પરું થયું. સુરશેઠ મરીને આરણ નામના દેવલોકમાં દેવ થયા. દેવલોકનું એકવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને તેમનો જીવ ભરત ક્ષેત્રના સૌરીપુર નગરમાં રહેતા સમૃદ્ધિદર શેઠની ગુણિયલ પત્ની પ્રીતિમતીની કુક્ષિમાં અવતર્યો. ગર્ભના પ્રભાવથી પ્રીતિમતીને તીવ્ર ઈચ્છા (દોહદ) થઈ: “શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરું. મહાવ્રતધારી મુનિ ભગવંતોની વિવિધ પ્રકારે ભક્તિ કરું. સર્વ સંસારીઓને વ્રતનો મહિમા સમજાવી તે સૌને વ્રતધારી બનાવું. સંગીતકારો વ્રતધારીઓનો મહિમા ગાય. નર્તકો નૃત્ય કરે અને એ મહિમાનાં ગાન અને નૃત્ય બસ જોયા જ કરું.” સમૃદ્ધિદત્તે પત્નીનીના આ દોહદને પૂર્ણ કર્યો. યોગ્ય સમયે તેણે પુત્રને જન્મ આપ્યો. ગર્ભાધાન સમયે માતાને વ્રત લેવાની ઈચ્છા થઈ હતી તેથી પુત્રનું નામ “સુવ્રત રાખ્યું. સુવ્રત મોટો થયો. ભણીગણીને વિદ્વાન પણ થયો. યુવાન વયે પિતાએ અગિયાર કન્યાઓ પરણાવી. કાળક્રમે તેનાં માતાપિતા મૃત્યુ પામ્યાં. હવે તે અગિયાર કરોડ સોનામહોર આદિનો માલિક બન્યો. એક સમયે સૌરીપુરમાં વિશુદ્ધ ચારિત્ર્યધારી આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસૂરિજી વિશાળ શિષ્યસમુદાય સાથે પધાર્યા. આ સાંભળતાં સુવ્રત શેઠ સપરિવાર તેમની ધર્મદેશના સાંભળવા ગયા. દેશના સાંભળતાં સાંભળતાં તેમને જાતિ-સ્મરણ જ્ઞાન થયું. દેશના પૂરી થયે સુવ્રત શેઠે ગુરુ ભગવંતને વિનયથી પૂછ્યું: “હે ભગવંત! પૂર્વભવમાં મેં મૌન એકાદશી પર્વની આરાધના કરી, તેથી મને દેવલોકનાં પ્રથમ સુખ મળ્યાં અને આજે આ મહાસમૃદ્ધિ પામ્યો છું. ૧. ૧૦ કોડાકોડી પલ્યોપમનું એક સાગરોપમ થાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૯૮ તો હે ભગવંત! હું હવે શેની આરાધના કરું, જેથી મને આથીય વિશેષ અસાધારણ ફળની પ્રાપ્તિ થાય?” આચાર્ય ભગવંત બોલ્યા: “હે મહાનુભાવ! જે પર્વની આરાધનાથી તમને આવો અચિંત્ય લાભ થયો છે તે જ પર્વની આરાધના આ ભવે પણ તમે રૂડી રીતે કરો. કારણ કે જે ઔષધથી વ્યાધિ જાય તે જ ઔષધ બીજી વાર પણ એ જ વ્યાધિ માટે લેવું જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે – માગસર માસની સુદ અગિયારસનું જે અગિયાર વરસ સુધી વિધિપૂર્વક આરાધન કરે છે તે શીધ્ર મુક્તિને પામે છે.” આ માગસર સુદ અગિયારસને મૌન એકાદશી કહેવાય છે. સુવ્રત શેઠે ત્યાર પછી ઘણા ઉલ્લાસથી મૌન એકાદશી પર્વનું આરાધન શરૂ કર્યું. આવા એક દિવસની વાત છે. સુવ્રત શેઠે સપરિવાર ઉપવાસ અને મૌનપૂર્વક મૌન એકાદશીએ પૌષધ કર્યો. બધા પૌષધશાળામાં હતા. તેમનું ઘર આથી સૂનું હતું. ચોરોએ આ તકનો લાભ લીધો. ઘરમાં ઘૂસી જઈને જેટલું બંધાય તેટલું બાંધવા માંડ્યું. પોટલાં બાંધી માથે મૂકીને ઘરબહાર નીકળવા લાગ્યા. પરંતુ આશ્ચર્ય! કોઈ ચોરથી એક ડગલું આગળ વધી શકાયું નહીં. બધા જ ચોર ખંભિત બની ગયા. ન હાથ હલાવી શકાય, ન પગ છૂટો કરી શકાય. આ વેદનાથી તેઓ ચીસો પાડી ઊઠ્યા, ચીસો સાંભળી પાડોશીઓ દોડી આવ્યા. જોયું તો બધા ચોરો. તેમણે તરત રાજાને ખબર આપી. રાજાએ કોટવાળને દોડાવ્યા. કોટવાળ અને બીજા સીપાઈઓએ બધાને બાંધી લીધા અને કારાવાસમાં લઈ જવા ખેંચ્યા. દોરડું ખેંચાતાં જ બધા ચોરો આપોઆપ ચાલવા લાગ્યા. સુવ્રત શેઠ સપરિવાર સવારે ઘરે આવ્યા. રાતની બધી વિગતની તેમને જાણ થઈ. આ માટે તેમને વ્રતની અનુમોદના કરી. આ મૌન એકાદશી વ્રતનો જ પ્રભાવ કે ચોરો એક તણખલું પણ ન લઈ જઈ શક્યા! વળી સુવ્રત શેઠને વિચાર આવ્યો : “ચોર બધા રંગે હાથ પકડાઈ ગયા છે. આથી રાજા જરૂર તેમનો વધ કરશે. નહિ, નહિ, તેમને બધાને મારે બચાવી લેવા જ જોઈએ અને સુવ્રત શેઠ વિના વિલંબે રાજા પાસે પહોંચ્યા. તેઓ મારા નિમિત્તે જ પકડાયા છે. એટલા માટે તેમને બચાવવા જોઈએ. તેમણે રાજાને ભેટશું ધર્યું અને ચોરોને હેમખેમ છોડી મૂકવા માટે આગ્રહભરી વિનંતી કરી, અને તેઓને સહીસલામત છોડાવી ઘરે આવી પછી જ તેમણે ઉપવાસનું પારણું કર્યું. Page #110 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૯૯ બીજા વરસે મૌન એકાદશીએ સુવ્રત શેઠ પૌષધ લઈ પૌષધશાળામાં બેઠા હતા ત્યારે તે લત્તામાં પ્રચંડ આગ લાગી. જીવ બચાવવા લોકોએ નાસભાગ કરી મૂકી. મકાનો બધાં ભડભડ બળવા લાગ્યાં. આગ કાબૂમાં આવવાને બદલે વધતી ગઈ. વધતી-વધતી તે પૌષધશાળામાં આવી. તે પણ બળવા લાગી. લોકોએ બૂમાબૂમ કરી મૂકી. “સુવ્રત શેઠ! સુવ્રત શેઠ, ભાગો, જલદી ભાગો. આગ લાગી છે, આગ લાગી છે, પૌષધશાળા ભડકે બળી રહી છે. જલદી દોડો, જીવ બચાવો.” પણ સુવ્રત શેઠ પૌષધમાં અને મૌનમાં સ્થિર રહ્યા. તેમણે કશી જ હાયવોય ન કરી. કાયોત્સર્ગમાં સ્થિર ઊભા રહ્યા અને આત્મધ્યાનમાં લયલીન જ રહ્યા. સવાર સુધીમાં તો આખી પૌષધશાળા બળીને ખાખ થઈ ગઈ. પરંતુ આ આગમાં સુવ્રત શેઠ અને તેમના પરિવારને જરાય આંચ ન આવી. એટલું જ નહીં, આ પ્રચંડ આગમાં તેમની હવેલી, દુકાન, વખારો બધું અકબંધ રહ્યું. આ જોઈ જાણીને નગરજનોએ સુવ્રત શેઠનો તથા જૈન ધર્મનો ભારે જયજયકાર કર્યો. સુવ્રત શેઠ બરાબર સમજી ગયા હતા કે મૌન એકાદશીની આરાધનાના પ્રતાપે પોતે અગિયારમા દેવલોકમાં ગયા હતા; અને અહીં આ જન્મ અગિયાર પત્નીઓ મળી અને પોતે અગિયાર કરોડ રૂપિયાના માલિક બન્યા. તેઓ જીવનમાં બાર ભાવનાઓનું સતત ચિંતન કરતા રહ્યા. તેમને દેવી શક્તિનું રક્ષણ પ્રાપ્ત થયું હતું કારણ કે તેમનું ઉત્કૃષ્ટ પુણ્ય હતું અને તેઓ ઉત્તમ રીતે ધર્મ પાળતા હતા. તેઓ હવે વિચારવા લાગ્યા : ચોરીનો બનાવ નજર સામે આવ્યો. આગમાં સંપૂર્ણ રીતે બચી ગયા. ભલે બધી સંપત્તિ બચી ગઈ, પણ શું આ ઘટનાઓ પોતાને જાગ્રત કરવા માટે પૂરતી નથી? હવે ગ્રહવાસ ત્યાગ કરવો જોઈએ અને ચારિત્ર્યધર્મનો સ્વીકાર કરી કર્મક્ષયનો પુરુષાર્થ હાથ ધરવો જોઈએ. હું સંયમધર્મનો સ્વીકાર કરીશ તો મારી અગિયારે પત્ની પણ સંયમ લેશે. તેઓ પણ કર્મક્ષય કરી મુક્તિ પામી જશે. તેમના સુખનો, આનંદનો પાર નહીં રહે. તો હવે વિલંબ શા સારુ કરવો જોઈએ? તેમણે નિરાંતે પત્નીઓને પોતાનો વિચાર જણાવ્યો અને પૂરા ઉલ્લાસથી દીક્ષા લેવા પત્નીઓ પણ સંમત થઈ. નગરમાં ચાર જ્ઞાનના ધારક આચાર્ય ભગવંત શ્રી વિજયશેખરસૂરિજી Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૧૦૦ પધાર્યા હતા. તેમની દેશના સાંભળી સુવ્રત શેઠે અગિયારેય પત્નીઓ સાથે દીક્ષા લીધી. ઉત્તમ ભાવે તપસ્યા કરી દ્વાદશાંગી(બાર આગમો)નું જ્ઞાન પ્રાપ્ત કરી શ્રુતકેવળી (ચૌદ પૂર્વનું જ્ઞાન ધરાવનાર) બન્યા. તેમની અગિયાર સંસારીપણાની પત્નીઓ જે હવે સાધ્વી બની હતી તેઓએ અનશન કર્યું અને એક માસના અનશન બાદ બધી કાળધર્મ પામી મોક્ષે સિધાવી. વળી પાછો મૌન એકાદશીનો દિવસ આવ્યો. સુબ્રત અણગાર એક વૃદ્ધ બીમાર સાધુની વૈયાવચ્ચ કરતા હતા. આ સમયે એક દેવતા સુવત મુનિના મૌનની પરીક્ષા કરવા આવ્યા અને એ વૃદ્ધ સાધુના શરીરમાં પ્રવેશ કર્યો. એણે સાધુને અસહ્ય વેદના ઉપજાવી. તેમના શરીરમાં રહેલા દેવે કહ્યું: “હે સુવ્રત મુનિ! મારાથી આ વેદના સહન થતી નથી. તમે અત્યારે જ શ્રાવકના ઘરે જઈને મારી સારવાર માટે કોઈ કુશળ વૈદ્યને બોલાવી લાવો.” સુવ્રત મુનિ વિચારમાં પડી ગયા. “રાતનો સમય છે, મુનિથી રાતના ક્યાંય ઉપાશ્રય બહાર જવાય નહીં. વળી, “મારે આજે મૌન છે. શું કરું?” ત્યાં જ બીમારસાધુ ગુસ્સાથી બોલ્યા: “ગીતાર્થ સાધુ થયા છો અને અવસરની ગંભીરતા સમજો છો કે નહીં? જાવ, જલદી વૈદરાજને બોલાવી લાવો.” સાધુ મહાત્મા તો આવું બોલે નહીં, જરૂર કંઈ ભેદભરમ લાગે છે એમ સમજીને સુવ્રત મુનિ ત્યાંથી ખસ્યા નહીં, કંઈ બોલ્યા પણ નહીં. આથી બીમાર સાધુ તેમને ઓઘાથી મારવા લાગ્યા. તેઓ શાંતિથી માર સહન કરતા રહ્યા અને પોતાને નિંદતા રહ્યા, “આ મુનિ તો નિર્દોષ છે. અપરાધ મારો છે કે તેમના કહેવા પ્રમાણે હું તેમની સારવાર કરી શકતો નથી. સાધુના શરીરમાં રહેલ દેવ મારતા જ રહ્યા. પણ સુવ્રત મુનિ ઉત્કૃષ્ટ શુભ ભાવમાં ચડી ગયા, સમતાયોગી બની ગયા. વ્યંતરદેવ થાકી ગયો અને તે મુનિનું શરીર છોડીને પોતાના સ્થાને ચાલ્યો ગયો. સુવ્રત મુનિએ ચારે ઘાતી કર્મોનો (આત્માના ગુણોનો ઘાત કરનાર) ક્ષય કરી નાખ્યો અને કેવળજ્ઞાની બની ગયા. આ મૌન એકાદશી સાથે શ્રી મલ્લીનાથ ભગવાનનું નામ પણ જોડાયેલું છે. તેમના ત્રણ કલ્યાણક મૌન એકાદશીના દિવસે છે. ૧. ધર્મને બરાબર સમજનાર Page #112 -------------------------------------------------------------------------- ________________ [૩૦] ધર્મવીર વેદધર્મી નામના આચાર્ય શ્રી કુંથુનાથના શાસનના સમયે વિચરતા હતા. તેમની પાસે ધન્ના નામના વણિકે દીક્ષા લીધી. ગુરુએ “ધર્મવીર' નામથી તેમને વિભૂષિત કર્યા. થોડા સમય બાદ ગુરુજીએ તેમને બીજા શિષ્યો સાથે વિચરવા આદેશ આપ્યો. મુનિ ધર્મવીર ગુર્આજ્ઞા સ્વીકારી બીજા શિષ્યો સાથે વિચારવા લાગ્યા. શરૂઆતમાં સંયમમાર્ગ અમૃત જેવો મધુર લાગ્યો, પણ થોડા સમય બાદ એ માર્ગ કઠિન લાગવા માંડ્યો. એટલે એમાંથી છૂટવા ખોટાં નખરાં કરવા લાગ્યા અને વહેવારમાં તો એમ જ ચાલે એમ મન સાથે સમાધાન કરી સાથેના મુનિઓને પજવવા લાગ્યા. બીજા મુનિઓ જેમ કંટાળતા ગયા તેમ તેમ ધર્મવીર રાજી થતા ગયા. તે માનતા કે મારાથી કંટાળી મને ચારિત્ર્યમાંથી છૂટો કરી દેશે. આખરે સાથેના મુનિઓ કંટાળ્યા અને ધર્મવીરને કહી દીધું કે તમે ગુરુદેવ પાસે જાઓ અને તેઓ જેમ કહે તેમ કરો, તેથી તમારું કલ્યાણ થશે. મુનિ ધર્મવીર પહોંચ્યા ગુરુજીની પાસે અને કહ્યું, “હે ગુરુદેવ! આપનો પંથ ઘણો જ કઠણ છે. આ માર્ગે મારા જેવો પામર જીવ ચાલી શકે એમ નથી, માટે મને સંયમ-જીવનમાંથી છૂટો કરો.” ગુરુએ કહ્યું, “હે ધર્મવીર! સાંભળ. દુખ સહ્યા વગર સુખ મળતું નથી. વળી આવાં દુઃખો તો આપણા જીવે પહેલાં પણ ઘણાં ભોગવ્યાં છે. આ દુઃખ તો કોઈ હિસાબમાં નથી. માટે સમતા રાખી મહામૂલા એવા ચારિત્ર્યધર્મથી પતન ન પામ.” આ પ્રમાણે સતત સમજણ આપવા છતાં ધર્મવીર સમજ્યા નહીં, અને એક દિવસ ગુરુની શિખામણને કુકરાવી ભાગી ગયા અને પોતાનો જુદો પંથ ફેલાવવા લાગ્યા. કાળક્રમે લોકોમાં પ્રસિદ્ધિ તો મળી, પણ થોડા સમય બાદ દુષ્કૃત કર્મોના ઉદયથી ભયંકર રોગોથી શરીર ઘેરાઈ ગયું પરિણામે એ ઘણા જ દુઃખી થયા. સેવા કરનાર કોઈ રહ્યું નહીં. બધા તેમને નવો પંથ ફેલાવવા બદલ ધુત્કારવા લાગ્યા. આથી એ ઘણો જ પસ્તાવો કરવા લાગ્યા પણ કર્મ આગળ કોનું ચાલે? આખરે થાકીહારીને પાછા ગુરુ પાસે આવ્યા અને પોતે કરેલ અપકૃત્યની માફી માગી. ગુરુ તો મહા સમતાધારી હતા. તેમણે ધર્મવીરને કર્મ કોઈને છોડતું નથી એ વાત જુદી જુદી Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા - ૧૦૨ રીતે સમજાવી, સુખનો અનુભવ કરવો હોય તો સમતા રાખી બધું સહન કરવા બોધ આપ્યો અને બાજુના નગરમાં ભગવાન કુંથુનાથ ભવ્ય જીવોને બોધ આપી રહ્યા છે ત્યાં તેમની પાસે જવા કહ્યું, અને ભગવાનની વાણી તમારો ઉદ્ધાર જરૂર કરશે તેમ સમજાવ્યું. રોગથી પીડાતો ધર્મવીર ગુરુની આજ્ઞા માન્ય રાખી ભગવાન કુંથુનાથની પાસે પહોંચ્યો. ભાવપૂર્વક વંદના કરી, પોતાની વીતક કથા કહેતાં કહ્યું: “હે ભગવાન! હું અત્યારે કયા કર્મના ઉદયથી પીડામાં સપડાયો છું?” ભગવતે કહ્યું, “અશાતા વેદનીય કર્મના ઉદયથી જીવ દુઃખ ભોગવે છે. અગાઉના ભવમાં તે ઘણા જીવોને દુઃખી કર્યા છે, જેના ઉદયથી આજે તને દુ:ખ પીડી રહ્યું છે અને હજી પણ તું સમતા રાખી સહન નહીં કરે તો ભાવિમાં અનંતકાળ દુઃખી રહેવાનો. માટે જે સ્થિતિમાં હોઈએ અને જે કાંઈ કર્મને લીધે મળે તેમાં જ સમતા રાખવી, જેથી જીવ ઉત્તરોત્તર શાતા ભોગવે છે અને કાળક્રમે કર્મરહિત થઈ સિદ્ધ અવસ્થાને પામે છે.” ભગવાનની સારયુક્ત ધર્મવાણી સાંભળી ધર્મવીર ઘણો રાજી થયો અને પૂછ્યું, “હે ભગવાન! હું આગળ કઈ ગતિમાં હતો? તેમ આ ભવે મને સંયમ મળ્યો છતાં કેમ શુદ્ધ ચારિત્ર્યથી કંટાળ્યો?” કરુણાના સાગર ભગવંતે કહ્યું - અગાઉના ભાવમાં હે ધર્મવીર! તું એક રાજાના સારથીનો દીકરો હતો. તું એક વખત તારા બાપ સાથે ફરવા નીકળ્યો હતો ત્યાં દૂરથી આવતા શુદ્ધ સાધુના સમૂહને જોઈ લંગમાં કહેવા લાગ્યો - હે પિતાજી! જુઓ જુઓ, પેલું ધૂતારાઓનું ટોળું આવે છે. એમને નમસ્કાર કરો. બસ આ જ કર્મ તને ચારિત્ર્ય ભ્રષ્ટ કર્યો. પરંતુ સાથે “નમસ્કાર' શબ્દ વાપરેલો એટલે સંપૂર્ણ ચારિત્ર્યનો ત્યાગ ન કર્યો. તો તે ધર્મવીર! જેવી વાણી આપણે ઉચ્ચારીએ તેના તેવા જ પડઘા પડ્યા વિના રહેતા નથી. હજી બાજી હાથમાં છે. શુદ્ધ ચારિત્ર્ય પાળી તું કર્મરહિત થઈ શકે છે.” ભગવંતની ભવ્ય વાણી સાંભળી પોતાનાં દુષ્કૃત કર્મોને નિંદતો, ફરીથી ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી કર્મો ખપાવવા એકાંતમાં ધર્મવીર ચાલી ગયા. ત્યાં સર્વ જીવોને મન-વચન તથા કાયાથી ખમાવી, અન્નજળનો ત્યાગ કરી, મરણપર્યંતના અનશનનું પચ્છખાણ કરી ધ્યાનમાં ઊભા રહ્યા. સારાનરસા ઉપસર્ગો સહેતાં સહેતાં બધાં કર્મોને ખપાવી આયુષ્ય ક્ષય થતાં બાધારહિત મુક્તિપદને પામ્યા. - - - - - - Page #114 -------------------------------------------------------------------------- ________________ [૩૧] સર્વજ્ઞસૂરિજી અને કમલ શ્રીપુર નામના નગરમાં શ્રીપતિ નામના ધર્મિષ્ઠ શેઠ રહે. તેમને કમલ નામનો એક પુત્ર. તે બધી કળામાં નિપુણ, પણ ધર્મથી સદા દૂર રહે. જ્યાં દેવ-ગુરુનું નામ આવે ત્યાં તે ઊભો ના રહે. એક વાર શેઠે તેને શિખામણ આપતાં કહ્યું, “દીકરા! બોતેર કળામાં આપણે નિપુણ, છતાં જો ધર્મકળા ન જાણતા હોઈએ તો આપણે અજાણ જ કહેવાઈએ. સર્વ કળામાં શ્રેષ્ઠ તો ધર્મકળા જ છે.” કમલે કહ્યું - “આપણે કોઈનું ખરાબ ન કરીએ, આપણે મેળવેલું આપણે વાપરીએ એ ધર્મ જ છે ને? સ્વર્ગ અને મોક્ષ બધું અહીં જ છે. કેટલીક વાર તો ધર્મની વાત કરનારા ધર્મને નામે પોતાના સ્વાર્થને જ સાધે છે. તમને ગમે તો તમે ધર્મ કર્યા કરો. આપણા ગળે તો આ તમારી વાત ઊતરતી નથી.” આમ કહી તે બહાર ફરવા નીકળી જાય. બાપાની વાત પૂરી સાંભળે પણ નહીં. એક વાર શેઠે કહ્યું: “તું મારી સાથે ગુરુમહારાજના દર્શને ચાલ. સાંભળવાથી કાંઈ ચોંટી જતું નથી.” આમ સમજાવી તેને ઉપાશ્રયે લઈ ગયા. ગુરુમહરાજે કહ્યું – “જો ભાઈ! હું તને ધર્મકથા કહું. તું અમારી તરફ ધ્યાન રાખી બરાબર સાંભળજે, ન સમજાય તો પૂછજે.” ધર્મકથા કહી ગુરુજીએ પૂછ્યું: “તને સમજણ પડી ને?” તેણે કહ્યું - “જી મહારાજ, થોડી પડી ને થોડી ન પડી; કેમ કે તમે બોલતા હતા ત્યારે તમારી ગળાની હાડકી ઊંચીનીચી થતી હતી તે મેં એકસો આઠ વાર તો ગણી, પણ પછી તમે ઉતાવળે બોલવા લાગ્યા એટલે ગણવું મુશ્કેલ થઈ ગયું.” આ સાંભળી બેઠેલા માણસો હસી પડ્યા. મહારાજશ્રીએ પણ અયોગ્ય જાણી તેની ઉપેક્ષા કરી. વળી, એક બીજા ઉપદેશક ધર્મગુરુ પાસે શેઠ કમલને સમજાવીને લઈ ગયા. તેમણે કમલની વાત શેઠ પાસેથી સાંભળી હતી, એટલે ધર્મગુરુએ કમલને કહ્યું, “તારે અમારી સામે જોવાની જરૂર નથી. તું તારે Page #115 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૦૪ અમારા ઉપદેશમાં ધ્યાન રાખજે.” ઉપદેશ પૂર્ણ થયે તેમણે પૂછ્યું – “કેમ, કાંઈ સમજાયું કે?” તેણે કહ્યું, “જી મહારાજ, આપે ઉપદેશ શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં એક હજાર ને આઠ કીડીઓ આ દરમાં ગઈ છે. તે મેં બરાબર ગણી છે.” આમ અસંબદ્ધ બોલતો જોઈ ત્યાં બેઠેલા માણસોએ તેને ઠપકો આપ્યો અને સભ્યતા રાખવા કહ્યું. કમલ ઊઠીને ચાલ્યો ગયો. એક વાર તે ગામમાં ઉપદેશલબ્ધિવાળા સર્વજ્ઞસૂરિજી મહારાજ પધાર્યા. કમલને શેઠ સમજાવીને ઉપાશ્રયે લાવ્યા. આચાર્યશ્રીએ કમલની વિચિત્રતા જાણી. તેમણે કમલને લાગણીપૂર્વક બોલાવ્યો અને અવસર મળતાં “પાછો આવજે' એમ કહ્યું. કમલ એકલો જઈ ચઢ્યો. આચાર્યશ્રીએ કમલને કહ્યું, “તું શું જાણે છે?” કમલે કહ્યું – “હું તો માત્ર સ્ત્રીમાં જાણું છું.” આચાર્યશ્રીએ અકળાયા વિના પાછું પૂછ્યું - “સ્ત્રીઓના ભેદ અને લક્ષણ જાણે છે?” તેણે કહ્યું, “હું થોડુંક જાણું છું પણ આપ કહો તો તેથી મારા જ્ઞાનની વૃદ્ધિ થશે.” આચાર્યશ્રીએ સહુ-પ્રથમ પદ્મિની નારીના ગુણ-સ્વભાવ દેખાવરુચિ આદિની વાત કહી. આવી સન્નારી મહાપતિવ્રતા અને દૃઢ મનોબળવાળી હોય છે, તેમાં કેવું સત્ત્વ - શૌર્ય અને ઔદાર્ય હોય છે ઇત્યાદિ ઉદાહરણો આપી સમજાવ્યું. આ સાંભળી કમલ તો મહારાજજીની વાતમાં લટ્ટ થઈ ગયો અને મહારાજને સ્ત્રીકળાના મર્મજ્ઞ જાણી આદરથી જોવા લાગ્યો. “હવે કાલે આવજે. ચિત્રિણી સ્ત્રીનાં લક્ષણો કાલે જણાવીશ.” બીજા દિવસે એ વગર બોલાવ્યે આવ્યો. આમ રોજ રોજ આવવા લાગ્યો ને સૂરિજી તેને શૃંગાર, હાસ્ય-વિનોદ આદિની કથા કહેતા રહ્યા. મનગમતી વાતો ને રસિયો કમલ, નવરો પડે ને ઉપાશ્રયે આવે. મહારાજ સાહેબ પાસે રસથી વાતો સાંભળે. એમ કરતાં માસકલ્પ પૂર્ણ થતાં મહારાજજીએ વિહારની તૈયારી કરી. તેમણે કમલને કહ્યું - “ભાઈ! હવે અમે વિહાર કરીશું. માટે તું કાંઈક નિયમ લે.” તે સાંભળી લંગ કરવાના સ્વભાવવાળો કમલ બોલ્યો, “સાહેબ, મારે તો ઘણા બધા નિયમો છે. સાંભળો - આપઘાત નહીં કરવાનો, થોરનું દૂધ નહીં પીવાનો, આખું નાળિયેર નહીં ખાવાનો, બીજાનું ધન લઈ પાછું નહીં આપવાનો - સ્વયંભૂરમણ સમુદ્રની પેલી પાર નહીં જવાનો, એમ ઘણા નિયમો મારે છે.” આચાર્યશ્રી બોલ્યા ---- Page #116 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા • ૧૦૫ - “કમલ! અમારી સામે આમ બોલવું તને શોભતું નથી. ગુરુઓની હાંસી કરવાથી ભવ જ વધે છે. હવે અમે જઈએ છીએ. આટલો સમય અમારી પાસે બેસીને તું શું શીખ્યો? નિયમ વગરનો માણસ માણસ જ નથી. એકાદ નિયમ લઈશ તો સદા માટે અમારું સંભારણું રહેશે. માટે કોઈક નિયમ તો લે જ.” આ સાંભળી કમલ ઝંખવાઈ જઈ બોલ્યો - “ઠીક સાહેબ, ત્યારે કરાવો નિયમ કે અમારી પાડોશમાં રહેતા જગા કુંભારના માથાની ટાલ જોઈને જ મોઢામાં કાંઈ નાખવું.” આચાર્યદેવે આ પણ લાભનું કારણ જાણી” નિયમ કરાવ્યો અને તેને બરાબર પાળવા ભલામણ કરીને વિહાર કર્યો. કમલ આ નિયમને સચ્ચાઈથી પાળવા લાગ્યો. એક વાર રાજદરબારે ગયેલા કમલને પાછા ફરતાં મોડું થઈ ગયું. તે જમવા બેસતો જ હતો અને તેની માતાએ તેને યાદ કરાવ્યું કે - “તેં આજે જગા કુંભારની ટાલ જોઈ છે કે નહીં? કમલને ભૂખ, થાક અને કંટાળો ઘણો આવ્યો હતો પણ ઘણા દિવસથી નિયમ પાળતો હતો, તેનો ભંગ ન થવો જોઈએ એ માટે તે કુંભારની ટાલ જોવા ઊડ્યો. પણ બાજુમાં તપાસ કરતાં ખબર પડી કે જગા કુંભાર તો ગામ બહાર માટી લેવા ગયા છે. તેથી તે ઊપડ્યો તેની તપાસમાં. તે ફરી ફરીને કંટાળી ગયો, પણ ક્યાંય જગો જડે નહીં. ટાલ જોયા વિના જમાય પણ નહીં. તે હિંમત ન હારતાં આગળ ને આગળ ચાલતો રહ્યો. કુંભાર માટી ભરતો આટલામાં જ ક્યાંક હોવો જોઈએ એમ સમજી શોધ ચાલુ રાખી. ત્યાં એક મોટા ખાડામાં માટી ખોદતો જગો દેખાયો. મારા જેવા તડકામાં ઊભો ઊભો ફાળિયું બાંધ્યા વગરનો જગો માટી ખોદતો હતો તેથી તરત જ કુંભારની ટાલ દેખાઈ. કમલ આનંદમાં આવી ગયો અને જોરથી બોલી ઊઠ્યો - “જોઈ લીધી રે જોઈ લીધી.” એ જ વખતે કુંભાર માટી ખોદતાં ધન ભરેલી માટલી દેખાઈ અને કમલની બૂમ તે જ વખતે સંભળાઈ : “જોઈ લીધી રે જોઈ લીધી.” કુંભાર સમજ્યો કે કમલે આ ધનની માટલી જોઈ લીધી છે. જો તે રાજ્યને જાણ કરશે તો બધુંયે ધન જતું રહેશે અને ઉપરથી ઉપાધિ આવશે. માટે કમલને સમજાવી દેવાથી ધનનો આવેલ લાભ મળી રહેશે. Page #117 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા - ૧૦૬ - - - - - આવા વિચારથી કુંભારે ઊંચા હાથ કરી કમલને ઊભા રહેવા બૂમ મારી. કમલ કહે, “હવે શું? હવે તો જોઈ લીધી.” કુંભારને વિશ્વાસ થઈ ગયો કે આણે ધનની માટલી ખરેખર જોઈ લીધી છે. એટલે કુંભારે કમલને સમજાવતાં કહ્યું : “તેં ભલે આ ધનની માટલી જોઈ પણ તું બીજા કોઈને કહીશ નહીં આ ધન આપણે સંપી બન્ને અડધોઅડધ વહેંચી લઈશું.” કમલ કાબેલ અને હોશિયાર હતો એટલે કહે, “ચાલ ચાલ, અડધે શું થાય?” કુંભારે કહ્યું, “ભાઈ, તું કહે તેમ. પણ વાત બીજા કોઈ જાણે નહીં તે જોજે.” કમલે કેટલુંક મોળું ધન પોતે રાખી, દેખાવમાં વધારે કુંભારને આપી ધન લઈ ઘેર આવ્યો. તેથી તે ધનાઢ્ય થયો. હવે તે વિચારવા લાગ્યો : આ બધો પ્રતાપ શ્રી સર્વજ્ઞસૂરિજીનો છે. મશ્કરીમાં લીધેલ નિયમથી આવો લાભ થયો, તો સાચા અંત:કરણથી નિયમ લેવામાં આવે તો કેટલો બધો લાભ થાય? આમ શ્રદ્ધા થવાથી તેણે કેટલાક નાનામોટા નિયમો લીધા. તેના ઘોર મિથ્યાત્વનો નાશ થયો. ને તેને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. ફરીથી સર્વજ્ઞસૂરિજી મહારાજનો યોગ થતાં તેમની પાસે તેણે શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા અને ધર્મ આરાધી અવસાન થતાં સ્વર્ગ ગયો. ભેંસ આગળ ભાગવત જેવી બહુ મોટી મોટી તત્ત્વોની વાતો કરીને પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવાના બદલે સરળ યૂક્તિપૂર્વક, કલ્યાણકારી, રસ પડે તેવી વાતો સમજાવીને શ્રી સર્વજ્ઞસૂરિજીએ નાસ્તિક અને જડ એવા કમલને ધર્મિષ્ઠ બનાવ્યો. સમય પારખી આવા આચાર્યો ભાવિકોની જડતાનો નાશ કરી તેમના કલ્યાણના સંયોગો ઊભા કરી આપે છે. દીક્ષા ગ્રહી પ્રથમ તીર્થ તમે જ સ્થાપ્યું કંઈ ભવનું કઠિન દુઃખ અનન્ત કાપ્યું, એવા પ્રભુ પ્રણમીએ પ્રણયે તમોને મેવા પ્રભુ શિવતણા અર્પો અમોને. Page #118 -------------------------------------------------------------------------- ________________ [૩૨] જિનદાસ અને શાંતનુ શેઠ પ્રભુ મહાવીરના સમયની આ વાત છે. રાજગૃહી નગરીમાં શાંતનુ નામે એક શેઠ વસે. કુંજીદેવી નામે તેમની પત્ની. બાપદાદાએ શરૂ કરેલ પેઢી ધમધોકાર ધંધો કરે. પિતાજી ગુજરી જવાથી પેઢીનો બધો ભાર શાંતનુના માથે આવ્યો. ધંધાની આવડત નહીં એટલે આસ્તે આસ્તે મૂડી ઓછી થતી ગઈ. ભાગ્યનું ચક્ર ફરવા લાગ્યું. પેઢી તૂટતી ગઈ અને ભાવિ અંધકારમય બની ગયું. વખત એવો આવ્યો કે બે ટંક ખાવાના સાંસા પડવા લાગ્યા. શાંતનુ શેઠ બહુ જ મૂંઝાયા. રાત્રે ઊંઘ ન આવે, પાસાં આમથી તેમ ફેરવે. રાતના એક તૂકો સૂક્યો. ચોરી કરીને ધન મેળવવું એવો વિચાર પાકો કર્યો. સવારે ઊઠી કુંજી શેઠાણીને વાત કરી. શેઠાણી ચોંકી ઊઠી, “અરે, આવો ચોરીનો અધમ વિચાર?” શેઠ કહે : “હવે કોઈ બીજો રસ્તો દેખાતો નથી. ભૂખનું દુઃખ સહેવાતું નથી. ગમે તેમ થોડું ધન ભેગું કરવું જ જોઈએ. ચોરી તો ચોરી કરીને પણ.” શેઠાણી સમજદાર હતી. તેણે શેઠને કહ્યું: “ચોરી ન કરવી હોય તો કોઈ સાધર્મિકને ત્યાં કરો. ચોરીના ધનથી વેપાર કરી તે પૈસા તેમને પાછા વ્યાજ સાથે આપી દેવાની ભાવના રાખીને જ ચોરી કરજો.” શેઠે કચવાતા મને શેઠાણીની સલાહ માનવી પડી. બીજે દિવસે સાંજે પ્રતિક્રમણ કરવાના બહાને ઉપાશ્રયે ગયા. પ્રતિક્રમણ કરવા જિનદાસ શેઠની બાજુમાં બેઠા. જિનદાસ શેઠ પ્રતિક્રમણ કરવા બેઠા ત્યારે તેમણે પોતાના ગળામાં મોતીનો હાર હતો તે કાઢી કોટના ગજવામાં મૂક્યો અને કોટ કાઢી બાજુમાં મૂક્યો. આ બધું ધ્યાનથી શાંતનુ શેઠે જોયું. પ્રતિક્રમણનું નાટક તે કરતા ગયા, ધ્યાન તેમનું જિનદાસ શેઠના કોટમાં મોતીનો હાર હતો તેમાં હતું. અંધારુ થતાં લાગ જોઈ કોટના ખીસામાંથી શાંતનુએ હાર ઝડપી લીધો અને પોતાની પાસે રાખી લીધો. છાનામાના ઘેર આવ્યા. પત્નીને બધી ચોરીની વાત કરી. Page #119 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૧૦૮ આ બાજુ ઉપાશ્રયમાં પ્રતિક્રમણ પૂરુ થતાં શેઠે બીજાં કપડાં સાથે કોટ પહેરી લીધો અને હાર કાઢવા ખીસામાં હાથ નાંખ્યો. હાર મળ્યો નહીં શેઠ સમજી ગયા - ચોરી ચોક્કસ થઈ છે. ઉપાશ્રયમાં બહારનું કોઈ આવ્યું નથી. બાજુમાં શાંતનુ બેઠો હતો. તેની સ્થિતિ નબળી થઈ છે. બાપદાદાથી ચાલતી આવતી પેઢી તૂટી ગઈ લાગે છે એનો ખ્યાલ જિનદાસને હવે આવી ગયો. પણ તેમણે બૂમાબૂમ ન કરી. સ્વામીભાઈ તકલીફમાં છે, એને વધુ તકલીફમાં મૂકવો ન જોઈએ એમ સમજી ચૂપચાપ ઘરે આવ્યા. જિનદાસ શેઠ ઘેર તો આવ્યા, પણ વિચારતા જ રહ્યા : શાંતનુ શેઠને કેમ ચોરી કરવી પડી? તે પોતાના સાધર્મિક હોવા છતાં પોતે તેમનું ધ્યાન કેમ ન રાખ્યું? હું ગામના જૈન સંઘનો સંઘપતિ છું. મારે મારા સાધર્મિક બંધુઓની યોગ્ય દેખભાળ રાખવી જોઈએ એ ન રાખી. મારું એ કર્તવ્ય હું નિભાવી શક્યો નહીં. આવા વિચારે તેમની ઊંઘ હરામ થઈ ગઈ. સવારે ઊઠતાં પણ આ જ વિચારો તેમને સતાવતા રહ્યા. બીજે દિવસે, હવે આ હાર કોને વેચવો તે બાબતે શાંતનુ શેઠ અને કુંજીદેવી વચ્ચે વાતચીત થઈ. શેઠે કહ્યું, “બજારમાં જઈ વેચી નાખીશ, સારા જેવા પૈસા આવશે.” પણ શેઠાણી કહે, “ના, એવું જોખમ ન લેવાય. ત્યાં પકડાશો તો જેલ ભેગા થશો. આ હાર લઈ જિનદાસ શેઠને ત્યાં જ જાઓ અને હાર ગીરો મૂકવો છે એમ કહી ધન માગો. શેઠ જિનદાસ ધાર્મિક અને સમજદાર છે. એ તમને ચોક્કસ ધન આપશે.” પહેલાં તો શાંતનુનું મન ન માન્યું. એમનો જ હાર એમના ઘરે જઈ એમને આપું તો ચોરી પકડાઈ જ જાય અને શેઠ બેઈજ્જતી જ કરે. આવા વિચારે તેમને તે વાત ન રુચી. પણ શેઠાણીએ જ્યારે આગ્રહપૂર્વક એમ જ કરવા સમજાવ્યું ત્યારે તે કચવાતા મને અને બીતાં બીતાં હાર લઈ જિનદાસ શેઠની પેઢીએ પહોંચ્યા. જિનદાસ શેઠે શાંતનુને આવકાર્યા અને પૂછ્યું, “શા કારણે પધાર્યા છો?” શાંતનુએ ગભરાતાં ગભરાતાં કહ્યું, “મારે રૂપિયા પાંચ હજારની જરૂર છે. ધંધા માટે તે મને હાલ આપો. તેની સામે આ હાર હું ગીરવી રાખું છું.” શેઠ કહે, “લઈ જાઓ. જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, અને કોઈ ચીજ ગીરવે મૂકવાની પણ જરૂર નથી.” હાના, - નાહા કરતાં કરતાં છેવટે હાર Page #120 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૦૯ જિનદાસ શેઠને ત્યાં રાખી રૂપિયા પાંચ હજાર લઈ શાંતનુ ઘેર આવ્યા. બધી વાત શેઠાણીને કરી. અને કહ્યું – “હાર જોઈ શેઠ કશું બોલ્યા નહીં. જાણે કંઈ જાણતા જ નથી. હાર તેમનો છે તે તેઓ બરાબર સમજ્યા હશે છતાં કશું જ કીધા વગર રૂપિયા ધીર્યા છે.” શાંતનુએ ધંધો શરૂ કર્યો અને થોડા વખતમાં ધંધો ધમધોકાર ચાલવા માંડ્યો. વ્યાજ સાથે પૈસા ગણી તેઓને જિનદાસને આપવા તેમના ઘરે ગયા અને પૈસા ગણી આપ્યા. શેઠે તીજોરી ખોલી હાર બહાર કાઢ્યો અને શાંતનુ શેઠને આપવા ધર્યો. શાંતનુ શેઠથી હવે ન રહેવાયું. તેમણે કીધું “શેઠ! હાર મારો નથી આપનો જ છે. તે તમે રાખી લો. મેં મારી લાચાર દશાના કારણે પ્રતિક્રમણ કરતાં આપના ડગલામાંથી ચોરી કરી કાઢી લીધેલો. હું પાપી છું. શેઠ! મને માફ કરો.” | જિનદાસ શેઠ વળતો જવાબ આપે છે : “ભાઈ! પાપી તો હું છું. મેં મારા સ્વામીભાઈની મુસીબતોનો ખ્યાલ ન રાખ્યો, એ રીતે હું મારી ફરજ ચૂક્યો છું. ધિક્કાર છે મને! તેં મારી આંખ ઉઘાડી છે એ તારો ઉપકાર છે.” આમ બન્ને જણ પોતે ગુનેગાર છે એમ એકરાર કરે છે. થોડા જ દિવસો પછી પ્રભુ મહાવીર વિહાર કરતા રાજગૃહી પધાર્યા. બન્ને જણ પ્રભુ પાસે આ ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માટે ગયા. ભગવાને સાધર્મિક ભક્તિનો સાચો પાઠ શીખવાડવા માટે જિનદાસ શેઠને સાબાશી આપી અને શાંતનુ શેઠને નાનું શું પ્રાયશ્ચિત આપ્યું. જિનદાસ શેઠ અને શાંતનુ શેઠ એક બીજાને વહાલથી વળગી પડ્યા. પ્રાર્થના વામાનંદન પાર્શ્વપ્રભુજી! ત્રેવીસમા તીર્થકર છો, રોમે રોમે રટણા તમારી, શંખેશ્વર શુભંકર છો. સુમિરનથી સુખ મળતા સહુને, દર્શનથી દુઃખ જાયે દૂર, પૂજા કરીએ પ્રભુ તમારી, પવિત્રતા દેજો ભરપૂર! Page #121 -------------------------------------------------------------------------- ________________ [33] સિંહ શ્રેષ્ઠી કીર્તિપાલ નામે રાજા વસંતપુર નગરમાં રાજ્ય કરતા હતા. તેમને ભીમ નામનો પુત્ર હતો. આ ભીમને સિંહ નામનો, એક શેઠનો પુત્ર, મિત્ર હતો. આ સિંહ જિનેન્દ્ર દેવનો પરમ ઉપાસક હતો. તેણે ગુરુ પાસે દિગ્વિરતિ વ્રત લીધું હતું (દશે દિશાઓમાં એક દિવસમાં આટલા અંતરથી વધારે આગળ જવું નહીં એવી કાંઈક મર્યાદા કરવામાં આવે) અને ૧૦૦ યોજનથી વધારે આગળ ન જવું એવો નિયમ અંગીકાર કર્યો હતો. તેના ઉત્તમ ગુણોને લીધે રાજા કીર્તિપાલને તે ઘણો પ્રિય હતો. એક વાર કોઈ દૂતે આવી રાજાને કહ્યું, “મહારાજ! નાગપુરના મહારાજા નાગચંદ્રને રત્નમંજરી નામે એક અતિરૂપવતી અને ગુણવતી કન્યા છે. તેને દેખવા માત્રથી માણસ મુગ્ધ થઈ જાય તેવો તેનો પ્રભાવ છે. તેના જેવી બીજી કોઈ કન્યા આ પૃથ્વી ઉપર હોય તેવું અમને લાગતું નથી. તેના માટે ઘણા કુમારો જોયા પણ ક્યાંય મન ઠર્યું નથી. એને યોગ્ય તમારો યુવરાજ ભીમ છે ને કુમારને યોગ્ય અમારી રાજકુંવરી છે, એવું ચિંતવી અમારા મહારાજાએ મને વિશ્વાસુ જાણી તમારી પાસે આ બાબત નિવેદન કરવા મોકલ્યો છે. માટે કુંવરી વરવા માટે કુમારને અમારી સાથે જ મોકલો તો સારું.’’ યોગ્ય કરવાનું આશ્વાસન આપી રાજાએ દૂતને આવાસે મોકલ્યો અને સિંહ શેઠને બોલાવી લાવવા માણસ મોકલ્યો. સિંહ જવાબદારી સંભાળી શકે એવો ભરોસો રાજાને હતો. તેથી કુંવર ભીમ સાથે સિંહ શ્રેષ્ઠીને મોક્લવા મનથી નક્કી કર્યું હતું. સિંહ દરબારમાં આવતાં જ રાજાએ કહ્યું, “તમારે ભીમ સાથે નાગપુર જવાનું છે. ત્યાંના રાજા નાગચંદ્રે તેમની રત્નમંજરી નામની કન્યા આપણા ભીમ સાથે પરણાવવા નક્કી કર્યું છે અને તેમનો દૂત આ માટે આપણી પાસે આવેલો છે. તો તમે ભીમને લઈને નાગપુર જઈ યોગ્ય કરો.’' સિંહ શ્રેષ્ઠી આ સાંભળી વિચારમાં પડી ગયા. એટલે ઉત્તર તરત ન આપી શક્યા. રાજાજીએ પૂછ્યું : “શો વિચાર કરો છો? શું તમને આ સંબંધ ન ગમ્યો?’ શેઠે કહ્યું – ‘‘રાજાજી! એવું કાંઈ નથી. માત્ર મારા વ્રતની વાત છે. મેં સો Page #122 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૧૧ યોજનથી વધારે દૂર ન જવાનો નિયમ લીધો છે, ને નાગપુર અહીંથી સવાસોયોજન દૂર છે. માટે મારાથી નહીં જઈ શકાય.”રાજાજી આ સાંભળી ગુસ્સે થઈ ગયા અને કહ્યું, “હું રાજા અને તમે પ્રજા. તમારે મારી આજ્ઞા માનવી જ પડશે. મારી આજ્ઞા નહીં માનો તો ખબર પડશે. હમણાં જ હું તમને ઊંટ ઉપર બેસાડી હજાર યોજન દૂર મોકલી દઈશ, સમજ્યા?” સિંહ શ્રેષ્ઠીએ રાજાજીના મોં સામું જોયું. તે અતિ ક્રોધિત દેખાયા. સમય વર્તે સાવધાન થવામાં તેમને ડહાપણ દેખાયું અને કહ્યું, “ભલે! આપ શાંત થાવ. મેં તો મારા વ્રતની વાત આપને જણાવી, છતાં રાજ આજ્ઞા હું શી રીતે તોડી શકું?” આ સાંભળી રાજાએ પ્રસન્ન થઈ કુંવર તથા સૈન્યને તૈયાર કરી સિંહ શેઠને આગેવાની સોંપી, સારા દિવસે પ્રયાણ કરાવ્યું. આખા માર્ગે સિંહ શેઠે કુમાર ભીમને ઈન્દ્રિયો અને મનના તમાશાની વાસ્તવિક્તા સમજાવી, ભોગવિલાસમાં રહેલું અલ્પસુખ એ મહાપાપનું કાર્ય છે એનો અદ્ભુત બોધ આપ્યો, જે સાંભળી સમજી ભીમકુમારની સંસારવાસના જ નાશ પામી અને તે શેઠનો ઘણો ઉપકાર માનવા લાગ્યો. પ્રયાણ કરતાં સો યોજન પૂરા થયા એટલે શેઠ આગળ ચાલતા અટકી ગયા અને આગળ ચાલવાની ના પાડી. સેનાનાયકે કુમારને બાજુમાં લઈ જઈ કહ્યું, “શેઠ આગળ વધવાની ના કહે છે અને નીકળતાં પહેલાં રાજાજીએ અમને સ્પષ્ટ આજ્ઞા આપી છે કે કદાચ આ શેઠ સો યોજનથી આગળ જવાની ના પાડે તો તેમને બાંધીને પણ નાગપુર લઈ જવા.” આ વાત જાણી કુમારે તે પોતાના ધર્મગુરુ સમાન શેઠને જણાવી. શેઠે કહ્યું, “કુમાર! આ સંસાર આખામાં કાંઈ સાર નથી. અરે! આ શરીર પણ જ્યાં આપણું થતું નથી ત્યાં બીજું તો કોણ આપણું થાય અને શા માટે થાય? માટે હું તો પાદપો ગમ (વૃક્ષની જેવી સ્થિરતાવાળું) અણસણ લઈશ. પછી મારા શરીરનું જે કરવું હોય તે ભલે ને કરે.” આવો નિર્ણય કરી સિંહ શેઠ અણસણ લેવા બાજુના પર્વત ઉપર ચડી ગયા. સમજપૂર્વક કુમાર પણ શેઠની પાછળ પાછળ પર્વત પર પહોંચ્યો. આ તરફ રાત્રિ પડી. કુમાર અને શેઠ બંને ક્યાંય દેખાયા નહીં. તપાસ કરતાં અંતે સવારના સૈનિકોએ બન્ને જણને અણસણ લઈ બેઠેલા પહાડ ઉપર શોધી કાઢ્યા. સેનાધ્યક્ષ હવે મૂંઝાયો. શેઠ એકલા આગળ ન વધત તો તો તેમને બાંધીને લઈ જાત, પણ કુમાર જ અણસણ લઈ બેઠો છે હવે શું કરવું? છેવટે વિનયપૂર્વક પ્રણામ કરી સેનાધ્યક્ષે શેઠ સામું જોઈ પૂછયું, “અમારે શું કરવું?” પણ બેમાંથી કોઈ ન હાલે Page #123 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૧૨ કેન બોલે! બન્નેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો. આખરે થાકી થોડા સૈનિકો દોડી બીતા બીતા રાજાની પાસે પાછા ગયા. થોડા ત્યાં જ રહ્યા તેઓ રાજાનો ક્રોધ સમજતા હતા. કદાચ સૈનિકોને ઘાંચીની ઘાણીમાં નાખી પીલી નાખે તો? ઘણી ઘણી વિનંતી કરી કહ્યું કે, “તમે તો ધન્ય થઈ ગયા, “પણ અમારું શું?” પણ બન્ને જણ લેશ માત્ર પણ ક્ષોભ પામ્યા નહીં. કહ્યું છે કે સંતોષરૂપી અમૃતની તૃપ્તિ પામેલા યોગી કશી જ ઈચ્છા રાખતા નથી તેમ જ કશાથી ડરતા નથી; તેમને મન તો માટી કે સોનું તથા શત્રુ કે મિત્ર બધું સરખું જ હોય છે. સૈનિકોએ રાજાને આ વાત કહી. હવે રાજા પોતે જ દોડ્યા. મનથી નક્કી કર્યું કે કુંવરને પરાણે બાંધીને પણ પરણાવવો અને સિંહ શેઠને શત્રુની જેમ મારી નાંખવો. માર્ગના જાણકારો સાથે, દોડતા અને હાંફતા રાજા, ડુંગર પર પહોંચ્યા તો તેમના આશ્ચર્યની સીમા ન રહી; કારણ કે સિંહવાઘ જેવાં હિંસક પશુઓ તે બંન્નેની પાસે બેઠાં હતાં, ને તેમના પગમાં માથું મૂકતાં હતાં. “આમને હવે ભક્તિ અને બહુમાનથી સમજાવવા પડશે, ક્રોધ કે કોઈ પણ પ્રકારની બીકથી કામ નહીં સરે એમ સમજી રાજાજીએ તે બન્નેને ઘણી વિનવણી કરીને મીઠાં વચનો કહ્યાં, પણ કોઈ રીતે તે બન્ને ડગ્યા નહીં. રાજા હવે મૌન રહી, જે થાય તે જોયા કરવામાં ડહાપણ સમજી, બાજુમાં પડાવ નાખી ત્યાં જ રહ્યા. આમ કરતાં એક મહિનાના ઉપવાસ અને અણસણને અંતે તે બન્નેને કેવળજ્ઞાન થયું. સુર-અસુરનો સમૂહ તેમને નમવા આવી પહોંચ્યો ને આયુષ્ય પણ ત્યાં જ પૂર્ણ થતાં તેઓ મુક્તિ પામ્યા. કીર્તિપાલ રાજાને રોવું કે રાજી થવું એ ન સમજાયું. પોતાની અણસમજની નિંદા કરતા કહેવા લાગ્યા: “અરે ઓ મિત્ર! સો યોજનથી આગળ ન જવું એવો તમારો નિયમ હતોનિશ્ચય હતો તો હવે અમને મૂકીને અસંખ્ય યોજન દૂર મોક્ષમાં શા માટે ગયા!” આમ અનેક રીતે વિચારતા અને વિલાપ કરતા રાજા પોતાની રાજધાનીમાં પાછા આવ્યા અને ધર્મમાં ઉદ્યમશીલ બન્યા. પ્રાણ તો ભવે ભવે મળે છે પણ વ્રતનિયમ દરેક ભવે મળતાં નથી. માટે પ્રાણ છોડવા પડે તો છોડવા, પણ સ્વીકારેલ વ્રતનો ત્યાગ ન જ કરવો આવો દઢ સંકલ્પ કરી ભવ્ય જીવોએ સિંહ શ્રેષ્ઠી જેમ વ્રત આચરવું. Page #124 -------------------------------------------------------------------------- ________________ [૩૪] બ્રહ્મદત્ત ચક્રવર્તી મહારાજ બ્રહ્મદત્ત પોતાના મહેલ વસંતભવનમાં આનંદપ્રમોદમાં વિતાવતા હતા. એક દિવસ તેઓ સૂતા હતા ત્યારે કંઈક વિચારમાં અટવાઈ ગયા. કંઈક યાદ આવે, કંઈક વિસરાય એવી સુષુપ્ત દશામાં પોતાનો સમગ્ર જીવનપટ જોઈ ગયા. ક્ષણો બાદ તેઓ બેશુદ્ધ બની ગયા. અંતરમાં જાતિસ્મરણ જ્ઞાનની જ્યોત ઝળહળી અને પોતાના પાંચ પાંચ ભવોની ઘટનાઓ મનઃચક્ષુ સમક્ષ ઊપસી આવી. પ્રથમ ભવનું દૃશ્ય દેખાય છે - દશાર્ણ નામે દેશમાં એક દાસપુત્રરૂપે મારો જન્મ થયો છે. મારે એક બંધુ પણ છે. અમારી બન્નેની પ્રીત અદ્ભુત છે. એકબીજા વિના ચાલતું નથી. રમવામાં કે ફરવામાં, જમવામાં કે ઝઘડવામાં, સુખમાં કે દુઃખમાં સાથે ને સાથે, ક્યારેય જુદા પડવાની વાત નહીં જીવનપર્યત એ ઝિંદાદિલી જાળવી રાખીને અમે મોતને મર્દાનગીથી માપ્યું. હવે, આગળ દૃષ્ટિ પર બીજો ભવ દેખાય છે – કાલિંજર નામનો પર્વત છે. શું એની વિશાળતા, રમણીય ગિરિમાળાઓ અને ભયંકર ખીણો! નાનાં નાનાં ઝરણાં અને ભેંકાર ભેખડો! એવા પર્વતની ગોદમાં અમે બન્ને મૃગરૂપે જમ્યા. સંગીત સંભળાય ત્યારે અમે તાનમાં આવી જતાં. બન્ને સાથે દોડતારમતા. એક દિવસ સંગીત સાંભળતાં તેના સૂરે ડોલતા અમે કોઈક શિકારીના બાણે વીંધાઈ ગયા. “આહ એવી ચીસ પડાઈ ગઈ. અને મનસૂષ્ટિ આગળ ત્રીજો ભવ દેખાયો – મૃતગંગા નામે નદી છે. નિર્મળ એના કિનારે અમારા બન્નેનો હંસરૂપે જન્મ થયો. શુભ્ર અમારો દેહ અને મોહક સ્વરૂપ. સ્વેચ્છાએ જળવિહાર કરતાં લોકો અમને જોઈ જ રહેતા. કોઈક અમને પકડી લેવાની કોશિશ કરતા પણ અમે એવા ચતુર કે ક્ષણમાં દૂર નીકળી જતા. કાળ વહેતો રહ્યો. અને એક દિવસ અમારો આતમહંસ વિદાય થઈ ગયો! કોઈકની જાળમાં ફસાઈ ગયા અને અમારા બન્નેનું પ્રાણપંખેરું ઊડી ગયું. Page #125 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૧૪ દશ્યો આગળ વધે છે અને ચોથો ભવ દેખાય છે - કાશીનગરીમાં અમે બેય બંધુઓ ચાંડાલરૂપે જન્મ્યા. મારું નામ સંભૂતિ અને ભાઈનું નામ ચિત્ર. બાળપણમાં જ અમે સંગીતની સાધના કરી. અમારા સંગીતે અમને ઠીકઠીક પ્રસિદ્ધિ આપી. પણ લોકોને ખબર પડે કે આ તો ચાંડાલપુત્રો છે, એટલે લોકો ભાગી જતા. જ્યાં જઈએ ત્યાં આ જ દશા અમારી થતી. અમે જીવનથી કંટાળ્યા અને આત્મઘાત કરવા તત્પર બન્યા. પણ નસીબસંજોગે એક જૈન અણગારે અમને એ માર્ગે જતા અટકાવ્યા. અમે જૈન શ્રમણ બન્યા, ભોગી મટીને યોગી બન્યા. અંતે અનશન આદર્યું. ચક્રવર્તી સનતકુમાર એમના સમગ્ર પરિવાર સાથે અમને વંદન કરવા આવ્યા. એમના સ્ત્રીરત્ન ઉપર મારી નજર પડી. એનું મનમોહક સૌંદર્ય જોઈ, આવું સ્ત્રીરત્ન મળે એવી મનથી કામના કરી. આખરે અમે મૃત્યુ પામ્યા. થોડીવારે સ્મૃતિપટ પર પાંચમા જન્મની અનેક ઘટનાઓ તરવરવા લાગી – દેવલોકનું દિવ્ય વાતાવરણ છે. સ્વગગનાઓનું સુંવાળું સાન્નિધ્ય છે. પાર વગરની સમૃદ્ધિ છે. ત્યાં અમે બન્ને દેવ બન્યા. ખૂબ જ આનંદપ્રમોદ ત્યાં કર્યો. અનેક વર્ષો ત્યાં સુખ ભોગવ્યું. આખરે એનો અંત આવ્યો, અમો બન્ને દેવલોકની દિવ્ય દુનિયામાંથી વિદાય થઈ ગયા. ચક્રવર્તી હવે તદન જાગ્રત અવસ્થામાં આવી ગયા : ઓહ! પાંચ પાંચ ભવ જોયા. આ નવા ભવમાં હું તો ચક્રવર્તી છું, પણ મારો ભાઈ ક્યાં? પાંચ ભવ સાથે ને સાથે જ હતા. આ ભવમાં એ ભાઈ ક્યાં ગયો? આ જુદાઈ કેમ? કયાં કર્મો કારણભૂત હશે? એ વિચારના વમળમાં ચક્રવર્તી અટવાઈ ગયા. કોઈ નિર્ણયનું નવનીત એમને ન લાધ્યું. ક્યાં હશે એ? હું તો સુખના સ્વર્ગમાં મહાલું છું. ક્યાંક એ દુઃખમાં તો નહીં હોય? ગમે તેમ મારે એને શોધી કાઢવો જોઈએ. હું ન શોધી શકું તો મારી પાંચ જન્મની પ્રીતને લાંછન લાગે.” આમ વિચારતાં તેમના સમગ્ર દેહમાં એક ધ્રુજારી પ્રસરી ગઈ. ક્યાં હશે એ મારો જન્મજન્મનો ભાઈ? નથી એના નામની ખબર, નથી એના ગામની ખબર! કેમ શોધવો?” મૂંઝવણ વધતી ગઈ. ઘણા વિચાર-મંથનને અંતે એક વિચાર મનમાં ઝબક્યો. એક યુક્તિ લાધી. એ યુક્તિ અનુસાર, તેમણે એક ગાથા રચી. આ ગાથામાં તેમના પૂરા પાંચે ભવોનો ખ્યાલ આપ્યો. ગાથા Page #126 -------------------------------------------------------------------------- ________________ ન શાસનના ચમકતા સિતારા ૧૫ આ પ્રમાણે હતી – પિતાના મિ દંલા વાંડા મા નહીઅર્થાત્ અમે દાસ, મૃગ, હંસ. ચાંડાલ અને અમર રૂપે હતા. આ રચનાની સાથે રાજાએ ઢંઢેરો પીટી જાહેરાત કરાવી કે જે કોઈ આ ગાથાની પાદપૂર્તિ કરશે તેને રાજા પોતાનું અધું સામ્રાજ્ય સમર્પિત કરી દેશે. આમાં રાજાની ગણતરી એ હતી કે, જે કોઈ આ ગાથા પૂર્ણ કરશે તે મારો ભવોભવનો ભાઈ જ હશે. તેને પણ મારી માફક પાંચે ભવ યાદ આવશે અને આ ગાથાની યથાર્થ પાદપૂર્તિ કરી શકશે. બસ, પછી તો અમારું મિલન થઈ જશે અને અમો આનંદ આનંદ કરીશું. ગામમાં, બીજાં શહેરોમાં, જ્યાં ને ત્યાં બધા આ ગાથાનું શ્રવણ કરે છે પણ કોઈથી પાદપૂર્તિ થતી નથી. બ્રહ્મદત્ત ધીરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે. જરૂર મારો સાથી, મારો ભાઈ મને મળશે જ. હવે બ્રહ્મદત્ત ચાલુ ભવની બાળપણથી અત્યાર સુધીની વાતો વિચારવા લાગ્યા : કાંપિલ્યપુર નગરના રાજા બ્રહ્મને ચાર પાકા મિત્રો હતા : કાશીદેશનો રાજા કંટક, હસ્તિનાપુરનો સ્વામી કરેણ, કોશલનો અધિપતિ દીર્ધ અને ચંપાનરેશ પુષ્પચૂલ. આ બધા વારંવાર એકબીજાને મળતા અને એકબીજાના રાજ્યમાં વારાફરતી રહેતા. કાળના પ્રતાપે રાજા બ્રહ્મ સખ્ત માંદા પડ્યા. મસ્તકવેદનાએ ભરડો લીધો. ચારે મિત્રો બ્રહ્મ રાજા પાસે આવી પહોંચ્યા. બ્રહ્મ રાજા પોતાના બાળક બ્રહ્મદત્તને તથા પોતાના રાજ્યને સાચવવાનું જણાવી મૃત્યુ પામ્યા. રાજા દઈને રાજ્યને સાચવવાનું જણાવી બીજા ત્રણે પોતપોતાના રાજ્યમાં ચાલ્યા ગયા. રાજ્યનો વહીવટ કરતાં દીર્ઘ રાજા બ્રહ્મ રાજાની રાણી ચૂલણીના અતિપરિચયમાં આવ્યા ને પરિચય પ્રણયમાં પરિણમ્યો. બ્રહ્મદત્ત શૈશવકાળ વટાવી ચૂક્યો હતો. તે પોતાની સગી માનાં આ કારસ્તાન જાણી ગયો. માને ગમે તેમ આ ખોટા રસ્તાથી પાછી વાળવી જોઈએ એવા વિચારથી એક દિવસ એક કાગડ અને એક કોકિલાને લઈ તે રાણીવાસમાં ગયો. દીર્ઘ અને તેની માતા ચૂલણી ત્યાં હતાં તે સાંભળે એ રીતે કુમાર જોરથી બોલ્યો - “ઓ કાગડા - તું કોકિલામાં મુગ્ધ થયો છે, પણ આનું પરિણામ સારું નહીં આવે. માટે સમજી જા. એમ કે નહીં માને, તો લે” એમ કહી કટારીથી કાગડાને મારી નાખતાં જોરથી Page #127 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા ૦ ૧૧૬ બોલ્યો, “આવી નાદાની જે કોઈ કરશે તેને આ બ્રહ્મદત્ત જીવતો નહીં મૂકે.” આમ કહી બ્રહ્મદત્ત ત્યાંથી જતો રહ્યો. પણ આ સાંભળી દીર્ઘ ગભરાઈને કહેવા લાગ્યો, “તું કોકિલા ને હું કાગડો!સમજણ પડી?” રાણી કહે, “આ તો બાળરમત કહેવાય. તમારી શંકા અસ્થાને છે. આપણા સંબંધની એને શી ખબર પડે?” થોડા દિવસ પછી દીર્ધ અને રાણી ચૂલણી ઉપવનમાં હતાં ત્યાં ગોઠવણ મુજબ કુમારે આવી હાથણી સાથે પાડાનો સંબંધ કરાવ્યો અને તરત પાડાનું ગળું કાપતાં તે બોલ્યો - “કેમ તને લાજ ન આવી? તને શું, પણ જે કોઈ આવું કરશે તે અવશ્ય મારા હાથે મરશે.” હવે દીર્ધ રાજાને પાકો વિશ્વાસ થઈ ગયો કે આ અમારા સંબંધને જાણી ગયો છે અને બીજાના બહાને મને શિખામણ આપે છે. એણે તરત રાણીને કહ્યું કે “મને ભય છે ને તે સકારણ છે.” રાણીએ ચિંતિત થઈને કહ્યું - “તમારી વાત સાચી છે, પણ પ્રિયતમ! તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું તેને ઠેકાણે પાડું છું. તમે ને હું આનંદમાં હોઈશું તો આપણને ઘણા પુત્રો થશે.” રાજા સહમત થયો અને યોજના ઘડી. થોડા દિવસમાં એમણે ગુપ્ત રીતે લાક્ષાગૃહ (લાખનો મહેલ) બનાવરાવ્યું, જે બહારથી સુંદર પથ્થરનું મકાન લાગે. અને એક સામંતની સુંદર કન્યા સાથે બ્રહ્મદત્તનાં લગ્ન કરાવ્યાં. સુહાગરાત માટે નવદંપતીને તે લાક્ષાગૃહમાં રહેવાની મનગમતી સગવડ કરી આપી. ચાલાક મંત્રીને પહેલેથી જ ગંધ આવી જતાં રક્ષણની ગુપ્ત વ્યવસ્થા કરી જ રાખી હતી. લગ્નની રાતે નવદંપતી નવા મહેલમાં આવ્યાં. મધ્યરાત્રિ થતાં મહેલને આગ ચાંપવામાં આવી. નવદંપતી સાથે મંત્રીપુત્ર વરધેનું મહેલમાં હતો જ. તે સાવધાન હતો. તરત કુમારને લઈ સુરંગ માર્ગે ભાગ્યો. આખો મહેલ ગારાના ઢગલાની જેમ બેસી ગયો. સુરંગના દ્વારે ઊભા રાખેલા ઘોડા ઉપર ત્રણે બેસીને દેશાંતર નીકળી પડ્યાં. - ભાગ્યશાળી બ્રહ્મદરે પૃથ્વી પર ભ્રમણ કરતાં બધે જ વિજય મેળવ્યો ને સાર્વભૌમ થયો. તેને ચક્રરત્ન મળ્યું ને તે ચક્રવર્તી બન્યો. મંત્રી વરધેનુ જે એની સાથે જ હતો તેને સેનાધિપતિપદે સ્થાપન કર્યો. સારો દિવસ જોઈ પછી પોતાના વતન કાંપિલ્યપુરમાં આવ્યો અને ચક્રથી દીર્ઘરાજાનું મસ્તક છેદી નાખ્યું. પિતાના સિંહાસન ઉપર મોટા સમારોહપૂર્વક તે બેઠો ને અનુક્રમે ભરતક્ષેત્રના છયે ખંડને સાવ્યા. Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા કિનારા ૦ ૧૧૦ બ્રહ્મદત્તને બધી જ જાતનું સુખસાધન અને સંપત્તિ હતી. પણ પાંચ પાંચ ભવનો સાથીદાર ભાઈ ન મળવાથી મન દુ:ખી રહેતું હતું. હજુ કોઈ માસી ટ્રાસા મા હંસા, વાંડા મા નહાની પાદપૂર્તિ કરનાર કોઈ મળ્યું નહીં એની ઉદાસીથી મન વ્યથિત રહેતું હતું. એક દિવસની વાત. કાંપિલ્યપુર નગરના બાહ્ય ઉદ્યાનમાં એક માળી છોડને જળ સીંચી રહ્યો હતો અને પેલી અર્ધી ગાથા એના મુખમાં રમી રહી છે. એ અપૂર્ણ ગાથા સાંભળતાં બાજુમાં ધ્યાનમાં ઊભેલા મુનિવર ચમકી ઊઠ્યા, “ઓહ આ તો મારા જ પૂર્વજન્મોનો વૃતાંત! લાગે છે કે મારા સાથીદારે મને શોધવા આ ગાથા રચી છે. તેઓ માળી સમીપ આવ્યા અને ગાથાનો પૂરો ઈતિહાસ મેળવી લીધો. એમને પૂર્ણ ખાતરી થઈ કે બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતે જ મારો સાથી છે. મુનિવરે તરત જ એ અપૂર્ણ શ્લોકની પૂર્તિ કરી : માનો છઠ્ઠિયા ના અન્ન મન્ના ના વિUTI (ઉત્તરાધ્યયન સૂત્ર) અર્થાત્ જે આસક્તિના કારણે અમે એકબીજા વિના જુદા જુદા ઉત્પન્ન થયા એ આ છઠ્ઠો જન્મ છે. મુનિવરે એ અર્ધગાથા માળીને સુપ્રત કરી. માળી તો રાજી રાજી થઈ ગયો. આ પૂર્તિ બ્રહ્મદત્ત ચક્રવર્તીને સંભળાવીશ, અને અર્થે રાજ્ય મળી જશે. તે તો દોડ્યો રાજમહેલે. બધી જાતની દ્વાર ઉપર સુરક્ષા હતી. સેવકો ઊભા હતા. તેમને હર્ષભર વાતો કરી પહોંચ્યો બ્રહ્મદરની પાસે. ચક્રવર્તી કથાની પાદપૂર્તિ સાંભળી અવાક થઈ ગયા. ચોક્કસ આ જ મારો પાંચ જન્મનો સાથીદાર! પણ એના દેદાર જોઈ દુઃખી થઈ ગયા મારા સાથીના આ હાલ? શા કામની મારી સમૃદ્ધિ? ઓહ, એમ ચીસ પાડી મૂચ્છિત થઈ ભૂમિ પર પડી ગયા. ચક્રવર્તી ભૂમિ પર પડી જતાં જ માળી ધ્રૂજી ઊઠ્યો : રે! આ ગાથાની પંક્તિમાં મુનિવરે કોઈ મંત્ર ભર્યો છે, નહિ તો રાજા મૂચ્છિત કેમ થઈ જાય? ના, મારે સાચી વાત જણાવી દેવી જોઈએ. નહીં તો પુરસ્કારને બદલે કોઈ મોટી પીડા પ્રાપ્ત થઈ જશે. ભયંકર ભયની ભ્રમણામાં એ થરથરી ઊઠ્યો. થોડી ક્ષણોમાં ચક્રવર્તી કંઈક સ્વસ્થ થયા. માળીએ ક્રૂજતાં ધ્રૂજતાં હાથ જોડી કહ્યું“મહારાજ! આ ગાથાની રચના મેં નથી કરી.” હૈ? તો પછી આ ગાથા તને કોણે આપી?” ચક્રવર્તીએ પૂછ્યું. માળીએ કહ્યું, “મને આ ગાથા એક મુનિવરે કહી છે, જેઓ આજ જ ઉદ્યાનમાં પધાર્યા છે. સાચી હકીકત જણાવી હાથ જોડી ઊભો રહ્યો. ચક્રવર્તી આનંદિત થઈ ગયા. Page #129 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૧૮ તરત જ સેવકો દ્વારા એમણે મુનિવરને મુલાકાત કાજે આમંત્રણ પાઠવ્યું. મુનિવરે એ આમંત્રણ સ્વીકાર્યું અને તેઓ રાજમહેલમાં પધાર્યા. બ્રહ્મદત્તે મુનિવરને નિહાળ્યા. નયનોથી નયનો મળતાં જ સ્નેહનો ધોધ પૂરજોશમાં વહ્યો. ચક્રવર્તીને વિશ્વાસ થઈ ગયો કે આ જ મારો સાથી. તેમણે મુનિવરને પ્રણામ કર્યા અને બોલ્યા, “પ્રભુ! પ્રીત તો આપણી પુરાણી છે, પણ વર્તમાનની કોઈ પિછાન, પરિચય નથી. મને આપનું નામ જણાવશો?” “મારું નામ ચિત્રમુનિ છે.” મુનિવરે ટૂંકમાં ઉત્તર દીધો. ઓહ! ચિત્રમુનિ? ગત માનવજન્મમાં પણ આપનું નામ એ જ હતું ને? આપ ચિત્ર ને હું સંભૂતિ, યાદ છે ને? કેવો યોગાનુયોગ! નામ પણ એ જ અને વેશ પણ એ જ. “રાજન! નામ તો દેહનાં છે. દેહના એ દેવાલયમાં વસતો આતમ તો અનામી છે. નામ વિનાશી છે. આત્મા અવિનાશી છે.” મુનિવરે વિરાગની વાત કહી. “ઓહ મુનિવર! આપની વાણી વિરલ છે. સારું થયું, આપણા સંબંધોના તૂટેલા તાર ફરીથી સંધાયા. પણ મને એ નથી સમજાતું કે પાંચ પાંચ ભવનો આપણો સ્નેહસંબંધ કેમ તૂટી ગયો?' ચક્રવર્તીએ ચિત્તની ચિંતા રજૂ કરી. મુનિવરે જવાબ આપ્યો, “રાજન! સંબંધ તૂટવાનું પણ કારણ છે. યાદ કરો એક ભવ. આપણે બન્ને અણગાર હતા. આપણે અણસણ આદર્યું. આપણા દર્શને ચક્રવર્તી સનતકુમાર સપરિવાર આવ્યા. તમારી નજર તેમની પટરાણી પર પડી. એના સૌંદર્યે તમને મોહિત કર્યા. એવું સ્ત્રીરત્ન મળે એવી તમે કામના કરી. અંત સમયે તમે અનાસક્તિ ચૂક્યા અને આસક્તિમાં પડ્યા. એ આસક્તિએ જ આપણને જુદા કર્યા. તમે નિયાણાના પ્રભાવે ચક્રવર્તી બન્યા. હું અનાસક્તિની આરાધનાના પ્રભાવે આ ભવે પણ અણગાર બન્યો.” બ્રાહ્મદને ધન્ય છે આપને એમ કહી નમસ્કાર કર્યા. અને બોલ્યો : “હવે આપ અત્રે મારી સાથે મહેલમાં જ રહો,એટલે આપણે જુદા પડીએ.'પૂરાભાવથી એમણે મુનિરાજને વિનંતી કરી. આજીજી કરતાં કહ્યું “મારું મન આપનું સ્નેહાળ સાન્નિધ્ય ઝંખી રહ્યું છે.' અનાસક્તિના આરાધક અણગારે સ્વસ્થતાથી ઉત્તર દીધો, “રાજન! નીલગગનમાં વિહરતાં પંખીઓ કદી પાંજરાની પરતંત્રતા ઝંખે ખરાં? ભલે પાંજરું ૧. ધર્મના ફળ રૂપે સંસાર સુખની માગણી Page #130 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકવા સિતારા ૭ ૧૧૯ રત્નજડિત અને સોનાનું હોય! અમારે મન સંસારની સુખ-સમૃદ્ધિ એ રત્નજડિત પાંજરા જેવી છે. એ સુખ-સમૃદ્ધિ અમને ન ખપે. સંસારમાં અપરંપાર પાપો થયા કરે છે. પણ હા, એવો એક ઉપાય છે ખરો કે જેથી આપણો સંયોગ સજીવન બને, એટલું જ નહિ, શાશ્વત પણ બને.’ ‘કયો ઉપાય, પ્રભુ?' ચક્રવર્તીના અંતરમાં આતુરતા તરવરી રહી. ‘સંસાર છોડી ચારિત્ર્ય ગ્રહણ કરવું એ એક જ ઉપાય છે'. મોહમય ચક્રવર્તી બોલ્યા, ‘ના, ના, એ તો અશક્ય છે. સંભૂતિના ભવમાં સ્વપ્નાં સેવ્યાં હતાં તે સાકાર થયાં છે. આ સત્તા, આ સાહ્યબી, આ સ્રીરત્ન હું ના છોડી શકું.'' મુનિવરે પોતાના ભવોભવના સાથીદારને સંસારની મોહમાયામાંથી છોડાવવા ભગીરથ પ્રયત્ન કર્યો. ઘણું સમજાવ્યું પણ મોહાંધ રાજા આ સુખસાહ્યબી છોડવા કોઈ રીતે તૈયાર ન થયા. આખરે મુનિરાજે સાફ શબ્દોમાં જણાવ્યું, ‘રાજા! હજુ જો આ સાહ્યબીની આસક્તિ ચાલુ જ રાખશો તો દુર્ગતિનાં દુઃખો ભોગવવાં પડશે. જે જે ચક્રવર્તીઓએ સામ્રાજ્ય, સમૃદ્ધિનો ત્યાગ કર્યો છે તે બધા સદ્ગતિ પામ્યા છે, જે નથી છોડી શક્યા તે નરકે જ ગયા છે. માટે આટલી કાતિલ આસક્તિ છોડો.’ ‘હું પામર છું. આપ પરમ છો. આપ ધર્મને સમજી આચરવાનું સામર્થ્ય ધરાવો છો, જ્યારે હું ધર્મ સમજવા છતાં તેને આચરી શકતો નથી. ધન્ય છે આપને અને ધિક્કાર છે મને!' મુનિવરે જોયું કે ભાવિ ભાવને કોઈ મિથ્યા કરી શકતું નથી. આસક્તિ એ અભિશાપ છે. હવે તો એક વાર નરકમાં જઈને ફરી જ્યારે આ જીવ ક્યારેક નરભવમાં આવશે ત્યારે એનું ઠેકાણું પડશે, તે પહેલાં શક્ય નથી. એમ ચક્રવર્તીની ભાવદયા ચિંતવતા ચિત્રમુનિ રાજમહેલમાંથી વિદાય થઈ ગયા. એક દિવસ ચક્રવર્તીની સવારી રસ્તા ઉપરથી પસાર થતી હતી ત્યારે એક બ્રાહ્મણ રસ્તા વચ્ચે એક મોટો વાંસડો હાથમાં લઈ ઊભો હતો. વાંસડાને ખાસડાનો હાર પહેરાવ્યો હતો. એના ઉપર ચીંથરાં વીંટી ઉપર સૂપડું મૂક્યું હતું. આ જોઈ રાજાને આશ્ચર્ય થયું. તેણે ચાકર મારફત તે બ્રાહ્મણને બોલાવ્યો અને પૂછ્યું, ‘ભાઈ! કેમ શા કારણથી આમ ઊભો છે?” બ્રાહ્મણે કહ્યું, ‘મહારાજ આપને મળવા ઘણી મહેનત કરી, પણ રાજદરબારમાં મને કોઈએ આવવા ન દીધો. એટલે આપનું કોઈ પણ રીતે ધ્યાન દોરવા આ રીતે ઊભો છું. આપ નાના . Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૨૦ હતા અને વિપત્તિમાં ભમતા હતા ત્યારે મેં તમને પાણી પાયું હતું. મને ખબર પડી કે આપ તો ચક્રવર્તી થયા છો, તો તમને મળે તો મારું દળદર ફીટે. આવા આશયથી અહીં આ રીતે ઊભો છું.' ચક્રવર્તીએ તેને ઓળખ્યો. પ્રસન્ન થઈ તેને જે જોઈએ તે માંગવા કહ્યું. મંદબુદ્ધિના બ્રાહ્મણે પોતાની સ્ત્રીએ શીખવ્યા પ્રમાણે પ્રતિદિન નવા ઘરે જમણ તથા દક્ષિણામાં બે સોનામહોર મળે તેવી વ્યવસ્થા કરી આપવા જણાવ્યું. રાજાએ બીજું કાંઈ સારું માંગવા કહ્યું, પણ તેણે માન્યું નહીં, એટલે રાજાએ બ્રાહ્મણની માગણી મુજબ પ્રબંધ કરી આપ્યો અને તેના કહેવાથી આની શરૂઆત પોતાના રસોડેથી કરાવી. ચક્રવર્તીએ બ્રાહ્મણને સમજાવ્યો કે મારા માટે કરેલી રસોઈ તને નહીં ફાવે. પણ તે માન્યો નહીં. ચક્રવર્તીએ પોતાના રસોડે બ્રાહ્મણને સપરિવાર જમાડ્યો અને સારી દક્ષિણા આપી. પણ ચક્રવર્તીનું અતિગરિષ્ઠ ભોજન જીરવવું કઠણ હતું. ઘરે આવ્યા પછી સહુને તેનો કેફ ચડ્યો. રાત્રિને સમયે તેણે બહેન, માતા સાથે પશુવત્ નિષિદ્ધાચરણ કર્યું. સવારે જ્યારે ભાન થયું ત્યારે તેને ઘણી લજ્જા આવી ને સાથે ચક્રવર્તી ઉપર ક્રોધ આવ્યો. આ અપકૃત્ય તે રાજાએ જાણીજોઈને કરાવ્યું છે એવું તેને લાગ્યું. તેથી તે રાજાનો વેરી થયો અને આ ચક્રવર્તીને તો મારી નાખવો જોઈએ' એમ વિચારી તેને કેમ મારવો તેનું ચિંતવન કરવા લાગ્યો. એવામાં તેણે જંગલમાં એક પાકો નિશાનબાજ જોયો. તે ગલોલથી ઝાડ ઉપરના પાંદડાને ધાર્યાં કાણાં પાડી શકતો હતો. તેણે તેને કેટલુંક દ્રવ્ય તથા બીજી મોટી લાલચ આપી તેના દ્વારા ચક્રવર્તીની બન્ને આંખો ફોડાવી નાખી. પણ તે નિશાન-બાજ પકડાઈ ગયો. તેણે બ્રાહ્મણનું નામ આપી દીધું રાજાએ પરિવાર સાથે બ્રાહ્મણને મારી નંખાવ્યો, છતાં ચક્રવર્તીનો ક્રોધ ઓછો થયો નહીં. તેણે આજ્ઞા આપી કે થોડા બ્રાહ્મણોને રોજ મારી નાખવા અને તેમની આંખો મને આપવી. આમ રોજ કરવામાં આવતું ને તેમની આંખો હાથેથી ચોળી ચક્રવર્તી ઘણો રાજી થતો. આવી રીતે ઘણા નિર્દોષ જીવોનો ઘાત થતો જાણી મંત્રીએ આંખના આકાર જેવાં ફાડેલાં વડગુંદાં આપવાનું ચાલુ કર્યું. તે વડગુંદાં બ્રાહ્મણોની આંખો જ છે એમ ચક્રવર્તી સમજતો. આ રીતે તેણે સોળ વર્ષ આ પાપ કર્યા કર્યું. છેવટે રૌદ્ર ધ્યાનમાં મૃત્યુ પામી તે સાતમી નરકે ગયો. Page #132 -------------------------------------------------------------------------- ________________ [૩૫] વરદત્ત મુનિ ૧ વરદત્ત નામના મુનિ ઇર્યા સમિતિમાં સદા તત્પર રહેતા. તેમના ઉપયોગની શક્રેન્દ્રે પોતાની સભામાં પ્રશંસા કરી. આ વાત એક દેવને ગળે ન ઊતરી. તે મુનિનું પારખું કરવા આવ્યો... ને મુનિના માર્ગમાં અસંખ્ય માખી જેવડી ઝીણી ઝીણી દેડકી વિકર્વી. તેનાથી આખો માર્ગ છવાઈ ગયો. પગ મૂકવાની પણ જગ્યા ન જોઈ, મુનિ ઇર્યા સમિતિમાં સાવધાન થઈ ત્યાં જ સ્થિર થઈ ગયા. દેવે લડતા હાથીઓ વિકુર્વ્યા. જાણે હમણાં ઉપર જ આવી પડશે એમ લાગવા છતાં સ્વયંને બચાવવા ખસ્યા જ નહીં. દેવે વિકુર્વેલા માણસો રાડ પાડી કહેવા લાગ્યા, ‘ઓ મહારાજ! જલદી માર્ગમાંથી ખસી જાઓ, અરે ખસી જાઓ. આ હાથીઓ કચરી નાખશે.’ પણ તેઓ તો સ્વભાવ દશામાં રમતા જ રહ્યા. ત્યાં તો હાથી દોડતો આવ્યો ને માર્ગમાં ઊભેલા મુનિને સૂંઢથી પકડી આકાશમાં ઉછાળ્યા. ઉપરથી નીચે પડતા મુનિ વિચારે છે કે ધરતી પર તો અસખ્ય દેડકીઓ છવાઈ ગઈ છે. ભૂમિનું પ્રમાર્જન પણ નહીં કર્યું હોય ત્યાં આ મારું શરીર પડશે ને કોણ જાણે કેટલીયે દેડકીઓનો કચ્ચરઘાણ નીકળી જશે. દેવે ઘણી રીતે વ્યથિત કર્યા પણ તેઓ ઇર્યા સમિતિથી ભ્રષ્ટ થયા નહીં. તેથી પોતાના સ્વયંના જ્ઞાનથી અને ઇન્દ્ર મહારાજના વચનથી તેણે મુનિની અડગતા, ભાવની નિર્મળતા ભાળી. દેવ પ્રગટ થયો, ને પ્રણામ કરી બધી વાત નમ્રતાપૂર્વક જણાવી. પોતે કરેલ અપરાધની ક્ષમા માગી ને મુનિની ઘણી પ્રશંસા કરી. તેના મિથ્યાત્વનો નાશ થતાં તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. ઘણો પ્રસન્ન થઈ તે દેવ સ્વર્ગે ગયો. આ પ્રમાણે વરદત્ત મુનિની જેમ ઇર્યા સમિતિ નામનો પ્રથમ ચારિત્ર્યાચારૐ સર્વે મુનિઓએ – વિરતિવૃંતોએ પાળવો. તે મુનિરાજનું વિરતિમય જીવન જોઈ મિથ્યાત્વી દેવ પણ સમ્યક્ત્વ પામ્યો. - ૧. ઇર્યા સમિતિ એટલે ચાલતી વખતે પગ નીચે આવીને કોઈ પણ ત્રસ કે સ્થાવર જીવ કચડાઈ ન જાય, મરી ન જાય તેની સાવધાની રાખવી. ૨. જયણાપૂર્વક સાફસુફી. ૩. ઇન્દ્રિયો, વિષયો અને કષાયોના વિજયવાળું ત્યાગી જીવન Page #133 -------------------------------------------------------------------------- ________________ [3] દ્રાવિડ-વારિખિલ ભગવાન 2ષભદેવે દીક્ષા લેતાં અગાઉ સૌ પુત્રની જેમ પુત્ર દ્રાવિડ અને વારિખિલ્લને પણ રાજ્યભાગ આપ્યો હતો. દ્રાવિડને મિથિલાનું રાજ્ય તથા વારિખિલ્લને લાખ ગામો આપ્યાં હતાં. આમ છતાંય બન્ને એકબીજાની સંપત્તિની ઈર્ષ્યા કરવા લાગ્યા અને એકમેકનું રાજ્ય પડાવી લેવા જુદા જુદા પેંતરા રચવા માંડ્યા. - એક વખત વારિખિલ્લ દ્રાવિડના નગરમાં આવી રહ્યો હતો. આ સમાચાર મળતાં દ્રાવિડે તેને પોતાના નગરમાં આવતો અટકાવ્યો. મોટાભાઈના આ વર્તાવથી વારિખિલ્લ રોષે ભરાયો અને તેણે સૈન્ય સાથે દ્રાવિડના નગર પર આક્રમણ કર્યું. બન્ને વચ્ચે સાત સાત વરસ સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધમાં બંને પક્ષે પાંચ પાંચ કરોડ સુભટમાર્યા ગયા. અનેક હાથી, ઘોડા આદિ હણાઈ ગયા તોયે બન્નેમાંથી કોઈએ મચક આપી નહીં. યુદ્ધના નિયમોના હિસાબે તે વખતે ચોમાસામાં યુદ્ધ બંધ રહેતું. આવા એક ભીના દિવસે દ્રાવિડ પોતાના પરિવાર સહિત વનનું સૌંદર્ય જોવા નીકળ્યો. ફરતાં ફરતાં તે કોઈ તાપસના આશ્રમમાં પહોંચ્યો. ત્યાંના કુલપતિ સુવલ્થ સ્વામી પાસે નમન કરીને બેઠો. સ્વામીજી તે વખતે ધ્યાનમાં બેઠા હતા. ધ્યાન પૂર્ણ થતાં દ્રાવિડે ફરીથી પ્રણામ કર્યા. સુવલ્યુએ દ્રાવિડને આશીર્વાદ આપ્યા અને ઉપદેશ આપતા કહ્યું કે – “હે રાજન! તમે આમ બન્ને સગા ભાઈઓ રાજ્ય માટે હિંસક યુદ્ધ લડો છો તે તમોને જરાય શોભાયમાન નથી. ભારત અને બાહુબલી પણ પોતાની ભૂલ સમજ્યા હતા અને યુદ્ધ બંધ કરીને બાહુબલી મોટાભાઈ ભરતને વિનયથી પ્રણામ કરીને તરણતારણ તમારા દાદા ઋષભદેવના સંયમ પંથે વળ્યા હતા. તો તમે બન્ને ભાઈઓ યુદ્ધ બંધ કરો. વેર-ઝેરને ભૂલી જાઓ અને તમારા જીવનનું કલ્યાણ કરો.” કુલપતિ સુવષ્ણુસ્વામીની પ્રેમાળ વાણી દ્રાવિડના હૈયા સોંસરી ઊતરી ગઈ. તેને પોતાની ભૂલ સમજાઈ. તરત જ બધાં શસ્ત્રો છોડી દઈને તે ઉઘાડા પગે નાનાભાઈ વારિખિલ્લને ખમાવવા માટે દોડ્યો. મોટાભાઈના હૃદયપરિવર્તનની વાત જાણીને નાનો ભાઈ પણ સામે દોડ્યો. બન્ને એકમેકને પ્રેમથી ભેટ્યા, Page #134 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા ૭ ૧૨૩ એકબીજાની ક્ષમા માગી અને બન્ને ભાઈઓએ બચેલા પાંચ પાંચ કરોડસૈનિકો સાથે તાપસી દીક્ષા લીધી અને વનમાં તપસ્યા સાથે ધર્મધ્યાનમાં લીન રહેવા લાગ્યા. એક દિવસે નમિ-વિનમી નામના વિદ્યાધર રાજર્ષિના બે પ્રશિષ્યો આકાશ માર્ગે એ વનમાં આવી પહોંચ્યા. તાપસોએ તેમને વંદના કરીને પૂછ્યું, “આપ હવે અહીંથી કઈ તરફ જવાના છો?” મુનિઓએ કહ્યું : અમો અહીંથી શ્રીસિદ્ધાચળ ગિરિરાજની યાત્રાએ જઈએ છીએ.” તાપસોએ ગિરિરાજનો મહિમા પૂળ્યો. મુનિઓએ કહ્યું : “શ્રીસિદ્ધાચળ ઉપર તીર્થના પ્રભાવથી શુદ્ધ ચારિત્રવાન અનંત જીવો મુક્તિએ ગયા છે અને હજી પણ અનંત જીવો મોક્ષે જશે. આ તીર્થનો મહિમા અચિંત્યો , અપાર છે. લાખ વરસ સુધી તેનું મહિમા-ગાન કરીએ તોપણ પાર આવે એમ નથી. આ તીર્થમાં નમિવિનમી નામના મુનીન્દ્રો બે કરોડ મુનિઓ સાથે શ્રી પુંડરીક ગણધરની જેમ ફાગણ સુદ દશમે મોક્ષે ગયા છે. ભગવાન શ્રી રૂષભદેવના ગણધરો અને કેવળી ભગવંતો પાસેથી અમોએ એ સાંભળ્યું છે કે આગામી કાળમાં આ તીર્થમાં ઘણા ઉત્તમ પુરુષો સિદ્ધિપદને પામશે. શ્રીરામચંદ્ર રાજર્ષિ નારદજી, શાંબ અને પ્રદ્યુમ્ન પાંચ પાંડવો, થાવગ્યા પુત્ર તથા શુક્રાચાર્ય વગેરે અનેક મહાનુભાવો બીજા અસંખ્ય સાધુઓ સાથે આ શ્રીસિદ્ધાચળ ઉપર મુક્તિ પામશે.” શ્રીસિદ્ધાચલ ગિરિનો આવો અપરંપાર મહિમા સાંભળીને બધા જ તાપસી તેની યાત્રા કરવા તૈયાર થયા.મુનિઓએ તે સૌને ભાગવતી જૈન દીક્ષા આપી. પછી સૌ શ્રીસિદ્ધાચળ ગિરિ ઉપર આવ્યા. ત્યાં ભગવાન શ્રી ઋષભદેવસ્વામીની પ્રતિમાજીનાં દર્શન કર્યા. ત્યાર પછી માસખમણના પારણે વિદ્યાધર મુનિએ તાપસ મુનિઓને કહ્યું, “હે મુનિઓ! તમારાં અનંત કાળનાં સંચિત પાપકર્મો આ તીર્થની સેવા કરવાથી જ ક્ષય પામશે; માટે તમારે સૌએ અત્રે જ સ્થિરતા કરીને તપસંયમમાં અપ્રમત્ત રહેવું.” ગુરુઆજ્ઞા શિરોમાન્ય કરીને તાવિડ અને વારિખિલ્લા આદિ દશ કરોડ મુનિઓ શ્રીસિદ્ધાચળ તિર્થમાં રહીને ધ્યાનમાં સ્થિર થયા અને અનુક્રમે એક માસના ઉપવાસ કરીને કાર્તિક પૂર્ણિમાના દિવસે તે સર્વે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. આ તીર્થનો મહિમા આજે પણ એવો જ પાવન છે. ભવ્ય જીવોએ આ તીર્થની યાત્રા દર વરસે પગે ચાલીને કરવી જોઈએ. ત્યાં જઈને તપ સહિત યાત્રા કરવી. એવી યાત્રા કરવાથી યાત્રિકનાં પાપકર્મ નાશ પામે છે અને ચિત્ત નિર્મળ અને શુદ્ધ બને છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ [30] માસતુસ મુનિ પાટલીપુત્ર નગરમાં બે ભાઈઓ વેપાર કરી પોતાની જીવિકા ચલાવતા હતા. તેમને એક વાર ગુરુમહારાજ પાસેથી ધર્મની દેશના સાંભળી વૈરાગ્યભાવ જાગ્યો અને બન્નેએ દીક્ષા લીધી. તેમાં એક ભાઈએ ભણવાનો પ્રયત્ન જ ન કર્યો ને બીજાને ક્ષયોપસમ સારો હોઈ બહુશ્રુત થયા અને આચાર્ય પદવી પણ પામ્યા. તેઓ પાંચસો શિષ્ય-સમુદાયના નાયક થયા. સાધુઓને તેઓ વાચના આપતા, તેમાં કોઈ શંકા-સંદેહ થતાં અવારનવાર તે સાધુઓ તે તે સૂત્રાદિ સમજવા આવતા. આમ થવાથી ક્રિયા અને પઠનપાઠનમાં સઘળો સમય વીતી જતાં વિશ્રાંતિ મળતી નહીં. કોઈ વાર તો નિદ્રાનો અવકાશ પણ ન મળતો. આમ કરતાં જોગાનુજોગ તેમને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થતાં વિચાર આવ્યો : ‘હું શાસ્ત્ર ભણ્યો એનું જ આ દુ:ખ છે. થોડી વાર આરામ પણ મળતો નથી. મારો અભણભાઈ કેવો સુખી છે? કોઈ જાતની ચિંતા નથી કે નથી કોઈ ભાર! એ...ય નિરાંતે આહાર કરીને ઊંઘે છે!' ઇત્યાદિ વિચાર કરતાં હવે હું આ ક્લેશથી છૂટું' એવો વિચાર કર્યા કરતા હતા. ત્યાં એક વખત બધા સાધુઓ ખાસ કારણે કશે બહાર ગયા હતા ત્યારે છટકી જવાનો અવસર છે એમ જાણી તેઓ નગર બહાર ચાલી આવ્યા. તે વખતે કૌમુદી પર્વ ચાલતું હોવાથી ગામની સીમામાં એક મોટો સ્તંભ રોપી લોકોએ શણગાર્યો હતો ને તેની ફરતે સારાં કપડાં પહેરી લોકો બેઠા હતા, ને ગીતસંગીતની રંગીન સભા જામી હતી. આચાર્ય એક તરફ ઊભા રહી આ કૌતુક જોતા હતા. ત્યાં ઉત્સવ પૂરો થતાં થાંભલાં ઉપરથી વસ્ત્રાભૂષણનો શણગાર ઉતારી લોકો ચાલતા થયા. થડ જેવો એકલો થાંભલો ઉજ્જડ સીમમાં રહી ગયો, ને કાગડાઓએ ત્યાં કાગારોળ કરી મૂકી, આચાર્ય મહારાજે આ જોઈ વિચાર્યું કે, “માણસોનો સમૂહ હતો તેથી થાંભલો શણગાર્યો હતો; ને માણસોથી જ તેની શોભા હતી. એ માણસો ચાલ્યા જતાં થાંભલો હાડપિંજર જેવો Page #136 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા પર લાગે છે. ખરેખર પરિવારથી પરિવરેલાની જ શોભા છે, એકલાની કશી શોભા નથી. શિષ્યાદિ પરિવાર અને ધર્મથી ભ્રષ્ટ થઈ એકલા વિચારવાનો વિચાર કરનાર મને ધિક્કાર છે!” - ઈત્યાદિ વિચારતા તેઓ ઉપાશ્રયે પાછા ફર્યા. આ કાર્યનું પ્રાયશ્ચિત લઈ તે પાપની નિંદા-ગહ કરી, છતાં દુર્ભાવનાથી બાંધેલું જ્ઞાનાવરણીય કર્મ પૂરેપૂરુ નષ્ટ ન થયું. પછી તો તેમણે શુદ્ધ ચારિત્ર્ય પાળ્યું. અંતે અણસણ પણ કર્યું ને આયુ પૂર્ણ કરી સ્વર્ગે ગયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ રબારીને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. યુવાન થતાં તેમનાં લગ્ન થયાં ને તેમને એક રૂપાળી દીકરી પણ થઈ. તે દીકરી તરુણ થતાં તેનું રૂપ પણ ખીલી ઊઠ્યું. હંમેશની જેમ એક વાર ઘણા રબારીઓ પોતપોતાનાં ગાડાં ભરી બીજે ગામ ઘી વેચવા ચાલ્યા. આની સાથે આ રબારી પણ એક ગાડા સાથે હતો. કોઈ કાર્યવશ તેની દીકરી પણ સાથે હતી, જે ગાડું ચલાવતી હતી. રૂપવાન આ છોકરીને જોઈ બીજા ગાડાવાળાઓ મોહાંધ થયા. મોહવશ, ગાડાં ચલાવવા ઉપર તેઓનો કાબૂ ન રહેતાં ગાડાં આડા માર્ગે ચાલ્યાં અને મોટા ખાડામાં ગાડાઓ પડ્યાં. આ જોઈ એ રબારીએ વિચાર્યું : “અસાર અને મળ-મૂત્રની મશક જેવા સ્ત્રીના શરીરમાં બધા જ મોહાંધ બનતાં કામાંધ બને છે અને પોતાના હિતાહિતનો પણ વિચાર કરતા નથી.” આમ અશુચિ આદિ ભાવના ભાવતાં વૈરાગ્ય ઊપજ્યો. ઘી વેચી તે પોતાના ઘરે આવ્યો. પુત્રીને યોગ્ય સ્થાને પરણાવી અને સદ્ગુરુનો સમાગમ થતાં દીક્ષા લીધી. આવશ્યકાદિ સૂત્રના યોગ કરી અનુક્રમે ઉત્તરાધ્યયનના યોગ આરંભ્યા. ત્રણ અધ્યયન તો પૂરાં કર્યા, પણ ચોથા અધ્યયનના પ્રારંભમાં પૂર્વસંચિત જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થતાં, ઘણો જ પ્રયત્ન કરવા છતાં, ચોથા અધ્યયનના અસંખ્યજીવીય આ ગાથાનો એક અક્ષર પણ ન આવડ્યો. આ વાત તેમણે પોતાના ગુરુને જણાવી : “અચાનક આ શું થઈ ગયું? મને ઉપાય બતાવો.” ગુરુએ કહ્યું, “તમે આયંબિલનું તપ કરો. રાગદ્વેષનો નિગ્રહ કરો અને તે માટે મા સ મ તુસ (રોષ ન કર - રાગ ન કર)નું રટણ કર્યા કરો. તેથી રાગ-દ્વેષ ઉપજાવનાર વૃત્તિ પર તમારું નિયંત્રણ થશે. આને તમે રહસ્યમય મંત્ર સમજીને રટણ કર્યા કરો. તેથી Page #137 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા ૦ ૧૨૬ તમને ઘણો લાભ થશે.” તે મુનિએ ગુરુમહારાજે આપેલું પદ લઈ ગોખવા માંડ્યું ને બીજો કોઈ પાઠ ન લીધો. કારણ કે બીજા પાઠ મહેનત કરવા છતાં યાદ રહેતા ન હતા. એ ગુરુએ આપેલ પદ ગોખતા જ રહ્યા. દિવસરાત એક જ ધૂન “મા સ મા તુસ’ ગોખતા. પણ ગોખતાં જીભ થોથરાવા લાગી અને આસ્તે આસ્તે અસલ મંત્રને બદલે “માસ તુસ મા તુસ મોંએ ચડી ગયું એટલે “માસ તુસ માસ તુસ” ગોખવા માંડ્યું આ સાંભળી બધા હસવા લાગ્યા. છતાં મુનિએ એ ગુરુમહારાજની શિખામણ ધ્યાનમાં રાખી અને આપેલા પદને મંત્ર જાણી રોષ ન કર્યો ને ક્ષમા રાખી. જેમ જેમ બીજા હસતા તેમ તેમ તેઓ પોતાના આત્માની વધારે નિંદા કરતા કે “હે જીવ! તું રોષ ન કર, તું તોષ (રાગ) ન કર.” આમ ગુરુજીએ બતાવેલા રહસ્યમય શબ્દના અર્થો અને સકલ સિદ્ધાંતના સારભૂત આ પદ ગોખતા જ ગયા, તે ત્યાં સુધી કે બીજા મુનિઓએ તેમનું નામ માસતુસ મુનિ પાડી દીધું. છતાં આત્મનિંદા અને આયંબિલ તપ કરતાં ધીરતાપૂર્વક મુનિએ બાર વર્ષ વિતાવ્યાં અને એ પદ ગોખતા ગોખતા અને તેની ભાવના ભાવતા ભાવતા શુભ ધ્યાને તેઓ ક્ષપકશ્રેણીએ ચડ્યા ને લોકાલોકપ્રકાશી કેવળજ્ઞાન પામ્યા. દેવોએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. જ્યાં અક્ષર પણ ચડતો ન હોતો ત્યાં રાગ-દ્વેષ જીતીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું; પૃથ્વી ઉપર વિચરી ઘણા જીવોને ઉપદેશ આપી અંતે સિદ્ધ-બુદ્ધ-મુક્ત થયા. આમ માસતુસ મુનિ શુભ ભાવે ભાવના ભાવતા, ઉચ્ચાર ખોટો થતો હોવા છતાં સર્વ પાપનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મુક્તિ પામ્યા. પ્રાર્થના ચરમ તીર્થંકર ત્રિશલાનંદ! મહાવીર સ્વામીને વંદન, નામ તમારું લેતાં મારા પુલકે પ્રાણોના સ્પંદન. ધર્મનો રાહ બતાવ્યો સ્વામી, સહુને સુખ-શાંતિ દેવા, ભવોભવ મુજને મળજો તમારા, ચરણકમળની શુભ સેવા. Page #138 -------------------------------------------------------------------------- ________________ [૩૮] સુવ્રત મુનિ સુવ્રત મુનિ એમનું નામ. તે જ્ઞાની, ધ્યાન અને મહાતપસ્વી હતા. તેમને માસક્ષમણનું પારણું હતું. તેઓ પહેલી પોશીના સમયે જ ચંપાનગરીમાં ગોચરી માટે નીકળ્યા. દીર્ધતપસ્વી સાધુ માટે સર્વકાળ ગોચરી માટે યોગ્ય ગણાય છે. શ્રીકલ્પસૂત્રમાં “સમાચારી વ્યાખ્યાનમાં કહ્યું છે કે આચાર્ય, ઉપાધ્યાય કે બીમાર સાધુની સેવાસારવાર (વૈયાવચ્ચ) કરવા માટે બે વાર પણ ગોચરી માટે જઈ શકાય. કારણ કે તપ કરતાં વૈયાવચ્ચનું ફળ સવિશેષ છે. બાળમુનિ હોય તે બે વાર પણ ગોચરીએ જઈ શકે છે. તેમ જ અઠ્ઠમ કે તેથી વધુ ઉપવાસ કરનાર તપસ્વી સાધુ પારણા માટે ગોચરીએ દિવસના કોઈ પણ સમયે જઈ શકે છે. પરંતુ પરોઢિયે લાવેલી ગોચરીને રાખી મૂકી શકાય નહિ. એવી રાખી મૂકેલી ગોચરીમાં જીવજંતુ પડવાની પૂરી સંભાવના છે. તપસ્વી સુવ્રત મુનિ ફરતાં-ફરતાં નગરીની શ્રાવક વસ્તીમાં આવ્યા, ત્યારે ત્યાં કોઈ મંગલ પ્રસંગે સિંહકેસરિયા લાડુની પ્રભાવના થઈ રહી હતી. લોકો મોટેથી આ પ્રભાવનાની વાહવાહ કરી રહ્યા હતા. તપસ્વી મુનિએ એકથી વધુ વાર સિંહકેસરિયા લાડુનું નામ અને ગુણગાન સાંભળ્યાં. આથી તેમણે મનમાં નિર્ણય (અભિગ્રહ) કર્યો કે “આજે ગોચરીમાં માત્ર સિંહકેસરિયા લાડવા જ હોરવા.” એવા વિચારે એક શ્રાવકના ઘરમાં “ધર્મલાભ” બોલી પ્રવેશ કર્યો. શ્રાવકે તપસ્વી મુનિનું ભાવથી સ્વાગત કર્યું, “પધારો ભગવત'; અને તેમને વહોરાવા માટે એકથી વધુ વાનગી કાઢી પણ સિંહકેસરિયા લાડવા એમાં ન હતા. તેથી મુનિ મૌનભાવે ગોચરી લીધા વિના જ પાછા ફરી ગયા. શ્રાવકે માન્યું કે મુનિને કોઈ અભિગ્રહ હશે તેથી જ ગોચરી ન વહોરી. - ત્યાંથી મુનિ બીજા શ્રાવકને ત્યાં ગયા. તેને ત્યાં પણ સિંહકેસરિયા લાડુ ન મળ્યા. ત્યાંથી ત્રીજા ઘરે ગયા ત્યાંથીય ગોચરી લીધા વિના પાછા Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૨૮ ફર્યા. આમ ફરતા ફરતા સાંજ પડવા આવી છતાંય તે ગોચરી માટે ફરતા જ રહ્યા. તેમના મનમાં સિંકેસરીયા લાડુ જ રમતા હતા. અત્યાર સુધી ક્યાંયથી તે ન મળ્યા તેથી તે ખિન્ન અને ઉદાસ પણ બન્યા. સિંહકેસરિયા વ્હોરવા માટે સાંજ પછી પણ તે ગોચરી માટે ફરતા રહ્યા. સૂર્ય આથમી ગયો. સંધ્યાના રંગો પણ વીખરાઈ ગયા. આકાશમાં તારલા ચમકવા લાગ્યા. તપસ્વી મુનિ એક શ્રાવકના ઘરઆંગણે જઈ ઊભા, બોલ્યા, “સિંહકેસરિયા.” શ્રાવક વિચારમાં પડી ગયો. આગણે સિંકેસરિયા કોણ બોલે છે? તે ઊભો થયો, બહાર આવ્યો. તેની આંખો વિશ્વાસ ન કરી શકી. સામે કૃશકાય પણ તેજસ્વી સાધુ ઊભા હતા. તેના આશ્ચર્યની અવધિ ન રહી. આ સાધુ “ધર્મલાભના બદલે “સિંહકેસરિયા” કેમ બોલ્યા હશે? શ્રાવક શ્રમણોપાસક હતો, વિવેકી અને જ્ઞાની હતો. તેણે મશાલના અજવાળામાં ધ્યાનથી જોયું – “અરે! આ તો મહાતપસ્વી સુવ્રત મુનિ! માસખમણના પારણે માસખમણ કરે છે. ખૂબ જ જ્ઞાની અને ધ્યાની છે આ તો.” તેનું મન તેને પૂછી રહ્યું : “આવા વૈરાગી, જ્ઞાની અને તપસ્વી આ રાતના સમયે ગોચરી માટે કેમ નીકળ્યા હશે? કંઈક ક્યાંક કશુંક ખોટું થયું છે તે એ પામી ગયો. આ શ્રાવકને સાધુઓ પ્રત્યે અનહદ આદર અને ભક્તિભાવ હતો. તે સાધુઓની વૈયાવચ્ચ તન્મયતાથી કરતો. તેથી સાધુને સીધો પ્રશ્ન ન કરતાં તેમનું સન્માન અને સ્વમાન સચવાય તેવી રીતે વર્તવા મનથી નક્કી કર્યું. ઉમળકાથી સાધુનું સ્વાગત શ્રાવકે કર્યું - “પધારો ભગવંત', અને પછી થાળ ભરીને વહોરાવા માટે વાનગીઓ લઈ આવ્યો. એક પછી એક વાનગી વ્હોરવા માટે આગ્રહ કરતો ગયોને મુનિ “ખપ નથી, ખપ નથી' એમ કહેતા ગયા. શ્રાવકની મૂંઝવણ વધી ગઈ. સાધુ દરેક વાનગીની ના પાડે છે. લાગે છે કે તેમણે કોઈ અભિગ્રહ કર્યો છે. પરંતુ એ અભિગ્રહ જાણો કેવી રીતે? ત્યાં તેને યાદ આવ્યું કે સાધુ આવ્યા ત્યારે “ધર્મલાભના બદલે “સિંહકેસરિયા બોલેલા. શ્રાવકને હવે તાળો મળી ગયો. સાધુને મોટા ભાગે “સિંહકેસરિયા” લાડુનો ખપ હશે, એમ સમજી અંદર જઈ બીજે થાળ ભરી લાવ્યો, જેમાં Page #140 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૨૯ સિંહકેસરિયા લાડુ પણ હતા. શ્રાવકે કહ્યું : “મહારાજ! આ સિંહકેસરીયા લાડુનો જોગ છે. વ્હોરી મને કૃતાર્થ કરો.” મુનિએ તરત જ પાત્રુ ધર્યું. ગોચરીમાં સિંહકેસરિયા મળ્યા તેથી તેઓ આનંદિત થયા. હવે તેમનું ચિત્ત શાંત અને સ્વસ્થ બન્યું, મુનિ બોલ્યા, “ધર્મલાભ'. શ્રાવકની મૂંઝવણ અને ચિંતા હવે વધી ગઈ. તેને થયું કે આ મુનિ આ લાડવાની લોલુપતાથી રાત્રિભોજન કરશે તો તેમનું મહાવ્રત ખંડિત થશે. હું શું કરું તો આ મુનિરાજ મહાદોષમાંથી ઊગરી જાય? ત્યાં તેના મનમાં ચમકારો થયો. મુનિ પાછા ફરવા જાય છે ત્યાં જ તેને વિનયથી કહ્યું : “હે તપસ્વી ભગવંત! એકાદ મિનિટ મારા માટે થોભવાની કૃપા કરો. આ જ મેં પુરિમુઠ્ઠનું પચ્ચખાણ ધાર્યું છે. એનો સમય થયો કે નહિ તે કહેવા કૃપા કરો.” તપસ્વી મુનિએ સમય જોવા આકાશ તરફ આંખ ઊંચી કરી જોયું; અને એ ગજબની હેબત ખાઈ ગયા. હૈયે ધ્રાસકો પડ્યો : અરે! રાત થઈ છે આતો અને હું રાત્રે શ્રાવકના ઘરે ગોચરી માટે આવ્યો છું! ઓહો! મારાથી આ શું થઈ ગયું?! લાડવાના લોભ અને લાલસામાં હું મારી મર્યાદા પણ ભૂલી ગયો? ધિક્કાર છે મને અને મારી આ આહારલાલસાને..! આમ આત્મનિંદા કરતા મુનિએ સ્વસ્થતા અને કૃતજ્ઞભાવે કહ્યું – “હે શ્રાવક! તું સાચે જ તત્ત્વજ્ઞ અને વિનયી શ્રાવક છે. ખરેખર તું કૃતપુણ્ય છે. શ્રાવકનું કર્તવ્ય સમજી તે મને ગોચરી તો હોરાવી, પણ વિનય અને વિવેક સાચવીને તેં મને પચ્ચખાણનો સમય પૂછીને સંસારમાંથી ડૂબતો બચાવી લીધો. સાચે જ શ્રાવક! તારી પ્રેરણા ઉત્તમ અને આદરણીય છે. માર્ગથી ગબડેલાને - માર્ગ ભૂલેલાને સાચા પંથે ચડાવનાર તું મારો ધર્મગુરુ છે. હું તને વંદન કરું છું.” જાણ્યા અને સમજ્યા પછી સુજ્ઞજન એ ભૂલનું કદી પુનરાવર્તન નથી કરતો. મુનિને પાતાની ભૂલ સવેળા સમજાઈ. તેમણે શ્રાવક પાસે એકાંત જગ્યાની યાચના કરી અને ત્યાં એ મુનિ કાયોત્સર્ગ કરી આત્મધ્યાનમાં લીન બન્યા. સવાર પડી. મુનિ રાતની ગોચરીને પરઠવા શુદ્ધ ભૂમિ તરફ ગયા, લાડુનો ભૂક્કો કરતા ગયા. ભૂકો કરતા કરતા એ પોતાના આત્માને વધુ Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૩૦ ને વધુ તીવ્રતાથી નિંદતા રહ્યા અને શુભ ભાવના ભાવતા રહ્યા, ભાવતા જ રહ્યા. અતિ શુભ ને શુક્લ ધ્યાનના બળથી તેમનાં બધાં જ ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો. તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. દેવોએ એ જાણી આનંદથી તેનો મહોત્સવ કર્યો. આ કથાથી સાધુ અને શ્રાવક-બન્નેએ બોધ પાઠ લેવાનો છે. સાધુએ લોભ અને લાલસાથી આહાર ગ્રહણ કરવો ન જોઈએ. લોભપિંડનો તેમણે સર્વથા ત્યાગ કરવો જોઈએ. ગૃહસ્થ શ્રાવકોએ સાધુના દેખીતા નાના નાના શિથિલાચાર જોઈને તેમની ધૃણા કે તિરસ્કાર ન કરવા જોઈએ. એવા શિથિલાચારી સાધુઓની મનની દુર્બળતાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ; અને સાધુ અનાચારી ન થાય તેમ વિનય-વિવેકથી તેમને સન્માર્ગ યાદ કરાવવો જોઈએ. એના બદલે નનામી પત્રિકાઓ કે છાપામાં છપાવીને જૈન શાસનની નિંદા થાય એવું ન કરવું જોઈએ. વિનયપૂર્વક આચરણથી સાધુઓને સન્માર્ગમાં સ્થાપિત કરવા જોઈએ. આશ ભરીને આવ્યો આશ ભરીને આવ્યો સ્વામી, ભક્તિમાં નવિ રાખું ખામી, પૂરજો મારી આશ, ઓ શંખેશ્વરા, રાખજો મારી લાજ, ઓ શંખેશ્વરા. તાર હો તાર ઓ પ્રભુજી, હું તો જેવો છું તેવો તમારો, કોઈ નથી અહીં મારું, પ્રભુ આપી દે મુજને સહારો, પાર કરો, ઉદ્ધાર કરો, મુજ જીવન નૈયાને . ઓ. શંખેશ્વરા ભાન ભૂલી ગયો છું. સન્મતિ તું મુજને દેજે, રાહ ભૂલી પડ્યો છું, મને રાહ બતાવી દેજે. માયા કેરી આ દુનિયામાં, રઝળી પડ્યો છું આજ. .. આશ ભરીને Page #142 -------------------------------------------------------------------------- ________________ [૩] પ્રજાપાલ અને સુમિત્ર ચંદ્રિકા નામની નગરીમાં પ્રજાપાલ નામે રાજા હતો. તેને સુમિત્ર નામે મંત્રી હતો. આ રાજા અને મંત્રી વચ્ચે લગભગ રોજ ધર્મના પ્રશ્નો અંગે ચર્ચા થતી. રાજાને ધર્મ ઉપર જરાય શ્રદ્ધા ન હતી. આથી ધર્મતત્ત્વોની તે મજાક ઉડાવતો અને મંત્રીને વિચિત્ર પ્રશ્નો પૂછી તેને મૂંઝવવાનો કે નિરુત્તર કરવાનો પ્રયત્ન કરતો. એક દિવસ રાજાએ મંત્રીને પૂછ્યું, “મંત્રીવર્ય! તમે આ દેવપૂજામાં શા માટે મોહ રાખો છો?” મંત્રીએ સામો પ્રશ્ન કર્યો - “હે રાજન! પૂર્વભવમાં કશું પુણ્ય બાંધ્યા વિના તમે રાજા કેમ થયા, અને અમે તમારા સેવક કેમ થયા? આપણે બધા સમાન કેમ નથી?” રાજા : “પથ્થરની એક શિલા છે. તેના બે કટકા કરવામાં આવે છે. એમાંથી એક કટકો ભગવાનની મૂર્તિ બને છે અને બીજો કટકો પગથિયું બને છે. તો આમાંથી કોણે પુણ્ય કર્યું હશે અને કોણે પાપ? મારા મતે તો માત્ર સ્થાનક ઉપરથી જ ન્યૂનતા અને વિશેષતા ગણાય છે.” રાજાની આ દલીલનો રદિયો આપતાં મંત્રીએ કહ્યું - “રાજન! એવું નથી. તમારું આમ માનવું યોગ્ય નથી. કેમ કે તે જડ છે. જડ વસ્તુના ઉત્કર્ષ કે અપકર્ષની પાછળ તેના માલિક કે ઉપભોક્તાનાં પુણ્ય પાપ ભાગ ભજવતાં હોય છે. બીજું, તે પથ્થરમાં પણ એકેન્દ્રિય જીવ હોય છે. તેમાંના એક ખંડમાં રહેલા જીવે પૂર્વભવમાં મોટું પુણ્ય ઉપાર્જન કરેલું તેથી તે ભગવાનની પ્રતિમા બને છે અને તે પુજાય છે જ્યારે શિલાના બીજા કટકામાં રહેલા જીવે પૂર્વે પાપકર્મ બાંધેલું હોય છે, તેથી તે પગથિયું બને છે અને તેમાં રહેલા સ્થાવર પૃથ્વીકાયના જીવો વર્ષો સુધી તાડન, ઘર્ષણ વગેરે અનેક દુઃખ-કષ્ટને પામે છે.” રાજા કહે : “મંત્રી! તમારી વાત સાચી હોય તેમ મને તો લાગતું નથી. મને તે વાત ઉપર વિશ્વાસ નથી બેસતો. હું તો પ્રત્યક્ષ ફળ જોઉં Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૩૨ તો મને તમારા આ પુણ્યના પ્રભાવ પર શ્રદ્ધા થાય.” આ ચર્ચા બાદ થોડા દિવસે રાજાને પુણ્યના પ્રભાવ પર શ્રદ્ધા થાય તેવો પ્રસંગ બન્યો. તે દિવસ પાખીનો હતો. જૈન મંત્રીએ તે રાત્રે ઘરમાંથી બહાર નહીં જવાના પચ્ચખાણ કરેલા. એ જ રાત્રે અચાનક મંત્રીનું રાજાને જરૂરી કામ પડ્યું. રાજાએ મંત્રીને બોલાવવા માટે સેવકને મોકલ્યો. જૈન મંત્રીએ પ્રતિહારી સાથે રાજાને કહેવડાવ્યું કે આજે રાત્રે ઘરની બહાર નહીં નીકળવાનો મેં નિયમ લીધો છે; તેથી તમારી આજ્ઞાનું પાલન નથી કરી શકતો, તો મને આ માટે ક્ષમા કરશો. જૈન મંત્રીનો આ જવાબ સાંભળી રાજાનું અભિમાન ધૂંધવાઈ ઊઠ્યું. સેવકને પાછો મોકલી મંત્રીને મુદ્રા ને મહોર પાછાં આપવા જણાવ્યું. મંત્રીએ જરીકે ક્ષોભ પામ્યા વિના પોતાની મુદ્રા અને મહોર પાછાં આપી દીધાં. પ્રતિહારીને મંત્રીની મુદ્રા જોઈ કુતૂહલ થયું. એણે એ મુદ્રા પહેરી લીધી અને બીજા સેવકોને કહેવા લાગ્યો : “અરે સેવકો! જુઓ, રાજાએ મને મંત્રીપદ આપ્યું.” એની આંગળીએ મંત્રીની મુદ્રા જોઈ સેવકોએ તેને મંત્રી સમજી તેનું “ઘણી ખમ્મા! મંત્રીરાજ! ઘણી ખમ્મા’ કહીને સ્વાગત કર્યું. આ સમયે આ સેવકને દુર્ભાગ્ય કર્મવશાત્ ભોગવવાનું આવ્યું. તે થોડો આગળ ગયો અને કેટલાક અજાણ્યા સુભટોએ તેને ઘેરી લીધો અને તેની હત્યા કરી નાખી. રાજાને આ સમાચાર મળ્યા ત્યારે તેને પ્રથમ તો વિચાર આવ્યો કે જરૂર જૈન મંત્રીનું જ આ કામ લાગે છે. હવે તો મારે જ ખુદ જઈને તેનો હિસાબ પતાવવો પડશે! અને રાજા મંત્રીના ઘર તરફ આવવા નીકળ્યો. આ દરમિયાન વફાદાર સુભટોએ સેવકના હત્યારાઓને પકડીને બાંધી દિીધા હતા. આ બાંધેલા સુભટોને જોઈને રાજાએ પૂછ્યું, “તમે કોણ છો? અને તમને કેમ બાંધવામાં આવ્યા છે?” પકડાયેલા દુષ્ટ સુભટોએ એકીસાથે કહ્યું - “મહારાજ! અમને પેટભરાઓને શું પૂછો છો? તમારા દુશ્મન રાજા સૂરે મંત્રીની હત્યા કરવા અમને રોક્યા હતા. આ પ્રતિહારીએ મંત્રીની મુદ્રા પહેરી હતી તે જોઈ તેને મંત્રી માનીને અમે તેની હત્યા કરી છે.” Page #144 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૩૩ રાજાની શંકાનું આથી નિવારણ થઈ ગયું. મંત્રીના ઘરે પહોંચીને તેણે ભળતી જ વાત કરી. સેવકની થયેલી હત્યાની વાત પણ કરી. રાજાએ કહ્યું - “મંત્રીરાજ! આજે મેં પુણ્યનું પ્રત્યક્ષ ફળ જોયું. તમારું પુણ્ય તપતું હશે, તેથી તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પણ ઘરની બહાર ન નીકળ્યા અને આ પ્રતિહારીના પાપોદયે તેનો અણધાર્યો વધ થઈ ગયો.” આ ઘટના બાદ રાજા શ્રદ્ધાવાન બન્યો. કાળક્રમે રાજા અને મંત્રી બંને પુણ્યનું ઉપાર્જન કરી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામ્યા. ' * સુમિત્ર મંત્રીએ એક રાત માટે દિશાસંક્ષેપ કર્યો (દિક્ પરિમાણ વ્રત) તે પ્રમાણે શ્રાવકોએ દિવસ અથવા રાત માટે દિશાસંક્ષેપ કરવો. તેમ કરવાથી અણધાર્યો લાભ મળી જાય છે. આ દુનિયાની રંગભૂમિ આ દુનિયાની રંગભૂમિ પર, કોઈ બને મોર તો કોઈ બને ઢેલ, આવ્યા છે સહુએ કરવાને ખેલ... આવ્યા છે.૧ કોઈ થાય રાજા તો કોઈ થાય ભિખારી, કોઈ ખાય ખાજા તો કોઈનું પેટ ખાલી, કોઈને મહેલ તો કોઈને જેલ... આવ્યા છે..૨ કોઈ થાય સાધુ તો કોઈ રંગરાગી, માયાને મોહમાંઈ કોઈ રંગરાગી કે ભોગી, કોઈને જડેના, જીવન મરણનો સાચો ઉકેલ આવ્યા છે..૩ કોઈ જાય આજે તો કોઈ જશે કાલે, કોઈને તિલક તો કોઈને કલંક ભાલે, કોઈનો અંત સુખમાં તો કોઈનો અંત દુઃખમાં પૂરો થઈ જશે આ ખેલ. આવ્યા છે..૪ Page #145 -------------------------------------------------------------------------- ________________ [૪૦] રજી સાથ્વી શ્રી જૈનશાસ્ત્રમાં એક પ્રસંગ ટાંકતાં કહ્યું છે કે શ્રી મહાવીર ભગવાને એક વાર દેશનામાં કહ્યું કે, “માત્ર એક જ કુવાક્ય બોલવાથી રજા નામક આર્યા (સાધ્વી) ઘણું દુઃખ પામી.” આ સાંભળી ભગવાન મહાવીરદેવના પ્રધાન શિષ્ય શ્રી ગૌતમસ્વામીએ વંદના કરી વિનયપૂર્વક પ્રભુને પૂછ્યું, “ભગવાન! કોણ હતી એ રજ્જા સાથ્વી, જેણે વચન માત્રથી આવું ઘોર પાપ ઉÍજન કર્યું કે તેનો દારુણ વિપાક આપના શ્રીમુખે સાંભળી ગ્લાનિ થાય છે?” રજ્જા સાથ્વીનું જીવન સંક્ષેપમાં જણાવતાં ભગવાને કહ્યું, “સાંભળ, ગૌતમ! ઘણા વખત પહેલાંની આ વાત છે. આ ભરત ક્ષેત્રમાં ભદ્ર નામના આચાર્ય મહારાજ વિચરતા હતા. તેમના સમુદાયમાં તેમના આજ્ઞાવર્તી પાંચસો સાધુમહારાજ અને બારસો સાધ્વીઓ હતાં. તેમના સંઘાડામાં ત્રણ ઉકાળાવાળું ઊનું, આયામ (ઓસામણ) અને સૌવીર (કાંજી) એમ ત્રણ પ્રકારનું પાણી લેવાતું હતું. તે સિવાયનું પાણી વાપરવાનો ત્યાં વ્યવહાર નહોતો. તેમના સમુદાયમાં રજ્જા નામનાં ઉત્કૃષ્ટ તપ-સંયમ આચરનારાં એક સાધ્વી હતાં. પૂર્વકર્મના ઉદયથી તેમને દુષ્ટ કોઢનો વ્યાધિ થયો. કોઈ સાધ્વીએ તેમને પૂછ્યું, “ઓ દુષ્કર સંયમ-તપને આચરનારી! તમને આ શું થયું?” પાપોદયવાળાં રજા સાધ્વીએ કહ્યું, “આપણે ત્યાં જે પાણી વ્યવહારમાં લેવાય છે ને, તેથી મારા શરીરની આવી દશા થઈ.” આ સાંભળી એક પછી એક બધી સાધ્વીઓએ વિચાર કરી લીધો કે “આપણે આવું ઉકાળેલું પાણી ન લેવું.” છતાં તેમાંનાં એક સાધ્વીએ વિચાર્યું કે “શરીરનું ગમે તે થાય, ગમે તેવા વ્યાધિ થાય, કદાચ શરીર નષ્ટ પણ થાય, પણ હું ઉકાળેલું પાણી તો નહીં જ છોડું. પરમ-દયાળુ ભગવાન તીર્થકરોએ ઉકાળેલું જળ પીવાનો અનાદિ-અનંત ધર્મ ફરમાવ્યો છે. અમૃત પીવાથી મૃત્યુ થાય જ નહીં. આ રજા સાધ્વીને વ્યાધિ પાણીથી નહીં પણ પૂર્વના પાપકર્મને લીધે થયેલો છે. છતાં આ વાત વિચાર્યા વિના, અનંત તીર્થકરોની આજ્ઞાનો લોપ કરનારું Page #146 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા - ૧૩૫ ને તેથી જ મહાઘોર દુઃખ આપનારું કેવું દુષ્ટ વચન આ રજ્જા સાથ્વી બોલ્યા? ઈત્યાદિ શુભ ધ્યાને સવિશેષ શુદ્ધિ થતાં તે સાધ્વી કેવળજ્ઞાન પામ્યાં. દેવોએ તરત કેવળીનો મહિમા કર્યો અને ધર્મદેશના આપી. દેશનાને અંતે રજ્જા સાધ્વીએ વંદન કરીને પૂછયું : “મને શાથી આવો રોગ થયો?” કેવળીએ કહ્યું, “રજ્જા! તમને રક્તપિત્તનો રોગ હોવા છતાં સ્નિગ્ધ આહાર વધુ પડતો લેવાથી, ને એ આહારમાં કરોળિયાની લાળ મિશ્રિત હોવાથી અને વધુમાં તમોએ સંચિત પાણીનો ઉપયોગ કર્યો તેથી શાસન દેવીથી સહેવાયું નહીં. બીજાં પણ આવું અકાર્ય ન કરે એવા ઉદેશથી કર્મનું ફળ તમને તરત આપવામાં આવ્યું. આમાં ઉકાળેલા પાણીનો જરાયે દોષ નથી.” આ સાંભળી રજા સાધ્વીએ પૂછ્યું, “ભગવાન! વિધિપૂર્વક હું પ્રાયશ્ચિત્ત લઉં તો મારું શરીર સારું થાય ને?” કેવળીએ કહ્યું, “હા, જો કોઈ પ્રાયશ્ચિત્ત આપે તો અવશ્ય સારું થાય.” રજ્જાએ કહ્યું, “તો આપ જ આપો. આપના જેવું કોઈ ક્યાં મળવાનું છે?” કેવળી બોલ્યાં : “તમને બાહ્ય રોગની ચિંતા છે, પણ તમારા અંતરંગ રોગો ઘણા વૃદ્ધ પામ્યા છે તે શી રીતે જશે? છતાં હું તમને પ્રાયશ્ચિત્ત આપું છું. પણ એવું કોઈ પ્રાયશ્ચિત્ત જ નથી કે જેથી તમારા આત્માની શુદ્ધિ થાય, કારણ કે તમે સર્વ સાધ્વીઓને કહ્યું છે કે, “આ અચિત્ત જળ પીવાથી મને રોગ થયો. આ દુષ્ટ વચનથી તમે સર્વ સાધ્વીઓના મનને ડહોળી નાખ્યું છે ને તેથી તેમની શ્રદ્ધામાં ક્ષોભ ઉત્પન્ન કર્યો છે. તમે તો મહાપાપ જ ઉપજાવ્યું છે. તેથી તમારે કોઢ, ભગંદર, જળોદર, વાયુ, ગુલ્મ, શ્વાસ, ગંડમાળ આદિ અનેક મહારોગોથી અનંત ભવના દીર્ઘકાળ સુધી દુઃખ વેઠવું પડશે. નિરંતર દુઃખ, દારિત્ર્ય, દુર્ગતિ, અપયશ, સંતાપ અને ઉદ્વેગનું પાત્ર થવું પડશે.” - ઈત્યાદિ કેવળીનાં વચન સાંભળી બીજી બધી સાધ્વીઓએ મિથ્યા દુષ્કૃત આપી પાપથી છુટકારો મેળવ્યો. માટે હે ગૌતમ! જે ભાષા સમિતિથી શુદ્ધ વાક્ય બોલે છે તે કેવળજ્ઞાન પામે છે ને જે ભાષા સમિતિ નથી જાળવતા ને વિના વિચાર્યું બોલે છે તે આચાર અને કદીક શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ રજા સાધ્વીની જેમ દુગર્તિઓમાં અનેક પ્રકારની વિડંબના અને દુઃખ પામે છે. માટે ભાષા સમિતિમાં ઉપયોગવંત થવું.” Page #147 -------------------------------------------------------------------------- ________________ [૪૧] કેશરી ચોર શ્રીપુરનગરમાં પા નામના એક શ્રેષ્ઠીને કેશરી નામે એક પુત્ર હતો. કેસરીના મિત્રો ઘણા હતા પણ એક પણ મિત્ર સંસ્કારી ન હતો. કોઈ લબાડ, કોઈ લુચ્ચો, તો કોઈ તદન અધર્મી. આવા મિત્રોને લીધે ધર્મના સંસ્કાર ક્યાંથી જળવાય? કેશરીને જન્મ મળેલા ધાર્મિક સંસ્કાર આથી લુપ્ત થઈ ગયા અને તે ખરાબ મિત્રોના વાદે બગડી ગયો. ચોરીની તેને ટેવ પડી ગઈ. નાનીમોટી ચોરી તે કરવા લાગ્યો. કેશરીના આવા અપકૃત્યની ફરિયાદ રાજા સમક્ષ આવી. રાજાએ કેશરીને પકડી મંગાવ્યો. નગરના પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીનું સંતાન સમજી તેને શિખામણ આપીને છોડી મૂક્યો. - કેશરીને આની કોઈ અસર થઈ નહીં. તે ચોરીને ભૂલ્યો નહીં. રાજ્યમાં તેનો ઉપદ્રવ વધતો ગયો. રાજાએ તેના પિતાનો સંપર્ક સાધ્યો અને તેમની સંમતિથી કેશરીને દેશનિકાલ કર્યો. માણસને જ્યારે કોઈ પાપની ટેવ પડી જાય છે ત્યારે તેને કોઈ શિક્ષા અસર કરતી નથી. કેશરીને ચોરીનું વ્યસન થઈ ગયું હતું. આથી દેશનિકાલ થવા છતાંય તે રસ્તે ચાલતાં માત્ર એક જ વિચાર કરતો રહેતો કે આજે રાતના હું કોને ત્યાં ચોરી કરીશ. ચાલતાં ચાલતાં તે નગર બહાર એક સરોવર પાસે આવ્યો. સરોવર પાસે એક વૃક્ષ હતું. એ વૃક્ષ ઉપર તે ચડ્યો અને કોના ઘરે ચોરી થઈ શકે એનું નિરીક્ષણ કરવા લાગ્યો. તેની નજર ચારે દિશામાં ફરી રહી હતી. તેવામાં તેણે એક સિદ્ધ પુરુષને આકાશમાંથી ધરતી ઉપર ઊતરતો જોયો. કેશરીએ તેનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું. સિદ્ધ પુરુષે સરોવર પાસે ઊતરીને પોતાની પાદુકા વગેરે કાઢી અને તે સરોવરમાં સ્નાન કરવા ઊતર્યો. કેશરીએ આ તક ઝડપી લીધી. વૃક્ષ ઉપરથી તે ઝટપટ ઊતર્યો અને દોડીને સિદ્ધ પુરુષની પાદુકા પહેરી લીધી અને આકાશમાં ઊડી ગયો. પાદુકા મળતાં કેશરીના આનંદનો પાર ન રહ્યો. હવે પકડાવાનો ડર Page #148 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા ૦ ૧૩૦ ન હતો. ચોરી કરવી ને ઊડી જવું. બસ, મજા જ મજા! અને કેશરીએ પોતાના નગરમાં ફરી ચોરીઓ શરૂ કરી દીધી. રાજાના અંતઃપુર સુધી જવાની પણ તેણે ધૃષ્ટતા કરી. ચોરના આ ઉપદ્રવથી રાજાની ચિંતાનો પાર ન રહ્યો. ચોરને પકડી પાડવા તેણે કમર કસી અને ઉઘાડી તલવાર લઈ તે ચોરની શોધ કરવા લાગ્યો. ચોરની શોધમાં એક દિવસ તે જંગલમાં ગયો. જંગલમાં તેણે દિવ્ય પૂજા-કરેલો ચંડિકાનો એક પ્રાસાદ જોયો. રાજાએ ગણતરી મૂકી કે ચોર જરૂર અહીં આવવો જોઈએ. આથી પ્રાસાદના પ્રવેશદ્વારની પાછળ નાગી તલવાર લઈને તે સંતાઈ ગયો. થોડી વાર થઈ હશે ત્યાં કેશરી ચોર એ પ્રાસાદમાં આવી પહોંચ્યો. પાદુકાને બહાર ઉતારી દેવીને પ્રણામ કરીને બોલ્યો : “હે દેવી! આજે જો મને ખૂબ ધન મળશે તો હું વિશેષ પ્રકારે તારી પૂજા કરીશ.” આમ કહી બહાર નીકળી જ્યાં પોતાની પાદુકા પહેરવા જાય છે ત્યાં જ રાજાએ પ્રક્ટ થઈ એક પાદુકા ખેંચી લીધી. કેશરી માટે હવે ઊડવું અશક્ય બન્યું. આથી મુઠ્ઠી વાળીને તે ભાગ્યો. રાજાએ પણ એનો શ્વાસભેર પીછો પકડ્યો. પણ દોડતો દોડતો કેશરી એક બાજના રસ્તે વળી ગયો પણ રાજા આગળ ને આગળ દોડતો રહ્યો. ચોર, હાથથી જતો રહ્યો તેની ચિંતા કરતો રહ્યો. તેણે આજુબાજુ બધે પોતાની શોધ ચાલુ રાખી. - કેશરી દોડતો દોડતો વિચારે છે કે “આજે મારું આવી બન્યું. મારું પાપ ફૂટી નીકળ્યું. હવે કેમ બચાય? ત્યાં તેણે એક મુનિને જોયા. મુનિને વંદન કરીને પૂછ્યું, “મુનિરાજ! મેં ભયંકર પાપો કર્યા છે. અસંખ્ય ચોરીઓ કરી છે મારાં ભવપર્વતનાં પાપને શી રીતે ખમાવવાં?” મુનિએ કહ્યું : “કોઈ એક માણસ સો વરસ સુધી એક પગ ઉપર ઊભો રહીને તપ કરે તો પણ તેનું તે તપ ધ્યાનયોગ(સામાયિક)ના સોળમાં ભાગની તોલે પણ આવે નહીં.” પછી તેમણે કેશરીને સામાયિકનું સ્વરૂપ તથા તેના ફળની ટૂંકમાં સમજ આપી. કેશરીએ તરત જ સામાયિક લઈ લીધું, અને પોતે કરેલાં આજ પર્યંતનાં Page #149 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૩૮ પાપનો ખરા અંતઃકરણથી પસ્તાવો કરવા લાગ્યો. આ કરેલા પાપો માટે તેણે પોતાની આત્મનિંદા કરી : “ખરેખર મને ધિક્કાર છે. મેં ન જાણે નાસ્તિક બુદ્ધિથી કેટકેટલાં પાપો કર્યા છે. કેશરી ચોર આમ સામાયિકમાં શુભ ધ્યાન ધરવા લાગ્યો. અને ક્રમશઃ ક્ષપક શ્રેણી પર ચઢતાં તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ કેવળીનો ઉત્સવ ઊજવ્યો. તેમણે કેશરીને રજોહરણાદિ ઉપકરણો આપ્યાં. શોધતો શોધતો રાજા છેવટે અહીં આવી પહોંચ્યો. ક્યાં છે ચોર? પણ તેણે જોયું કે કેશરી તો ધર્મધ્યાનમાં મશગુલ છે. આ જોઈ તે આશ્ચર્ય પામ્યો અને અનિમેષ નજરે તેને જોઈ રહ્યો. આ જોઈ જ્ઞાની મુનિરાજે તેને કહ્યું : “રાજન! તને એમ પ્રશ્ન થાય છે ને કે એક ચોરને કેવળજ્ઞાન કેવી રીતે થયું? તો રાજન! એનું સમાધાન કરતા તેને કહેવાનું કે આ કેવળજ્ઞાનની ઉપલિબ્ધ તેણે કરેલ સામાયિકને આભારી છે, સામાયિકના ફળસ્વરૂપે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે. કહ્યું છે કે : – કરોડો જન્મ સુધી ઉગ્ર તપસ્યા કરવા છતાં જેટલાં કર્મનો નાશ થાય નહિ તેટલાં કર્મનો નાશ સમતા ભાવે સામાયિક કરનાર માત્ર અર્ધી ક્ષણમાં કરી શકે છે.” કેવળી કેશર મુનિનો આવો ઉપદેશ સાંભળી રાજાએ પ્રતિદિન સાત-આઠ સામાયિક કરવાનો અભિગ્રહ કર્યો. અનુક્રમે કેશરી મુનિ મુક્તિને પામ્યા. આમ ચારમાંથી મુનિ અને કેવળજ્ઞાની બનેલા કેશરી ચોરની પ્રેરક કથા જાણી-સમજીને ઉત્તમ અને ઉત્કૃષ્ટ ફળ આપનાર સામાયિકનું વિધિપૂર્વક શુભ અને શુદ્ધ ભાવથી આરાધન કરવા દરેકે દઢ પ્રતિજ્ઞાબદ્ધ થવું જોઈએ. સકલ કરમવારી મોક્ષમાર્ગાધિકારી, ત્રિભુવન ઉપકારી, કેવલજ્ઞાનધારી; ભવિજન નિત્ય સેવ, દેવ એ ભક્તિભાવે; એહિજન જિન ભજંતા, સર્વ સંપત્તિ આવે, Page #150 -------------------------------------------------------------------------- ________________ [૪૨] શઐભવસૂરિ શ્રી જંબુસ્વામીની પાટે શ્રી પ્રભવસૂરિ બિરાજમાન થયા. શ્રી પ્રભવસૂરિ પોતાની પાટ પર બેસાડવા માટે કોઈ યોગ્ય શિષ્ય માટે વિચારતા હતા. આવો કોઈ યોગ્ય શિષ્ય પોતાના શિષ્ય પરિવારમાં કે ગચ્છમાં જોવા મળ્યો નહિ. આથી તેમને શ્રુત-દષ્ટિનો ઉપયોગ કર્યો. આથી તેમણે જાણ્યું કે રાજગૃહી નગરીમાં રહેતો શય્યભવ નામનો બ્રાહ્મણ તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકે યોગ્ય જણાયો. આથી શ્રી પ્રભવસૂરિ રાજગૃહી ગયા. શઠંભવ બ્રાહ્મણ રાજગૃહીમાં યજ્ઞકર્મ કરાવતો હતો. તેને પ્રતિબોધ પમાડવા શ્રી પ્રભવસૂરિએ બે શિષ્યોને યજ્ઞસ્થળે મોકલ્યા. ગુરુની આજ્ઞા પ્રમાણે યજ્ઞસ્થળે પહોંચી આ બે શિષ્યો એક શ્લોક બોલ્યા : “અહો કષ્ટમો કષ્ટ તત્ત્વ ન જ્ઞાયતે પર.” (અરે! આ તે કેવી કષ્ટની વાત છે કે મહાકષ્ટ કરે છે પણ તે પરમતત્ત્વને જાણતો નથી.) આટલું બોલીને બન્ને શિષ્યો ત્યાંથી ચાલ્યા ગયા. - શય્યભવ એ શ્લોક સાંભળી વિચારમાં પડી ગયો – “શું હું મહાકષ્ટ કરું છું, છતાંય પરમતત્ત્વને નથી જાણતો? આ પરમતત્ત્વ શું હશે? આ સાધુઓને એવું અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન ન હોઈ શકે, તો પછી હવે મારે યજ્ઞાચાર્યને જ તત્ત્વ વિષે પૂછવું જોઈએ.” યજ્ઞાચાર્યને પૂછતાં તેમણે કહ્યું : “હે વત્સ! તું સંદેહ ન કર. યજ્ઞ જ તત્વ છે.” પરંતુ શય્યભવને તેથી બરાબર સમાધાન થયું નહીં. તેથી પેલા બે સાધુઓની શોધ કરતો કરતો તે પ્રભવસૂરિ પાસે આવ્યો. પૂર્વઘટના કહી પૂછ્યું: પરમતત્ત્વ શું છે?” સૂરિજીએ કહ્યું: “હે ભદ્ર! આ પરમતત્ત્વને તો તને તારા યજ્ઞાચાર્ય જ કહેશે, પણ આ માટે તારે તેમને ખોટી રીતે ડરાવવા પડશે.” શઠંભવ યજ્ઞાચાર્ય પાસે આવ્યો. લાલ આંખ કરી, ખડ્ઝ બતાવી, ઊંચા અવાજે કહ્યું: “મને તત્ત્વ શું છે તે કહો, નહિ તો આ ખગ્ગથી Page #151 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૪૦ હું તમારું માથું છેદી નાખીશ.” યજ્ઞાચાર્ય એથી ડરી ગયા, તેમણે તરત જ યજ્ઞના સ્તંભ નીચે સ્થાપિત કરેલી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા બહાર કાઢીને બતાવી. એ પ્રતિમા જોઈ શય્યભવ શાંતરસમાં લીન થઈ ગયો. એ પ્રતિમા લઈ તે ફરી પાછો પ્રભવસૂરિ પાસે પહોંચ્યો અને તેનું સ્વરૂપ વગેરે પૂછ્યું.સૂરિજીની પ્રેરક દેશનાથી શય્યભવે મિથ્યાત્વ છોડી દીધું અને આશાતના ન થાય તેવા સ્થળે જિનપ્રતિમાની સ્થાપના કરી. તે પછી શય્યભવે જિનધર્મની દીક્ષા અંગીકાર કરી. દીક્ષા પર્યાયમાં તેમણે દ્વાદશાંગીનું અધ્યયન કર્યું. પૂરતી યોગ્યતા આવી જતાં પ્રભવસૂરિએ શય્યભવસૂરિને પોતાની પાટે સ્થાપિત કર્યા. શષ્યભવે દીક્ષા લીધી ત્યારે તેની પત્ની સગર્ભા હતી. ગર્ભકાળ પૂરો થતાં પત્નીએ પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ મનક રાખ્યું. મનક શેરીમાં રમવા લાગ્યો ત્યારે બાળકો એને નબાપો કહીને તેનું અપમાન કરતાં અને ચીડવતાં. મનકે માતાને પૂછ્યું : “મારા પિતા કોણ છે અને ક્યાં છે?' માતાએ અશ્રુભીની આંખે બધી માંડીને વાત કરી અને કહ્યું, ‘હાલ તે પાટલીપુત્ર નગરમાં છે.” માતાની આજ્ઞા લઈ મનક પાટલીપુત્ર આવ્યો. નગરમાં ફરતાં તેણે મુનિઓના એક સમૂહને જોયો. તેમાંથી એક મુનિને પૂછ્યું, “તમારામાંથી શય્યભવ મુનિ કોણ છે?' શય્યભવ મુનિએ તેને શ્રુતજ્ઞાનના ઉપયોગથી ઓળખી કાઢ્યો અને ઉપાશ્રયમાં લાવી ઉપદેશ આપીને તેને દીક્ષા આપી, જ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે મનકનું આયુષ્ય માત્ર છ માસનું છે. આથી પુત્રનો ઉદ્ધાર કરવાના શુભાશયથી શય્યભવસૂરિએ દ્વાદશાંગીમાંથી ચીંતન મનન કરી દશવૈકાલિક સૂત્રની રચના કરી પુત્રને ભણાવ્યો. આયુષ્ય પૂર્ણ થતાં બાળમુનિ કાળધર્મ પામ્યા. તે સમયે સૂરિની આંખ અશ્રુભીની જોઈને એક શિષ્યે પૂછ્યું : “ગુરુદેવ! આપની આંખમાં મૃત્યુના શોકનાં આંસુ! આપના જેવા જ્ઞાની, ત્યાગી મોહમાં તણાઈ આમ આંસું સારે તો પછી અમારાથી સમતાભાવ કેવી રીતે જળવાશે?'' આંસું લૂછતાં સૂરિએ કહ્યું, “વત્સ! મારાં આંસું મોહનાં કે મૃત્યુની Page #152 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૪૧ વેદનાનાં નથી. આ મારા પુત્રનું આયુષ્ય ટૂંકું હતું. ટૂંકા આયુષ્યમાં પણ ચારિત્ર્યધર્મની સુંદર આરાધના કરી તે સ્વર્ગે ગયો તેના હરખથી આજે મારી આંખો અશ્રુથી ભીંજાઈ છે. તેનું આયુષ્ય લાંબું હોત તો તે સ્વર્ગથી વધુ મહત્ત્વનું પદ પ્રાપ્ત કરી શકત ને? એ વિચારથી ખેદનાં આંસું મારી આંખમાંથી દદડી રહ્યાં છે.” આ સાંભળી સૌને વિષાદ અને વિસ્મયની અનુભૂતિ થઈ. એકે વિનયથી કહ્યું, “ગુરુદેવ! આ બાળમુનિ આપના પુત્ર હતા એવી જાણ અમને કરી હોત તો અમે વૈયાવચ્ચ કરત.” સૂરિજીએ ગંભીરતાથી કહ્યું : “વત્સ! એવી જાણ કરી હોત તો તેનું આત્મહિત ન સધાત” શäભવસૂરિની આ કથા વાંચીને જિનપ્રતિમાની પૂજા કરવામાં, સ્તુતિ કરવામાં સજાગ બનવાનું છે. જિનપ્રતિમાને ચિત્તમાં ધારવાથી તેમના જીવનનો ઉદ્ધાર થઈ ગયો તેમ આપણો પણ ઉદ્ધાર થઈ શકે છે. આથી હંમેશાં જિનપ્રતિમાના ઉપકારોને ચિત્તમાં ધારણ કરવા. દયા સિંધુ, દયા સિંધુ, દયા કરજે દયા કરજે મને આ જંદિરોમાંથી હવે જલ્દી છૂટો કરજે. નથી આ તાપ સહેવાતો, ભભૂકી કર્મની વાળા વર્ષાવી પ્રેમની ધારા, હૃદયની આગ બુઝાવજે બધી શક્તિ વિરામી છે, તુંહી આશે ભ્રમણ કરતા પ્રભુતાના કટોરાથી, ભીતરની પ્યાસ છીપાવજે. ધવાયા મોહની સાથે, નયનથી આંસુડા સારે રૂઝાવી ઘા કલેજાનાં, મધુરી વાસના ભરજે. પૂરાયો હંસ પિંજરમાં, ઊડીને ક્યાં હવે જાશે. ભલે સારો અગર બૂરો, નિભાવ્યો તેમ નિભવજે કરે પોકાર હું તારા, જપું છું, રાતદિન પ્યારા વિનંતી ધ્યાનમાં લઈને, દુઃખી આ બાળ રીઝવજે Page #153 -------------------------------------------------------------------------- ________________ [૪૩] દુંદલ ચારણ રા'ખેંગાર જૂનાગઢ નરેશ એક દિવસ જંગલમાં શિકારે ગયો. તેણે ઘણાં સસલાંનો શિકાર કર્યો. મારેલાં સસલાંને તેણે ઘોડાના પૂંછડે બાંધ્યાં. નગરમાં પાછા ફરતાં તે રસ્તો ભૂલી ગયો. રસ્તામાં એક જગ્યાએ ઝાડ નીચે એક જણને સૂતેલો જોયો. તે એક ચારણ હતો. ખેંગારે તેની પાસે જઈને પૂછ્યું, ‘‘ભાઈ! હું રસ્તો ભૂલી ગયો છું.’’ ‘‘હાં, એ તો દેખાય જ છે.’’ ખેંગાર કહે : “મને સાચો રસ્તો બતાવીશ.” ચારણની નજ૨ પૂંછડે બાંધેલાં મરેલાં સસલાં ઉપર પડી હતી. આ શિકાર કરેલાં સસલાં જોતાં તે થરથર કંપી ઊઠ્યો. રસ્તો બતાવતાં તેણે કહ્યું : જીવ વતા નાગ ગઈ, અવધૃતા ગઈ સગ્ગ; વાટડી જિન ભાવે તિણ લગ્ન. હું જાણું દો એટલે કે, ‘જીવનો વધ-હત્યા કરનાર નરકે જાય છે અને દયા પાળનાર સ્વર્ગે જાય છે; મને તો માત્ર આ બે રસ્તાની ખબર છે. તને જ ગમે તે રસ્તે તું જા.' રાંખેંગાર આ સાંભળી ખુશ થઈ ગયો. પેલાનું નામ પૂછ્યું. તેણે કહ્યું, “હું ચારણ દુંદળ.” રાંખેંગારે તરત જ જીવદયા પાળવાની પ્રતિજ્ઞા લીધી, ચારણને રાજસભામાં બોલાવીને તેનું સન્માન કર્યું અને તેને અશ્વો તથા એક ગામ ભેટ આપ્યું. અભયદાન કરવાથી દાતા મુક્તિ (મોક્ષ) પામે છે. અનુકંપા દાન કરવાથી દાતા સુખ પામે છે. ઉચિત દાન કરવાથી દાતા પ્રશંસા પામે છે અને કીર્તિદાન કરવાથી દાતા સમાજમાં પ્રતિષ્ઠા - મોટાઈ પામે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ [૪] સુશીલા-સુભદ્ર રાજપુર નગરમાં જિનદાસ નામે શેઠ રહે. તેમનું આખું કુટુંબ ઘણું ધર્મિષ્ઠ હતું. તેમને એક દીકરી હતી. એનું નામ સુશીલા હતું. તેને કોઈ સાધર્મિક સાથે જ પરણાવવી એમ જિનદાસે નક્કી કરેલું. એક સુભદ્ર નામનો યુવક પૃથ્વીપુરનગરથી વ્યાપાર અર્થે રાજપુરમાં આવ્યો. જિનદાસ શેઠ આ સુભદ્રના સંપર્કમાં આવ્યા. તેનું બોલવું - ચાલવું, રીતિ-નીતિ અને વાતચીત ઉપરથી “આ ઉત્તમ શ્રાવક છે' એમ જાણી જિનદાસે પોતાની દીકરી સારી ધામધૂમથી તે સુભદ્ર સાથે પરણાવી. તે નામે સુશીલા તેમ ગુણથી પણ સુશીલ હતી. ઘરના કામકાજ ઉપરાંત પતિની ભક્તિ તે નિર્મળ અંતઃકરણથી કરતી. એક દિવસ સુશીલાની કોઈ રૂપે સુંદર સખી ઉડ્મટ વેશ પહેરીને સુભદ્રના ઘરે આવી. સુભદ્ર તેને જોતાં જ અનુરાગી થયો. કુળવાન હોવાથી લજ્જાથી કંઈ બોલ્યો નહીં પણ મનથી પેલી સુંદરી ભુલાઈ નહીં. એની યાદ તેને સતત સતાવતી રહી. આને કારણે તે દિવસે દિવસે દુર્બળ થતો ગયો. તેની આવી સ્થિતિ જોઈ પત્નીએ વારંવાર કારણ પૂછ્યું. અતિ આગ્રહના લીધે તેણે ખરી વાત સુશીલાને કહી દીધી અને કહ્યું : “જ્યાં સુધી મને તે સ્ત્રીનો સમાગમ નહીં થાય ત્યાં સુધી મને કળ વળવાની નથી.” - સુશીલા આ સાંભળી સ્તબ્ધ થઈ ગઈ, “મારો વ્રતધારી પતિ આવી પાપી કામેચ્છા કરે છે?” પણ તે ચતુર અને ધીર હતી. તેણે કહ્યું, “તમારી એવી જ ઇચ્છા છે તો તે હું પૂરી કરીશ. મારી સહેલી હું જે કહું તે ટાળે જ નહીં. હું શીઘા જ આ કામ કરી આપીશ.” એક દિવસે સુશીલાએ પતિને કહ્યું, “જુઓ, મારી સહેલી તૈયાર તો થઈ છે, પણ તેને ઘણી શરમ આવે છે તમારાથી અને તેમાં આવા પ્રસંગે તેને ઘણી જ શરમ આવશે. તે પોતે જ એમ કહેતી હતી અને તેણે આગ્રહપૂર્વક કહ્યું છે કે, “હું શયનગૃહમાં આવું કે તરત જ દીવો ઓલવી નાખે. નહીં તો હું Page #155 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા . ૧૪ ઓલવી દઈશ.” સુભદ્ર બધું કબૂલ કર્યું. સુશીલાએ કહ્યું, “તે આજે સાંજે જ આવશે.” સમય થતાં વાતચીત કર્યા મુજબ સુશીલાની સહેલી એવો જ ઉદ્ભટ વેશ પહેરીને આવી. બન્ને ખૂબ હળીમળી આનંદ કરવા લાગી. સુભદ્રને ભરોસો થઈ ગયો કે સાચે જ આજે લાંબા કાળની અભિલાષા પૂર્ણ થશે. તે સુગંધી પુષ્પ, ધૂપ-ચંદન કપૂર આદિથી યુક્ત શય્યાવાળા પલંગ ઉપર બેઠો હતો. શયનાગાર બરાબર સજાવેલું હતું ને દીપકનો આછો પ્રકાશ રેલાતો હતો. સુશીલા વિચારતી હતી; ખરે જ વિષયરૂપી આવેશવાળો જીવ પારકી નારીના વિચારોમાં ડૂબી જવું આદિ બધી જ કુચેષ્ટાઓ કરે છે ને ચંચળ વૃત્તિવાળો થઈને રહે છે. અરેરે! અનંત સુખ આપનાર વ્રતને પણ તે ગણકારતો નથી. લીધેલા વ્રતની પણ તે ઉપેક્ષા કરે છે. સુશીલ અને સમજુ એવો મારો પતિ જ વિષયાધીન થઈ ગયો તો બીજા સાધારણ માણસની શી દશા? ગમે તે થાય પણ મારા પતિનું વ્રત તો નહીં જ ખંડિત થવા દઉં. બાર વ્રતધારી શ્રાવક અને પરસ્ત્રીની અભિલાષા? તેણે મનથી નક્કી કરેલ ઉપાય અજમાવ્યો. આવેલ સહેલીનાં બધાં જ વસ્ત્રો તેણે પહેરી લીધાં. બધાં તેનાં આભૂષણો પહેર્યા. રાત્રિની શરૂઆત થઈ ગઈ હતી. તેણે લટક મટક કરતી શયનગૃહમાં પ્રવેશ કર્યો અને તરત સુભદ્રે દીવો બૂઝવી નાખ્યો. તે પલંગ પાસે આવતાં સુભદ્રે તેને ખેંચી બાહુપાશમાં જકડી લીધી અને ચુંબનોથી ભીંજવી નાખી. તેની સાથે કામક્રીડા કરી પોતે અતિસંતુષ્ટ થયો અને નિદ્રાધીન થઈ ગયો. પ્રાતઃકાળ થતાં પૂર્વે સ્ત્રી પલંગ ઉપરથી ઊઠી ઘરે જવાનું કહી ચાલતી થઈ. તેના ગયા પછી સુભદ્રને ઘણો પશ્ચાત્તાપ થયો, “અહો! જિનેશ્વર દેવોએ પરમ હિત માટે કહ્યું છે, તે પરલોકના ભાતા સમાન શીલને હું આજે હારી ગયો. ધિક્કાર છે મારી જાતને!” આવી ભાવનાથી સુભદ્રનું અંતઃકરણ સંવેગમય થઈ પશ્ચાત્તાપથી જાણે બળવા લાગ્યું. ત્યાં સુધી કે તે તે પોતાની પત્ની સાથે આંખ પણ મેળવી ન શકતો. તેની આંખો શરમથી ઢળી પડતી. તેની આ સ્થિતિ જોઈ પત્નીએ વિચાર્યું : “મારા પતિ લજ્જાવાન છે માટે સરળતાથી ધર્મ પામશે. જે સાવ નિર્લજ્જ અને વાચાળ હોય છે તે ધર્મ નથી પામી શકતા. તે એવા નથી.” તે સામાયિકમાં સ્વાધ્યાય કરતી વેળા વ્રત - પાળવા ન પાળવાના પ્રસંગો મોટેથી સુભદ્ર સાંભળે Page #156 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૧૪૫ એમ બોલતી, તેમાં વ્રતભંગથી થતી હાનિ સંભળાવતી. જેમ કે વ્રત લેવું તો સહેલું છે પણ પાલન કરવું દુષ્કર છે. જે પુણ્યશાળી વ્રત લઈ પ્રાણની જેમ પાળે છે તેમને ધન્ય છે. વ્રત લેવા પાળવાની ચઉભંગી છે. જેમ કે લેવું સરળ પણ પાળવું મુશ્કેલ; લેવું કઠિન પણ પાળવું સરળ; લેવું સહેલું અને પાળવું પણ સહેલું; અને લેવું પાળવું બન્ને મુશ્કેલ. આમાં ત્રીજો ભંગો ઉત્તમ અને ચોથો અનિષ્ટ. આ બધું સાંભળી સુભદ્ર પોતાની પત્નીની ભાવનાનાં વખાણ મનોમન કરતો. અને પોતાના મનમાં વ્રતભંગનું દુઃખ તો તેને સાલ્યા જ કરતું. તે દિવસે દિવસે પાપભીરુ હોવાથી દૂબળો થવા લાગ્યો. પત્નીએ આગ્રહ કરી કારણ પૂછ્યું, ત્યારે તે ખિન્ન થઈ બોલ્યો, “હે સુભા! મોક્ષપ્રાપ્તિની અભિલાષાએ લાંબા વખત સુધી મેં વ્રત પાળ્યું હતું, પણ મનકલ્પિત સુખને માટે ક્ષણ વારમાં મેં નષ્ટ કરી, મૂર્ખ પણ ન કરે તેવું અકાર્ય મેં કર્યું. આથી દિવસે દિવસે ચિંતાથી દુઃખી છું અને આના લીધે હું સુકાતો જાઉં છું. હવે આ પાપનું પ્રાયશ્ચિત્ત કોણ આપશે? વતભ્રષ્ટ મારી ગતિ કઈ થશે? આવું મહાપાપ આચર્યા પછી ફક્ત મિથ્યા દુષ્કૃત બોલ્યા કરવાથી પાપ નાશ કેમ થાય?” આમ શુદ્ધ અંત:કરણ અને શુભ પરિણામ જાણી અને આ માત્ર પત્ની સમક્ષનો જ પશ્ચાત્તાપ અને દેખાડો નથી એમ સમજી તથા સંવેગરંગથી રંગાયેલું આ હૃદય હવે ઈન્દ્રની અપ્સરાથી પણ હારે એવું નથી એવો વિશ્વાસ થવાથી સુશીલાએ બધી સાચી વાત જણાવી દીધી : “જેને એ રાત્રે તમે ભોગવી તે મારી સહેલી નહીં પણ તેના વેશને હાવભાવવાળી હું જ હતી.” આ સાંભળી સુભદ્ર મનથી હળવો થઈ ગયો. “અહો! મારી પત્ની કેવી નિપુણ, કેવી ચતુર કે મને નરક જતો બચાવી લીધો! ધર્મ પોકારી પોકારીને કહે છે કે પરનારીના સંગથી જીવ નરકે જાય. તેણે કેવી ધીરતાથી કામ લીધું! મારું એટલું સૌભાગ્ય કે અંતઃકરણથી મારી હિતચિંતા કરનાર સુશીલ પત્ની મળી છે.' ઇત્યાદિ તેણે અંતરથી પત્નીની સ્તુતિ કરી અને ગુરુમહારાજ પાસે જઈ પરસ્ત્રીસંવનનો સર્વથા ત્યાગ કર્યો, પાપની આલોચના કરીને ધર્મમાં આદરવાળો થયો. કાળાંતરે પુત્રને વ્યવહારભાર સોંપી પતિપત્ની બન્નેએ ચારિત્ર્ય લીધું. ઉત્કટ આરાધના-તપસંયમથી તે બન્ને કેવળી થઈ મોક્ષે સિધાવ્યાં. Page #157 -------------------------------------------------------------------------- ________________ [૪૫] શેઠ જગડુશા કચ્છનું ભદ્રેશ્વર ગામ. ત્યાં એક ગુરુ પધાર્યા. શેઠ જગડુશા દર્શનાર્થે ગયા. ગુરુજીએ ભાવિના ગોઝારા દિવસોની આગાહી કરતાં કહ્યું : “ત્રણ ત્રણ વર્ષનો કપરો દુકાળ આવી રહ્યો છે. ધાન્યનો એકેક કણ કીમતી ગણાશે. લોકો ઢોરઢાંખર તો ઠીક પેટનાં જણ્યાંનેય વેચવા તૈયાર થાય એવી પરિસ્થિતિ સર્જાશે.” ગુરુજીએ શેઠને માથે હાથ મૂકી આશીર્વાદ આપતાં એટલું કહ્યું કે, “સમયને ઓળખી પાણી પહેલાં પાળ બાંધજો.” જગડુશાએ હુકમ છોડ્યો. દેશવિદેશની પોતાની તમામ પેઢીઓને અનાજ ખરીદી કોઠારો ભરવા જણાવ્યું. સંવત ૧૩૧૩ની સાલ. ભયંકર દુષ્કાળ. પોતાની પાસેનું સંઘરેલ અનાજ ખાઈને ગમે તેમ વર્ષ પૂરું કર્યું. સંવત ૧૩૧૪ની સાલ. કારમો દુષ્કાળ. પરસ્પર મદદ કરીને જેમ તેમ વસમા દિવસો વિતાવ્યા. ૧૩૧૫ની સાલમાં પણ વરસાદ નહીં. અવનિ પર કારમો દુષ્કાળ. બાળકના હાથમાંથી બટકું રોટલો ઝૂંટવી લઈને ખાવાનો પણ ક્ષોભ નહીં એવા દિવસો ને પરિસ્થિતિમાં જગડુશાએ દાન કરી પુણ્ય કરવાની પળ પારખી લીધી અને ત્રણ વર્ષ પોતાના ભંડારો ખુલ્લા મૂક્યા. ગુજરાતના રાજા વિશળદેવે શ્રેષ્ઠીવર્ય જગડુશાને દરબારમાં બોલાવી તેની કીર્તિની કદર કરતાં કહ્યું, “શેઠ! સાંભળ્યું છે કે પાટણમાં તમારા સાતસો કોઠારો ધાન્યથી ભરેલા પડ્યા છે. મને તે અનાજ આપો. હું મોં માંગ્યા દામ દેવા તૈયાર છું.” શેઠે કહ્યું, “ના એ કોઠારો હું વેચી શકું એમ નથી. એમાં મારું કંઈ નથી.” રાજાને શંકા થઈ. વિચાર્યું કે વાણિયાને લાલચ જાગી લાગે છે. આવેશમાં આવી રાજાએ કોઠારોનાં તાળાં તોડાવ્યાં. અંદર જોયું તો ભરપૂર અનાજ ભરેલું હતું. વિશળદેવે કરડી નજરે ઉપાલંભ સાથે કહ્યું, “શેઠ! વસમી વેળાએ તમને વેપારી વૃત્તિ સૂઝી? વિશળદેવ આગળ બોલે તે પહેલાં એક સિપાઈ કોઠાર બાજુથી દોડતો આવ્યો અને રાજાના હાથમાં તામ્રપત્ર મૂકતાં Page #158 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૧૪ બોલ્યો કે આવું તામ્રપત્ર પ્રત્યેક કોઠારમાં લાગેલું છે. રાજાએ તામ્રપત્ર પર કોતરાયેલું લખાણ વાંચ્યું: “આ કોઠારનું અનાજ ગરીબ લોકોનું છે.” રાજા વિશળદેવ ક્ષોભ સાથે શેઠનાં ચરણોમાં મૂકતાં બોલ્યા, “તમે દાન કર્યું, પણ ગર્વ ન કર્યો. તમારું નામ લઈને દાનનો ઈતિહાસ પોતાનું ગૌરવ વધારશે.” કહેવાય છે કે જગડુશા શેઠે લજાપિંડ લાડવા બનાવ્યા હતા. એ લાડવાની અંદર છાનું રૂપું મૂકતા. આ લાડવા આબરૂદાર કુટુંબો માટે હતા. કારણ કે કપરા કાળમાં આવાં કુટુંબો કોઈની સામે હાથ લંબાવી શકતાં નહોતાં ને ભૂખે મરતાં હતાં. જગડુશા શેઠ દરરોજ વહેલી પરોઢે આ લક્કાપિંડ લાડવા લઈને જાતે આબરૂદાર કુટુંબોમાં વહેંચી આવતા. જગડુશાએ ગામે ગામ ભરેલા કોઠારો ખૂલ્લા મૂકી દીધા. લોકોને કંઈ પણ મૂલ્ય લીધા વિના ધાન્ય આપવા હુકમો છોડ્યા. કારમી અછતમાં એ ધાન્યથી હજારો કુટુંબો બચી ગયાં. ઈતિહાસ નોંધે છે કે જગડુશાએ દુકાળના સમયમાં વિશળદેવને આઠ હજાર મુંડા, હમીર રાજાને બાર હજાર મુંડા અને દિલ્હીના સુલતાનને એકવીસ હજાર મુંડા અનાજ મફત આપ્યું હતું. તે સમયે જગડુશાએ ૧૧૨ દાનશાળાઓ ખોલી હતી. ખાનદાન માણસો દાન લેતાં લજવાય અને ખચકાય નહીં માટે તેમની અને દાન લેનારની વચ્ચે પડદો રાખવામાં આવતો. એક દિવસ વિશળદેવ રાજા પોતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે વેશ બદલીને દાન લેવા ગયા. એ ખુલ્લી હથેલી જોઈને જગડુશા વિચારમાં પડી ગયા. તેમને થયું, “આ તો કોઈ રાજાનો હાથ લાગે છે. ખૂબ જ ભાગ્યશાળી લાગે છે. આ વ્યક્તિએ પણ દુકાળના કારણે આજે હાથ લંબાવ્યો છે તો હું તેની જિંદગીભરની ગરીબી દૂર થઈ જાય તેવું જ કંઈ તેને આપું.” અને જગડુશાએ પોતાની આંગળી પરની રત્નજડિત વીંટી વેશધારી રાજાના હાથમાં પહેરાવી દીધી. વિશળદેવ રાજાએ તરત બીજો હાથ ધર્યો. એ હાથે પણ જગડુશાએ પોતાની બીજી રત્નજડિત વીંટી પહેરાવી દીધી. રાજા બંને વીંટી લઈ રાજસભામાં આવ્યો. બીજે દિવસે વિશળદેવે જગડુશાને સન્માનથી રાજ્યસભામાં બોલાવ્યા. Page #159 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૪૮ તેમને પેલી બે વીંટીઓ બતાવીને પૂછ્યું, “શ્રેષ્ઠી! આ શું છે?” ત્યારે જગડુશાએ કહ્યું, “હાથની રેખા જોતાં સમજાયું કે આ કોઈ ભાગ્યશાળી છે એમ સમજી મેં આ વીંટીઓ પહેરાવી હતી.” આમ કહી જગડુશા રાજાને પ્રણામ કરવા ગયા. પરંતુ રાજાએ તેમને તેમ કરતા અટકાવ્યા અને તેમને હાથી ઉપર બેસાડીને સન્માનપૂર્વક વિદાય આપી. સંવત ૧૩૧૬ની સાલમાં સારો વરસાદ પડ્યો. લોકોએ જૈન શ્રાવક જગડુશાનો જયજયકાર બોલાવ્યો. દેખી શ્રી પાર્શ્વતણી દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ અલબેલડી, ઉજવળી ભયો અવતાર રે; મોક્ષગામી ભવથી ઉગારજો. શિવધામી ભવથી ઉગારજો. દેખી ૧. મસ્તકે મુગટ સોહે, કાને કુંડળીયા, ગલે મોતનકા હાર રે; મોક્ષગામી ભવથી ઉગારજો. દેખી૨. પગલે પગલે તારા ગુણો સંભારતાં, અંતરના વિસરે ઉચાટ રે; મોક્ષગામી ભવથી ઉગારજો. દેખી, ૩. આપના દરિશને આતમા જગાડ્યો, જ્ઞાનદીપ પ્રગટાવ રે; મોક્ષગામી ભવથી ઉગારજો. દેખી, ૪. આતમા અનંતા પ્રભુ આપે ઉગારીઆ, તારો સેવકને ભવપાર રે; . મોક્ષગામી ભવથી ઉગારજો. દેખીત ૫. Page #160 -------------------------------------------------------------------------- ________________ [૪૬] બપ્પભટ્ટસૂરિ અને આમ રાજા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ એક વાર મોઢેરા ગામમાં ઉપાશ્રયમાં બિરાજમાન હતા. તેમની પાસે એક બાળક આવી વંદના કરીને બેઠો. સુંદર બાળકને જોઈ સૂરિજીએ બાળકને પૂછ્યું, “શું નામ? ક્યાંથી આવ્યો છે?” બાળકે જવાબ આપ્યો, “હું ડુબા ગામથી આવું છું. મારું નામ સૂરપાલ છે. મારા બાપાનું નામ બL અને મારી માતાનું નામ ભટ્ટીબાઈ છે. અમે જાતે ક્ષત્રિય છીએ. મારા પિતાને એક વર્ષો જૂનો શત્રુ વારે વારે હેરાન કરતો હતો. હું તેની સાથે લડીને સદા માટે ફેંસલો કરવા તૈયાર થયો તો મારા પિતાએ મને ના પાડી અને છાનામાના બેસી રહેવા કહ્યું, તેમ જ પોતે જ એની સાથે પતાવટ કરશે તેમ જણાવ્યું. આથી મને ખોટું લાગ્યું અને કોઈને કીધા વગર ઘર છોડીને ગામે ગામ ફરું છું. અહીં આજે આવ્યો છું તે આપનાં દર્શનના વિચારે. આનંદ થાય છે મને કે આપ જેવાનાં દર્શન થયાં.” - નાની વયના આ તેજસ્વી બાળકને જોઈ આચાર્યશ્રીએ કહ્યું, “એમ છે, તો તું અહીં જ રહે. તારી રહેવાજમવાની વ્યવસ્થા અહીં થઈ જશે. ફિકર કરીશ નહીં.” અને બાળક ત્યાં રહેવા લાગ્યો. પૂજ્યશ્રી તેને ભણાવવા લાગ્યા. બાળક એટલો કુશાગ્ર બુદ્ધિનો હતો કે રોજ એક હજાર શ્લોક ગોખી કંઠસ્થ કરવા લાગ્યો. બુદ્ધિ સાથે બાળક નમ્ર પણ હતો. આચાર્યશ્રીની તેનાં ઉપર કૃપા ઊતરી. ડુંબા ગામથી તેના માતા-પિતાને બોલાવી તેમણે સમજાવ્યું કે - “આ બાળક દીક્ષા લેશે તો નામ કાઢશે. અનેકને ધર્મ પમાડનાર અને મહાપ્રભાવના કરનાર થશે.” આ સાંભળી બપ્પ પિતાએ કહ્યું, “આપ જ્ઞાની છો. આપનું કહ્યું મને માન્ય છે. પણ અમારું નામ રહે એવું કરજો.” પછી તે બાળકની ભાવના મુજબ ધામધૂમથી દીક્ષા આપી અને પિતા-માતાના નામ ઉપરથી “બપ્પભટ્ટી” નામ આપ્યું. ગુરુકૃપાએ સિદ્ધસેનસૂરિ પાસેથી તેમણે સરસ્વતીનો મંત્ર મેળવી Page #161 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા • ૧૫૦ આરાધ્યો. દેવીએ પ્રસન્ન થઈ કહ્યું, “તમે કાવ્યકળામાં નિપુણ થશો અને કોઈ પણ રચનાનો આશય તરત સમજી શકશો.” બપ્પભટ્ટી મુનિ સંયમસાધનામાં તથા જ્ઞાનોપાસનામાં સાવધાન થયા. એક વાર તેઓ એક નિર્જન ઉપાશ્રયમાં બેસી કોઈ એક કાવ્યની પ્રશસ્તિ રચવામાં પરોવાયા હતા, ત્યાં ગોપગિરિ (ગ્વાલિયર)ના રાજા યશોવર્માનો પુત્ર આમકુમાર ઘરેથી રિસાઈને ત્યાં આવ્યો. અતિ તેજસ્વી મુનિરાજને જોઈ તેમની પાસે આવી બેઠો અને તેમની બનાવેલ પ્રશસ્તિ વાંચવા લાગ્યો. યુવરાજ સંસ્કૃત ભાષાનો સારો જાણકાર અને સાહિત્યનો રસિયો હતો. તેણે આ વાંચી આનંદ દર્શાવ્યો. આમકુમારને આમ વાતવાતમાં બપ્પભટ્ટી મુનિ સાથે નિર્ભુજ પ્રીતિ બંધાઈ ગઈ. ત્યાંથી બન્ને મૂળ ઉપાશ્રયે ગુરુમહારાજ સિદ્ધસેનસૂરિ પાસે આવ્યા. ગુરુ મહારાજે રાજકુમારને નામ પૂછતાં તેણે ખડીથી લખી જણાવ્યું, પણ મોઢે કહ્યું નહીં. આથી આચાર્યદેવે તેની યોગ્યતાનો પરિચય કર્યો. શ્રી બપ્પભટ્ટી સાથે કુમાર પણ અભ્યાસ કરવા લાગ્યો. એક વાર યુવરાજે મિત્ર મુનિને કહ્યું, “હું આગળ જતાં રાજા બનું તો અવશ્ય મારે ત્યાં દર્શન દેજો. હું અત્યારે તો તમારો શું આદર કરું?” કાળાંતરે યુવરાજ રાજા થયો. તેણે માનપૂર્વક બપ્પભટ્ટી મુનિને રાજધાનીમાં તેડાવ્યા. મુનિ આવતાં સહર્ષ તેમનું સ્વાગત કર્યું અને સિંહાસન પર બેસવા વિનંતિ કરી. મુનિએ કહ્યું, “આ તો આચાર્યને યોગ્ય છે, મારાથી ત્યાં ન બેસાય.” આ સાંભળી રાજા આમને લાગ્યું કે મારે આમને આચાર્યપદવી અવશ્ય અપાવવી. આમ રાજાએ આથી શ્રી સિદ્ધસેનસૂરિજીને વિનંતિ કરી કે “અમારા યોગ્ય અને સમર્થ ગુરુને આચાર્ય પદથી સુશોભિત કરો.” અંતે સૂરિજીને યોગ્ય લાગવાથી શ્રી બપ્પભટ્ટીને સૂરિપદ આપવામાં આવ્યું. સૂરિપદ અપાવ્યા પછી તેમને રાજમહેલમાં બોલાવી, સિંહાસન ઉપર બેસાડી પોતાનું રાજ્ય સ્વીકારવા આમ રાજાએ બપ્પભટ્ટસૂરિને વિનંતિ કરી. સૂરિજીએ જવાબમાં જણાવ્યું કે “અમારે કોઈ ચીજની કચાશ નથી. અમોને શરીર ઉપર પણ મમતા નથી, તો રાજ્ય જેવી ખોટી ખટપટ શું કામ Page #162 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૫૧ વહોરીએ?” તેમની નિસ્પૃહતા જોઈ રાજા તેમના ચરણમાં ઢળી પડ્યો અને કોઈ પણ આદેશની માગણી કરી. આથી સૂરિજીના ઉપદેશથી રાજાએ એકસો હાથ ઊંચો શ્રી મહાવીર સ્વામીનો મહાપ્રાસાદ બંધાવ્યો અને તેની પ્રતિષ્ઠા કરાવી અપૂર્વ લાભ લીધો. આમ રાજાને બપ્પભટ્ટસૂરિનું ઘેલું ખરેખર લાગ્યું. જ્યાં સુધી સૂરિજી ગોપગિરિ (ગ્વાલિયર)માં હોય ત્યાં સુધી દરરોજ રાજા ઉપાશ્રયમાં તેમને મળવા જાય અથવા સૂરિજી તેમને મળવા મહેલ ઉપર આવે. રાજાએ સૂરિજી પાસે ધર્મ, નીતિ, રસ, અલંકાર, છંદ, જ્યોતિષ, વ્યાકરણ, કાવ્ય, કોશ આદિનો અભ્યાસ કર્યો. આમ જ્ઞાનમય વાર્તાવિનોદમાં રાજાના દિવસો અતિ-આનંદમાં વીતતા હતા. એક દિવસ મધ્યાહુને રાણીવાસમાં આવેલા રાજાએ પટરાણીને લજ્જાથી લાલ મુખ અને શૂન્ય ભાવવાળી જોઈ. થોડી વારે તેઓ રાજ્યસભામાં આવ્યા. ત્યાં શ્રી બપ્પભટ્ટસૂરિજી પણ આવી પહોંચ્યા. રાજાએ નમન કરી મોઘમમાં જ સમસ્યાનું એક પદ કહ્યું : “જ્ઞવિ સ પરિત મતમુહી અત્ત પમાળા' (હજી પણ કમલમુખી પોતાના પ્રમાદથી ખેદ પામે છે.) આ પૂર્વપદના ઉત્તરમાં આચાર્યશ્રીએ તરત જ ઉત્તરપદ આ પ્રમાણે કહ્યું: “પુલ્વવિવુદ્ધ તપ નીચે પછઠંદ્ર અં' (કારણ કે પહેલા જાગેલા રાજાએ સૂતેલી રાણીનાં ઉઘાડાં અંગ ઢાંક્યાં - તેથી રાણી હજી લજ્જાથી ખેદિત છે.) આચાર્યશ્રીની આવી અવગાહનશક્તિથી રાજા આશ્ચર્ય અને લજ્જા પામ્યો. વળી એક દિવસ આમ રાજાએ ગુરુને કહ્યું : “વાતા વંતી પણે પણે મુદા” (રાણી ચાલતી વખતે પગલે પગલે શા માટે મુખભંગ કરે છે? ચાલતાં તેનું મુખ ખિન્ન કેમ થાય છે?) શ્રી બપ્પભટ્ટસૂરિજીએ જવાબ આપ્યો : “નૂ સમાપયે મતિયા છિદ્ર નહપતિ’ (ખરેખર ગુપ્તભાગમાં નખપંક્તિનાં તાજાં ચિહ્નો સાથે કટિમેખલા - કંદોરો ચાલતાં ઘસાય છે તેની Page #163 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૫૨ વ્યથાથી મુખભંગ થાય છે.) આ સાંભળી રાજા લિજ્જત થયો, સાથે ગુરુજી પર અણગમો, સંદેહ અને અનાદર પણ જાગ્યો. વિચક્ષણ આચાર્ય આ વાત સમજી ગયા અને તેમણે ઉપાશ્રયના દરવાજા પર એક શ્લોક લખી વિહાર કર્યો. શ્લોકનો અર્થ એમ હતો કે “હે રાજા! અમે જઈએ છીએ. અમારું શું થશે એની ચિંતા તું કરીશ નહીં. અમારું સન્માન ફક્ત તારી પાસે જ નહીં, જ્યાં જઈશું ત્યાં થવાનું જ છે. તારું કલ્યાણ થાઓ.'' શ્રી બપ્પભટ્ટીસૂરિજી ત્યાંથી વિહાર કરી ગૌડદેશમાં આવ્યા. ત્યાંના રાજાએ તેમનો સત્કાર કર્યો. તેને ઘણો જ આનંદ થયો અને ખૂબ જ આગ્રહ કરી તેણે આચાર્યશ્રીને ત્યાં જ રોક્યા. ‘જ્યાં સુધી તમારા આમ રાજા તમને જાતે બોલાવા આવે નહીં ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું નહીં એવી આચાર્યશ્રી સાથે શરત પણ કરી. તે નગરમાં ઉલ્લાસમય વાતાવરણ તથા ધર્મની હવા જોરથી ફેલાઈ. આ તરફ વિહારના ખબર જાણી આમ રાજા વ્યથિત થયો, ઉપાશ્રય ઉપર લખેલ શ્લોક વાંચી તેને આઘાત લાગ્યો. આચાર્યશ્રીના વિરહથી તેને સૂનું સૂનું લાગવા લાગ્યું. કેમે કરી તેના દિવસો વીતતા ન હતા. એક વાર આમ રાજા જંગલમાં ગયા હતા. ત્યાં એક કાળા સર્પની ડોક-ગરદન પકડી લીધી. પકડાયેલા સર્વે શરીરનો શેષ ભાગ રાજાના હાથને વીંટી દીધો. રાજાએ હાથ પર વસ્ત્ર લગાવ્યું અને રાજસભામાં આવી બધાને પૂછ્યું : ‘શસ્ત્ર શાસ્ત્ર, કૃષિવિદ્યાચદા યો યેન નીવતિા' (શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી વિદ્યા કે અન્ય કોઈ પણ જીવિકાનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ કે જેથી માણસ સુખે જીવે?) મોટા પંડિતોએ તો ઘણા જુદા જુદા જવાબો આપ્યા, પણ રાજાને જોઈતો ઉત્તર ન મળતાં તેણે ઢંઢેરો પિટાવ્યો કે આના અભિપ્રાયની જે બરાબર પૂર્તિ કરી આપશે તેને એક લાખ સુવર્ણમુદ્રાઓ રાજા આપશે. આ સાંભળી એક ધૂર્ત બપ્પભટ્ટીસૂરિજી પાસે જઈ સમસ્યાનો જવાબ લઈ આવ્યો. આવી રાજસભામાં તેણે જણાવ્યું કે ‘સુગૃહીત આર્તવ્ય સર્પમુä યથા।' (કાળા સર્પના મુખને જેમ - Page #164 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૫૩ સાવધાનીપૂર્વક ગ્રહણ કરવું, અર્થાત્ રાજાએ જેમ કાળા સર્પના મુખને સાવધાનીપૂર્વક પકડ્યું તેમ શસ્ત્ર, શાસ્ત્ર આદિ કળા, વિદ્યા કે આજીવિકાનો ઉપાય પણ સાવધાનીપૂર્વક શીખવો, ગ્રહણ કરવો જોઈએ.) આટલો સાચો અર્થ જાણી રાજાને સંદેહ થયો કે આવો સામાન્ય માણસ આવો ઉત્તર ન જ આપી શકે. તેણે તેને એકાંતમાં ધમકાવી સાચું બોલવા કહ્યું. છેવટે તેણે સાચી વાત જણાવતાં રાજા આશ્ચર્યમાં ડૂબી ગયો. તે વિચારવા લાગ્યો કે “કાળા સર્પની વાત મારા સિવાય કોઈ જાણતું નથી. આટલાં દૂર બેઠાં બપ્પભટ્ટસૂરિજી આ વાત જાણી શકે તો રાણીના ગુપ્ત અંગનાં નખક્ષતો પણ જાણી શકે. મેં તે વખતે આચાર્યને શંકાથી જોયા તે ભૂલ કરી. તેઓ તો સરસ્વતીના લાડકા છે. તેઓને કશું છાનું ન જ હોય. આવા જ્ઞાની, સંયમી અને મારા બાળમિત્ર આચાર્યનું મેં અપમાન કર્યું તે ઘણું જ ખોટુ થયું. એટલે આમરાજાએ આચાર્યશ્રીને સન્માનપૂર્વક પાછા બોલાવવા પ્રધાનને મોકલ્યા. તેઓએ બપ્પભટ્ટસૂરિ પાસે જઈને કહ્યું કે, “આમ રાજા પોતે કરેલી ભૂલની માફી માગે છે, માટે આપ ગોપગિરિ પધારો.” સૂરિજીએ જવાબમાં જણાવ્યું : “તમારા રાજાને જઈને કહો કે તે રાજદરબારમાં અત્રે આવી આમંત્રણ આપે તો સૂરિજી ગોપગિરિ પધારશે. અમે ગૌડ દેશના રાજાને વચન આપેલું છે કે ગોપગિરિના રાજા જાતે આવીને આમંત્રણ આપશે તો જ અહીંથી હું ત્યાં જઈશ.” આમ રાજાએ આ વાત જાણી, પણ શત્રુરાજાના રાજ્યમાં જવું મોટું જોખમ હતું. પણ બાળસ્નેહી અને આચાર્યગુરુને બોલાવી લાવવા માટે ગમે તેવું જોખમ ખેડવાને તેઓ તૈયાર હતા. એટલે ઊંટ ઉપર બેસી વેશ બદલી ગૌ દેશ આવી ગયા અને રાજસભામાં જ્યારે શ્રી બપ્પભટ્ટસૂરિજી હાજર હતા ત્યારે દૂતના વેશમાં પહોંચી ગયા. સુરિજીએ તરત આમ રાજાને ઓળખી લીધા અને કહ્યું, “પધારો, આમ! આવો.” પણ ગૌડદેશનો રાજા કે જેનું નામ ધર્મરાજા હતું તે આ વાત સમજ્યો નહીં. આમ રાજા સમજી ગયા કે આ રીતે મને નામથી સંબોધી તેમણે ગૌડ દેશના રાજાને આમ રાજા આવ્યા છે તે જણાવી દીધું. | મુખ્ય દૂતના રૂપમાં આમ રાજાના હાથમાં બીજોરા રાખ્યા હતા. વાત Page #165 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૫૪ સમજી બપ્પભટ્ટસૂરિજી બોલ્યા, “તારા હાથમાં શું છે? જવાબમાં આમ રાજાએ જણાવ્યું કે “બીજો રા' એટલે કે “હું બીજો રાજા છું.” છતાં ધર્મરાજા કાંઈ સમજ્યો નહીં. દૂતે ધર્મરાજાના હાથમાં એક લેખ આપ્યો. તેમાં સૂરિજીને ગોપગિરિ આવવા આમંત્રણ હતું. તે લેખના પત્ર ઉપર થોડાં તુવરનાં પાંદડાં ચીટકાડેલાં હતાં ધર્મરાજાએ પૂછ્યું, “આ શું છે? દૂતના વેશમાં આવેલ આમ રાજાએ કહ્યું, “અરિપત્ર.” જેનો અર્થ થાય તુવરનાં પાંદડાં. પણ ગુહ્ય અર્થ હતો અરિનો એટલે કે શત્રુનો પત્ર. પણ ધર્મરાજા કંઈ સમજ્યા નહીં. આમ રાજા આ રીતે રાજસભામાં રીતસર ગુરુજીને આમંત્રણ આપી વિદાય થઈ ગયા. રાત્રે એક રાજનર્તકીને ત્યાં ઉતારો કરી, સવારે એક સોનાનું કડું ભેટમાં આપી તેઓ ધર્મરાજાની રાજ્યસીમાની બહાર નીકળી ગુરુજીની રાહ જોવા લાગ્યા. બીજા દિવસે સવારે ગુરુજીએ રાજાજીને કહ્યું : “હવે અમે ગોપગિરિવિહાર કરીશું.” ધર્મરાજાએ કહ્યું: “આપની પ્રતિજ્ઞા પૂર્ણ કર્યા સિવાય જવાય નહીં.” બપ્પભટ્ટસૂરિજીએ કહ્યું, “પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ! આમ રાજા જાતે આવી રાજસભામાં આમંત્રણ આપી ગયા. મેં તમારી રૂબરૂમાં આમનું નામ લઈને કહેલ કે “આવો આમ આવો.” તે દૂતના રૂપમાં આમ રાજા જ હતા.” ઈત્યાદિ બધી વાતો સમજાવી. આ બધી વાતો સાંભળી રાજા વિચારમાં પડી ગયો. હું કેવો ભોળો કે આ બધી વાતો ન સમજ્યો. ત્યાં નર્તકી આવી. આમ રાજાએ આપેલું કડું બતાવ્યું. રાજાજીને વિશ્વાસ બેઠો. રાજાજીએ ગુરુમહારાજને દુઃખતા મને રજા આપી. મહારાજ ત્યાંથી વિહાર કરી આમ રાજા સાથે ગોપગિરિ પધાર્યા. રાજા અને પ્રજાનાં આનંદથી ધર્મકરણી બપ્પભટ્ટસૂરિના નેજા નીચે ઠીકઠીક થવા લાગ્યાં. એક વાર ગોપગિરિમાં એક નર્તક-મંડળ આવ્યું. આખી નગરીમાં તેની મોહિની ફેલાવા લાગી. સારા કલાકારો આ મંડળીમાં હતા. તેમાં એક નર્તકી જોતાં જ ભાન ભુલાવે તેવી હતી. તે ડુંબ (હલકી) જાતિની હોવા છતાં Page #166 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૫૫ અપ્સરા જેવી સુંદર હતી. તેનું ઘાટીલું શરીર, સોનાની ઘંટડી જેવો રણકો, જોયા જ કરીએ તેવું યૌવન અને છટાદાર મોહક નૃત્યાં તેને જોતાં પંડિત પુરુષ પણ ભાન ભૂલી જાય. તે નૃત્યમાં એવા એવા હાવભાવ કરતી કે વિવેકી માણસ પણ ઉત્તેજિત થઈ જાય. એક વાર તે મંડળીએ પોતાનો પોગ્રામ રાજમહેલના પ્રાંગણમાં ગોઠવ્યો. નૃત્યાંગનાનું નૃત્ય જોઈ આમ રાજા બહાવરો થઈ તેના ઉપર મુગ્ધ થઈ ગયો. એક સંસ્કૃત શ્લોક દ્વારા તેનાં ખૂબ જ વખાણ કર્યાં. કાર્યક્રમ પૂરો થતાં નૃત્યાંગના રાજા પાસે પારિતોષિક લેવા આવી. રાજા તો તેના ઉપર બધું ન્યોછાવર કરવા તૈયાર હતો. તેનું કામી મન નર્તકીએ ભોગવવા તલસી રહ્યું હતું. નર્તકીને પોતાનો ઈરાદો જણાવ્યો અને બે દિવસ પછી ત્રીજા દિવસે ઉપવનના નવા મહેલમાં સમાગમ માટે વાત પાકી થઈ ગઈ. તે બે દિવસમાં મહેલ સ્વચ્છ કરાવવામાં આવ્યો. આમ રાજા આ પતિત દશા, હીન કન્યામાં તેની આસક્તિ જ્યારે આચાર્યશ્રીએ જાણી ત્યારે તેમને આઘાત લાગ્યો : “મારી સંગતમાં રહીને પણ આવું દુષ્કૃત્ય રાજા કરે? તે ખરેખર નરક જવાનું પાપ બાંધશે. મારે તેને ગમે તે ભોગે બચાવવો જોઈએ. પણ સીધી રીતે વાત કરતાં કદાચ પરિણામ સારું ન આવે, માટે તેને અન્યોક્તિથી બોધ આપું. કાવ્યની જરૂર તેના ઉપર સારી અસર થશે.” અવસર જોઈ આચાર્યદેવ ઉપવનના મહેલ પાસે પહોંચી ગયા અને તેના બારણાની ઉપર તરત જ દૃષ્ટિ પડે એ રીતે પાણીને સંબોધીને એક શ્લોક લખ્યો, જેનો અર્થ થતો હતો: “હે પાણી! શીતલતા તારો ગુણ છે. સ્વાભાવિક જ તારામાં સ્વચ્છતા રહેલી છે. તારી પવિત્રતાની શી વાત કરવી? અપવિત્ર પણ તારાથી પવિત્ર થાય છે. તું પ્રાણીમાત્રનું જીવન છે. આથી વધીને તારી શી પ્રશંસા હોઈ શકે? છતાં તું જ હવે જો નીચ માર્ગે ગમન કરવા તૈયાર થાય તો, હે જળ! ભલા તને કોણ રોકી શકે?” આ ઉપરાંત એક બીજો શ્લોક લખ્યો, જેનો અર્થ થતો હતો : “જે કાર્ય કરવાથી શરમાવું પડે અને કુળને કલંક લાગે એવા આ Page #167 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકા સિતારા ૦ ૧૫૬ કાર્યને કુળવાન ગળે પ્રાણ આવે તોપણ, ન જ કરે.” બીજે દિવસે રાજા મહેલ જોવા આવ્યો. ત્યાં દરવાજાના ઉપરના ભાગમાં ખડીથી બે શ્લોક લખેલા જોયા. વાંચતાં જ રાજા સમજી ગયો કે આ કાર્ય મારા કલ્યાણમિત્ર સિવાય કોણ કરે? ગુરુજીના અક્ષર તો ઓળખતો જ હતો. તેને ભાન થયું કે “આવા વિષમ સમયમાં તેમણે મને સાચવી લીધો. કેવું અકાર્ય કરવા હું પ્રવૃત્ત થયો હતો? ધિક્કાર છે મારા જીવનને! હવે હું કયા મોઢે ગુરુજીની સામે ઊભો રહી શકીશ? હું કેવો ચોકખો! કેવું મારું કુળ અને આવો રાણીઓનો યોગ છતાં કેવી નીચ વૃત્તિ! હવે એક જ રસ્તો છે મૃત્યુનો. લાંછિત જીવન કરતાં તો મૃત્યુ સારું.” તેણે આ માટે પૌરાણિક-પુરોહિતાદિને પૂછવા બોલાવ્યા અને આ પાપ કેમ ધોવાય તે પૂછ્યું. પૌરાણિકોએ કહ્યું, “આવાં પાપ ધોવા માટે સ્મૃતિમાં લખ્યું છે કે “ચાંડાલ સ્ત્રીના રૂપ-વર્ણવાળી લોઢાની પૂતળી બનાવી તેને અગ્નિમાં લાલચોળ તપાવી તેનું આલિંગન કરવાથી ચાંડાળ સ્ત્રીના સમાગમના પાપથી માણસ મુક્ત થાય છે.” રાજા તેઓના કહેવા પ્રમાણે કરવા તૈયાર થયો. આ વાત જાણવાથી બપ્પભટ્ટસૂરિ ત્યાં આવ્યા અને તેને સમજાવતાં કહ્યું... હે ભોળા રાજા! તે સંકલ્પમાત્રથી પાપ કર્યું છે. ખરેખર તનથી તે સમાગમ કર્યો નથી. આવાં પાપો પશ્ચાત્તાપથી ધોવાઈ જાય છે. તું શા માટે પતંગિયાની જેમ વ્યર્થ બળી મરે છે? તું દયાસાગર પરમાત્મા જિનેન્દ્રદેવનો લાંબા કાળ સુધી ધર્મ આચર અને આત્માને કલ્યાણમાર્ગે લઈ જા.” આ સાંભળી ગુરુમહારાજની આજ્ઞા શિરોધાર્ય કરી તે રાજમહેલમાં પાછો ફર્યો અને ધર્મધ્યાન-અનુષ્ઠાનમાં સાવધાન થયો. થોડા દિવસ બાદ તેણે આચાર્યશ્રીને પૂછ્યું : “હું ગયા ભવમાં કોણ હતો વારુ” આચાર્યશ્રીએ તેનો જવાબ બીજે દિવસે આપવા જણાવ્યું. ગુરજીએ રાત્રે ઉપાશ્રયમાં સરસ્વતીદેવીને આરાધ્યાં. તેમને પૂછી જોયું. Page #168 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૧૫. તો દેવીએ આમ રાજાનો પૂર્વભવ જણાવ્યો, જે બપ્પભટ્ટસૂરિએ બીજે દિવસે રાજાને રાજસભામાં કહી જણાવ્યો : “હે રાજા! પૂર્વભવમાં તું એકાંતરે ઉપવાસ કરતો તાપસ હતો. કાલિંજર પર્વત પાસેની નદીના તીરે શાલ વૃક્ષ નીચે તારો વસવાટ હતો. ત્યાં તે સવાસો વર્ષ સુધી ઘોર તપ કર્યું હતું. ત્યાંથી અવસાન પામી તું અહીં રાજકુળમાં અવતર્યો. હજી પણ તે વૃક્ષ નીચે તારી જટા પડેલી છે.” આ જાણી રાજાએ માણસો મોકલી તે જટા મંગાવી. રાજાને પૂર્ણ વિશ્વાસ થયો. તે ધર્મમાં દૃઢ શ્રદ્ધાવાન થયો. ગુરુમહારાજના ઉપદેશથી તેણે મોટા ઠાઠમાઠથી શ્રીસિદ્ધગિરિ ગિરનારજીની યાત્રાના સંઘો કાઢ્યા. અંતે નવકાર મંત્રની આરાધનાપૂર્વક કાળ કરી સ્વર્ગે ગયા. કવિસભામાં સૂર્ય જેવા આચાર્યશ્રી બપ્પભટ્ટસૂરિજી શાસનની ઘણી પ્રભાવના કરી સ્વર્ગે સિધાવ્યા. રાતાં જેવા કુલડાં રાતાં જેવા ફુલડાં ને, શામળ જેવો રંગ; આજ તારી આંગીનો કાંઈ રૂડો બન્યો રંગ; પ્યારા પાસજી હો લાલ, દીનદયાલ મુજને નયણે નિહાલ. ૧ જોગીવાડે જાગતો ને માતો શિંગડમલ્લ, શામળો સોહામણો કાંઈ, જીત્યા આઠે પલ્લ... પ્યારા તું છે મારો સાહિબો ને, હું છું તારો દાસ; આશા પૂરો દાસની કાંઈ સાંભળી અરદાસ. પ્યારા૩ દેવ સઘળાં દીઠા તેમાં એક તું અવલ્લ; લાખેણું છે લટકું તારું દેખી રીઝે દિલ્લ. યારા. ૪ કોઈ નમે પીરને ને કોઈ નમે રામ, ઉદયરત્ન કહે પ્રભુ, મારે તુમશું કામ. પ્યારા૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ [૪] પાળ-મયાણા જમ્બુદ્વીપના ભરતખંડમાં ઉજ્જૈની નગરી આવેલી છે. પ્રજાપાળ નામના રાજા છે. તેમને બે દીકરીઓ છે : સુરસુંદરી અને મયણાસુંદરી. બંને રૂપરૂપના અંબાર જેવી. ચોસઠ કળાને જાણનારી. મોટા મોટા પંડિતો એમને ભણાવે, પછી એમની હોશિયારીનું તો પૂછવું જ શું? એક દિવસ પંડિતોએ રાજાને કહ્યું કે, અમારું શિક્ષણકાર્ય પૂરું થયું છે. આપ બંને કુંવરીઓની પરીક્ષા લો અને ઇનામ આપો.” રાજાએ પરીક્ષા માટે દિવસ જાહેર કર્યો. . રાજસભામાં દેશવિદેશના પંડિતો અને નગરજનો હાજર છે. રાજા બંનેની પરીક્ષા લે છે. પ્રશ્ન અને કોયડાઓ પુછાય છે. કુંવરીઓના સુંદર જવાબ સાંભળી સભા મુગ્ધ બને છે. રાજા બોલ્યા, “મારી વહાલી કુંવરીઓ! હું તમારા જવાબોથી ખૂબ જ રાજી થયો છું. માંગો જે ઈનામ માંગવું હોય તે. જે માંગો તે મળશે.' રાજાને કંઈક અભિમાન થયું છે કે હું ધારું તે જ થાય. સુરસુંદરીએ પિતાની વાતમાં સૂર પુરાવ્યો કે રાજા ચાહે તે કરી શકે છે. પણ મયણા નમ્રતાપૂર્વક બોલીઃ “માણસનો ગર્વ ખોટો છે. કરવું ન કરવું એ માણસના હાથની વાત નથી. કર્મ પ્રમાણે બધું થયા કરે છે.” મયણાની સત્ય વાતથી રાજાનું અભિમાન ઘવાયું. મયણા ઉપર ગુસ્સો આવ્યો. જાહેર કર્યું કે “સુરસુંદરીને કોઈ યોગ્ય વર જોઈ પરણાવો અને મયણાને કોઈ કાણા-કુબડા જોડે વરાવો. સભામાં સન્નાટો છવાઈ ગયો. લોકો અંદર-અંદર ગણગણવા લાગ્યા. પોતાનાં સંતાનો પ્રત્યે આવી તે ક્રૂર શિક્ષા હોય? છોરું-કછોરું થાય, પણ મા-બાપથી એમ થવાય?” પણ રાજાને કોણ કહે? કોણ વારે? - સુરસુંદરીનાં લગ્ન ખૂબ ધામધૂમથી સંખપુરના રાજપુત્ર સાથે કર્યાં. જાહેર કર્યા મુજબ મયણાસુંદરી માટે કાણા-કુબડાની શોધ થઈ રહી છે. એક દિવસ એક વિચિત્ર તમાશો જોવા મળ્યો. દૂરદૂરથી એક મોટું સાતસો કોઢિયાઓનું ટોળું ઉજજૈની ભણી આવી રહ્યું છે. કોઈ કાણા, તો કોઈ લંગડા. કોઈના હાથ-પગનાં આંગળાં ખવાઈ ગયાં છે. પરૂથી ગંધાતા આવા લોકોના - - - - - - - Page #170 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકા સિતારા ૦ ૧૫૯ ટોળામાં એ બધાથી ચઢી જાય તેવો તેમનો નાયક ઉંબર રાણો ખચ્ચર ઉપર સવારી કરતો ચાલ્યો આવે છે. લોકો કુતૂહલથી એમને જોઈ રહ્યા છે. - રાજાએ આ વાત સાંભળી. એમને તો આવું જ જોઈતું હતું. આવા જ કોઈની શોધમાં તે હતો. તેણે મયણાસુંદરીને આ કોઢિયા રાજા સાથે પરણાવી દીધી. મયણા કર્મમાં માનતી હતી. કરેલાં કર્મ ભોગવવાનાં જ હોય છે. એને સંતોષ છે. તે ઉંબર રાણા સાથે પ્રેમથી રહે છે. પણ ઉંબર રાણાને એમ થાય છે કે મયણાની ઇચ્છા હોય તો તેને છૂટી કરવી અને એની ઇચ્છા પ્રમાણે તે ભલે ઇચ્છિત વરને પરણે. એક રાતનો પ્રસંગ છે. ઉંબર રાણી મયણાને કહે છે, “તું શું કરવા આવા દુઃખમાં રહે છે? ફરીથી કોઈ યોગ્ય બીજા પુરુષ સાથે લગ્ન કરી લે.” પણ મયણા કહે છે, “મેં તમને આ અગ્નિની સાક્ષીએ પતિ તરીકે સ્વીકાર્યા છે. હવે બીજો કોઈ વિચાર જ ન હોય.” વાતો આગળ ચાલે છે. મયણા કહે છે, “ભલે તમે કોઢિયાના સંગે છે, પણ તમારા સંસ્કાર ઊંચા છે. મારે તમારો જીવનવૃત્તાંત સાંભળવો છે. ઉંબર રાણો પોતાની વાત કહે છે – અંગ દેશમાં ચંપા નામે નગરી છે. તેમાં સિહરથ રાજા રાજ્ય કરે છે. તેને કમળપ્રભા નામે રાણી છે. લગ્નનાં ઘણાં વર્ષો બાદ તેમને રૂપાળો પુત્ર જન્મ્યો, એનું નામ શ્રીપાળ પણ કર્મની વાત ન્યારી છે. રાજાનું આયુષ્ય ટૂંકું નીવડ્યું. રાણીના દુઃખનો પાર નથી. રાજાની સેનાના પણ કેટલાક માણસો નાલાયક નીવડ્યા. શ્રીપાળનો કાકો અજીતસેન આ તકનો લાભ લઈ લશ્કર લઈ નગરી ઉપર ચઢી આવ્યો અને ટૂંક વખતમાં રાજ્યનો કબજો લઈ લીધો. અજીતસેને સૈનિકોને આદેશ આપ્યો કે શ્રીપાળનું માથું વાઢી લાવો. રાણી ચોધાર આંસુએ રડે છે. પ્રધાન મતિસાગરે રાણીને સલાહ આપી, “કુંવરને લઈ નાસી જાઓ.” રાણી કુંવરને લઈ રાતોરાત જ શહેરમાંથી ભાગી જાય છે. સવાર સુધી ચાલતાં ચાલતાં જંગલમાં પહોંચે છે. પણ દૂરથી અજીતસેનની સેના આવતી હોય તેવા ભણકારા મનમાં વાગ્યા જ કરે છે. ત્યાં રાણીએ આ સાતસો કોઢિયાઓનું ટોળું જોયું. ભયભીત થયેલી રાણીએ ટોળાને કહ્યું, “આ બાળક સંભાળો. અમે ભયમાં છીએ. રાજાનું લશ્કર અમારી પાછળ છે. તે કુંવરને મારવા માગે છે.” ટોળાના આગેવાને કહ્યું, “તમે નિશ્ચિંત રહો. આ બાળકનો વાળ Page #171 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૧૬૦ પણ વાંકો નહીં થાય.”રાણી બાળકને સોંપી આગળ નીકળી ગઈ. ઉંબર રાણો કહે છે, “તે બાળક જ હું શ્રીપાળ.” આ કોઢિયાઓની સાથે રહેવાથી મને પણ કોઢનો ચેપ લાગ્યો છે. મયણાના મોંમાંથી આ સાંભળી ઉગાર સરી પડે છે : ભલેને હોય કોઢિયો પણ છે રાજકુમાર.” પોતાના પતિના કોઢ દૂર કરવા માટે મયણા ખૂબ પરિશ્રમ કરે છે. વૈદોની દવા કરે છે. એક દિવસ ગામમાં તપસ્વી મુનિરાજ પધાર્યા. કોઈકે એમની ખૂબ પ્રશંસા કરી, “એ તો કરુણાના અવતાર છે.’ મયણાએ આ વાત સાંભળી. તે તો પતિને લઈ પહોંચી ગઈ મુનિરાજની પાસે. ભાવપૂર્વક વંદના કરી એણે પોતાની કરુણ કથની કહી સંભળાવી, ‘આનો ઉપાય બતાવો, મહારાજ.” મુનિરાજે કહ્યું, “અમારી પાસે તો એક જ દવા છે, માત્ર ધર્મ. જે શ્રદ્ધાપૂર્વક ધર્મનું રક્ષણ લે તેનું દરેક પ્રકારે કલ્યાણ થાય જ.” તેમણે મયણાને નવપદનો મહિમા સમજાવ્યો, જેમાં અનુક્રમે છે – અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય અને તપ. આ નવપદનું નિરંતર ધ્યાન ધરવા કહ્યું અને તેના પૂજનની વિધિ સમજાવી. મયણા અને શ્રીપાળ તો લાગી ગયાં નવપદના ધ્યાનમાં. વિધિપૂર્વક પૂજા કરવા લાગ્યાં. એકાગ્રપણે ધ્યાન ધરતાં તેનો લાભ દેખાવા લાગ્યો. નવપદજીની પાટલિયાના સિદ્ધચક્રના નાવણ જળથી પોતાનાં અંગો લૂછતાં ગયાં અને ચમત્કાર જ ગણાય એવું પરિણામ આવ્યું. શ્રીપાળના કોઢ દૂર થયા. શરીર દેદીપ્યમાન થઈ ગયું. ધીરેધીરે બધા કોઢિયાઓને પણ ધર્મ તરફ વાળ્યા અને બધાના કોઢ દૂર થયા. હવે તેઓ આનંદકલ્લોલ કરતાં કરતાં કરતાં અને ધર્મકરણી કરતાં જીવન વિતાવે છે. એક દિવસ નટ-નટીનો ખેલ જોવાનો પ્રસંગ બને છે. ત્યાં ફરતી ફરતી રાણી કમળપ્રભા (શ્રીપાળની માતા) ત્યાં આવી પહોંચે છે. શ્રીપાળને જોઈ તેના હૈયામાં ભાવની ભરતી ઉભરાય છે. ત્યાં એ જ વખતે મયણાની માતા રૂપસુંદરી પોતાના પતિ પ્રજાપાળના દુર્વર્તનથી કંટાળી પોતાના ભાઈને ત્યાં જવા નીકળી છે, તે આવી પહોંચે છે. તે આ ટોળામાં મયણાને શ્રીપાળ સાથે ઊભેલી જોઈને ક્રોધે ભરાય છે : “મારી દીકરીએ મારું કુળ લજવ્યું. એક ભવમાં બે ભવ કર્યા.” Page #172 -------------------------------------------------------------------------- ________________ D શ્રીપાળ - મયણા મયણા અને શ્રીપાળ તો લાગી ગયા નવપદના ધ્યાનમાં અને વિધિપૂર્વક પૂજા કરવા લાગ્યા. Page #173 -------------------------------------------------------------------------- ________________ Page #174 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૧ એના દુ:ખનો પાર નથી. પોતે મયણાને આવી નહોતી ધારી. જોગાનુજોગ એક બાજુ રાણી કમળપ્રભા (શ્રીપાળની માતા) અને બીજી બાજુ રૂપસુંદરી (મયણાની માતા) આ ટોળા પાસે ઊભાં છે ત્યાં રાજા પ્રજાપાળ (મયણાના પિતા) ઘોડા ઉપર બેસી ત્યાં આવી પહોંચે છે. તે પણ મયણાને શ્રીપાળ સાથે ઊભેલી જોઈ ક્રોધે લાલચોળ થઈ જાય છે. મયણાને મારવા તે તલવાર ઉગામે છે. મયણા પિતાજીને પ્રણામ કરી પગે પડે છે અને કહે છે, “પિતાજી! ક્રોધ કરવાનું કોઈ કારણ નથી. તમે જેની સાથે મને વરાવી તે જ આ રાજકુમાર છે. એમના કોઢ ધર્મના પ્રતાપે દૂર થયા છે. એટલું જ નહીં, એ તો ક્ષત્રિય રાજકુમાર છે. નવપદના પ્રતાપે બધાં સારાં વાનાં થયાં છે.” સૌના આનંદનો પાર નથી. મયણાને સુખનો સૂર્ય ઊગ્યો છે. પ્રજાપાળ રાજાએ એક વાર ક્રોધથી કોઢિયા સાથે પરણાવી દીકરીને કાઢી મૂકી હતી તેને તે પ્રેમથી રાજમહેલ લઈ જાય છે. દીકરી-જમાઈને જુદો મહેલ રહેવા આપે છે. એક દિવસ શ્રીપાળ ઘોડે બેસી ફરવા નીકળ્યો છે. ઘોડાને પાણી પાવા કૂવાકાંઠે ઘોડાને લાવે છે. એક નાની બાળા બેડું માથે નથી ચઢાવી શકતી તેનું બેડું માથે ચઢાવવા મદદ કરે છે. બધી પાણી ભરતી પનિહારીઓ કહે છે, “અરે, આ તો રાજાનો જમાઈ શ્રીપાળ.” આ સાંભળી શ્રીપાળનું સ્વમાન ઘવાય છે. સસરાને નામે ઓળખાણ તેને ન ગમી. કોઈકે ઠીક જ કહ્યું છે કે “આપ-ગુણે ઓળખાય તે ઉત્તમ, બાપ-ગુણે ઓળખાય તે અધમ અને સસરાને નામે ઓળખાય તે અધમમાં અધમ.' પનિહારીનું મહેણું સાંભળી તે ક્ષોભ પામ્યો. સસરાને ત્યાં રહેવું વધુ યોગ્ય નથી એમ વિચારવા લાગ્યો. ઊંઘ હરામ થઈ ગઈ. ભોજન નીરસ લાગે છે. સસરાની આ સાહ્યબી તેને ખૂંચવા લાગી. તેણે મયણાને વાત કરી કે તેણે દેશવિદેશ જોવા છે, નવું નવું જાણવું છે, સ્વબળે લક્ષ્મી મેળવવી છે, પોતાનું રાજ્ય કાકા પાસેથી પાછું મેળવવું છે. સાસુ, સસરા અને મયણાએ રાજીખુશીથી રજા આપી. સાસુએ વ્રતો આપ્યાં : ૧. જુઠું ન બોલવું; ૨. હિંસા ન કરવી; ૩. પારકી વસ્તુ મૂલ્ય આપ્યા વગર ન લેવી; ૪. પરસ્ત્રીસંગ ન કરવો; અને ૫. જરૂરથી વધુ સંઘરવું નહીં. નીકળતી વખતે મયણાએ યાદ દેવરાવ્યું: “જોજો નવપદની આરાધના ન વિસરાય. સિદ્ધચક્રની તમને સહાય હોજો.” Page #175 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકા સિતારા ૦ ૧૨ સાસુની શિખામણ ગાંઠે બાંધી શ્રીપાળ નીકળી પડ્યો. રસ્તામાં મોટું જંગલ આવ્યું. કેટલાક તાપસો ત્યાં તપ કરે છે. પણ અસુરો તેમની સાધનામાં વિઘ્ન નાખે છે, ઉપદ્રવો કરે છે તેથી તપ ફળતું નથી. શ્રીપાળને જોઈ તાપસો તેને રક્ષણ માટે વિનંતી કરે છે. ધર્મનું રક્ષણ કરવું એ તો ક્ષત્રિયોનો ધર્મ છે. તે અસુરોને ડરાવી ભગાવે છે. તાપસો ખૂબ જ રાજી થાય છે અને શ્રીપાળને બે વિદ્યાઓ આપે છે. એક છે જળહરણી, જેથી પાણીમાં પડે તો તે ડૂબે નહીં અને બીજી શસ્ત્રસંતાપહરણી, જેથી કોઈ પણ શસ્ત્ર તેને ઈજા કરી શકે નહીં. શ્રીપાળે આગળ પ્રયાણ કર્યું. ચોર્યાસી બંદરના વાવટા જેવું ભરૂચ બંદર આવ્યું. ત્યાં ધવલ શેઠ નામના વેપારીનાં પાંચસો વહાણો માલ લેવા-મૂકવા નાંગર્યા હતાં. દસ હજાર સેવકો સાથે છે. ધવલ શેઠ શ્રીમંત ખરો, પણ મનનો મેલો. લોભનો પાર નહીં. સ્વાર્થ સિવાય બીજી વાત નહીં. એના પાપે વહાણ થંભી ગયાં હતાં. ન હાલે કે ન ચાલે. કોઈકે સલાહ આપી કે કોઈ બત્રીસલક્ષણાનો ભોગ અપાય તો આ સંકટ દૂર થાય અને વહાણો ચાલે. એવા કોઈ બત્રીસલક્ષણાની શોધ ચાલી. ધવલના સેવકોએ શ્રીપાળને દેખ્યો. તેમને આ માણસ યોગ્ય લાગ્યો. તેને પકડી ધવલ શેઠ પાસે લઈ આવ્યા. શ્રીપાળ વાતને સમજી ગયો. તેણે તો મનમાં જ નવપદની આરાધના શરૂ કરી અને ચમત્કાર થયો. થોડી વારમાં પવન ફૂંકાવા લાગ્યો. વહાણો પાણીમાં ડોલવા લાગ્યાં અને ગતિમાં આવ્યાં. ધવલ શેઠે શ્રીપાળની ક્ષમા માગી. એને થયું, આવો પરાક્રમી પુરુષ સાથે હોય તો પ્રવાસમાં સરળતા રહે. શ્રીપાળને તો દેશ-વિદેશ જોવા હતા. તેથી તેણે ધવલ શેઠ સાથે રહેવા હા પાડી. વહાણો આગળ ચાલતાં ચાલતાં કેટલાક દિવસે બબ્બરકોટ નામના બંદરે પહોંચ્યાં. ત્યાં મહાકાળ નામે રાજા રાજ્ય કરે. વહાણો પાણી તથા બળતણ લેવા ત્યાં થોભ્યાં. ત્યાંના રાજાના સેવકોએ ત્યાંના કાયદા પ્રમાણે દાણ માંગ્યું. ધવલ શેઠે ખોટી ખુમારીથી દાણ આપવાની ના પાડી અને સેવકોને માર મારી કાઢી મૂક્યા. રાજા મહાકાળ ગુસ્સે થયો. તેણે મોટું લશ્કર મોકલ્યું. ધવલ શેઠના ઘણા સેવકો જાન બચાવવા ભાગી ગયા. ધવલને પકડી ઝાડ સાથે ઊંધે માથે લટકાવી દીધો. ધવલ શેઠે રોતાં-રોતાં આજીજી કરી, શ્રીપાળને કહ્યું, “આમાંથી બચાવો તો અડધાં વહાણ તમોને આપી દઉં.” શ્રીપાળે શીખામણ Page #176 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૩. દીધી કે જે રાજ્યમાં જઈએ ત્યાંના કાયદા પાળવા જ પડે. શ્રીપાળે ભારે યુદ્ધ કરી ધવલશેઠને છોડાવ્યા. મહાકાળ રાજાએ શ્રીપાળનું પરાક્રમ જોઈ તેને આદરસત્કારપૂર્વક પોતાના મહેલે લઈ ગયો. પોતાની કન્યા શ્રીપાળને પરણાવી અને ઘણી ભેટો આપી. પછી તે બધા આનંદપૂર્વક ત્યાંથી વિદાય થયા. વહાણો આગળ, ચાલ્યાં. થોડા દિવસે રત્નદ્વીપ નામનું બંદર આવ્યું. વહાણ નાંગર્યા. શ્રીપાળે પોતાનો માલ વેચવા ધવલ શેઠને જણાવ્યું. ત્યાં એક સાર્થવાહ માલ જોવા વહાણ ઉપર આવ્યો. તેણે એક વાત કરી કે અહીંથી થોડે દૂર એક દહેરાસર છે. તેનાં દ્વાર બંધ છે. રાજાની કુંવરીને પ્રભુદર્શનનું વ્રત છે. તેથી જાહેરાત થઈ છે કે જે એ દ્વાર ઉઘાડશે તેને કુંવરી પરણશે. શ્રીપાળે એ પડકાર ઝીલી લીધો. મંદિરના દ્વારે જઈને ઊભો, નવપદનું ધ્યાન ધર્યું અને થોડી જ વારમાં દ્વાર દેવકૃપાએ ઊઘડી ગયાં. રાજાએ ધામધૂમથી પોતાની કુંવરી શ્રીપાળ સાથે પરણાવી. ધવલ શેઠે ઠીકઠીક વેપાર કરી લીધો અને ત્યાંથી આગળ ચાલ્યા. મધદરિયે વહાણ ચાલી રહ્યાં છે. પવન પણ અનુકૂળ છે. ધવલ શેઠની દાનત બગડી. એને થયું, આ શ્રીપાળ ભિખારી જેવો હતો તેને સાથે લીધો તે આજે કેવો શ્રીમંત થઈ ગયો અને બન્ને રાજકુંવરીઓને પરણ્યો અને અઢકળ દ્રવ્ય મેળવ્યું. તેણે યુક્તિથી શ્રીપાળને દરિયામાં ફેંકી દેવાનો મનસૂબો ઘડ્યો. વહાણના એક છેડે માંચડો બાંધ્યો. ધવલ શેઠ પોતાના કેટલાક દુષ્ટ માણસો સાથે ત્યાં બેઠો છે. દરિયામાં કંઈક જોવા જેવું મોટું પ્રાણી દેખવા જેવું છે એમ કહી શ્રીપાળને ત્યાં બોલાવે છે. શ્રીપાળ જેવો માંચડા પર ચઢવા જાય છે, તે વખતે તેને ધક્કો મારી ધવલનો એક સેવક તેને દરિયામાં ફેંકી દે છે. દરિયો ખૂબ ઊંડો છે. મોટા મોટા મગરમચ્છ અને દરિયાઈ પ્રાણીઓ તેમાં ઘૂમી રહ્યાં છે. પણ શ્રીપાળ તો પોતે તાપસી પાસેથી મેળવી જળહરણી વિદ્યાને પ્રતાપે તરતો તરતો આગળ જાય છે અને કોંકણના એક દરિયાકિનારાના શહેર પાસે પહોંચી દરિયા બહાર જમીન ઉપર આવે છે. થાકેલ શ્રીપાળ કિનારાના એક ઝાડ નીચે બેસી વિસામો લે છે. લાંબો વખત તરવાને લીધે થાક પુષ્કળ લાગ્યો છે, એટલે ઝાડ નીચે ઊંધી જાય છે. ત્યાંના રાજાની કુંવરી રમતી રમતી ત્યાં આવે છે અને શ્રીપાળને જોઈ તેનું ઉર આકર્ષાય છે. મનથી જેવો ધાર્યો છે તેવો આ વર થવાને લાયક માણસ લાગે છે. તેણે રાજાને ત્યાં તેડાવ્યા. રાજાએ Page #177 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૧૬૪ શ્રીપાળને પોતાની પુત્રીનું પાણિગ્રહણ કરવા કહ્યું. શ્રીપાળે તેની સાથે લગ્ન કર્યા. થોડા દિવસ ત્યાં આનંદકિલ્લોલ કરતો રહ્યો, પણ મનમાં પોતાની બે સ્ત્રીઓ વહાણમાં છે તેમની ચિંતા કરે છે અને સાથે જ તેને પોતાનું ઘર, પોતાની માતા તથા મયણાની યાદ આવ્યા કરે છે. શ્રીપાળને મધદરિયે ફેંકી દીધા પછી ધવલ વધારે નફફટ બન્યો. શ્રીપાળની પત્નીઓના ખંડમાં જઈ ચેનચાળા કરવા લાગ્યો. સ્ત્રીઓએ પડકાર ફેંક્યો. બળજબરી કરવા જાય છે ત્યાં જ આકાશમાં ભયંકર તોફાન થવા લાગ્યું. વાદળ ગર્જવા લાગ્યાં અને વીજળી ચમકવા લાગી. વહાણો પાણીમાં ડૂબવા લાગ્યાં. ધવલ ગભરાઈ ગયો, ધ્રૂજવા લાગ્યો અને ડરીને આખરે સતીઓનાં ચરણે પડ્યો, ક્ષમા માંગી. વહાણો આગળ ચાલ્યાં. કોંકણ આવ્યું. ધવલ શેઠ નજરાણું લઈ રાજા પાસે આવ્યો. ત્યાં શ્રીપાળને જોઈ એના મોતિયા મરી ગયા. શ્રીપાળને બદનામ કરવા એણે યુક્તિ કરી, પણ એનો ઘડો ફૂટી ગયો. રાજાએ ધવલને પકડી શિક્ષા કરવા ફરમાવ્યું, પણ શ્રીપાળે એને છોડાવ્યો. પશ્ચાત્તાપ કરતો તે તેના પગે પડ્યો અને ક્ષમા માંગી. પણ પેટમાં તો પાપ જ હતું. વહાણ આગળ ચાલ્યાં. મધરાતનો સમય છે. શ્રીપાળ શાંતિથી સૂતો છે. ધવલની ઊંઘ હરામ થઈ ગઈ છે, કારણ કે શ્રીપાળની શક્તિ વધી ગઈ છે. રાજ કન્યાઓને પરણ્યો છે, અઢળક લક્ષ્મી મળી છે, એના બધાંય પાસા પોબારા પડે છે. એના ભાગ્યની ધવલને ઈર્ષા આવે છે. શ્રીપાળનો કાંટો કાઢવા, એની બધીયે લક્ષ્મીનો સ્વામી બનવાનો એનો મનોરથ છે. તે ધીમેથી ચોરપગલે હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈ સીડી ચઢે છે. પણ તેનાં હાથનાં કરેલાં હૈયે વાગે છે. અંધકારને લીધે સીડીનું એક પગથિયું ચૂકે છે, નીચે પછડાય છે અને હાથમાંની કટારી પોતાના પેટમાં જ વાગી ગઈ. લોહીની ધારા વહી અને એનું પ્રાણપંખેરું ઊડી ગયું. ધવલ મૃત્યુ પામ્યો. તેની બધી સંપત્તિ શ્રીપાળે ધવલના સેવકોમાં વહેંચી આપી, કારણ કે સાસુજીએ આપેલાં પાંચ વ્રતો યાદ છે. કોઈની સંપત્તિ મૂલ્ય આપ્યા વગર ન લેવાય અને જરૂરથી વધુ સંગ્રહ ન થાય. આ બધું એણે જીવનમાં ઉતાર્યું હતું. બધા સેવકો રાજી થયા. શ્રીપાળ વહાણો સાથે આગળ વધે છે. એક ગામના કિનારે વહાણો નાંગરે છે. ત્યાં એક સાર્થવાહ મળ્યો. તેણે અજબ જેવી વાત કરી: કુંઠલપુર નામનું Page #178 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતાર ૦ ૧૬૫ એક નગર છે. ત્યાંના રાજાની કુંવરીનું નામ ગુણસુંદરી છે. રૂપનું અને કળાનું એને અભિમાન છે, “વીણા વગાડવામાં જે કોઈ મને હરાવે તેને પરણું અને તે હારે તો મારા ઘરે ચાકર થઈને રહે.” કેટકેટલા રાજકુમારો એનાથી હાર્યા છે, એની ચાકરી કરે છે. એને કોઈ હરાવી શકતું નથી. એથી તે અભિમાનથી અક્કડ થઈને રહે છે. શ્રીપાળે કહ્યું, “કલાકારને અભિમાન ન હોય. એ તો સદાય નમ્રપણે રહે.” કુંવરીનો ગર્વ તોડવા તે તૈયાર થયો. પહોંચ્યો કુંવરી પાસે. સભા ભરાઈ. બંને સામસામાં વીણા લઈ બેઠાં છે. શ્રીપાળે અદ્ભુત જમાવટ કરી. લોકો એની વાહવાહ કરવા લાગ્યા. કુંવરી હારી ગઈ. શ્રીપાળમાં એણે સાચો કલાકાર જોયો. એવાની સાથે પરણવાના તો એને કોડ હતા. હારેલા બધા રાજકુમારો છૂટા કર્યા અને બધા રસાલા સાથે ઘર તરફ પ્રયાણ કર્યું. આ તરફ રાણી માતા તથા મયણાસુંદરી પણ શ્રીપાળની રાહ જોઈ રહ્યા છે અને એક દિવસ ધામધૂમપૂર્વક રસાલા સાથે શ્રીપાળ ઘેર આવી ગયો. સાથે બીજી રાણીઓ પણ છે. માતાજી તથા મયણાના આનંદનો પાર નથી. શ્રીપાળની નવી રાણીઓ સાસુજીના પગે પડે છે અને મયણા બધી રાણીઓને ભેટે છે અને સન્માનપૂર્વક સત્કાર કરે છે. સહુ રાજી થયાં છે. નવપદજીનો આ પ્રતાપ છે. કુટુંબનો આનંદમેળો જામ્યો છે. એક દિવસ મનોરંજન માટે તૈયારીઓ થઈ રહી છે. નટનટીઓને તેડાવ્યાં છે. નાટકની તૈયારીઓ થઈ રહી છે. ઢોલ શરણાઈ વાગી રહ્યાં છે. પણ પેલી મુખ્ય નદી કેમ ઊભી થતી નથી? તે કેમ ઉદાસ બેઠી છે? એ નરી તે બીજી કોઈ નહીં પણ મયણાની બહેન સુરસુંદરી! પિતાએ સંખપુરના રાજપુત્ર સાથે પરણાવેલી તે જ. મયણાની નજર તેની ઉપર પડી. તેણે બહેનને ઓળખી કાઢી. સુરસુંદરી મયણાના પગમાં પડીને ખૂબ રોઈ. વાતાવરણ બહુ કરુણ બની ગયું. સુરસુંદરીએ પોતાની કથની કહેવા માંડી – પ્રજાપાળ રાજાએ મને પરણાવી, ઘણી સંપત્તિ આપીને મને સાસરે વળાવી. અમો પરણીને શંખપુર જવા રવાના થયાં. રાત્રિની શરૂઆત થઈ ચૂકી હતી. સવારે ગામમાં દાખલ થશે એમ વિચારી રાત્રે ગામના પાદરે એક ખેતરમાં ઝૂંપડીમાં રોકાયાં. ગમે તેમ કેટલાક ચોરોને અમે ત્યાં હતાં તેની ખબર પડી ગઈ. રાતના તેઓ અમારી ઉપર ત્રાટક્યા. મારો પ્રિતમ કાયર પુરુષની જેમ જીવ બચાવવા ભાગી ગયો. હું દાગીના અને માલમિલકત સાથે લૂંટાઈ ગઈ. Page #179 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતાર • ૧૬૬ - ચોરો મને ઊંચકી ઉપાડીને લઈ ગયા. તેમણે મને નેપાળ દેશમાં જઈ એક સાર્થવાહને વેચી. સાર્થવાહે મને બબ્બરકુળ નગરની એક વેશ્યાને ઘરે વેચી દીધી. વૈશ્યાએ મને નાટકકળામાં નિપુણ કરી ને નટી બનાવી. તે પછી નાટકના મહાશોખીન મહાકાળ રાજાએ નવ નાટક કંપનીઓ ખરીદી. તેમાં મને પણ વેશ્યા પાસેથી ખરીદી લીધી. મહાકાળ રાજાએ પોતાની કુંવરી મદનસેનાનાં લગ્ન શ્રીપાળજી સાથે કર્યા ત્યારે દાયજામાં મારા સહિત નવે નાટક મંડળીઓ દાયકામાં આપી દીધી. મારાં લગ્ન પહેલાં મયણાબહેને જે કહેલું કરવું ન કરવું માણસના હાથની વાત નથી, કર્મ પ્રમાણે બધું થયા કરે છે તે સત્ય હતું. મારા કર્મે મને નચાવી. મયણાએ સુરસુંદરીને આશ્વાસન આપી પોતાની પાસે રાખી. થોડા દિવસો આનંદમાં પસાર થયા. એક દિવસ સમય જોઈને જૂના મંત્રી મતિસાગરે શ્રીપાળને પિતાનું રાજ્ય જે કાકા અજીતસેને લઈ લીધું છે તે પાછું મેળવવાનું બાકી છે તે યાદ કરાવ્યું, “કાકો અજીતસેન તમારો વેરી છે.' શ્રીપાળને વાત બરાબર લાગી. એણે સેના તૈયાર કરી. અજીતસેનને રાજ્ય પાછું સોંપવા યા લડાઈ કરવા દૂત સાથે કહેણ મોકલ્યું. અજીતસેન લડવા તૈયાર થયો. બન્ને સેનાઓ સામસામે આવી ગઈ. ડાનિશાન ગડગડવા લાગ્યાં. શ્રીપાળને આટલા બધા સૈનિકોને મારવા-કરાવવાનું ઠીક ન લાગ્યું. તેણે અજીતસેનને હાથોહાથની લડાઈ માટે કહેણ મોકલ્યું. બન્ને લડ્યા. કાકી અજીતસેન હાર્યો. શ્રીપાળને પગે પડ્યો. ક્ષમા માંગી. શ્રીપાળને ક્યાં વેર હતું? અજીતસેનના દિલને પશ્ચાત્તાપ થયો. તેણે શ્રીપાળને રાજ્યકારભાર સોંપી દીક્ષા લીધી અને કલ્યાણના પંથે ચાલ્યો. આમ મયણાસુંદરીની ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધાએ કંઈક જીવને તાર્યા. નવપદજી અને સિદ્ધચક્ર પ્રત્યેની અનન્ય ભાવનાના કારણે શ્રીપાળને પોતાનું રાજ્ય પાછું મળ્યું. વિખૂટા પડેલાં સ્વજનો ભેગાં થયાં. ધર્મનો પ્રકાશ સૌના અંતરને અજવાળી રહ્યો. શ્રીપાળ-મયણાને નવપદજી જેવા ફળ્યા તેવા સૌને ફળો. કવિ ગાય છે કે – નવપદજીનો અપૂર્વ મહિમા, એને લીધો પીછાણી; શ્રીપાળ રાજા ને મયણાની આ છે અમર કહાણી. Page #180 -------------------------------------------------------------------------- ________________ [૪૮] ચંદન-મલયાગિરિ કુસુમપુર નામના નગરમાં ચંદનરાજ નામના રાજાને મલયાગિરિ નામની સુંદર અને શીલવતી રાણી હતી. તેમને સાગર અને નીર નામનાં બે બાળકો હતાં. કુટુંબ સંતોષી અને ધર્મિષ્ઠ હતું. એક વાર રાજા સૂતા હતા ત્યારે કુળદેવીએ સપનામાં આવીને જણાવ્યું: “હે રાજન! બધા દિવસો સુખના હોતા નથી. માણસે કર્મ ભોગવવાં જ પડે છે. તારા ખરાબ દિવસો આવ્યા છે. તું તરત જ રાજ્ય છોડીને ચાલ્યો જા.” રાજા સમજુ હતો. તે રાણી અને બંને પુત્રોને લઈ ચાલી નીકળ્યો. તેઓ ફરતાં ફરતાં કુશસ્થળ આવ્યાં અને સ્થિર થયાં. ચંદનરાજ એક મંદિરમાં પૂજારી તરીકે નોકરીએ રહ્યો. મલયાગિરિ જંગલમાંથી બળતણ લઈ આવતી. કોઈ વાર ભારો વેચી પણ નાખતી. એક વાર એક સોદાગરે તેને જોઈ તેનાં રૂપ-રંગ અને વ્યવહાર જોઈ તેના પર તે મુગ્ધ થઈ ગયો. તે લાકડાં ખરીદવા લાગ્યો. થોડા પૈસા પણ વધારે આપવા લાગ્યો. થોડા દિવસ આમ ચાલ્યું. મલયાગિરિને તેના ઉપર વિશ્વાસ બેઠો. એક દિવસ સોદાગરે કહ્યું, “પૈસા રથમાં છે. ત્યાં ચાલો તમને આપી દઈશ.” ભોળા ભાવે મલયાગિરિ તેની સાથે ગઈ. રથ નજીક પહોંચતાં સાર્થવાહે તેને ઊંચકી રથમાં નાખી. રથ જોશથી હાંકી મૂક્યો. રથમાંથી કૂદી પડવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તે ફાવી નહીં. રડી રડીને થાકી ગઈ. અસહાય હોવાથી નિસાસા નાખવા લાગી. ઘણે છેટે નીકળી ગયા બાદ સાર્થવાહે તેને સમજાવવા માંડ્યું, “તારા યૌવન અને રૂપે મને ઘેલો કર્યો છે. હવે તારા ગરીબીના દિવસો પૂરા થયા. મારી પત્ની બનાવી તને રાખીશ. તારે હવે કોઈ કષ્ટ નહીં વેઠવાં પડે.” આ સાંભળી મલયાગિરિએ સ્વસ્થ થઈ ગંભીર સાદે કહ્યું, “શેઠ, તમને આવા નહોતા ધાર્યા. આવા સારા દેખાતા માણસ આવાં કાળાં કામ કરતા હશે એની ખબર નહોતી પણ યાદ રાખજો, હું મરી જઈશ પણ તમારી ઈચ્છા કદી પૂરી થશે નહીં. સાંભળો – Page #181 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૬૮ અગ્નિ મધ્ય બળવો ભલો, ભલો હી વિષકો પાન; શીલ ખંડવો નહીં ભલો, નહીં કછુ શીલ સમાન.” માટે હે શેઠ! થોડો વિચાર કરો અને મને છોડો. મારો ધણી, છોકરાં * મારી વાટ જોતાં હશે. મરી જઈશ પણ હું શીલ નહીં ખંડું.” પણ સાર્થવાહ માન્યો નહીં. તેનો રથ ચાલતો રહ્યો. મલયાગિરિનાં આંસું વહેતાં રહ્યાં. આ તરફ મોડે સુધી ન આવવાથી મલયાગિરિની શોધ માટે ચંદન ચારે તરફ ફરી આવ્યો, પણ ક્યાંય ભાળ મળી નહીં. થાકી ઘરે આવી તે ફસડાઈ પડ્યો ને વિલાપ કરવા લાગ્યો. બાળકો પણ રોકકળ કરતાં રહ્યાં. કેટલાક દિવસ ત્યાં રહ્યો, પણ પત્નીનો પત્તો ન લાગતાં તે પોતાના બન્ને પુત્રોને લઈ પરગામ જવા નીકળી પડ્યો. માર્ગમાં એક મોટી નદી આવતાં એક પુત્રને આ કાંઠે એક ઝાડ નીચે બેસાડી બીજા પુત્રને ખભે બેસાડી નદી ઊતરવા લાગ્યો. મહામહેનતે સામે કાંઠે પહોંચી પુત્રને ત્યાં બેસાડી, બીજાને લાવવા નદી વચ્ચે આવતાં જ જોશબંધ પાણીનો પ્રવાહ આવ્યો ને ચંદનને તાણી ગયો. એક પુત્ર આ કિનારે બીજો પુત્ર બીજા કિનારે, ને રાજા નદીમાં તણાઈ ગયો. ઘણે દૂર ખેંચાઈ તે કિનારે માંડમાંડ પહોંચ્યો. પત્ની અને પુત્રોના વિરહે તે બોલી ઊઠ્યો : કિહાં ચંદન, મલયાગિરિ! કિહાં સાગર, કિડાં નીર? જો જો પડે વિપત્તડી, સો સો સહે શરીર.” ચંદન બેબાકળો થઈ કિનારે કિનારે પાછો દોડવા લાગ્યો. મોટેથી સાગર”-“નીર’ બૂમો પાડી. પણ બધું વ્યર્થ. તેને એક વિચાર આપઘાતનો આવી ગયો, પણ મનને મનાવી લીધું. કર્યા કર્મ ભોગવવાં જ પડે છે. એથી જે કંઈ દુઃખો આવે તે અહીં જ ભોગવી લેવાં સારાં. એવા વિચારે મનને મક્કમ કર્યું. તે પોતે ક્યાં છે તેની તપાસ કરી તો ખબર પડી કે આ આનંદપુર નામનું નગર છે. ફરતાં ફરતાં એક ઘર આગળ આવી ઊભો. માલિકણ બાઈ પાસે આશરો માંગ્યો. તેણે આદરપૂર્વક ઘરમાં બોલાવી ભોજન કરાવ્યું. થાકથી થોડો હળવો થયો. થોડી જ વારમાં ખબર પડી કે એ બાઈ પોતાના રૂપ-યૌવન પર મોહિત થઈ છે. સ્ત્રીએ કહ્યું: “હું એકલી છું. મારે કોઈ સાથીની જરૂર છે. તમે અત્રે રહો. બધી ચિંતા છોડી દો. આપણે જીવનભર Page #182 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૬૯ સાથે રહીશું.” ચંદન સમજી ગયો કે આ તો કુશીલ થવાની વાત છે. તેથી પોતે દુઃખી અને અસ્વસ્થ છે તેમ જણાવી ત્યાંથી તે ચાલી નીકળ્યો. ચાલતાં ચાલતાં તે શ્રીપુર નગરના સીમાડે આવી પહોંચ્યો. થાકીને એક ઝાડ નીચે આરામ માટે બેઠો. થોડી વારમાં જ તેને ઊંઘ આવી ગઈ. તે નગરનો રાજા નિઃસંતાન ગુજરી ગયો હતો, એટલે યોગ્ય રાજાની શોધ માટે પાંચ દિવ્ય કરવામાં આવેલા, આ પાંચ દિવ્ય ચંદન ઉપ૨ થયા, એટલે વાજતેગાજતે તેને નગરમાં લઈ જઈ રાજ્યગાદી ઉપર બેસાડ્યો. સહુને આશ્ચર્ય થાય તેવી રીતે તેણે રાજ્યને વ્યવસ્થિત કર્યું. નગરજનો અને પ્રધાનોએ તેમના આ રાજાને લગ્ન કરવા સમજાવ્યા, પણ રાજાએ લગ્ન કરવાની સાફ ના કહી. આ તરફ નદીના બન્ને કાંઠે ઊભા ઊભા બન્ને બાળકોને રડતા જોઈ. એક સાર્થવાહ તેમને સાંત્વાના આપી પોતાના ઘરે લઈ ગયો અને પુત્રની જેમ પાળ્યા-પોષ્યા અને મોટા કર્યા. તેઓ યુવાન થયા, પણ જન્મે ક્ષત્રિય હોવાથી વણિકની જેમ વ્યાપાર આદિ કરી શક્યા નહીં. તેથી તેઓ શ્રીપુરમાં રાજસેવા અર્થે આવ્યા અને કોટવાલના હાથ નીચે ચાકરી કરવા લાગ્યા. આ નગરમાં જ તેમના પિતા ચંદનરાજ રાજ્ય કરતા હતા. પણ કોઈનો એકબીજાનો ભેટો થયો નહિ. પેલી તરફ પેલો સાર્થવાહ મલયાગિરિને આશામાં ને આશામાં છોડતોય નહોતો ને તેની અભિલાષા પૂરીય થતી નહોતી. વર્ષો સુધી મલયાગિરિને ફેરવતો ફેરવતો તે પણ ત્યાં શ્રીપુરમાં આવ્યો. તે કેટલીક ભેટ આદિ લઈ ચંદનરાજાને મુજરો કરવા આવ્યો. રાજાએ સાર્થવાહની મોંઘી મોંઘી ભેટો જોઈ પ્રસન્નતા બતાવી કહ્યું – ‘કંઈ કામ હોય તો જણાવજો.’ સાર્થવાહે કહ્યું -- ‘મારા સાર્થ અને માલ-સામાનની રક્ષા માટે ચુનંદા યુવાન પહેરગીરો જોઈએ છે. રાજાએ કોટવાલને કહેતાં કોટવાલે સાગર અને નીર સાથે કેટલાક પહેરગીર મોકલ્યા. રાત પડતાં પહેરગીરો ચોકી ઉપર ઊભા રહ્યા. રાત વીતતી જતી હતી. બધા સૂઈ ગયા હતા. પહેરગીરો ભેગા થઈ વાતોના ગપાટા મારતા હતા. એકબીજાની આપવીતી કહેતા-સાંભળતા હતા. તેમાં સાગર અને નીરે પોતાની આપવીતી કહી. તંબુમાં જાગતી પડેલી મલયાગિરિ Page #183 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૭૦ તે સાંભળી સફાળી ઊભી થઈ ગઈ અને તરત બહાર આવીને ‘મારા દીકરા!' કહી હર્ષથી ભેટી. દીકરા પણ મા મળ્યાના આનંદમાં હર્ષથી રડી પડ્યા. મલયાગિરિએ પોતાના યુવાન દીકરાઓને પોતે કેવાં કેવાં દુ:ખો વેઠ્યાં આદિ કહ્યું. સાંભળી રડતા પુત્રોએ કહ્યું, “મા, હવે તું ચિંતા કરીશ નહિ. સવારે સહુ સારાં વાંનાં થશે.’’ સવાર થતાં જ સાગર અને નીર માને લઈને પુકાર કરવા રાજદરબારે આવ્યા. આવડું રાજ્ય છતાં રાજાને જંપ નહોતો, શાંતિ નહોતી. તે અંદર ને અંદર પત્ની અને પુત્રોના વિયોગથી ઝૂરતો હતો. સવારના પહોરમાં તેને ફરિયાદ સાંભળવા મળી. સાગર અને નીરે પોતાની આખી વાત કહી અને અમારા પરિવારને છિન્નભિન્ન કરનાર સાર્થવાહ પણ અહીં જ છે તે પણ કહ્યું. રાજાએ પોતાના પરિવારને ઓળખી લીધો ને પોતાની પણ ઓળખાણ આપી. તેમના પરિવારમાં જ નહીં, પણ સમસ્ત નગરમાં આનંદમંગળ વરતાઈ રહ્યાં. બાર વર્ષ પછી પુત્રો અને પતિ-પત્ની મળ્યાં હતાં. આનંદનો પાર નહોતો. સાર્થવાહને દંડની શિક્ષા આપી સીમા પાર તગેડી મૂક્યો. સાર્થવાહને તેના પરિવારનો તેને વિયોગ ન થાય એવા વિચારે તેને પોતાની જેલમાં ન પૂર્યો. ચંદને બંને રાજ્યનું ન્યાયપૂર્વક પાલન કર્યું. પતિ-પત્નીએ દઢતાપૂર્વક શીલનું પાલન કર્યું ને સ્વર્ગ પામ્યાં. પૂર્વપુણ્યે જ સમાનધર્મવાળું દાંપત્ય પમાય છે. જેઓ દુઃખમાં પણ શીલ ચૂકતાં નથી તેઓ અચૂક સુખ અને યશ પામે છે. : સદ્બોધ સંચય : જે સ્થળે રોગ, વૃદ્ધાવસ્થા અને મરણ આ ત્રણ મનુષ્યોની પાછળ લાગી રહ્યા હોય તે સ્થળે સૂવાની નહિં પણ જાગવાની જરૂર છે જાગશો તો પામશો, સૂઈ જશો તો ગુમાવશો. પલ પલ આત્મનિરીક્ષણ કરો પલ પલ બહુ જ કિંમતી છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ [૪] વેગવતી ભારતના મૃણાલકુંડનગરમાં શ્રીભૂતિ નામનો પંડિત પુરોહિત વસતો હતો. તેને સરસ્વતી નામની પત્ની અને વેગવતી નામની પુત્રી હતી. આ કુટુંબને લોકો આદર આપતા. એક વાર તે નગરમાં તપસ્વી, જ્ઞાની ને વૈરાગી મુનિરાજ પધારતાં લોકો તેમનાં દર્શન-વંદને જવા લાગ્યા ને મુનિરાજનો મહિમા દિવસે-દિવસે વધવા લાગ્યો. માણસની કરુણતા છે કે કોઈક વાર તેને બીજાની ઈર્ષ્યા-બળતરા સતાવ્યા કરે છે. જીવને પોતાને નથી મળ્યું તેનું જ દુઃખ નથી, પણ બીજાને સારું મળ્યું તેનું પણ દુઃખ છે. આ દુઃખમાંથી કોણ ઉગારે? મુનિની પ્રશંસાપ્રતિષ્ઠા સાંભળી વેગવતી બિચારી બળવા લાગી ને છેવટે તેનાથી ન રહેવાયું એટલે લોકોને કહેવા લાગી : “આ મહારાજ તો ઢોંગી છે. બ્રાહ્મણ જેવા પાત્રને મૂકી તમે આવા ભમતા સાધુને પૂજવા દોડી જાઓ છો, પણ તેના ચરિત્રની તમને જાણ નથી.” લોકોને કોઈનું ખરાબ સાંભળવાનો ચસકો ભારે. સારા કરતાં ગંદુ કાનને વધારે ગમે. વેગવતી બોલવા જ બેઠી હતી, શા માટે ઓછાશ રાખે? તેણે તો ભાંડવા માંડ્યું: “કોઈ બાઈ સાથે રમતા મેં તેમને જોયા છે.” સાધુ પુરુષની હલકી વાત વાયુવેગે નગરમાં પ્રસરી ગઈ ને કેટલાકે સાચી પણ માની લીધી. ઘણા લોકો મહારાજ પાસે જતા બંધ થઈ ગયા. આ જાણી મુનિને ઘણું દુઃખ થયું. “મારા લીધે શાસનની શાનને ધક્કો પડ્યો! શાસનની શોભા કદાચ ન વધારી શકું પણ તેને ઘટાડવાને નિમિત્ત બનું?” તેમણે નિયમ કર્યો કે “જ્યાં સુધી આ કલંક ઊતરે નહીં ત્યાં સુધી મારે આહાર-પાણીનો ત્યાગ.” અને તેઓ ધ્યાનમાં બેસી ગયા. શાસનદેવીએ સચેત થઈ સાંનિધ્ય કર્યું. વેગવતી પીડાથી આક્રાંત થઈ શય્યામાં તરફડવા લાગી. બધા ઉપાય-ઉપચાર નિષ્ફળ જતાં તેને વિચાર આવ્યો, “મેં મુનિને કલંક આપ્યું તેનું જ આ પરિણામ છે. તેને પશ્ચાત્તાપ થયો. સર્વજન સમક્ષ તેણે મુનિરાજને ખમાવ્યા ને કબૂલ કરતાં કહ્યું, “આપ Page #185 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૦ર અગ્નિની જેમ પાવન છો, મેં જ ઈર્ષ્યાને લીધે આપને કલંક આપ્યું. આપ તો દયાના સાગર છો. મને ક્ષમા આપો.” આમ આંતરિક શુદ્ધિપૂર્વક પશ્ચાત્તાપ કરતાં તેને દેવીએ પીડામુક્ત કરી. સાજી થઈ ઉપદેશ સાંભળ્યો અને દીક્ષા લઈ સ્વર્ગે ગઈ. મુનિનો જયજયકાર થયો. ત્યાંનું આયુષ્ય પૂરું કરી તે જનક રાજાને ત્યાં પુત્રી સીતા તરીકે અવતરી. પૂર્વભવમાં મુનિને ખોટું આળ દેવાના અપરાધથી તેણે કલંકિત થઈ વનવાસ તથા એકલવાસનાં દુઃખો ભોગવ્યાં. આ વેગવતીની વિતક કથા સાંભળી સદા અવર્ણવાદથી બચવું, ને કોઈ અવર્ણવાદ બોલે તો તે સાંભળવો નહીં. જ્યારે ભુલનું ભાન થાય ત્યારે પશ્ચાત્તાપ કરવો. જે ૪ ૪ ઃ મહામંગલમય શ્રી નવકાર મહામંત્ર : ૧. નવકાર મંત્ર ગણવાથી પુરાણા પાપો નષ્ટ થાય છે. ૨. નવકાર મંત્ર સાંભળવાથી પણ પાપ નષ્ટ થાય છે. નવકાર મંત્ર સંભળાવનાર પણ પવિત્ર બને છે. સર્વકાળના સર્વપાપો નાશ કરનાર નવકાર મંત્ર છે. શ્રી નવકાર મંત્રની બહાર શાશ્વત સુખનો ખજાનો છે. શ્રી નવકાર મંત્રની અંદર શાશ્વત સુખનો ખજાનો છે. ૭. સર્વકાળના સર્વ પાપો નાશ કરનાર નવકાર મંત્ર છે. ૮. નવકારની આરાધનાથી વિરાધનાની દુર્ગધ દૂર થાય છે. ૯. નવકારના સ્મરણથી આરાધનાની સુવાસ ફેલાય છે. ૧૦. નવકાર મંત્રના સ્મરણથી વિનો ટળે છે. ૧૧. નવકાર મંત્રના સ્મરણથી વાંછિત ફળે છે. ૧૨. નવકાર મંત્રના સ્મરણથી અગ્નિ જળરૂપ બને છે. ૧૩. નવકાર મંત્રના શબ્દો ત્રણે કાળમાં ફરતા નથી. ૧. પારકાની નિંદા - ટીકા - કૂથલી કરવી તે. Page #186 -------------------------------------------------------------------------- ________________ [૫૦] હસ રાજા રાજપુરના મહારાજા હંસ એક વાર ઉપવનમાં ગયા. ત્યાં એક પરમ માં રાજ શાંત, ઓજસ્વી ને પ્રભાવશાળી મુનિરાજને જોઈ ખૂબ જ આનંદિત થયા ને તે તેમની પાસે આવી કરબદ્ધ અંજલિ જોડીને બેઠા. મુનિએ તેને યોગ્ય જાણી ધર્મોપદેશ દેતાં કહ્યું, “યશનું મૂળ સત્ય છે. સત્ય વિશ્વાસનું પરમ કારણ છે. સત્ય જ સ્વર્ગનું દ્વાર છે અને સત્ય જ મોક્ષનું પગથિયું છે. જેઓ અહીં અસત્ય બોલે છે તેઓ પરલોકમાં પણ કુરૂપ મોઢાવાળા, દુગંધભર્યા શ્વાસોચ્છવાસવાળા, સાંભળવા ન ગમે તેવા સ્વરવાળા, અનિષ્ટ-હલકી ભાષા ને કઠોર શબ્દો બોલનારા અથવા બોબડા-મૂંગા થાય છે.” ઈત્યાદિ ઉપદેશ સાંભળી હંસ રાજાએ ખોટું નહીં બોલવાનું વ્રત લીધું. ઘણા જ રાજી થતા રાજા મહેલમાં આવ્યા અને વ્રતના પાલનમાં સાવધાન થયા. એક વાર કુટુંબ પરિવાર સાથે તેઓ રત્નશિખર નામના પર્વત પર ચૈત્રી મહોત્સવે શ્રી ઋષભસ્વામીને પૂજવા-દર્શન કરવા ઊપડ્યા. અર્ધ ગયા હશે ત્યાં ઉતાવળે આવેલા સેવકે કહ્યું, “સ્વામી! તમે જેવા યાત્રાએ નીકળ્યા કે તરત જ સીમાડાના રાજાએ નગર પર આક્રમણ કરી સ્વાધીન કર્યું છે. અમારે શું કરવું? યોગ્ય આજ્ઞા આપો.” સાથે રહેલા આરક્ષકોએ પણ કહ્યું કે “આપણે તરત પાછા ફરવું જોઈએ.” રાજાએ ધીરતાથી ઉત્તર આપતાં કહ્યું, “પૂર્વના સારા-માઠાં કર્મના પરિણામે સંપત્તિ અને વિપત્તિ તો આવ્યા જ કરે. સંપત્તિમાં હર્ષ કે વિપત્તિમાં વિષાદ કરવો એ નરી મૂઢતા છે. આવી પડેલી વિપત્તિમાં પરમાત્માની ભક્તિ છોડી જેઓ ચિંતાનો આશરો લે છે તેમને હજી આત્મિક શક્તિનો ખ્યાલ નથી. મહાભાગ્યથી મળેલ શ્રીજિનેન્દ્રયાત્રા-મહોત્સવ છોડી, ભાગ્યથી પણ કોઈકને મળતા રાજ્ય માટે દોડવું ઉચિત નથી.” આગમોમાં કહ્યું છે કે, “જેની પાસે સમ્યક્તરૂપી મહામોંઘું ધન છે તે કદાચ ધન વિનાનો હોય તો પણ સાચો ધનાઢય છે. ધન તો એક ભવમાં કદાચ ૧. સાચી દષ્ટિ, સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યે અવિચલ રૂચિ Page #187 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતાસ ૦ ૧૦૪ સુખ આપનાર થાય, પણ સમ્યક્તી તો ભવોભવે અનંત સુખવાળા થાય છે.' આ પ્રમાણે તેઓ પાછા વળવાને બદલે વિપત્તિમાં જિનવચન પર વિશ્વાસ કરી આગળ ચાલ્યા. પણ તેમના સાથવાળા બધા પોતાના ઘરની સાર-સંભાળ લેવા રાજાનો સાથ છોડી પાછા ફર્યા. રાજાની સાથે માત્ર તેનો છત્રધર રહ્યો. રાજાએ પોતાનાં આભૂષણ સંતાડી દીધાં ને છત્રધરનાં સાદાં કપડાં પહેરી ચાલવા માંડયું. આગળ ચાલતાં એક મૃગલું શીધ્ર દોડતું વેલડીના ઝુંડમાં સંતાઈ ગયું. ત્યાં એક ધનુર્ધારી ભીલે આવી રાજાને પૂછ્યું કે “અહીંથી નાસીને હરણ કઈ બાજુ ગયું?” સાંભળી રાજા વિચારે છે કે “પ્રાણીનું અહિત કરનારી સત્યભાષા પણ અસત્ય છે, માટે કહેવાય તો નહીં જ. આવી સ્થિતિમાં બુદ્ધિથી કામ લેવું જોઈએ.” એમ વિચારી રાજાએ કહ્યું, “ભાઈ, હું માર્ગ ભૂલેલો પથિક છું. ભલે કહ્યું, “હું તને નહીં મૃગલું પૂછું છું.” રાજા બોલ્યો, “એ હું તો હંસ છું હંસ.” આમ વારંવાર પૂછીને કંટાળી ગયેલ ભીલે કહ્યું, “ઓ ઓછી ઇન્દ્રિયવાળા! ભળતો ઉત્તર શા માટે આપે છે?” રાજાએ કહ્યું, “તમે મને જે રસ્તો બતાવશો તે રસ્તે ચાલ્યો જઈશ.' આ અસંબદ્ધ વચનો સાંભળી તેને ગાંડો જાણી ભીલે ચાલતી પકડી. હરણ બચી ગયું. રાજા આગળ ચાલ્યા. માર્ગમાં સાધુ મહારાજ મળતાં તેમને વંદન કરી આગળ વધ્યા. ત્યાં શસ્ત્રસજ્જ બે ભીલ મળ્યા. તેમણે રાજાને પૂછ્યું, વટેમાર્ગુ! અમારા સરદાર ચોરી કરવા જતા હતા ત્યાં એક સાધુ સામે મળતાં, અપશુકન જાણી તેઓ પાછા વળ્યા ને અમને તે સાધુને મારવા મોકલ્યા છે. આટલામાં ક્યાંક ગયો લાગે છે. તેને જોવામાં આવ્યો?” રાજાએ વિચાર્યું, આમને સાવ ઊંધો રસ્તો બતાવવામાં આવે તો જ સાધુ બચે. આવા ટાણે તો અસત્ય એ જ સત્ય છે. તેમણે ચોરોને કહ્યું, “હા, તે સાધુ ડાબા હાથ તરફના રસ્તે જાય છે. પણ તમને તે કેવી રીતે મળી શકે? તેઓ તો વાયુની જેમ ગમે ત્યાં વિચરનારા પ્રતિબંધ વિનાના હોય છે.” ઈત્યાદિ વાતોમાં રોકી રાખ્યા ને અંતે તે બધા પાછા જ વળી ગયા. રાજા મહાકષ્ટ આગળ ચાલ્યા. પાંદડાં આદિ ખાઈને નિર્વાહ કર્યો. એક રાત્રે સૂવાની તૈયારી કરતા હતા ત્યાં સમીપમાં થતી વાતો સંભળાવવા લાગી. - - - Page #188 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૧૭૫ એકે કહ્યું, “બરાબર ત્રીજા દિવસે સંઘ અહીં આવશે, ને આપણે તેને લૂંટીશું.” રાજા ચિંતિત થયો. ત્યાં આવ્યા રાજસેવકો. તેમણે રાજાને જોઈને પૂછ્યું, “અરે, તે ક્યાંય ચોરોને જોયા? અમે ગોપીપુરના રાજપુરુષો છીએ. સંઘની સુરક્ષા કાજે અમને મોકલ્યા છે.” આ સાંભળી રાજા વિચારે છે કે ચોરો આટલામાં જ છે, પણ હું બતાવીશ તો તે માર્યા જશે ને નહીં બતાવું તો સંઘ લૂંટાવાનો ભય છે. ઈત્યાદિ વિચારીને રાજાએ કહ્યું, “તમે ચોરોને શોધી શકશો, પણ તે કરતાં વધારે સારું એ છે કે તમે સંઘની સાથે રહી તેનું સંરક્ષણ કરો.' આ સાંભળી રાજપુરુષો સંઘની સાથે ગયા. સાવ પાસે સંતાયેલા ચોરોને વિશ્વાસ થયો કે આ માણસે આપણને જાણવા છતાં બચાવ્યા છે. તેમણે પ્રગટ થઈ કહ્યું, “તમારો ઉપકાર.” રાજાએ કહ્યું, “તમે મરતા બચ્યા છો અને મરવું શું છે તેનો થોડો પણ ખ્યાલ તમને આવ્યો હોય તો તમે હિંસા અને ચોરી છોડી દો.” આ સાંભળી ચોરોના હૃદયનું પરિવર્તન થયું. તેમણે ચોરી-હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી ને ચાલ્યા ગયા. સવાર થતાં રાજા આગળ ચાલ્યા. ત્યાં થોડા ઘોડેસવારો આવ્યા અને પૂછ્યું, “પથિક! અમારા શત્રુ હંસરાજાને ક્યાંય જોયો?” અસત્ય ન જ બોલવું એવા નિશ્ચયથી રાજા બોલ્યા, “હું જ હંસરાજ છું.” આ સાંભળી આંખમાંથી અંગારા વરસાવતો નાયક ખગ લઈ આગળ આવ્યો. જાણે હમણાં જ રાજા ઉપર હુમલો કરી મારી નાખશે. પણ રાજા બૈર્ય રાખી સત્યના આશરે ઊભા રહ્યા. ત્યાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ ને જયજયકાર થયો. મારવા આવેલો નાયક યક્ષરૂપે પ્રત્યક્ષ થઈ બોલ્યો, “સત્યવાદી રાજાનો જય થાઓ! ચાલો, આજે આપણે ચૈત્રી યાત્રા કરવા જઈએ. આ મારું વિમાન શોભાવો.” આમ કહી યક્ષે યાત્રા-સ્નાનાદિ – પૂજા-દર્શનાદિ કરાવ્યાં. તેની સહાયથી રાજાએ રાજ્યાદિ પાછાં મેળવ્યાં. પાછળથી દીક્ષા લીધી ને અંતે સ્વર્ગ ગયા. આ પ્રમાણે ઐહિક આકાંક્ષાઓ જતી કરીને પણ હંસરાજાની જેમ સત્યના આગ્રહી અને સત્યનાં સર્વ પાસાંના જાણકાર થવું જોઈએ, જેથી કલ્યાણ-લક્ષ્મીની પ્રાપ્તિ થાય. Page #189 -------------------------------------------------------------------------- ________________ [૫૧]. રાજા યશોવર્મા કલ્યાણકટક શહેરમાં યશોવર્મા નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ન્યાયનો જબ્બર પક્ષપાતી હતો. તેના રાજ્યમાં સહુને સહેલાઈથી ન્યાય મળે તે માટે તેણે રાજમહેલના પ્રાંગણમાં મોટો ઘંટ બંધાવ્યો હતો, જેને સહુ કોઈ ન્યાયઘંટા કહેતા. જે કોઈને ન્યાય જોઈતો હોય તે દોરડું ખેંચી ઘંટ વગાડે એટલે રાજા પોતે આવી ઘંટ વગાડનારની વાત સાંભળી ન્યાય તોળે અને તે બધાને માન્ય રહે એવો એ રાજ્યનો નિયમ હતો. એક વાર રાજ્યની અધિષ્ઠાતા દેવીને રાજાના ન્યાયનું પારખું કરવાનું મન થયું. તેણે દેવી માયા કરી, રાજાનો કુમાર વેગથી રથ દોડાવતો રાજમાર્ગથી જતો હતો ત્યાં માર્ગમાં તરતના જન્મેલા વાછરડા સાથે બેઠી. વેગથી આવતા રથના પૈડાથી ચગદાઈને તરતનું જન્મેલું બાળ વાછરડું મરણ પામ્યું. આ જોઈ ગાયે રાડારાડ કરી મૂકી ને ઊનાં ઊનાં આંસુઓ પાડવા લાગી. લોકોની ભીડ જામી. કોઈએ ગાયને સંભળાવ્યું, “એમ આંસું પાડ્યું શું વળશે? જા રાજના ન્યાયાલયમાં, ત્યાં તને જરૂર ન્યાય મળશે. અહીં બરાડા પાડવાથી કશું નીપજશે નહીં.” ગાય તો ચાલી ન્યાય મેળવવા. તેણે જોરશોરથી દોરડું ખેંચી ઘંટ વગાડવા માંડ્યો. ત્યારે રાજા જમવા બેઠો હતો. તેને સેવકને જોવા મોકલ્યો. સેવકે જોઈને કહ્યું, “મહારાજ! આપ આરોગો. કોઈ નથી.” ત્યાં પાછો ઘંટનો અવાજ આવવા માંડ્યો. રાજાએ કહ્યું કે, “આંગણે ન્યાયનો પોકાર પડતો હોય ને જમાય શી રીતે? ધાન ગળે ઊતરે જ નહીં.” રાજાએ ઊઠીને જોયું તો એક દુઃખિયારી ગાય આંસુ સારતી ત્યાં ઊભી હતી. રાજાએ પ્રેમથી ગાયને પંપાળતાં પૂછ્યું, “ધનુ! તારો કોઈએ અપરાધ કર્યો છે?” તેણે ડોકું ધુણાવી હા પાડી. રાજાને સાથે આવવાનું જણાવતી હોય તેમ આગળ ચાલી. રાજા તેની પાછળ પાછળ ચાલ્યો. જ્યાં વાછરડું Page #190 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૦૦ મરેલું પડ્યું હતું ત્યાં પોતાનું નવજાત વાછરડું મરેલી સ્થિતિમાં પડેલું બતાવ્યું. જોતાં જ રાજા સમજી ગયો કે “આ વાછરડાને કોઈએ વાહનની અડફેટમાં લઈ મૃત્યુ પમાડ્યું છે અને ગાય આનો ન્યાય માગે છે.' રાજા તરત પાછો ફર્યો. નગરમાં ઘોષણા કરાવી કે “જેનાથી વાછરડું ચગદાયું હોય તે ન્યાયસભામાં ઉપસ્થિત થાય.” પણ કોઈ અપરાધી તરીકે આગળ આવ્યો નહીં. ત્યારે રાજાએ પ્રતિજ્ઞા કરી કે “જ્યાં સુધી અપરાધી નહીં મળે ત્યાં સુધી હું ભોજન કરીશ નહીં.' એક દિવસના લાંઘણ પછી બીજે દિવસે રાજકુમારે રાજાની સમક્ષ ઉપસ્થિત થઈ કહ્યું, દેવ! અપરાધી હું છું. મને પણ સમજાતું નથી કે આ દુષ્કૃત્ય કેવી રીતે બની ગયું? આપને જે યોગ્ય લાગે તે દંડ કરો.” સાંભળી રાજા આશ્ચર્ય પામ્યો. તરત ન્યાયશાસ્ત્રીઓને બોલાવી રાજાએ ન્યાય માગ્યો. નીતિશાસ્ત્રીઓએ કહ્યું, “મહારાજ! રાજકુમારનો તો શો દંડ હોય? તેમાં પાછો રાજ્યને યોગ્ય આ એક જ રાજકુમાર છે.' રાજાએ કહ્યું, “ન્યાયશાસ્ત્રી થઈને આ તમે શું બોલો છો? આ રાજ્ય કોનું? રાજકુમાર કોનો? રાજનીતિ પ્રથમ છે. તે છે તો રાજા અને પ્રજા છે. નીતિ તો સાફ કહે છે કે પોતાના પુત્રને પણ અપરાધ અનુસાર દંડ આપવો જોઈએ, માટે જે દંડ હોય તે નિઃશંક થઈ કહો.” રાજાની વાત સાંભળી એક નીતિનિપુણ પંડિત બોલ્યા, “જેવી વ્યથા-પીડા બીજાને કરી હોય તેવી અપરાધીને કરવી.” રાજા તરત નિર્ણય કરી ઊભા થયા અને પોતાના વહાલા, વિવેકી ને સજ્જન પુત્રને કહ્યું, “દીકરા! અપરાધ પ્રમાણે તને દંડ થશે. તે તારે સહેવો જોઈએ. તારે તે જગ્યાએ માર્ગમાં સૂવાનું ને રાજપુરુષો તારા ઉપરથી રથ હાંકી જશે.” વિનયી રાજકુમાર તરત પિતાને પગે લાગીને રાજમાર્ગ ઉપર સૂઈ ગયો. રાજાએ સેવકોને તેના ઉપર રથ દોડાવવા આજ્ઞા કરી. અધિકારી તથા નગરજનોએ રાજાને ઘણા વિનવ્યા. પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી કે સેવકોએ રથ ચલાવવાની ના પાડી, માથું નમાવી એક તરફ ઊભા રહ્યા. ૧ર Page #191 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૦૮ ત્યારે નીતિમાન રાજાએ પોતે રથ પર ચડી લગામ હાથમાં લીધી ને જોશથી વજનદાર રથ રાજકુમાર તરફ દોડાવ્યો. સહુ જોનારના શ્વાસ થંભી ગયા. ઘણાએ આંખો બંધ કરી લીધી કે મુખ ફેરવી લીધું. રાજા અડગ હતા. રથ પૂરવેગે દોડતો રાજકુમાર ઉપરથી નીકળતાં અધ્ધર થઈ ગયો. જયજયકારનો ઘોષ ને પુષ્પની વૃષ્ટિ થવા લાગી. ન મળે ગાય કે ન મળે વાછરડું. રાજા વિસ્મિત થઈ જુએ છે તો કોઈ જાજ્વલ્યમાન દેવી રાજકુમારને ઊભો કરી ઉઠાડી રહી હતી. તેણે કહ્યું, “રાજા! ઉદાસી છોડો. હું તમારી પરીક્ષા કરવા આવી હતી. સાચા સોનાની જેમ તમે સાચા ઠર્યા છો. વાછરડું—ગાય બધી મારી માયા હતી. હવે ખબર પડી કે પ્રાણથી અધિક એકના એક દીકરા કરતાં પણ તમને ન્યાય-નીતિ અધિક વહાલી છે. તમે ખરે જ ધન્ય છો. સુખે રાજ કરો ને અમર તપો!' આમ કહી દેવી ચાલી ગઈ. નગરમાં ને રાજકુટુંબમાં આનંદ આનંદ વર્તાઈ રહ્યો. સોનેરી આ જીવનની કીમતી ઘડી પળ જાય છે, દિન ઉગે ને આથમે આયુષ્ય ઘટતું જાય છે. જે જે દીસે છે જગતમાં, ક્ષણમાં બધું યે ક્ષય થશે, આંખો મીંચાતા આખરે બધું મારી માંહી જશે દુશ્મનને મારો એના કરતાં દુશ્મનાવટને મારો. કુહાડાના ઘા રુઝાય પણ કડવાડેશના ઘા રુઝાતા નથી. મિલ્કતના ટુકડા ખાતર જીગરના ટુકડા ન કરશો. Page #192 -------------------------------------------------------------------------- ________________ [૫૨] તરંગવતી યમુના નદીના કાંઠે કૌશામ્બી નગરી. ઉદયન રાજા પ્રજાભિમુખ વહીવટથી રાજ્ય કરે. આ રાજ્યમાં કોઈ ચોરી ન કરે; કોઈને દંડ ન દેવાય. રાજાના બળ અને વ્યવસ્થા ઉપર લોકોને શ્રદ્ધા. વાસવદત્તા એમની પટરાણી. ગામના નગરશેઠ પ્રિય ઋષભદેવ, બુદ્ધિમાન અને જિનધર્મમાં શ્રદ્ધાવાન, એમને આઠ પુત્રો. પછી, યમુનાદેવીની ઉપાસનાથી એક દીકરી જન્મી. નામ પાડ્યું એનું તરંગવતી. દીકરી માબાપની લાડલી. દાસદાસીઓ એના લાલનપાલન માટે ખડે પગે ઊભા રહે. પિતાજી બહારથી આવે અને પહેલાં પૂછે, ‘તરંગવતી ક્યાં?” તરંગવતીને જોયા વિના ચેન ન પડે. પ્રખર અર્થશાસ્ત્રી અને ધનકુબેર નગરશ્રેષ્ઠીને કોઈ ઘ૨માં જુએ તો આશ્ચર્ય જ પામે; ઘરમાં પિતાજીનો ઘોડો કરે, ‘ચલ ઘોડા ચલ' એમ બોલતી જાણે ચાબુક ન મારતી હોય એવી એમની સાથે ૨મત રમે તરંગવતી! વખત જતાં એને ભણવા મૂકી લેખન, નૃત્ય, વીણાવાદન, ગીત અને ધર્માચરણ ધીરે ધીરે શીખતી ગઈ, પિતાજી ભણવામાં કોઈ વાતે કચાશ ન રહે તેવો પ્રયત્ન કરતા રહેતા. પણ તરંગવતીને વધુ રસ પડ્યો જૈનધર્મનાં સારભૂત તત્ત્વો શીખવામાં. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત વગેરે થકી તે જિનધર્મને ગહરાઈથી સમજવા માંડી ને પુણ્ય પામતી ગઈ. સમયના વહેણ સાથે યુવાની આવી ગઈ. તેને લજ્જાનો અનુભવ થવા માંડ્યો. આથી આનંદ અને આશ્ચર્ય થવા લાગ્યાં. અઢળક રૂપ તો જન્મથી મળ્યું હતું અને આવી ઊભી જુવાની, કોઈ છોગાળો યુવાન તેને તાકી તાકી જુએ છે તે યોગ્ય ન લાગતું હોવા છતાં મનથી તેને તે ગમે છે. ગોખલામાં ગટરગૂ કરતાં નર-માદા પારેવડાંની ગોષ્ઠિ જોવાની મજા આવવા લાગી. બધી આવી આવી વાતો અને મનમાં ઊઠતા તરંગો કોને કહે? વાત કરવાનું એક ઠેકાણું હતું, તેની પ્રિય સખી સારસિકા, પેટછૂટી વાતો તેની સાથે થતી. તરંગવતીની Page #193 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૧૮૦ એક શરત – કોઈ વાત બીજાને કહેવાની નહીં. સારસિકાની કબુલાત હતી – બધું જ છાનું; કોઈને તેમની વાતો બીજા કોઈને કહેવાની નહીં. સારસિકા ટીખળ કરે કે “કેસરિયો સાફો પહેરી કોઈક વરણાગી વાલમો આવશે ને અમારાં બ્લેનબાને ઉપાડી જશે.” તરંગવતી કહે : “ના, ના. હું તો ક્યાંય નહીં જઉં.' ટીખળ આગળ વધે. “ના” તો કહેવી પડે; તરત હા ભણવામાં આપણું મૂલ્ય ઓછું થાય. આમ હસતાં રમતાં દિવસો પસાર થતા ગયા. એક દિવસ નગર બહારના એક મોટા ઉદ્યાનમાં જવાનો કાર્યક્રમ નક્કી કર્યો. એક રથમાં બેસી તરંગવતી કેટલીક સાહેલીઓ સાથે ઉદ્યાન જવા નીકળી. સારસિકા બાજુમાં જ બેઠી હતી. વારેવારે તરંગવતી પોતાનામાં ખોવાઈ જતી હતી, વિચારતી હતી : કોઈકે તેને પકડી છે. કલ્પના જ હતી. તે બન્ને હાથોથી આખા શરીરને ભીંસે છે. ભીંસ બહુ મીઠી લાગતી હતી. ભીંસ જાણે કે વધુ ને વધુ ગમતી હતી. “હજુ વધુ ભીસે દબાવ, નિષ્ફરતાપૂર્વક ભીંસી દે એમ થતું. પણ થોડી વારમાં ઝબકી સ્વસ્થ થઈ ગઈ. સારસિકા પૂછે છે, “શું થયું? કંઈ નહીં જવાબ મળે છે. પણ સારસિકા એમ થોડી માને? કહે છે, “હું જાણું છું સખી! તારા મનમાં શું રમે છે.” તરંગવતી હસી પડી, “શું જાણે છે તું? સારસિકા કહે છે, “તને કામબાણ વાગ્યાં છે. પ્રિય દર્શનની ઈચ્છા જાગી છે. બોલ ખરું કે નહીં?” તરંગવતી હસીને કહે છે, “સારસિકા તું ઘણી હોશિયાર છે. મારા મનની વાતો પણ તું સમજે છે.” - હવે રથ આવી પહોંચ્યો ઉદ્યાનના દ્વારે. બધાં નીચે ઊતર્યા. થોડી વાર દોડાદોડી અને પકડાપકડી જેવી નિર્દોષ રમતો રમ્યાં અને થાક લાગવાથી તરંગવતી એક ઝાડ નીચે આરામ કરવા જરાક આડી પડી. તેણે જોયું એકચક્રવાકચક્રવાકીનું કલ્લોલ કરતું જોડકું. તેને કંઈક યાદ આવ્યું. સૂનમૂન થઈ ગઈ, બેહોશ અવસ્થામાં આવી ગઈ અને જાતિસ્મરણજ્ઞાન થતાં તેને પોતાનો પૂર્વભવ દેખાયો. એક પછી એક દશ્ય દેખાતું ગયું. સારસિકા અને બીજી સખીઓ ગભરાઈ ગઈ. “આ તરંગવતી કેમ કંઈ બોલતી નથી?કેમ હાલતી નથી? શું થયું તેને?” બાજુમાંથી પાણી લાવી તેના મોં ઉપર થોડું છાંટ્યું. થોડી વારે આળસ મરડી તે બેઠી થઈ. સારસિકા પૂછે છે, “શું થાય છે? તરંગવતી કહે છે: “અદ્ભુત! “પણ શું?” “ના, અત્યારે નહીં. પછી એકાંતે Page #194 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા - ૧૮૧ કહીશ.” કેટલોક વખત ઉદ્યાનમાં વિતાવી સાંજે મહેલે બધાં આવી ગયાં. સારસિકા અને તરંગવતી એક ઓરડામાં પલંગ ઉપર બેઠાં. સખી કહે છે, “હવે કોઈ અહીં નથી. મને કહે. તે ઉદ્યાનમાં શું અદ્ભુત જોયું?” તરંગવતી કહે છે, “બધું કહું છું. પણ તું કોઈને કહેતી નહીં. તદન ખાનગી રાખવાની વાત.” સંભળાવી તેણે એક વિચિત્ર વાત. પોતાના પૂર્વજન્મની કથા, જે તેણે પોતાની મૂર્છાવસ્થામાં સૂક્ષ્મ ચેતનાથી અનુભવી હતી – “અંગ દેશની ચંપાનગરી. ઠેર-ઠેર ઉદ્યાનો ને તળાવો. હું હતી ચક્રવાકી પૂર્વજન્મમાં અને મારો પતિ ચક્રવાક. એના વિના હું રહી શકતી ન હતી. એ મારો શ્વાસ, એ મારો પ્રાણ. પ્રવીણ અને ચતુર. સ્વભાવે દયાળુ અને ક્રોધ તો તેણે કદી કર્યો જ ન હતો. અમે એક દી એક નદી ઉપર પ્રેમથી ઊડતાં હતાં અને અમે જોયું એક મહાકાય હાથી સૂર્યના તાપથી અકળાયેલો સ્નાન કરવાની ઈચ્છાથી નદી તરફ આવી રહ્યો હતો. પાણી પીધા પછી તે નદીના પ્રવાહિત જળને પોતાની સૂંઢ વડે પોતાની પીઠ ઉપર રેલાવવા લાગ્યો. થોડી વારે તે જળ બહાર નીકળ્યો. પોતાના માર્ગે આગળ વધતો જતો હતો અને એકવિશાળકાય શિકારી ત્યાં દેખાયો. તે વિચિત્ર અને ભયાનક લાગતો હતો. તેણે પોતાના ધનુષ્ય ઉપર બાણ ચડાવી પણછ ખેંચી. લક્ષ હતું હાથીનું. પણ હાય! તે બાણ હાથીને ન લાગતાં લાગી ગયું મારા પ્યારા ચક્રવાકને. તે બાણથી મારા સ્વામીની પાંખ વીંધાઈ ગઈ. શરીર છેદાઈ ગયું અને મારો કિલ્લોલ કરતો સ્વામી મૂર્શિત થઈને જમીન ઉપર પડ્યો. આ મેં જોયું. મારાથી ચીસ પડાઈ ગઈ – ઓહ રે! મારી પીડાનો કોઈ પાર ન હતો. બધું મારી નજર સમક્ષ જ બની ગયું હતું. તે તરફડતો હતો. તેની ચીસો, તેની વેદના મારાથી જોવાતાં ન હતાં. છૂટેલ તીર હજુ તેના શરીરમાં ખૂંપેલું હતું. મેં હિંમત કરી તીર તેના શરીરમાંથી મારી ચાંચ વડે ખેંચી બહાર કાઢ્યું. તેના શરીરમાંથી લોહી વહેવા માંડ્યું અને તેણે તરફડવાનું બંધ કર્યું. તેનો આત્મા પરલોક પહોંચી ગયો હતો. મારે માટે આ અસહ્ય હતું. કેમ જિવાય? એકલું જીવવું મારા માટે ન કલ્પાય એવું હતું. થોડી વાર પછી શિકારી ત્યાં આવ્યો. તેણે મારા ચક્રવાકનો નિશ્ચેતન દેહ પડ્યો હતો તે જોયો. તેને પોતાની ભૂલ સમજાઈ. તે લક્ષ ચૂકી ગયો હતો. પોતે કરેલ વિપરીત કાર્યને જોઈને તે દુઃખી બન્યો. મારા સ્વામીના શરીરને ઉપાડી Page #195 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૮૨ એક રેતીના ઢગલા ઉપર મૂકી તે થોડાં લાકડાં લેવા ગયો. આજુબાજુ ફરીને થોડાં લાકડાં વીણીને લઈ આવ્યો. મને સમજાઈ ગયું કે જરૂર આ શિકારી મારા સ્વામીના દેહને જલાવી દેશે. હું મારા સ્વામીના શરીર ઉપરના આકાશમાં ઊડી રહી હતી. મારી નિરાશાનો કોઈ પાર ન હતો. દુ:ખની કોઈ હદ નહોતી. પેલા શિકારીએ લાકડાં વ્યવસ્થિત ગોઠવ્યાં. તેના ઉપર સ્વામીના દેહનાં અંગોને ગોઠવ્યાં અને પછી અગ્નિ પ્રગટાવ્યો. શોકથી હુંય પ્રજ્જવળી ઊઠી. મારા અંગમાં પણ દાહ ઊઠ્યો. ચિત્કાર કરતાં મેં કહ્યું, “હે સ્વામી, હું એકલી શી રીતે જીવું. ના, ના. તમારા પછી મારે જીવીને શું કરવું છે? નાથ, હું આવું છું. તમારી સાથે જ આવું છું..ને એ સાથે જ નીચે ભડભડ સળગતા અગ્નિ પર મેં પડતું મૂક્યું. એ અગ્નિજવાળાએ મને પોતાની ગોદમાં સમાવી લીધી હું મનુષ્યની ભાષામાં કહું તો સતી થઈ. આ છે મારા પૂર્વજન્મનો વૃત્તાંત. આ બધું મેં આજે જ નીરખું, મારી તંદ્રા અવસ્થામાં.” આ સાંભળી સારસિકાનું હૃદય દ્રવી ઊહ્યું. એની આંખોમાં આંસુ આવી ગયાં. દિવસ અને રાત સતત ચિંતામાં તરંગવતી વિચાર્યા કરે છે : “મારો પતિ, મારો પ્રાણનાથ પણ કોઈક જગ્યાએ જો હોવો જોઈએ. એ કેમ મળે? ક્યાં મળે? ગમે તેમ મારે એને શોધવો જ રહ્યો. તેના વિના હું નહીં રહી શકું. હું એને શોધી કાઢીશ. તે મળશે જ અને મારા બધા પ્રયત્નો છતાં એ નહિ મળે તો હું શ્રી જિનેશ્વર ભગવંતે પ્રાણીઓના સાર્થવાહરૂપ જે માર્ગ કહ્યો છે તે જ મારા માટે સ્વીકાર્ય અને સુખકારી બની રહેશે.” ચિંતામાં તરંગવતી શરીરે નબળી પડતી જાય છે. માતાજી પૂછે છે, “શું થાય છે તરંગવતી!” ભળતા જ જવાબો તરંગવતી આપે છે, “માથું દુઃખે છે. ઊંઘ નથી આવતી’ વગેરે. હવે એને એક વિચાર સૂઝી આવે છે. પૂર્વભવનાં ચિત્રો મોટા પટ જેવાં જાહેરમાં ચીતર્યા હોય તો કોક ને કોક દિવસે પૂર્વભવનો પ્રિય તે જોતાં તેને પણ જાતિસ્મરણ થાય અને તે મળી આવે. વિચાર સુંદર હતો. તેણે ચીતરવા માંડ્યાં પૂર્વભવનાં ચિત્રો અને બનાવ્યો એક મોટો પટ, ચક્રવાક અને ચક્રવાકી; શિકારી અને હાથી; બાણનું છોડાવું અને હાથી ખસી જતાં બાણ ચક્રવાકને વાગવું; ચક્રવાકીનું રુદન; શિકારીનો પશ્ચાત્તાપ અને ચક્રવાકનો અગ્નિદાહ; નાની શી ચિતામાં ચક્રવાકીનું બલિદાન વગેરે.... Page #196 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૮૩ જતા આવતા લોકો આ ચિત્રપટ જુએ, વાતો કરે અને ચાલ્યા જાય – એમ કેટલાક વખત ચાલ્યું. આવી પહોંચ્યો કાર્તિકી પૂર્ણિમાનો દિન. કાર્તિકી પૂર્ણિમા એટલે કૌમુદી પર્વનો ઉત્સવ, શુભ દિવસ. એ દિવસે અરિહંત ભગવંતોની પ્રતિમાનાં દર્શનવંદન થાય છે. મેળો ભરાય છે અને ગામના અને બહારગામથી આવેલા મહેમાનોવેપારીઓ વગેરે એ પર્વને આનંદથી ઊજવે છે. એક સુંદર જગ્યા પસંદ કરીને ત્યાં તરંગવતીએ પેલાં કલામય ચિત્રાવલીવાળાં દૃશ્યો અંકિત કરતા પટો ખૂબ આકર્ષક રીતે ગોઠવીને મૂક્યા અને તે બધાનું ધ્યાન રાખવા સખી સારસિકાને જણાવ્યું. તરંગવતીએ સારસિકાને જણાવ્યું, “પૂર્વભવનો મારો સ્વામી જો આ નગરમાં હશે તો તે જરૂર અહીં આવશે. તું બરાબર ધ્યાન રાખજે. જ્યારે તે આ ચિત્રાવલીને જોશે ત્યારે જરૂર તેને પોતાના પૂર્વભવનું અવશ્ય સ્મરણ થશે. પૂર્વભવની સ્મૃતિ પામીને દુઃખી બનેલા જીવ ચોક્કસ મૂચ્છ પામે છે. સખી સારસિક! તું મારી આ વાર્તાનું જરૂર ધ્યાન રાખજે. થોડી વારમાં તેને ચેતના પ્રગટશે અને અશ્રુ સારતાં તે તેને પૂછશે : “હે સુલક્ષણા! મને કહેતો ખરી, આ ચિત્રો કોણે ચીતર્યા છે?” જો આવું થાય તો, હે સખી! તું એને પૂર્વજન્મમાં છૂટો પડેલો અને મનુષ્યજન્મને પામેલો મારો સ્વામી જાણજે. તું એને એનું નામ, ઠેકાણું અવશ્ય પૂછી લેજે અને આમ બધું જાણી લીધા પછી મને મળજે અને બધી હકીકત જણાવજે.” રાત પડતાં તરંગવતી સૂઈ ગઈ. પરોઢ થતા પહેલાં તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે જોયું કે ગિરિ ઉપર ચઢેલી લતાઓમાં તે ભમતી હતી. ત્યારબાદ તે જાગ્રત થઈ પિતાજી પાસે ગઈ અને તેમને તે સ્વપ્નનું શું ફળ હોય તે પૂછ્યું. પિતાજીએ કહ્યું, “હે પ્રિય પુત્રી! આ સ્વપ્નથી તને સાત દિવસમાં જ તારું સૂચિત સદ્ભાગ્ય પ્રાપ્ત થશે.” તરંગવતી આ સાંભળીને આનંદવિભોર બની ગઈ. તેના મનમાં તો ઇષ્ટ ફક્ત તેનો પ્રિયતમ જ હતો, બીજું કોઈ નહીં. થોડા જ વખતમાં તેની સખી સારસિકા નાચતી કૂદતી આવી. “જડી ગયું, જડી ગયું. એમ પાગલની માફક ઉદ્ગાર કાઢતી, તરંગવતી આશ્ચર્ય પામતી Page #197 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૧૮૪. બોલી : “આ તે કેવું ગાંડપણ! શું છે? માંડીને વાત તો કર.” સખીએ કહ્યું, “મને તારો પ્રાણવલ્લભ મળી ગયો છે.” તરંગવતીએ કહ્યું, “હું! ક્યાં છે? કોણ છે? મને તરત કહે. મને લઈ જા ત્યાં.” સખીએ કહ્યું, “ઉતાવળી ન થા. વાત તો સાંભળ. ગઈ કાલે તારા કહેવા મુજબ ચિત્રાવલી બરાબર ગોઠવીને હું મેળામાં ઊભી હતી. લોકોના ટોળેટોળાં આવતાં, આ ચિત્રો જોતાં હસતાં – આનંદ પામતાં. કોઈ વળી ખિન્ન થતા, વિચાર કરતા કરતા જતા રહેતા. પણ સાંજ પડ્યે એક યુવક આવ્યો. ચિત્ર જોતાં જ “આહ એમ કહી પડી ગયો. બેભાન થઈ ગયો. મેં અને બીજા બે-ત્રણ પ્રેક્ષકોએ એના મોં પર પાણી છાંટ્યું. થોડા જ વખતમાં તે શુદ્ધિમાં આવ્યો. ફરીથી તેણે ચિત્રાવલી જોવા માંડી. તે કહે, “અરે, આ તો મારી જ વાત. મારા પૂર્વભવની જ આ વાત છે. તેનાં જ ચિત્રો છે. કોણે દોર્યા આ ચિત્રો?” સારસિકાએ કહ્યું, “મહાનુભાવ! આ મારી સખી નગરશેઠની પુત્રી , તરંગવતીએ દોરેલા ચિત્રો છે. તેણે જ આ ચિત્રો પોતાનો પૂર્વભવ યાદ આવતાં દોર્યા છે. તમારે તેને મળવું હોય તો હું તેનો મેળાપ કરાવી આપું. પણ તે પહેલાં તમે પોતાનું નામઠેકાણું બતાવો તો હું આ મારી સખીને તમારે ત્યાં લઈ આવું.” આટલું કહેતાં તો તેણે જવાબ આપ્યો, “મારું નામ છે પદ્મદેવ. મારા પિતાનું નામ છે ધનદેવ ને માતાનું નામ છે વસુમતી.” તે તેના ઘર તરફ જતો હતો હું પણ તેની પાછળ પાછળ ચાલી. ત્યાં જઈને તેનો સંપૂર્ણ પરિચય મેળવીને તરત હું અહીં આવી છું.” આ બધું એક શ્વાસે સારસિકાએ જણાવ્યું. તરંગવતી તો આ જાણી રાજી રાજી થઈ ગઈ. સારસિકાને વિદાય આપી તેણે સ્નાન કર્યું. ગુરુવંદના કરી શ્રીજિનેન્દ્રભગવંતની પૂજા કરીને પારણું કર્યું. એ જ દિવસે સાંજે મોડેથી સખી સારસિકા ઉતાવળે ઉતાવળે આવી. તેણે અશ્રુભીની આંખે નવા આઘાતજનક સમાચાર આપ્યા : પધદેવના પિતાજી શ્રેષ્ઠ ધનદેવ પોતે થોડા મિત્રો સાથે તારા પિતાજીની પાસે આવ્યા હતા. તેમણે ખૂબ સ્પષ્ટ ભાષામાં પોતાની વાત તારા પિતાને કહી, હું તમારી પુત્રી તરંગવતી માટે મારા ગુણવાન પુત્રનું માથું લઈને આવ્યો છું. મારા પુત્રનું નામ પધદેવ છે. તે વ્યવહારુ, જ્ઞાની અને કલાકુશળ છે.” ત્યારે Page #198 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૮૫ તારા પિતાજીએ ધનદેવની વાત કાપી નાખતાં કહ્યું કે, “તમારો પુત્ર વારંવાર દેશાંતરનો પ્રવાસ કરે છે. ઘરમાં સ્થિર બની ન રહેનારને મારી પુત્રી કેવી રીતે આપું?” આમ તારા પિતાએ આંગણે આશાભર્યા આવેલા શ્રેષ્ઠીની વાતને નકારી કાઢી. આથી માનભંગ થયેલા શ્રી ધનદેવ શોકથી ઉદ્વિગ્ન બનીને ત્યાંથી શીઘ જતા રહ્યા.” આ સાંભળી પોતાના મન પર જાણે વજાઘાત થયો હોય તેમ તરંગવતી ચિત્કાર પાડી બોલવા લાગી : રે, રે, આ વિજોગ મેં સહેવાશે? એના વિના કેમ જિવાશે? ગયા જન્મમાં એ બાણથી વિંધાઈને મરણ પામ્યો હતો અને દૈહિક દુઃખોને ગણકાર્યા વિના હું પણ એની પાછળ પ્રાણની આહુતિ આપી સતી થઈ હતી. આ ભવે પણ હું એ જીવશે ત્યાં સુધી જ જીવીશ. એ જ મારો પ્રાણ, એ જ મારો શ્વાસ છે.” પિતાની ચેષ્ટાથી તરંગવતીનાં અરમાનોનો ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો, પણ તે હિંમત ન હારી, ભાંગી ન પડી. તેણે સારસિકાને કહ્યું, “સખી! મારું એક કામ કર. હું એક પત્ર લખી આપું તે તું મારા પ્રાણપ્રિયને આપીને એનો જવાબ લઈ જેમ બને તેમ જલદી મને પહોંચાડ.” તરંગવતીએ એક પત્ર તરત લખી નાખ્યો. પ્રિયતમના પ્રેમાળ સંબોધન પછી પોતાના હૃદયની વાતો લખી, પ્રેમ અતિદ્રઢ બને તેવા બે ત્રણ વાક્યો લખ્યાં અને શીધ્રમિલનની આકાંક્ષા જણાવી. પત્ર લઈ સખી પહોંચી ગઈ શ્રેષ્ઠી ધનદેવના આવાસે, જ્યાં તરંગવતીનો પ્રાણેશ્વર રહેતો હતો. દરવાને રોકી, પણ પધદેવે ખાસ બોલાવી છે એમ સમજાવી મહેલમાં ગઈ. કુમાર કે જે મહેલના ઉપરના માળે રહેતો હતો તે એક ભવ્ય આસન ઉપર બેઠો હતો. તેની બાજુમાં એક મૂઢ બ્રાહ્મણ બેઠો હતો. કુમારને પ્રણામ કર્યા ત્યારે તે બ્રાહ્મણે ક્રોધ કરી સારસિકાને કહ્યું, “અરે ગમાર! મને બ્રાહ્મણને મૂકીને તું શુદ્રને પહેલાં પ્રણામ કેમ કરે છે?” સારસિકાએ વિવેકપૂર્વક એમની માફી માગી. ગમે તેમ એ ક્રોધ કરી ત્યાંથી ચાલ્યા ગયા. સારસિકાએ તરંગવતીનો પત્ર કુમારને આપ્યો. કુમારે વાંચ્યો. વાંચીને તે આનંદિત થઈ ગયો. - --- Page #199 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૮૬ નગરશ્રેષ્ઠીને ત્યાંથી પિતા અપમાનિત થઈને પાછા આવ્યા હતા તે તેને યાદ આવ્યું. પણ ગમે તેમ તરંગવતી મને મળવા તલસી રહી છે જાણી સારસિકાને જણાવ્યું, “હે ઉત્તમે! જા, તારી સખી તરંગવતીને કહે કે તે મને જલદી મળે. હું એના વિના જીવી શકું એમ નથી.’’ પિતાજીએ જ્યારે સમાચાર આપ્યા હતા કે નગરશેઠ પોતાની દીકરી પદ્મદેવ સાથે પરણાવવા રાજી નથી ત્યારે તેણે નક્કી કર્યું હતું કે તરંગવતી ચોક્કસ આ ભવે મળશે જ; અને કોઈ સંજોગોમાં તે ન મળે તો જીવીને શું કરવું છે? ન જીવવાનો પણ તેણે નિર્ણય કરી લીધો હતો. સારસિકાએ આપેલ પત્ર વાંચી પદ્મદેવને ઘણી આશા બંધાઈ કે મોટા ભાગે તરંગવતી કે જેની સાથે ગયા ભવની પ્રીત છે તે મળશે જ. પદ્મદેવે પણ પ્રેમપત્ર તરંગવતી માટે લખ્યો : ‘હે કમલાક્ષી! હે પ્રિયે! તારી કુશળતાના સમાચાર સાંભળી હું આનંદિત થયો છું. હું કામદેવના તીવ્ર બાણથી વીંધાયો છું. તે કારણથી, જ્યાં સુધી તું દૂર છે ત્યાં સુધી મારું શરીર સ્વસ્થ નથી. હે સુલક્ષણા! સંબંધીઓ અને મિત્રોની સહાયથી નગરશ્રેષ્ઠીનું મન હું રાજી ન કરું અને જ્યાં સુધી મારા પિતાની ઇચ્છા અને પરમાત્માની કૃપાથી શુભ ઇચ્છિત સિદ્ધ ન થાય ત્યાં સુધી ધૈર્ય રાખજે.’’ આ વાંચી તરંગવતી રાજી થઈ. તેને થોડી મૂંઝવણ પણ થઈ. હવે ધૈર્ય શી રીતે ધરાય? હવે તો ઇચ્છિત સિદ્ધિ શીઘ્ર મેળવવી જ રહી – તેવા વિચારથી તરંગવતીએ સખી સારસિકાને કહ્યું, “હે સખી! તું મને પદ્મદેવના મહેલે લઈ જા. હું મારા પ્રાણપ્રિયને મળીને મારે હવે શું કરવું તેનો નિર્ણય કરીશ.’’ સારસિકા તો તૈયાર જ હતી. “ચાલ સખી! અત્યારે જ મારી સાથે ચાલ. હું તને પદ્મદેવના મહેલે પહોંચાડી તારા પરભવના સ્વામી અને આ ભવના તારા ઇચ્છિત વરનો મેળાપ કરાવી આપું.” તરંગવતી સારસિકાની સાથે પહોંચી પદમદેવના નિવાસે. બન્ને અંદર પ્રવેશ્યાં. તેનો ચહેરો રક્તવર્ણો બની ગયો હતો. દર્શન! નાથનું પ્રથમ દર્શન! દર્શનની તરસ અને આ તરસ આજે જ, અત્યારે જ બુઝાવવી હતી અને બન્ને પહોંચ્યાં. જ્યાં પદ્મદેવ બેઠો હતો ત્યાં. સારસિકાએ કહ્યું, “જો, સખી જો જો! તારા પ્રેમદેવતાને!’’ તરંગવતી જોઈ રહી. તે હર્ષવિભોર બની ગઈ. બન્નેએ એકબીજાને જોઈ Page #200 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૮૭ લીધાં. પદ્મદેવે બાજુમાં મિત્રો હતા તેમને પોતાને ઊંઘ આવે છે એવું બહાનું બતાવી રજા આપી અને તરંગવતીની સામે આવી તે ઊભો રહ્યો. તરંગવતી અતિ નમ્રતાથી તેના ચરણોમાં ઝૂકી ગઈ, પ્રણામ કર્યા અને તરત જ પદ્મદેવે તેને ઊભી કરી અને પોતાની વજ જેવી છાતી સાથે ચાંપી દીધી. પદ્મદેવે કહ્યું, “પ્રિયા! તું આવી છે અત્યારે રાત્રે. તારા પિતાજી જાણશે તો તે ક્રોધિત થશે. તેઓ શક્તિમાન છે. ક્રોધને કારણે તે મારા સમગ્ર કુટુંબનો નાશ કરાવશે. માટે તું સત્વરે પાછી તારા પિતા પાસે પહોંચી જા.” આ વાત થતી હતી ત્યારે રસ્તે પસાર થતો કોઈ માણસ બોલ્યો, “સ્વેચ્છાએ આવેલી સ્ત્રી, યૌવન, અર્થસંપત્તિ, રાજલક્ષ્મી, વર્ષા અને મિત્રોનો આનંદ - આનો જે માણસ તિરસ્કાર કરે છે, તેને ભોગવતો નથી તેના મનોરથ ક્યારેય સિદ્ધ થતા નથી.” આ વચન સાંભળીને પ્રિયના મન પર અસર થઈ. તેણે કહ્યું, “....અને જો તારી ઇચ્છા હોય તો એક ઉપાય છે.” શો?” તરંગવતી આનંદસહ બોલી ઊઠી. આ રાજ્યની હદ છોડીને દૂર દૂર જતાં રહીએ.” તરંગવતી કહે, “ચાલો! હે નાથ જ્યાં તમે ત્યાં હું. હું મક્કમ છું. ગમે તેટલાં દુઃખો, સંકટો કે આપત્તિઓના પહાડ તૂટી પડશે તો પણ હું તમારી સાથે જ રહીશ.” પદ્રદેવે વિચાર્યું એમને એમ ખાલી હાથે ન જવાય. તેણે જરૂરી ધન સાથે લઈ લીધું. સારસિકા તરંગવતીનો ઈશારો સમજી તેના અલંકારો લેવા તેના ઘરે ગઈ. પદ્મદેવે હવે ઉતાવળ કરવા કહ્યું, વિલંબ હવે મોંઘો પડી જશે. ઓચિંતું જ વિઘ્ન આવીને ઊભું રહે તે પહેલાં અત્રેથી તરત જ નીકળી જવું એ જ ઈષ્ટ છે. તેમણે ન રાહ જોઈ સારસિકાની, ને હાથમાં હાથ પકડીને બન્ને ચાલી નીકળ્યાં. ચાલતાં ચાલતાં યમુના નદીને કિનારે આવ્યાં. કિનારે એક દોરડાથી બાંધેલી નાવ જોઈ. જાણે બધું પરમાત્માએ તૈયાર ન રાખ્યું હોય! એ બન્ને નાવમાં બેસી ગયાં. તરંગવતી રોમાંચિત થઈ ઊઠી હતી. પ્રિયને પામીને તે ધન્ય બની હતી. તેના અંતઃકરણની ઇચ્છા આજે સિદ્ધ થઈ હતી. થોડી વારે નાવડું ઊભું રાખ્યું. પધદેવે તરંગવતીને પોતાની નજીક ખેંચી. તેનાં Page #201 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૮૮ અંગોને યૌવનનો પ્રથમ સ્પર્શ આપ્યો. ગાઢ આપ્લેશમાં બન્ને ગૂંથાઈ ગયાં. ચંદ્ર પણ જાણે શરમાઈ ગયો. સંગનું અનેરું સુખ બન્નેએ ભોગવ્યું. તૃપ્તિનો આનંદ એમના ચહેરા ઉપર રમી રહ્યો. આ રીતે ગાંધર્વ વિવાહથી બન્ને જોડાઈ ગયાં. વળી નાવડું આગળ ચાલ્યું. સમય ક્યાં પસાર થયો તેની તેઓને ખબર પણ પડી નહીં. પૂર્વમાં સૂર્ય ઊગ્યો. તેઓ એક કિનારે ઊતર્યો. સુંદર લાગતી હતી એ ભૂમિ. તેઓ થોડુંક ચાલ્યાં. બન્ને જણ એકબીજાનાં પગલાં પડતાં હતાં તેનાં વખાણ કરતાં આગળ ને આગળ ચાલતાં હતાં. ત્યાં એમની નજર દૂર પહોંચી. બાપ રે! બિહામણા લાગતાં માણસો હથિયારો સાથે એમની નજીક આવી રહ્યા હતા. તે લૂંટારાઓ હતા. તરંગવતી ગભરાઈ ગઈ, સ્વામીની સોડમાં લપાઈ ગઈ ને ચિત્કાર કરી ઊઠી, “બાપ રે! હવે શું થશે? પદ્મદેવે તેને હિંમત આપી. કહ્યું, “હું છું. તું ગભરાય છે કેમ? હું પહોંચી વળીશ.” પણ તરંગવતી ન માની. સામે આટલા બધા લૂંટારા હથિયારો સાથે અને તેનો સ્વામી એકલો. તેણે કહ્યું, “ના, આપણે લડવું નથી. જોખમ ઘણું છે. અત્યારે શરણે થવું એ જ ડહાપણ છે.” લૂંટારા નજીક આવી પહોંચ્યા. તેઓએ તીરકામઠાં બતાવી તેમને ડરાવવા પ્રયત્ન કર્યો. તેઓએ પદ્મદેવને પકડી લીધો. તરંગવતીના શરીર ઉપરનાં આભૂષણો નિર્દય રીતે ઉતારી લીધાં. તેણે જોરથી રડવા માંડ્યું ત્યારે એક લૂંટારો જે તેમાં નાયક જેવો લાગતો હતો તેણે તરંગવતીને મૂંગી રહેવા જણાવ્યું, “વધારે હોહા કરીશ તો તારા ધણીને મારી નાખીશ” એવી બીક બતાવી. પતિને મારી નાખવાની વાત શી રીતે સહન થાય? તરંગવતીએ માંડ રુદન દબાવી દીધું, પણ નિઃસાસા ન રોકી શકી. પદ્મદેવ પાસે રત્નની પોટલી હતી તે લૂંટારાઓએ પડાવી લીધી. તરંગવતીના કહેવાથી તેનો પતિ બળપ્રયોગથી દૂર રહ્યો. મૂલ્યવાન રત્નો જોઈ લૂંટારા રાજી થઈ ગયા અને તે બંનેને બિહામણા રસ્તાઓ ઉપર ચલાવી એક પર્વતની ભયાનક કોતરમાં ગુફા હતી ત્યાં લઈ ગયા. ગુફામાં એક અદ્ભુત મંદિર હતું અને ત્યાં દેવીની મહાપૂજનનો ઉત્સવ ચાલતો હતો. કેટલાક ગાતા હતા, કેટલાક નર્તન કરતા હતા. એક પછી એક, ચોરો લૂંટનો માલ જે લાવેલા તેનો ત્યાં ઢગલો કરતા હતા. તરંગવતી અને પધદેવ બંધનમાં હતાં. મૂંગામૂંગાં જે થાય તે જોયા કરવા સિવાય બીજો કોઈ તેમને માટે ઉપાય ન હતો. Page #202 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૮૯ એ બન્નેને લૂંટારા તેમના મુખીના એક ગુપ્ત ખંડમાં લઈ ગયા. ત્યાં મુખી ઊંચા આસન ઉપર બેઠો હતો. તેના મોં ઉપરથી જ જણાતું હતું કે તે અતિક્રૂર જ હશે. તેણે બન્નેને જોયાં કેટલીક વાતો તેણે બીજા લૂંટારાઓ સાથે કરી. પછી તે નિષ્ફર અને ઘાતકી માણસે પોતાની બે તગતગતી આંખો આ બન્ને તરફ માંડી. તરંગવતી ઘણું ગભરાઈ થરથર ધ્રૂજવા લાગી. મુખી ખરેખર આનંદથી ડોલવા લાગ્યો. પોતાની મનોકામના પૂર્ણ થતી હોય તેમ તેને લાગ્યું. તે ઈચ્છિતની પ્રાપ્તિ માટે દેવીને બલિ ચડાવવા માંગતો હતો અને દેવીની કૃપાએ જ આ બન્ને ઉત્તમ બલિ મળી આવ્યા! તેને લૂંટારાઓને કહ્યું, “સાંભળો! આવતી નવમીની રાત્રિએ દેવીને આ બન્નેનો બલિ ચડાવીશું.” ત્યાં સુધી એમને ભોંયરામાં અમુક જગ્યાએ રાખવા તેણે હુકમ કર્યો. એક લૂંટારાએ તે બંનેને એની પાછળ પાછળ આવવા કહ્યું. બન્ને જણ તેના કહેવા પ્રમાણે આગળ વધતાં હતાં ત્યાં એક જગ્યાએ મોટો પથ્થર પડેલો હતો, ત્યાં તે લૂંટારો બેઠો. પાદેવને રસીથી બરાબર બાંધેલો હતો. તરંગવતીને કોઈ બંધન ન હતું. તે રોતી અને કાલાવાલા કરતી હતી. તે લૂંટારો ત્યાં બેસી કાચું માંસ ખાવા લાગ્યો હતો – તે ઉપર તેણે દારૂ પીધો. તરંગવતીને છાની રાખતાં પદ્મદેવ તેને સમજાવતો હતો : “આ બધા આપણા કર્મનાં ફળ છે. કર્મ ભોગવવાં જ પડે છે. માટે ધર્મને ત્યજીશ નહિ.” પતિની મધુર અને સાંત્વન આપનારી વાણી સાંભળી તેનો શોક કંઈક અંશે ઓછો થયો. બાજુમાં કેટલાંક સ્ત્રી-પુરુષો બંદીવાન તરીકે ઊભાં હતાં. તેમને તરંગવતીએ પોતાની વીતક કથા સંભળાવી : “ગયા ભવમાં અમે ચક્રવાક અને ચક્રવાકી હતાં. એક પારધીના બાણે ચક્રવાક ઘવાયો ને મરણ પામ્યો. હું ચક્રવાકી તેની પાછળ બળીને સતી થઈ. આ પછી અમે બન્ને માનવ તરીકે જન્મ્યાં. હું નગરશેઠની પુત્રી છું અને આ મારા પતિ એક વેપારીના પુત્ર છે. મને પૂર્વભવનું જ્ઞાન થતાં મેં ચિત્રાવલીનું આલેખન કર્યું અને મારા ગત ભવના પતિને ચિત્રાવલી દ્વારા ઓળખ્યો. મારા પિતાની આ લગ્ન માટેની સંમતિ ન મળતાં અમે બન્ને નાસી છૂટ્યાં છીએ. ગંગા નદી પાર કરી અમે આગળ વધતાં હતાં ત્યાં આ લૂંટારાઓએ અમને પકડીને અહીં લાવ્યા છે. અમને બન્નેને દેવીના બલિ બનાવવાનો તેઓએ નિશ્ચય કર્યો છે. હે ભગવાન! હજાર હાથવાળો તું જ અમને Page #203 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૯૦ બચાવી શકે.” દૂર બેઠેલો એક લૂંટારો પણ તરંગવતીની આ વાત સાંભળી રહ્યો હતો. તેના ચહેરા પર ગજબના ફેરફારો થયા. તે તેમની પાસે આવ્યો. પદ્મદેવનાં બંધન તેણે છોડ્યાં અને કહ્યું, “શાંત થાઓ. તમને બચાવવા મેં નિશ્ચય કર્યો છે.’’ સાચે જ આ એક ચમત્કાર હતો. આવી તો બન્નેએ કોઈ આશા જ નહોતી રાખી. તેની વાત સાંભળી હૈયામાં પડેલી મરણની ભીતિ દૂર થઈ. લૂંટારાએ કહ્યું, “અહીં એક ગુપ્ત માર્ગ છે. તે રસ્તે તમને હું બહાર લઈ જાઉં છું. મારી પાછળ પાછળ આવો.’” બંને તેની પાછળ પાછળ ચાલ્યાં. કેટલાંક વિષમ માર્ગ કાપ્યા પછી તે ત્રણે ગુફાની બહાર આવ્યા. લૂંટારાએ કહ્યું, ‘‘તમે ચાલ્યાં જાઓ. થોડેક દૂર એક ગામ આવશે. તમે ત્યાં પહોંચી યોગ્ય લાગે તે કરજો.’ પદ્મદેવે તેને કહ્યું, ‘ભાઈ! તેં અમારો જીવ બચાવ્યો છે. અમને લાગતું હતું કે અમારું જરૂર મૃત્યુ થશે, પણ હૃદયમાં પરોપકાર તથા દયાનો ભાવ લાવીને તેં જ અમને મુક્તિ અપાવી છે. હું ધનદેવ નામના વેપારી કે જે વત્સ નગરમાં રહે છે તેમનો પુત્ર છું. તે નગરના બધા લોકો અમને ઓળખે છે. તું કદીક ઇચ્છા થાય તો મારે ઘેર જરૂર આવજે. તારું ઋણ ઉતારવા હું મથીશ.’’ તે છૂટો પડ્યો અને પાછો ગુફા તરફ ગયો. બંને ગામના માર્ગે આગળ વધ્યાં. તરંગવતી બહુ જ થાકી ગઈ હતી. ભૂખ અને તરસ હવે સહેવાતાં ન હતાં. હવે આગળ વધવું તરંગવતી માટે ખૂબ જ મુશ્કેલ હતું. જિંદગીમાં કોઈ દિવસ આવાં ભૂખ-તરસ વેઠ્યાં ન હતાં. લગભગ તેને ચક્કર આવવા લાગ્યા. પદ્મદેવ પણ થાકેલો હતો, પણ સમય ઓળખી તે તરંગવતીને પીઠ ઉપર બેસાડી આગળ ચાલ્યો. થોડી જ વારમાં એક ગામ દેખાયું. બન્ને બહુ રાજી થયાં. સામેથી થોડાક ગોવાળિયા આવી મળ્યા. તેમને પૂછતાં ખબર પડી કે એ ખાયક નામે ગામ છે. ભૂખથી થાકેલી તરંગવતીએ પતિને કહ્યું, “આપણે હવે કોઈકને કહીએ, કંઈક ખાવાનું આપે.’’ પણ પદ્મદેવે માંગવાની ના પાડી. ‘મને અન્ન આપો એમ યાચના કરવી? એથી તો મરણ ભલું. આવો દીનતાભાવ ન ખપે.’ ત્યાં બાજુમાં એક મંદિર દેખાયું. ખૂબ જ રળિયામણું હતું એ મંદિર. શ્રમ Page #204 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૯૧ દૂર કરવા તરંગવતી એ મંદિરમાં ગઈ. પ્રભુનું સ્તવન કરી તે બહાર આવી. દુઃખના સમયે સ્વામી પડખે છે તેનો તેને આનંદ હતો. દુઃખ ભુલાતું હતું. મંદિરની બાજુમાં જ એક સરોવર હતું. બન્ને જણ ત્યાં જઈ પોતાના કપડાથી પાણી ગાળ્યું, તૃષાને શાંત કરી. જળમાં થોડે અંદર જઈ બન્નેએ છબછબિયાં કર્યા અને બહાર નીકળી રાહતનો દમ ખેંચ્યો. શાંતિથી સરોવરના કિનારે બન્ને બેઠાં હતાં. ત્યાં એક ઘોડેસવાર દૂરથી આવતો દેખાયો. તેની સાથે બીજા કેટલાક માણસો વેગથી ચાલતા હતા. બન્ને વિચારતાં હતાં કોણ હશે એ? તેઓ આવી પહોંચ્યા. પદ્મદેવને જોતાં જ ઘોડેસવાર ઘોડા ઉપરથી ઊતરી તેના પગે પડી નમસ્કાર કર્યા. તેણે કહ્યું, “કુમાર! મને ન ઓળખ્યો? હું આપના મહેલમાં લાંબા વખત સુધી રહ્યો છું.” પધદેવે તેને ઓળખ્યો “ઓહ! તમે કુલ્માકહસ્તિ? - તેણે કહ્યું, “હા! અમે તમને જ શોધીએ છીએ. પિતાજીની આજ્ઞાથી ઘણા જણા જુદા જુદી બાજુ તમારી શોધમાં નીકળ્યા છે. અમે નસીબદાર કે અમને તમે મળી ગયા.” તેઓ બન્નેને ગામમાં લઈ ગયા. કુલ્માકહસ્તિનો એક સંબંધી બ્રાહ્મણ આ ખાયક ગામમાં રહેતો હતો. તેમને ત્યાં બન્નેને તે લઈ ગયો. તેઓએ ત્યાં સ્નાન કરી, જમી લીધું. ભૂખ-તૃષાને સારી રીતે શાંત કર્યો. પછી કુલ્માકહસ્તિએ નગરશેઠને ત્યાં શું બન્યું તે બધું બન્નેને કહ્યું, “નગરશેઠ અને એમના કુટુંબે જાણ્યું કે પુત્રી નથી મળતી. તો તે અંગે તપાસ કરવા માંડી. સારસિકાએ તેમની સમક્ષ તમારી પૂર્વજન્મની કથા કહી. તેણે એમ પણ કહ્યું કે બન્ને જણાં સંપૂર્ણ તૈયારી સાથે નાસી ગયાં છે, કારણ કે નગરશેઠે પોતાની પુત્રીનો વિવાહ પદ્મદેવ સાથે કરવા ચોખ્ખી ના કહી હતી. તેથી તરંગવતીએ નાસી જવાનું અને પાદેવ સાથે ગાંધર્વ વિવાહ કરવાનું નક્કી કર્યું છે. નગરશેઠ આ જાણી ઘણું ઘણું પસ્તાયા. તેઓ તરત પધદેવના પિતા ધનદેવને મળ્યા અને ક્ષમા માગતાં કહ્યું કે, “શેઠ! તેમના પૂર્વજન્મના સ્નેહ-સંબંધનો મને કોઈ ખ્યાલ ન હતો. તેથી અજાણતાં હું નિર્દય બન્યો. તમારી માગણી ન સ્વીકારી. તેમણે ધનદેવ શેઠનો હાથ પકડી વધુમાં કહ્યું, “તમારો દીકરો હવે મારો જમાઈ છે. મને ચિંતા થાય છે. તેમની Page #205 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા • ૧૨ જેમ બને તેમ જલ્દી શોધ કરાવો.” આથી કેટલાક માણસો તમારી શોધ માટે નીકળ્યા છે. બન્ને શેઠે બને એટલા માણસો તમારી બન્નેની શોધ માટે ચારેકોર મોકલ્યા છે. બન્ને શ્રેષ્ઠીઓએ સ્વહસ્તાક્ષરમાં જ બે પત્રો લખ્યા છે તે વાંચો.” કુલ્માકહસ્તિએ બે પત્રો પાદેવને આપ્યા. બન્ને પત્રોમાં નર્યો પ્રેમ નીતરતો હતો. ટૂંકમાં “તમો બન્ને જલદી ઘેર આવો' એવો ભાવ હતો. જે બ્રાહ્મણના ઘરે આ પ્રેમી પંખીડાં મહેમાન હતાં તે બ્રાહ્મણ ઘરઘથ્થુ દવાઓ પણ જાણતો હતો. તેણે પધદેવના હાથ જે દોરડાના બંધનના કારણે સૂજી ગયા હતા તેની શુશ્રુષા પણ કરી. પ્રણાશક નગરમાં એક દિવસ રહી વાસાલિકા નામના નગરમાં તેઓ આવ્યાં. નગરના પાદરમાં જ પ્રભુ શ્રીમહાવીરનું એક મંદિર હતું. ત્યાં બન્નેએ ભાવવિભોર બની ભગવાનનું સ્તવન કર્યું. બાજુમાં એક વિશાળ અને ઊંચો વડલો હતો. અહીં પ્રભુએ આ વડલા નીચે ધ્યાનસ્થ અવસ્થામાં થોડો વખત વિતાવ્યો હતો. બન્નેએ વડલાને નમસ્કાર કર્યા, તેની ફરતે પ્રદક્ષિણા કરી. પછી આગળ વધ્યા. છેવટે તેઓ પહોંચ્યાં પોતાના નગરે. દૂરથી તરંગવતીની સખી સારસિકા દેખાઈ. બહુ જ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત થયું. ઘરના આંગણામાં ઠીકઠીક માણસો ભેગા થયા હતા. તેમને ઉદેશીને પદ્મદેવે બધી વિગતે વાત કહી. થોડા જ દિવસોમાં બન્નેનાં વિધિસર લગ્ન ધામધૂમથી થયાં. સંસારનું ચક્ર ચાલ્યા જ કરે છે. જિનદર્શન, પૂજન, કીર્તન, જિનવાણીનું શ્રવણ, આત્મધ્યાન અને આત્મતત્ત્વની શ્રદ્ધામાં ઘણો કાળ વહી ગયો. એક દિવસ પધદેવ અને તરંગવતી નગર બહારના ઉદ્યાનમાં ગયાં. તેમણે એક વૃક્ષની નીચે ધ્યાનમાં બેઠેલા એક મુનીશ્વરને જોયા. બન્નેએ હાથ જોડી એમની વંદના કરી. મુનિએ એમને “ધર્મલાભ” કહેતાં આશીર્વાદ આપ્યા અને કહ્યું, “સર્વ દુઃખોનો અંત આવી જાય એવી જગ્યાએ જાઓ; જ્યાં ગયા પછી બીજે ક્યાંય જવાનું રહેતું નથી એવા નિર્વાણ સ્થાનને પ્રાપ્ત કરો. આ માનવભવમાં જ આવો સર્વશ્રેષ્ઠ લાભ મળે છે. અન્ય જન્મમાં મોક્ષનો લાભ મેળવાતો નથી.” મુનીશ્વરના ઉપદેશથી બન્ને કૃતકૃત્ય બની ગયાં અને મુનીશ્વરને પ્રણામ કરીને પૂછયું, “અમને કહો, આવી સિદ્ધિ કેવી રીતે શક્ય બને?” મુનિરાજે કહ્યું, “સાંભળો, હે ધર્મી જીવાત્માઓ! તમારી ઉત્કંઠા જરૂર Page #206 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૯૩ હું પૂરી કરીશ. પણ આ માટે પહેલાં તમે મારો જીવનવૃત્તાંત સાંભળો : એક મોટું અને ભયંકર જંગલ હતું. એના એક ભાગમાં ચંપા નામનું નગર હતું. ત્યાં પૂર્વભવમાં હું એક શિકારીને ત્યાં જન્મ્યો હતો. અમારા કુટુંબીઓ હાથીના દાંત અને હાડકામાંથી વિચિત્ર પ્રકારનાં શસ્ત્રો બનાવતા હતા. હું હાથીઓનો શિકાર કરતો. મારું એ જ એક કામ હતું. વનમાં ફરતો, ગમે તેમ હાથીને મારતો, માંસનું ભક્ષણ કરતો. લક્ષવેધી બાણ છોડવામાં હું એક્કો ગણાતો. મારા પિતાજી મને ઉપદેશ આપતા, “કોઈ બાળહાથીને કદી ન મારવો” વગેરે. એક દિવસ હું ગંગાકિનારાના વનમાં ફરતો હતો. ત્યાં એક મોટા પહાડ જેવા ઉત્તમ હાથીને મેં જોયો. મને એના શિકારનું મન થઈ ગયું. મેં ધનુષ્ય પર બાણ ચડાવી લક્ષ્ય સાધવા બાણ છોડ્યું. બાણ ઊંચે ગયું. તેણે હાથીના શરીરને વીંધ્યું નહીં, તો પણ એક ચક્રવાક ઊડતો હતો તે એ બાણથી વીંધાઈ ગયો અને તરફડીને નીચે પડ્યો. તે લોહીથી ખરડાયેલો હતો. તેની છેડાયેલી એક પાંખ જમીન પર પડી. થોડી જ વારમાં તે તરફડીને મૃત્યુ પામ્યો. આ ચક્રવાકની પત્ની ચક્રવાકી સ્વામીના મૃત્યુથી અત્યંત આક્રંદ કરવા લાગી. કરુણ વિલાપ કરતી તે ચક્રવાકની આસપાસ પરિભ્રમણ કરવા લાગી. આ જોઈને મારા દિલમાં દયા ઉત્પન્ન થઈ. મને પછતાવો થયો, “અરેરે, મેં આ શું કર્યું? પેલો હાથી તો ક્યાંક દૂર ચાલ્યો ગયો હતો. મેં પેલા ચક્રવાકને સંભાળપૂર્વક ઉપાડ્યો અને એક સુંદર સ્થળે મૂક્યો. થોડાંક લાકડાં વીણી લાવ્યો. તેના ઉપર ચક્રવાકના મૃતદેહને મૂક્યો અને અગ્નિસંસ્કાર કર્યો. હું નતમસ્તકે ઊભો હતો ત્યાં એક સખ્ત આઘાત આપતું આશ્ચર્ય થયું. ઊડતી ચક્રવાકી કલ્પાંત કરતી સળગતી ચિતામાં પડી ને પોતાના સ્વામીની સાથે બળીને ભસ્મ થઈ ગઈ. કહો ને, પતિ પાછળ તે સતી થઈ ગઈ. મને આ જોઈ કંપારી છૂટી ગઈ. “મેં આવું પાપ કેમ કર્યું? એક નિર્દોષ કિલ્લોલ કરતા સુખી જોડલાનો મેં શા માટે નાશ કર્યો? આ પાપનો બોજ લઈને હું શી રીતે જીવી શકીશ? આવા પાપી જીવન કરતાં જીવનનો અંત લાવવો સારો.” – એમ વિચારી મેં પણ તે સળગતી ચિતામાં ઝંપલાવ્યું. પણ પ્રભુકૃપાએ ફરીથી મને મનુષ્યજન્મ મળ્યો. વારાણસી નગરીમાં એક ઉત્તમ શ્રેષ્ઠીવર્યને ત્યાં મારો જન્મ થયો. આ એ નગરી કે જ્યાં તીર્થકર ભગવંતો અનેક વાર વિચર્યા છે. અહીં શ્રી સુપાર્શ્વનાથ ભગવાને સુરાજ્ય સ્થાપ્યું Page #207 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૪ હતું અને અપાર વૈભવનો ત્યાગ કરી, ચારે ઘાતકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી પાર્શ્વનાથ ભગવાન, કે અશ્વસેન જેમના પિતા હતા અને વામાદેવી જેમની માતા હતી, તેઓ પણ આ નગરમાં થઈ ગયા. મારો જન્મ થતાં રુદ્રયશા મારું નામ પાડ્યું. હું ગુરુના આવાસે જેને ગુરુકુલ કહેવાય ત્યાં અભ્યાસ કરવા લાગ્યો, પણ મારું મન જુગાર ભણી ખેંચાઈ ગયું. હું જુગારી બન્યો. જુગાર, માંસભક્ષણ, મદિરાપાન, વેશ્યાગમન, શિકાર, ચોરી અને પરદારા સેવન - આ સાત વ્યસનો ઘોર અને અતિભયંકર નરકમાં માણસને લઈ જાય છે. જુગારને લીધે મારે ચોરી કરવી પડી. થોડા દિવસોમાં મારા કુટુંબમાં પણ મારી આ પ્રવૃત્તિની જાણ થઈ ગઈ. એમને ભારે દુઃખ થયું. એક દિવસ ચોરી માટે રાત્રે નીકળેલો. મારા હાથમાં ખુલ્લી તલવાર હતી. કેટલાક લોકોએ મને પકડવા પ્રયત્ન કર્યો પણ હું ત્યાંથી ભાગી જંગલમાં જતો રહ્યો અને એક ગુફા આગળ આવી ઊભો. એ ગુફા સિંહગુફા નામે ઓળખાતી હતી. તેમાં કેટલાક લૂંટારા રહેતા હતા. હું તેમાં દાખલ થયો. ચોરોનો નાયક એક જગ્યાએ બેઠો હતો. ઘણા ચોરોનો તે અગ્રણી હતો. હું તેમની ટોળીમાં ભળી ગયો. થોડા જ વખતમાં હું નિર્દય યમદૂત જેવો લૂંટારો બની ગયો. મારાં ચોરીના પરાક્રમોને લીધે હું નાયકનો ખાસ માનીતો બની ગયો. એક દિવસે લૂંટ કરવા તત્પર એવી અમારી ટોળી એક સ્થળે ચોરી માટે ઊભી હતી, ત્યાં એક તાજા યૌવનથી શોભતું સ્ત્રી-પુરુષનું જોડકું આવી પહોંચ્યું. સ્ત્રી સુંદર યૌવનથી દીપતી હતી અને પુરુષ કામદેવને ટક્કર મારે તેવો હતો. તેમને પકડી લેવામાં આવ્યાં અને અમે તેમને અમારા નાયક પાસે લઈ ગયા. તેમનાં અલંકારો-આભૂષણો લઈ લીધાં. નાયકે ખૂબ જ ખુશ થઈને કહ્યું, “આવતી નવમીની રાત્રે કાલીદેવીની સમક્ષ આ બંનેને બલિરૂપે હોમી દેવાનાં છે. મરણના ભયથી તે બંને આક્રંદ કરવા લાગ્યાં. હું તેમના રક્ષણ માટે નિમાયો. પેલી સ્ત્રી જિનેશ્વર ભગવાનને યાદ કરી આવા કસમયના મૃત્યુથી બચાવવા રુદન સાથે આજીજી કરવા લાગી. મને દયા આવી, એમને ઉગારી લેવા વિચાર્યું અને એક પાછળના રસ્તે લઈ જઈ તેમને ગુફાની બહાર કાઢ્યાં. ગુફા બહાર આવી મેં તેમને તેમનો વૃત્તાંત પૂછળ્યો. બધી હકીકત તેમણે જણાવતાં મને ભાસ થયો ૧. આત્માના ગુણોનો ઘાત કરનારો આદી Page #208 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૫ કે મેં જે ચક્રવાકને ગયા ભવમાં હણેલ અને ચક્રવાકી સતી થઈ હતી તેજ જીવોનું આ ભવમાં જન્મેલ આ માનવયુગલ છે. તેથી મારા પાપ ધોવા માટે તો આ જ સુંદર સમય છે. મેં તેમને છોડાવ્યાં. હવે મારે પણ આ પાપમાંથી છૂટવું જોઈએ. નરપિશાચ જેવા નાયક પાસે ફરીથી ન જતાં હું ઉત્તર દિશા તરફ વળી ગયો. વીતરાગની વાટ પકડી લેવાનો વિચાર મનથી કર્યો અને ફરતો ફરતો પુરિમતાલ નગરે આવી પહોંચ્યો. ત્યાં એક માટ નામનું ઉદ્યાન હતું. ત્યાં એક દેવમંદિર હતું. તેના પ્રાંગણમાં એક વિશાળ વડલો ઊભો હતો. ત્યાં રહેલા એક માણસને પૂછતાં જાણ્યું કે, ઈશ્વાકુકુળમાં જન્મેલા ઋષભદેવ રાજા થયા હતા, જેઓ ચોવીસ અરિહંતોમાં પહેલા અરિહંત ગણાય છે તેમને આ વડલા નીચે કેવળજ્ઞાન થયું હતું, તેથી આ સ્થળ ભાવિકોથી ભાવપૂર્વક પૂજાય છે. તે જ શ્રી પ્રભુ જેઓ પાછળથી આદિનાથ કહેવાયા તે જિનેશ્વર ભગવંતની પ્રતિમા અહીં પ્રતિષ્ઠિત છે. મેં તે ઉદ્યાનમાં એક અશોકવૃક્ષ નીચે પદ્માસન વાળીને બેઠેલા એક ધ્યાનસ્થ મુનિને જોયા. તેમની પાસે પહોંચી ભાવપૂર્વક નમસ્કાર કરી મેં તેમને કહ્યું, “પ્રભુ! પાપકર્મથી નિવૃત્ત થવા તમારા શરણે શિષ્યભાવે આવ્યો છું. તેમણે મારી આજીજી સાંભળી-સમજી મને દીક્ષા આપી. આ પછી મેં ક્રમપૂર્વક આગમનો અભ્યાસ કર્યો. આ પ્રમાણે બાર વર્ષ સુધી સંસારમોહના નાશ માટે ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સમ્યક જ્ઞાન અને સમ્યક આચાર માટે હું અહર્નિશ પ્રયત્ન કરું છું. આ છે મારી જીવન કથની.” આખોયે વૃત્તાંત તરંગવતી અને પદ્મદેવે સાંભળ્યો. સાંભળતાં ચિત્રપટની જેમ બધી જ ઘટનાઓ નજર સમક્ષ તરવરી. ભોગવેલાં દુઃખોની સ્મૃતિ થઈ. બન્નેએ એકબીજા સામે આંખમાં અશ્રુ સાથે જોયું. બન્ને ઊભાં થયાં અને ભાવપૂર્વક મુનિના ચરણોમાં ભક્તિભાવપૂર્વક નમ્યાં. પદ્મદેવે કહ્યું, “હે મુનિશ્રેષ્ઠ! તમે જે ચક્રવાકનો અગ્નિસંસ્કાર ર્યો હતો અને જે ચક્રવાકી તે ચિતામાં પતિના દેહ સાથે બળી મારી હતી તથા તમે લૂંટારાઓની ગુફામાંથી બે જીવોના પ્રાણની રક્ષા કરી હતી તે સ્વયં અમે બન્ને છીએ. જેમ તે વખતે તમે અમારા પ્રાણોનું રક્ષણ કર્યું હતું તેવી જ રીતે હવે પણ અમને દુઃખમાંથી મુક્ત કરો. તમે અમારા મુક્તિદાતા બનો. હે દયાવંત! ભવતારિણી મુમુક્ષુ ભાવના હૈયામાં જાગી છે, એટલે તમે અમને તીર્થંકર ભગવંતે Page #209 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા ૧૯૬ બતાવેલા માર્ગે લઈ જાઓ.” મુનિ બોલ્યા, “જે ધર્મને શરણે જાય છે તે સર્વ દુઃખોથી મુક્ત થાય છે. વ્રત અને તપથી જ આ લોક અને પરલોકની સિદ્ધિ થાય છે. મૃત્યુ આ જીવનને ક્યારે ઝડપી લેશે એનો કોઈને ખ્યાલ નથી, માટે જ્યાં સુધી મૃત્યુ આવે નહીં ત્યાં સુધીમાં ધર્મનું આચરી લેવો. ધર્મમાર્ગે જવામાં આળસ કરવી હાનિકારક છે.” આ ધર્મવચનોએ બન્નેનાં હૈયાંને હચમચાવી નાખ્યાં. બન્નેએ ભાગવતી દીક્ષા લેવાનો તરત જ નિર્ણય લીધો. બધાં આભૂષણો અંગો ઉપરથી ઉતારીને દાસીઓને આપ્યાં અને કહ્યું, “આ આભૂષણો અમારા પિતાને આપજો અને કહેજો કે બન્નેએ આ સંસાર અસાર જાણી ધર્મમાર્ગનું આલંબન કર્યું છે અને ખાસ કરીને જણાવજો કે અજ્ઞાન કે પ્રમાદથી તેમ જ અસદ્ આચરણથી એમની વિરાધના - આશાતના થઈ હોય તો કૃપા કરી તેઓ અમને તેની ક્ષમા આપે. દાસીઓએ ઘરે આવવા બન્નેને પ્રાર્થના કરી, કલ્પાંત કર્યો પણ પદ્મદેવે તેમને અટકાવ્યાં, વાય, બન્ને સંસારથી વિરક્ત બન્યાં. માથા પરથી વાળને ચૂંટી કાઢ્યા અને મુનિના ચરણોમાં નમસ્કાર કરી, હાથ જોડી પ્રાર્થના કરી. “હે ગુરુ, અમને દુઃખથી મુક્ત કરો.” તરત જ બન્નેને સર્વ વિરતિ સામાયિક વ્રત અંગીકાર કરાવ્યું. ગુરુએ પ્રતિજ્ઞા લેવડાવી : “ધર્મશાસ્ત્રોમાં જેનો નિષેધ કર્યો છે તે સર્વ પાપી ક્રિયાઓનો અમે સર્વદા ત્યાગ કરીએ છીએ અને જૂઠ, હિંસા, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ અને રાત્રિભોજન કદી કરીશું નહીં.” બન્નેની દીક્ષાની વાત વાયુવેગે આખાય નગરમાં પ્રસરી ગઈ. તેમની દીક્ષાના પ્રસંગે સગાં, સંબંધીઓ અને શુભેચ્છકોના ટોળેટોળાં ઉમટ્યાં. જોતજોતામાં વિશાળ ઉદ્યાન ચિક્કાર ભરાઈ ગયું. તરંગવતીનાં માતાપિતા તથા સાસુસસરા હૃદયભેદક આક્રંદ કરતાં રડવા લાગ્યાં અને મોહયુક્તપણે બન્નેને પ્રવજ્યા લેતાં રોકવા પ્રયત્ન કર્યો, પણ તરંગવતી અને પદ્યદેવએ દિશામાંથી પાછા વળવા માંગતાં ન હતાં. તે નગરમાં એક સુપ્રસિદ્ધ સાધ્વીજી હતાં, જેઓ મહાપ્રજ્ઞા શ્રી ચંદના સાધ્વીજીનાં શિષ્યા હતાં, તેમની પાસે મુનિશ્રીના કહેવાથી તરંગવતીએ શિષ્યાપણું ગ્રહણ કર્યું અને પવદેવ એ મુનિના શિષ્ય બન્યા. કર્મને ખપાવતાં તે બંને મહાભાગી સદ્ગતિ પામ્યાં. ૧. હિંસા, ચોરી, જુઠ આદિ પાપોનો સર્વદા ત્યાગ. Page #210 -------------------------------------------------------------------------- ________________ [૫૩] સુરસેન–મહાસેના બંધુરા નામનું એક નગર. વીરસેન નામનો પરાક્રમી રાજા ત્યાં રાજ્ય કરે. પ્રજાનો તે એકદમ પ્રિય હતો, કારણ કે તે પરદુઃખભંજન અને સદાચારી હતો. તે રાજાને બે કુમાર હતા. મોટાનું નામ સુરસેન અને નાનાનું નામ મહાસેન. બન્ને રૂપાળા અને ગુણિયલ હતા. સારી રીતે દાનધર્મ કરતા હતા. એક દિવસ અચાનક મહાસેનને જીભ ઉપરદુઃખાવો ઊપડ્યો. જીભ ચરચરવા લાગી. સોજો આવી ગયો. મહાસેને સુરસેનને પોતાના દુઃખાવાની વાત કરી. થોડા વખતમાં વૈદો આવ્યા. રાજવૈદની હાજરીમાં જીભ ઉપર દવા લગાડી. બધા વૈદો ઉપચાર કરવા લાગી ગયા, પણ દુ:ખાવો ઓછો ન થતાં વધતો ગયો. રાત પડતાં સુધીમાં તો દુઃખાવો અસહ્ય થઈ ગયો. રાત્રે ઊંઘ ન આવી. બીજે દિવસે સવારે વૈદો પાછા આવ્યા. જીભ જોઈ. જીભ ઉપર કાણાં પડી ગયા હતાં. વૈદોએ થઈ શકે એટલા ઉપચારો કર્યા પણ કોઈ રીતે દુ:ખાવો ન મટ્યો. દુઃખાવા સાથે હવે જીભ સડવા લાગી. મોંમાંથી દુર્ગંધ આવવા લાગી. તેની બાજુમાં બેસવું બધાંને મુશ્કેલ લાગવા લાગ્યું. ધીરેધીરે બધાં એ ખંડમાંથી બહાર નીકળી ગયાં. ફક્ત એક સુરસેન જ મહાસેનની ચાકરી કરતો રહ્યો. રાજાએ વૈદોને કહ્યું, “કુમારને સાજો કરો. જે જોઈશે તે આપીશ.” વૈદ્યો કહે, “આ રોગ માટે જે જે દવાઓનો અમને ખ્યાલ છે તે બધી અમે આપી ચૂક્યા. હવે અમારી પાસે બીજો કોઈ ઉપચાર નથી.” રાજાની આંખમાંથી આંસુ સરી પડ્યાં. સુરસેનકુમાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. - બે-ત્રણ દિવસ એમ જ પસાર થયા. જીભ સડવાથી દુર્ગધ વધતી ગઈ. મહાસેનને નિંદ નથી આવતી. સુરસેન યોગ્ય ચાકરી રાતદિવસ કર્યા જ કરે છે. સુરસેન વિચારે છે – શું કરવું? અચાનક તેને વિચાર આવે છે : શ્રી નવકાર મંત્રના પ્રભાવથી જીવોના રોગ-શોક દૂર થાય છે, એમ જ્ઞાની પુરુષો બતાવે છે. તો એ પ્રભાવશાળી મંત્રનો ઉપયોગ કરું તો જરૂર મહાસેનનો રોગ દૂર થાય. તેણે ચાંદીના પ્યાલામાં અચિત્ત પાણી લીધું. એકાગ્ર મનથી નવકારમંત્રનું સ્મરણ કરતો ૧. જેનામાં જીવ નથી તે. Page #211 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૧ ૧૯૮ જાય છે અને પાણી પોતાના આંગળાથી લઈ મહાસેનની જીભ ઉપર મૂકતો જાય છે. જેમ ભૂખ્યા માણસને કોળિયે કોળીયે સુધાશાન્તિ થતી જાય તેમ મહાસેનને પાણીના ટીપે ટીપે શાન્તિનો અનુભવ થતો ગયો. પહેલા દિવસે દુર્ગધ ઘટી ગઈ. બીજા દિવસે છિદ્રો પુરાઈ ગયાં. ત્રીજા દિવસે સોજો ઊતરી ગયો. સતત ત્રણ દિવસ નવકાર મહામંત્રથી મંત્રેલું પાણી સુરસેને મહાસેનની જીભ ઉપર સિંચ્યા કર્યું. ચોથે દિવસે સવારે મહાસન સંપૂર્ણ નીરોગી બનીને ઊઠ્યો. તે સુરસેનને ભેટી પડ્યો. બન્ને ભાઈઓની આંખો આંસુથી છલકાઈ ગઈ. સુરસેને કહ્યું, “ભાઈ! આ બધો પ્રભાવ શ્રી નવકાર મંત્રનો છે.” મહાસેન કહે છે : “ભાઈ! મારા માટે તો તું જ ઉપકારી છે. જ્યારે બધાં સ્નેહીજનો મને છોડી જતાં રહ્યાં ત્યારે તે જ મારી સેવા કરી. મને હિંમત આપી ને મને નીરોગી કર્યો. તારો ઉપકાર જન્મોજન્મ સુધી નહીં ભૂલું, ભાઈ!” સુરસેને પોતાની આંગળીઓ મહાસેનના મોઢે મૂકી તેને વધુ બોલતો બંધ કરી દીધો. નગરમાં સુરસેન મહાસન બાંધવબેલડીના ગુણો ગવાવા લાગ્યા : “ભાઈઓ હો તો આવા હો!” ચોરેને ચૌટે એકજ વાત. શ્રી નવકારનો પ્રભાવ જોઈનગરજનો રોજ ૧૦૮ નવકારમંત્રોનો જાપ જપવા લાગ્યાં. આ વાતને કેટલાક મહિનાઓ થઈ ગયા. એક દિવસ આ બંધુરા નગરીમાં શ્રી ભદ્રબાહુસ્વામી નામના આચાર્ય પધાર્યા. આચાર્યદેવ અવધિજ્ઞાની હતા. કરુણાના સાગર જેવા હતા. રાજા-રાણી તેમજ નગરજનો સર્વે તેમનાં દર્શને આવ્યાં. તેઓનો ઉપદેશ સાંભળ્યો. સહુના આત્માને શાંતિ મળી. વ્યાખ્યાન પૂરું થયું. બધાં ઘર તરફ પાછા ફર્યા. પણ સુરસેન-મહાસેન બન્ને રાજકુમારો બેસી રહ્યા. ઊભા થઈ આચાર્યદેવને ત્રણ પ્રદક્ષિણા દીધી. વિનયપૂર્વક સામે બેસીને સુરસેને આચાર્યશ્રીને પૂછ્યું, “ગુરુદેવ! આ મારા ભાઈ મહાસેનને ભયંકર જીભનો રોગ થયો હતો તેનું શું કારણ હશે? એણે એવું કયું પાપકર્મ બાંધ્યું હશે?” આચાર્યદેવે કહ્યું, “કુમાર! એનું કારણ પૂર્વજન્મનાં પાપનું છે. સાંભળઃ મણિપુર નામનું એક સુંદર નગર છે. તે નગરમાં એક મદન નામનો વીર સૈનિક રહેતો હતો. તેને બે પુત્રો હતા. એકનું નામ ધીર અને બીજાનું નામ વીર હતું. બન્ને વિવેકી યુવકો હતા. એક દિવસ બન્ને ભાઈઓ તેમના પોતાના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેમણે પોતાના સંસારી મામા મુનિરાજને જમીન પર ઢળી પડેલા જોયા. બન્ને ભાઈઓ “શું થયું? શું થયું? બોલતા મુનિરાજ પાસે બેસી ગયા. મુનિરાજ મૂચ્છિત થઈ ગયેલા Page #212 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૯૯ હતા. બંને ભાઈઓ અત્યંત વ્યથિત થઈ ગયા. તેમણે ઉદ્યાનના માળીને પૂછ્યું. માળીએ કહ્યું, ‘મુનિરાજ ધ્યાનસ્થ દશામાં ઊભા હતા. ત્યાં એક દુષ્ટ સાપે એમના પગ ઉપર ડંખ દીધો અને તે આ દરમાં ઘૂસી ગયો. મહામુનિ થોડી જ વારમાં જમીન ઉપર ઢળી પડ્યા!' માળી પણ બોલતાં રડી પડ્યો. વીરને મામા-મુનિરાજ ઉપર દૃઢ અનુરાગ હતો. તેણે માળીને કહ્યું, “અરે, તમે રાંકડાઓ છો! ડંખ મારીને સાપ જ્યારે નાસી જતો હતો ત્યારે તમે એને મારી કેમ ન નાખ્યો?” આ સાંભળી ધીરે કહ્યું, ‘ભાઈ! શા માટે જીભથી પાપ બાંધે છે? જે બનવાનું હતું તે બની ગયું છે.’ વીરે કહ્યું, ‘મુનિરાજને ડસનાર એવા સાપને મારવામાં પણ ધર્મ છે, તો પછી ‘મારવો’ એવા શબ્દમાત્રથી પાપ શાનું લાગે? સાધુઓની રક્ષા કરવી અને દુષ્ટોનો નાશ કરવો એ તો ક્ષત્રિયનો ધર્મ છે! અને જો આ વાત ખોટી હોય તો ભલે આ પાપ મારી જીભને લાગે.’ ધીરે કોઈ જવાબ ન આપ્યો. તેણે મુનિરાજના શરીરમાં વ્યાપેલા ઝેરને ઉતારવાના પ્રયત્ન કર્યા. ગારુડીને બોલાવીને તેણે ઝેર ઉતરાવ્યું. મુનિરાજ સારા થઈ ગયા. આ રીતે મુનિરાજના પ્રાણ બચાવવાથી, મુનિરાજ પ્રત્યે અપાર પ્રીતિ કરવાથી બન્ને ભાઈઓએ પોતાનું જીવન સાર્થક કર્યું. આયુષ્ય પૂર્ણ થતાં બન્નેનું મૃત્યુ થયું. ધીર મરીને સુરસેન થયો. વીર મરીને મહાસેન થયો. મોટા મોટા વૈદરાજો જે રોગને ન મટાડી શક્યા, એવો જીભનો રોગ સાપને મારી નાખવાનાં વચન બોલવાથી થયો હતો! પરંતુ મુનિના પ્રાણ બચાવવાથી ધીરે જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવે તથા નવકાર મંત્રના પ્રભાવે તે મહાસેનનો રોગ મટાડી શકાયો.’ આ રીતે આચાર્યદેવ પાસેથી બન્ને ભાઈઓએ પોતાના પૂર્વજન્મની વાતો સાંભળી. પૂર્વજન્મનું જ્ઞાન થવાથી ને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પૂર્વભવને અંતરથી જોઈ શક્યા. બન્નેને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો. તેમણે ભદ્રબાહુસ્વામીના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું. દીર્ઘકાળ પર્યંત સંયમધર્મનું પાલન કરી, કર્મોનો નાશ કરી, બન્નેએ મુક્તિ પ્રાપ્ત કરી પૂર્ણ સુખ મેળવી લીધું. માટે સમજુ માનવોએ અનર્થદંડના॰ જીવને ફોગટ દંડાવનાર એવાં વચનો ક્યારેય, કોઈપણ સંજોગોમાં ન જ બોલવાં જોઈએ. ૧. બિનજરૂરિયાતવાળા પાપ - જેના વિના ચાલે તેવા પાપ. Page #213 -------------------------------------------------------------------------- ________________ [૫૪] કેશી ગણઘર તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં કેશીસ્વામી આચાર્ય હતા અને ગણધર કહેવાતા હતા. તેઓ મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની હતા. ચારિત્રવંત, ક્ષમાવંત અને મહાતપસ્વી હતા. તેમના અનેક શિષ્યો હતા. તેઓ એક વાર શ્રાવસ્તી નગરીના સિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યા. એ જ અરસામાં ભગવાન શ્રી મહાવીરના પ્રથમ ગણધર શ્રી ઇંદ્રભૂતિ ઉર્ફે ગૌતમસ્વામી પણ તે જ શ્રાવસ્તી નગરીના કોષ્ટક નામે ઉદ્યાનમાં અનેક શિષ્યો સહિત પધાર્યા. આ બન્ને મહામુનિઓના શિષ્યો ગોચરી અર્થે નીકળતાં ભેગા થયા. બન્ને જૈન ધર્મના સાધુઓ હોવા છતાં એકબીજાથી જુદો વેશ જોઈ પરસ્પર તેઓને સંશય થયો કે આનું કારણ શું હશે? ઉભય શિષ્યવૃંદોએ પોતપોતાના ગુરુને આ વાત કરી. આથી શ્રી ગૌતમ ગણધરે વિચાર્યું કે, ભગવાન શ્રી પાર્શ્વનાથના શિષ્ય મારાથી મોટા ગણાય, માટે નિયમ પ્રમાણે મારે કેશી સ્વામીને વંદન કરવા જવું જોઈએ. આમ વિચારી શ્રી ગૌતમ સ્વામી હિંદુક વનમાં શ્રી કેશી ગણધર પાસે આવ્યા અને તેમને ભાવયુક્ત વંદન કર્યું. કેશીસ્વામીએ પણ તેમનો સત્કાર કરી યોગ્ય આસને બેસાડ્યા. આ વખતે શ્રી કેશી અને શ્રી ગૌતમ ચંદ્ર-સૂર્ય જેવા શોભવા લાગ્યા. અન્ય મતાવલંબીઓ આ કૌતુક જોવા માટે ઉદ્યાનમાં આવ્યા. જૈનધર્મીઓ પણ એકબીજાની ચર્ચા સાંભળવાની ઉત્સુકતાથી આવ્યા. દેવલોકના દેવતાઓ પણ ત્યાં આવી પહોંચ્યા. પરસ્પર વાર્તાલાપ શરૂ થયો. તેમાં પ્રથમ શ્રી કેશી ગણધરે શ્રી ગૌતમસ્વામીને પૂછ્યું, “હે બુદ્ધિમાન! પાર્શ્વનાથ પ્રભુએ ચાર મહાવ્રતરૂપ ધર્મ કહ્યો અને મહાવીર પ્રભુએ પાંચ મહાવ્રતરૂપ ધર્મ કહ્યો. તો આ તફાવતનું કારણ શું?' શ્રી ગૌતમે જવાબ આપ્યો, “સ્વામી! પહેલા તીર્થંકરના સાધુઓ સરળ અને જડ હોય છે; છેલ્લા તીર્થંકરના સાધુઓ વક્ર અને જડ હોય છે; જ્યારે વચ્ચેના ૨૨ તીર્થંકરોના સાધુઓ સરળ અને બુદ્ધિવંત હોય છે. તેથી પ્રભુએ બે પ્રકારનો ધર્મ કહ્યો છે. અર્થાત્ પહેલા તીર્થંકરના સાધુઓ ત્વરાએ ધર્મ સમજી Page #214 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૦૦૧ શકતા નથી, પણ સમજ્યા પછી તેઓ સારી રીતે આરાધના કરે છે; જ્યારે છેલ્લા તીર્થકરના સાધુઓ જલદીથી ધર્મ સમજી શકે છે ખરા, પરંતુ આચારપાલનમાં તેઓ શિથિલ રહે છે. આ કારણથી પહેલા અને છેલ્લા તીર્થકરે પાંચ મહાવ્રત પ્રરૂપ્યાં છે અને વચ્ચેના ૨૨ તીર્થકરોએ ચાર મહાવ્રત પ્રરૂપ્યાં છે. આ જવાબથી કેશી સ્વામી ઘણા સંતોષ પામ્યા. પુનઃ તેમણે શ્રી ગૌતમ સ્વામીની વિનય-ભક્તિ કરીને બીજો પ્રશ્ન પૂછ્યો : મહાનુભાવ! શ્રી પાર્શ્વનાથ ભગવાને બહુમૂલાં અને રંગીન વસ્ત્રો વાપરવાની સાધુઓને છૂટ આપી છે જ્યારે ભગવાન મહાવીરે અલ્પ મૂલ્યવાળાં અને શ્વેત વસ્ત્રો પહેરવાની સાધુઓને આજ્ઞા કરી છે, તો આનું કારણ શું હશે?” શ્રી ગૌતમે જવાબ આપ્યો : “પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓ અનુક્રમે સરળ અને જડ તથા વક્ર અને જડ હોવાથી તેઓને વસ્ત્ર પર મોહભાવ થાય એ સ્વાભાવિક છે; જ્યારે ૨૨ તીર્થકરોના સાધુઓ મોહમાં આસક્ત બને તેવા નહિ હોવાથી તેમને રંગીન અને મૂલ્યવાન વસ્ત્રો પણ વાપરવાની છૂટ આપી છે. સાધુ આચારથી ભ્રષ્ટ થતો હોય તે વખતે તે પોતાના વેશ પરથી પણ શરમાય છે કે હું જૈન સાધુ છું, મારાથી દુષ્કર્મ ન સેવાય.” આ ઉપર્યુક્ત આચાર અને વેશના પ્રશ્નો ઉપરાંત બીજા ઘણા પ્રશ્નો કેશી સ્વામીએ પૂછ્યા અને શ્રી ગૌતમે તેના સંતોષકારક ખુલાસાઓ કર્યા. ભેગા થયેલા સર્વે લોકો આ વાર્તાલાપ સાંભળી આનંદ પામ્યા. ત્યારબાદ કેશી ગણધરે ગૌતમ ગણધર પાસે ચાર મહાવ્રતને બદલે પાંચ મહાવ્રતનો સ્વીકાર કર્યો. બન્ને ગણધર દેવો પોતપોતાના શિષ્યમંડળ સાથે અન્ય સ્થળે વિહાર કરી ગયા. થોડાક વખત પછી કેશી સ્વામીને કેવળજ્ઞાન થયું અને તેઓ મોક્ષે ગયા. ૧. પાંચ મહાવ્રત. પ્રાણાતિપાત = જીવ હિંસા કરવી. મૃષાવાદ = જુઠું બોલવું અદત્તાદાન = ચોરી કરવી મૈથુન = વિષય સેવવો. પરિગ્રહ = ધન ધાન્યનો સંગ્રહ કરવો. આ પાંચે ન કરવાના વ્રત Page #215 -------------------------------------------------------------------------- ________________ [૫૫] આનંદ શ્રાવક મગધ દેશના વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામનો ગૃહસ્થ રહેતો હતો. તે ઘણો ધનવાન હતો. તેની પાસે ચાર કરોડ સોનામહોરો જમીનમાં દાટેલી હતી, ચાર કરોડ વેપારમાં રોકાયેલી હતી અને ચાર કરોડ ઘરવખરીમાં રોકાયેલી હતી. ઉપરાંત તેને ત્યાં ૪૦ હજાર ગાયોનાં ચાર ગોકુળ હતાં. તે ઘણો બુદ્ધિમાન અને વ્યવહારકુશળ હોવાથી સૌ કોઈ તેની સલાહ લેતું. તેને શિવાનંદા નામની સ્વરૂપવાન પત્ની હતી. ૭૦ વર્ષની ઉંમર થતા સુધી તે જૈન ધર્મ અને તેનાં તત્ત્વોથી અજાણ હતો. તેવામાં એક દિવસ ભગવાન મહાવીર તે ગામમાં પધાર્યા. હજારો લોકો ત્યાં જતા હતા તેથી તે પણ પ્રભુની દેશનામાં ગયો. પ્રભુએ શ્રાવક અને સાધુનું આબેહૂબ સ્વરૂપ સમજાવ્યું. આનંદને જિજ્ઞાસાબુદ્ધિ જાગી અને પ્રભુ પાસે તેણે સમજપૂર્વક બાર વ્રત અંગીકાર કર્યાં. ઘેર આવી તેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યાની વાત પોતાની પત્નીને કરી અને તેને પણ તેમ કરવા ઉપદેશ્યું. એટલે શિવાનંદાએ પણ પ્રભુ પાસે જઈ બાર વ્રતo અંગીકાર કર્યાં. આ રીતે બન્ને જણ, પતિ-પત્ની શ્રાવકધર્મનું સુંદર રીતે પાલન કરતાં કરતાં સુખપૂર્વક સમય વિતાવવા લાગ્યાં. કેટલોક કાળ વીત્યા પછી આનંદને ઉગ્ર તપશ્ચર્યા કરવાનો ભાવ થયો. એટલે તેણે સગાંસંબંધીઓને ભેગાં કરી, જમાડી, તેમની હાજરીમાં ગૃહકાર્યનો ભાર પોતાના મોટા પુત્રને સોંપ્યો અને પોતે શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું વહન-પાલન કરવા લાગ્યો. આકરા તપથી તેનું શરીર દુર્બળ બન્યું. એક વખત પૌષધ વ્રતમાં ધર્મચિંત્વન કરતાં તેને અવધિજ્ઞાન થયું. તે વડે તેણે પૂર્વ દિશામાં લવણ સમુદ્રમાં ૫૦૦ ધનુષ્ય સુધી જોયું અને પશ્ચિમ તથા દક્ષિણમાં એટલું જ જોયું અને ઉત્તરમાં ચુહિમવંત અને વર્ષધર પર્વત જોયા. ઊંચે સૌધર્મ દેવલોક અને નીચે રત્નપ્રભા નરકનો વાસ જોયો. આ જોઈ તેને ૧. બાર વ્રત સમજવા વંદિતા સૂત્રનો અભ્યાસ કરવો. Page #216 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા ૦ ૨૦૩ ખૂબ પ્રસન્નતા થઈ અને પ્રભુ મહાવીરના દર્શનની જિજ્ઞાસા થઈ. ભાગ્યવશાત્ પ્રભુ મહાવીર તે જ ગામમાં પધાર્યા. ગૌતમ મુનિ ગોચરીએ નીકળ્યા. લોકોને મોઢે આનંદના અવધિજ્ઞાનની વાત સાંભળી ગૌતમ મુનિ આનંદની પૌષધશાળામાં ગયા. ગૌતમ મુનિને આવતા જોઈ આનંદ વિધિપૂર્વક વિંદન કર્યું અને પછી વિવેકપૂર્વક પૂછ્યું કે, “મહારાજ! શ્રાવકને સંસારમાં રહેતાં થકી અવધિજ્ઞાન થાય?” શ્રી ગૌતમ મુનિએ જવાબ આપ્યો, “થાય.” આનંદે કહ્યું, “પ્રભુ! મને તે થયું છે. હું લવણ સમુદ્રમાં પ૦૦ ધનુષ્ય સુધી તથા સૌધર્મ દેવલોક અને રત્નપ્રભા નરક દેખું છું.” આ સાંભળી ગૌતમ મુનિ સંશયમાં પડ્યા. તેમને કહ્યું, “આનંદ! તમે જૂઠું બોલો છો. એક શ્રાવકથી એટલું દેખી શકાય નહીં. માટે મૃષાવાદનું પ્રાયશ્ચિત્ત લો.” આનંદે કહ્યું, “દેવ! હું યથાર્થ કહું છું. આપ ભૂલ્યા છો. માટે આપે જ પ્રાયશ્ચિત્ત લેવું ઘટે.” શ્રી ગૌતમ મુનિને આ વાત હૈયે ન બેઠી. તેઓ સંશયાત્મક બની બહુ સારું કહી રસ્તે પડ્યા અને પ્રભુ મહાવીર દેવ પાસે આવી, બનેલી વિતક કથા કહી સંભળાવી. પ્રભુ મહાવીરે કહ્યું, આનંદનું કથન સત્ય છે અને તમારી સમજ ખોટી છે.” આ સાંભળતાં જ આશ્ચર્ય સાથે શ્રી ગૌતમે પ્રાયશ્ચિત્ત લીધું અને આનંદ શ્રાવક પાસે આવી પોતાની ભૂલની માફી માગી. આનંદ શ્રાવકે ૨૦ વર્ષ સુધી શ્રાવક વ્રત પાળ્યું. મરણાંતે તેમણે એક માસનું અનશન કર્યું અને વિશુદ્ધ બની પરિણામે કાળધર્મ પામી તેઓ પહેલા સૌધર્મ નામના દેવલોકમાં ગયા. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષમાં જશે. મનુષ્યને હૃદયમાં ક્રોધ હોય તો એને બીજા કોઈ શત્રુની જરૂરત નથી ૧. જંબૂદ્વીપમાં અતિશય મધ્યભાગમાં પૂર્વ-પશ્ચિમ એક લાખ યોજન લાંબુ ક્ષેત્ર. Page #217 -------------------------------------------------------------------------- ________________ [૫૬] દ્વિમુખ (પ્રત્યેકબુદ્ધ) પાંચાલ દેશના કપિલપુર નગરમાં જય નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ગુણમાળા નામે રાણી હતી. ઉભય દંપતી બહુ જ ધર્મિષ્ઠ હતાં. જૈન ધર્મ પ્રત્યે તેમને ઘણો પ્રેમ હતો. એક વાર રાજા કચેરી ભરીને બેઠો છે. તેવામાં એક પરદેશી ચારણ રાજસભામાં આવ્યો અને મહારાજાના ગુણોની પ્રશંસા કરવા લાગ્યો. આ સાંભળી રાજા બોલ્યો, “બારોટજી! તમે દેશદેશાવરમાં ફરો છો, તો તમે મારી સભામાં કાંઈ ઊણપ હોય તો તે જણાવો. કારણ કે માત્ર આત્મશ્લાધા મને પસંદ નથી.” આ સાંભળી બારોટે જણાવ્યું : “મહારાજ! આપની રાજસભામાં બધું જ સુંદર છે પણ એક ચિત્રશાળા નથી. રાજાને આ ઠીક લાગ્યું. તેણે કુશળ ચિત્રકારો બોલાવ્યા અને સભાના હોલની બાજુમાં એક ચિત્રશાળા તૈયાર કરવા કહ્યું. ચિત્રકારોએ આવીને કામ શરૂ કર્યું. પ્રથમ તો તે માટે પાયો ખોદવા માંડ્યો. પાયો ખોદતાં નીચેથી રત્નજડિત મુગટ નીકળ્યો. કારીગરોએ તે મુગટ રાજાને આપ્યો. દિવ્ય મુગટ જોઈ રાજા આનંદ પામ્યો. મુગટ પોતાને કેવો શોભે છે તે જોવા રાજાએ પોતાનું મોં અરીસામાં જોયું. અરીસામાં તેને પોતાનાં બે મોં દેખાયાં. તે ઉપરથી તેનું નામ “દ્વિમુખ' તરીકે પ્રસિદ્ધ ચિત્રકારોએ ચિત્રશાળા તૈયાર કરી. તેની આરોહણક્રિયા માટે તે મકાનની વચ્ચે એક સુશોભિત સ્તંભ ઊભો કર્યો હતો. સ્તંભને વસ્ત્રાલંકારથી શણગારી ભવ્ય અને આકર્ષક બનાવ્યો હતો. રાજા આ ચિત્રશાળાની આરોહણક્રિયા કરવા માટે આવ્યો. ચિત્રશાળાની નમૂનેદાર કારીગરી જોઈ તે ખૂબ સંતોષ પામ્યો. તે હર્ષપૂર્વક બારોટ પ્રત્યે બોલ્યો, “કેમ બારોટજી! હવે આ ચિત્રશાળા બરાબર મારા રાજ્યને શોભે તેવી છે ને?” બારોટે જવાબ આપ્યો, “હા મહારાજ! આવી ચિત્રશાળા મેં ક્યાંય Page #218 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭૦ ૨૦૫ જોઈ નથી.' રાજા આનંદ પામી સ્વસ્થાનકે ગયો. કેટલાક દિવસો બાદ પેલો ઊભો કરેલો સ્તંભ ઉખાડી લેવામાં આવ્યો. તેના ઉપરથી વસ્ત્રાલંકાર ઉતારી લઈને તે સ્તંભને ચિત્રશાળાના એક ખૂણામાં આડો ફેંકી દીધો. વખત જતાં તે સ્તંભ ઉપર ધૂળ વગેરે જમા થયું. પરિણામે તે સ્તંભ તદ્દન બેડોળ લાકડાના ઠુંઠા જેવો બની ગયો. એક દિવસ રાજા ચિત્રશાળામાં આવ્યો. ત્યાં તેણે આ લાકડાનું ઠુંઠું જોયું. તે જોઈને રાજાએ બાજુમાં ઊભેલા રક્ષકને પૂછ્યું, “અલ્યા! આ લાકડું અહીં કેમ મૂક્યું છે?’ રક્ષકે જવાબ આપ્યો, ‘“મહારાજ! આપે આ ચિત્રશાળાનું આરોહણ કર્યું ત્યારે જે સ્તંભ ઊભો કરેલો તે સ્તંભ ઉતારીને અહીં મૂક્યો છે.” રાજા આશ્ચર્ય પામી મન સાથે બોલી ઊઠ્યો : પેલા ભવ્ય અને સુંદર સ્તંભની આ દશા? શું તે ફક્ત ઉપરનાં વસ્ત્ર અને અલંકારોથી સુંદર લાગતો હતો? ખરેખર આ જોતાં તો મારું શરીર પણ એક દિવસ આવી જ દશા પામશે. અત્યારે સુશોભિત દેખાતા મારા આ શરીરની પણ આખરે આ લાકડાના ઠુંઠા જેવી દુર્દશા થવાની જ! તો પછી આજે જ, અરે અત્યારે જ, આ શરીર પરથી મમતા કેમ ન ઉતારવી? કાળનો ક્યાં ભરોસો છે? ખરેખર, મેં પુદગલીક વસ્તુઓના મોહમાં અંધ બની આત્મકલ્યાણ સાધ્યું નહીં.' ખરેખર આ બધાં વળગણો તજવા યોગ્ય છે” એમ કહી દ્વિમુખ રાજાએ ત્યાં જ પોતાનાં સઘળાં વસ્ત્રો-અલંકારો ઉતારી નાખ્યાં અને પંચમુષ્ટિલોચ કરી સ્વયમેવ` દીક્ષા લઈ ચાલતા થયા. ખૂબ તપ, જપ, સંવર કરી કૈવલ્ય જ્ઞાન પામી રાજા દ્વિમુખ પ્રત્યેકબુદ્ધ મોક્ષપદને પામ્યા. જીંદગીનો પાયો બાળપણ છે, તેને પ્રથમથી જ મજબૂત કરો. ૧. પોતાની મેળે, એટલે કોઈ ગુરુ પાસે નહીં Page #219 -------------------------------------------------------------------------- ________________ [૫૭] પક મુનિ ક્ષપક નામના એક મુનિ નિરંતર માસક્ષમણાદિક દુષ્કર તપશ્ચર્યા કરતા હતા. એક ઉદ્યાનમાં રહીને આત્મસ્વરૂપનું ધ્યાન ધરતા હતા. તેમના ગુણથી પ્રસન્ન થયેલી કોઈ દેવી હંમેશાં તે મુનિની વંદના તથા સ્તુતિ કરીને કહેતી કે “હે મુનિ! મારા પર ઉપકાર કરીને મારા યોગ્ય કાંઈ કાર્ય બતાવશો.” એક દિવસ ક્ષેપક મુનિ કોઈ બ્રાહ્મણનાં દુષ્ટ વચન સાંભળીને ક્રોધ પામી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. મુનિ તપસ્યા વડે અતિકૃશ થયેલા હોવાથી તે બ્રાહ્મણે તેમને મુષ્ટિ વગેરેના પ્રહારથી મારીને પૃથ્વી ઉપર પાડી નાખ્યા. મુનિ ક્રોધના માર્યા ફરીથી ઊભા થઈ યુદ્ધ કરવા લાગ્યા. તોપણ તે બ્રાહ્મણે પ્રહાર કરી તેમને પાડી નાખ્યા. એમ અનેક વાર તે બ્રાહ્મણે તેમને પરાજય આપ્યો. એટલે ક્ષેપકમુનિ અપમાનિત થઈને માંડ પોતાને સ્થાને આવ્યા. બીજે દિવસે પ્રાતઃકાળમાં હંમેશાંની જેમ તે દેવીએ આવીને મુનિને વંદના કરી, પણ મુનિએ દેવીની સામું પણ જોયું નહીં, તેમ કાંઈ બોલ્યા પણ નહીં, તેથી તે દેવીએ પૂછ્યું, “હે સ્વામી! ક્યા અપરાધથી આજે મારી સામે જોતા નથી અને બોલતા પણ નથી?” મુનિ ઉચ્ચ સ્વરે બોલ્યા કે “કાલે પેલા બ્રાહ્મણે મને માર્યો તોપણ તે મારું રક્ષણ કર્યું નહીં, તેમ જ મારા તે શત્રુને કાંઈ દંડ કર્યો નહીં, માટે માત્ર મીઠાં વચન બોલીને પ્રીતિ બતાવનારી એવી તને હું બોલાવવા ઇચ્છતો નથી.” તે સાંભળીને સ્મિત કરતાં દેવી બોલીઃ “હે મુનિ! જ્યારે તમે બંને એકબીજાને વળગીને યુદ્ધ કરતા હતા, તે વખતે કૌતુકને ખાતર જોવાની ઇચ્છાથી હું પણ ત્યાં આવીને તમારું યુદ્ધ જોતી હતી, પરંતુ તે વખતે મેં તમને બન્નેને સમાન ક્રોધવાળા જોયા તેથી તમારા બેમાં સાધુ કોણ અને બ્રાહ્મણ કોણ એ હું જાણી શકી નહીં. તેથી કરીને હું તમારી રક્ષા કે બ્રાહ્મણને શિક્ષા કરી શકી નહીં. આ સાંભળીને મુનિનો ક્રોધ શાંત થયો. તે મુનિ બોલ્યા કે, “હે દેવી! તે મને આજે બહુ સારી પ્રેરણા કરી, તેથી હવે હું ક્રોધરૂપી અતિચારદોષનું પ્રાયશ્ચિત કરું છું. હે દેવી! મેં ધ્યાન-સંબંધી શાસ્ત્રનો ઘણા યત્નથી અભ્યાસ Page #220 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૦૦ કર્યો છે, શ્રવણ કર્યું છે અને બીજાં ઘણાંને શીખવ્યું પણ છે, તેમ જ તેનું અનુમોદન પણ કર્યું છે. તોપણ ખરે વખતે હું તે આચરી ન શક્યો. મને એનું સ્મરણ જ ન થયું. શાસ્ત્રમાં કહ્યું છે કે, “ધ્યાનના ઉપયોગ વિના માત્ર કાયક્લેશરૂપ વીશ સ્થાનક વગેરે તપ અભવ્ય પ્રાણીઓને પણ દુર્લભ નથી, અર્થાત્ ઘણાં પ્રાણીઓ પણ તેવું તપ કરે છે પણ તપ કરતાં જે ઇન્દ્રિયોનો જય કરે છે, જે આત્મવીર્યના સામર્થ્ય વડે પરીષહ અને ઉપસર્ગો સહન કરી શકે છે અને જેના ક્રોધાદિક કષાયો શાંત થયેલા છે એવા તપસ્વીની તુલના કરી શકાય એવું ત્રિભુવનમાં કોઈ નથી. હે દેવી! આ પ્રમાણે અનેક પ્રકારના ધ્યાનશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને મેં અયોગ્ય કર્યું, તે ઠીક કર્યું નહીં.” પછી તે દેવી ભક્તિપૂર્વક નમન કરીને પોતાના સ્થાને ગઈ. ત્યાર પછી તે મુનિ નિરંતર નિશ્ચલ ચિત્તથી ધ્યાન કરવા લાગ્યા. દેવાદિકે કરેલા ઉપસર્ગોમાં પણ પ્રથમની જેમ ચલાયમાન થયા નહીં. મેરુની જેમ નિશ્ચલ ધ્યાન ધ્યાયીને અંતે સ્વર્ગે ગયા. ગિરૂઆરે ગુણ તુમ તણા ગિરૂઆરે ગુણ તુમ તણા, શ્રીવર્તમાન જિનરાયારે; સુણતાં શ્રવણે અમીઝરે, મારી નિર્મલ થાયે કાયારે. શિ૦ ૧ તુમ ગુણ ગણ ગંગાજલે, હું ઝીલીને નિર્મલ થાઉરે; અવર ન ધંધો આદરૂં, નિશ દિન તોરા ગુણ ગાઉરે. ગિ. ૨ ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લર જલ નવિ પેસેરે. જે માલતી ફુલે મોહીયા, તે બાઉલ જઈ નહિ બેસેરે. ૦િ ૩ એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાચ્ય ને વળી માચ્યા રે, તે કેમ પરસુર આદરૂં, જે પરનારી વશ રાચ્યારે. ગિo ૪ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારાં રે, વાચક યશ કહે માહરે, તું જીવન આધારોરેગિ૫ ૧. ભૂખ, તરસ, ટાઢ, તડકો આદી વિપત્તિ. ૨. રોગ, માંદગી, આફત, ઇજા તથા દેવ અને મનુષ્ય વગેરે તરફથી થતી કનડગત. Page #221 -------------------------------------------------------------------------- ________________ [૫૮] શ્રમણભદ્ર ચંપાનગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને શ્રમણભદ્ર નામે પુત્ર હતો. તેણે એક દિવસ ધર્મઘોષ નામના ગુરુમહારાજ પાસે ધર્મોપદેશ સાંભળ્યો. આ ઉપદેશ સાંભળીને કામભોગથી વિરક્ત થયેલા શ્રમણભદ્રે દીક્ષા ગ્રહણ કરી. ગુરુની કૃપાથી ખૂબ જ ઊંડાણથી ધાર્મિક અભ્યાસ કર્યો. ગુરુની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી. એક વાર તે મુનિ નીચી ભૂમિવાળા પ્રદેશમાં વિહાર કરતાં, શરદ ૠતુને સમયે કોઈ મોટા અરણ્યમાં રાત્રિને વિષે પ્રતિમા ધારણ કરીને રહ્યા. ત્યાં સોયની અણી જેવા તીક્ષ્ણ મુખવાળા હજારો ડાંસો તે મુનિના કોમળ શરીર ઉપર લાગીને તેમનું લોહી ચૂસવા લાગ્યા. ડંખવામાં મશગુલ એવા ડાંસોએ લોહી ચૂસી ચૂસી સુવર્ણ પર્ણ જેવા તે મુનિ લોહના વર્ણ જેવા શ્યામ થઈ ગયા. ડાંસોના ડંખથી મુનિના શરીરમાં મહાવેદના થતી હતી તો પણ ક્ષમાધારી તે મુનિ તેને સમતાપૂર્વક સહન કરતા રહ્યા. તેમણે ડાંસોને ઉડાવવાનો લેશ પણ પ્રયત્ન ન કર્યો અને મનથી વિચારતા રહ્યા, “આ વ્યથા મારે શી ગણતરીમાં છે? આનાથી અનેક ગણી વેદના નરકમાં મેં અનંત વાર સહન કરી છે. નારકીમાં ઉત્પન્ન થતી વેદનાનું સંપૂર્ણ વર્ણન જ્ઞાનીઓ પણ કરવા સમર્થ નથી અને આ શરીર આત્માથી ભિન્ન છે તેમ જ આત્મા શરીરથી ભિન્ન છે, તો મારે શરીર પર મમતા શું કામ કરવી?” ઇત્યાદિ વિવેક કરીને શુભ ભાવ ભાવતાં ભાવતાં તે મુનિ તે મહાવ્યથાને સહન કરતા રહ્યા. તે ડાંસોના કરડવાથી તેમના શરીરનું સઘળું લોહી શોષાઈ ગયું, તેથી તે જ રાત્રિએ તે મુનિ કાળ કરીને સ્વર્ગે સિધાવ્યા. Page #222 -------------------------------------------------------------------------- ________________ [૫૯] પ્રદેશી રાજા શ્વેતાંબિકા નગરીમાં પ્રદેશી નામે રાજા રાજ્ય કરતો હતો. તે ઘણો અધર્મી હતો. રૈયત પાસેથી જુલમ કરી ખૂબ કર ઉઘરાવતો. તેને પરલોકનો લેશમાત્ર ડર ન હતો. તે કેવળ નાસ્તિક હતો. જીવહિંસા કરીને માંસનું ભોજન તથા દારૂનો નશો કરી મોજશોખમાં જીવન વિતાવતો હતો. તેને સૂરિકાન્તા નામે રાણી હતી, સૂર્યકાન્ત નામનો પુત્ર હતો અને ચિત્તસારથિ નામે એક બુદ્ધિશાળી મંત્રી હતો. આ રાજાને કુણાલ દેશના શ્રાવસ્તિનગરીના જીતશત્રુ રાજા સાથે સારો સંબંધ હતો. તેણે એક વાર ચિત્તસારથિ સાથે મહામૂલ્યવાન નજરાણું જીતશત્રુ રાજાને ભેટ આપવા સારુ મોકલાવ્યું. ચિત્તસારથિ પ્રધાન કેટલાક માણસો લઈને અશ્વરથમાં બેસીને શ્રાવસ્તિ નગરીમાં ગયો. રાજાને નજરાણું ભેટ આપ્યું. જીતશત્રુ રાજા ઘણો જ સંતોષ પામ્યો અને ચિત્તસારથિ પ્રધાનનો સારો સત્કાર કરીને થોડો વખત રહેવા માટે એક સુંદર મહેલ આપ્યો, ત્યાં ચિત્તસારથિ આનંદપૂર્વક રહેવા લાગ્યો. એક વાર પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય કેશી ગણધર શ્રાવસ્તિ નગરીના કોષ્ટક ઉદ્યાનમાં પધાર્યા. ચિત્તસારથિને જાણ થતાં તે કેશીસ્વામીને વાંદવા આવ્યા. વંદના કરી તેમની દેશના સાંભળી. સારા ભાવો જાગ્યા. તેમણે કેશીસ્વામીને કહ્યું, “હે પ્રભુ! હું હાલ સાધુ તો થઈ શકતો નથી, પણ મને શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરાવો.” કેશીસ્વામીએ તેને બાર વ્રત ઉચ્ચરાવ્યાં. ચિત્તસારથિ તેમનો ઉપાસક થયો. થોડો સમય વીત્યા બાદ ચિત્તસારથિ શ્વેતાંબિકા નગરી જવા તૈયાર થયો. જતાં પહેલાં કેશીસ્વામીને વંદન કરવા ગયો. વંદન કર્યા બાદ તેણે કેશીસ્વામીને શ્વેતાંબિકા પધારવા વિનંતી કરી. કેશીસ્વામી મૌન રહ્યા, પણ બે-ત્રણ વખત ચિત્તસારથિએ એ જ વિનંતી કરી ત્યારે ખુલાસો કરતાં કેશીસ્વામીએ કહ્યું, “તમારી નગરીનો રાજા અધર્મી છે તો હું ત્યાં કેવી રીતે આવું?' ચિત્તસારથિએ જવાબ આપ્યો, ‘“પ્રભુ! આપને પ્રદેશી રાજા સાથે શી નિસબત છે? ત્યાં ઘણા ૧૪ Page #223 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૧૦ શેઠ, શાહુકારો રહે છે તે બધાને ધર્મનો લાભ મળશે.” કેશીસ્વામીએ સમયની અનુકૂળતાએ શ્વેતાંબિકા પધારવા હા કહી. રાજી થઈ ચિત્તસારથિ પોતાના માણસો સાથે શ્વેતાંબિકા પરત આવ્યો અને શ્રાવસ્તિ નગરીના રાજાએ આપેલું નજરાણું તેણે પ્રદેશ રાજાના ચરણે ધર્યું. કેટલાક સમયે કેશી ગણધર વિહાર કરતાં કરતાં શ્વેતાંબિકા નગરીના મૃગ ઉદ્યાનમાં પધાર્યા. ચિત્તસારથિના આદેશ મુજબ ત્યાંના માળીએ મુનિનું યોગ્ય સ્વાગત કર્યું અને પાટ, પાટલા વગેરે જરૂરી ચીજોની સગવડ કરી આપી. ચિત્તસારથિને ખબર મળવાથી, પોતાના ધર્માચાર્યના આગમનથી ખૂબ આનંદ થયો અને કેશીસ્વામીને વંદન કરી તેમનો ઉપદેશ સાંભળવા આવ્યો. વંદન કરી તેણે ગુરુજીને કહ્યું, “પ્રભુ! અમારો રાજા અધર્મી છે તો તેને આપ ધર્મબોધ આપો તો ઘણો લાભ થશે.” ત્યારે કેશીસ્વામી બોલ્યા, “હે ચિત્ત! જીવ ચાર પ્રકારે કેવળી પ્રરૂપિત ધર્મ પામે છે : ૧. આરામ અથવા ઉદ્યાનમાં રહેતા સાધુમુનિને વંદન કરે. ૨. ઉપાશ્રયમાં સેવાભક્તિ કરે. ૩. ગોચરી વખતે સાધુમુનિની સેવા કરે, ભાત-પાણી વહોરાવે. ૪. જ્યાં જ્યાં સાધુમુનિને દેખે ત્યાં ત્યાં પ્રેમપૂર્વક તેને વંદન કરે. હે ચિત્ત! તમારો પ્રદેશ રાજા આરામમાં પડ્યો રહે છે, સાધુમુનિનો સત્કાર કરતો નથી. તો હું તેમને કેવી રીતે ધર્મબોધ આપું.” ચિત્તસારથિએ કહ્યું, “પ્રભુ! મારે તેમના સારુ ઘોડા જોવાને માટે સાથે ફરવા નીકળવાનું છે તો તે રીતે હું તેમને આપની પાસે લાવીશ. આપ ત્યારે તેમને ધર્મબોધ આપજો.” એટલું કહી ચિત્ત સ્વસ્થાનકે ગયો. બીજે દિવસે સવારે ચિત્તસારથિએ પ્રદેશી રાજાને કહ્યું: “કંબોજ દેશથી જે ચાર ઘોડા આવ્યા છે, તે ચાલવામાં કેવા છે તે જોવા સારુ પધારો.” તે સાંભળી પ્રદેશી રાજા તૈયાર થયો. ચાર ઘોડાથી રથને જોડી બન્ને જણ એમાં બેસી સહેલગાહે ઊપડ્યા. ઘોડા ઘણા પાણીદાર હોવાથી જોતજોતામાં ઘણા દૂર નીકળી ગયા. રાજાને તરસ અને ભૂખ લાગવાથી ચિત્તસારથિને પાછા ફરવા જણાવ્યું. ચિત્તે સમજપૂર્વક જ્યાં કેશી ગણધર ઊતરેલા હતા તે મૃગ ઉદ્યાનમાં રથ લાવીને ઊભો રાખ્યો. તેણે ઘોડાઓને છૂટા કર્યા અને થાક ખાવા તેઓ એક ઝાડની નીચે બેઠા. થોડે જ દૂર કેશી સ્વામી બુલંદ અવાજે દેશના આપી રહ્યા હતા. Page #224 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૧૧ આ સાંભળી પ્રદેશ રાજા મનમાં વિચારવા લાગ્યો. આ કેવો જડ જેવો લાગે છે! સાંભળનારા પણ બધા જડ જેવા છે. વળી ભાષણ કરનારાએ મારા બાગની કેટલી બધી જગ્યા રોકી છે. પણ એ બોલવામાં તો હોશિયાર લાગે છે. તેણે પૂછ્યું: “ચિત્ત! કોણ છે આ? . - ચિત્તે કહ્યું, “મહારાજ! આ તો એક મહાન પુરુષ છે. વળી તે અવધિજ્ઞાની છે અને જીવ અને શરીરને જુદાં માને છે.” આ સાંભળી રાજાને તેની પાસે જવાનો ભાવ થયો. ચિત્તસારથિ અને પ્રદેશી રાજા કેશીસ્વામી પાસે આવ્યા. પ્રદેશી રાજાએ સામે ઊભા રહીને રોફથી કેશીસ્વામીને પૂછ્યું – “શું તમે અવધિજ્ઞાની છો? તમે શરીર અને જીવને જુદાં માનો છો?” કેશીસ્વામીએ કહ્યું, “હે પ્રદેશી રાજા તું વિનયવિવેક વગર, ભક્તિ કર્યા વગર પ્રશ્ન પૂછે છે તે ઉચિત નથી. હે રાજા! મને દેખીને તને એવો વિચાર થયો કે આ જડ માણસ છે અને સાંભળનારા પણ જડ છે તેમ જ આ મારો બગીચો રોકીને બેઠો છે.” પ્રદેશી રાજાએ આશ્ચર્ય પામીને પૂછ્યું, “હા, સત્ય છે. તમારી પાસે એવું કયું જ્ઞાન છે જેથી તમે મારા મનનો ભાવ જાણ્યો?” કેશીસ્વામીએ કહ્યું, “અમારા જેવા સાધુને કોઈને પાંચ જ્ઞાન હોય છે પણ મને ચાર જ્ઞાન છે. તેથી તમારા મનનો ભાવ મેં જાણ્યો. પાંચમું કેવળજ્ઞાન શ્રી અરિહંત ભગવાનને હોય તથા બધા કેવળી ભગવંતો એ જ્ઞાન પામ્યા પછી જ સિદ્ધ થાય.” પ્રદેશી રાજાએ કહ્યું, “ભગવાન! હું અહીં બેસું?” કેશીસ્વામીએ કહ્યું, “આ તમારી ઉદ્યાનભૂમિ છે, તેથી તમે જાણો.” પ્રદેશી રાજાએ પૂછ્યું, “તમારી પાસે એવું પ્રમાણ છે કે જેથી તમે જીવ અને શરીર જુદાં માનો છો?” કેશીસ્વામી કહ્યું, “હા, મારી પાસે પ્રમાણ છે.” પ્રદેશી રાજાએ કહ્યું, “મારા દાદા હતા, તે મારા પર બહુ જ પ્રીતિ રાખતા હતા. તે ઘણા જ અધર્મી અને માંસાહારી હતા. તેથી તે તમારા કહેવા મુજબ તો નારકીમાં હશે. તો મને આવીને તે એમ કેમ નથી કહેતા કે તું અધર્મ કરીશ ૧. મતિજ્ઞાન ૨. મનઃ પરીવજ્ઞાન ૩. શ્રુતજ્ઞાન ૪. અવધીજ્ઞાન ૫. કેવળજ્ઞાન. . Page #225 -------------------------------------------------------------------------- ________________ - એન શાસનના ચમકતા સિતારા ૦ ૨૧૨ નહીં, કરીશ તો નારકીમાં જઈશ? જો તે આવીને મને કહે તો હું જીવ અને શરીર જુદાં માનું.” કેશીસ્વામીએ કહ્યું, “હે રાજન! તારી મૂરિકાન્તા નામની રાણી કોઈ બીજા પુરુષ સાથે કામભોગ સેવે તો તું શું કરે?” પ્રદેશી રાજાએ કહ્યું, “હું તે પુરુષના હાથપગ કાપી શૂળી ઉપર ચઢાવી દઉં.” કેશી સ્વામીએ કહ્યું, “જો તે પુરુષ તને કહે કે મને થોડો વખત જીવતો રાખો, હું મારાં સગાં-સંબંધીઓને કહી આવું કે વ્યભિચાર કોઈ કરશો નહિ. કરશો તો મારા જેવી દુર્દશા થશે. તો હે રાજન, તું તેને થોડો વખત માટે પણ છૂટો કરે ખરો.” પ્રદેશ રાજાએ કહ્યું, “ના, જરા પણ નહિ.” કેશીસ્વામીએ કહ્યું, “તારા દાદા નરકમાંથી અહીં આવવા ઇચ્છા તો કરે છે, પણ પરમધામી લોકો તેને ખૂબ માર મારે છે. એક ક્ષણ પણ તેને છૂટો કરતા નથી, તો અહીં તે કેવી રીતે આવે?” પ્રદેશી રાજાએ કહ્યું, “ભગવાન! તમે કહો છો કે નરકમાંથી તે આવી શકે નહિ, પણ મારી દાદી તો ઘણી જ ધર્મિષ્ઠ હતી. તે દેવલોકમાંથી આવીને મને ધર્મ કરવાનું કેમ કહેતી નથી?” . કેશીસ્વામીએ કહ્યું, “હે રાજન! તમે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર પહેરી, રાજદરબારમાં બેઠા હો, તે વખતે પાયખાનામાં બેઠેલો કોઈ માણસ તમને ત્યાં બોલાવી બેસવાનું કહે તો તમે ત્યાં જાવ ખરા?” પ્રદેશી રાજાએ કહ્યું, “નહિ, સાહેબ! તે તો અશુચિ સ્થાનક છે તેથી હું ત્યાં જાઉં જ નહિ.” કેશીસ્વામીએ કહ્યું, “તેવી જ રીતે તારી દાદી મનુષ્યલોકમાં આવવાની ઇચ્છા તો કરે છે, પણ તે દેવની રિદ્ધિસિદ્ધિમાં મૂચ્છ પામવાથી આ દુર્ગધવાળા મનુષ્યલોકમાં આવી શકતી નથી. માટે શરીર અને મન જુદાં છે એમ માન.” પ્રદેશી રાજાએ કહ્યું, “એક વાર મારો કોટવાલ ચોર પકડી લાવ્યો. મેં તેને લોઢાની કુંભમાં ઘાલ્યો અને સજ્જડ ઢાંકણ વાસી દીધું. કેટલાક વખત પછી જોયું તો ચોર મરી ગયો હતો. એ કુંભીને કોઈ છિદ્ર તો હતું નહિ, તો કયે રસ્તેથી જીવ બહાર નીકળી ગયો?” Page #226 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૨૧૩ કેશીસ્વામીએ કહ્યું, “એક મકાન હોય, તેનાં બધાં બારીબારણાં બંધ કરીને કોઈ અંદર ભેરી વગાડે તો બહાર સંભળાય કે નહિ?” પ્રદેશી રાજાએ કહ્યું, “હા, તેનો અવાજ બહાર સંભળાય.” કેશીસ્વામીએ કહ્યું, “તેવી જ રીતે જીવની ગતિ છે. પૃથ્વીશિલા પર્વતને ભેદીને જેમ બહાર નીકળી જાય છે તે જ પ્રમાણે શરીર અને જીવ જુદા છે.” પ્રદેશી રાજાએ કહ્યું, “એક વાર મેં એક ચોરને મારી તેના બે કકડા કર્યા, પણ જીવ જોવામાં આવ્યો નહીં. પછી ત્રણ કકડા કર્યા, પછી ચાર, એમ અનેક કકડા કર્યા, છતાંય ક્યાંય મને જીવ દેખાયો નહીં. તેથી હું માનું છું કે શરીર અને જીવ જુદાં નથી.” ગણધર કેશીસ્વામીએ કહ્યું, “એક વાર એક પુરુષે રાંધવા માટે લાકડાં સળગાવ્યાં. પછી તે કામસર ક્યાંક ગયો. ત્યારબાદ આવીને જોયું તો લાકડાં બુઝાઈ ગયેલાં. તેને લાકડાને ફેરવીને ચોતરફ જોયું તો અગ્નિ ક્યાંય દેખાયો નહિ. માટે, હે રાજા! તું મૂઢ ન થા અને સમજ કે શરીર અને જીવ જુદાં છે.” પ્રદેશી રાજાએ કહ્યું, “મહારાજ! આવી ભરી સભામાં મને મૂઢ કહીને મારું અપમાન કેમ કરો છો?” કેશીસ્વામીએ કહ્યું, “હે રાજન! તું જાણે છે છતાં મારી સાથે વક્રતાથી (આડાઈથી) કેમ વર્તે છે? પ્રદેશી રાજાએ કહ્યું, “મેં પ્રથમથી જ વિચાર કરી રાખેલો કે હું વક્રતાથી વર્તીશ, તેમ તેમ મને જ્ઞાનનો લાભ મળતો જશે.” થોડો વધુ વાર્તાલાપ કર્યા બાદ પ્રદેશી રાજા ધર્મ પામ્યો. તેણે વિધિપૂર્વક કેશીસ્વામીને વંદન કર્યા. તેણે બાર વત ગ્રહણ કર્યા. તેણે પોતાના રાજ્યનો ચોથો ભાગ પરમાર્થ માટે કાઢ્યો. દાનશાળા બંધાવી. પોતાના રાજ્યને રામરાજ્ય જેવું બનાવી દીધું. કેશીસ્વામી આ રીતે પ્રદેશ રાજાને બોધ આપી વિહાર કરી ગયા. પ્રદેશી રાજાએ જીવન ક્રમ બદલી નાખ્યો. નિયમ મુજબ વ્રત, સામાયિક, પૌષધ વગેરે શ્રાવકની ક્રિયાઓ કરતો તે આત્મભાવના ભાવવા લાગ્યો. હવે રાજાએ રાજ્ય પોતાના પુત્રને સોંપ્યું અને સતત ધર્મધ્યાનમાં મગ્ન રહેતો થયો. રાણી સૂરિકાન્તાને રાજાજીનું આ ધર્મકાર્ય ગમ્યું નહિ. આખો દહાડો રાજા પૌષધશાળામાં રહી ધ્યાન ધરે તે તેને ગમ્યું નહિ. તે ધંધવાતી રહી. રાજાએ Page #227 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૧૪ અપનાવેલા પવિત્ર અને ધાર્મિક માર્ગથી તેને ભ્રષ્ટ કરવાના એણે ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ પ્રયત્નથી તે રાજાને મોહમાં ફસાવી શકી નહીં, અંતે મક્કમ રહેલા રાજાને ખતમ કરવાનો મનસૂબો તેણે રચ્યો. છઠના પારણે છઠ કરતા રાજાના પારણાનો એ દિવસ હતો. બિલકુલ સરળ દિલે પારણું કરવા તે બેઠો. પારણાના દ્રવ્યમાં સૂર્યકાન્તાએ ઝેર ભેળવ્યું હતું. આ ઝેરથી રાજા સર્વથા અજ્ઞાત હતો. ઝેર શરીરમાં ભળતાં જ તેણે પોતાનો ભાગ ભજવ્યો. રાજાના હાથ-પગ ખેંચાવા લાગ્યા, નસો તણાવા લાગી, ડોળા ઉપર ચડવા લાગ્યા. રાજાને બચાવવા પરિચારક વર્ગ દોડ્યા રાજવૈદને બોલાવવા. સૂરિકાન્તા ગભરાઈ ગઈ. એને થયું કે જો રાજવૈદના સમયસરના ઉપચારથી એ બચી જશે તો પોતાની પોલ ખૂલી જશે અને એથી એને સર્વત્ર ફિટકાર મળશે અને કદાચ પોતાને મરવાના દહાડા આવશે. આ ગણતરીએ એ રાજાને વળગી પડી અને જોરથી રાજાના ગળાની નસ પોતાના હાથથી દબાવી. રાજા બરાબર સમજી ગયો કે તેને મારી નાખવાનું આ કાવતરું રાણી સૂરિકાન્તાનું જ છે. પણ રાણી પ્રત્યે તેણે દુર્ભાવ પેદા ન થવા દીધો. કેશી ગણધર પાસેથી સમજવા મળેલા ધર્મના પ્રતાપે તેને આટલી ભારે કટોકટીના સમયે પણ સૂરિકાન્તા પ્રત્યે દ્વેષ ન જાગ્યો. તેની મનોમન ક્ષમાપના કરી. અરિહંત ભગવંતનું ખરા ભાવથી શરણ સ્વીકારી તેનું ધ્યાન ધર્યું અને એ જ શુભ લેશ્યામાં એનું જીવન સમાપ્ત થયું. 'પ્રદેશી રાજા મરણ પછી સૌધર્મ દેવલોકમાં સૂર્યભ નામે મહાઋદ્ધિવંત દેવ થયા. ધન્ય છે પ્રદેશ રાજાને કે જેઓ નાસ્તિક છતાં કેશી ગણધર જેવા મહાપુરુષના સમાગમથી આત્મકલ્યાણ કરી શક્યા! લેશ્યા-૬ લેશ્યા એટલે જેનાથી આત્મા કર્મોથી લેપાય તે ૩ અશુભ લેગ્યા ૩ શુભ લેશ્યા ૧. કૃષ્ણ લેશ્યા ૪. પ્રીત લેશ્યા ૨. નિલ વેશ્યા ૫. પદમ વેશ્યા ૩. કાપોત લેશ્યા ૬. શુક્ત વેશ્યા Page #228 -------------------------------------------------------------------------- ________________ [૬૦] કુંતલાદેવી અવનીપુરમાં જિનશત્રુ રાજાની કુંતલા પટરાણી હતી. જિનશત્રુને કુંતલા ઉપરાંત બીજી ઘણી રાણીઓ હતી. કુંતલા જિનધર્મની અનુરાગિણી હતી. તેના ઉપદેશથી તેની શોક્યો પણ જિનધર્મમાં શ્રદ્ધાવાન થઈ. આ શોક્યોએ ભેગી થઈ જિનેશ્વર ભગવાનનાં ચૈત્યો કરાવ્યાં. એ જોઈ કુંતલાને ઓછું આવ્યું. તેને થયું : મેં તેમને જૈન ધર્મ બતાવ્યો અને તેઓ મારા પહેલાં દહેરાસર બંધાવે? આમ દ્વેષ અને અભિમાનના કારણે તેણે એ બધાંય કરતાં વિશેષ ભવ્ય એવું ચૈત્ય કરાવ્યું અને બધીને પાછળ પાડી દેવાના ભાવથી તે પોતે બંધાવેલા જિન ચૈત્યમાં જિનભક્તિ કરવા લાગી, ફૂલ વેચનારાઓને તેણે જણાવી દીધું કે તમારે બધાં પુષ્પો મને જ આપવાં. બીજી રાણીઓને ફૂલ આપવાની તેણે મનાઈ કરી દીધી. આ રીતે ઈર્ષ્યાથી બીજાંને અંતરાય કર્યો. બીજી રાણીઓને આવી કંઈ ખબર નહીં. એ બધી તો કુંતલાની અનુમોદના કરતી હતી. પૂર્વના અશુભ કર્મના ઉદયથી કુંતલાને ઉગ્ર વ્યાધિ થયો અને એ વ્યાધિમાં તે મૃત્યુ પામી. મત્સરપણાથી↑ જિનભક્તિ કરી હોવાથી મરીને તે કૂતરી થઈ. પૂર્વભવના પુણ્યથી એ કૂતરી તેણે જ બંધાવેલા જિન ચૈત્યમાં સતત બેસી રહેતી. એક સમયે ત્યાં કોઈ કેવળી ભગવંત પધાર્યા. બીજી રાણીઓએ તેમને કુંતલાની ગતિ વિશે પૂછ્યું. કેવળીએ જે યથાર્થ હતું તે કહ્યું. એ જાણી રાણીઓને સંવેગ ઉત્પન્ન થયો અને તે બધી પેલી કૂતરીને વધુ પ્રેમ કરવા લાગી. પ્રેમ કરતાં બધી કહેતી, “હે પુણ્યવંતીબહેન! તું તો ધર્મિષ્ઠ હતી, ૧. ઇર્ષા – અદેખાઈ Page #229 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા - ૨૧૬ તો પછી તે આવો ધર્મષ શા માટે કર્યો? એવો મત્સરભાવ ન રાખ્યો હોત તો આજે તને આવી ગતિ ન મળત.” આવું રોજ રોજ સાંભળતાં કૂતરીને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ જાણી પ્રભુની પ્રતિમા સમક્ષ તેણે પોતાના પાપની આલોચના કરી અને અનશન કર્યું. ત્યાંથી તે મૃત્યુ પામીને વૈમાનિક દેવી થઈ. રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો રે, વીર તારી વાણી કેરો રંગ લાગ્યો રે, અમને લાગ્યો તમને લાગ્યો, સૌને લાગ્યો રે, વીર તારી0 ઓલી ઉષાના રંગ ઓલી સંધ્યાના રંગ એના રંગથી અધિકો મને રંગ લાગ્યો રે. વીર તારી ૧. પેલા માનવે જોને માયા મુકી દીધી, તારી વાણીને ઝુકી ઝુકી હૈયે લીધી, મેલા હૈયાને રંગનાર, કોઈ ચિતારો આવ્યો રે, એનો રંગ લાગ્યો. વીર તારી ર પેલા અજંગે ચળાવ્યા જેના ચિત્તડાં હતા, તારા રંગે રંગાવ્યા એના મનડા હતાં, એના આંખોના અધિકારીએ અંજન લાગ્યો રે એનો રંગ લાગ્યો રે. વીર તારી, ૩ પેલા ક્રોધે સળગેલા જેના અંતર હતાં, રાગ દ્વેષે રમાડ્યા જે નિરતર હતા ધોવા અંતરના મેલ, મેઘ અષાઢી આવ્યો રે, એનો રંગ લાગ્યો રે. વીર તારી ૪ - - Page #230 -------------------------------------------------------------------------- ________________ [૬૧]. આરોગ્યકિજ ઉજ્જૈની નગરીમાં દેવગુપ્ત નામનો બ્રાહ્મણ હતો. તેને નંદા નામે ભાર્યા હતી અને એક પુત્ર હતો. પુત્ર પૂર્વજન્મનાં કરેલાં દુકૃત્યોના કારણે રોગિષ્ઠ હતો. તેથી તેનું નામ પાડ્યું ન હતું,પણ લોકમાં તે “રોગ” નામે ઓળખાવા લાગ્યો હતો. એક વાર વિહાર કરતાં ઈશ્વર નામે મુનિ તેના ઘરે ગોચરી વહોરવા આવ્યા. તે સમયે બ્રાહ્મણે પોતાના પુત્ર રોગને સાધુનાં ચરણોમાં ધરીને વિનંતી કરી : “હે ભગવાન! તમે સર્વજ્ઞ છો તેથી કરુણા કરીને મારા આ પુત્રના રોગની શાંતિનો ઉપાય કહો.” સાધુએ કહ્યું કે, “ગોચરી માટે નીકળેલા અમે સાધુઓ કોઈની સાથે કોઈ પણ સાંસારિક વાત કરતા નથી.” તેથી તે બ્રાહ્મણ મધ્યાહ્ન સમયે પુત્રને સાથે લઈ ઉદ્યાનમાં ગયો. ત્યાં ગુરુને વાંદીને તેણે પોતાના પુત્રના દુઃખનો ઉપાય ફરીથી પૂછડ્યો. ત્યારે ગુરુ બોલ્યા: “દુઃખ પાપથી થાય છે. તે પાપ, ધર્મથી અવશ્ય નાશ પામે છે. જેમ અગ્નિથી બળતું ઘર જળના છંટકાવથી બુઝાઈ જાય છે તેમ સારી રીતે કરેલા ધર્મના કારણે સમગ્ર દુઃખો શીબતાથી નાશ પામે છે અને બીજા ભવમાં ફરીથી તેવાં દુઃખો ઉત્પન્ન થતાં નથી.” આ પ્રમાણે ઉપદેશ સાંભળી, બન્ને પ્રતિબોધ પામ્યા અને તેથી તે બન્ને શ્રાવક થયા. તેમાં પણ તે પુત્ર ધર્મમાં વિશેષ દઢ થઈ શુભ ભાવનાપૂર્વક રોગને સહન કરવા લાગ્યો. તે સાવદ્ય ઔષધ કે ચિકિત્સા પણ કરાવતો નહીં. એક વાર ઈ રોગના દઢ ધર્મની પ્રશંસા કરી. ઇંદ્રની વાત પર શ્રદ્ધા ન બેસવાથી બે દેવો વૈદ્યનું રૂપ ધરી દેવદત્ત બ્રાહ્મણને ત્યાં આવ્યા અને બોલ્યાઃ “અમે આ બટુકને સાજો કરીએ, પરંતુ અમે કહીએ તે પ્રમાણે ક્રિયાઓ તમારે કરવી જોઈશે.” સ્વજનો બોલ્યાં કે, “શી ક્રિયા કરવાની છે તે કહો.” વૈદ્યોએ કહ્યું, “બાળકના આ રોગો અસાધ્ય એવા રોગો હોવાથી ૧. ન ખપે તેવા એટલે કે હિંસક રીતે બનેલા. Page #231 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૧૮ સવારે ઊઠતાં વેત મધ ખાવાનું, સાંજે મદિરા પીવાની ને પછી રાત્રે ભોજનમાં તેણે જળચર, સ્થળચર અને ખેચરનું માંસ ખાવું પડશે.' આ બધું સાંભળતાંવેંત બટુકે કહ્યું, “ક્ષમા કરો. આમાંની એક પણ ક્રિયા હું કરી શકું તેમ નથી. કારણ કે આમાં મારા વ્રતનો ભંગ થાય છે.” ત્યારે વૈદ્યો બોલ્યા, “ધર્મનું સાધન શરીર છે. તેથી તેને કોઈ પણ પ્રકારે સાજું કરવું જોઈએ, તેમ કરવાથી જો વ્રતનો ભંગ થાય તો પાછળથી પ્રાયશ્ચિત્ત લેવાથી વ્રતશુદ્ધિ થઈ શકે છે.’’ આ પ્રમાણે તેને ઘણો સમજાવ્યો તેનાં સગાં, સ્નેહીઓ અને છેવટે રાજાએ પણ રોગને ઘણી જ યુક્તિપ્રયુક્તિથી સમજાવ્યો તોપણ તે વ્રતભંગમાંથી ચલિત થયો નહિ. ત્યારે પ્રસન્ન થયેલા દેવોએ પ્રગટ થઈ તેની પ્રશંસા કરી અને તેનું શરીર રોગરહિત કર્યું. નીરોગી થયેલા શરીરને જોઈ સર્વજનો આનંદિત થયા બીજા લોકો પણ ખુશ થયા અને કહેવા લાગ્યા : “ખરેખર! ધર્મનો મહિમા અદ્ભૂત છે.’’ આ જોઈ ઘણા લોકો પ્રતિબોધ પામ્યા. ત્યારથી તે ‘આરોગ્યદ્વિજ' નામથી ઓળખાતા થયા. સૂરની સમાધી છો ને મારા તંબૂરાના, થાય ચૂરે ચૂરા, તોયે તારા ભજન, રહે ના અધૂરા... (૨) દિવસ ને રાત હું, ગાવું છું ગીત તારા, વહેતી નિરંતર જેવી, નદીની ધારા, છોને નહિ ઉરના ભાવો, પ્રગટે પૂરેપૂરા... તોયે. તનને તંબૂરે મારા, આતમ ના તાર બાપું, તુજમાં હું લીન થઈ, સૂરની સમાધિ સાધું, છોને મારા ગીત હો, સૂરીલા કે બેસૂરા... તોયે, તૂટે તંબૂરો ભલે, તૂટે સૌ તાર, તોયે ના ખૂટે એનો, મીઠો રણકાર, છો ને આ જગના લોકો, કહે ભલાબૂરા... તોયે. Page #232 -------------------------------------------------------------------------- ________________ [૬] દ્રમક મુનિ ભગવાન મહાવીર પાસે એક ભિખારીએ દીક્ષા લીધી. તેણે ભવતારક વીર પરમાત્માને બે હાથ જોડી વિનયથી કહ્યું, “પ્રભુ! આપ તો સર્વજ્ઞ છો. આપ જાણો છો કે મારી પાસે કશુંય જ્ઞાન નથી. હું અબુધ અને અજ્ઞાન છું. તો આ જ્ઞાન વિના હું ચારિત્ર્ય માર્ગ કેવી રીતે આગળ વધી શકીશ?” અનંત ઉપકારી પરમાત્માએ તેને ચૌદ પૂર્વનું રહસ્ય સંક્ષેપમાં સમજાવ્યું અને કહ્યું, “તું તારા મનને હંમેશાં વશમાં રાખજે.” દીક્ષિત ભિક્ષુકે પરમાત્માના વચનનો સ્વીકાર કર્યો અને માસક્ષમણ જેવી ઉગ્ર તપસ્યા એકધારી કરવા લાગ્યો. તપની સાથોસાથ તે શુભ ધ્યાન પણ ધરતો. હવે ક્યારેક એવું પણ બનતું કે પારણાના દિવસે તેને આહાર મળતો નહીં, તોપણ તે કંઈ મનમાં લાવતો નહીં અને તપમાં આગળ વધતો. લોકો તરફથી અપમાન થવાનો પ્રસંગ ઘણી વાર બનતો, પરંતુ લોકોના અપમાનને તે સમભાવે સહી લેતો અને શુભ ધ્યાનમાં વધુ દઢ બનતો. એક વખત આ નવદીક્ષિત તપસ્વી બજારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈએ તેમની મશ્કરી કરતાં કહ્યું કે, “વાહ ભાઈ, વાહ! આ માણસ ધન્ય છે! તેણે કેટલી બધી સંપત્તિ છોડી છે!” અને પછી છેલ્લે કહ્યું, “આ તો નર્યો પાખંડી છે. પાખંડી સાધુના વેશમાં રહી તે બધાંને ધૂત છે.” એ જ સમયે મંત્રી અભયકુમાર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે તરત જ ત્યાંના લોકોને ભેગા કરી કહ્યું, “તમારામાંથી જે કોઈ જણ ચક્ષુ-ઇન્દ્રિયના વિષયો છોડી દે તેને હું આ બહુમૂલ્ય રત્ન ભેટ આપું.” કોઈએ આ પડકાર ઝીલ્યો નહિ. અભયકુમારે ફરી એલાન કર્યું: “જે કોઈ જણ સ્પર્શ-ઇન્દ્રિયના વિષયો છોડી દે તેને હું આ બીજું મહામૂલું રત્ન ભેટ આપીશ.” તેનો પણ કોઈએ પ્રતિભાવ કે જવાબ ન આપ્યો. Page #233 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૨૨૦ ત્યારે અભયકુમારે પડકાર ફેંક્યો, “તમારામાંથી જે કોઈ જણ પાંચે ઇન્દ્રિયોના વિષયોને છોડી દેશે તેને હું આ બધાં જ મોંઘાં રત્નો ભેટ આપીશ.” પણ કોઈનામાંય એકેય ઇન્દ્રિયના વિષયનો ત્યાગ કરવાની હામ ન હતી. બધા જ ઓછાવત્તા અંશે ઇન્દ્રિયોના ગુલામ હતા. મેદનીને મૌન જોઈને અભયકુમાર નવદીક્ષિત ભિક્ષુક પાસે ગયા, તેમની ભક્તિભાવથી વંદના કરી અને કહ્યું, “આપે પાંચેય ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કર્યો છે. આથી આ બધાં રત્નો આપ ગ્રહણ કરો.” મુનિએ કહ્યું, “અભયકુમાર! આ અર્થ અનર્થ કરનાર છે. આથી જ તો મેં વીરપ્રભુ પાસે માવજીવ તેનાં પચ્ચખાણ લીધાં છે.” મુનિશ્રીનો આ પ્રત્યુત્તર સાંભળી અભયકુમારે મેદનીને મોટા અવાજે કહ્યું: “તમે લોકો જુઓ છો ને? આ મુનિ રત્નોને અડકવાની પણ ના પાડે છે. એ કેટલા બધા નિસ્પૃહી છે એ હવે તમે જ જુઓ, અને પછી તમે જ નક્કી કરો કે તમે તેમની જે મજાક કરો છો તે શું યોગ્ય છે ખરી?” લોકોને પોતાની ભૂલ સમજાઈ, તેમને પસ્તાવો થયો. એ સૌએ મુનિને વિંદના કરી. વિષધરથી વિટળાવા છતાં એની સુગંધ ઝેરી ન જ બની. કુહાડે કપાવા છતાં, એના કાળજામાં કશોય કુભાવ ન જાગ્યો અગ્નિમાં જલાવવા છતાંય, એણે તો પવિત્રતાનો પમરાટ જ પ્રસા પથ્થર સાથે ઘસી ઘસીને માનવી એને ખતમ કરી દેવા મથ્યો તોય, એણે તો શીતળતા અને સુગંધની જ ભેટ ધરી. અપકાર ઉપર ઉપકાર કરતા રહેવાની ને પીડા વેઠવા છતાંય પરિમલ પ્રસારતા રહેવાની આ કેવી સુંદર સમર્પણ-કળા! ૧. શરીરમાં જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી ના. Page #234 -------------------------------------------------------------------------- ________________ [૬૩] કરકંડુ (પ્રત્યેકબુદ્ધ) દધિવાહન રાજા ચંપા નગરીમાં રાજ્ય કરતો હતો. તે ચેડા રાજાની પુત્રી પદ્માવતીને પરણ્યો હતો. રાણી પદ્માવતી ગર્ભવતી હતી ત્યારે તેને રાજાનો પોશાક પહેરી, માથે છત્ર ધરી, હાથી ઉપર બેસી ફરવા નીકળવાનો દોહદ થયો. રાજાને જાણ થતાં તેઓ દોહદ પૂર્ણ કરવા, પદ્માવતીને રાજાનાં કપડાં પહેરાવી, માથે છત્ર મૂકી, હાથી ઉપર બેસાડી ઉદ્યાનમાં જવા નીકળ્યા. રસ્તે જતાં એકાએક ગાજવીજ સાથે વરસાદ પડવો શરૂ થયો. પવન, ગાજવીજ અને વરસાદના તોફાનને લીધે હાથી મસ્તીએ ચઢ્યો અને પૂરવેગે તે દોડવા લાગ્યો. હાથી રાજાના કબજામાં ન રહ્યો. દધિવાહન રાજાએ હાથીને વશ કરવા ઘણી મહેનત કરી, પણ તે તેમ ન કરી શક્યો. એટલે દધિવાહને રાણી પદ્માવતીને કહ્યું કે, “પેલું ઝાડ આવે છે તેની ડાળ પકડી લેજે અને હું પણ તેમ કરીશ, જેથી હાથીના તોફાનથી બચી જવાશે.' ઝાડ આવતાં રાજાએ તો ડાળ પકડી લીધી પણ રાણી ડાળ પકડી શકી નહીં. હાથી તો દોડતો જ રહ્યો અને રાણી સાથે ઘણો દૂર નીકળી ગયો. દધિવાહન રાજાને ઘણો શોક થયો. રાણીનું શું થશે તેની ચિંતા કરતો કરતો સાચવીને ઝાડ ઉપરથી ઊતરી ધીરેથી ચાલતો પોતાના મહેલે આવ્યો. રાણી ઘણી ગભરાઈ, શું થશે તેની ચિંતામાં પડી અને ભક્તિભાવથી મનોમન પ્રભુને વંદના કરી પોતે કરેલાં પાપો ખમાવવા લાગી, જે આજે પણ “પદ્માવતીની આરાધના' નામે પ્રખ્યાત છે અને ઘણા ભાવિક જીવો તેનું સ્મરણ કરે છે. હાથી પાણીનો તરસ્યો થયો હતો. તે એક જળાશય પાસે આવી ઊભો રહ્યો, એટલે રાણી બચી જવાથી ભગવાનનો ઉપકાર માનતી હાથી ઉપરથી નીચે ઊતરી ગઈ અને જંગલ માર્ગે ચાલવા લાગી. રસ્તામાં એક તાપસ મળ્યો. તેણે પદ્માવતીને ઓળખી, કારણ કે તે ચેડા રાજાને જાણતો હતો. તેણે પદ્માવતીને ખૂબ આશ્વાસન આપ્યું. ખાવા માટે ફળફળાદિ આપ્યાં અને Page #235 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૨૨ બાજુમાં ધનપુર નામે ગામ છે ત્યાં જવા કહ્યું તથા ત્યાં જવાનો ટૂંકો સલામત રસ્તો બતાવ્યો. પદ્માવતી ધનપુર સહીસલામત પહોંચી. ત્યાં તેને એક સાધ્વીજી મળ્યાં. પદ્માવતીનું નિસ્તેજ વદન જોઈ તેને ઉપાશ્રયે આવવા કહ્યું. પદ્માવતી ઉપાશ્રયે આવી, ત્યાં ધર્મબોધ પામી, સાધ્વીજી પાસે દીક્ષા લીધી; પણ પોતે ગર્ભવતી છે તે વાત સાધ્વીજીને કહી નહીં. થોડો વખત વીત્યા બાદ પ્રસવકાળ નજીકમાં આવ્યો ત્યારે સાધ્વીજીએ વાત જાણી, ત્યારે તેમણે કોઈ ગૃહસ્થને ત્યાં ગુપ્ત રીતે પદ્માવતીને રાખી અને ગર્ભકાળ પૂરો કરાવ્યો. અહીં પદ્માવતીએ એક પુત્રને જન્મ આપ્યો. સાધુજીવનમાં પુત્રને સાથે રખાય નહિ. એટલે પદ્માવતીએ બાળકને એક કાંબળામાં વાંચ્યું અને પોતાના પતિના નામવાળી વીંટી તેને પહેરાવી. બાળકને લઈ તે સ્મશાનભૂમિમાં આવી, બાળકને ત્યાં મૂક્યું અને તેનું શું થાય છે તે જોવા એક ઝાડ નીચે છુપાઈને ઊભી રહી. તેવામાં એક ચંડાળ ત્યાં આવ્યો અને બાળકને ઉપાડી તે લઈ ગયો. છાની રીતે તેની પાછળ પાછળ જઈ પદ્માવતીએ તેનું ઘર જોઈ લીધું. તેણે ઉપાશ્રયમાં આવી અને સાધ્વીજીને કહ્યું કે બાળક મરેલું અવતર્યું, તેથી હું તેને સ્મશાનમાં મૂકી આવી છું. પુત્રપ્રેમને વશ થઈ સાધ્વી પદ્માવતી કોઈક કોઈક વાર પેલા ચંડાળના ઘર આગળ જતી અને પોતાના પુત્રને રમતો જોઈ આનંદ પામતી. આ બાળક ચંડાળના ઘરે દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે. તેને ખરજવાનું દર્દ થયું હતું એટલે તે પોતાના શરીરને વારંવાર ખણ્યા કરતો હતો, તેથી તેનું નામ કરઠંડુ પાડ્યું. કરકંડુ સ્મશાનરક્ષકનું કામ કરતો હતો. એક વાર બે સાધુ તે રસ્તે થઈને જતા હતા. તેમણે કહ્યું, “જો કોઈ માણસ આ વાંસની ઝાડીમાંથી પેલા ઊભા વાંસને કાપી લે તો તે રાજા થાય.” આ શબ્દો કરકંડુએ સાંભળ્યા. તેમ જ બીજો એક ચંપા નગરીનો બ્રાહ્મણ હતો જે ઝાડીમાં બેઠો હતો તેણે પણ સાંભળ્યા. કરકંડ એકદમ તે ઝાડી પાસે દોડી ગયો, પણ તે પહેલાં પેલા બ્રાહ્મણે તે વાંસ કાપી લીધો. કરકંડુ આથી ગુસ્સે થયો અને તેણે તે વાંસ પેલા બ્રાહ્મણ પાસેથી છીનવી લીધો. બ્રાહ્મણે ગામમાં જઈ પંચ ભેગું કરી ન્યાય માગ્યો. પંચે કરકંડુને બોલાવી વાંસ આપી દેવા કહ્યું. કરકંડુએ આપવાની ના કહી અને કહ્યું કે એ જગ્યાની Page #236 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૨૩ રખેવાળી પોતે કરે છે, ત્યાંથી કોઈ ચીજ કોઈ ન લઈ જઈ શકે. પંચે કરકંડુને સમજાવતાં કહ્યું : “ભલા, એક વાંસ બ્રાહ્મણને આપી દેવામાં તને શો વાંધો છે?” કરકંડુએ જવાબ આપતાં જણાવ્યું કે “આ જાદુઈ વાંસ છે. આનાથી તો મને રાજ્ય મળવાનું છે.” પંચે હસીને કહ્યું, એમ હોય તો ભલે, વાંસ તું રાખ. પણ જો તું રાજા બને તો આ બ્રાહ્મણને બિચારાને એક ગામ આપજે.” કરકંડુએ કહ્યું, “એકના બદલે બે ગામ આપીશ.” એમ કહી વાંસ લઈ તે પોતાના ઘરે આવ્યો. પેલા બ્રાહ્મણને તો ક્રોધ માય જ નહીં. તેણે કરકંડુનો ઘાટ ઘડી નાખવાનો વિચાર કર્યો. કરસંડુને આ વાતની ખબર પડી એટલે તે ગામ છોડીને ચાલી નીકળ્યો અને કંચનપુર પહોંચ્યો. ત્યાંના એક બગીચામાં તે આરામ કરવા માટે બેઠો. કંચનપુરનો રાજા નિ:સંતાન મરણ પામ્યો હતો. પ્રજાએ રાજા નક્કી કરવા એક અશ્વને છૂટો મૂક્યો. અશ્વ ફરતો ફરતો જ્યાં કરકંડુ બેઠો હતો ત્યાં આવ્યો અને તેના માથા ઉપર હણહણાટ કર્યો. એટલે પ્રજાજનોએ જયવિજયનો ધ્વનિ કરી કરકંડુને ઊંચકી લીધો અને રાજ્યાસને બેસાડ્યો. આ વાતની પેલા બ્રાહ્મણને ખબર પડી એટલે તેને વધારે ક્રોધ ચઢ્યો. તે કરસંડુ પાસે આવ્યો અને તેને બીક દેખાડી. કરકંડુએ પોતાની પાસેનો લાકડાનો દંડ ફેરવ્યો, જેમાંથી અગ્નિના તણખા ઝર્યા. આથી બ્રાહ્મણ ગભરાયો અને બે હાથ જોડી બોલ્યો, “ભાઈ! જેના કિસ્મતમાં રાજ્ય હોય તે જ ભોગવી શકે. પણ તમે મને વચન આપેલું તે મુજબ એક ગામ તો આપશો ને?” કરકંડુએ કહ્યું, “હા જરૂર. તારે કઈ જગ્યાએ ગામ જોઈએ છે?” એટલે બ્રાહ્મણ બોલ્યો, “ચંપા નગરીની બાજુમાં.” કરકંડુએ તે બ્રાહ્મણને એક ચિઠ્ઠી ચંપાનગરીના રાજા દધિવાહન ઉપર લખી આપી, તેમાં એક ગામ બ્રાહ્મણને આપવા જણાવ્યું. બ્રાહ્મણ ચિઠ્ઠી લઈ દધિવાહન રાજા પાસે ગયો અને ચિઠ્ઠી આપી. આ બ્રાહ્મણ ચંડાળ જાતિનો હતો તેની ખબર દધિવાહન રાજાને પડી, તો તે ઉશ્કેરાયો. તેણે ચિઠ્ઠીના ટુકડેટુકડા કરી ફેંકી દીધી અને બ્રાહ્મણને મારમારી નસાડી મૂક્યો. બ્રાહ્મણ કરઠંડુ પાસે આવ્યો અને બધી વાત કહી. એથી કરકંડુ બોલ્યો, “શું દધિવાહનને આપણી ચંડાળ જાતી ઉપર આટલો બધો તિરસ્કાર છે?” આમ કહી તેણે સેનાપતિને બોલાવી લશ્કર તૈયાર Page #237 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૨૪ કરાવ્યું અને દધિવાહન સામે લડવા નીકળ્યો. દધિવાહન પણ લશ્કર લઈ લડવા મેદાનમાં આવ્યો. આ વાતની પદ્માવતી સાધ્વીને ખબર પડી એટલે તે તરત જ કરકંડુના તંબુમાં આવ્યાં. સાધ્વીને દેખી કરકંડુએ પ્રણામ કર્યા અને આગમનનું કારણ પૂછ્યું. જવાબમાં સાધ્વીજીએ કરકંડુને કહ્યું, “તું જેની સામે આ યુદ્ધ ખેલે છે તે તારા પિતા છે એ તું જાણે છે? કરકંડુ આશ્ચર્ય પામી બોલ્યો, “કહો, મહાસતીજી! કેવી રીતે?” સાધ્વીજીએ કરકંડુનાં આંગળાં ઉપરની વીંટી બતાવી. “જો આ વીંટી! એના ઉપર કોનું નામ છે?” વીંટી ઉપર દધિવાહનનું નામ વાંચી કરકંડુ વિસ્મય પામ્યો. સાધ્વી બોલ્યાં, “સબૂર! મને એક વાર તારા પિતા પાસે જવા દે.” આમ કહી સાધ્વીજી દધિવાહન પાસે ગયાં અને કહ્યું, “રાજન! તમારી પદ્માવતી રાણીને લઈ હાથી ભાગી ગયો હતો તે પછી તેનું શું થયું, તે તમે જાણો છો?” “નહિ, મહાસતીજી! હું તેમાંનું કશું જાણતો નથી.” હું પોતે જ પદ્માવતી સાધ્વીજી બોલ્યાં. “ત્યારે તમને ગર્ભ હતો તેનું શું થયું?” રાજાએ આશ્ચર્યથી પૂછ્યું. “તે જ આ કરકંડુ, કે જેની સામે તમે યુદ્ધ ખેલો છો.” રાજા દિમૂઢ બની ગયો. યુદ્ધ બંધ થયું અને તે કરકંડુ પાસે આવી પ્રેમથી તેને ભેટ્યો. સાધ્વીજીએ તેમને બન્નેને ધર્મબોધ આપ્યો. દધિવાહન રાજા વૈરાગ્ય પામ્યો અને ચંપાનગરીનું રાજ્ય કરકંડુને સોંપી, દીક્ષા લઈ આત્માનું કલ્યાણ સાધવા ચાલી નીકળ્યો. - હવે કરકંડુ ન્યાયપૂર્વક રાજ્ય ચલાવે છે. પેલા બ્રાહ્મણને બોલાવી તેનાં ઇચ્છિત બે ગામ આપે છે. કરકેડુને ગાયના ગોકુળ બહુ પ્રિય હતા. એક વાર એક બાળવાછરડાને જોઈ તેને તેના ઉપર બહુ પ્રેમ થયો. તેથી તેણે ગોવાળને કહ્યું, “આ ગાય જેણે વાછરડાને જન્મ આપ્યો છે તેને દોહવી નહીં.” તેનું બધું દૂધ વાછરડાને પીવા દેવા હુકમ આપ્યો. ગોવાળે તે પ્રમાણે કર્યું, એટલે તે વાછરડો શરીરમાં હૃષ્ટપૃષ્ટ થયો. તે દેખી કરકંડુને ઘણો આનંદ થયો. સમય જતાં તે વાછરડો Page #238 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૨૫ ઘરડો થયો, એક વાર કરકંડુએ ગોવાળને તે વાછરડા અંગે પૂછ્યું, ગોવાળે વૃદ્ધ અને અશક્ત થયેલો વાછરડો બતાવ્યો. તે જોઈ રાજા ચમક્યો, તેણે મન સાથે વિચાર કર્યો. “અહો, વાછરડાની અંતે આ દશા! શું ત્યારે જગતમાં જન્મેલા સૌ કોઈને આ સ્થિતિએ પહોંચવાનું! ખરેખર જન્મ્યું તે મરવાનું જ છે. ખીલ્યું તે અવશ્ય કરમાવાનું જ છે. ઉદય પામ્યું તે અસ્ત થવાનું જ છે. તો મારે શા માટે આત્મકલ્યાણ ન સાધવું?” એમ આત્મભાવના ભાવતાં કરકંડુને ત્યાં જ જાતિસ્મરણ જ્ઞાન થયું. તરત તેણે સ્વયમેવ પંચમુષ્ટિ લોચ કર્યો અને દીક્ષા લીધી. સખત તપ, જપ, સંવર કરી હૃદયની ઉચ્ચ ભાવનાને વિકસાવતાં તે કૈવલ્યજ્ઞાન પામ્યા અને મોક્ષમાં ગયા. વીર પ્રભુ તુજ દર્શનથી વીર પ્રભુ તુજ દર્શનથી, પાપ ગયાં મુજ આતમથી, પુણ્ય પરિણતિ જો જાગી, જગપતિ જિન તુજ લય લાગી, દૂર ન કર પ્રભુ તનમનથી, વીર પ્રભુ૦ | ૧|| ગુણ સમૂહથી તુ ભરિયો, હું છું અવગુણનો દરિયો, દોષ ટાળ મુજ આતમથી, વીર પ્રભુ॰ ॥૨॥ તું પ્રભુ જગનો તારક છે, આ જન તારો બાળક છે, સેવકને જો કરુણાથી, વીર પ્રભુ॰ ॥ ૩॥ તું શું મુજને નહીં તારે, હું છું શું તુજને ભારે; જશ લેને શિવ દઈ જગથી, વીર પ્રભુ || ૪|| ગૌતમ નીતિ ગુણ બોલે, દાની નહીં કોઈ તુજ તોલે, કર પ્રસન્ન દઈ શિવવરથી, વીર પ્રભુ ॥ ૫॥ ૧૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ [૬૪] નિર્ગતિ (પ્રત્યેકબુદ્ધ)* ચાર પ્રત્યેકબુદ્ધ થઈ ગયા. તેઓ ચારે એક સાથે સ્વર્ગમાંથી આવી પૃથ્વી ઉપર અવતર્યા, સાથે જ દીક્ષા ગ્રહણ કરી અને સાથે જ કેવળજ્ઞાન પામ્યા. તેમાંના ત્રણ ૧. દ્વિમુખ ૨. કરકંડુ, ૩. મિરાજનાં ચરિત્રો આ અગાઉ આપણે જાણ્યાં. હવે નિર્ગતિ, ચોથા પ્રત્યેકબુદ્ધનું ટૂંકમાં ચરિત્ર નીચે મુજબ જાણવું. ગંધાર દેશમાં પુષ્પવૃદ્ધ નામનું નગર હતું, ત્યાં સિંહરથ નામે રાજા હતો. એક વાર તે નગરમાં કોઈ એક સોદાગર કેટલાક ઘોડાઓ વેચવા આવ્યો. તેમાંનો એક સુંદર ઘોડો રાજાએ ખરીદ્યો. પછી તેની પરીક્ષા કરવા માટે, રાજા તે ઘોડા ઉપર બેસી શહેર બહાર આવ્યો. તેણે ઘોડાની લગામ ખેંચી કે તરત જ ઘોડો પવનવેગે દોડવા લાગ્યો. પણ ઘોડો અવળીલગામ જાતિનો હોવાથી રાજાના કાબૂ બહાર જતો રહ્યો. થાકીને રાજાએ અવળી લગામ ખેંચતાં તે ઊભો રહ્યો. પણ ત્યાં સુધીમાં તો ઘોડો ઘણો દૂર નીકળી ગયો હતો અને એક વિશાળ પહાડ પર આવ્યો હતો. રાજા ઘોડા પરથી નીચે ઊતર્યો તો તેણે બાજુમાં એક મોટો મહેલ જોયો. રાજા તે મહેલમાં દાખલ થયો. આખો મહેલ સુનકાર જેવો હતો. રાજા આશ્ચર્યમાં ગરકાવ હતો. તેવામાં જ એક નવયુવાન સુંદરી રાજા સામે આવી. તેણે રાજાને આવકાર આપ્યો. રાજાએ આશ્ચર્ય પામી તે સુંદરીનો પરિચય પૂછ્યો. એટલે સુંદરીએ કહ્યું, “રાજન! હું વૈતાઢ્ય પર્વત પરના તોરણપુર નગરના રાજાની પુત્રી છું. મારું નામ કનકમાળા છે. મારા રૂપ પર મોહિત થઈ વાસવદત્ત નામનો વિદ્યાધર મને પરણવાની ઇચ્છાથી મને અહીં લઈ આવ્યો છે. આ વાતની મારા ભાઈને ખબર પડતાં તે મને બચાવવા આવ્યો, પરિણામે બેઉ વચ્ચે યુદ્ધ થયું. તેમાં વિદ્યાધર તથા મારો ભાઈ મૃત્યુ પામ્યા. રાજન! હું હવે અહીં એકલી જ છું. હું તમારા રૂપ પર પ્રસન્ન થઈ છું. માટે આપ મારી સાથે લગ્ન કરો. રાજાએ ગુરૂ વિના પોતાની મેળે જ્ઞાન પામનાર Page #240 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૨૦ કનકમાળાની વિનંતિ સ્વીકારી. તેની સાથે ગાંધર્વ લગ્ન કર્યું. ત્યારબાદ બન્ને રાજ્યમાં આવ્યા અને સુખચેનથી રહેવા લાગ્યાં. હંમેશાં તેઓ વિમાનમાં બેસી ફરવા જતાં, તેથી સિંહરથ રાજાનું ‘નિર્ગતિ’ એવું નામ પડ્યું. નિર્ગતિ રાજાને બગીચામાં ફરવાનો બહુ શોખ હતો. તે રોજ બગીચામાં આવે અને લીલીછમ જેવી વનસ્પતિ દેખીને આનંદ પામે. એક વાર નિર્ગતિ રાજાની દૃષ્ટિ ફળફૂલથી ખીલેલા એક આંબા પર પડી. તે દેખી રાજાને અત્યંત આનંદ થયો. એમ કરતાં વસંત અને ગ્રીષ્મ ઋતુ પસાર થઈ અને તે આંબો સુકાયો. તે દરમ્યાન રાજાની દૃષ્ટિ ફરી વાર તે જ આંબા પર પડી. આ વખતે આંબો વેરાન હતો. તેના ૫૨ ફળ, ફૂલ વગેરે ન હતાં. આંબાને નિસ્તેજ દેખી રાજા વિચારમાં પડ્યો, ‘‘અહો! થોડા વખત પહેલાં ખીલેલો આ આંબો એકાએક નિસ્તેજ કેમ દેખાય છે? તેનાં ફળ, ફૂલ વગેરે ક્યાં ગયાં? શું દરેક ચીજમાં અસ્ત થવાનો ગુણ હશે? હા. જરૂર!' નિર્ગતિ રાજા આત્મવિચારણાને માર્ગે વળ્યો. તેને જડ અને ચેતનનું ભાન થયું. શરીર અને આત્માની ભિન્નતા તેને સમજાઈ. પૌદ્ગલિક સ્થિતિ અને આત્મિક સ્થિતિ વચ્ચેના ભેદનું ભાન થયું. તરત જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. રાજા ઘેર આવ્યો. વૈરાગ્ય દશા વધી અને તે જ દશામાં તેણે સ્વયંમેવ પંચમુષ્ટિ લોચ કરી દીક્ષા અંગીકાર કરી. એક વખતે ૧, કરકંડુ, ૨. દ્વિમુખ, ૩. નમિરાજ અને ૪. નિર્ગતિ એ ચારેય પ્રત્યેકબુદ્ધ એક મંદિરમાં એકઠા થયા અને એકબીજાના દોષ જોતા ચર્ચા કરતા હતા. તેમનો સંવાદ નીચે પ્રમાણે છે : કરકંડ મુનિને લુખી ખરજ હજુ સુધી દેહમાં હતી, તેથી શરીરે ખરજ આવવાથી તેઓ એક ઘાસની સળી ઉપાડીને ખૂબ ખણવા લાગ્યા. પછી તે સળી સાચવીને રાખી. તે જોઈ દ્વિમુખ મુનિ બોલ્યા : ‘‘હે કરકંડુ મુનિ! તમે રાજ્યાદિક સર્વનો ત્યાગ કર્યો છે ત્યારે આટલી આ ખરજ ખણવાની સળીનો સંચય શા માટે કરો છો?’’ તે સાંભળી કરકંડુ મુનિ તો કંઈ બોલ્યા નહીં, પણ નમિરાજર્ષિએ દ્વિમુખ મુનિને કહ્યું : ‘હે મુનિ! તમે રાજ્યાદિક સર્વ કાર્યનો ત્યાગ કરીને નિથ થયા છો, તોપણ અન્યના દોષો કેમ જુઓ છો? આ તમને નિઃસંગને યોગ્ય નથી.” તે સાંભળીને દુર્ગતિરહિત થયેલા નિર્ગતિ મુનિએ નમિ મુનિને કહ્યું કે : ‘હે મુનિ! તમે એમને કહો છો, પણ તમે જ્યારે સર્વનો ત્યાગ કરીને મોક્ષને Page #241 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૨૮ માટે જ ઉદ્યમી છો ત્યારે શા માટે વૃથા અન્યની નિંદા કરો છો?' પછી કરકંડુ મુનિ સર્વને ઉદ્દેશીને બોલ્યા “મોક્ષની ઇચ્છાવાળા મુનિઓને અહિતથી રોકનારા સાધુને નિંદક શી રીતે કહેવાય?’’ કેમ કે ‘ક્રોધથી પરનો દોષ કહેવો તે નિંદા કહેવાય છે, તેવી નિંદા મોક્ષમાર્ગને અનુસરનારા મુનિઓએ કોઈની પણ કરવી નહીં. પણ હિતબુદ્ધિથી કોઈ શિખામણ આપવી તે નિંદા કહેવાતી નથી. માટે તેવી શિક્ષા સામો માણસ કોપ કરે તોપણ શિખામણ આપવી.’ આ પ્રમાણે કરઠંડુ મુનિએ ઉપદેશ આપ્યો, તે ત્રણે મુનિઓએ હર્ષથી અંગીકાર કર્યો; અને કરકંડુ મુનિએ શરીરને ખણવાનો ત્રિવિધે ત્રિવિધે` ત્યાગ કર્યો. દ્વિમુખ મુનિએ વિચાર્યું : ‘મેં સાધુ થઈને પણ કરકંડુ મુનિને ખંજવાળતા જોઈને તેમની નિંદા કરી તે મેં યોગ્ય કર્યું નહીં, માટે આજથી મારે સમતા જ રાખવી.’ આ પ્રમાણે સર્વ મુનિઓએ પોતપોતાના વચનને સામ્યરહિતઅે અયોગ્ય માનીને વિશેષે સમતા ધારણ કરી. આથી ચારે એક સાથે કેવળજ્ઞાન પામી સાથે જ મોક્ષમાં ગયા. દાદા તારી મુખમુદ્રાને અમિય નજરે નિહાળી રહ્યો તારા નયનોમાંથી ઝરતું દિવ્યતેજ હું ઝીલી રહ્યો ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ મૂર્તિમાં મસ્ત બનીને આત્મિક આનંદ માણી રહ્યો. 卐 છે પ્રતિમા મનોહારિણી દુઃખહરી શ્રી વીરજીણંદની ભક્તોને છે સર્વદા સુખકરી જાણે ખીલી ચાંદની આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને જે માણસો ગાય છે પામી સઘળા સુખ તે જગતના મુક્તિ ભણી જાય છે. ૧. ત્રણ પ્રકારે મને – વચને અને કાયા એ. ૨. સરખી રીતે નહી Page #242 -------------------------------------------------------------------------- ________________ [૬૫] હરિકેશબલ ગંગા નદીના કિનારે એક નાના ગામમાં ચંડાળ જાતિના મનુષ્યો રહેતા હતા. ત્યાં બળકોટ નામે એક ચંડાળ હતો. તેને બે સ્ત્રીઓ હતી : એક ગૌરી અને બીજી ગાંધારી. ગાંધારીથી તેને એક પુત્ર થયો, તેનું નામ હરિકેશબળ. હરિકેશ પૂર્વભવમાં બ્રાહ્મણ હતો અને દીક્ષા લઈને દેવલોકમાં ગયો હતો. પણ બ્રાહ્મણ જાતિમાં તેણે પોતાના કુળનો અને અથાગ રૂપનો મદ કર્યો હતો તેથી તે આ ભવમાં નીચ કુળમાં ઉત્પન્ન થયો અને પૂર્વના રૂપના મદને કારણે તે બેડોળ, કાળ અને કદરૂપો થયો. આને લીધે તેના બાપ બળકોટને તે ગમતો ન હતો. બળકોટનું મન બાળક ઉપરથી ઊતરી ગયું હતું. તે બાળક ઉપર પ્રેમ કરી શકતો ન હતો. પણ તેની મા તેમને સમજાવતી કે “તે કાળો છે તેમાં શું? કસ્તુરી કાળી હોય છે, પણ તે શું નીચી ગણાય છે? શિલાજીત કાળું હોય છે, પણ તે શું બેકાર કહેવાય છે? સોમલ ઝેર સફેદ હોય છે, તેથી એ શું સારું ગણાય છે? વસ્તુને ગુણથી જોવી જોઈએ. તેના રૂપરંગથી નહીં.” પણ ગમે તે હો, બળકોટનું મન માનતું ન હતું. તે કારણ મળતાં હરિકેશને મારતો, ફટકારતો હતો. હરિકેશ શરીરે બળવાન હતો એટલે બીજા છોકરાઓ સાથે લડતો, ઝઘડતો અને તેમને મારતો પણ ખરો. તેથી માર ખાધેલા છોકરાઓનાં માબાપ બળકોટ પાસે આવી રાડ નાખ્યા કરતા. એવા જ એક અવસરે હરિકેશે કંઈક બાળકોના ટોળા સામે મારામારી કરી તે ઘરભેગો થયો. પણ કોઈક માએ પોતાના છોકરાને માર પડવાથી બળકોટ પાસે આવી વાત કરી એટલે બળકોટ ક્રોધાયમાન થઈ હરિકેશને મારવા દોડ્યો. તેથી હરિકેશ નાશી જઈને રેતીના એક મોટા ઢગલા ઉપર જઈ બેઠો અને એકઠાં થયેલાં જ્ઞાતિજનો તરફ દૂર નજરથી તે જોતો રહ્યો. સઘળા ચંડાળો ત્યાં ભેગા થઈ આનંદ કરતા હતા ત્યારે ભયંકર ફૂંફાડા મારતો એક ઝેરી સર્પ ત્યાં આવ્યો. એક જોરાવર ચંડાળે એક લાકડીથી સાપને મારીને ટુકડા કરી નાખ્યા. Page #243 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા - ૨૩૦ થોડી વારે ત્યાં એક બીજો સર્પ આવ્યો. એક-બે માણસો બોલી ઊઠ્યા, “મારો, મારો. ત્યારે બીજાઓએ કહ્યું, “આ સર્પને કોઈ મારશો નહીં, કારણ કે તે ઝેરી નથી એટલે તે કોઈને ઈજા કરશે નહીં. સર્પ ધીરેધીરે ત્યાંથી ચાલ્યો ગયો. માણસો પુનઃ પ્રમોદ કરવા લાગ્યા. આ સઘળું દૃશ્ય રેતીના ઢગલા ઉપર બેઠેલો હરિકેશ જોઈ રહ્યો હતો. તેણે વિચાર્યું કે, “અહો! જેનામાં ઝેર હોય છે તેની બુરી દશા થાય છે અને જેનામાં ઝેર હોતું નથી અને જે સર્વદા શાંત છે તેને કોઈ સતાવતું નથી. ખરેખર હું ઝેરી છું. મારો સ્વભાવ તોફાની છે તેથી જ લોકો મને સતાવે છે. માટે મારે મારો સ્વભાવ બદલવો જ રહ્યો.” આ સ્થાનમાં ન રહેતાં બીજી કોઈ જગ્યાએ જતા રહેવું ઉચિત સમજી, તરત જ તે જંગલમાર્ગે દૂર ને દૂર ચાલ્યો ગયો. રસ્તામાં ચાલતાં ચાલતાં તેણે એક શાંતમૂર્તિ સાધુ-મહાત્માને બેઠેલા જોયા. જોતાં જ તેનામાં સદ્ભાવ ઉત્પન્ન થયો. તેણે મુનિનાં ચરણોમાં શિર ઝુકાવી વંદન કર્યું. મુનિએ પૂછયું, “હે વત્સ! તું કોણ છે? અને અહીં ક્યાંથી આવી ચડ્યો છે?” હરિકેશે જવાબ આપ્યો, “મહારાજ! હું ચંડાળનો પુત્ર છું. મારા તોફાની સ્વભાવથી વડીલોએ મારો તિરસ્કાર કર્યો છે. પરંતુ મને હવે ખાતરી થઈ છે કે જગતમાં ઝેર અને કંકાસની દુર્દશા થાય છે અને નમ્રતાથી જીવનું કલ્યાણ છે. મહારાજ! મેં હવે જ્યાં શાંતિ મળે ત્યાં જવાનો નિશ્ચય કર્યો છે માટે કૃપા કરી મને શાંતિનો માર્ગ બતાવો.” | મુનિ સમજ્યા કે આ હળુકર્મી જીવ છે, તેથી તેને બોધ આપતાં કહ્યું, “શાંતિ તને બહાર શોધવાથી નહિ મળે. ખરી શાંતિ તારા આત્મામાં રહેલી છે. આ જીવ અનંતકાળથી ૮૪ લાખ જીવયોનિમાં રખડ્યો છે અને ક્લેશ, પ્રપંચ, નિંદા કષાય, પ્રમાદ વડે સંસારમાં દુઃખ પામે છે. માટે ભાઈ, તારે ખરી શાંતિ જોઈતી હોય તો જગતની સર્વ ઉપાધિનો, સર્વ માયાનો પરિત્યાગ કર અને મારી જેમ ત્યાગદશાને આધીન થા, તો જ તારું કલ્યાણ થશે.” આ સાંભળી હરિકેશ બોલ્યો, “પણ પ્રભુ હું તો ચંડાળ છું ને! શું તમે મને દીક્ષા આપી શકશો?” હા, ચંડાળ હો તેથી શું થયું? પ્રભુ મહાવીરના માર્ગમાં લાયકાતવાળા સર્વ કોઈને આત્મકલ્યાણ કરવાનો હક્ક છે.” મુનિનું કથન સાંભળી Page #244 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૩૧ હરિકેશબળે ત્યાં જ મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી અને એકાંત તપ કરવા તેઓ જંગલમાં નીકળી પડ્યા. તેઓ ફરતાં ફરતાં વારાણશી નગરીના તિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યા. આ ઉદ્યાનમાં હિંદુક નામના યક્ષનું મંદિર હતું. તેમાં હરિકેશ મુનિ કાયોત્સર્ગ ધ્યાનમાં લીન રહ્યા. હિંદુક નામનો યક્ષ હરિકેશ મુનિની તપશ્ચર્યા અને ચારિત્ર્યથી પ્રસન્ન થઈ તેમનો ભક્ત બન્યો અને મુનિની સેવા ચાકરી કરવા લાગ્યો. હવે તે નગરીના રાજાની પુત્રી ભદ્રા કેટલીક સખીઓ સાથે હિંદુક યક્ષની પૂજા કરવા આ મંદિરમાં આવી. ત્યાં તેણે આ મેલાંઘેલાં વસ્ત્રવાળા અને કદરૂપ શરીરવાળા હરિકેશમુનિને જોયા. તેમને જોતાં જ તેને ધૃણા થઈ અને તે મુનિની નિંદા કરવા લાગી. પેલા યક્ષથી મુનિની નિંદા સહન થઈ નહીં, તેથી તે રાજપુત્રી ઉપર ગુસ્સે થયો અને ક્ષણભરમાં તેને જમીન પર પછાડી દીધી. બાળા મૂચ્છ પામી અને બેહોશ બની ગઈ. તેના શરીરમાંથી રુધિર નીકળવા માંડ્યું. આ જોઈ તેની સખીઓ ગભરાઈ ગઈ અને રાજા પાસે જઈ સઘળી વાત કરી. રાજા હિંદુક ઉદ્યાનના આ મંદિરમાં આવ્યો. તેણે જાણ્યું કે પુત્રીએ આ તપસ્વી સાધુની નિંદા કરી છે તેથી સાધુએ કોપાયમાન થઈ આ પ્રમાણે કર્યું લાગે છે. આથી રાજા બે હાથ જોડી મુનિને કહેવા લાગ્યો. “હે મહારાજ! મારી પુત્રીનો અપરાધ ક્ષમા કરો.” તરત પેલો યક્ષ રાજપુત્રીના શરીરમાં પેસી ગયો અને બોલ્યો, “હે રાજન! જો તમે તમારી પુત્રીને આ મુનિ સાથે પરણાવો તો જ તે બચશે.” આ સાંભળી રાજા પોતાની પુત્રીને મુનિ સાથે પરણાવવા કબૂલ થયો. એટલે યક્ષ રાજકુમારીના શરીરમાંથી નીકળી મુનિના શરીરમાં પેઠો. પુરોહિતને બોલાવી રાજાએ મુનિ સાથે તે બાળાનું લગ્ન કર્યું. લગ્ન બાદ હિંદુક યક્ષ મુનિના શરીરમાંથી નીકળી સ્વસ્થાનકે ગયો. બાળાએ મુનિને કહ્યું, “મહારાજ! મેં તમારી નિંદા કરી હતી. તો મારો અપરાધ ક્ષમા કરો અને મારો પ્રેમ સ્વીકારો.” આ સાંભળી હરિકેશ મુનિ બોલ્યા, “હે બાળા, હું પંચ મહાવ્રતધારી સાધુ છું અને બ્રહ્મચારી છું. અમારાથી મન, વચન અને કાયાથી સ્ત્રીસમાગમ થઈ શકે નહિ. બાળા! મેં તારી સાથે લગ્ન કર્યું નથી, પણ આ યક્ષે મારા શરીરમાં પ્રવેશી આમ કર્યું છે. માટે કૃપા કરી ફરી આવું વચન મારી સાથે બોલતી નહીં.” બાળા મુનિના વચનથી નિરાશ થઈ અને Page #245 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૩૨ ઘેર આવી. તેણે સર્વ વાત રાજાને કહી. રાજાએ પુરોહિતને બોલાવ્યો. પુરોહિતે જણાવ્યું, “મહારાજ! યક્ષથી ત્યજાયેલી બાળા પુરોહિત બ્રાહ્મણને આપી શકાય છે.” રાજાએ પોતાની પુત્રીને રુદ્રદત્ત નામના પુરોહિત સાથે પરણાવી. પુરોહિત રાજકન્યા મળવાથી ઘણો રાજી થયો. રુદ્રદત્તે આ કન્યાને પવિત્ર કરવા એક મોટો યજ્ઞ આરંભ્યો. યજ્ઞ માટે અનેક બ્રાહ્મણોને નોતર્યા. તે સર્વને જમવા માટે અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ ભોજન રંધાવ્યાં. યજ્ઞ મંડપમાં બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરવા લાગ્યા. તેવામાં હરિકેશ મુનિ ભિક્ષાર્થે ફરતાં ફરતાં આ યજ્ઞમંડપ પાસે આવી પહોંચ્યા અને લાંબા દાંતવાળા આ કદરૂપા અને બેડોળ મુનિને જોઈ કેટલાક અભિમાની બ્રાહ્મણો ગુસ્સે થઈ બોલી ઊઠ્યા, “અરે, તું કોણ છે? અને અહીં શું કામ આવ્યો છે? ચાલ્યો જા અહીંથી, નહીં તો જીવતો નહીં રહેવા દઈએ.” હરિકેશ મુનિએ નમ્રતાથી જવાબ આપ્યો કે, “ભૂદેવો! ક્રોધ ન કરો. હું અહીં ભિક્ષા લેવા સારુ આવ્યો છું.” અહીંથી ભિક્ષા નહીં મળે. અમોએ તારા જેવા ભામટા માટે ભોજન નથી બનાવ્યું. આ ભોજન અમારા જેવા પવિત્ર બ્રાહ્મણો માટે છે. કદાચ ભોજન વધે તોપણ તારા જેવા બેડોળ ભિખારીને તો હરગિજ નહીં આપીએ. તું આવ્યો છે એ રસ્તે ચાલી જા, નહિ તો જોરજુલમથી તને મારીને હાંકી કાઢીશું.” આવા કઠિન શબ્દો બ્રાહ્મણના મુખેથી સાંભળી હરિકેશ બોલ્યા, “હે ભૂદેવો! હું બ્રહ્મચારી છું. નિરંતર તપશ્ચર્યા કરું છું. અસત્ય બોલતો નથી અને વધેલા અનાજમાંથી નિર્દોષ ભોજન લઉં છું. તમે તો યજ્ઞમાં હિંસા કરે છે, જુઠું બોલો છો. હું તો પવિત્ર છું. માટે તમારા માટે નિપજાવેલાં ભોજનમાંથી થોડુંક આપો.” આ સાંભળી કેટલાક યુવાન બ્રાહ્મણો વધુ ગુસ્સે થયા અને મુનિને ત્યાંથી હાંકી કાઢવા તત્પર થયા. કોઈકે મુનિને મારવાની શરૂઆત કરી. એટલે કેટલાક તો મુનિ ઉપર તૂટી પડ્યા અને બેફામપણે મારવા લાગ્યા. આ દૃશ્ય હિંદુક યક્ષના જોવામાં આવ્યું. તેથી તે મુનિની વહારે આવ્યો અને મુનિના શરીરમાં પેસી ગયો. પેસતાં જ તેણે પોતાના પ્રચંડ બળથી ઘણા બ્રાહ્મણોને ભોંય ભેગા કરી દીધા. કેટલાકનાં નાક, કાન, છુંદી નાખ્યાં, કેટલાકના Page #246 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦૨૩૩ શરીરમાંથી લોહીની ધારાઓ વહેતી કરી દીધી. એટલામાં રુદ્રદત્ત બ્રાહ્મણ અને ભદ્રા ત્યાં આવી પહોંચ્યાં. ભદ્રા હરિકેશ મુનિને જોઈ આશ્ચર્ય પામી અને તેમને ઓળખી તેમનાં ચરણમાં વંદન કર્યું. ભદ્રાએ બધા ભૂદેવોને કહ્યું, “તમે આ મુનિની નિંદા શા માટે કરો છો? આ તો મહાતપસ્વી મહાત્મા છે અને બાળબ્રહ્મચારી છે. યક્ષના પ્રભાવે તે મને પરણ્યા હતા, પરંતુ પોતે બ્રહ્મચારી હોવાથી તેમણે મારો ત્યાગ કરેલો. માટે આ પવિત્ર મુનિને જે જોઈએ તે આપો.' આમ કહી ભદ્રા મુનિની ક્ષમા માગવા લાગી. યક્ષ આ વખતે મુનિના શરીરમાંથી પલાયન થઈ ગયો. એટલે મુનિએ બાળાને કહ્યું, ‘હે બાળા! હું ત્યાગી ને તપસ્વી છું. મારાથી ક્રોધ થઈ શકે નહીં. પણ યક્ષના મારા શરીરમાં પ્રવેશવાથી આમ બન્યું છે. મારે માસખમણનું આજે પારણું છે તે માટે ગોચરી માટે હું અહીં આવ્યો છું. તમે આ યજ્ઞ માટે નિપજાવેલ અન્નમાંથી મને વહોરાવો.' તરત જ રાજકન્યા ભદ્રાએ હરિકેશ મુનિને ભિક્ષાદાન આપ્યું. સુપાત્રદાનના પ્રભાવે ‘અહો દાનમ મહા દાનમ્' એવો ત્યાં આકાશધ્વનિ થયો. યજ્ઞપાડામાં દિવ્ય સુવર્ણવૃષ્ટિ થઈ. સૌ કોઈ સ્તબ્ધ બનીને મુનિની ક્ષમા માગવા લાગ્યા. હરિકેશ મુનિએ તેમને ધર્મબોધ આપ્યો. કેટલાક બ્રાહ્મણોને મુનિનો ઉપદેશ રુચ્યો, તેથી તેમણે હરિકેશ મુનિ પાસે દીક્ષા લીધી. એ રીતે અનેક જનોને પ્રતિબોધી, પોતે અદ્ભુત તપશ્ચર્યા કરી હરિકેશબળ મુનિ પોતે ચંડાળ કુળમાં ઊપજેલા હોવા છતાં આત્માની ઉચ્ચતમ ભાવના ભાવતાં કૈવલ્યજ્ઞાન પામ્યા અને નિર્વાણપદે પહોંચ્યા. ધન્ય છે આવા મહાન તપસ્વી ક્ષમાક્ષમણ હરિકેશ બળ મુનિને, તેમને અનેક વંદના હો ! WE શ્રી આદિશ્વર શાંતિ નેમિ જિનને, શ્રી પાર્શ્વવીર પ્રભો એ પાંચે જિનરાજ આજ પ્રણમું, હેતે કરી હે વિભો! કલ્યાણે કમલા સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડો અતિ એવા ગૌતમસ્વામિ લબ્ધિ ભરીઆ, આપો સદા સન્મતિ! Page #247 -------------------------------------------------------------------------- ________________ [૬] સુલસ રાજગૃહ નગરીમાં કાલસૌકરિક નામનો કસાઈ હતો. તે અભદ્ર હતો. તે હંમેશાં પાંચસો પાડાની હિંસા કરતો હતો. તે દુષ્કર્મથી તેણે સાતમા નરકથી પણ વધારે પાપ ઉપાર્જન કર્યું હતું. આયુષ્યના અંત સમયે તે મહાવ્યાધિની પીડાથી ઘેરાયો. અષ્ટધાતુના રોગને કારણે શરીરની દરેક ઈન્દ્રિયના વિષયો તેને વિપરીત જણાવા લાગ્યા. સુગંધી અને શીતળ લેપ તેને અશુચિમય અને અંગાર સમો ભાસવા લાગ્યો. એ જ પ્રમાણે ભોજન, પાન, સૂવાની તળાઈ વગેરે તેને દુઃખદાયી લાગ્યો. તેને સુલસ નામનો એક પુત્ર હતો. તે પિતાના રોગનો આદરપૂર્વક પ્રતિકાર-ઉપાય કરાવતો હતો. જ્યારે કોઈ પણ ઉપાય કારગત ન નીવડ્યા ત્યારે સુલસે પોતાના મિત્ર અભયકુમાર મંત્રીની સલાહ લીધી. અભયકુમારે કહ્યું, “તારા પિતાએ ઘણા જીવોનો ઘાત કરી ઘોર પાપકર્મ ઉપાર્જિત કર્યું છે. તે પાપ તેના આ ભવે જ ઉદયમાં આવ્યું છે. તેથી હું તેમને કાંટાની શય્યામાં સુવાડ. દુર્ગધવાળા (અશુચિ) પદાર્થોનું વિલોપન કર અને ખારું, કષાયેલું અને દુર્ગધવાળું પાણી આપ, તેથી તેને સુખ ઊપજશે.” સુલતે મિત્રના કહ્યા પ્રમાણે કર્યું. તેથી તેના પિતાને થોડી રાહત તો થઈ, પણ અંતે તે કાળસૌકરિક થોડો કાળ જીવી મૃત્યુ પામ્યો અને સાતમી નરકમાં ગયો. કાલસૌકરિકના મૃત્યુ પછી સુલસ પિતાના સ્થાને આવ્યો. તેનાં સ્વજનોએ તેને પિતાનો ધંધો સંભાળવા જણાવ્યું અને કહ્યું કે દીકરા બાપનો ધંધો વધારે છે એમ તું પણ ધંધો વધાર. સુલસે પિતાએ ભોગવેલી વેદના અને દુઃખો જોયાં હતાં, તેથી તુલસે બધાં સ્વજનોને કહ્યું, “ના હું મારા પિતા જેવું દુઃખ ભોગવવા શક્તિમાન નથી.” ત્યારે સ્વજનો (કુટુંબીઓ)એ કહ્યું, “પાપનો ભાગ પાડીને અમારે ભાગે આવતાં પાપ અમે ભોગવીશું.” પણ સુલસ એ વાત માનવા તૈયાર ન હતો. ત્યાર પછી બધાં કુટુંબીઓ Page #248 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૩૫ સમજે તે માટે તેણે તીક્ષ્ણ કુહાડો પોતાના પગ ઉપર માર્યો અને જોરજોરથી બૂમબરાડા પાડતો બોલ્યો, “મને ઘણું દુઃખ થાય છે. આ વેદના અસહ્ય છે. જલદી કરો. આ મારા દુઃખનો થોડો થોડો ભાગ તમે બધાં ગ્રહણ કરો, જેથી મારું દુઃખ એકદમ ઓછું થઈ જાય.” ત્યારે સ્વજનો બોલ્યા, “જો કોઈ પણ કારણથી અમને દુઃખ ઉત્પન્ન થાય તો અમે તે ભોગવીએ, પણ એવો કોઈ ઉપાય નથી કે બીજાના શરીરનું દુઃખ કે પીડા અન્ય લઈ શકે, માટે અમે લાચાર છીએ. તારું દુઃખ તો તારે જ ભોગવવું રહ્યું.” હવે સુલતે બધાંને સમજાવ્યું: “તમે પાપ વહેંચી લેવાની વાત કરો છો, તે શી રીતે ભાગે લેશો? માટે હું મારા બાપનો ખોટો ધંધો સહેજ પણ કરનાર નથી.” આમ પોતાનો નિશ્ચય જાહેર કર્યો. આ સાંભળી સઘળાં સગાંઓ મૌન થઈ ગયાં. પછી સુલસને, મંત્રી અભયકુમારે ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે શ્રાવક ધર્મ અંગીકાર કરાવ્યો અને સમ્યક પ્રકારે ધર્મપાલન કરી તે સ્વર્ગે ગયો. ભરતી અને ઓટનો સરવાળો તેનું નામ સાગર, સુખ અને દુઃખનો સરવાળો તેનું નામ સંસાર. જેણે પોતાપણું ખોયુ એણે બધુ ખોયુ. વર્તમાનમાં સમતા અને સંતોષ, જીવનમાં શાંતિ, મરણમાં સમાધિ, પરલોકમાં સદ્ગતિ. Page #249 -------------------------------------------------------------------------- ________________ [૬] તેતલિપુત્ર ત્રિવલ્લી નગરી પર કનકરથ રાજાની આણ પ્રવર્તતી હતી. તેમને રાજ્યનો બહુ મોહ હતો. તે માનતા હતા કે રાજકુમારો મોટા થતાં રાજ્ય માટે બાપને મારી નાખીને રાજા થાય છે, તેથી રાજકુમારો તો જોઈએ જ નહિ. આવી માન્યતાને લીધે તે પોતાની રાણી કમલાવતીને જે પુત્ર થાય તેને જન્મતાં જ મારી નંખાવતો. કમલાવતીથી આ સહન થતું નહીં. પરંતુ શું થાય? સહન કર્યા સિવાય છૂટકો ન હતો. કાળક્રમે તે પુનઃ સગર્ભા થઈ. હવે તે પુત્ર ઝંખતી હતી. જન્મેલો પુત્ર જીવતો રહે તેવી તેની અદમ્ય ઈચ્છા હતી. પુત્ર થાય તો તેને કેવી રીતે જિવાડવો તેનો તે વિચાર કરવા લાગી. આ માટે તેણે રાજાના મંત્રી તેતલિપુત્રને વિશ્વાસમાં લીધો. તેતલિપુત્ર નગરશેઠની પુત્રી પોટિલા સાથે પ્રેમલગ્નથી પરણ્યો હતો. રાણીએ મંત્રીને બોલાવીને કહ્યું, “મને જો પુત્ર થાય તો તમે તેની રક્ષા કરશો એવું વચન આપો.” મંત્રીએ રક્ષા કરવાનું વચન આપ્યું. એ અરસામાં મંત્રી પત્ની પોટિલા પણ સગર્ભા હતી. દેવયોગે બંનેને એક જ સમયે પ્રસૂતિ થઈ. રાણીએ પુત્રને અને પોટિલાએ પુત્રીને જન્મ આપ્યો. અગાઉ નક્કી કર્યા પ્રમાણે તેતલિપુત્રે એ નવજાત સંતાનોની અદલાબદલી કરી નાખી. નગરમાં જાહેર થયું કે, રાણીને ત્યાં પુત્રીનો જન્મ થયો છે અને મંત્રીને ત્યાં પુત્રનો જન્મ થયો છે. મંત્રીએ રાણીના પુત્રનું નામ કનકધ્વજ રાખ્યું કાળક્રમે કનકરથ રાજા મૃત્યુ પામતાં મંત્રીએ અને રાણીએ કનકધ્વજને રાજગાદી પર બેસાડ્યો. કનકધ્વજ મંત્રી તેતલિપુત્રનું ખૂબ જ માન જાળવતો અને તેની સલાહ પ્રમાણે રાજ્યકારોબાર ચલાવતો. પુરુષનું મન ભ્રમર જેવું છે. તેતલિપુત્રનું મન સમય જતાં પોટિલા ઉપરથી ઊઠી ગયું. પોટિલાએ પતિનો પ્રેમ પાછો મેળવવા કોઈ એક સાથ્વી પાસે ઉપાય પૂછળ્યો. સાધ્વી મહારાજે પોટિલાને ધર્મદેશના આપી. એ સાંભળી Page #250 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૩૦ પોટિલાને સંસાર ઉપર વૈરાગ્ય જાગ્યો. દિક્ષા માટે તેણે પતિ તેતલિપુત્રની આજ્ઞા માંગી. તે પતિએ કહ્યું, “દીક્ષા લઈને તું સ્વર્ગે જાય ત્યારે ત્યાંથી તું મને પ્રતિબોધ પમાડશે એવું વચન આપે તો હું તને દીક્ષા લેવાની સંમતિ આપું.” પોટિલાએ વચન આપ્યું. - સમ્યક રીતે કરેલી ચારિત્ર્યની આરાધના નિષ્ફળ જતી નથી. સાધ્વી પોટિલા કાળધર્મ પામીને સ્વર્ગે ગઈ. તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ કરી પોતાનો પૂર્વભવ જોયો. પોતે આપેલું વચન યાદ આવ્યું. તેણે તરત જ મંત્રીને ધર્મમાં જોડવા માટે પ્રેરણા કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા. પરંતુ વિષયવિકારમાં લબ્ધ માણસોને એમ સરળતાથી ધર્મ કરવાનો ઉત્સાહ જાગતો નથી. તેતલિપુત્રને પણ ધર્મ પ્રત્યે કંઈ રસ જાગ્યો નહીં. પોટિલાદેવીએ હવે વધુ આકરા ઉપાય અજમાવવા માંડ્યા. કનકધ્વજને ઉશ્કેરીને તેણે મંત્રી તેતલિપુત્રનું ભયંકર અપમાન કરાવ્યું. કનકધ્વજે મંત્રી ઉપર ગુસ્સો કર્યો અને ખૂબ જ કડવાં વેણ કહ્યાં. અપમાનની આગથી તેતલિપુત્ર સળગી ઊઠ્યો. તેનું સ્વમાન ઘવાયું હતું, તેથી તેણે આવું અપમાનિત જીવન જીવવા કરતાં મરવાનું પસંદ કર્યું. તેતલિપુત્રે નગર છોડી દીધું અને જંગલમાં જઈ તાલકૂટ વિષ ઘોળ્યું. પણ દેવપ્રભાવથી તેની કોઈ જ અસર થઈ નહીં. આથી તેતલિપુત્રે આગમાં ઝંપલાવ્યું. પણ આગ બુઝાઈ ગઈ. દરિયામાં ડૂબકી મારી, તોય ડૂબી ન મરાયું. આમ આત્મહત્યાના ઘણા પ્રયત્ન તેણે કરી જોયા, પરંતુ દૈવના પ્રતાપથી તે નિષ્ફળ ગયા. એક વખત તે કોઈ જંગલમાંથી પસાર થતો હતો. ત્યાં તેની પાછળ એક ગાંડો હાથી દોડ્યો. હાથીથી બચવા તે દોડ્યો. દોડતાં દોડતાં તે એક ખાડામાં પડી ગયો. મૂર્છા આવી ગઈ. ભાનમાં આવતાં સહસા જ તે બોલી ઊડ્યો, “અરે ! પોટિલા! તું ક્યાં છે? શું તને મારી આ હાલતની કોઈ જ દયા નથી આવતી? મોત પણ મને સાથ નથી આપતું. હું હવે કોના શરણે જાઉં?” તે સાંભળતાં જ પોટિલાદેવીએ પ્રગટ થઈને કહ્યું, “તેતલિપુત્ર! હું તો તારી સાથે જ છું, પણ તું મને જુએ છે જ ક્યાં?” અને પછી તેણે બધી દેવલીલાની વાત કહી. તે સાંભળી મંત્રીએ કહ્યું. “ક્ષમા Page #251 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૩૮ કરો મને દેવી! અજ્ઞાનના કારણે મને કંઈ ખબર ન પડી. હવે હું પ્રથમ શ્રાવકધર્મનું પાલન કરીશ અને પછી દીક્ષા લઈશ. પરંતુ તે પહેલાં મારા ઉપર એક ઉપકાર કરો. આ ખાડામાંથી બહાર કાઢી મારા ઉપર કનકધ્વજ પ્રસન્ન થાય તેમ કરો.” પોટિલાદેવીએ કનકધ્વજ પ્રસન્ન કરાવ્યો. તેતલિપુત્ર શ્રાવકનાં બાર વ્રતનું પાલન કરવા લાગ્યો. એક દિવસ તેણે જ્ઞાની ગુરુ ભગવંતને પોતાનો પૂર્વભવ પૂછયો. ગુરુએ કહ્યું, “તું મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નગરીમાં મહાપદ્મ નામે રાજા હતો. ગુરુની પ્રેરક દેશનાથી તે દીક્ષા લીધી. અનુક્રમે તું ચૌદ પૂર્વધારી દેવ થયો. પ્રાંતે એક માસનું અનશન કરીને મહાશુક્ર દેવલોકે દેવતા થયો. ત્યાંથી આવીને તું તેતલિપુત્ર તરીકે જન્મ્યો છે.” પૂર્વભવ સાંભળતાં જ તેતલિપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ જાણી તેણે તરત જ ત્યાં ચારિત્ર્ય અંગીકાર કર્યું. વિશુદ્ધ આરાધના કરતાં કરતાં કાળક્રમે તે મુક્તિને પામ્યો. આધ્યાત્મિક ભાવના જીવન ક્ષણભંગુર છે. આયુષ્ય ચંચળ છે. પંખીઓ જેમ એક ઝાડ પર ભેગા થઈ સાંજના ઊડી જાય છે, | તેમ આ સ્નેહીઓ ક્યારે વિખૂટા પડી જશે ખબર નહીં પડે. માટે, જ્યાં સુધી આ કાયા સાજી છે, મન રાજી છે અને તારા હાથમાં બાજી છે ત્યાં સુધી થાય તેટલો ધર્મ કરી લે. મોત ક્યારે આવશે ખબર પડતી નથી, મોતને અટકાવવાની જડીબુટ્ટી જડતી નથી. Page #252 -------------------------------------------------------------------------- ________________ [૬] રતિસુંદરી સાકેતપુરમાં જીતશત્રુ રાજાને રતિસુંદરી નામે પુત્રી હતી. તે જ નગરમાં મંત્રીની પુત્રી બુદ્ધિસુંદરી, તે જ નગરના શ્રેષ્ઠીની પુત્રી ઋદ્ધિસુંદરી અને ત્યાંના નગરપુરોહિતની પુત્રી ગુણસુંદરી હતી. આ ચારે સખીઓ સુંદર અને રૂપાળી .હતી; શ્રાવક ધર્મ પાળનારી હતી; પરસ્પર પ્રેમવાળી હતી. દરરોજ દહેરાસરે, ઉપાશ્રયે એકઠી મળી ધર્મગોષ્ઠી કરતી હતી. ધર્મક્રિયા કરતાં પરપુરુષ ત્યાગવાનો નિયમ તેમણે લીધો હતો. નંદપુરનો રાજા રાજપુત્રી રતિસુંદરીને પરણ્યો. ઘણાને ઘેલું કરે તેવું રતિસુંદરીનું રૂપ અને લાવણ્ય હતું. આ વાત હસ્તિનાપુરના રાજાએ સાંભળી. તેણે નંદપુરના રાજા પાસે દૂત મોકલીને રતિસુંદરીની માગણી કરી. તે સાંભળી નંદપુરના રાજાએ દૂતને કહ્યું કે “એક સાધારણ માણસ પણ પોતાની પત્ની બીજાને આપતો નથી. તો હું શી રીતે મારી પત્નીને આપું? માટે તું તારા સ્થાને ચાલ્યો જા.'' તે સાંભળી દૂતે જઈને પોતાના રાજાને સર્વ વાત કહી. તેથી રાજાએ નંદપુર પર ચઢાઈ કરી. બન્ને રાજાઓનું યુદ્ધ થતાં હસ્તિનાપુરના રાજાનો જય થયો. તે રતિસુંદરીને બળપૂર્વક લઈને પોતાના નગરમાં આવ્યો. પછી તેણે રતિસુંદરીને મનાવવા ઘણી કોશિશ કરી. ત્યારે રતિસુંદરીએ કહ્યું કે “મારે ચાર માસ સુધી શીલવ્રત છે.” તે સાંભળી રાજાએ વિચાર્યું કે ચાર માસ પછી તે મારે જ આધીન છે, ક્યાં જવાની છે? આમ વિચારી તે દિવસો નિર્ગમન કરવા લાગ્યો. રતિસુંદરી હંમેશાં તેને પ્રતિબોધ આપવા લાગી, પણ રાજાનો રાગ તેના પરથી જરા પણ ઓછો થયો નહીં. એક દિવસે રાજા બોલ્યો : 'હે ભદ્રે! તું હંમેશાં મને ઉપદેશ આપે છે. તું તપ વડે અતિકૃશ થઈ ગઈ છે તેમ જ શરીર પરથી સર્વ શ્રૃંગાર તેં કાઢી નાખ્યા છે. તોપણ મારું મન તારામાં અતિ-આસક્ત છે. તારાં બીજાં અંગોનાં તો હું શું વખાણ કરું? પરંતુ એક તારા નેત્રનું પણ વર્ણન હું કરી શકતો નથી.” તે સાંભળીને તિસુંદરીએ પોતાનાં નેત્રોને જ Page #253 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૨૪૦ શીળલોપનું કારણ જાણ્યું. તેણે તરત જ રાજાની સમક્ષ છરી વડે પોતાનાં બન્ને નેત્રો કાઢીને રાજાના હાથમાં ધર્યા. આ જોઈ રાજાને અત્યંત ખેદ થયો. તે પસ્તાવા લાગ્યો. રાજાનું દુઃખ જોઈને રતિસુંદરીએ તેને ધર્મોપદેશ આપ્યો. રાજાએ પ્રતિબોધ પામીને તેને ખમાવી. “મારા માટે આ સ્ત્રીએ પોતાનાં બન્ને નેત્રો કાઢી આપ્યાં!' – આ સમજથી તે ઘણો દુઃખી થયો. રાજાનું દુઃખનિવારણ કરવા રતિસુંદરીએ દેવતાનું આરાધન કર્યું. દેવતાએ તત્કાળ આવીને રતિસુંદરીને નવાં નેત્રો આપ્યાં. રાજાના આગ્રહથી કેટલાક દિવસ ત્યાં રોકાયા પછી રતિસુંદરીએ દીક્ષા ગ્રહણ કરી. કાળે કરી મૃત્યુ થતાં સદ્ગતિ પામી. શંખેશ્વર સ્વામી ૐ શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતર્યામી, તમને વંદન કરીયે, શિવ સુખના સ્વામી....ઉઠે મારો નિશ્ચય એક સ્વામી, બનું તમારો દાસ, તારા નામે ચાલે, મારા શ્વાસો શ્વાસ...૩ૐ દુઃખ સંકટને કાપો, સ્વામી વિંછીતને આપો, પાપ અમારા હરજો, શિવ સુખ ને દેજો...ૐ નિશ દિન હું માનું છું, સ્વામી તુમ શાસન સેવા, ધ્યાન તમારું ધ્યાવું, સ્વીકારજો સેવા....૩ૐ રાત દિવસ ઝંખું છું, સ્વામી તમને મળવાને, આતમ અનુભવ માગું, ભવદુઃખ ટળવાને...ૐ કરૂણાના છો સાગર, સ્વામી કૃપા તણા ભંડાર, ત્રિભુવન ના છો નાયક, જગના તારણહાર..ૐ Page #254 -------------------------------------------------------------------------- ________________ મોતીશા શેઠ Page #255 -------------------------------------------------------------------------- ________________ Page #256 -------------------------------------------------------------------------- ________________ [૬૯]. શેઠ મોતીશા શેઠ મોતીશાના આરંભકાળમાં, મુંબઈમાં ધર્મક્રિયા માટે વૈષ્ણવો અને પારસીઓ પાસે જેટલી સગવડ હતી તેટલી જૈનો પાસે ન હતી. પ્રમાણમાં જૈનોની વસ્તી પણ મુંબઈમાં ઓછી હતી. મોતીશાના ભાઈ નેમચંદે કોટ વિસ્તારમાં શાંતિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું. પછી કોટ બહાર વસ્તી થવા માંડી એટલે શેઠ નેમચંદ તથા શેઠ મોતીશાએ બીજાઓના સહકારથી શાંતિનાથ ભગવાન, ગોડીજી પાર્શ્વનાથ અને ચિંતામણિ પાર્શ્વનાથ એમ ત્રણ જિનમંદિરો પાયધુની વિસ્તારમાં બંધાવ્યાં. શેઠ મોતીશાને શત્રુંજયની યાત્રામાં બહુ શ્રદ્ધા હતી. જ્યારે પોતે મુંબઈથી વહાણમાં ઘોઘા કે મહુવા બંદરે ઊતરે ત્યારે ત્યાંથી ગાડામાં બેસી પાલિતાણા જઈને તેઓ શત્રુંજયની યાત્રા કરવા અવશ્ય જતા. પોતાની ધંધામાં સફળતા એને લીધે જ છે એમ તેઓ શ્રદ્ધાપૂર્વક માનતા. એ દિવસોમાં રેલવે કે મોટરકાર હજુ આવી નહોતી, એટલે શત્રુંજયની યાત્રા કરવાનું ઘણું કપરું હતું. સાધારણ માણસને શત્રુંજયની યાત્રાનું મન થાય તો પણ આર્થિક અગવડને લીધે જઈ નહોતા શક્તા. એટલે શત્રુંજય તીર્થની યાત્રા જેવો લાભ મુંબઈમાં જ મળે તેવા ભાવથી મોતીશા શેઠે પોતાની ભાયખલામાં આવેલી વિશાળ વાડીમાં આદીશ્વર ભગવાનનું દહેરાસર બંધાવ્યું. નાનોસરખો શત્રુંજય જ સમજાય તે માટે તેમણે સૂરજકુંડ, રાયણ પગલાં વગેરેની પણ રચના કરાવી. ભાયખલાની પોતાની વાડીમાં દહેરાસર કરવા માટે મોતીશા શેઠને દેવે સ્વપ્નમાં આવીને કહ્યું કે, “આ દેરાસરમાં રાજનગરના (એટલે કે અમદાવાદના) દહેરાસરમાંથી ઋષભદેવ ભગવાનની પ્રતિમાજી મંગાવી તેની પ્રતિષ્ઠા કરાવો.” દેવના આવા સૂચનથી મોતીશા શેઠ આનંદમાં આવી ગયા અને અમદાવાદથી પ્રતિમાજી મુંબઈ કેમ લાવવાં તે વિચારવા લાગ્યા. રેલવે લાઈન હતી નહીં, નર્મદા અને તાપી ઉપર પુલ નહોતા, એટલે ઋષભદેવ ભગવાનની પ્રતિમાજી સહિત ૧૬ પ્રતિમાજીઓ પાલખીમાં પધરાવી ૧૬ Page #257 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૪ર જમીનમાર્ગે ભરૂચ લાવવામાં આવી. આખે રસ્તે રોજ નહાઈ-ધોઈ સ્વચ્છ વસ્ત્ર સાથે પ્રતિમાજીની પૂજા કરી, પૂજાનાં કપડાંમાં શ્રાવકો પાલખી ઊંચકતા. ભરૂચથી પ્રતિમાજી નદી અને દરિયા માર્ગે વહાણમાં લાવવાની હતી. એ માટે મોતીશા શેઠે નવું જ વહાણ તૈયાર કરાવ્યું. દિવસો એવા નક્કી કરવામાં આવ્યા કે જેથી ચોમાસુ નડે નહીં અને અમદાવાદથી હેમાભાઈ, બાલાભાઈ, ત્રિકમભાઈ વગેરે શ્રેષ્ઠીઓ આવી શકે. વહાણમાં ધૂપ, દીપ વગેરેની બરાબર વ્યવસ્થા કરવામાં આવી. ભરૂચથી વહાણ સુરત બંદરે આવ્યું. ત્યાં એક દિવસ રોકાઈ, પવનની અનુકૂળતા થતાં તે મુંબઈ આવ્યું. શેઠ મોતીશાએ ભાવપૂર્વક અને ભારે ઠાઠમાઠથી પ્રતિમાજીનું સામૈયું કર્યું. આ પ્રસંગે જલયાત્રાનો મોટો વરઘોડો ચઢાવવામાં આવ્યો હતો. સુહાગણ સ્ત્રીઓએ માથે કળકળશ લીધા હતા. શેઠાણી દિવાળીબાઈએ રામણદીવડો લીધો હતો. હાથી, ઘોડા, રથ, ઘોડાગાડીઓ, અષ્ટમંગલ ધૂપ, દીપ, ચામર, છત્ર, ઈન્દ્રધ્વજ, ભેરી, ભૂંગળ, શરણાઈ, નગારાં વગેરે વડે આ વરઘોડો એવો તો શોભતો હતો કે, શ્રી વીરવિજયજી મહારાજ કહે છે તેમ, ટોપીવાળા અંગ્રેજ હકમો પણ તે જોઈને બહુ જ હરખાયા હતા. કારણ કે વરઘોડા માટે ખાસ વિલાયતી વાજિંત્રો પણ લાવવામાં આવ્યાં હતાં. વિલાયતી બેન્ડવાજાં આ પહેલાં મુંબઈમાં કોઈએ જોયાં ન હતાં. લોકોના હરખનો કોઈ પાર ન હતો. વરઘોડો ઊતરતાં શેઠે સારી પ્રભાવના કરી અને રાત્રે ભાવના સાથે રાત્રિ જગો કર્યો. વિક્રમ સંવત ૧૮૮૫ના માગસર સુદ ૬ને દિવસે ભાયખલાના દહેરાસરનો પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ઠાઠથી ઊજવ્યો. મુંબઈમાં ભાયખલા વિસ્તારમાં શત્રુંજયની ટૂંક થતાં કાર્તિકી પૂનમ અને ચૈત્રી પૂનમે આ દહેરાસરે જાત્રાએ જવાનો રિવાજ મુંબઈમાં પડી ગયો, જે આજ દિવસ સુધી ચાલુ છે. મુંબઈના કેટલાક જૈનો મુંબઈમાં જ્યાં રહેતા હોય ત્યાંથી પગપાળા ભાયખલા જિનમંદિરની નવ્વાણું જાત્રા કરતા. મોતીશા શેઠ એ વખતે કોટમાં રહેતા હતા. તેમણે દરરોજ બે ઘોડાની બગીમાં બેસી ભાયખલામાં દેવ-દર્શને આવવાનો નિયમ રાખ્યો હતો. જિંદગીનાં પાછળનાં વર્ષોમાં તેઓ ભાયખલાના પોતાના બંધાવેલા બંગલામાં રહેતા હતા. તે બંગલામાં તેમણે પોતાની બેઠક માટે એવી જગ્યા પસંદ કરી હતી કે જ્યાં બેઠાં Page #258 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના મક તારણ • ૨૪૩ બેઠાં મંદિરનાં શિખરની, શિખર ઉપર બિરાજમાન ધર્મનાથ ભગવાનનાં તથા શિખર ઉપર ફરફરતી ધજાનાં દર્શન થાય. હજુ પણ કોઈક સારું કામ કરવાનું જીવનમાં બાકી છે એમ શેઠ મોતીશાના મનમાં ઘોળાયા કરતું હતું. એમનો વહાણવટાનો વેપાર હતો. અંગ્રેજ સરકારનું રાજ્ય હતું. એક વખત વહાણવટાના વેપાર બાબતે જકાતના રૂપિયા તેર લાખ ભરવા સરકારે મોતીશા શેઠને નોટિસ મોકલી. શેઠથી આ સહન ન થતાં કોર્ટમાં કેસ દાખલ કર્યો. જો આમાં પોતે જીતી જાય તો તે તેર લાખની રકમ સારા માર્ગે જ ખર્ચવી તેવો તેમણે સંકલ્પ કર્યો. ધર્મશ્રદ્ધાના બળે આ કેસમાં તેઓ વિજયી બન્યા. તેથી આ રકમ ક્યાં વાપરવી તેનો પોતે વિચાર કરતા હતા. આ બાબતે તેમણે પોતાની પત્ની દીવાળીબહેનને પૂછ્યું. દીવાળીબહેન પણ ધર્મભાવનામાં હંમેશાં સહાય કરનારાં હતાં. તેમણે એક ભવ્ય જિનમંદિર પાલિતાણાના મહાન ગિરિરાજ ઉપર નિર્માણ કરવા જણાવ્યું કે જેથી ત્યાં નિત્ય હજારો લોકો ભાવપૂર્વક દર્શન કરે. મોતીશા શેઠને તો આ શબ્દોએ જાણે ભાવનાનું પૂર આપ્યું. તેમણે કહ્યું, “આ વિચાર તો મને નહોતો આવ્યો; પરંતુ હવે તો હું પાલિતાણાના પર્વતાધિરાજ શત્રુંજય ઉપર અલૌકિક જિનચૈત્ય બંધાવીશ. શત્રુંજયની ભક્તિથી મારો આત્મા મૃત્યુંજય બનશે.” મોતીશા શેઠ પાલિતાણા પહોંચ્યા. શત્રુંજય ડુંગર ચડી ગયા. દહેરાસર ક્યાં બનાવવું તે માટે જગ્યા શોધવા લાગ્યા. નસીબ-સંજોગે અમદાવાદના નગરશેઠ હેમાભાઈનો તેમને ત્યાં ભેટો થઈ ગયો. મોતીશાએ કહ્યું, “મારે અહીં સુંદર મંદિરનું નિર્માણ કરવું છે.” બહુ સુંદર!” હેમાભાઈએ આનંદ વ્યક્ત કર્યો. “ચાલો! સ્થળ પસંદ કરીએ.” મોતીશા શેઠે મોટી ટૂંક અને ચૌમુખજીની ટૂંકની વચ્ચેની ખાડી પસંદ કરી! ઊંડી અને ભયંકર ખીણ! શેઠ હેમાભાઈ મનોમન ખચકાયા. પરંતુ મોતીશા શેઠે કહ્યું, “આ ખીણને પૂરીને હું મંદિર બનાવીશ. મને આ ખીણ આપી દો.” હેમાભાઈ શેઠને કોઈ વાંધો ન હતો. ખીણ મોતીશા શેઠને સોંપાઈ. મોતીશાએ વખત ગુમાવ્યા વગર શિલ્પીને તેડું મોકલ્યું. શિલ્પી રામજી કુશળ Page #259 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૨૪ -- કસબી અને પાછો નિષ્ણાત જ્યોતિશી! રામજી શિલ્પીએ મુહૂર્ત જોવા માંડ્યું. ઘણું ચિંત્વન કર્યા પછી કહ્યું, “હમણાં મુહૂર્ત નથી આવતું. ધનાર્કના દિવસો ચાલે છે.” શેઠે કહ્યું, “..પરંતુ મારે થોભવું નથી. મારે જેમ બને તેમ જલદી મંદિર બનાવવું છે. કોઈ સંજોગોમાં થોભવું પોષાય તેમ નથી. શીધ્ર કામ શરૂ કરો.” સલાટ રામજીનું કંઈ ન ચાલ્યું. શેઠને હાથે મુહૂર્ત થયું. રામજીને ભાવિના લેખ વંચાયાઃ “શેઠના હાથે કદાચ પ્રતિષ્ઠા ન પણ થાયી જેવા ભાવિભાવ. વિક્રમ સંવત ૧૮૮૮નું એ વર્ષ અને માગસરનો એ કૃષ્ણ પક્ષ. ખીણ પુરાઈ ગઈ. ઈટમાટી ન વાપરતાં ખીણમાં નકરા પથરા ભર્યા કે જેથી મંદિરનો પાયો નક્કર ભૂમિ પર મંડાય; અને દહેસાર બનવા માંડ્યું. શેઠે મંદિરનિર્માણ માટે ૧,૧૦૦ કારીગરો અને ૩,૦૦૦ મજૂરો રોક્યા. તેમણે કુલ્લે ૫,૦૦૦ પ્રતિમાજી ઘડાવી. તે જ દહેરાસરમાં પધરાવી શકાય, તેટલી પધરાવાની અને વધે તે જેને જોઈએ તેને આપવી. શેઠ મોતીશાની ભાવના એટલી ઊંચી હતી કે પથ્થરમાંથી પ્રતિમા ઘડતી વખતે પણ શિલ્પીઓ નાહીધોઈ, પૂજાનાં કપડાં પહેરી, મુખકોશ બાંધીને પ્રતિમા ઘડતા. મુખમાંથી આખો દિવસ દુર્ગધ ન આવે એ માટે દરેકને સવારે કેસર-કસ્તુરીનો મુખવાસ આપવામાં આવતો. વળી, રસોડામાં એવી કાળજીથી રસોઈ બનાવવામાં આવતી કે જે જમવાથી વાછટ પણ ન થાય અને કદાચ થાય તો સ્નાન કરીને જ પાછું ઘડવા બેસાય. વળી, પ્રતિમાજીને ઘડતાં તેને ઊંધી કરવાની કે પગ વચ્ચે દબાવવાની પણ મનાઈ હતી. એ વખતે આ પ્રતિમાજી ઘડવા પાછળ અને મંદિરના બાંધકામ પાછળ શેઠને રૂપિયા નવ લાખ અને સાતસોનો ખર્ચ થયેલો. તે જમાનામાં આખા દિવસની મજૂરી દોઢ આનો (દસ પૈસા) જેટલી હતી. એ વખતે આટલો ખર્ચ તો ખરેખર અધધધ ગણાય! ૪૭ વર્ષની ઉંમરે શેઠે ટૂંક બંધાવવા માંડી. સંવત ૧૮૮૮માં મંદિરબાંધણીનું કામ સતત ચાલતું હતું. શેઠની પ૩ વર્ષની વયે તબિયત લથડી. પોતે પ્રતિષ્ઠાનો દિવસ જોશે કે કેમ તે વિષે શંકા થવા લાગી. તેમણે પોતાના પુત્ર ખીમચંદભાઈને ભલામણ કરતાં કહ્યું, “મારે પ્રતિષ્ઠા જરૂર કરવી છે, પણ ગોડીજી મહારાજનો હુકમ હશે તેમ થશે. મારું શરીર પડી જાય તો શોક કરવો નહીં, શોક પાળવો નહીં, લીધેલ મુહૂર્ત ફેરવવું નહીં અને મારી ખોટ જણાવા Page #260 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૪૫ દેવી નહીં.” પ્રતિષ્ઠાનું મુહૂર્ત સંવત ૧૮૯૩ના મહા સુદ દશમનું હતું. પરંતુ સંવત ૧૮૯૨ના પર્યુસણ પર્વ દરમ્યાન ભાદરવા સુદ એકમના દિવસે ૫૪ વર્ષની વયે શેઠ મોતીશાનો સ્વર્ગવાસ થયો. પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવતો ગયો. પતિના મનોરથ પૂર્ણ કરવાના ભાવથી દીવાળીબહેને તથા શેઠના દીકરા ખીમચંદભાઈએ પ્રતિષ્ઠાના સમયે મુંબઈથી પાલિતાણાનો સંઘ કાઢ્યો. સૌને આમંત્રણ હતું અને વિનંતી કરાઈ હતી કે કોઈએ શોક કરવાનો નથી. સંઘ પાલિતાણા પહોંચ્યો. છૂટા હાથે દીવાળીબહેને દાનની વર્ષા કરી. કિન્તુ કુદરતના કાનૂન ન્યારા છે. પાલિતાણામાં જ દીવાળીબહેન અચાનક માંદાં પડી ગયાં. પથારીમાં સૂતાં સૂતાં તેમણે કહ્યું, “હું પણ જાઉં છું. ધર્મકાર્યમાં કોઈ વિક્ષેપ ન કરશો. પ્રતિષ્ઠા અદ્ભુત થવી ઘટે. હું તો પ્રતિષ્ઠા સુંદર રીતે થઈ રહી છે તેમ શેઠને કહેવા જાઉં છું.” એમ કહેતાં શેઠાણીનો પ્રાણ ઊડી ગયો. શેઠ ખીમચંદભાઈએ સમય સાચવી લીધો. શોક નહીં કરીને અને કમર કસીને પ્રતિષ્ઠા માટે જરૂરી કામ ચાલુ રાખ્યું. શિલ્પી રામજીની વેદનાનો પાર ન હતો. ‘પોતે શેઠને સમજાવી ન શક્યો; કમૂરતાંએ ભાવ ભજવ્યો. મંદિર તો બનાવ્યું પણ પ્રતિષ્ઠા જોવા ના રહ્યા શેઠ - કે શેઠાણી રે! કેવો ભાવિભાવ!' મહા સુદ દસમે, બરાબર મુહૂર્ત પ્રમાણે પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠાની પૂર્ણાહૂતિ થતાં આકાશમાંથી ઝરમર ઝરમર વર્ષા વરસવા લાગી અને પર્વતાધિરાજ શત્રુંજયની ચોમેર અલૌકિક હવા મહેકી ઊઠી. સકળ ચતુર્વિધ સંઘે સુવિખ્યાત ‘મોતીશાની ટૂંક'ને વધાવતાં ગાયું : લાવે લાવે મોતીશા શેઠ નહન જળ લાવે છે! નવરાવે મરૂદેવા નંદ નવ્હન જળ લાવે છે! સકળ સંઘને હરખ ન માય નબન જળ લાવે છે! Page #261 -------------------------------------------------------------------------- ________________ રાજ સૂર્યયશા છે અહી. પ્રભુ ઋષભદેવના જયેષ્ઠ દીકરા ભરત ચક્રવર્તીનો જયેષ્ઠ પુત્ર તે સૂર્યપશા. દસ હજાર રાજાઓનો તે અધિપતિ હતો. વિનીતા નગરીનાં નગરજનોનું તે નીતિથી પાલન કરતો હતો. શક્રાવતાર નામના શ્રી ઋષભદેવ પ્રભુના ભવ્ય જિનાલયમાં રોજ સવારે સેના સહિત જવાનો તેનો નિયમ હતો. આ ઉપરાંત, તેને અનેક રાજાઓ અને બીજા અનેક પરિજનો સાથે પાક્ષિકના દિવસે પૌષધ કરવાનો નિયમ હતો. પાક્ષિકના દિવસે તે પોતે તો કોઈ આરંભસમારંભ કરતો નહીં પરંતુ બીજા નાગરિકો પણ તે દિવસે આરંભસમારંભ ન કરે તેવો આગ્રહ રાખતો. સંજોગો અનુકૂળ હોય કે પ્રતિકૂળ પરંતુ પાક્ષિકના દિવસે પૌષધ કરવાનું તે ક્યારે પણ ચૂકતો નહીં. એક દિવસ સૌધર્મેન્દ્ર પોતાની સભામાં બેઠાં બેઠાં અવધિજ્ઞાનથી પર્વ સંબંધી સૂર્યપશાનું દઢ મન જોયું. આથી તેણે મનોમન પ્રશંસા કરી અને મસ્તક નમાવી ભાવથી સૂર્યયશાને નમસ્કાર કર્યા. ઈન્દ્રસભામાં એ વખતે સંગીત અને નૃત્યનો સારો જલસો જામ્યો હતો. રંભા અને ઉર્વશી બીજી ગંધર્વીઓ સહિત સંગીત-નૃત્યમાં મશગૂલ હતી. તે વખતે સૌધર્મેન્દ્રને આમ અચાનક માથું નમાવતા જોઈ અપ્સરાઓએ ઈન્દ્રને પૂછ્યું, “સ્વામી! મૃત્યુલોકના વૃદ્ધ આદમીની જેમ તમે માથું કેમ ઘુણાવ્યું? શું અમારા નૃત્યતાલમાં કંઈ ભૂલ થઈ છે?” ઈન્દ્ર જવાબ આપ્યો, “મેં માથું ધુણાવ્યું નથી, પણ માથું નમાવ્યું હતું. મૃત્યુલોકમાં ભરત ચક્રવર્તીના જયેષ્ઠ પુત્ર સૂર્યપશાની ધર્મ પ્રત્યેની દઢ શ્રદ્ધા જોઈને અહીં બેઠાં બેઠાં મેં ભાવથી તેમને વંદના કરી છે. તેઓ પોતાના વ્રતનિયમોમાંથી કદી ચલિત થતા નથી. વ્રતનિયમોમાં હંમેશાં અટલ અને અડગ રહે છે. આથી બીજા અનેક લોકો તેમના સંગથી આરાધનામાં જોડાય છે. આથી આવા દૃઢ શ્રદ્ધાળુ સૂર્યપશાને મેં ભાવથી વંદના કરી છે.” રંભા અને ઉર્વશી તરત જ બોલી ઊઠી, “અન્ન અને પાણી ઉપર જીવતા Page #262 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૪૦ પામર માનવની આટલી પ્રશંસા? અમે જોઈશું તેની દઢતા. અમારું સૌંદર્ય જોશે તો મોહ પામી જશે અને એની શ્રદ્ધા ક્યાંય ફેંકાઈ જશે.” રંભા અને ઉર્વશી માનવસ્ત્રીનું રૂપ ધરીને વિનીતા નગરીમાં આવી. આવીને સીધી શક્રાવતાર જિનમંદિરમાં ગઈ. ત્યાં જઈને વિણાના મધુર સૂર સાથે પોતાના કોકિલ કંઠે જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરવી લાગી. મંદિરનું વાતાવરણ ભક્તિતરબોળ બન્યું. સમય થતાં પૌષધ પાળીને સૂર્યયશા પરિવાર સહિત દર્શન કરવા માટે આ ચૈત્યે આવી પહોંચ્યો. ચૈત્યને જોતાં વાહનમાંથી તે નીચે ઊતર્યો. મુગટ, છત્ર અને ચામર બાજુએ મૂક્યાં અને ઉઘાડા પગે ચૈત્યમાં દાખલ થયો. ત્યાં તેણે આ ભક્તિમય અને તાલબદ્ધ સંગીત સાંભળ્યું. તેણે પરમાત્માની સ્તુતિ કરી. બહાર નીકળતાં તેની નજર નૃત્યગાન કરતી બે યુવતીઓ ઉપર ગઈ, પરંતુ જિનાલયમાં એવી નજર કરવી વ્યર્થ છે એમ સમજી તેણે તે અંગેના તમામ વિચારો બળપૂર્વક છોડી દીધા. મહેલમાં પાછા ફરી તેણે એ યુવતીઓની માહિતી મંગાવી. મંત્રી યુવતીઓ પાસે આવ્યો. તેમનો પરિચય પૂછ્યો. યુવતીઓએ કહ્યું, અમે બંને વિદ્યાધરની પુત્રીઓ છીએ. અમે અમારું વચન પાળનાર અને અમારું કહ્યું કરનાર એવા પતિની શોધમાં છીએ. કેટલાય વખતથી અમે આવા પતિને શોધીએ છીએ પણ હજુ તેવો પુરુષ અમને મળ્યો નથી. હવે અમે આશા છોડી દીધી છે. આથી અહીંથી અમે અમારા સ્થાને જઈશું.” મંત્રીએ કહ્યું, “સુકન્યાઓ! તમે નિરાશ ન થાઓ. તમારી ઇચ્છાઓ પૂર્ણ કરે એવો પુરુષ આ નગરીમાં છે. નગરીનો રાજા સૂર્યપશા. ઋષભદેવ પ્રભુના પૌત્ર થાય છે અને ચક્રવર્તી ભરતરાજના જયેષ્ઠ પુત્ર છે. તે રૂપવાન, ગુણવાન અને બળવાન છે. તેમના જેવો કોઈ પુરુષ ત્રણે ભુવનમાં શોધતાં નહીં જડે. તમે તેમને તમારો ભરથાર કરો. તમારા વચનનું તે કદી ઉલ્લંઘન નહિ કરે; કારણ કે એક વખત પ્રતિજ્ઞા લીધા પછી તે પ્રતિજ્ઞાભંગ કદી નથી કરતા. યુવતીઓ (રંભા અને ઉર્વશી)એ કહ્યું, “અમારા વચનનું તે ઉલ્લંઘન નહીં કરે તેની ખાતરી શી?” મંત્રીએ કહ્યું, “મારા રાજા વતી હું તમને ખાતરી આપું છું કે સૂર્યયશા રાજા તમારા વચનનું કદી ઉલ્લંઘન નહિ કરે.” મંત્રીનું વચન મળતાં આ માનવ Page #263 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૪૮ દેહધારી રંભા અને ઉર્વશીએ સૂર્યયશા સાથે લગ્ન કર્યા. રાજા સાથે સંસારનો સુખોપભોગ કરતી સ્વર્ગની અપ્સરાઓએ એક દિવસ પડતનો અવાજ સાંભળ્યો. તેઓએ રાજાને પૂછયું, “સ્વામી! આ શેનો અવાજ સંભળાય છે?” સૂર્યયશાએ કહ્યું, “પ્રિયે! આ ધર્મપડતનો અવાજ છે. આવતી કાલે અષ્ટમીનો પર્વનો દિવસ છે. પર્વના દિવસે નગરનો કોઈ પણ પ્રજાજન દળણ, ખંડન, રંધન, અબ્રહ્મસેવન, જ્ઞાતિભોજન, તિલ વગેરેનું પલણ, રાત્રિભોજન, વૃક્ષછેદન, ઈટ તથા ચૂનો પકાવવા માટે અગ્નિ પ્રજવલન, શાકભાજી ખરીદવી વગેરે કોઈ પણ જાતનો પાપવ્યવહાર કરશે નહીં, તેમ જ કરાવશે નહીં. બાળકો સિવાય લગભગ બધાં જ કાલે ઉપવાસ કરશે. ઉપરાંત અનેક રાજાઓ તથા પ્રજાજનો પર્વનો દિવસ હોવાથી પૌષધ કરશે. હું પણ કાલે પૌષધશાળામાં રહીને ધર્મની આરાધના કરીશ.” - રંભા અને ઉર્વશી જે તકની રાહ જોતી હતી તે તક તેમને મળી ગઈ. સૂર્યપશાનો ખુલાસો સાંભળતાં જ બંને મૂચ્છિત થઈ ગઈ. રાજાએ તરત જ તેમની યોગ્ય સારવાર કરી થોડું સ્વસ્થ થયા બાદ બંનેએ કહ્યું, “પ્રાણેશ! અમને તમારા ઉપર એટલો બધો પ્રેમ છે કે આવો તમારો વિરહ અમારા માટે અસહ્ય છે અને તમે કાલે આખો દિવસ અમારાથી દૂર રહેવા માગો છો? ના નાથ! ના. અમારાથી તમારો વિરહ જિરવાશે નહીં. સંભવ છે કે તમારા વિરહથી તરફડીને અમારું મૃત્યુ પણ થઈ જાય. માટે અમારી પ્રાર્થના સ્વીકારો અને કાલે પૌષધ કરવાનું માંડી વાળો.” - સૂર્યયશાએ તેના જવાબમાં જણાવ્યું, “દેવીઓ! મારા માટેનો તમારો પ્રેમ હું જોઈ શકું છું. પરંતુ નિત્ય આનંદ આપતા ધર્મને હું છોડી શકું તેમ નથી. સ્વર્ગનું સુખ સુલભ છે, પરંતુ જિન ધર્મ મળવો અત્યંત દુર્લભ છે. પર્વના દિવસે પૌષધ કરવાનો મારો નિયમ છે. નિયમભંગ કરી મારો ભવ હું એળે જવા દેવા નથી માંગતો.” આ સાંભળી રંભા-ઉર્વશી બોલી, “નાથ! આમ કહેતાં તમે કેમ ભૂલી જાઓ છો કે લગ્ન વખતે તમે અમને અમારું કહ્યું કરવાનું વચન આપ્યું હતું? અમે તમને પૌષધ કરવાની ના કહીએ છીએ છતાંય પૌષધ કરીને શું તમે વચનભંગ થવા માગો છો?” - સૂર્યયશાએ કહ્યું, “રૂપાંગનાઓ! તમને વચન આપ્યું હતું એ ખરું, પરંતુ Page #264 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૪૯ તમે કહો તો રાજપાટ સઘળું છોડી દઉં પણ હું મારો સ્વધર્મ નહિ છોડી શકું.” તો અમે કાલે આગમાં જીવતાં બળી મરીશું.” છંછેડાઈને રંભાઉર્વશીએ કહ્યું. સૂર્યયશા આથી મનની શાંતિ ખોઈ બેઠો. તેણે ઊંચા અવાજે કહ્યું, “લાગે છે કે તમે કોઈ વિદ્યાધરની કન્યાઓ નથી, કોઈ ચાંડાળ કુળની પુત્રીઓ છો. નીચ કુટુંબના માણસો જ ધર્મમાં અંતરાય ઊભો કરે છે; અને હું પૌષધ કરું તેમાં તમારે આત્મહત્યા કરવાની શી જરૂર છે?” તમે તે વચનના બદલામાં બીજું ગમે તે માગો. હું તે જરૂરથી આપીશ.” “પ્રાણેશ! તમારા ઉપર અમને અતૂટ સ્નેહ છે. તપસ્યાથી તમારા દેહને કોઈ કષ્ટ ન પડે તેવા શુભ હેતુથી અમે તમને પૌષધ ન કરવા કહીએ છીએ. આથી તમારે ગુસ્સે થવાનું કોઈ કારણ નથી. અમે અભંગ સુખ માગીએ છીએ અને તમે વચનભંગ થઈ તે સુખ ખંડિત કરો છો. અમે તો હજીયે પ્રાર્થના કરીએ છીએ કે કાલે પૌષધ કરવાનું માંડી વાળો અને અભંગ સુખ અમને આપો; અને જો તેમ ન કરી શકો તેમ હો તો જે જિનેશ્વર ભગવંત સમક્ષ તમે અમને વચન આપ્યું હતું તે જિનાલયને તોડી નાખો કે જેથી તેને જોઈને અમને તમારા વચનભંગની કોઈ કડવી યાદ ન આવે.” જિનાલયને તોડી નાંખવાનું?” – આ સાંભળતાં જ રાજા સૂર્યપશાના હૈયે વજાઘાત થયો. મૂર્છાથી તે ભોંય પર પડી ગયો. ઉપચારથી ભાનમાં આવતાં તે બોલ્યો, “તમે સાચે જ અધમ સ્ત્રીઓ છો. મેં તમને કંચન ધારી હતી પણ તમે કથીર નીકળી. ખેર, જેવાં મારાં ભાગ્ય. પણ હવે તમે ધર્મનો લોપ ન થાય તેવું કંઈ પણ માગો, જેથી તે આપીને હું વચનભંજક ન ગણાઉં.” “તો તમે તમારા પુત્રનું મસ્તક છેદીને અમને આપો.” અપ્સરાઓ બોલી. ભદ્ર! શા માટે બીજા કોઈની જીવહિંસા માગો છો? જોઈએ તો તમે મારું જ મસ્તક લઈ લો.” એમ કહીને સૂર્યયશા તુરત જ ખગ કાઢી પોતાનું મસ્તક છેદવા લાગ્યો. પણ ત્યાં જ ખર્ગ ખંભિત થઈ ગયું. રાજાએ બીજું પગ લીધું તે પણ ખંભિત થઈ ગયું. આમ ઘણી વખત તેણે પોતાનું મસ્તક છેદવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં તે સફળ ન થયો. છેવટે સૂર્યયશાની નિયમમાં દૃઢ અને અવિચળ શ્રદ્ધા જોઈ રંભા-ઉર્વશીએ Page #265 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૨૫૦ પુષ્પવૃષ્ટિ કરી અને મૂળ સ્વરૂપે પ્રકટ થઈ બોલી, “રાજન! તમારા દઢ નિયમને ધન્ય છે! તમારા મહિમાથી અમારું મિથ્યાત્વ નાશ પામ્યું છે.” ત્યાર પછી સૂર્યયશા આરિસા ભવનમાં જ, પોતાના પિતાની જેમ, કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. સૂર્યપશાના જીવનમાંથી પ્રેરણા લઈને ભવ્ય જીવોએ પર્વના દિવસે પૌષધ કરવાનો અતૂટ નિયમ જાળવવો. તેવા નિયમપાલનથી આ લોકમાં અને પરલોકમાં સુખ મળે છે. કરૂણા ના કરનારા હે-કરૂણાના કરનારા, તારી કરૂણાનો કોઈ પાર નથી હે સંકટના હરનારા, તારી કરૂણા નો કોઈ પાર નથી મેં પાપો કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા મારી ભૂલોના ભૂલનારા, ..તારી હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી અવળી ને સવળી કરનારા, ..તારી હે પરમ કૃપાળુ વહાલા, મેં પીધા વિષના પ્યાલા વિષને અમૃત કરનારા કદી છોરૂ કછોરૂ થાયે, તું તો માહિતર કહેવાય શીળી છાયાના દેનારા, ..તારી મળે જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો ઓ મારા સાચા ખેવનહારા, ...તારી છે મારું જીવન ઉદાસી, તું શરણે લે અવિનાશી મારા દીલમાં હે રમનારા ..તારી ...તારી Page #266 -------------------------------------------------------------------------- ________________ [૭૧] શાણી સુમતિ શ્રાવિકા સુમતિ ખરેખર સુંદર મતિવાળી હતી. વીતરાગના ચરણમાં જેની અનન્ય શ્રદ્ધા છે, સમ્યકત્વ ભવાની જેની આરાધિકા છે, આત્મનિર્મળતામાં જેનું ચિત્ત રમી રહ્યું છે, પ્રભુનાં વચનોમાં જેને પૂર્ણ શ્રદ્ધા છે, શ્રદ્ધા સાથે આચારનો જેનામાં સમન્વય થયેલો છે એવી તે શ્રાવિકા સુમતિનો પતિ બહાર ગયો છે અને આંખનાં રતન સમા બે યુવાન પુત્રોનું અકસ્માતે એક સાથે મૃત્યુ થાય છે. ક્ષણભર તો સુમતિ સ્તબ્ધ થઈ જાય છે. પણ વીતરાગનાં ચરણો જેણે પૂજ્યાં છે એવી અનન્ય શ્રદ્ધાવાન એ નારી થોડી જ ક્ષણોમાં સ્વસ્થ થઈ જાય છે. બન્ને પુત્રોને એક ઓરડામાં સુવરાવી ઉપર સફેદ ચાદર ઓઢાડી દીધી અને ઉંબરામાં પતિની રાહ જોતી ઊભી રહી. કેટલાક સમય બાદ પતિ આવે છે. રોજની હસતી નારીનું મુખ ઉદાસ જુએ છે. પતિના મનમાં પ્રશ્ન ઊઠે છે? થયું હશે? પત્નીનું મુખ કેમ ઉદાસ? અને એ પૂછે છે, “સુમતિ! શું થયું? કેમ ઉદાસ છે?” કંઈ નહીં, દેવ! પાડોશી સાથે જરા ઝગડો થઈ ગયો!” “અરે, સુમતિ! તું આ શું બોલે છે? ઊંચે અવાજે બોલતાં પણ તને કદી કોઈએ સાંભળી નથી. તે ઝઘડો કરી શકે કઈ રીતે?” “નાથી થોડા સમય પહેલાં, પ્રસંગે પહેરવા પાડોશીને ત્યાંથી બે રત્નકંકણ લાવી હતી. મને બહુ ગમ્યાં ને મેં રાખી લીધાં. આજે પાડોશી માગવા આવ્યા. પણ મારે નહોતા આપવાં. તેથી ઝઘડો થયો.” “અરે, પાગલ! એમાં તે ઝઘડો થાય? જેનું હોય તે માગવા આવે તો આપી જ દેવું જોઈએ ને? પારકું કેટલા દિવસ રખાય? લાવ, હું આપી આવું!” ના, પણ મને આપવાં નહીં ગમે, મારે તો એ રત્નકંકણ રાખવાં છે. બહુ ગમે છે એ મને! ન આપું તો!” Page #267 -------------------------------------------------------------------------- ________________ જિન શાસનના ચમકતા સિતારા ૦ ૫ર અરે! આજે તને થયું છે શું?” “પારકી વસ્તુ આપણાથી ન રખાય. જેની હોય તેને તે આપી દેવી જ પડે?” “હા, હા. તેમાં પૂછવાનું શું? “પણ શું આપને દુઃખ નહીં થાય? હું પાછાં આપી દઈશ તો આપને દુઃખ નહીં થાય ને?” ના, ના. તેમાં દુઃખ થવા જેવું શું છે? આપણું કામ થઈ ગયું. સમય થઈ ગયો. પાછાં દઈ જ દેવાં પડે.” “એમ? તો ચાલો, હું એ રત્નકંકણ બતાવું.” અને સુમતિ પોતાના પતિને હાથ ઝાલી અંદરના ઓરડામાં દોરી ગઈ, જ્યાં બન્ને પુત્રો ચિરનિંદ્રામાં પોઢી ગયા હતા. મુખ પરથી સહેજ કપડું દૂર કરી સુમતિએ ધીરેથી પતિને કહ્યું, “જુઓ નાથ! આ બે રત્નકંકણ તેનો સમય પૂરો થઈ ગયો અને તે રવાના થઈ ગયા!” પતિ તો અવાક્ રહી ગયો. પુત્રોના મૃત્યુને આ સ્ત્રી આ રીતે મૂલવી શકે? એ માતૃહૃદય આટલી સમતા દાખવી શકે? કઈ હશે એ શક્તિ અને સુમતિનો પતિ ત્યાં જ તેની પત્નીનાં ચરણમાં ઢળી પડ્યો. કહ્યું, “સુમતિ! તે ખરેખર વીતરાગનાં ચરણ-શરણની સાચી ઉપાસના કરી છે, આટલા મોટા આઘાતને જીરવવાની શક્તિ, વીતરાગિતા, વીતરાગ પ્રત્યેની તારી અનન્ય ભક્તિએ જ તને આપી છે!” પ્રિય વાચક! આ છે હર્ષશોકથી પર દશા! સમકિતી જીવને રોમેરોમે વીતરાગિતાની શ્રદ્ધા ભરી હોય, તેથી જ આવા મહાભયંકર આઘાતમાં પણ તે સમતા ટકાવી રાખી શકે. પ્રભુને પ્રક્ષાલ કરતાં ગાઈએ છીએ કે: જ્ઞાન કળશ ભરી હાથમાં, સમતા રસ ભરપૂર, શ્રી જિનને નવરાવતાં કર્મ થયાં ચકચૂર. Page #268 -------------------------------------------------------------------------- ________________ [] લીવર પૃથ્વીપુર નગરમાં એક ધીવર નામનો માછીમાર રહેતો હતો. તે માછીમારના કુળમાં જન્મ્યો હતો છતાં દયા, લાગણી તેના હૃદયમાં જીવતી હતી. તેથી તે કદી માછલાં મારવા તૈયાર થતો નહીં. પરંતુ તેના પિતા ગુજરી ગયા પછી કુટુંબીઓએ તેને જાળ પકડાવી, જીવિકાનો ભય બતાવી, પરાણે માછલાં પકડવા મોકલ્યો અને તેના હાથમાં ધારદાર છરી મોટાં માછલાં કાપવા આપી. દુ:ખાતા હૃદયે તે જળાશયે ગયો ને કેટલાંક માછલાં કાપવા બેઠો. ટેવ ન હોવાથી છરીથી તેની આંગળી કપાઈ ગઈ ને લોહી વહેવા લાગ્યું. અસહ્ય વેદના થતાં તે વિચારવા લાગ્યો કે, “નિર્દય માણસોને ધિક્કાર છે! “તું મરી જા” એમ કહેવા માત્રથી જીવને દુઃખ થાય છે, તો વધ આદિથી તો કેવું દુઃખ થાય?” તે લોહીથી ખરડાયેલા હાથે વિચારે ચડી ગયો કે, આટલી આંગળી કપાતાં આટલું બધું દુઃખ થાય છે તો બીજા જીવોને કાપતાં તેમને કેટલું અસહ્ય દુ:ખ થતું હશે?” તે વખતે ત્યાંથી કોઈ ગુરુ-શિષ્ય જંગલમાં જતા હતા. શિષ્ય આ ઘીવરને જોઈ ગુરુ મહારાજને પૂછ્યું, “ગુરુજી! આવા પાપી જીવોનો ઉદ્ધાર કોઈ રીતે જણાતો નથી!” ગુરુશ્રીએ કહ્યું, “ભદ્ર! તીર્થંકર પરમાત્માએ જીવોની વાસ્તવિકતા જોઈ છે. તેથી જ તેઓએ એકાંતે નહીં પણ સર્વાગીણ અપેક્ષાએ જગતને અનેકાંતવાદ (સાપેક્ષવાદ) સમજાવ્યો છે. તેમણે ફરમાવ્યું છે કે અનેક ભવોમાં ઉપાર્જિત કરેલાં દુષ્કર્મોને આ જીવ અધ્યાત્મના બોધ – સદ્ભાવના અને શુભપરિણામથી અલ્પકાળમાં નષ્ટ કરી શકે છે. જીવ જે સમયે જેવા ભાવમાં વર્તતો હોય, તે સમયે તેવાં શુભાશુભ કર્મને મેળવે છે.” આ પ્રમાણે શિષ્યને આત્માની પરિસ્થિતિ સમજાવી અને પછી બોલ્યા, “ “જીવવાહો મહાપાવો અર્થાત્ જીવવધ એ મહાપાપ છે.” ધીવરે આ સાંભળ્યું. Page #269 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના સમકતા સિતારા ૦ ૨૫૪ ગુરુ-શિષ્ય ચાલ્યા ગયા. ધીવરે નક્કી કર્યું કે, આજથી મારે જીવવધ કરવો નહીં; અને દયાની ચિંત્વનામાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. વીતી ગયેલો પૂર્વભવ સ્મૃતિપટ પર ઊપસી આવ્યો. તે જાણી શક્યો કે પૂર્વે કરેલી ચારિત્ર્યની વિરાધનાથી નીચ કુળમાં પોતાને અવતાર મળ્યો. તેને ત્યાં ને ત્યાં દીક્ષા લેવાની દૃઢ ભાવના ભાવી. પરભવ તથા આ ભવની વિરાધના, પાપવૃત્તિની નિંદા-ગર્લ્સ કરવા લાગ્યો. પરિણામે થોડી જ વારમાં ભાવચારિત્ર્યની રમણતાએ શુક્લ ધ્યાન પ્રગટતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સમીપમાં રહેલા દેવોએ મહિમા કર્યો. આકાશમાં દુંદુભિ ગડગડી ઊઠ્યાં. તે સાંભળી પેલા શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ભગવાન! આ શું?’’ ગુરુએ કહ્યું, “મહાનુભાવ! પેલા માછીમાર ધીવરને કેવળજ્ઞાન થયું. દેવો મહિમા કરવા આવ્યા છે. તે નિમિત્તે દુંદુભિ વાગી રહ્યાં છે.” તે સાંભળી શિષ્ય હર્ષ અને વિસ્મય પામ્યો. ગુરુ બોલ્યા, “તું તે કેવળી મહારાજને મારા ભવો કેટલા છે તે પૂછી આવ.” ગુરુઆજ્ઞાથી શિષ્ય ગયો; પણ તેના અચરજનો પાર ન હતો. જ્ઞાનીએ તેને બોલાવતાં કહ્યું, “મુનિ! એમાં શું આશ્ચર્ય થાય છે? હું એ જ ધીવર · છું. દ્રવ્ય-ભાવ બંને પ્રકારની હિંસામાંથી મારો આત્મા છૂટી જવાથી, તે સંસારનાં સર્વ બંધનોમાંથી છૂટી ગયો છે. તમારા ગુરુજીને કહેજો કે તેઓ જે વૃક્ષ નીચે ઊભા છે તે વૃક્ષનાં જેટલાં પાંદડાં છે તેટલા તેમને ભવ કરવાના છે. તમે (શિષ્ય) આ ભવમાં જ મુક્ત થશો.” આ સાંભળી હર્ષ અને અચંબો પામતો શિષ્ય ગુરુ પાસે આવ્યો ને કેવળીએ કહેલી વાત જણાવી. આ સાંભળી ગુરુ અતિહર્ષિત થઈ નાચી ઊઠ્યા ને બોલ્યા, “અતિ આનંદની વાત છે કે હવે મારે ગણતરીના જ ભવો કરવાના છે. ખરે જ હું ધન્ય છું. જ્ઞાનીનાં વાક્યો સત્ય છે.” અને ગુરુ-શિષ્ય સંયમમાં સાવધાન થઈ આગળ વધ્યા અને શ્રેય સાધ્યું. આ રીતે ધીર એક માછીમાર હોવા છતાં અહિંસાના પ્રતાપે ક્ષણ વારમાં કેવળજ્ઞાની બન્યા. માટે જ સર્વ વ્રતોમાં પ્રથમ અહિંસા વ્રત છે. તેનો મહિમા જેટલો ગાઈએ તેટલો ઓછો છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ [9]. રત્નાકર સૂરિજી રત્નાકર સૂરિજી મહારાજ સકલશાસ્ત્ર નિપુણ હતા. તેઓ ધર્મ સિદ્ધાંત દર્શનશાસ્ત્ર, ન્યાય-વ્યાકરણ, સાહિત્ય, છંદ, જ્યોતિષ આદિમાં પ્રખર અભ્યાસી હતા. રાજ્યમાં કોઈ માણસ પોતાની ઓળખાણ પંડિત તરીકે ન આપતા - તેમનું નામ સાંભળતાં જ પંડિતો બોલવાનું ટાળતા.આચાર્યશ્રી જબરા વિવેચક હતા, અને એક પદના તેઓ અનેક સુસંગત અર્થ કરી રાજ્ય સભાને અચંબામાં નાખતા. રાજાએ તેમને “અનેકાર્થવાદી”નું બિરૂદ આપ્યું હતું. રાજા અને પ્રજામાં અતિ માન સન્માન મળવાથી તેઓ ચારીત્રમાં શીથીલ થવા લાગ્યા. રાજસભામાં જવા આવવા પાલખી વાપરવા લાગ્યા; રાજા, સામત આદિના સુમધુર આહાર અને ઉત્તમ વસ્ત્રો વગેરે પણ લેવા લાગ્યા અને તે ભેગું કરી તેનો સંગ્રહ કર્યો. પણ તેમણે શ્રી વિતરાગ દેવના માર્ગ વિરુદ્ધ એકે અક્ષર ઉચ્ચાર્યો ન હતો. એક વાર નજીકના ગામમાં રહેતો, ઘીનો વેપારી પણ જીવા-જીવાદિ પદાર્થનો જ્ઞાતા, સાધુઓને પિતા અથવા ભાઈ માનનાર શ્રાવક ઘી વેચવાને નગરમાં આવ્યો. ઘીના ઘણા કંડલા (ગાડવા) વેચતો તેથી તેને સહુ કંડલીયા કહેતા. તેને રાજમાર્ગથી પાલખીમાં બેસી રત્નાકર સૂરિજીને રાજમહેલ જતા જોયા અનેક સેવકો તેમનો જયજયકાર કરતા સાથે ચાલતા હતા. કુંડલીયા શ્રાવકે વિચાર્યું અહો શાસનના મહા પ્રભાવક અને ગુણોના સાગર જેવા આ આચાર્ય પ્રસાદમાં પડ્યા લાગે છે. હું પામર પ્રાણી તેમને શું કહી શકું? છતાં વિચાર કરી પાલખી સામે ઊભા રહી તેમણે પગરખા કાઢી વિધિપૂર્વક વાંદીને ઉચ્ચ સ્વરે આમ સ્તુતિ કરી. ગોયમ સોહમ જંબૂ પભવો, સિર્જભવો અ આયરિયા | અનેવિ જુગપ્પહાણા તુહ દિઠે સવૅવી તે દિઠ્ઠા II II અર્થ – હે ભગવાન તમને જોવા માત્રથી ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબૂસ્વામી, પ્રભવસ્વામી, શય્યભવ સ્વામી આદિ પ્રભુના મહાન પટ્ટધરો તેમજ બીજા પણ સર્વ યુગ પ્રધાન આચાર્યોને મેં જોયા - મેં તેમના દર્શન કર્યા હું એમ માનું છું. આવી સ્તુતિ સાંભળી આચાર્યશ્રી શરમથી નીચું જોઈ ગયા. ને બોલ્યા Page #271 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૫૬ મહાનુભાવ! કાગડાને હંસની ઉપમા ઘટતી નથી. તે મહાન આચાર્યોનાં અધ્યવસાયમાંથી માત્ર એક સમય પૂરતો પણ જો શુદ્ધ અધ્યવસાય. મારા આખા ભવમાં થાય તો પણ હું નિર્મળ થઈ શકું.” આ સાંભળી શ્રાવકે વિચાર્યું અહો આ સૂરિજી ધન્ય છે; અનેક મિથ્યાત્વથી ઘેરાયેલા છતાં, શ્રી તીર્થંકર પરમાત્માના વચનની જરાક જેવી પણ અપેક્ષા તેમને છોડી નથી. લાગે છે કે તેઓ મૂળથી ભ્રષ્ટ નથી. હવે દરરોજ કુંડલીઓ શ્રાવક દેશનાના સમયે ઉપાશ્રયે આવી પ્રવચન સાંભળવા લાગ્યો. રત્નાકરસૂરિજી પાંચ મહાવ્રત ઉપર પ્રવચન આપી રહ્યા હતા. અને પહેલું મહાવ્રત પ્રાણાતિપાતનો અર્થ સમજાવી રહ્યા હતા. પ્રવચન પૂરુ થયે તેઓ એ પૂછ્યું, સમજ પડી? કુંડલીયા શ્રાવકે “હા સાહેબ” એમ જવાબ આપ્યો. એમ બીજા દિવસે “ભૃષાવાદ, ત્રીજા દિવસે અદત્તાદાન, ચોથા દિવસે મૈથુન એમ મહાવ્રતો ઉપર પ્રવચન આપ્યું. અને દરરોજ સમજ પડી? એમ પૂછતા શ્રાવકો હા સાહેબ એમ જણાવતા પછીના દિવસે પરિગ્રહ ઉપર વાખ્યાન આપ્યું તેમાં શ્રાવકના પૂછવાથી ફાસ સત્ર મૂન નાના” ઉપદેશ માલાની આ ગાથાનો અર્થ પૂક્યો. આચાર્યશ્રીએ પોતાની મહાન પ્રજ્ઞા-પ્રતિભાથી તેનો અર્થ સમજાવ્યો, અને છેવટે શ્રાવકોને સૂરિજીએ પૂછ્યું “સમજ્યાં? જવાબમાં કુંડલીયા શ્રાવકે જણાવ્યું ના સાહેબ બરાબર સમજાયું નહિ. સૂરિજીએ કહ્યું. ભલે કાલે ફરીથી તેનો અર્થ સમજાવીશ. એમ આને આ ગાથાનો અર્થ ઘણા દિવસો સુધી ચાલ્યો પણ જવાબમાં કુંડલીયા શ્રાવકે નકારમાં જ જવાબ આપ્યો. “ના સાહેબ સમજાયું નહીં.” ઘણા દિવસો બાદ રત્નાકાર સૂરિજી મનથી વિચારવા લાગ્યા. આમ કેમ આ શ્રાવક કેમ સમજતો નથી. મારામાં તો કોઈ ખામી નથીને? વિચારતા વિચારતા તેમને લાગ્યું કે મારી પાસે રત્નનો ડબો જે સાચવી રાખ્યો છે તે તો મોટું પરિગ્રહ છે. ને પરિગ્રહ કેમ છૂટતું નથી, એમ મનન ચિંતન કરતાં આ દોષ દૂર કરવો જ જોઈએ એમ મનથી નક્કી કરી રાત્રે રત્નનો દાખડો બારીમાંથી બહાર ફેંકી દીધો. બીજે દિવસે વ્યાખ્યાનમાં પરિગ્રહનો અર્થ સમજાવતા શ્રાવક બોલી ઉઠ્યા. હા સાહેબ! અર્થ બરાબર સમજાણો. આમ પોતામાં કોઈ પણ દોષ હોય તે તજવાનો ઉપદેશ બીજાને ન અપાય. આપે તો તેનો જોઈએ એવો લાભ ન જ થાય. રત્નાકર સૂરિજીને પણ પોતે આચરેલ પ્રમાદનો ઘણો પશ્ચાતાપ થયો, ને તેની આલોચના કરવા શ્રી સિદ્ધગિરિ જઈ શ્રી આદીશ્વર ભગવંતની સમક્ષ સંસ્કૃતમાં રત્નાકર પચ્ચીશીની રચના કરી જેનું ગુજરાતી “મંદિર છો મુક્તી તણી માંગલ્ય ક્રીડાના પ્રભુ જે આજે પણ ઘણા લોકો પ્રેમથી ગાય છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ [૪] મૃગસુંદરી શ્રીપુર નામના નગરમાં શ્રીષેણ નામના રાજા હતા. તેમને દેવરાજ નામે સુંદર પુત્ર હતો. તે રાજકુમારને યૌવનવયે દુષ્કર્મના યોગે શરીરમાં રોગ વ્યાપી ગયો. સાત-સાત વરસ પર્યત સતત ઉપચારો ને ઔષધો કરવા છતાં રોગે જરાયે મચક ન આપી. આથી વૈદ્યો કંટાળી ગયા અને રાજાજીને કહ્યું કે હવે આનો ઉપાય અમારી પાસે નથી.' આમ કહી તેઓ ઉપચારમાંથી ખસી ગયા. તે નગરમાં યશોદત્ત નામના શેઠ રહેતા હતા. તેમની પુત્રી અતિપવિત્ર અને શીલગુણસમ્પન્ન હતી. એક દિવસ રાજાની ઘોષણા સંભળાઈઃ “યુવરાજને જે કોઈ નીરોગી કરશે તેને હું અડધું રાજ્ય આપીશ.” આ ઘોષણા યશોદત્તની પુત્રીએ સ્વીકારી લીધી. રાજપુરુષો સાથે તે રાજમહેલે આવી અને નવકારથી મંત્રેલા પાણીથી રાજકુમારને ધીરેધીરે માલીસ કર્યું. થોડા દિવસો આમ કરતાં તેનો રોગ આશ્ચર્યકારક રીતે નાશ પામ્યો. પછી તો રાજાએ આગ્રહ કરી પોતાના પુત્ર માટે શેઠ પાસે તેની પુત્રીનું માગું કર્યું ને ધામધૂમથી બન્નેને પરણાવ્યાં. પુત્રને સમારોહપૂર્વક રાજગાદી પર બેસાડી, શરીરની નશ્વરતા જાણી, રાજાએ દિક્ષા લીધી અને પોતાનું શ્રેય સાધ્યું. એક વાર તે નગરમાં પોલિાચાર્ય શિષ્યાદિ પરિવાર સાથે પધાર્યા. નવાં રાજારાણી વગેરે તેમને વાંદવા આવ્યાં. પ્રવચનના અંતે તેમણે જ્ઞાની ગુરુ-મહારાજને પોતાનો પૂર્વભવ પૂછડ્યો. પોટ્ટિલાચાર્યે કહ્યું: “વસંતપુર નગરમાં દેવદત્ત નામે વેપારી વસે. તેને ધનેશ્વર વગેરે ચાર પુત્રો. એ ચારે ચાર મિથ્યાત્વી. એ અવસરે મૃગપુર નગરમાં જિનદત્ત નામના વ્યાપારી શ્રાવકને મૃગસુંદરી નામની એક દીકરી. તેણે એવો અભિગ્રહ(પ્રતિજ્ઞા) લીધેલ કે “દરરોજ જિનેશ્વર દેવની પૂજા કરી, મુનિરાજને દાન આપી પછી જમવું. રાત્રે કાંઈ પણ ખાવું નહિ.” અહીં -- Page #273 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૫૮ પેલો દેવદત્ત શેઠનો મિથ્યાત્વી દીકરો ધનેશ્વર વ્યાપાર અર્થે આવ્યો. યોગાનુયોગ જિનદત્તની દીકરી મૃગસુંદરીને જોઈ તેને પરણવાની અભિલાષા જાગી. પણ તેણે વાત જાણી કે “આ કન્યા મિથ્યાત્વીને કદી પરણશે નહીં ને બાપ પરણાવશે પણ નહીં. આથી તે કપટ (ખોટો) શ્રાવક થયો. જૈનત્વની બનાવટી છાપ ઊભી કરી, જિનદત્ત શેઠ પર ધર્મનો પ્રભાવ દેખાડી અંતે શેઠને રાજી કરી લીધા અને મૃગસુંદરીને પરણીને ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી ઇર્ષાળુ શ્રેષ્ઠીપુત્રે મૃગસુંદરીને જિનપૂજાનો નિષેધ કર્યો. પૂજા વિના તેને જમવાનું નહોતું. ત્રણ દિવસ તેના ઉપવાસના વીત્યા. ચોથે દિવસ તેને ત્યાં મુનિરાજ વહોરવા આવી ચડ્યા. તેણે તેમને પોતાના અભિગ્રહની વાત જણાવીને પૂછ્યું કે, હવે મારે કેવી રીતે નિર્વાહ કરવો? ગુમહારાજ ગીતાર્થ હતા. તેમણે લાભાલાભનો વિચાર કરી કહ્યું, “બહેન! તું ચૂલા ઉપર ચંદરવો બાંધ અને ભાવથી પાંચ તીર્થોની સ્તુતિ કર તથા નિત્ય ગુરુમહારાજને દાન આપ. આથી તારો અભિગ્રહ પૂરો થશે (થયો એમ માનજે).' તેણે તે પ્રમાણે કરવા માંડ્યું. પણ તેના સસરાસાસુએ ધનેશ્વરને કહ્યું કે, “તું આ કેવી વહુ લાવ્યો છે! બધું કરીને થાકી તો હવે તેણે ચૂલા ઉપર કાંઈક કામણ કર્યું લાગે છે.” ધનેશ્વરે જોયું તો તેને બળતરા થઈ અને તેણે ચંદરવો ઉતારી ચૂલામાં બાળી નાખ્યો. મૃગાવતીએ બીજો બાંધ્યો. ધનેશ્વરે તે પણ બાળી નાખ્યો. આમ સાત વાર બાંધેલા સાતે ચંદરવા ધનેશ્વરે બાળ્યા. સસરાએ એક વાર મૃગસુંદરીને પૂછ્યું, “વહુ! તે આ શું માંડ્યું છે? શા માટે ઉલ્લોચ (ચંદરવો) બાંધે છે? મૃગાએ કહ્યું, “બાપુ! જીવદયા માટે.” આ સાંભળી સસરાને ક્રોધ ચડયો ને તે બોલ્યો, “રોજ રોજ ચંદરવા લાવવા ક્યાંથી? જો તારે ચંદરવા બાંધવા હોય તો જા તારા બાપના ઘરે.' તેણે કહ્યું, “જેવી આપની આજ્ઞા. તમે આખા પરિવાર સાથે આવી મને મૂકી જાઓ તો હું જાઉં.' જીદમાં ને જીદમાં બધાં ભેગાં થઈ મૃગસુંદરીને મૂકવા તેના પિયર જવા ઊપડ્યા. માર્ગમાં એક ગામમાં તેમનો પડાવ થયો. તે ગામે તે લોકોનાં સગાએ સહુને આમંત્ર્યાં અને જમાડવા માટે રાત્રે જાતજાતની રસોઈ બનાવી. જમવા સમયે Page #274 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા • ર૫૯ મૃગસુંદરીને ઘણું સમજાવી પણ તેણે રાત્રે જમવાની સાફ ના પાડી. તેની પછવાડે મોઢાં ચડાવી તેનાં પતિ-દિયર-સસરો-સાસુ બધાંય જમ્યા વિના રહ્યાં. છેવટે નારાજ થઈને ઘરનાં માણસો જમવા બેઠાં. જમ્યા પછી એ બધાં સૂતા તે સૂતા, ઊડ્યા જ નહીં, મૃત્યુ પામ્યા. સવારના હાહાકાર થઈ ગયો. મૃત્યુનું કારણ તપાસતાં રાંધવાના પાત્રમાંથી વિષધર સાપ મરી ગયેલો મળ્યો. અંતે ઉકેલ મળ્યો કે ઉપરના ભાગમાં ક્યાંક સર્પ બેઠો હશે તે ધૂમાડાથી અકળાઈ આ તપેલામાં પડી બફાઈ ગયો હશે અને તેનું વિષ ખાદ્યાન્નમાં ભળી જવાથી ખાનાર બધાં મૃત્યુ પામ્યાં. મૃગસુંદરીના સસરા પક્ષનાં બધાં માણસોને હવે સમજાયું કે ધર્મ શું છે ને મૃગા શું છે? બધાએ ભેગા થઈ મૃગસુંદરીની ક્ષમા માંગી. મૃગસુંદરીએ કહ્યું, “ચૂલા ઉપર ચંદરવો બાંધવામાં મારો આ જ આશય હતો. હું રાત્રે જમતી નથી તે પણ આવા કારણે જ. ધર્મ આપણને જીવનની દૃષ્ટિ ને જીવવાની કળા આપે છે, તેનું પ્રમાણ તમે પ્રત્યક્ષ જોયું. મારી સાથે જીદ અને રોષમાં તમે પણ રહ્યાં તો ધર્મના પક્ષમાં જ રહ્યાં ને પરિણામે બચી ગયાં. ધર્મ સદા આપણું રક્ષણ કરે છે.” નાનકડી વહુની સમજણભરી વાતો સાંભળી બધાં બોધ પામ્યા ને ઘરે પાછા આવ્યા. ત્યારથી બધાં મૃગસુંદરીને સહુના પ્રાણ બચાવનારી માનવા લાગ્યાં ને કુળદેવીની જેમ આદર આપવા લાગ્યાં. અંતે મૃગસુંદરી અને ધનેશ્વર ધર્મ આરાધી સ્વર્ગે ગયા. ત્યાંથી એવી તમે રાજારાણી થયાં. રાજા! તમે પૂર્વભવમાં સાત ચંદરવા બાળી નાખ્યો તેથી આ ભવમાં સાત વર્ષ સુધી કોઢનો રોગ રહ્યો.” આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળી તે બન્નેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પુત્રને રાજ્ય સોંપી બન્નેએ પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી અને અંતે સ્વર્ગે ગયાં. - આ કથાથી સમજાય છે કે, જે ધર્મનિષ્ઠ શ્રાવક, શ્રાવિકાઓ શયનસ્થાને, પાણીઆરા, અને રસોડા આદિ જગ્યામાં ચંદરવો બાંધે છે અને જીવદયાનું એ રીતે પાલન કરે છે તેઓ ઉત્તમ દેવલોક અને ઉત્તમ સંયોગ પામે છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ [૦૫] ધર્મરાજ કમલપુર નગરના મહારાજા કમલસેન એક વાર રાજસભામાં બેઠા હતા, ત્યાં કોઈ એક પ્રખર નિમિત્તવેત્તાએ આવીને ભારે હૈયે જણાવ્યું કે “મહારાજ! ઉપરાઉપરી બાર વર્ષનો દુકાળ પડશે.” આ સાંભળી સહુ ચિંતિત થયા. નિમિત્તિયા પાસે જ્ઞાન હતું પણ ઉપાય તો હતો નહીં. તેના ગયા પછી પણ રાજા-પ્રજા નિત્ય ચિંતાતુર રહેવા લાગ્યાં. સમય વહેતાં વહેતાં અષાઢ મહિનો આવ્યો અને જોરદાર વરસાદ થયો. સમયે સમયે વરસાદ પડવાથી લોકોમાં આનંદ અને ઉત્સાહનો પાર ન રહ્યો. ભય અને ચિંતાની જગ્યાએ આનંદ અને ઉમંગ વ્યાપ્યા. લોકો નિમિત્તવેત્તાની મશ્કરી કરવા લાગ્યાં. કેટલોક સમય વીત્યા પછી ત્યાં યુગંધર નામના પ્રતાપી ગુરુમહારાજ પધાર્યા. તેઓ ચાર જ્ઞાનના ધારક પરમ તેજસ્વી મુનિરાજ હતા. રાજાપ્રજા સર્વ તેમને નમસ્કાર કરવામાં ગૌરવ માનતાં અને તેમનો ઉપદેશ સાંભળતાં. એક દિવસ વ્યાખ્યાન પૂરું થતાં રાજાએ મુનિરાજને પૂછ્યું, “કૃપાલ! અમારા ગામના નિમિત્તવેત્તાનું કથન કદી ખોટું પડતું નથી, તો તે આ વખતે કેમ ખોટું પડ્યું?” જ્ઞાની ગુરુમહારાજે કહ્યું, “રાજન! પુરિમતાલ નગરમાં કોઈ પ્રવરદેવ નામનો ગૃહસ્થ રહેતો હતો. કોઈ પાપના ઉદયે તેનો પરિવાર નષ્ટભ્રષ્ટ થઈ ગયો. કોઈ ક્યાં ને કોઈ ક્યાં! જેવી દરિદ્રતા એક તરફ, તેવી લોલુપતા બીજી તરફ! તેમાં પાછું વિરતિ અર્થાત્ વ્રત પચ્ચકખાણનું નામેય નહીં. જ્યાં જાય ત્યાં અનાદર પામે. જે તે ખાધા કરતો હોવાથી તેને કોઢનો રોગ થયો. પ્રવરદેવ બધેથી કંટાળી છેવટે ધર્મને માર્ગે વળ્યો. ધર્મ કોઈને ઠુકરાવતો નથી, સહુને આવકારે છે ને બધા પ્રશ્નોનો ઉત્તર આપે છે. કોઈ જ્ઞાની મુનિને તેણે પૂછ્યું કે, “હું તો ઘણો સ્વસ્થ હતો. મને આ રોગ શાથી થયો? જોતજોતામાં મારી આ દશા કેમ થઈ?” ગુરુમહારાજે કહ્યું, “વત્સ! Page #276 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૬૧ લોલુપતાને લીધે જ્યાં ને ત્યાં તેં ખાધા કર્યું. રાતદિવસ કશું જોયું નહીં. ખાવાની, ન ખાવાની કોઈ રેખા જ નહીં. અવિરતિને વળી સંતોષ કેવો? એનું આ પરિણામ છે.' તેણે કહ્યું, ‘ભગવન! આપ સત્ય કહો છો. પણ હવે આ રોગ મટે કેવી રીતે” ગુરુજીએ કહ્યું, ‘સાવ સહેલી રીત છે, ધર્મમય જીવન જીવો, વિરતિ આદરો. ભોજનમાં ઊણોદરી રાખો. સ્વાદની લોલુપતા છોડો. એટલે તન સાજું, મન સાજું ને બધુંય સારું.' પ્રવરદેવે તરત ગુરુમહારાજ પાસે પ્રતિજ્ઞા કરી. ખાવા-પીવામાં તેણે નિયમ કર્યો કે, એક અન્ન, એક વિગઈ, એક શાક અને ઉકાળેલું પાણી વાપરીશ. તે સિવાય બધું ત્યાજ્ય.' આ નિયમ તે બરાબર પાળવા લાગ્યો. પરિણામે ધીરેધીરે રોગનું ઉપશમન થવા લાગ્યું. તે સાથે જ તેની ધર્મશ્રદ્ધા વધવા લાગી. પથ્યવાળા સાત્ત્વિક ભોજનને લીધે તે નીરોગી થઈ ગયો અને ધર્મનો અભ્યાસ કરી તેના મર્મ અને માહાત્મ્યનો જ્ઞાતા બન્યો. પરિણામે નિષ્પાપ વૃત્તિથી ન્યાયપૂર્વક તે વ્યાપારાદિક કરવા લાગ્યો ને કરોડપતિ થયો. અતિ ધનાઢ્ય બનવા છતાં એક જ અન્ન આદિના નિયમ પ્રમાણે જ જમતો. સુપાત્ર દાન કરવાને સદા તત્પર રહેતો. જેમ જેમ વધારે લાભ મળતો ગયો તેમ તેમ તે પોતાની જાતને ધન્ય માનતો ગયો. ભોગોપભોગથી સદા વિમુખ રહેતો ને દાનાદિમાં ધન વાપરતો. સમય જતાં ત્યાં મોટો દુષ્કાળ પડ્યો. પ્રવરદેવે તે સમયે હજારો મુનિરાજોને પ્રાસુક થી આદિનું ચઢતા ભાવે દાન દીધું ને લાખો સાધર્મીઓની ગુપ્ત રીતે ભક્તિ કરી. આમ જીવનપર્યંત અખંડપણે વ્રત પાળી અંતે સૌધર્મ દેવલોકમાં, ઇન્દ્ર જેવી બુદ્ધિવાળો સામાનિકર દેવ થયો. આ સામાનિક દેવ ઘણો કાળ વીતી ગયા પછી એક વાર સ્વર્ગમાં જિન મંદિરોની શાશ્વતી પ્રતિમાજીનાં દર્શન-વંદન કરતાં શુભભાવના ભાવતો હતો ત્યારે પોતાના આયુષ્યની અલ્પતાનો બોધ થતાં તેને વિચાર આવ્યો ‘જ્ઞાન, દર્શન આદિ ગુણથી સમૃદ્ધ એવા શ્રાવકના કુળમાં દાસ થવું સારું, પણ મિથ્યા મતિથી મુગ્ધ બુદ્ધિવાળા ચક્રવર્તી થવું નકામું છે.’ અંતે આવી : ૧. જેણે કશું ત્યાગ્યુ નથી તે. ૨. ઇન્દ્રની સમાન રિદ્ધિ-સિદ્ધિ હોય પણ માત્ર ઇન્દ્રની પદવી ન હોય તે. Page #277 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા • રર શુભ ભાવનામાં દેવ-આયુ પૂર્ણ કરી તે આ નગરીમાં શુદ્ધબોધ શ્રાવકની પત્ની વિમળા નામની શ્રાવિકાના ઉદરે ઉત્પન્ન થયો. દુષ્કાળનાં બધાં જ બાહ્ય ચિહ્નો દેખાતાં હતાં. જ્યારે જ્યારે દુકાળ પડવાના યોગ બને છે ત્યારે પૃથ્વી પર હાહાકાર મચી જાય છે, પ્રાણી પાણી માટે ટળવળીને મરી જાય છે; પરંતુ અહીં એક જ બળવાન ગૃહની શુભ દૃષ્ટિમાં પાપગ્રહો આવી ગયા ને એ શુભ યોગમાં પ્રવરદેવનો જીવ શુદ્ધબોધ શ્રાવકને ત્યાં જન્મ્યો અને આ પુણ્યવાનના જન્મ અને શુભયોગે દુષ્કાળ જેવો યોગ સર્જાતાં નાશ પામ્યો. ઇત્યાદિ વચનો ગુરુમુખેથી સાંભળી રાજા ઘણું અચરજ પામ્યો અને રાણી આદિ પરિવાર સાથે શુદ્ધબોધ શેઠને ત્યાં ગયો. ત્યાં સર્વ લક્ષણથી યુક્ત તેજસ્વી અને સુંદર પુત્રને જોઈ રાજા ઘણો જ પ્રસન્ન થયો. તે બાળકને ખોળામાં લઈ રમાડતાં રાજા બોલ્યો – મૂર્તિમાનિવધર્મસ્વમિયં દુર્ભિક્ષમફગકૃત / ઇતિ તસ્માભિધા ધર્મ ઈતિ ધાત્રી મૃતા કૃતા અર્થાત્ “હે બાળ! તું ખરેખર મૂર્તિમાન ધર્મ જ છે તેથી તું દુષ્કાળનો પણ નાશ કરનારો થયો; માટે હું (રાજા) તારું નામ ધર્મ પાડું છું અને હવેથી આ રાજ્યનો રાજા તું છે. તારા પ્રતાપે આખી પ્રજાનું હિત થશે. હું તારા રાજ્યનો રક્ષક કોટવાળ થઈને રહીશ.” રાજાએ રાજમહેલમાં આવી ધર્મરાજાના નામે રાજ્ય ચલાવવા માંડ્યું. વખત જતાં ધર્મ યુવાન થયો એટલે તેને વિધિસર રાજા બનાવવામાં આવ્યો. ઘણી રાજ્યકન્યાઓ સાથે લગ્ન કર્યા. ધર્મરાજાના પુણ્ય-પ્રતાપે સદેવ સુકાળ રહ્યો અને સર્વત્ર આનંદ વર્તાઈ રહ્યો. સમ્યકત્વ બાર વ્રતના ધારક ધર્મરાજા વિવિધ ભોગો ભોગવી દીક્ષા લઈ આરાધી, તે જ ભવે કેવળી થયા; પ્રજા પર અસીમ ઉપકાર કરી મુક્તિ પામ્યા. ધર્મરાજાના બંને ભવનો મર્મ જાણી ધર્મિષ્ઠ જીવોએ સાતમું ભોગપભોગપરિમાણ વ્રત લઈ પાળવા તત્પર રહેવું. Page #278 -------------------------------------------------------------------------- ________________ [૭૬] શેઠ નથુશા ગુજરાતનું એક નાનુશું ગામ, વડગામડા. એક ઘરના ઓટલે એક શેઠ, નામ એમનું નથુશા, સવારે બેઠા બેઠા દાતણ કરે. સવારમાં ઊઠી ભગવાનનું નામ લઈ, જન્મે જૈન હોવાથી નોકારશીનું પચ્ચક્ખાણ લઈ આરામથી બેઠેલા. સવારનું દાતણ એટલે નિરાંતે બેસવાનું. કોઈ હાયહાય નહીં, કોઈ ઉતાવળ નહીં. જતા-આવતાને જોતા જાય, કોઈને બોલાવે, કોઈની સાથે વાતો કરે. આ એમનો નિત્યનિયમ. એક મુસ્લિમ મિત્ર મહમ્મદ હંમેશના ક્રમ પ્રમાણે આવતો દેખાયો, એને બોલાવ્યો. મહમ્મદ પોતાની બંદુક બાજુમાં મૂકી નથુશા પાસે બેઠો. આ મહમ્મદ રોજ બંદૂક લઈને ફરે. કોઈના ખેતરનું રખોપું કરે. મહમ્મદનું રખોપું એટલે માલિકને નિરાંત, તે નિશ્ચિંત થઈને સૂઈ શકે. નથુશા આ મહમ્મદને રોજ જુએ અને વિચારે : ‘આ મહમ્મદ બંદૂક છોડી દે તો સારું. જોકે એ કોઈ ઉપર હથિયાર ઉપાડતો તો નથી, પણ ઉપાડે તો એ કોઈને માર્યા વિના ન રહે. અને એવું થાય તો?' નથુશા હિંસાની કલ્પના માત્રથી હેરાન થઈ જતા. તેઓ રોજ આ અંગે વિચારતા, પણ મહમ્મદને કહેવું શી રીતે? પણ આજની સવાર કંઈ ઓર ઊગી હતી. નથુશાએ મોહમ્મદને પ્રેમથી પૂછ્યું, ‘કેમ છો, મહમ્મદ?” મહમ્મદે હાથ જોડ્યા અને કહ્યું, ‘સારું છે, શેઠિયા. તમારી દયા જોઈએ.’ શેઠે કહ્યું, ‘મહમ્મદ! આ બંદૂક તું ન રાખે તો ન ચાલે?” ‘ચાલે શેઠ, પણ હું કોઈ દિવસ તેનો ઉપયોગ કરતો નથી.’ ‘એ સાચું.’ શેઠે કહ્યું, ‘પણ કોઈક વાર ક્રોધ ચઢી આવે ને મન તારું ઝાલ્યું ન રહે અને બંદૂકનો ઉપયોગ કરી નાખે તો? તો તો દુર્ઘટના સર્જાય ને?” આ બંનેની વાતો સાંભળતાં ત્યાં થોડા માણસો ભેગા થઈ ગયા. નથુશાના શબ્દોમાં નરી સદ્ભાવના હતી. એ મહમ્મદને સ્પર્શી ગઈ. થોડી વાર Page #279 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૬૪ - -- વિચાર કરીને એણે જે કાંઈ કહ્યું તે સાંભળી સૌ ચમકી ગયા. શેઠ! હું મારી પ્રાણપ્રિય બંદૂક છોડી દઉં તો તમે શું છોડશો?’ નથશા કહે, “મારે વળી શું છોડવાનું હોય? મહમદ કહે, “હું જો મારી વહાલામાં વહાલી વસ્તુ છોડી દઉં તો તમારે પણ તમારી વહાલી વસ્તુ છોડવી જોઈએ. થાઓ કબૂલ. નાના ગામડામાં પણ આવો સંવાદ સાંભળવા થોડા વધુ માણસો ભેગા થઈ ગયા. થોડી વાર વિચાર કરી શેઠ બોલ્યા, “બોલ મહમ્મદ! શું છોડું?” મહમદ કહે, “શેઠ! હું મારી બંદૂક છોડું, તમે તમારું ઘર છોડો.” હવામાં કંપ આવી ગયો. સાંભળનારા સૌ સ્તબ્ધ બની ગયા. નથુશા પળવાર તો મહમ્મદની સામું તાકી રહ્યા. પછી ઊડ્યા અને ઘરમાં ગયા. મહમ્મદ હસ્યો. તેને જોરથી કહ્યું, “કેમ શેઠ! ગભરાઈ ગયા ને?” થોડી પળોમાં જ નશા બહાર આવ્યા. તેમના મુખ પર અલૌકિક તેજ હતું. “મહમ્મદ! ભાઈ! તારા કહેવાથી આ પળથી જ મારા ઘરનો ત્યાગ કરે છું અને ભાઈ! તારી વાત સાચી છે, કોઈ પણ વસ્તુનો મોહ જ શા માટે રાખવો? ભાઈ! સાંભળ. આજથી આ ઘર સાથે આ ગામનો પણ હું ત્યાગ કરું છું! હવે હું અહીંથી દૂર જઈશ, અજાણી ભૂમિમાં રહીશ, આમરણ-ઉપવાસ કરીશ ને જીવમાત્રનું ભલું થાય તેવી પ્રાર્થના કરીશ. ભાઈ! તે આજે ઘણું સારું કર્યું!” અને નથુશા ચાલી નીકળ્યા ધાનેરાની દિશા ભણી – બનાસકાંઠા જિલ્લાનું એ ગામ. વડગામડાના પ્રત્યેક માનવીનાં નેત્રો સજળ થઈ ગયાં. સૌએ વીનવ્યા કે “આ તો ઘડીભરની મજાકની વાત હતી, પાછા વળો.” પણ નથુશાએ કહ્યું : માનવીની જબાન એક હોય. આ દેશની ધરતીના સંસ્કાર જુદા છે. પ્રતિજ્ઞા પાળવા માટે મસ્તક મૂકનારા વિરલા આ ધરતીએ આપ્યા છે!” ને એમને ઉમેર્યું કે હું મારી પ્રતિજ્ઞામાં એક ડગલું આગળ વધું છું. હું જીવીશ ત્યાં સુધી મૌન પાળીશ.” નથુશા ચાલી નીકળ્યાં, એ ચાલતા જ રહ્યા. જે કોઈ પરિચિતો મળે તે તેમને બોલાવે છે, પણ નથુશા તો મૌન રાખીને ચાલ્યા જાય છે. એમના Page #280 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનનાં ચમકતા સિતારા ૦ ૨૬૫ અંતરમાં રૂા ભાવ પ્રકટે છે: “ઓહ! કેવું સારું કાર્ય થયું. મહમ્મદ જેવો સન્મિત્ર સૌને મળજો. સૌનું ભલું થજો. આજે જે મેં ત્યાગ કર્યો તે તો નાનો છે! આજ સુધીમાં કેટલાયે મહાપુરુષો થયા છે! કેવા એ ત્યાગી!” માર્ગમાં ડુઆ ગામ આવ્યું. ડુઆમાં સુંદર જિનાલય છે, ઊંચું અને શિખરબંધી, ભગવાન શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનનું. નથુશાએ જિનમંદિરની જાત્રા કરી અને પ્રાર્થના કરી, “પ્રભુ, સૌનું કલ્યાણ કરજે.” નથુશા ધાનેરા પહોંચ્યા. એમણે આજ સુધીમાં આ ગામ જોયેલું નહીં. એમને માટે આ અજાણી ધરતી અને અજાણ્યા લોકો. ધાનેરાના ઊગમણે દરવાજે એમણે ખૂણાની જગ્યા પસંદ કરી અને ત્યાં એ કાઉસગ્ન મુદ્રામાં ઊભા રહી ગયા. ધાનેરા નાનું ગામ. વાત ફેલાતી ગઈ અને લોકો એમનાં દર્શને આવવા લાગ્યા. એ ઉપવાસ કરે છે અને મૌન પાળે છે. આજુબાજુનાં ગામોથી પણ લોકો દર્શનાર્થે આવવા લાગ્યા. વડગામડામાં મહમ્મદને કાને એમના અપૂર્વ ત્યાગની ભાળ મળી. એ પણ દોડી આવ્યો. એણે હાથ જોડી નથુશાને પાછા વળવા વિનંતી કરી. પરંતુ નથુશા તો પ્રભુનું નામ લેતા મૌન ખડા હતા. મહમ્મદે એમના ચરણોમાં મૂકીને કહ્યું, “હે ત્યાગી શેઠ! મને ક્ષમા કરજો. તમે તો મોટા તપસ્વી નીકળ્યા! હું પણ આજથી જીવ પ્રત્યે પ્રેમ રાખીશ. માંસાહાર નહીં કરું. મારો વંશજ પણ માંસાહાર નહીં કરે.” થરાદ સ્ટેટના મહારાજા દોલતસિંહજી ત્યાં દોડી આવ્યા. એમણે વિરલ ત્યાગી નથુશાની અનુમોદના કરતાં કહ્યું, “શેઠ! તમારા સ્મરણમાં પાંચ વીઘા જમીન ગૌચર માટે અર્પણ કરું છું.” તપસ્વી નથુભા કાળ સામે ઝઝૂમતા રહ્યા. એ ઉપવાસી હતા. બોંતેર દિવસના ઉપવાસ પછી એમણે નશ્વર દેહ ત્યજ્યો. સહુએ જૈન ધર્મના તપ, ત્યાગનો જયજયકાર કર્યો. તપસ્વી નથુશાની સ્મૃતિમાં ખડું થયેલું “મૃતિમંદિર' ધાનેરાના દરવાજે આજે પણ ઊભું છે. સહુ ત્યાં ભક્તિભાવથી ફૂલ ચઢાવે છે અને સહુના અંતરમાં નથુશાના આ બલિદાનનું સ્મરણ પવિત્ર ભાવના પ્રકટાવે છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ [૭૭] શેઠ જાવડશા પંડિત શ્રી વીરવિજયજી નવાણું પ્રકારી પૂજામાં કહે છે કે “સંવત એક અઠલંતરે રે જાવડશાનો ઉદ્ધાર.” પૂજામાં આપણે આ ઘણી વાર સાંભળ્યું છે. પણ આ ઉદ્ધાર કરતાં જાવડશાને કેવી મુશ્કેલીઓ આવી અને કેવી ધીરજથી મુશ્કેલીઓનો સામનો કરી પાર ઊતર્યા તે કથા પુરુષાર્થનો મહિમા કેવો છે તે સમજાવે છે. કથા કંઈક આવી છે : જાવડશાના પિતાજી ભાવડશાએ વિક્રમ રાજાને ઊંચી ઓલાદના ઘોડા ભેટ કરેલા તેથી રાજી થઈ વિક્રમરાજે મધુમતી સાથે બીજાં બાર ગામ ભાવજડશાને ભેટ આપેલા. મધુમતી એટલે આજનું મહુવા. આ મહુવામાં જાવડશાનો જન્મ. શત્રુંજયની તળેટીમાં આવેલ ઘેટી ગામના શૂર નામના એક વણિકની પુત્રી સુશીલા સાથે તેમનું લગ્ન થયું. એક વાર જાવડશા સાસરે આવ્યા. શત્રુંજયની જાત્રા કરી. જાત્રા કરતાં તેમણે જોયું કે દાદા આદીશ્વર પરમાત્માનું મંદિર જર્જરિત બની ગયું છે અને બીજાં મંદિરોની પણ આવી દુર્દશા ખુદ તીર્થનો અધિષ્ઠાયકદેવ મિથ્યાદષ્ટિ બની જતાં તેણે જ કરી છે. એ વખતના યુગપ્રધાન આચાર્યશ્રી વજસ્વામી આ વાત જાણતા અને પોતે પણ શું કરવું તેની ચિંતામાં હતા. એક દિવસ જાવડશા અને આચાર્યશ્રી ભેગા થઈ ગયા. બન્ને ભેગા થઈ શત્રુંજયનો ઉદ્ધાર કરવા સજ્જ બન્યા. ગુરુજીના ઉપદેશ અને શ્રેષ્ઠીની સંપત્તિથી કાર્યનો શુભારંભ થયો. પહાડ ઉપર જ નૂતન પ્રતિમાઓનું નિર્માણ કાર્ય શરૂ થયું. વર્ષોની મહેનતે પ્રતિમાઓ તૈયાર થઈ. બીજે દિવસે પ્રતિમાઓને મંદિરમાં પ્રતિષ્ઠિત કરાવવાની વિધિ હતી; પણ અરે આ શું? સવારના પહોરમાં જ્યાં જાવડશા તળેટીથી પહાડ ઉપર ચઢવા પગ મૂકે છે ત્યાં એ બધી પ્રતિમાઓ પોતાના જ પગ આગળ ખંડિત થયેલી જોવા મળે છે! જાવડશાને ક્ષણ એક તો કારમો આઘાત લાગ્યો Page #282 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૬૦ પણ પછી તરત દુષ્ટદેવનું તોફાન તેઓ સમજી ગયા. જરાય હિંમત હાર્યા વગર નવેસરથી પહાડ ઉપર પ્રતિમાઓ બનાવવાનું કાર્ય શરૂ કર્યું. પણ ફરી એ જ દશા. ફરી નવ નિર્માણ અને ફરી એ જ ટુકડાઓમાં રૂપાંતર! આમ એક-બે વાર નહીં પણ વીસ વાર બન્યું. એકવીસમી વખત પ્રતિમાઓ તૈયાર થઈ. હવે જાવડશાએ જાનની બાજી લગાવવા નિશ્ચય કર્યો. પ્રતિમાઓને રથમાં પધરાવી. રથનાં બે પૈડાં આગળ જાવડશા અને તેમનાં પત્ની સુશીલા સૂઈ ગયાં. દુષ્ટદેવને આહ્વાન કરી જણાવ્યું કે હવે અમારી ઉપર પૈડાં ચલાવીને જ આ પ્રતિમાઓથી ભરેલો રથ હાંકજો. દેવે નમતું જોખ્યું. બત્રીસલક્ષણાનો ભોગ લેવા જેટલો તે ક્રૂર ન બની શક્યો. શ્રી વજસ્વામીજીના શુભ હસ્તે જ રંગેચંગે પ્રતિષ્ઠા પૂર્ણ થઈ. એ દિવસે જાવડશા અને તેમનાં પત્ની પ્રભુજીની પ્રતિષ્ઠા કરીને ધજા ફરકાવવા શિખર ઉપર ચડ્યાં. કાર્યસિદ્ધિનો હર્ષાવેશ બંનેના ઉરમાં સમાતો ન હતો. ધજા ફરકાવતાં હૃદયમાં આનંદનું પૂર ઊછળતું હતું, ત્યારે શિખર ઉપર જ એ દંપતીનું હૃદય બંધ થઈ ગયું અને તેઓ મૃત્યુ પામ્યાં. બન્ને શુભ ધ્યાનમાં ભરી દેવાત્મા તરીકે ઉત્પન્ન થયાં. આવી શક્તિ માનવમાં ભરી હોય છે. દૈવી તત્ત્વોને પણ આ શક્તિ નમાવી શકે છે. ક; ખામેમિ સવજીવે, સવૅજીવા ખમંતુમે ! મિત્તિમે સ્વભૂએસુ, વેર મજઝ ન કેણઈ II ક શિવમસ્તુ સર્વ જગત : પરહિત નિરતા ભવતુ ભૂતગણા દોષાઃ પ્રયાન્ત નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ || Page #283 -------------------------------------------------------------------------- ________________ [૮]. વિલા પતિ પોતનપુરમાં સૂરનામક રાજા રાજ્ય કરે. ત્યાં જિનધર્મી વિદ્યાપતિ નામના શ્રીમંત શેઠ રહેતા હતા. તેમને શૃંગાર મંજરી નામની ગુણીયલ પત્નિ હતી. એકવાર શેઠને સ્વપ્નમાં લક્ષ્મીદેવીએ કહ્યું: “આજથી દશમે દિવસે હું તમારા ઘરમાંથી ચાલી જઈશ તરત જાગી પડેલા શેઠ ચિંતા કરવા લાગ્યા કે “હવે નિર્ધન થઈ જઈશ તો મારું શું થશે?મૂળથી જ જે માણસ નિધન હોય તેને ગરીબની પીડા ઓછી લાગે છે, પણ ધનવાન હોવા પછી નિર્ધન થવું તો ઘણું મુશ્કેલ લાગે છે. પતિને ખિન્ન જોઈ શૃંગારમંજરીએ ઉદાસીનતાનું કારણ પૂછવું. શેઠે સ્વપ્નની વાત જણાવી કહ્યું “આ સંસારનો સમસ્ત વહેવાર પૈસા ઉપર ઊભો છે. ધન વગર શું કરીશું? શેઠની વાત સાંભળી ધર્યપૂર્વક શેઠાણી શૃંગારમંજરીએ કહ્યું, “સ્વામી! નકામો ખેદ કરો છો. લક્ષ્મી તો ધર્મથી જ સ્થીર થાય છે. જ્યાં સુધી પરિગ્રહ પરિમાણરૂપ પાંચમું અણુવ્રત ન લીધું હોય ત્યાં સુધી ત્રણે લોકનાં ધનના પરિગૃહનું અવિરતિના લીધે પાપ લાગ્યા કરે છે” ઇત્યાદિ પત્નિનાં વચનથી પ્રેરાઈ વિદ્યાપતિએ પાંચમું વ્રત ગ્રહણ કર્યું. અને સાતે ક્ષેત્રમાં છૂટા હાથે લક્ષ્મી વાપરવા માંડી જે આવે તેને આપે, કોઈ ખાલી હાથ ન જાય. આમ કરતાં આઠ દિવસ તો આનંદ આનંદ વર્તાઈ રહ્યો. યશ અને માન પણ ઘણાં મેળવ્યાં, હવે સવારના યાચકો આવશે તો હું શું આપીશ? ના પાડવી તેના કરતાં પરદેશ ચાલ્યા જવું સારું છે.” ઇત્યાદિ વિચારણા કરતાં ઉંઘ આવી ગઈ. સ્વપ્નમાં પોતાનું ઘર લક્ષ્મીથી ભરાયેલું જોયું. જાગીને લક્ષ્મીને પ્રત્યક્ષ જોઈ સંકલ્પ કર્યો કે ચતુર્વિધ શ્રી સંઘને હું શત્રુજ્ય ગિરિરાજની સંઘ યાત્રા કરાવીશ. નવ દિવસ પૂરા થતાં તેને વિચાર્યું લક્ષ્મીને જવું હોય તો સુખેથી જાય. મારે હવે કશી ચિંતા નથી.' એમ વિચારતાં ઉંઘ આવી ગઈ. સ્વપ્નમાં લક્ષ્મી દેવીએ આવી કહ્યું: “તમારા પ્રબળ પુણ્યથી હું વિષેશ વૃદ્ધી પામી છું. ને સ્થીર થઈ છું. હે શ્રેષ્ઠી! હવે તમારા ઘરમાંથી જવું મારા માટે શક્ય નથી; માટે ઇચ્છા પ્રમાણે ધન વાપરો!! જાગીને વિદ્યાપતિએ સ્વપ્નની બધી બીના પત્નિને જણાવતાં કહ્યું – “હવે લક્ષ્મી આપણે ત્યાં સ્થિર થઈ છે. પરંતુ આપણે તો વ્રતધારી છીએ. આપણે પાંચમું Page #284 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા ૦ ૨૬૯ પરિગ્રહ પરિમાણરૂપ વ્રત લીધેલ છે. આપણા આ વ્રતને જરાય હાની ન થવી જોઈએ. વ્રત સચવાય તે માટે બન્ને સવારે તૈયાર થઈ ઘર છોડી ચાલી નિકળ્યા. નગર બહાર જતાં જ પંચદિવ્ય થતાં રાજ્ય મળ્યું. વિદ્યાપતિ - શ્રૃંગારમંજરીને પ્રધાન આદી આદર અને આગ્રહપૂર્વક રાજમહેલમાં લઈ ગયા. રાજ્યભિષેકની તૈયારી જોઈ સાફ ના પાડી જણાવ્યું કે, મારે પરિગ્રહનું પરિમાણ છે, માટે હું રાજ્ય લઈ શકું તેમ નથી. ત્યાં આકાશ વાણી થઈ “શેઠ! તમારા પ્રબળ પુણ્યયોગે -ભોગ કર્મ પણ પ્રબળ છે, માટે તેનું ફળ સ્વીકારો. આ સાંભળી શેઠે રાજસિંહાસન પર વીતરાગ પ્રભુની પ્રતિમા બેસાડી ઠાઠમાઠથી તેમનો અભિષેક કર્યો - મંત્રીઓને રાજ્ય કારભાર ભળાવી પોતે ન્યાયપૂર્વક જે દ્રવ્ય આવે તેના પર જિનેન્દ્ર દેવના નામની મહોર મારવા લાગ્યા. વર્ષોવીત્યા પણ પોતે લીધેલા નિયમને ઉની આંચ ન આવવા દીધી. યોગ્ય વખત આવતા રાજ્ય પુત્રને સોંપી પોતે દીક્ષા આરાધી સ્વર્ગે ગયા. ત્યાર પછી પાંચ ભવ કરી મોક્ષપદ પામશે. આ રીતે વિદ્યાપતિ શ્રેષ્ઠીનું આ ઉદાહરણ સાંભળી ધર્મની ભાવનાવાળાં જીવોએ પરિગ્રહ પરિમાણરૂપ પાંચમું વ્રત ગ્રહણ કરવા તત્પર થવું. કડવાં ફળ છે ક્રોધના કડવા ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે, રીસ તણો રસ જાણીએ, હલાહલની તોલે...૧ ક્રોધે કોડ પૂરવ તણું, સંયમફળ જાય, ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય... ૨ સાધુ ઘણો તપિયો હતો, ધરતો મન વૈરાગ, શિષ્યના ક્રોધ થકી ગયો, થયો ચંડકોસિઓ નાગ..૩ આગ ઊઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે, જળનો જોગ જો નહિ મળે, તો પાસેનું પરજાળે ૪ ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવળજ્ઞાની, હાણ કરે જે હેતની, જાળવજો એમ જાણી...૫ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગળે સાહી, કાયા કરજો નિર્મળી, ઉપશમ રસે નાહી...૬ Page #285 -------------------------------------------------------------------------- ________________ [9]. અભયકુમાર મગધપતિ પ્રસેનજિત રાજાને શ્રેણિક આદિ એકસો પુત્ર હતા. એમાં રાજગાદીને યોગ્ય કોણ છે તે તપાસવા રાજાએ એક દિવસ મોટા મંડપમાં બધા રાજકુમારોને પોતપોતાની થાળી આપી જમવા બેસાડ્યા. બધાને પીરસાઈ ગયા પછી રાજાએ ભૂખ્યા કૂતરાઓને તે મંડપમાં છોડી મૂક્યા. કૂતરાઓએ કેટલાકની થાળી એઠી કરી નાખી. એકલા શ્રેણિક સિવાયના બધા રાજપુત્રો જમ્યા વગર જ ઊભા થઈ ગયા,પણ શ્રેણિકે આરામથી જમતો રહ્યો. બાજુના રાજકુમારોની થાળી કૂતરાના મોં આગળ મૂકતો ગયો અને પોતાની થાળીમાંથી જમીને ઊભો થયો. બીજી વાર રાજાએ ખાદ્યાન્ન ભરેલા કરંડિયાનાં ઢાંકણાં સીવડાવી નાખ્યાં. તેમ જ પાણી ભરેલા માટીના તાજા કુંજાઓનાં મોઢાં બંધ કરાવી એક મોટા ઓરડામાં મુકાવ્યા. પછી પોતાના સોએ પુત્રોને કહ્યું, “દીકરાઓ, આજ તમારે દિવસરાત અહીં જ રહેવાનું છે. ભૂખ લાગે તો કરંડીયા ખોલ્યા વિના ખાઈ લેજો અને તરસ લાગે તો કુંજા ખોલ્યા વિના પાણી પી લેજો, પણ ભૂખ્યા કે તરસ્યા રહેશો નહીં.” બધા કુમારો વિચારતા રહ્યા, “શું કરવું? કેમ ખાવું? કંઈ અક્કલ નહીં ચાલવાથી બધા આડા પડ્યા. પણ શ્રેણિક એક કરંડિયો ભીંત સાથે અફળાવ્યો. તેથી અંદરની ખાજ, પુરી આદિનો ભૂકો થઈ ગયો અને કરડયો હલાવી હલાવી, ભૂકો છિદ્ર વાટે બહાર નીકળતાં આરામથી ખાઈ લીધું. પછી પાણીથી ભરેલા નવા કુંજા ઉપર કપડું વીંટી દીધું કુંજા માટીના હોવાથી, પાણી ઝરતું હોઈ થોડા વખતમાં કપડું ભીનું થઈ જતાં તે કપડું નીચોવી તે પાણી પી લીધું. બધા કુમારો આ જોઈ અચરજ પામ્યા. સવારે આ બીના રાજાએ જાણી શ્રેણિકની યોગ્યતાનો પરિચય તેને મળી ગયો. પણ આનું અભિમાન શ્રેણિકને ન થવું જોઈએ અથવા ભાઈઓ તરફથી કોઈ ઈર્ષાનો ભાવ ન ઊભો થાય એ કારણથી રાજાએ શ્રેણિકની પ્રશંસા ન કરી. બીજા કુમારોને થોડાં થોડાં ગામ આપી રાજી કર્યા. પણ શ્રેણિકને કશું આપ્યું નહીં. તેથી તેને લાગી આવ્યું. એક રાત્રે કોઈને પણ જણાવ્યા વગર શ્રેણિક ઘરેથી નીકળી પડ્યો. ચાલતાં ચાલતાં તે બેનાતટ નગરે આવી પહોંચ્યો. - Page #286 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૦૧ વિશ્રામ લેવા તે એક દુકાનના ઓટલે બેઠો. તે દિવસે તે દુકાનના માલિકને ઘણો સારો વકરો થયો. થોડી વારે શેઠે તેને પૂછ્યું, ‘ભાઈને, પરદેશથી આવો છો? કોના અતિથિ છો?” શ્રેણિકે સસ્મિત કહ્યું, ‘આપનો જ અતિથિ સમજો ને!’ એ જ દિવસે વહેલી સવારમાં શેઠને સ્વપ્ન આવેલું : ‘દીકરીની ચિંતા ન કર. ઘરે જ ઉત્તમ વર આવશે.’ શેઠને સ્વપ્નું સાચું પડતું જણાયું. જમવાના સમયે બંને સાથે ઘેર આવ્યા. શેઠે વહાલ કરી તેને જમાડ્યો અને થોડા જ દિવસમાં સગાં-સંબંધીને બોલાવી પોતાની દીકરી સુનંદાને કુમાર સાથે પરણાવી. દામ્પત્યસુખ ભોગવતાં કેટલોક સમય જતાં સુનંદા સગર્ભા થઈ. ગર્ભપ્રભાવે તેને જિનપૂજા-દાન આદિનાં દોહદ (અભિલાષા) થવા લાગ્યાં. તેના બધાં દોહદ પૂરાં કરવામાં આવ્યાં. આ તરફ શ્રેણિકના ચાલ્યા જવાથી પ્રસેનજિત રાજાને ઘણો આઘાત લાગ્યો. તેને ચારે તરફ તપાસ કરાવી. એક સોદાગરે બેનાતટની ભાળ આપી અને જણાવ્યું કે મોટા ભાગે તે શ્રેણિક હોઈ શકે. જોગાનુજોગ પ્રસેનજિત રાજા માંદા પડ્યા. તેમણે શ્રેણિકને બોલાવી લાવવા સાંઢણીસવાર મોકલ્યા અને પોતાની ગંભીર સ્થિતિમાં શીઘ્ર ઘેર આવી પહોંચવા જણાવ્યું. સવારના મોઢે આ સમાચાર જાણી શ્રેણિકે સુનંદાને જણાવ્યું કે, ‘‘મારા પિતાજી ગંભીર બીમાર છે એટલે મારે ગયા વિના ચાલે એમ નથી. તું હાલ અહીં જ રહે. અવસરે હું તને બોલાવી લઈશ. આપણો પુત્ર અવતરે ત્યારે તેનું નામ ‘અભયકુમાર’ પાડજે!'' સુનંદાએ કહ્યું, ‘તમે મને તો કાંઈ જણાવ્યું નથી. પણ આ બાળક મોટું થશે અને તમારાં નામઠામ પૂછશે તો હું શું કહીશ?' ત્યારે શ્રેણિકે ઘરના ભા૨વટ પર આ પ્રમાણે લખ્યું. ‘હું ગોપાલ ધવલ–દીવાલવાળા રાજગૃહે વસું છું; આમંત્રણ કાજે સુપુત્ર! તારા આ ભારવટે લખું છું.' આમ સુનંદાને સમજાવી તેની તથા સસરાની રજા લઈ શ્રેણિક ઘરે આવ્યા અને માતા-પિતાદિને પ્રણામ કર્યા. રાજા ઘણા જ આનંદિત થયા; ને પૂર્વે બીજા ભાઈઓ સામે તેની પ્રશંસા કરી ન હતી એના હેતુ સમજાવ્યા. પછી મોટા સમારોહપૂર્વક શ્રેણિકનો રાજ્યાભિષેક કરી મહારાજા પ્રસેનજિત દીક્ષિત થયા અને અનુક્રમે સ્વર્ગસ્થ થયા. શ્રેણિક મહારાજા બન્યા. તેમની પ્રતિભા ચારે બાજુ પ્રસરી. મગધના Page #287 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૦૨ વ્યવસ્થિત સંચાલન માટે ઘણા મંત્રીઓ હતા. તેઓ બધા કહ્યું કામ સારી રીતે કરતા હતા, પણ પોતાની અક્કલથી અથવા માત્ર ઇશારાથી સમજી જઈ કામ કરે એવો કોઈ મંત્રી ન હતો. તેવાને શોધી મહામંત્રી બનાવવાની ઇચ્છાથી રાજાએ એક સૂકા કૂવામાં પોતાના નામવાળી વીંટી નાખી, ઢંઢેરો પિટાવ્યો કે ‘કૂવાના કાંઠે ઊભા ઊભા આ વીંટી જે કાઢી આપશે તેને મહાઅમાત્ય બનાવવામાં આવશે.’ આ તરફ પૂરા મહિને સુનંદાએ એક પુત્રને જન્મ આપ્યો. નક્કી કર્યા પ્રમાણે તેનું અભયકુમાર નામ રાખવામાં આવ્યું. ક્રમે કરી તે વિદ્યાભ્યાસ માટે ગુરુકુળમાં શાળાએ જવા લાગ્યો. કુશાગ્ર બુદ્ધિથી તે સહુને માટે આશ્ચર્યજનક રહ્યો અને અતિ-બુદ્ધિવાન તરીકે પ્રસિદ્ધ થયો, શાળાના બીજા વિદ્યાર્થી સાથે બોલાચાલી થતાં તેને મહેણું મારતાં કહ્યું, ‘બાપના નામનુંય ઠેકાણું નથી ને આટલો બધો ડોળદમામ શાનો બતાવે છે?” આ સાંભળી ખિન્ન થયેલા અભયકુમારે સુનંદા પાસે પિતા બાબતની જાણકારી માગી. સુનંદાએ કહ્યું, દીકરા! તારા પિતા પરદેશી હતા. તેમને અચાનક જવાનું થયું. તેઓ જતી વખતે આ ભારવટ ઉ૫૨ કાંઈક લખી ગયા છે. આપણને તેડાવાનું કહ્યું હતું પણ હજુ સુધી તેમના કોઈ સમાચાર નથી.’ અભયકુમારે ભા૨વટ ઉપરનું લખાણ વાંચી કહ્યું, ‘મા, બહુ આશ્ચર્યની વાત છે. મારા પિતા તો રાજગૃહ નગરના રાજા છે. ચાલો, આપણે ત્યાં જઈએ.’ છેવટે પિતાને પૂછીને સુનંદા અભયને લઈ રાજગૃહે આવી. માતાને નગર બહાર એક ઉતારે રાખી અભય એકલો નગરમાં આવ્યો. એક કૂવાકાંઠે લોકોની જબરી ભીડ જોઈ. તેઓને પૂછતાં વીંટી કાઢવાની વાત જાણી તે બોલ્યો, ‘એ તો સાવ સરળ વાત છે, હું હમણાં કાઢી આપું.' આ વાત સાંભળી બધાંને આશ્ચર્ય થયું. રાજસેવકોએ કહ્યું, ‘ચાલ, કાઢી આપ.’ અભયે છાણનો પિંડ મંગાવી તે કૂવામાં વીંટી ઉપર નાખ્યો. વીંટી છાણમાં ભરાઈ ગઈ. તેના ઉપર સળગતા ઘાસના પૂળા નાખી તે છાણનું છાણું બનાવી દીધું. પછી બાજુમાં વહેતી પાણીની નીકને કૂવામાં વહેતી કરી. ધીરેધીરે કૂવો ભરાતો ગયો, તેથી તરતું છાણું ઉપર આવતું ગયું. આમ કાંઠા સુધી પાણી ભરાતાં અભયે છાણું હાથમાં લઈ વીંટી કાઢી લીધી. આ વાત જાણી રાજા પોતે ત્યાં આવ્યા. અભયની ઓળખ પૂછતાં તેણે કહ્યું, ‘હું બેનાતટનો રાજકુમાર છું.’ બેનાતટ નામ સાંભળતાં જ રાજાને સ્મૃતિ તાજી થઈ. તેણે પૂછ્યું, ‘બાળ! તું ધના શેઠની દીકરીને ઓળખે છે?’ બાળકે ‘હા’ પાડી. રાજાનો હાથ પકડી અભય તેમને પોતાની મા પાસે લઈ ગયો. સુનંદા Page #288 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર પિતાજીની આજ્ઞા મુજબ, પણ મહેલમાંથી બધાને બહાર કાઢી મહેલને આગ લગાડી national Page #289 -------------------------------------------------------------------------- ________________ Page #290 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૦૩ અને રાજાએ એકબીજાને ઓળખ્યાં અને આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં. પછી રાજાએ સુનંદાને પૂછ્યું, ‘આપણું બાળક ક્યાં?” સુનંદા બોલી, ‘આ શું છે? આપની સાથે છે તે જ આપણો બાળક.' પત્ની-પુત્ર સાથે શ્રેણિકે નગરપ્રવેશ કર્યો. અભયકુમાર સર્વ મંત્રીઓમાં મહામંત્રી બન્યા. અપ્રતિમ બુદ્ધિચાતુર્ય વડે અભયકુમારે મગધની સીમાને સબળ બનાવી, મગધની કીર્તિગાથા ચારે દિશામાં ગૂંજતી કરી. એક વાર શ્રમણ પરમાત્મા શ્રી મહાવીરદેવ રાજગૃહીમાં સમવસર્યા. અભયકુમાર તેમને વાંદવા આવ્યા. પ્રભુની વાણી સાંભળી, બોધ પામી, અભયકુમાર વિરક્ત થયા. તેમણે ઘેર આવી પિતાજીને વાત કરી. પોતાની દીક્ષા લેવાની ભાવના પ્રકટ કરતાં કહ્યું, ‘આપના જેવા ધર્મરાગી પિતા અને શ્રી મહાવીર જેવા પરમ દયાળુ નાથ છે. પ્રભુ અને ગુરુ છે. આવી ઉત્તમ-સામગ્રી સગવડ છતાં હું જો કર્મના નાશનો પ્રયત્ન ન કરું તો બધું મળ્યું વ્યર્થ જ છે.' આ સાંભળી ચકિત થયેલા શ્રેણિકે પુત્રને ભેટતાં કહ્યું, ‘‘બેટા! આવા ઉત્તમ કાર્યમાં ના કેમ પડાય? પણ જે દિવસે હું તને ખીજાઈને કહ્યું કે, ‘જા, તારું મોઢું મને બતાવીશ નહીં’ તે વખતે તું તારે વગર પૂછયે દીક્ષા લેજે.” અભયકુમારે વાત માની અને તેઓ સુખે રાજસેવા કરવા લાગ્યા. એક વાર રાણી ચેલ્લણા અને રાજા શ્રેણિક પરમાત્મા શ્રી મહાવીરને વંદન કરી પાછાં ફરતાં હતાં. તે વખતે ખૂબ જ ટાઢ પડતી હતી. માર્ગમાં નદીકાંઠે વૃક્ષ નીચે એક મુનિ કાઉસગ્ગ ધ્યાને ઊભા હતા. સંધ્યાટાણું થવા આવ્યું હતું અને હાથ થિજાવી દે તેવા ઠંડા સુસવાટા વાતા હતા. રાજા-રાણીએ મુનિને પ્રદક્ષિણા દઈ વંદન કર્યું. સ્તુતિ-પ્રશંસા કરી મહેલમાં આવ્યાં. રાણીના ચિત્તમાં હાડ થીજવી દે તેવી ટાઢમાં નદીકાંઠે ઉભેલા ધ્યાનસ્થ મુનિની સાધના જાણે અંકાઈ ગઈ. રાત્રે ઊંઘમાં રાણીનો એક હાથ રજાઈની બહાર રહેતાં ઠરી ગયો, એથી ઊંઘ ઉડી ગઈ. હાથ સોડમાં લેતાં ઠંડીની ઉગ્રતાનો વિચાર કરતા એનાથી બોલાઈ ગયું કે એ અત્યારે શું કરતા હશે?” બાજુમાં સૂતેલા શ્રેણિકની આકસ્મિક ઊંઘ ઉડી ગઈ અને તેણે આ શબ્દો સાંભળ્યા. તેને શંકા થઈ કે ખરેખર આ રાણીએ પોતાના કોઈક વહાલાની ચિંતા કરી. અવશ્ય તેને કોઈ સાથે સંબંધ છે. આવી સમજુ અને ઉચ્ચકુળની આ રાણી જો આમ કરે તો બીજાનું શું પૂછવું? આમ વિચારી રાજાએ સવારે અભયકુમારને આજ્ઞા ૧૮ Page #291 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૦૪ આપી કે, “આખું અંતઃપુર સળગાવી નાખ. આ બાબતે મને બીજી વાર પૂછવા આવીશ નહીં.” એમ કહી રથમાં બેસી રાજા ભગવાનને વાંદવા ઊપડી ગયા. દેશના સાંભળ્યા પછી રાજાએ પ્રભુજીને પૂછ્યું કે, “ચેડા રાજાની પુત્રીઓ પતિવ્રત છે કે કેમ?” પ્રભુજીએ કહ્યું, “શ્રેણિક! ચેડા રાજાની સાતે સાત પુત્રીઓ અને તારી બધી રાણીઓ સતી છે.” આ સાંભળી શ્રેણિકને ફાળ પડી કે, “ઉતાવળમાં મેં અનર્થ કરી નાખ્યો. ક્યાંક અભયકુમાર રાણીવાસ બાળી ન નાખે.” એમ વિચારી રાજા ઝડપથી નગર ભણી ચાલ્યા. અહીં અભયકુમારે વિચાર્યું કે, મહારાજાએ ગંભીરતાપૂર્વક વિચાર્યા વગર ઉતાવળે નિર્ણય લીધો છે, જે પાછળથી કદાચ સંતાપકારી થઈ પડે; પણ એમની આજ્ઞાનું પાલન તો કરવું જ જોઈએ.” એમ વિચારી રાણીના મહેલમાંથી બધા માણસો અને જાનવરો આદિને બહાર કઢાવી તેમાં રહેલાં ઘાસલાકડાં વગેરે અગાશીમાં ભેગાં કરીને સળગાવ્યાં. ધીરે ધીરે મકાન ઉપર આગ ફેલાતી ગઈ. ધૂમાડાના ગોટેગોટા આકાશ તરફ જવા લાગ્યા. કામ પતાવી અભયકુમાર પણ મહાવીરદેવને વાંદવા ચાલ્યા. રસ્તામાં સામે શ્રેણિક મહારાજાનો રથ આવતો દેખાયો. શ્રેણિકે બધે ધૂમાડો જોઈ અભયને પૂછ્યું, “અભય! શું કર્યું?” તે બોલ્યો, સળગાવી દીધું.” તે સાંભળી શ્રેણિક ખિજાઈને બોલ્યા, “ભારે ઉતાવળિયો! આજે તારી બુદ્ધિ નાસી ગઈ? ચાલ, આઘો ખસ. તારું મોટું મને બતાવીશ નહીં.” અભયે કહ્યું, “મારે તો આપનું વચન પ્રમાણ છે.” બસ, એટલી જ વાર! અભયે સમવસરણ તરફ જોરથી જવા માંડ્યું અને પ્રભુ પાસે આવી દીક્ષા લીધી. આ બાજુ શ્રેણિકે બળતા મહેલ પાસે આવીને જોયું તો મહેલ તથા બાજુનાં ઝુંપડાં બળી ગયાં હતાં અને રાણીઓ આનંદમાં હતી. રાજાએ વિચાર્યું, “ક્યાંક અભય દીક્ષા ન લઈ લે. કેમ કે મેં “ચાલ, આઘો ખસ. તારું મોઢું બતાવીશ નહીં.” એમ કહી દીધું છે. અને મારતે ઘોડે શ્રેણિક સમવસરણમાં આવ્યા. ત્યાં અભયકુમારને મુનિવેશમાં જોઈ બોલ્યા, “આખરે હું ઠગાઈ ગયો. તમે તમારું કામ કરી લીધું. આટલો વખત મેં તમને દીક્ષામાં અંતરાય કર્યો, તે માટે ખાવું છું.' ઇત્યાદિ કહી તેમની પ્રશંસા-વંદના આદિ કરી, શ્રેણિક પાછા વળ્યા. અભયકુમાર મુનિ પણ શ્રી મહાવીર પ્રભુની ચરણસેવા કરી શ્રુતાભ્યાસ, તપશ્ચર્યા આદિથી શ્રમણધર્મ આરાધી પ્રાંત અણસણ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઊપન્યા. ૧. રાણી ચેલણાના પિતાજી Page #292 -------------------------------------------------------------------------- ________________ [૮૦] રોહિણી પાટલીપુરમાં નંદરાજાનું રાજ. ત્યાં ધનાવહ નામે એક શેઠ. તેમને રોહિણી નામે શીલસંપન્ન પત્ની હતી. શેઠ વેપાર અર્થે સમુદ્રમાર્ગે પરદેશ ગયા હતા. રોહિણી ઘરે એકલી હતી. તે એક વાર ગોખમાં બેઠી હતી. ત્યાંથી નીકળેલા રાજાની નજર એ મુગ્ધ સુંદરી પર પડી ને રાજા મોહી પડ્યો. રાજાને લાગ્યું કે આ સુંદરી વગર બધું વ્યર્થ છે. તેણે તરત એક ચતુર દાસી રોહિણીના ઘરે મોકલી. દાસીએ આવી રોહિણીને પોતાની ઓળખ આપી અને નંદરાજાનાં વખાણ કર્યા પછી કહ્યું, “રે રોહિણી! તારાં તો ભાગ્ય ખીલી ઊઠ્યાં. તને નંદરાજા પોતે બાથમાં લઈ ભેટવા ઈચ્છે છે.” આ સાંભળી રોહિણી ધ્રૂજી ઊઠી. પણ મનને કાબૂમાં રાખી વિચારવા લાગી, “મૂહાત્માઓ પોતાના કુળના ગૌરવને નિભાવી શકતા નથી, ને ગમે તેવી ઈચ્છા જણાવતાં શરમાતા પણ નથી. ઉન્મત્ત હાથીને જેમ ઝાડને ઉખાડતાં કાંઈ વિચાર ન આવે તેમ આને મારું શિયળ નષ્ટ કરતાં કાંઈ વિચાર નહીં આવે અને એને રોકનાર તો કોઈ છે નહીં. એ ધારે તે કરે.” થોડી વાર વિચાર કરી તેણે દાસીને જણાવ્યું કે “રાત્રે રાજા ભલે આવે. હું સ્વાગત કરીશ.” દાસી પાસેથી આ વાત સાંભળી રાજા ગેલમાં આવી ગયો. રાત પડતાં રાજા રોહિણીને ત્યાં આવી પહોંચ્યો. રોહિણીએ નીચી નજરે સત્કાર કર્યો. મુખ્ય ખંડમાં સારા આસને રાજાને બેસાડ્યો. રોહિણીએ રાજા માટે કહેલું કેસર-બદામ-પિસ્તાવાળું દૂધ તૈયાર કરાવેલું. હવે રાજા સન્મુખ જુદા જુદા વેશ પહેરેલી નારીઓ એક પછી એક આવીને રાજા પાસે અનુક્રમે રત્નનો, સોનાનો, ચાંદીનો, કાંસાનો અને તાંબાનો એમ પાંચ પ્યાલા મૂકી ગઈ અને જુદા જુદા ઓરડાઓમાંથી એ પ્યાલાઓમાં ઢેલું દૂધ રાજા સામે જ ભર્યું. આનંદમાં ડોલતા રાજાએ એક પછી એક પ્યાલામાંથી ઘૂંટડો-ઘૂંટડો ભરી સ્વાદ માણ્યો. તે બધાનો સ્વાદ એકસરખો Page #293 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા ૦ ૨૦૬ લાગ્યો અને તેથી રોહિણીને તેણે અચંબા સહિત પૂછ્યું, “સુંદરી! પાત્ર અને ગોઠવણ જુદાં જુદાં છે છતાં સ્વાદ તો એક જ છે. એક જ સ્વાદના પદાર્થને અલગ અલગ પાત્રમાં ભરવાથી કાંઈ નવો સ્વાદ આવી શકે નહીં. આ તો સાદી સમજની વાત છે. તો પછી આ જાતજાતના પ્યાલાઓ શા માટે?” રોહિણીએ કહ્યું, “જી મહારાજ! સ્વાદ તો એક જ છે અને વાત પણ સાવ સાદી સમજની છે. પરંતુ વિવેક વગર એ સમજાય નહીં. સમજાયા પછી તો એક જ વાસણનું પેય પૂરતું થઈ પડે છે અને બીજા પાત્ર તરફ નજર પણ જતી નથી. તેવી જ રીતે સ્ત્રીના નારીત્વમાં રૂપ અને વેશ આદિની ભિન્નતાથી કશો ફરક પડતો નથી.” રાજા તો આ જાજવલ્યમાન નારીનું ધર્ય, ગાંભીર્ય ને જ્ઞાન જોઈ શક્તિ થઈ ગયો. રોહિણીએ વધુમાં વિષ્ણુપુરાણની એક વાત સંભળાવીઃ બનારસ નગરમાં ગંગા કિનારે નંદ નામનો તાપસ વર્ષોથી ઘોર તપ કરતો હતો. એકવાર ગંગામાં નહાતી કોઈ સ્ત્રીને જોઈ તે મુગ્ધાનો અભિલાષી થયો. તેનું મન તેમાં લટ્ટ થતાં તેણે તે યુવતીનો પીછો પકડ્યો અને પાછળ પાછળ ઠેઠ તેના ઘેર પહોંચ્યો. નિર્લજજ થઈ સંભોગની ચોખ્ખી માગણી પણ કરી, તે ગરીબ બાઈએ કહ્યું, “હું તો ચાંડાલિની છું. આપ તો મોટા મહાત્મા કહેવાઓ. મારા જેવી નીચ સ્ત્રી સાથે તમે રમણ કરો તે ઉચિત નથી.” પણ કામના આવેશમાં આવ્યા પછી માણસ ક્યાં વિચાર જ કરે છે? તેણે બાઈને બાથમાં લીધી ને બધું વીસરી તેને ભોગવી. મદ ઊતરી ગયો ત્યારે તેને શાન આવી કે મેં ઘોર પાપ ને મહા અનર્થ કરી નાખ્યો. શરમથી શ્યામ બનેલો તે વિષય રસને ધિક્કારતો પાછો ફર્યો, પણ પોતાના આ કુકર્મથી તેને પોતાની જાત ઉપર ધૃણા થઈ આવી. અંતે તે પથ્થર પર માથું પછાડી મરણને શરણ થયો. મરતાં મરતાં તે બોલ્યો : શ્રીરામ રામ વિન્ ધિમે, જન્મનો જીવિતસ્ય ચા યસ્તપોડશ્વર તત્ત્વા ચાંડાલિની સંગમ ગતઃ | Page #294 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકા જનારા ૯ રાહ અર્થાત્ “રામ, રામ! મારો જન્મ અને જીવન બંને ધિક્કારને પાત્ર છે. જે ઘોર તપસ્વી હતો તેનું પતન ચાંડાલિનીથી થયું.” - શ્રી તીર્થંકરદેવે પણ કહ્યું છે કે, “કિપાક નામનાં દેખાવડાં, સુગંધી ને મધુરાં ફળો મનને ગમે તેવાં હોય છે, પણ તેને ખાનાર અવશ્ય મૃત્યુ પામે છે; તેમ વિષયભોગ ભોગવવા સારા લાગે છે, પણ પરિણામે સંસારના મહાદુઃખો ને જન્મ-મૃત્યનો મોટો વધારો કરે છે.” ઇત્યાદિ રોહિણીનાં આધ્યાત્મિક વચનો સાંભળી રાજાએ રોહિણીની ઘણી પ્રશંસા કરી. પોતાની ઘેલછા માટે પશ્ચાત્તાપ કરીને કહ્યું, “રોહિણી! તું અમારા દેશનું ગૌરવ છે. હલકી વાતો કહેનારા આ સંસારમાં ઘણા હોય છે પણ હિતની વાત કહેનારા ક્યાં મળે?” ઈત્યાદિ શ્લાઘા કરી સ્વદારાસંતોષ વ્રત લઈ રાજા મહેલે આવ્યો. કેટલાક વખત પછી ધનાવહ શેઠ ઘણી કમાણી કરીને પરદેશથી ઘરે આવ્યા. કોઈના મોઢે રાજાના અત્રે થયેલા આગમનની વાત સાંભળી. શેઠને શંકા થઈ કે, “અહીં આવેલો રાજા આવી યુવાન રૂપાળી એકલી સ્ત્રીને છોડે નહીં.” આથી શેઠનું મન રોહિણી પરથી ઊતરી ગયું. આખી રાત તેણે પડખાં ઘસીને કાઢી. રોહિણી સાથે બોલવાનું પણ મન થયું નહીં. થોડો વખત આમ ચાલ્યું. ચોમાસાના દિવસોમાં એક વખત નદીમાં પૂર આવ્યું ને તેમાં આખુંય નગર ઘેરાઈ ગયું. જનતા ભયથી ધ્રૂજવા લાગી. કોઈ રીતે પાણી ઊતરે નહીં ને સપાટી ભયજનક સ્થિતિએ પહોંચી. રોહિણીને પતિના વ્યવહારથી ઘણું લાગી આવ્યું હતું. તેણે યોગ્ય પ્રયત્નો કર્યા, પણ છેવટે તે ધર્મ પર આસ્થા રાખીને બેઠી. રોહિણીએ પોતાના સતની કસોટીની ક્ષણ આવી મળી છે એમ માની તેણે ગામના ગઢ ઉપર ચઢી હાથમાં જળ લઈને કહ્યું, “હે નદીદેવી! જો ગંગાના પાણીની જેમ મારું શિયળ શુદ્ધ હોય તો તારાં જળ નગરથી દૂર લઈ જા.” નગરલોકની સમક્ષ જ આટલું બોલતાં તો આશ્ચર્યજનક રીતે પાણી પાછું ઊતરવા લાગ્યું ને થોડી વારમાં તો પાણી નદીકાંઠાઓની મર્યાદામાં વહેવા લાગ્યું. ધનાવહ શેઠ બહુ રાજી થયા. તેમણે Page #295 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૦૮ શિયળધર્માને પ્રણામ કર્યા. જનતામાં સતીના સતીત્વનો જયજયકાર થયો. શેઠ પોતાની ઉતાવળી બુદ્ધિ માટે લજ્જિત થયા અને રોહિણી ઉપર સ્નેહ વરસાવવા લાગ્યા. આ પ્રમાણે મહાસતી રોહિણી શીલવ્રતની દૃઢતાના કારણે જૈન શાસનની પ્રભાવના કરી, પોતાના માનવજીવનને કૃતાર્થ કરી, સુકૃતની મહાન પ્રતિષ્ઠા પામી. ઝંખના ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ રે, રહે જનમો જનમ તારો સાથ પ્રભુ એવું માંગુ રે, તારું મુખડું મનોહર જોયા કરું, રાત દહાડો ભજન તારું બોલ્યા કરું, રહે અંત સમયે તારું ધ્યાન... પ્રભુ... મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં, શ્વાસે શ્વાસે રઢું તારું નામ... મારા પાપ ને તાપ સમાવી દેશો, તારા બાળને દાસ બનાવી દેજો, દેજો આવીને દર્શન દાન... પ્રભુ... પ્રભુ... Page #296 -------------------------------------------------------------------------- ________________ [૮૧] રાજ પુરંદર સિદ્ધપુર નગરમાં પુરંદર રાજા, તેમને સુંદર નામનો એક મિત્ર. સુંદર જુગારી હતો. તેની સંગતે રાજા પણ જુગારી બન્યો. કોઈ વખત બન્ને આપસમાં જુગાર રમતા. રાજાનું જુગારીપણું રાણીથી સહન ન થયું તેથી દુઃખી હૃદયે તેણે રાજાને વિનંતી કરી કહ્યું, “મહારાજ! આ લત સારી નથી. જુગારથી તો મોટાં રાજ્ય પણ ભયમાં મુકાઈ જાય. આ માટે પાંડવો તથા નળરાજાનાં ઉદાહરણ જગજાહેર છે. તેમણે કેવાં ને કેટલાં દુઃખો જોયાં? માટે તમે આ જુગારની લત છોડી દો.” પણ રાજા ન માન્યો. તેણે જુગાર ન છોડ્યો. એક વાર રાજા પોતાના નાના ભાઈ સાથે જુગાર રમતાં બધું હારી ગયો. નાના ભાઈએ રાજ્યનો કબજો લીધો અને મોટા ભાઈને રાજ્ય છોડી ચાલી જવા ફરમાવ્યું. નાછૂટકે રાજારાણી પોતાના એકના એક કુમારને લઈ જંગલની વાટે ચાલી નીકળ્યાં. ઘણાં કષ્ટો વેઠ્યાં. પણ રાજાને જુગાર વગર ચેન પડતું નહીં. એક વાર કોઈ એક ભીલ સાથે જુગાર રમવાનો અવસર મળ્યો. ભીલે પોતાની પત્ની દાવમાં લગાડી ને તે હારી ગયો. કાળી મેશ ભીલડીને સાથે લઈ રાજા આગળ ચાલ્યો. રસ્તામાં ભીલડીએ વિચાર કર્યો: “મારો આ નવો ધણી તો ઘણો સારો ને રૂપાળો છે પણ આ મારી શોક (રાણી) હશે ત્યાં સુધી મને આનું સુખ મળવાનું નથી. માટે આ વૈરિણીને મારી નાખું ને એકલી આનંદ માણે.” આમ વિચારીને તે રાણીને પાણી પીવાના બહાને કૂવે લઈ ગઈ અને અવસર મળતાં રાણીને ધક્કો દઈ કૂવામાં પાડી. ડોળ કરતી ભીલડી રાજા પાસે આવી કહેવા લાગી, કોઈ રૂપાળો પુરુષ કૂવા પાસે મળ્યો ને રાણી તો તેની સાથે ચાલી ગઈ.' આ સાંભળી રાજાને ઘણો જ ખેદ થયો. પણ કરે શું? પોતાના કુમાર અને ભીલડી સાથે તે આગળ વધ્યો. માર્ગમાં એક મોટી નદી આવી. કુમારને કાંઠે રાખી ભીલડીને સામે કાંઠે પહોંચાડવા રાજા તેને લઈને પાણીમાં ઊતર્યો. Page #297 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૮૦ એવામાં ક્યાંકથી મોટો મગર આવ્યો ને પુરંદર રાજાને ગળી ગયો. રાજાની પકડમાંથી છૂટી ગયેલી ભીલડી તણાઈને મરણ પામી. આ ઘરડો મગર પેટ ભારે થવાથી તરી ન શક્યો ને કાંઠે આવી પડ્યો અને થોડી વારમાં સૂઈ ગયો. બે-ત્રણ માછીમારોએ આ મગરને તેને જોયો ને તેનું ચામડું ઉતારી લેવા તે મગરને તરત પકડીને ચીરી નાખતાં તેમાંથી મૂર્છા પામેલો રાજા નીકળ્યો. થોડી વારે રાજા ભાનમાં આવ્યો. માછીમારો તેને પોતાને ત્યાં લઈ ગયા અને દાસ તરીકે રાખ્યો. રાજાને ત્યાં માછીમારોની સેવા કરવી પડતી. તેમની સાથે જાળ લઈ મોટી નદીમાં માછલા લેવા રખડવું પડતું. એક વાર નદીમાં પૂર આવ્યું. તેમાં તણાઈને રાજા મૃત્યુ પામ્યો. આ તરફ કૂવામાં પડેલી રાણીને કોઈ વટેમાર્ગુએ બહાર કાઢી અને તેને તે પોતાના સાર્થવાહ પાસે લઈ ગયો. સાર્થવાહે પૂછતાં રાણીએ પોતાનો સઘળો વૃત્તાંત તેને કહી સંભળાવ્યો. સાર્થવાહ સજ્જન અને ધર્મિષ્ઠ હતો. તેણે રાણીને સાંત્વના આપી. બહેન કરીને રાખી. આ તરફ નદીકાંઠે ઊભા ઊભા રડતા કુમારને કોઈ વિદ્યાધરીએ જોયો ને તેને લઈ તે વૈતાઢ્ય પર્વત પરના પોતાના નિવાસસ્થાને આવ્યો. તેની પાસેથી બધી વાત જાણી અને વિદ્યાધરીએ તેને પોતાના પુત્ર તરીકે રાખ્યો. અનેક કળાઓ અને વિદ્યાઓ શીખવી તેને સમર્થ બનાવ્યો. તેણે પોતાનું રાજ્ય પાછું મેળવ્યું ને રાજા બન્યો. એવામાં એક વાર પેલો સાર્થવાહ સિદ્ધપુર નગરમાં આવ્યો. રાણી પોતાનું નગર જાણી પુરુષવેશે સાર્થવાહ સાથે રાજસભામાં આવી. ત્યાં પોતાના દીકરાને સિંહાસન પર બેઠેલો જોઈ અતિ આનંદ અને વિસ્મય પામી. રાજકુમારે પોતાની માતાના જેવા આકારવાળા પુરુષને જોઈ સાર્થવાહને પૂછ્યું કે ‘આ કોણ છે?” સાર્થવાહે આખો વૃત્તાંત કહી સંભળાવ્યો. માતાને ઓળખી કુમાર ભરસભામાં ઊભો થઈ માતાને પગે લાગ્યો ને તેને સિંહાસને બેસાડી. રાણી રાજમાતાનું ગૌરવ પામી, નગરમાં બધે આનંદ આનંદ વર્તાઈ રહ્યો. રાજમાતા સુખપૂર્વક રહેવા લાગ્યાં. જુગારનાં માઠાં પરિણામ માતા પાસેથી જાણી રાજાએ નગરમાં સદંતર જુગાર આદિ વ્યસનોની મનાઈની ઘોષણા કરાવી. પોતે પણ અનર્થ દંડથી બચી સ્વર્ગે Page #298 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા ૦ ૨૮૧ ગયો અને સુખી થયો. કૌતકવશ માણસોએ નૃત્યાદિ, નટનાં નર્તન, ગીત, મુજરા, ખેલ-સમાસા, ભાંડ-ભવાઈ, જાદુના ખેલો, હોડ-દોડ કે જાનવરોની લડાઈ, માણસોની કુસ્તી, સિનેમા-સરકસ આદિ જોવાં નહીં; કેમ કે તેનાથી અનર્થ દેડજન્ય પાપ લાગે છે. માટે તેનાથી બચવું. પ્રભુ દર્શન મુજને દે મારી એક તમન્ના પ્રભુ દર્શન મુજને દે તારે શરણ રાખી લે પ્રભુ દર્શન મુજને દે.. મારા મનમાં કંઈ કંઈ થાય તારો વિયોગ ના સહેવાય મારા મનમાં કંઈ કંઈ થાય તારો વિયોગ ના સહેવાય મારા મનમાં કંઈ કંઈ થાય તારો ભેટો ક્યારે થાય મારી મુંઝવણ એવી છે, પ્રભુ દર્શન મુજને છે. મારી... મારા ભવના તારણહાર મારો કરજે બેડો પાર મારા ભવના ભેરૂનાથ મને આ ભવથી ઉગાર બસ એક જ કહેવું છે પ્રભુ દર્શન મુજને દ. મારી. Page #299 -------------------------------------------------------------------------- ________________ [૮૨ શ્રી માણિભદ્રવીર ઉજજૈન નગરી. જગપ્રસિદ્ધ વિક્રમાદિત્યે જ્યાં રાજ્ય કર્યું. વિક્રમની પંદરમી સદીની આ વાત છે. આ નગરમાં ધમ્મશૂરા કમેરા એવા ધર્મપ્રિય શાહ વસતા હતા. મહાસમૃદ્ધિના એ સ્વામી, ધર્માનુષ્ઠાનોમાં પણ સદેવ આગળ. તેમણે લગ્ન કર્યાં જિનપ્રિયા સાથે. કેવાં સુંદર નામ! એક ધર્મને પ્રિય તો બીજી જિનને પ્રિય. ઘણાં વર્ષો થયાં પણ કોઈ સંતાન નહીં. બધી સ્ત્રીઓને મન માતૃત્વની ઝંખના હોય છે તેમ જિનપ્રિયાને પણ પુત્રદર્શનની ઝંખના હતી. પણ ધર્મપ્રિય અને જિનપ્રિયાના ભાગ્યનો સિતારો ચમકતો હતો. એક સુધન્ય પળે અજવાળી રાત્રે પુત્રનો જન્મ થયો. નામ રાખ્યું માણેક. ધર્મપ્રિય અને જિનપ્રિયાને તો હીરા, પન્ના ને માણેક જ હોય ને? હજુ તો માણેક બાળક અવસ્થામાં હતો, ત્યાં જ કોઈ અણધારી આફત આવી અને ધર્મપ્રિય શાહનું અવસાન થયું. બાલ્યાવસ્થામાં પિતાનું શિરછત્ર ગુમાવતાં માણેકના દિલમાં કારમો આઘાત લાગ્યો. પતિની વસમી વિદાય જિનપ્રિયા પણ તરત તો ભાંગી પડી, પણ પછી કર્તવ્યનો સાદ તેણે સાંભળ્યો. હવે રોયે નહીં ચાલે! માતાનું વાત્સલ્ય અને પિતાનું કર્તવ્ય બન્ને પોતે સંભાળવાનાં છે ને માણેકને મોટો કરવાનો છે.” જિનપ્રિયાએ આ જવાબદારી ખૂબ જ સારી રીતે ઉપાડી લીધી તેણે અને બાળક માણકને ભવિષ્યમાં એક હોનહાર અને અડીખમની વિભૂતિ બનાવવામાં મોટો ફાળો આપ્યો. માણેકને વ્યાવહારિક જ્ઞાન માતા જિનપ્રિયા તરફથી મળ્યું તેમ જ ધાર્મિક જ્ઞાન ઉપાધ્યાયે આપ્યું. માણેકચંદ પાસે તીવ્ર પ્રતિભા હતી, તીક્ષ્ણ બુદ્ધિ હતી, જ્ઞાનદાતા પ્રત્યે અપૂર્વ વિનય હતો. આથી માણેકચંદ સાચા અને સારા માનવીના મહાગુણો મેળવી શક્યો. યુવાની આવતાં માણેકચંદનાં લગ્ન ધારા નગરીના પ્રખ્યાત શેઠ ભીમરાજની પુત્રી આનંદરતિ સાથે થયાં. બન્ને એકબીજાના પૂરક બન્યાં. કર્મયોગે આ નરનારીને પૂજ્ય આચાર્યપ્રવર શ્રી આનંદવિમલસૂરિની ધર્મદેશના મળી. Page #300 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૨૮૩ સદેવ બન્ને ભાવપૂર્વક પ્રભુપૂજા કરે છે અને વંદનીય માતાના ચરણોની સેવા કરે છે. ભાવિના ભાવ મિથ્યા નથી થતા. માણેકચંદના જીવનમાં એક પલટો આવે છે. ઉજ્જૈન શહેરમાં કેટલાક સાધુઓ આવ્યા છે. તેઓ પરમાત્માની પ્રતિમાના પૂજનનો સ્પષ્ટ ઇન્કાર કરે છે. તેઓ મૂર્તિઓના ચરણની સેવામાં પાપ માને છે. તેઓની વ્યાખ્યાનશક્તિ, શબ્દોનો વૈભવ અને વક્નત્વકળા અનેકોને આકર્ષે છે. દેવયોગે માણેકચંદ પણ આ પ્રવચનોથી આકર્ષાય છે અને તેના વિચારોમાં પણ પરિવર્તન આવે છે. તેણે આ સાધુઓ સમક્ષ નિર્ણય કર્યો કે ગૃહમંદિરમાં પણ દર્શન, પૂજા નહીં કરે અને તેણે ઘરે પણ પ્રભુપૂજા, દર્શન બંધ કર્યા. માતા જિનપ્રિયાએ આ જાણ્યું. તેને સખત આઘાત લાગ્યો, “મારો દીકરો, મારું લાખેણું મોતી પ્રભુપૂજાથી વંચિત રહે?” અને એણે મનોમન નિર્ણય કર્યો કે “જ્યાં સુધી માણેક પ્રભુપૂજા, પ્રભુદર્શન શરૂ ન કરે ત્યાં સુધી મારે સર્વથા ઘીનો ત્યાગ.' | જિનપ્રિયા પ્રભુને પ્રાર્થના કરે છે : “હે પ્રભુ! મારા પુત્રને રન્નતિ આપો, તેને સન્માર્ગે વાળો, મારા કુળદીપકને પુનઃ પ્રભુભક્તિનો રાહ દેખાડો.” મધ્યાહ્નની વેળા થતાં માતા જિનપ્રિયા એકાસણું કરવા ભોજનખંડમાં આવ્યાં છે. વહુ આનંદરતિ ભક્તિભાવપૂર્વક માતાજીને એકાસણું કરાવવા ઉત્સાહભેર થાળીમાં એક પછી એક વાનગીઓ પીરસે છે. તે પોતાના હાથે બનાવેલી ગરમ રોટલી ઘીથી ચોપડવા જાય છે ત્યાં જિનપ્રિયા બોલી ઊઠે છે, ના, બેટા આનંદમતિ! રોટલી પર ઘી ન ચોપડ, મને ભૂખી રોટલી જ પીરસ.” આનંદરતિ સ્તબ્ધ થઈ જાય છે. તે પૂછે છે : બા! શું કાંઈ મારી ભૂલ થઈ છે? આપના દીકરાએ કોઈ અપરાધ કર્યો છે? બા! ઘી કેમ નહીં? જિનપ્રિયા જવાબ આપે છે : “હા, મારા બાળે - માણેકે મોટી ભૂલ કરી છે. સહન ન થાય તેવી ભૂલ કરી છે અને એનો શૂળી જેવો ડંખ મને વેદના આપી રહ્યો છે. તેણે પ્રભુદર્શન, પ્રભુપૂજન બંધ કર્યા છે. આ મિથ્યાત્વ હું સહન નથી કરી શકતી અને તેથી જ્યાં સુધી માણેક સમકતના રસ્તે ન ચડે, પ્રભુદર્શન, પ્રભુસેવા ન શરૂ કરે ત્યાં સુધી મારે ઘીનો ત્યાગ છે.” બા!” આનંદરતિ બોલી ઊઠે છે, “તમારે ત્યાગ તો મારે પણ ત્યાગ. તમે જ્યાં સુધી ઘી નહીં વાપરો ત્યાં સુધી હું પણ નહીં વાપરું.” Page #301 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૮૪ ‘ના, આનંદરતિ! ના... તારે આવી કઠોર પ્રતિજ્ઞા લેવાની ન હોય!' ‘ના, બા! ચિંતા ન કરો. મારો આ નિર્ણય દૃઢ છે.’ રાત્રે આનંદરતિ અને માણેકચંદ મળે છે. માણેકચંદ આનંદરતિનું મુખ જોઈ સ્તબ્ધ થઈ જાય છે, ‘શું થયું? કેમ તારી આંખમાં આંસું? શું થયું?” વાતચીતમાં ઘટસ્ફોટ થાય છે, માણેકચંદ સમજે છે કે બાનું હૃદય દુભાયું છે મારા લીધે, મારા દર્શનપૂજન છોડવા બદલ; અને તેથી બાએ ઘી છોડ્યું છે અને સાથે આનંદરતિએ પણ ઘીનો ત્યાગ કર્યો છે. માતા ઇચ્છે છે કે મારો માણેક સન્માર્ગે પાછો ન ફરે અને પ્રભુની પૂજા, સ્તવના કરતો ન થાય ત્યાં સુધી ઘી ન ખપે.’ આનંદરતિ સમજાવે છે માણેકચંદને કે બાને રાજી કરવી હોય તો પ્રભુનાં દર્શન, પૂજા કરતા થઈ જાઓ.' બીજી સવારે માણેકચંદ માતા જિનપ્રિયા પાસે જાય છે. માતાના ખોળામાં માથું મૂકી રુએ છે. માતાએ માણેકનું મસ્તક બે હાથે ઊંચું કર્યું ત્યારે ખબર પડી કે તેની આંખમાં આંસું છે; અને કઈ મા પોતાના સંતાનની આંખોમાં આંસું જોઈ શકે? પુત્ર ગમે તેટલો મોટો હોય પણ માતા સામે તો તે બાળક જ છે. મા અને દીકરો હવે ધર્મચર્ચા કરે છે. પુત્ર સમજાવે છે કે, ‘મેં કેટલાક સાધુઓના પરિચયથી નિર્ણય કર્યો છે કે મોક્ષમાર્ગની સાધનામાં મૂર્તિપૂજા અનિવાર્ય નથી. આમ છતાં જ્ઞાની શ્રમણોના સત્સંગથી જો મારી માન્યતા સત્યવિહીન લાગશે તો એ જ ક્ષણે એ માન્યતાનો ત્યાગ કરીશ. મારો આ માટે કોઈ દુરાગ્રહ નથી.’ માતા કહે છે, બેટા! હું શાસ્ત્ર ભણી નથી. પણ મને સમજાય છે કે જિનબિંબ અને જિનાગમો॰ વિષમ કાળનાં સર્વશ્રેષ્ઠ આલંબન છે. આગમનું જ્ઞાન તો વડેરાઓ લઈ શકે પણ પ્રભુદર્શન તો નાનકડું બાળક પણ કરી શકે. આ આલંબન કેમ છોડાય?” જમતાં ત્રણે જણે આજે ઘી ન લીધું. માણેકચંદ જમ્યા બાદ પોતાની પેઢીએ ચાલ્યા ગયા. ઉજ્જૈનના આંગણે આચાર્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરજી પોતાના ૧૭ શિષ્યો સાથે ઉદ્યાનમાં પધાર્યા હતા. માણેકચંદે સમાચાર જાણ્યા. કોક સાધુ પાસે ૧. ગણધર ભગવાનોએ રચેલા શાસ્ત્રો - મૂળ શાસ્ત્રો Page #302 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના સમાજના હિતારા ૦ ૨૮૫ સાંભળેલું યાદ આવ્યું : “ગુરુ કીજે જાનકર, પાની પીજે છાનકર.” પધારેલા આચાર્ય ગુરુ યોગ્ય છે કે નહીં? – માણેકચંદે પરીક્ષા કરવાનો વિચાર કર્યો. રાત્રે પોતાના ૪-૫ મિત્રો સાથે માણેકચંદ ઉદ્યાન તરફ જઈ રહ્યા છે. માણેકચંદના હાથમાં જલતી મશાલ છે. ઉદ્યાને પહોંચ્યા અને જોયું તો આચાર્યશ્રી સાધનામાં સ્થિર છે, બીજા ત્રણ મુનિઓ કાર્યોત્સર્ગ ધ્યાનમાં છે, એક નાના બાળમુનિ સિવાય બધા એક યા બીજી રીતે ધર્મધ્યાનમાં લીન છે. માણેકચંદ મશાલ સાથે ધ્યાનસ્થ મુનિની પાસે જાય છે અને જલતી મશાલ તેમના મુખ પાસે ધરે છે. મુનિની દાઢી ભડભડ બળીને ખાખ થઈ જાય છે. છતાં મુનિવર ધ્યાનથી ચલિત થતા નથી. એ જ પ્રભાવ અને એ જ સ્વભાવ! - સમતારસ-ભર્યા મુનિવરોની અજબ સહિષ્ણુતા જોઈ માણેકચંદ સ્તબ્ધ થઈ જાય છે. આવી ગંભીરતા ને સહિષ્ણુતા! ધિક્કાર હો મને! શ્રાવક કુળમાં ઉત્પન્ન થઈને આવું નીચ કાર્ય મેં કર્યું? માણેક શાહનું માથું ભમી જવા લાગ્યું અને મહામુનિઓને મનોમન વાંદીને, મિત્રો સાથે શહેર ભણી દોડી ગયા. મોડી રાત્રે માણેકચંદ ઘરે આવી સૂઈ જાય છે, પણ ઊંઘી શકતા નથી. પશ્ચાત્તાપનો દાવાનળ મનમાં ધમધમી રહ્યો છે : “મોટું પાપ થઈ ગયું છે, શું કરું? તેઓ અંતે વિચાર કરી લે છે : “આવતી કાલે સવારે જઈ મુનિરાજોને મારા ઘરે પધારવા આમંત્રણ આપું અને સકળસંઘની હાજરીમાં તેમની મારા આ દારુણ કૃત્ય બદલ માફી માગું.” - સવારમાં વહેલા ઊઠી માણેક શાહ ગુરુમહારાજોને પોતાના ઘરે પધારવા વિનંતિ કરવા જાય છે. અને એટલા નગરજનોને સાથે લઈ ઉદ્યાનમાં આવે છે અને મુનિરાજો પોતાના ઘરે પદાર્પણ કરે એવી વિનંતિ કરે છે. આચાર્યપ્રવરે માણેકચંદ શેઠની આગ્રહભરી અભ્યર્થના સ્વીકારી લીધી. આચાર્યશ્રીના નેતૃત્વમાં સકળ સંઘ માણેકચંદના ઘરે પધાર્યો. મંગળકારી મંગલાચરણ બાદ આચાર્યશ્રીની દેશના થઈ. દેશના સાંભળી, માણેકચંદ ઊભા થઈ, બે હાથ જોડી વિનમ્રભાવે આચાર્યશ્રીને કહે છે, “ભગવંત! એક ભયંકર દુષ્કૃત મેં કર્યું છે. આપના જેવા સંયમશ્રેષ્ઠ ક્ષમાશ્રમણોને મેં પરિતાપ આપ્યો છે. ગઈ રાત્રે મુનિપરીક્ષાને નામે મેં મશાલથી ધ્યાનસ્થ મુનિઓને ક્લેશ પમાડ્યો છે. પ્રભો! Page #303 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૮૬ મૂર્ખતાવશ થઈ ગયેલું આ દુષ્કૃત્ય મને હજાર હજાર વીંછીના ડંખ જેવી વેદના આપી રહ્યું છે. હું જાહેરમાં મારા પાપની માફી માગું છું. મારા શરમજનક દુષ્કૃત્યની નિંદા કરું છું. મને પ્રાયશ્ચિત્ત આપી શુદ્ધ કરો.' આનંદવિમલસૂરીશ્વરજીએ કહ્યું, ‘માણેકશાહ! તમે પુણ્યશાળી છો.' ‘પ્રભુ...! હું પુણ્યશાળી...! ના, ના. પાપીઓનો સરદાર છું. આજે એ પાપો યાદ આવતાં મારું હૃદય રડી રહ્યું છે.’ ભાઈ! પાપ તો બધાથી થાય છે. પણ પુણ્યશાળી જ તે પાપનું પ્રાયશ્ચિત્ત કરે છે. તમે પણ પશ્ચાતાપ કરી રહ્યા છો. તેથી તમે પણ ચરમ અને પરમ પદની નિકટ જઈ રહ્યા છો.’ આચાર્ય ભગવંતે માણેક શાહને પ્રાયશ્ચિત્ત પ્રદાન કર્યું અને તેમણે તેનો સહર્ષ સ્વીકાર કર્યો. સભામાં માણેક શાહ વિનંતી કરે છે, ‘ભગવંત! મૂર્તિપૂજાવિષયક મારી શંકાઓનું સમાધાન હું ઇચ્છું છું. મને કહો, ભગવંત! મૂર્તિપૂજા શાસ્ત્રસંમત છે? શાસ્ત્રોમાં ઉલ્લેખ છે?” સૂરીજી સમજાવે છે, ‘હા! ભગવતી સૂત્ર જેવા સર્વશ્રેષ્ઠ આગમ ગ્રંથમાં પણ પરમાત્માની મૂર્તિના ઉલ્લેખ સાથે પૂજાના વિધાનનું સ્પષ્ટ વર્ણન છે. રાયપસેણી પ્રમુખ ગ્રંથોમાં પણ દ્રૌપદી-સૂર્યાભદેવના વર્ણનમાં મૂર્તિપૂજાના માધ્યમને ખૂબ જ સારી રીતે વર્ણવ્યું છે.’ માણેકચંદ પાછું પૂછે છે, ‘પ્રભો! વર્તમાન અવસર્પિણી કાળમાં સર્વપ્રથમ પ્રતિમાનું નિર્માણ કોણે, ક્યારે કર્યું?” સૂરિજી કહે છે, ‘માણેક શાહ! પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથના પુત્ર ભરત ચક્રવર્તીએ શત્રુંજય મહાતીર્થનો ઉદ્ધાર કરાવ્યો હતો; જે શાશ્વતગિરિ છે; અને અષ્ટાપદ પર્વત ઉપર ભરતેશ્વરે ચોવીસે તીર્થંકરોની સ્વકાયા પ્રમાણ રત્નમય પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી હતી. આ ઉપરાંત મહારાજા સંપ્રતિએ સવા કરોડ પ્રતિમાઓ ભરાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. પરમાત્મા મહાવીરના જીવનકાળમાં તેમના જ વડીલબંધુ નંદીવર્ધને પ્રભુની પ્રતિમાઓ ભરાવીને જુદાં જુદાં સ્થાને બિરાજમાન કરી હતી, જેમાંની હાલ નાંદિયામાં, દિયાણામાં તથા ૧. ચરમપદ તેજ ભવે મોક્ષ જનારા ૨. પરમપદ મોક્ષ પામેલા. Page #304 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા : ૨૮૦ ગવતના સર પ્રકાર પણ કમળ વરસી રે મહુવામાં આજે પણ એ પ્રતિમાઓ મોજૂદ છે. ઉપરાંત આબુમાં વિમળ શાહે તથા વસ્તુપાલ-તેજપાલે મંદિરો બંધાવી અલૌકિક મૂર્તિઓ પધરાવી છે. ધારણશાહ પોરવાળે સદાય યાદ રહી જાય તેવું ૧,૪૪૪ સ્થંભો સાથેનું નલિની ગુલ્મ વિમાન આકારનું જિનાલય રાણકપુરમાં ૯૯ કરોડ દ્રવ્ય ખર્ચા બંધાવ્યું છે.” આ રીતે આચાર્ય ભગવંત શાસ્ત્રપાઠ, ઇતિહાસના ઉલ્લેખો અને તર્કયુક્તિ સાથે સમજાવવાથી માણેકશાહનું મિથ્યાત્વ ધોવાઈ ગયું. મહા સુદ પંચમીના પાવન દિવસે, વસંતપંચમી કહો કે શ્રીપંચમી, જ્યોતિષશાસ્ત્ર જેને સદૈવ શુભદિવસરૂપે માન્ય કર્યો છે તે શુભ દિવસે માણેક શાહે પૂજ્ય આચાર્ય ભગવંતના સાનિધ્યમાં સમ્યત્વમૂલ બાર વ્રતનો સ્વીકાર કર્યો. પુનઃ પરમાત્માની અષ્ટ પ્રકારે પૂજા કરવાનો નિર્ણય ઘોષિત કર્યો. જિનપ્રિયા તથા આનંદરતિને મન આજે ખુશીના મેઘ વરસી રહ્યા અને માણેકચંદ, માતાજી તથા પત્નીએ જમવામાં ઘીનો સ્વીકાર કર્યો. વેપાર અર્થે માણેક શાહ આગ્રા આવ્યા હતા. સૌ પહેલાં તો તેમણે અત્રે જિનમંદિર ક્યાં છે અને કોઈ ગુરુભગવંત છે કે નહીં તેની તપાસ કરી. ખબર મળ્યા કે જિનમંદિર તથા ઉપાશ્રય બાજુમાં જ છે. જિનમંદિરમાં જઈ પ્રભુનાં દર્શન કર્યા અને ત્યાં જાણ્યું કે બાજુના ઉપાશ્રયમાં જ તેમના પરમ ઉપકારી આચાર્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરજી ચાતુર્માસ અર્થે બિરાજમાન છે. ઉપાશ્રય જઈ મયૂએણ વંદામિ' કહી ગુરુદેવને વંદના કરી. ગુરુદેવે “ધર્મલાભ” કહી પૂર્ણ પ્રસન્નતાથી આશીર્વાદ આપ્યા. માણેક શાહને તો આ સુઅવસર મળી ગયો. નિયમિત વ્યાખ્યાન-શ્રવણ કરવા લાગ્યા. વ્યાપારવ્યવહાર સંપૂર્ણપણે મુનિઓને સોંપી દીધો અને પોતે ગુરુભગવંતના સાનિધ્યમાં સામાયિક, પ્રતિકમણ, મહામંત્રસ્મરણ, ધ્યાનચિંતન, સ્વાધ્યાય અને વૈયાવચ્ચેથી સ્વયંને ધન્ય બનાવવા લાગ્યા. ચાતુર્માસના વ્યાખ્યાનમાં મુખ્ય શત્રુંજયમાહાસ્ય ગ્રંથ આધારિત વિષય રહેતો ને આ વ્યાખ્યાનો સાંભળી ગરવા શત્રુંજય ગિરિરાજની ગૌરવભરી ગાથા, કથાઓ સુણીને માણેક શાહે શત્રુંજયયાત્રા કરવાનો નિશ્ચય કર્યો. ભરસભાની વચ્ચે તેમણે આચાર્ય ભગવંતને પ્રાર્થના કરી, “ભગવંત! મને પ્રતિજ્ઞા આપો. Page #305 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા. સિતારા ૦ ૨૮૮ કાર્તિક પૂર્ણિમા પછી ચઉવિહાર ઉપવાસ, સંપૂર્ણ મૌનવ્રત, નવકાર મંત્ર અને શત્રુંજયનું ધ્યાન અને પદયાત્રા કરતાં શ્રી સિદ્ધાચળનાં પાવન દર્શન કરીને ધન્ય બનીશ. ત્યાં સુધી મારે આહારપાણી તાજ્ય. માણેક શાહની પ્રતિજ્ઞાના આ શબ્દો સુણીને આખી સભા સ્તબ્ધ બની ગઈ. ‘આટલી કઠોર પ્રતિજ્ઞા! આટલી મહાન સાધના! ધન્ય, ધન્ય!' શ્રોતાઓ પોકારી ઊઠ્યા. ગુરુદેવે માણેક શાહને સાવધાન કર્યા, ‘પ્રતિજ્ઞા સ્વીકાર કરતાં પૂર્વે ચોતરફનો વિચાર કરી લો. પાલિતાણા અહીંથી અતિદૂર છે. આગ્રા, મારવાડ, ગુજરાત અને તે પછી સૌરાષ્ટ્રમાં પાલિતાણા. અન્ન, જળ વિના ચાલતા તમે કેવી રીતે પહોંચી શકશો? રસ્તામાં અનેક વિજ્ઞો આવશે. જરૂર તમારી ભાવના ઊંચી છે પણ પરિસ્થિતિ વિચારણા માંગી લે તેવી છે.’ ‘ગુરુદેવ! આપ જેવા સમર્થ સૂરિદેવના આશીર્વાદ મારી સાથે હોય પછી મારે શેની ચિંતા? ગુરુદેવ! પ્રતિજ્ઞા આપો.’ માણેક શાહનો દૃઢ સંકલ્પ જોઈ પૂજ્ય આનંદવિમલ સૂરીશ્વરે સકલ સંઘ વચ્ચે તિર્થાધિરાજની પ્રતિજ્ઞા આપી. માણેક શાહે ગિરિરાજ જવા આગ્રાથી પ્રયાણ આરંભ્યું. આગ્રાના સંઘે તેમને સ્નેહભરી વિદાય આપી. ઇતિહાસના કોઈ પણ પાને ન જડે એવી યાત્રાના પંથે માણેક શાહનાં કદમ આગે બઢતાં જાય છે. તીર્થયાત્રીઓના હજારો સંઘોની વાતો તો સાંભળી છે, એકાસણા સાથે છરી પાળતા સંઘની વાતો પણ સાંભળી છે, પરંતુ અન્નજળ વગરની પદયાત્રાવાળો આવો તીર્થયાત્રાનો ભીષ્મ પ્રસંગ દુનિયામાં શોધવા જાઓ તોયે મળે તેમ નથી. તીર્થયાત્રાની તવારીખમાં પ્રાયઃ માણેક શાહની યાત્રા આશ્ચર્ય જેવી લાગશે. પાલનપુરથી નજીક મગરવાડાની પાસેના જંગલમાં માણેક શાહ ઝડપભેર આગળ વધી રહ્યા છે. મનમાં ગિરિરાજનું ધ્યાન છે. અજબ મસ્તી સાથે એક પછી એક કદમ ધરતી પર પડી રહ્યાં છે. ત્યારે કોઈ ડાકુઓએ તેમને ઘનઘોર જંગલમાંથી પસાર થતા જોઈ લીધા. આની પાસે ચોક્કસ કોઈ માલ-મિલકત હશે એમ માની ડાકુના સરદારે બૂમ મારી! ‘ઊભો રહે વાણિયા..! એક ડગ પણ આગળ ન વધીશ. Page #306 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા : ૨૮૯ શત્રુંજય ગિરિરાજના ધ્યાનમાં એકલીન બનેલા માણેક શાહે ડાકુના પડકારને ન સાંભળ્યો. તેઓ આગળ વધતા રહ્યા. ડાકુઓ નાગી તલવાર સાથે માણેક શાહની ચારે બાજુ આવી ગયા. તડતડતડ તલવારો માણેકશાહ પર ઝીંકાઈ. “જય શત્રુંજય'ના નાદ સાથે માણેક શાહની કાયા ત્યાં ને ત્યાં ઢળી પડી. શરીરના ભાગ જુદા થઈ ગયા, મસ્તક અને પગ-ધડ જુદા. શત્રુંજયના પાવન ધ્યાનમાં અવસાન પામેલા માણેક શાહ બીજા ભવમાં વ્યંતરનિકાયના પક્ષ જાતિના ઈન્દ્ર બન્યા. એ જ આપણા શ્રી માણિભદ્રવીર. ધર્મના કહેવાતા ઠેકેદારમાં ઈર્ષ્યા ભારોભાર ભરી હોય છે. ધર્મના સ્વાંગમાં પોતાની ઈચ્છાપૂર્તિ માટે તે જે કરવું પડે તે બધું કરી છૂટે છે. પોતાની સામે આવનાર અન્યને તે સહન કરી શકતો નથી. માણેક શાહના જીવનમાં પરમાત્મભક્તિના વિરોધનાં વાવાઝોડાં ફૂંકનાર કડવામતી સાધુઓને જ્યારે ખબર પડી કે માણેક શાહ પુનઃ પ્રભુના શ્રેષ્ઠતમ ભક્ત બન્યા છે ત્યારે તેમણે નિર્ણય કરી લીધો કે અમારા ભક્તનું મન-પરિવર્તન કરનાર મુનિઓને કાળઝાળની જાળમાં સપડાવવા પડશે; અને તેમણે શરૂ કર્યું ભૈરવદેવનું ધ્યાન. તેમની પ્રસન્નતા માટે તાંત્રિક-માંત્રિક પ્રયોગો ચાલુ કર્યા. અંતે ભૈરવદેવ હાજરાહજૂર થયા અને સાધુઓને પૂછ્યું, “શાને યાદ કર્યો મને, મુનિઓ? જે હોય તે કહી દો.' એક મુનિએ કહ્યું, “આચાર્ય આનંદવિમલસૂરિના સાધુઓને ખતમ કરી દો.” કડવામતી સાધુઓનો આ આદેશ સાંભળી ક્ષણ તો ભૈરવદેવ આશ્ચર્ય પામ્યા. આટલી નિમ્ન કક્ષાએ ઊતરી ગયા આ સાધુઓ? પોતાનાથી વિપરીત માન્યતાઓવાળા તરફ આટલો બધો ખતરનાક દ્વેષ? પણ માંત્રિક શક્તિથી બંધાયેલા ભૈરવદેવે ‘તથાસ્તુ' કહી વિદાય લીધી. ચોમાસુ પૂરું થતાં આચાર્યશ્રી આનંદવિમલસૂરિશ્વરજી વિહાર કરવા માટેની તૈયારી કરતા હતા ત્યાં એકાએક તેમના એક નવજુવાન મુનિવર અચાનક ચીસ સાથે ઢળી પડ્યા. મુનિનો કરુણ અવાજ સાંભળી બધા જ મુનિઓ દોડી આવ્યા. શ્રીસંઘને સમાચાર મળતાં જ ઘણા શ્રાવક-શ્રાવિકા ઉપાશ્રયમાં આવી પહોંચ્યાં. સિદ્ધ હસ્તવૈદ્યોને બોલાવ્યા. કીમતી દવાઓ આપવામાં આવી ૧. એક જાતના દેવ Page #307 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૯૦ પણ કોઈ કારી ન ફાવી અને જોતજોતામાં એ મુનિવરે સદા માટે આંખ બંધ કરી દીધી. “અચાનક આ શું બની ગયું...? નખમાં પણ રોગ નહીં ને અચાનક મરણ?” ખુદ આચાર્યદેવ પણ વિચારતા થઈ ગયા. કરુણાંતિકાની આ તો શરૂઆત હતી. બે દિવસ પણ વીત્યા નથી ને ત્યાં સમુદાયના એક વિદ્વાન મુનિરાજ પણ એ જ રીતે ઢળી પડ્યા. શ્રમણ સંઘમાં હાહાકાર મચી ગયો. સાંજ થતાં તો આ મુનિરાજે પણ સહુની વચ્ચેથી વિદાય લીધી. સંઘ અને આચાર્યદેવ કારણ શોધવાનો પ્રયત્ન કરે છે. આટલું ઓછું હોય તેમ ૩-૪-૫-૬-૭-૮-૯ અને ૧૦ મુનિરાજો આ રીતે મરણને શરણ થયા. સંઘમાં અને આખા શહેરમાં ભયનું કરુણ વાતાવરણ છવાઈ ગયું. આચાર્યભગવંતને જ્ઞાનને આધારે લાગ્યું કે આ કોઈ દેવી શક્તિનો પ્રકોપ થયો છે. ભવિષ્યની સુરક્ષાની દૃષ્ટિએ કંઈક યોગ્ય ઉપાય શોધવો પડશે. પૂજ્યશ્રીએ મનોમન નિર્ણય કરી લીધો. તેમણે બધા મુનિવરોને બોલાવ્યા અને કહ્યું, “સાધનાપ્રિય મુનિઓ! તમારી અંતરની અસહ્ય વેદના હું સમજું છું. લગાતાર થયેલા દસ મુનિઓના અવસાને આપણને સહુને હચમચાવી દીધા છે. મને અંતરનો અવાજ લાધ્યો છે. જરૂર આ કોઈ દૈવી કોપ છે. આ શક્તિને પડકારવી જ પડશે. આ માટે હું આજથી સાધનામાં સ્થિર થવા માગું છું. શાસનદેવને પ્રત્યક્ષ કરવા છે, ગમે તે ભોગે - ગમે તે પ્રયાસે, જ્યાં સુધી શાસનશક્તિઓ જાગે નહીં ત્યાં સુધી મારે નિર્જળા ઉપવાસ છે. તમે પણ તમારી શક્તિ પ્રમાણે તપ-જપ કરતા રહેશો.” શાસ્ત્રોએ આચાર્ય ઉપર સંઘ રક્ષાની જે જવાબદારી મૂકી છે તે પૂરી કરવાનો આ એક સુંદર દાખલો છે. અખંડ સાધના ચાલે છે. એક ઉપવાસ, બે, ત્રણ, પાંચ અને દસ ઉપવાસ સુધી આચાર્યભગવંત પહોંચી ગયા છે. અગિયારમા ઉપવાસની રાત્રે સાધના સિદ્ધિનું સ્વરૂપ ધરી લે છે. શાસનદેવી સાક્ષાત્ પધારે છે. “જિનશાસનરક્ષક! ફરમાવો, શાને યાદ કરી છે મને? આચાર્યશ્રી કહે છે, “શાસનદેવી! તમે જૈન શાસનનાં જાગ્રત અધિષ્ઠાયિકા છો. અમારા સમુદાયના અનેક મુનિવરો કોઈ મેલી શક્તિને વશ બની મરણને શરણ થયા છે. આનું શું કારણ છે અને શો ઉપાય છે? Page #308 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૧ દેવી કહે છે, “આ ઉપદ્રવની પાછળ દૈવી શક્તિ છે એ શક્તિને પ્રેરિત કરનાર માનવીય શક્તિની મંત્રસાધના છે. આપ ચિંતા ન કરો. કાલે સવારે અત્રેથી વિહાર કરો. ગુજરાત નજીકમાં જ છે. ગુજરાતના પાલનપુરની નિકટ પધારતાં આપને એક અદ્ભુત શક્તિધારી મળશે. આપના પ્રભાવક પુણ્ય અને એ શક્તિધારીના સાહસે આ ઉપદ્રવ શાંત થશે.” ભવિષ્યના ભાવ ભાખીને અધિષ્ઠાયિકા-શાસનદેવી અદૃશ્ય બની ગયાં અને તે સાથે આચાર્યશ્રીએ પણ પોતાનાં સાધનાની ઇતિશ્રી કરી. સહુ શિષ્યોને તેમણે તરત વિહાર કરવાની વાત જણાવી, ઉપદ્રવનું કારણ સમજાઈ ગયું છે, પરંતુ તેનું નિરાકરણ ગુજરાત-પ્રવેશ પછી જ થશે.” વિહારયાત્રા શરૂ થઈ. સહુ ઉત્સાહભેર આગળ વધવા માંડ્યાં. શ્રીસંઘના જોશીલા ૫૦ નવયુવકો પણ આ યાત્રામાં જોડાઈ ગયા. વિહાર કરતાં કરતાં પાલનપુર આગળ આવી ત્યાં થોડો વિશ્રામ કરી, મગરવાડા તરફ જવા માંડ્યું. મગરવાડાના એ જ ક્ષેત્રના એક રાયણ વૃક્ષની નીચે બધાંએ પડાવ નાખ્યો. આચાર્યશ્રીએ અઠ્ઠમતપની આરાધના કરી અને તેઓ ત્યાં જ ધ્યાનસ્થ અવસ્થામાં બેસી ગયા. હવે જોઈએ શ્રી માણિભદ્રની પ્રતિભા!પરમ પ્રભાવશાળી શ્રી માણિભદ્રવીર, એમનો વર્ણ શ્યામ છે પણ સહુને સોહામણો લાગે તેવો છે. મસ્તક પર લાલ વર્ણનો તેજસ્વી મુગટ છે. મુખ ઉપર મંદિરનો આકાર બનેલો છે અને દૃષ્ટિ બરાબર મંદિરમાં બિરાજમાન ભગવાનને નિહાળી રહી છે. મંદિર શ્રી સિદ્ધાચળનું પ્રતીક છે. દિન-રાત તેનું જ ધ્યાન છે. ત્રિશૂળ, ડમરૂ, મુદગર, અંકુશ, માળા અને નાગનાં ચિહ્ન સાથે છ ભુજાઓ દીપી રહી છે. શ્વેતાંગના ઐરાવત હાથી ઉપર કાળા રંગના માણિભદ્રની પ્રતિભા કોઈ ઓર લાગે છે. બાવન વીર અને ચોસઠ જોગણી તેમની સેવામાં તદાકાર બની છે. વીસ હજાર સામાનિક દેવતાઓની મધ્યમાં માણિભદ્રનો પ્રતાપ ઝળાંહળાં થઈ ઊઠે છે. દેવાંગનાનાં નૃત્ય અને દેવતાઓના સંગીતે વાતાવરણ સંગીન બની રહ્યું છે અને આવા અલૌકિક સામ્રાજ્ય વચ્ચે બિરાજેલા માણિભદ્રનું રત્ન મત્યું સિંહાસન અચાનક ચલિત થાય છે. અણચિંતવ્યા આ બનાવે આખી સભામાં સન્નાટો છવાઈ જાય છે. સેનાપતિ દેવતાઓ તાતી તલવારો સાથે ધસી આવે ૧. એક પ્રાચીન હથીયાર. Page #309 -------------------------------------------------------------------------- ________________ ન શાસનના ચમકતા સિતારા ૦ ૨૨ છે. અંગરક્ષક દેવો શ્રી માણિભદ્રને ચોતરફથી ઘેરી લે છે. અપાર આશ્ચર્ય વચ્ચે શ્રી માણિભદ્રવીર પોતાના વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ કરે છે અને વાત બરોબર સમજાતાં તેઓ સિંહાસનનો ત્યાગ કરી ઊભા થઈ જાય છે. કોઈને સમજાતું નથી, આ શું થઈ રહ્યું છે. વીર સહુને ઉદેશીને કહે છે, “મારા વહાલા સાથીઓ! જેમની પાવન પ્રેરણા ને ઉત્તમ ઉપદેશે મારા જીવનમાં પ્રકાશ પથરાયો, દુર્ગતિના રસ્તેથી દૂર કરીને સદ્ગતિના રાહે જેમણે મને ચઢાવ્યો એ પૂજ્યપ્રવર, ગતજન્મના મારા અનંતોપકારી આચાર્ય ભગવંત શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મારા મૂળ સ્થાને પધાર્યા છે, ધ્યાનસ્થ બન્યા છે. કોઈ અગમ્ય ચિંતામાં હોય તેવું જણાય છે. તરત જ હું ત્યાં જઉં છું.” અને આવી પહોંચ્યા માણિભદ્ર મગરવાડાના જંગલમાં. રાયણવૃક્ષ નીચે જ્યાં શ્રી આનંદવિમલસૂરીશ્વજી બિરાજ્યા હતા ત્યાં. ધ્યાનસ્થ ગુરુદેવને વંદન કરીને ભક્તિભર્યા હૃદયે શ્રી માણિભદ્રવીરે અભ્યર્થના કરી : ઓ ઉપકારી ગુરુભગવંત! આંખ ઉઘાડો. આપની અમીભરી નજરે સેવકને નિહાળો.” આચાર્યદેવે આંખો ખોલી જોયું તો સામે એક અદ્ભુત તેજપુંજભરી વ્યક્તિ ઊભી છે. જીવનમાં કદી આવી વ્યક્તિ જોઈ ન હતી. તેમણે “ધર્મલાભના દિવ્ય આશીર્વાદ આપ્યા. સામે પધારેલ વીર કહે છે, “ભગવંત! આ સેવકને પીછાણો છો? ઓળખ પડે છે? ગત જન્મના પરિચયે ઓળખી શકશો. હું તમારો, મારા ગત જન્મનો, અદકો શિષ્ય માણેક શાહ. આપની પ્રેરણાનાં અમૃતપાન કરીને, નિર્જળા ઉપવાસ સાથે સિદ્ધાચલજીને ભેટવા જઈ રહ્યો હતો, જે સ્થળે આપ અત્યારે બિરાજો છો ત્યાં જ ચોરોએ મને મરણશરણ બનાવ્યો હતો, પરંતુ આપની મહાન કૃપા અને તીર્થાધિરાજના સધ્યાનથી હું વ્યંતરનિકામાં શ્રી માણિભદ્ર નામનો ઈન્દ્ર બન્યો છું. આ બધો આપનો પ્રભાવ છે. ફરમાવો, મારા યોગ્ય જે કોઈ પણ આદેશ હોય તે.” હે માણિભદ્ર ઈન્દ્રા અમારા સાધુસમુદાય ઉપર આફતના ઓછાયા ઊતરી પડ્યા છે. એક પછી એક અમારા દશસાધુઓ ચિત્તભ્રમિત થઈને ચિરનિદ્રામાં પોઢી ગયા છે. જુઓ સામે, અગિયારમા શ્રમણની વિકટ પરિસ્થિતિ. કેટલાંયે અરમાનો Page #310 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૯૩ સાથે તેણે સંયમ અંગીકાર કર્યો છે. અમારું અંતર કકળી ઉઠ્યું છે. ઇન્દ્રરાજ! તમારા જ્ઞાનથી આ આપત્તિનું મૂળ કારણ શોધી તેનું નિરાકરણ કરો, દેવ!' અવધિજ્ઞાનના અજવાળે શ્રી માણિભદ્રવીરે જોયું તો આ ઉપદ્રવ કરનાર તેમની જ સેનાના સેવકો કાળા, ગોરા ભૈરવદેવો છે. માણિભદ્ર એ દેવોને બોલાવીને કહ્યું, “ભાગ્યશાળીઓ! દાનવને પણ ન શોભે તેવાં ભીષણ કૃત્યો તમે શા માટે કરો છો? આ તપસ્વી, ત્યાગી અને સંયમી મહામુનિઓની તો અંતરથી ભક્તિ કરવી જોઈએ. તેના બદલે તમે તેઓના જીવ લઈ રહ્યા છો? હવે આ પ્રવૃત્તિ છોડી દો.' ભૈરવો કહે છે, “સ્વામી! અમે તમારા સેવકો છીએ. આપની આજ્ઞા અમારે માન્ય કરવી જોઈએ. પણ અમો કડવામતી આચાર્યની મંત્રશક્તિથી વચનબદ્ધ છીએ. તેથી આ અનુચિત કાર્ય અને છોડી શકીએ એમ નથી. આથી આપના ક્રોધનું ભોજન પણ અમારે થવું પડે. કદાચ આપની સામે યુદ્ધ પણ કરવું પડે.” માણિભદ્રને સમજાયું કે આમની સામે યુદ્ધ કર્યા વિના મુનિવરો ઉપરનો ઉપદ્રવ દૂર થઈ શકે એમ નથી. તેમણે ભૈરવોને યુદ્ધ માટે લલકાર્યા. ભૈરવો પોતાના જ સ્વામી સામે લડવા ઊભા રહ્યા. બળવાનની સામે નિર્બળની લડાઈ ક્યાં સુધી ટકે? અલ્પ સમયમાં જ ભૈરવોએ પોતાનો પરાજય સ્વીકાર્યો. હવે ભૈરવો પરાજય પામતાં માણિભદ્રનો હુકમ સ્વીકારવા તૈયાર થયા. તેમણે સૌપ્રથમ તો અગિયારમા મુનિરાજને નીરોગી કર્યા અને હવે કોઈ ઉપદ્રવ આ મુનિરાજ ઉપર ન કરવા નિશ્ચય જાહેર કર્યો. ઉપદ્રવની શાંતિ થતાં શ્રી માણિભદ્ર આચાર્યભગવંતને વિનમ્રભાવે વંદના કરીને કહ્યું, “ગુરુદેવ! જ્યાં આપ હાલ બિરાજમાન છો તે સ્થળે મારો માનવદેવ ઢળી પડ્યો હતો અને હું આપના પ્રભાવથી ઈન્દ્ર બન્યો છું. તેથી આપ આ સ્થળે મંત્રાક્ષરોથી પિંડીની સ્થાપના કરી. આ સ્થાનનો મહિમા વધતો જશે. તપગચ્છની પાવન પરંપરામાં જે તે આચાર્યો સૂરિપદની પ્રાપ્તિ પછી મારા સ્થાને આવીને અઠ્ઠમ તપ કરશે તો મારું સિંહાસન ચલાયમાન થશે. હું શીધ્ર તે સૂરિદેવની સેવામાં ઉપસ્થિત થઈશ, તેમનો ધર્મલાભ મેળવીને હું ધન્ય બનીશ.” આચાર્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરે તે વિનંતીનો સહર્ષ સ્વીકાર કરીને તે જ સ્થળે શ્રી માણિભદ્ર વીરજીના પગની પિંડીની સ્થાપના કરી. તે સ્થાન આજે Page #311 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૯૪ પણ “મગરવાડિયા વિરના નામે પ્રખ્યાત છે. સૂરિસમ્રાટે પિંડીની સ્થાપના કરીને શ્રી માણિભદ્રવીર-ઈન્દ્રને જિનશાસન-અધિષ્ઠાયક પદની સાથે ગચ્છરક્ષકની પદવી પણ ભાવભર્યા હૈયે એનાયત કરી. એ પદ પામીને ઇન્દ્ર પરમ હર્ષ વ્યક્ત કર્યો. જિનશાસનના પરમ પ્રભાવક પ્રચારક પૂજ્ય આચાર્યભગવંત શ્રી શાંતિસોમસૂરીશ્વરજીએ ૧૨૧ ઉપવાસની ઉગ્ર તપસ્યા કરીને શ્રી માણિભદ્રવીરને પ્રત્યક્ષ કર્યા હતા અને તેમનાં કરકમળોથી જ આગલોડમાં સંવત ૧૭૩૩માં મહાસુદ પાંચમના પાવન દિવસે શ્રી માણિભદ્રવીરના ધડની સ્થાપના કરવામાં આવી; જ્યારે ઉજ્જૈનમાં તેમના મસ્તકની પૂજા થવા લાગી. આજે ગામેગામમાં શ્રી માણિભદ્રવીરની પૂજા જિનાલયોમાં થઈ રહી છે. ધન્ય જીવન.. ધન્ય કવન ! ધન્ય શાસન રક્ષણહાર ! ધન્ય એકાવતારી તું માણિભદ્રવીર સાચો !! ધારેલું સહુ કામ સિદ્ધ કરવા, છો દેવ સાચા તમે; ને વિપ્નો સઘળો વિનાશ કરવા, છો શક્તિશાળી તમે; સેવે જે ચરણો ખરા હૃદયથી તેને ઉપાધિ નથી; એવા શ્રી માણિભદ્ર દેવ ! તમને વંદું ઘણા ભાવથી. અરિહા શરણા અરિહા શરણું, સિદ્ધા શરણં, સાહુ શરણે વરીએ; ધમ શરણં પામી વિનયે જિનઆણાં શિર ધરીએ. અરિહા શરણં મુજને હોજો, આતમ શુદ્ધિ કરવા, સિદ્ધ શરણં મુજને હોજો, રાગદ્વેષને હણવા. સાહુ શરણં મુજને હોજો, સંયમ શૂરા બનવા, ધમ્મ શરણં મુજને હોજો, ભવોદધિથી તરવા. મંગલમય ચારેનું શરણું, સઘળી આપદા ટાળે, ચિઠ્ઠન કેરી ડૂબતી નૈયા, શાશ્વત નગરે વાળે. Page #312 -------------------------------------------------------------------------- ________________ [૮૩] બળદેવ મુનિ શ્રીકૃષ્ણ અને બળરામ બળતી દ્વારકાને છોડી ચાલી નીકળ્યા. ઘણા દિવસ સુધી તેમણે બળતી દ્વારકાને એક પર્વત ઉપર ચડીને જોઈ. ત્યાંથી હસ્તિનાપુર જવા નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ કૌસાંબી નગરી પાસેના વનમાં આવ્યા. વનમાં એક ઝાડ નીચે બન્ને બેઠા. કૃષ્ણને તરસ લાગી હતી. બલરામે તેમને ત્યાં જ આરામ કરવા કહ્યું અને પોતે ભાઈ માટે પાણી લેવા ગયા. અહીં કૃષ્ણ પીતાંબર ઓઢી, ઢીંચણ ઉપર ડાબો પગ મૂકીને ઝાડ નીચે સૂઈ ગયા. કાળનું કરવું, જરાકુમાર ફરતો ફરતો આ જંગલમાં આવી ચડ્યો. તેને ઝાડ નીચે કોઈ હરણ સૂતું છે એમ લાગ્યું અને શિકાર માટે તેણે બાણ છોડ્યું. બાણ સરરર કરતું શ્રીકૃષ્ણના ડાબા પગમાં ઘૂસી ગયું” “કયા દુષ્ટ આ બાણ છોડ્યું?” તે રાડ પાડી ઊઠ્યા. જરાકુમારનો ભ્રમ ભાંગ્યો. પોતાના હાથે ભાઈને કષ્ટ થયું જાણી તેના પસ્તાવાનો પાર ન રહ્યો. ભાઈ કૃષ્ણ પાસે જઈ તેણે ક્ષમા માગી અને પોતાના કૃત્યને તે ધિક્કારવા લાગ્યો. કૃષ્ણ કહ્યું, “ભાઈ, રડ નહિ, તારા આત્માને હવે વધુ ને ધિક્કારીશ. જે થવાનું હતું તે જ થયું છે. ભગવાને આ થવાનું કહ્યું જ હતું. હવે તું હસ્તિનાપુર જા અને બધાને દ્વારકાદાની વાત કરજે; અને તું હમણાં જ અહીંથી દોડ. નહિ તો બલરામ આવશે અને એ જાણશે કે તે મને બાણ માર્યું છે તો કદાચ તે ગુસ્સામાં તારી હત્યા કરી નાખશે.” જરાકુમાર રડતી આંખે ચાલ્યો ગયો. જરાકુમારના ગયા બાદ કૃષ્ણ પોતાની વેદનાને સમતાભાવે વિચારવા લાગ્યા : “આ તીર મને નથી લાગ્યું, મારા શરીરને વાગ્યું છે. આથી દેહને પીડા થાય છે, મને નહીં. ગજસુકુમાલની વેદનાની સરખામણીમાં મારી આ વેદના તો કંઈ જ નથી. ધન્ય છે તેમને કે જેમણે અંગારાને ફૂલની જેમ વધાવ્યા.” આ શુભ ભાવના તેની ચરમ સીમાએ પહોંચે ત્યાં જ અંતિમ સમયે આ ભાવના બદલાઈ, વેદના અસહ્ય બનતાં કૃષ્ણને વિચાર આવ્યો, “અરેરે! મારી Page #313 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૯૬ સુંદર નગરી દ્વારકાનો તાપસે સાચે જ વિનાશ કર્યો. એ જો હવે મને અત્યારે મળી જાય તો તેને મારીને જ મારો શ્વાસ છોડું.” આ અશુભ ભાવના – દુર્ગાન સાથે કૃષ્ણ પોતાના પ્રાણ છોડ્યા. દેહ છોડીને તેઓ ત્રીજા નરકે ગયા. ત્યાં થોડી વારમાં કમળના પાંદડાના પડિયામાં પાણી લઈને બળરામ આવ્યા. કૃષ્ણના મોઢા ઉપર પીતાંબર ઓઢેલું હતું તેથી તે ઊંધે છે એમ સમજી બળરામે કહ્યું, “ભાઈ, ઊઠો. જુઓ હું ઠંડું પાણી લઈ આવ્યો છું.” એમ બેત્રણ વાર કૃષ્ણને બૂમ મારી. પણ કૃષ્ણનો જવાબ ન મળતાં તેમણે તરત જ પીતાંબર ખેંચી લીધું. પીતાંબર હટતાં જ કૃષ્ણનું ખરું અંતિમ સ્વરૂપ જોવા મળ્યું ઃ ડાબો ચરણ વીંધાઈ ગયો હતો અને કૃષ્ણનું શરીર નિશ્રેત્ હતું. બળરામનું હૈયું તે જોઈ ધ્રૂજી ઊઠ્યું, “ના, ના. આવું કદી ન બને. કૃષ્ણ! કૃષ્ણ! મારા ભાઈ! તમે ઊઠો. બોલો, કહો કે હું જે જોઉં છું તે સત્ય નથી. ભ્રમ છે.” બળરામની આંખોમાંથી અનરાધાર આંસું પડવા લાગ્યાં. ધર્મગ્રંથો કહે છે કે, કૃષ્ણના શોકમાં બળરામ કૃષ્ણના મૃતદેહને લઈ છછ માસ સુધી ઠેર ઠેર ફરતા રહ્યા. બળદેવના મિત્ર સિદ્ધાર્થ, જે હાલ દેવભવમાં હતા તેમને આની જાણ થતાં તેઓ બળદેવને બોધ પમાડવા રૂપ બદલીને ધરતી ઉપર આવ્યા. કૃષ્ણના મૃતદેહને લઈને બળદેવ એક રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં ખેડૂત રૂપે આવીને ઊભા રહ્યા અને ખડક ઉપર કમળનાં બીજ વાવવા લાગ્યા. આ જોઈ બળદેવ તેમને ઠપકો આપતાં કહ્યું, “મુખ! પથ્થર ઉપર તે કંઈ કમળ ઊગતાં હશે?” ખેડૂતે કહ્યું, “ભાઈ! એ પણ ઊગશે. જે દિવસે તારા આ ખભા ઉપરનું શબ જીવતું થશે ત્યારે આ પથ્થર ઉપર કમળ જરૂર ખીલશે.” ખેડૂતનો જવાબ બળદેવને હૈયાસોંસરો ઊતરી જાય તેવો હતો, પણ બળદેવ ત્યારે કશું વિચારવાના મિજાજમાં ન હતા. તેઓ આગળ વધ્યા. આગળ જતાં તેમણે એક માણસને બળી ગયેલા ઝાડને પાણી પાતો જોયો. તેમણે તેને કહ્યું, “બેવકૂફ! બળી ગયેલા ઝાડને પાણી પાવાથી શું તે કદી નવપલ્લવિત થઈ શકવાનું છે?” Page #314 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૨૧૦ પેલા માણસે જવાબ આપ્યો, ‘તમારા ખભા ઉપરનું શબ જીવતું થવાનું હોય તો શા માટે બળેલું ઝાડ નવપલ્લવિત નહિ થાય? બળભદ્રને આ જવાબ સ્પર્શી ગયો. ભાઈ ઉપરનો મોહ ઘટતો ગયો. બુદ્ધિ આડેનો પડદો ખસી ગયો અને તેમને પ્રતીતિ થઈ કે જરૂર મારો ભાઈ કૃષ્ણ મરણ પામ્યો છે. એ જ સમયે પેલા દેવ પ્રકટ થયા અને બોલ્યા, “હે બંધુ! હું સિદ્ધાર્થ, એક વખતનો તમારો મિત્ર. આંધળા મોહથી તમને મુક્ત કરવા મેં જ આ બધી માયા કરી હતી. તમને સત્ય સમજાયું તેથી પ્રકટ થયો છું.” અને પછી તેમણે જરાકુમારના બાણથી કૃષ્ણનું કઈ રીતે મૃત્યુ થયું તેની વાત સમજાવી. એ જાણી બળભદ્ર કૃષ્ણના મૃતદેહને ખભા ઉપરથી ઉતારી તેનો સમુચિત અગ્નિસંસ્કાર કર્યો. આ સમયે ભગવાન શ્રી નેમિનાથ વિચરતા હતાં. તેમણે જ્ઞાનબળે બળભદ્રના અજ્ઞાનનો અંધકાર દૂર થયેલો જામ્યો. તેમણે એક ચારણમુનિને તેમની પાસે મોકલ્યા. મુનિની વાણીથી પ્રેરણા પામી બળદેવે દીક્ષા અંગીકાર કરી અને બાજુના પર્વત ઉપર જઈ તેઓ ધ્યાન ધરવા લાગ્યા. ધ્યાન પૂરું થતાં, માસક્ષમણના પારણાના દિવસે બળભદ્ર મુનિ એક નગરમાં ગોચરી માટે જઈ રહ્યા હતા. ત્યાં એક કૂવા ઉપર સ્ત્રીઓ પાણી ભરી રહી હતી. તેમાં એક સ્ત્રી નાના બાળક સાથે પાણી ભરવા આવી હતી. તેણે મુનિને જોયા. જોતાં જ તેની આંખોમાં વિકાર ઉદ્ભવ્યો. એકીટશે તે મુનિના રૂપ અને યૌવનને જોઈ રહી. ઝગારા મારતું મુનિનું મુખારવિંદ જોઈ તે ભાન ભૂલી ગઈ અને તે મોહાંધ નારી ઘડાને ફાંસો બાંધવાના બદલે પોતાના બાળકને ગળે ફાંસો બાંધી રહી. મુનિથી આ કેમ સહન થાય? તેમણે તરત જ તે સ્ત્રીને સાવધ કરી. આ પ્રસંગથી મુનિ બળભદ્રનું અંતર ધ્રૂજી ઊઠ્યું, “અરેરે! મારા રૂપના પાપે આવો અનર્થ? ધિક્કાર છે મારા રૂપ અને દેહસૌષ્ઠવને!” એમ વિચારી તેમણે નક્કી કર્યું કે કદી નગરમાં ગોચરી માટે જવું નહીં. વનમાં આવતા કઠિયારા આદિ પાસેથી ગોચરી વ્હોરવી. વનમાં તપ કરતા મુનિની કીર્તિ નગરમાં પ્રસરી. એમની પ્રશંસા ત્યાંના રાજાના કાને પણ પહોંચી. રાજાએ વિચાર્યું, “આ કોઈ સાધુ તપ કરીને પોતાના બળથી મારું રાજ્ય લઈ લેવાનો ઈરાદો રાખતો હોવો જોઈએ. એમ વિચારીને Page #315 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતાર • ૨૯૮ રાજાએ મુનિને મારી નાંખવા કેટલાક મારાઓ મોકલ્યા. મુનિ બળભદ્ર ઉપર તોળાયેલી આ આપત્તિની પેલા સિદ્ધાર્થ દેવમિત્રને ખબર પડી. આથી તેણે હજાર સિંહો વિદુર્ગા. એ સિંહોથી ભય પામી રાજાના મારાઓ ભાગી ગયા. આ પ્રસંગથી મુનિનું નામ નૃસિંહ પડ્યું. નૃસિંહમુનિ યા બળભદ્ર મુનિની દેશના સાંભળવા પશુ-પંખીઓ પણ આવતાં. અનેક જંગલી પશુઓ તેમની ધર્મવાણી સાંભળી અહિંસક જીવન જીવવા લાગ્યાં. આમાં એક મૃગ પણ હતો. મુનિના પૂર્વભવનો તે મિત્ર હતો. તેને જાતિસ્મરણ જ્ઞાન થયેલું. આ મૃગ નૃસિંહ મુનિની અદ્ભુત ભક્તિ કરતો. નજીકમાં કોઈ સાર્થવાહ આવે તો તે મૃગ મુનિને સાર્થવાહ પાસે લઈ જતો અને તે ગોચરીનો યોગ કરાવી આપતો. એ જ પ્રમાણે એક દિવસે મુનિને ગોચરી માટે તે મૃગ એક સાર્થવાહ કે જે ઝાડનાં લાકડાં કાપતો હતો તેની પાસે સંજ્ઞાથી લઈ ગયો. ઝાડ ઉપરથી ઊતરી સાર્થવાહ જમવા માટે નીચે ઊતર્યો હતો. ત્યાં મુનિરાજ ગોચરી માટે પધાર્યા. બહુ રાજી થઈ ભક્તિભાવથી સાર્થવાહે મુનિરાજને ગોચરી વહોરાવી. આ જોઈ મૃગ વિચારે છે, “હું કોઈક પાપના ઉદયથી પશુ બન્યો છું. હું મનુષ્ય હોત તો મેં પણ સાધુઓને ગોચરી વ્હોરાવાનો લહાવો લીધો હોત. હું પાપી છું અને તેથી જ મૃગ થયો છું. - કાળ પણ પોતાનો ભાગ ભજવે છે. આ મૃગ, બળભદ્ર મુનિરાજ અને કઠિયારો - આ ત્રણે ઝાડની ઓથે ઊભા છે. ત્યાં જોરશોરથી પવન ફૂંકાયો. ઝાડ હચમચી ઊઠ્યું અને થોડું કપાયેલું ઝાડ પવનના જોરથી તૂટીને આ ત્રણે ઉપર પડ્યું. વજનદાર ઝાડ પડતાં જ ત્રણેના પ્રાણ ઊડી ગયા. શુભ ભાવનાના પરિણામે મૃગ, સાર્થવાહ અને બળભદ્ર મુનિ બ્રહ્મલોકમાં દેવપદ પામ્યા. શુભ કરણી કરનાર, કરાવનાર અને અનુમોદના કરનાર - ત્રણેય શુભ કર્મયોગ પામી શુભ ગતિ પામે છે તેનો આ સરસ દાખલો છે. [નોંધ: બળરામ, બળદેવ, બલભદ્ર અને નૃસિંહ મુનિ – એક જ વ્યક્તિનાં આ જુદાં જુદાં નામ છે.] Page #316 -------------------------------------------------------------------------- ________________ [૮] શ્રીયક કામવિજેતા ધૂલિભદ્રનું નામ વંદનીય અને વિખ્યાત છે. તેમને એક સંસારી ભાઈ હતા. નામ તેમનું શ્રીયક. પિતા પકડાલના મૃત્યુ બાદ શ્રીયક મંત્રી બન્યા, પણ રાજખટપટ ન રુચવાથી વૈરાગ્ય પામી તેમણે પણ દીક્ષા લીધી. શ્રીયક મુનિધર્મનું સુંદર પાલન કરતા. પરંતુ તેમનાથી તપ થઈ શકતું નહિ. પર્યસણ પર્વ આવ્યું. વાતવાતમાં તેમની સાધ્વીબહેન યક્ષાએ તેમને કહ્યું, “આ મહાન પર્વમાં તો તમારે કંઈક તપ તો અવશ્ય કરવું જોઈએ.” શ્રીયક મુનિએ શરમાઈને પોરસીનું પચ્ચકખાણ લીધું. પારવાનો સમય થયો. બહેન સાધ્વીએ પ્રેરણા આપતાં કહ્યું, “જુઓ! તમે પોરિસીનું તો પચ્ચકખાણ કર્યું. હવે તેને પારવાને બદલે પરિમુકનું પચ્ચખાણ કરો.” આમ પ્રેરણા પામીને શ્રીયક મુનિએ આખા દિવસનો ઉપવાસ ખેંચી કાઢ્યો. સાધ્વીબહેનના પ્રેમાળ આગ્રહથી તેમણે ઉપવાસ તો કર્યો, પરંતુ તેમનું નાજુક શરીર ભૂખ સહન ન કરી શક્યું. રાતના તેમને ભૂખ ખૂબ જ સતાવી રહી હતી, છતાંય તેમણે મન મજબૂત કરીને મનને શુભ ધ્યાનમાં જ રાખ્યું. પણ તેમની વેદના જીવલેણ બની. ઉપવાસમાં જ તેઓ કાળધર્મ પામ્યા. આ સમાચાર સાંભળીને યક્ષા સાધ્વીને ભારે આઘાત લાગ્યો. તેમને થયું કે “મારા નિમિત્તે જ ભાઈ મુનિ કાળધર્મ પામ્યા. હું સાધુની હત્યારી બની. મેં તેમને આવી રીતે ઉપવાસ ન કરાવ્યો હોત તો આવું અમંગળ ન જ બનત..” આમ વિચારીને યક્ષા સાધ્વીએ ચારેય આહારનો ત્યાગ કર્યો. આ જાણીને શ્રી ચતુર્વિધ સંઘે સાધ્વીજીને સમજાવ્યાં, “તમે આમાં ૧. કોઈ પણ જાતનાં નિયમ લેવા માટે બોલાતું સૂત્ર Page #317 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૦૦ નિર્દોષ છો. જે બન્યું તે આકસ્મિક છે. તમારા ભાવ તો નિર્મળ અને ઉચ્ચ હતા. એમનું આયુષ્ય-કર્મ પૂરું થયું અને એ કાળધર્મ પામ્યા. પરંતુ સાધ્વીજી માન્યા નહિ. ફરી ફરીને તે એક જ વાત કહેતા રહ્યા. “મારે આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવું છે. તમે મને મુનિહત્યાના પાપનું પ્રાયશ્ચિત્ત આપો.' - સાધ્વીને અડગ જોઈને શ્રી સંઘે શાસનદેવીનું ધ્યાન ધર્યું. દેવીએ પ્રકટ થઈને કહ્યું, “મને શા માટે યાદ કરી?” સંઘે વિનયથી કહ્યું, “યક્ષા સાધ્વીજીને આપ શ્રી સીમંધર પરમાત્મા પાસે લઈ જાઓ અને તેમની શંકાનું નિવારણ કરાવો.” દેવી બોલ્યાં, “ જેવી શ્રી સંઘની આજ્ઞા. પણ હું જ્યાં સુધી પાછી ન ફરું ત્યાં સુધી તમે કાઉસ્સગ્ન ધ્યાનમાં જ લીન રહેજો.” યક્ષા સાધ્વીએ શ્રી સીમંધર પરમાત્માને વંદના કરી અને પોતાની શંકાનું નિવારણ કરવા વિનંતી કરી. ભગવંતે કહ્યું, “સાધ્વી! તમે નિર્દોષ છો.” આથી તેમને સંતોષ થયો. આ પ્રસંગે આ સીમંધર પરમાત્માએ સાધ્વીજીને સૂત્રની બે ચૂલિકા (ગાથા) આપી. તે લઈને સાધ્વીજી શાસનદેવી સાથે ભરતક્ષેત્રમાં, પાછાં ફર્યા. સંઘે “નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ન પાર્યો. ત્યારે યક્ષો સાધ્વીજીએ શ્રીસંઘને કહ્યું, “કૃપાળુ ભગવંતે મારા મુખે શ્રી સંઘને આપવા સૂત્રપદો અને ચાર અધ્યયનો પાઠવ્યાં છે. ચાર અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે : ૧. ભાવના, ૨. વિમુક્તિ, ૩. રતિકલ્પ અને ૪. એકાંત ચર્યા. આ ચાર અધ્યયનો મેં એક જ વાર સાંભળીને કંઠસ્થ-હૃદયસ્થ કરી લીધાં છે અને જેવાં મેં સાંભળ્યાં છે તેવાં જ હું તમને સંભળાવું છું. એ પછી યક્ષા સાધ્વીજીએ શ્રીસંઘ સમસ્તને એ અધ્યયનો સંભળાવ્યાં અને સમજાવ્યાં.” નોંધ : આ અંગે પરિશિષ્ટ પર્વમાં જણાવ્યું છે કે આ ચાર અધ્યયનોમાંથી પ્રથમનાં બે અધ્યયનો શ્રી આચારાંગ-સૂત્રની ચૂલિકા રૂપે તથા છેલ્લાં બે અધ્યયનો દશ વૈકાલિકની ચૂલિકા રૂપે શ્રીસંઘ દ્વારા નિયોજિત કરવામાં આવ્યાં છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ [૮૫] અશ્વાવબોધ વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી પૃથ્વી પર વિહાર કરતા કરતા ભૃગુકચ્છ (ભરૂચ) નગરે સમવસર્યા. તે નગરનો રાજા જિતશત્રુ જાતિવંત અશ્વ ઉપર ચઢી પ્રભુને વંદના કરવા આવ્યો અને દેશના સાંભળવા બેઠો. તે વખતે જિતશત્રુ રાજાના અજે પણ રોમાંચિત થઈ પોતાના કાન ઊંચા કરી પ્રભુની દેશના સાંભળી. દેશનાને અંતે ગણધરે પ્રભુને પૂછ્યું કે, “હે સ્વામી! આ સમવસરણમાં અત્યારે ધર્મને કોણ પામ્યું?” પ્રભુ બોલ્યા: “આ સમવસરણમાં જિતશત્રુ રાજાના જાતિવંત અશ્વ વગર બીજું કોઈ ધર્મને પામ્યું નથી.” તે સાંભળી જિતશત્રુ રાજાએ વિસ્મયથી પૂછ્યું, “હે વિશ્વનાથી આ અશ્વનું ચરિત્ર કહો કે જેને ધર્મ પ્રાપ્ત થયો.” પ્રત્યુત્તરમાં પ્રભુએ નીચે પ્રમાણે કથા કહી : “પદ્મિનીખંડ નગરમાં પૂર્વે જિનધર્મ નામે એક શ્રેષ્ઠી શ્રાવક હતો. તે જ નગરમાં સાગરદત્ત નામે તેનો એક મિત્ર હતો. તે ભદ્રકપણાથી પ્રતિદિન જિનધર્મ સાથે જિનચૈત્યમાં આવતો. એક વખતે સાધુઓની પાસેથી તેણે સાંભળ્યું કે “જે અહંત પ્રભુનાં બિંબ કરાવે તે જન્માંતરમાં સંસાર પાર કરે તેવા ધર્મને પામે.” તે સાંભળી સાગરદત્તે એક સુવર્ણનું અહંત બિંબ કરાવી ધામધૂમપૂર્વક સાધુઓની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવી. સાગરદત્ત પહેલાં મિથ્યાત્વી હતો. તેણે તે નગરની બહાર એક મોટું શિવાલય કરાવ્યું હતું. ઉત્તરાયણનું પર્વ આવતાં સાગરદત્ત ત્યાં ગયો. ત્યાં શિવપૂજકો ધૃતપૂજાને માટે પ્રથમ સંચય કરી રાખેલા ઠરેલા ઘીથી ભરેલા ઘડાઓ ત્વરાથી ખેંચતા હતા. ઘણા દિવસથી પડી રહેલા તે ઘડાઓની નીચે પિંડાકાર થઈને ઘણી ઉધઈ ચોંટેલી હતી. તે ઘડા ખેંચાવાથી અને તે ઉપર પૂજકો આમતેમ ચાલતા હોવાથી તે ઉધઈઓને ચગદાતી જોઈ સાગરદત્ત દયા લાવીને તેમને વસ્ત્રથી દૂર કરવા લાગ્યો. તે વખતે “અરે! શું તને ધોળિયા યતિઓએ આ નવી શિક્ષા આપી છે?” એમ બોલતા એક પૂજારીએ એ ઉધઈઓને પગથી -- Page #319 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૩૦૨ ઘસીઘસીને ચગદી નાખી. સાગરદત્તે તેને શિક્ષા થાય એવા ભાવથી પૂજારીઓના મુખ્ય આચાર્યના મુખ સામું જોયું. આચાર્યે પણ તે પાપની ઉપેક્ષા કરી, એટલે સાગરદત્તે વિચાર્યું : ‘આ નિર્દય પાપીઓને ધિક્કાર છે, જે આ દારુણ હૃદયવાળા પુરુષો પોતાના આત્માને અને યજમાનને દુર્ગતિમાં નાખે છે. તેમને ગુરુબુદ્ધિએ શા માટે પૂજવા?” આવો વિચાર કર્યા છતાં પણ તેણે શિવપૂજન કર્યું. પરિણામે સાગરદત્ત શેઠ સમક્તિને ગુમાવી બેઠા. તેમનો દાનશીલ સ્વભાવ ન હોવાથી અને મોટા આરંભ કરીને ઉપાર્જન કરેલા ધનની રક્ષાને માટે જ એકનિષ્ઠા ધરી રહેવાથી મૃત્યુ પામીને તે આ જાતિયંત અશ્વ થયેલ છે અને તેને બોધ કરવાને માટે જ હું અહીં આવ્યો છું. પૂર્વજન્મમાં તેણે જિન પ્રતિમા કરાવેલી હતી. તેના પ્રભાવથી અમારો ધર્મોપદેશ સાંભળીને તે ક્ષણવારમાં પ્રતિબોધ-ધર્મ પામ્યો છે.’’ ભગવંતનાં આવાં વચનથી તથા લોકોએ વારંવાર સ્તુતિ કરતાં રાજાએ એ અશ્વને ખમાવીને છોડી મૂક્યો. એ અશ્વ છૂટ્યા પછી ભગવાન સામે નાચ્યો. તેણે ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરી અને ત્યાં જ મૃત્યુ પામ્યો અને આઠમા દેવલોકમાં દેવ થયો. તે અશ્વ પ્રભુ મુનિ સુવ્રત સ્વામીનો આગળના ભવનો મિત્ર હતો. તેનો ઉદ્ધાર કરવા પ્રભુ એક રાત્રે ૬૦ યોજન ચાલીને અહીં પધાર્યા હતા. તે અશ્વ દેવ થઈને ત્યાં આવ્યો અને તેણે ભક્તિથી શ્રી મુનિ સુવ્રત સ્વામીનું વિશાળ જિનાલય બનાવ્યું. આ અશ્વ અહીં ભરૂચમાં બોધ પામ્યો ત્યારથી તે અશ્વદેવે બનાવેલું દહેરાસાર અને ભરૂચ શહેર પણ ‘અશ્વાવબોધ તીર્થ' નામે લોકમાં પ્રખ્યાત થયેલ છે. મરનારની ચિત્તા ઉપર, ચાહનાર કોઈ ચડતું નથી કહે છે કે હું મરી જઈશ, પણ પાછળ કોઈ મરતું નથી જુએ છે દેહને બળતો પણ આગમાં કોઈ પડતું નથી અરે આગમાં તો શું પણ એની રાખને કોઈ અડતું નથી Page #320 -------------------------------------------------------------------------- ________________ [૬] શિવા મહાસતી ચેટક રાજાની પુત્રી શિવા ઉજ્જૈનના રાજા ચંડપ્રદ્યોતની પટરાણી હતી. તે અતિ રૂપવાન હતી, પણ તેવી જ ગુણવાન હતી. એક દિવસ શિવા શ્રી વીરભગવાન પાસે ધર્મોપદેશ શ્રવણ કરવા ગઈ. ત્યાં ધર્મદેશના સાંભળી તેણે ધર્મ અંગીકાર કર્યો. રાજા ચંડપ્રદ્યોત રાજકારભાર માટે વારંવાર રાણીની સલાહ લેતા. રાજાનો મંત્રી એક ભૂદેવ હતો. રાજાને તેના પ્રત્યે ઊંડો પ્રેમ હતો. બન્ને અરસપરસ સાથે રહેવાનું પસંદ કરતા. ન રાજા ભૂદેવને છોડી શકતો, ન ભૂદેવ રાજાને છોડતો. રાજાને ભૂદેવ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તે કોઈ પણ જાતના રોકટોક વગર રાજાના અન્તઃપુરમાં પણ જઈ શકતો. જ્યારે જ્યારે આ મંત્રી અંતઃપુરમાં આવે ત્યારે રાણી શિવા તેનું એક ભાઈ તરીકે સન્માન કરતી. પણ ભૂદેવનું મન મેલું હતું. તે શિવાના રૂપથી મોહિત થયો હતો. તેની અતૃપ્ત વાસનાની તરસ છિપાવવા તે વારંવાર અન્તઃપુરમાં આવવા લાગ્યો અને શિવા દેવીને કેમ ફસાવવી તેનો ઉપાય વિચારતો રહ્યો. શિવા તો તન અને મનથી અતિ પવિત્ર હતી. ભૂદેવ ઉપર તે ભાઈની માફક પ્રેમ કરતી હતી. તે તેની સાથે પ્રેમપૂર્વક વાતચીત કરતી હતી, પણ ભૂદેવ એ સ્વચ્છ પ્રેમ ન સમજી શક્યો. એની નજર તો વાસનામય જ હતી. એક દિવસ રાજાને નગર બહાર જવાનું થયું. તેણે મંત્રી ભૂદેવને સાથે આવવા કહ્યું, પણ તે પોતે બીમારીનું બહાનું બતાવી સાથે ન ગયો. રાજા એક્લો જ બીજા સૈનિકને લઈ બહાર ગામ ગયો. રાજાને વિદાય કરી ભૂદેવ સીધો રાજાના અન્તઃપુરમાં આવ્યો. શિવા અન્તઃપુરમાં એકલી બેઠી હતી. આ અવસર ભૂદેવને સારો લાગ્યો. તે શિવાની પાસે બેઠો અને પોતાની મલિન ભાવના તેણે વ્યક્ત કરી. થોડું સાહસ કરવું જ રહ્યું તેવું વિચારી Page #321 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા : ૩૦૪ ભૂદેવે શિવાનો હાથ પકડ્યો અને રાણીની સામે જોયું. શિવાની આંખો લાલચોળ બની હતી. અંગારા જેવી આંખો જોઈ ભૂદેવ ઠરી ગયો, તે કાંપવા લાગ્યો. રાણીએ હાથ ઝટકો મારીને છોડાવી લીધો અને તે બહાર નીકળી ગઈ. અસહાયપણે મંત્રી પોતાના ઘરે જતો રહ્યો. ઘરે આવી તે મનોમન પસ્તાવા લાગ્યો. “મેં કેવી મોટી ભૂલ કરી? હવે શું? રાણી ભંડો ફોડી નાખશે” એવી બીક તેને સતાવવા લાગી. બહારથી પરત આવેલા રાજાએ ભૂદેવને બોલાવવા માણસ મોકલ્યો, પણ નરમ તબિયતનું બહાનું બતાવી તે રાજા પાસે ન આવ્યો. એક-બે દિવસ પછી રાજા રાણીને લઈને ભૂદેવના ઘરે તેની ખબર લેવા ગયો. રાજારાણીને સાથે આવેલાં જોઈ ભૂદેવ ગભરાયો. પણ રાણીએ પ્રેમથી તેને પૂછ્યું, “ભાઈ! હવે કેમ છે?” ભૂદેવની આંખ જવાબ આપવાને બદલે બંધ થઈ ગઈ.” ભૂદેવ રાજાના રાજમહેલમાં આવ્યો. રાણી શિવા તેની ચાકરી સારી રીતે કરવા લાગી. બે-ત્રણ દિવસ બાદ રાણીએ ભૂદેવને પૂછ્યું, “ભાઈ, હવે તબિયત સારી છે ને? પણ મંત્રીના મોંએ તો જાણે તાળું લાગ્યું હતું. તેની આંખમાંથી આંસું પડતાં હતાં. રાણીએ રૂમાલથી તેનાં આંસુ લૂછતાં કહ્યું, ભાઈ! માણસથી ભૂલ થઈ જાય. પણ જો તેને પોતાની ભૂલ સમજાય અને તે પશ્ચાત્તાપ કરે તો તે પવિત્ર થઈ શકે છે. તમે ગભરાશો નહીં. મેં એ ભૂલની વાત કોઈને કહી નથી. પણ હવે પછી જિંદગીમાં આવી ભૂલ ન કરતા. પરસ્ત્રીને પોતાની મા-બહેન સમજજો. હું તમારી બહેન છું. બહેનનો ધર્મ છે કે અગર ભાઈની ભૂલ દેખાય તો તે ભાઈને સમજાવી સાચો રાહ બતાવે. તે જ રીતે અગર બહેન જો અંધકારમાં અટવાય તો ભાઈ તેને પ્રકાશને રસ્તે દોરે.” રાણીને અંત:કરણપૂર્વક નમસ્કાર કરી તેનો આભાર માની ભૂદેવ પોતાને ઘરે ગયો. આ નગરમાં વારે વારે અગ્નિનો ઉપદ્રવ થયા કરતો હતો. ઘણા ઘણા ઉપચારો કર્યા છતાં અગ્નિ શહેરને પ્રજ્વાળતો જ રહ્યો. રાજાએ બુદ્ધિના ભંડાર એવા અભયકુમારને મહાપ્રયાસે બોલાવ્યા અને “અગ્નિ શમતો નથી Page #322 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૩૦૫ એનું શું કરવું?' એમ પૂછ્યું. ‘મંત્રીશ્વરે જવાબ આપ્યો, ‘જો શીલવતી નારી પોતે અહીં આવી જળ છાંટે તો અગ્નિ શાંત થઈ જાય.' આ જાણી બહુ બહુ સ્ત્રીઓ ત્યાં આવી જળ છાંટી ગઈ. છેવટે શિવાદેવીએ અગ્નિ શાંત કરવા વિચાર્યું. તે પોતાના મહેલ ઉપર ચઢી અને હાથમાં પાણી લઈ બોલી, દેવ! જો હું તન, મન અને વચનથી પવિત્ર હોઉં અને મારો શીલધર્મ નિર્મળ હોય તો આ જળથી અગ્નિ શાંત થઈ જાય.' એમ કહી તેણે ચારે બાજુ હાથથી જળ છાંટવા માંડ્યું અને આગ શાંત થતી ગઈ. લોકોમાં શાંતિ પ્રસરી અને બધાએ સતી શિવાદેવીની જય'ના જોરથી પોકારો કર્યા. કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે નાહક માનીએ છીએ બધા મથી મથી રે... કોઈ મનનાં મારેલા કે આ બધા મારા છે જાણીલે જીવડાં ના મારા કે સ્વાર્થ વિના પ્રિત કોઈ કરતું તારા છે નથી રે... કોઈ આ મારો દિકરો ને આ મારા બાપ છે આ મારી ઘરવાળી ને આ મુવાની સંઘાથે કોઈ મારી માત છે જાતું નથી રે... કોઈ જગતમાં જનેતાએ જન્મ દીધો રે પાળી પોષી તેને મોટો પરણીને માની સામે જોતો કીધો રે નથી રે... કોઈ કંઈક ગયા ને કંઈક જવાના ન કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના એ ગયા તેના સમાચાર નથી રે... કોઈ ૨૦ Page #323 -------------------------------------------------------------------------- ________________ [૮]. વજકર્ણ મહારાજા દશરથના પુત્ર શ્રીરામ રાજરાણી કૈકેયીના વચનથી સતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસે નીકળ્યા. પંચવટીથી અવંતી નગર જતાં વચમાં તેમણે અતિસમૃદ્ધ પણ માણસ વગરનું એક નિર્જન નગર જોયું. શોધતાં શોધતાં એક વટેમાર્ગુ મળી ગયો. તેણે નગરની નિર્જનતાનું કારણ જણાવતાં કહ્યું – “આ દશપુર નગર છે. અહીં રાજા વજકર્ણ રાજ કરતા હતા. તે સમજુ અને સાત્વિક હતા, પણ તેમને શિકારનું વ્યસન હતું. તેઓ એક વાર પોતાના સાથીઓ સાથે શિકારે ગયા. તેમણે એક મૃગના નાસતા ટોળા ઉપર બાણ છોડ્યું. આ રાજાના બાણથી એક હરણી ઝપટમાં આવી ગઈ. તે ગર્ભવતી હતી. તેનો ગર્ભ પડી ગયો ને તે ગર્ભ તરફડવા લાગ્યો. આ દશ્ય એટલું કરુણ હતું કે રાજા પણ કમકમી ઊઠ્યા. તેમને દયાની લાગણી ઉત્પન્ન થઈ અને તે પોતાની જાતને | ધિક્કારવા લાગ્યો. આ હત્યાથી વ્યથિત થયેલા રાજા “અરેરે! મેં અતિઘોર પાપ કર્યું. હવે આ પાપથી કેવી રીતે છુટકારો થશે?” એમ બોલતો રાજા આમતેમ દોડવા લાગ્યો. દોડતાં દોડતાં તેણે એક શિલા પર સૌમ્ય દૃષ્ટિવાળા એક મુનિરાજને જોયા અને તે તેમની પાસે ગયો. વંદન કરી પૂછવા લાગ્યો, “તમે આવા ઘોર જંગલમાં એકલા એકલા શું કરો છો? મુનિએ કહ્યું, “હું મારું હિત કરું છું.” રાજા બોલ્યો, તો મારું પણ કોઈ હિત થાય તેવું કરો ને.” મુનિએ કહ્યું, “હે ભદ્ર! સમ્યકત્વપૂર્વકની અહિંસામાં જ આત્માનું હિત સમાયેલું છે. જિનેશ્વરદેવ કે જે રાગદ્વેષ રહિત છે તેમને તરણતારણ ભગવાન માનવા, ચારિત્ર્ય પાળવામાં ઉદ્યમ કરે એવા ગુરુને ગુરુ જાણવા, સર્વજ્ઞ ભગવતે ભાખેલા ધર્મ ઉપર તથા જીવ-અજીવ વગેરે નવ તત્ત્વોમાં શ્રદ્ધા રાખવી તેને સમ્યત્વ કહેવામાં આવે છે. પરમાત્માએ આને જ પ્રધાનતા આપેલી છે. જેમનું મસ્તક શ્રી અરિહંત પરમાત્મા ૧. નવ તત્ત્વ = ૧. જીવ, ૨. અજીવ, ૩. પુણ્ય, ૪. પાપ, ૫. આશ્રય, ૬. સંવર, : ૭. નિર્જરા, ૮. બંધ અને ૯. મોક્ષ. Page #324 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૦૦ તથા તેમના આજ્ઞાધીન મુનિઓ સિવાય ક્યાંય કોઈને નમતું નથી તેનું સમ્યકત્વ નિર્વાણ સુખના નિધાન જેવું વિશુદ્ધ કહેવાય.” આવો આત્મકલ્યાણનો ઉપદેશ સાંભળી, રાજાએ બોધ પામી પોતે સમ્યકવયુક્ત બાર વ્રત ગ્રહણ કર્યા અને એવી પ્રતિજ્ઞા કરી કે આજથી શ્રી વીતરાગ અને તેમના સાધુઓ સિવાય કોઈને નમસ્કાર કરવા નહીં. એક વાર પોતાના મહેલમાં બેઠો બેઠો રાજા વજકર્ણ વિચાર કરે છે કે હું અવંતીનરેશ સિંહરથ રાજાનો ખંડિયો રાજા હોઈ જ્યારે જ્યારે એમની પાસે જવાનું થશે ત્યારે ત્યારે એમને નમસ્કાર કરવા પડશે. જો તેમ થાય તો મારો નિયમ જાય. માટે મારે કાંઈક રસ્તો શોધવો પડશે.” તેણે આ કારણે વીંટીમાં નાનકડી રત્નમય મુનિ સુવ્રત સ્વામીની પ્રતિમા જડાવી. જ્યારે સિંહરથ રાજાને નમન કરવાનો અવસર આવે ત્યારે તે વીંટીમાં જડેલા ભગવાનને માથું નમાવે. એક વાર કોઈ ચાડિયાએ આ વાત સિંહરથને કહી. આથી રાજાને ખીજ ચડી કે “મારા તાબાનું રાજ્ય ભોગવે છે ને નમસ્કાર કરવામાંય કપટ કરે છે. આ દુષ્ટતાનું ફળ તેને અવશ્ય મળવું જોઈએ.” એમ વિચારી તેણે વજકર્ણના નગર તરફ આક્રમક પ્રસ્થાન કર્યું. યુદ્ધના નાદ સાથે સૈન્ય આંધીની જેમ આગળ વધવા લાગ્યું. આ તરફ વજકર્ણ રાજાને કોઈકે આવીને કહ્યું, “હે સહધર્મી! સિંહરથના રાજા મોટા સૈન્ય સાથે વેગપૂર્વક તમારા ઉપર ચડાઈ કરવા ધસી આવે છે, માટે તમે સાવધાન થઈ જે ઉપાય લેવા હોય તે લો. રાજાએ પૂછ્યું, “તમે કોણ છો?” આવનાર વ્યક્તિએ કહ્યું, “હું કુંડિનપુરનો રહેવાસી, નામે વૃશ્ચિક, નાતે વણિક અને ધર્મે શ્રાવક છું. એક વાર ઘણો બધો માલ લઈ વેપાર અર્થે હું ઉજ્જૈની નગરી ગયો. ત્યાં વસંતોત્સવ જોવા હું ઉપવનમાં ગયો. ત્યાં અનંગલતા નામની અતિ સુંદર ગણિકાના પરિચયમાં આવ્યો અને પરિણામ એ આવ્યું કે હું એના સહવાસે જડ બની ગયો. એના વિના કાંઈ દેખાય નહીં. એ જે કહે તે પ્રાણના જોખમે પણ હું કરું. કમાવાનું તો દૂર રહ્યું, પણ મારી પાસે હતું તે બધું ખલાસ કર્યું. એક દિવસ અમંગલતાએ મને રાણીનાં ઘરેણાં ઘણાં સરસ છે એમ જણાવી તે લાવી આપવા કહ્યું. મેં તેને તેવાં જ નવાં ઘરેણાં બનાવી આપવા કહ્યું. પણ તેણે જીદ લીધી. તે કહે મને તો એ જ રાણીનાં ઘરેણાં ગમે તેમ કરી લાવી આપો.” એના પ્રેમમાં આંધળો Page #325 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૦૮ થયેલો હું છેવટે ચોરી કરવા રાજમહેલમાં પહોંચ્યો અને રાજાના શયનકક્ષ નજીક પહોંચી ગયો. રાજારાણી જાગતાં હતાં અને પલંગમાં વાતો કરતાં હતાં. હું અવસરની રાહ જોતો હતો. ત્યાં રાણી બોલી, “મહારાજ! આજ આપને શી અકળામણ છે કે ઊંઘ આવતી નથી?” રાજાએ કહ્યું, “રાણી! જગતમાં કેવા કેવા લોકો હોય છે? પેલો વજકર્ણ મોટો ધર્માત્મા થયો છે, તે મને નમન-નમસ્કાર કરવામાં એનો ધર્મ ચાલ્યો જતો માને છે ને એ માટે એ પ્રપંચીએ પોતાની વીંટીમાં ભગવાન જગ્યા છે. માથું તેમને નમાવે અને નમન અમને જણાવે! હું એને મારી એનું માથું મારા પગમાં મૂકીશ ત્યારે જ મને ચેન પડશે. કહે છે કે એણે એવો નિયમ લીધો છે કે વીતરાગ સિવાય કોઈને નમવું નહીં, એ જ મારા સાચા સ્વામી છે. પણ કાલે સવારે જ સૈન્ય સાથે પ્રસ્થાન કરવાની મેં આજ્ઞા આપી છે.” રાજા-રાણીની આ સાંભળી, હે મહારાજ! મને વિચાર આવ્યો, “અહો ક્યાં એ દઢધર્મી મહારાજ વજકર્ણ અને ક્યાં એક બજારુ બાયડીના કહેવાથી દુઃસાહસ કરનાર હું કુળવાન સદ્ગૃહસ્થ છતાં ચોર?” પછી ત્યાંથી નીકળી તરત હું અનંગલતા પાસે ગયો અને તેની પાસેથી વિદાય લીધી. તેણે મને ખૂબ મનાવ્યો ને મમતા બતાવી પણ મેં મારો નિર્ણય કરી લીધો હતો. હું સાંઢણી પર બેસી ઉતાવળે તમને ચેતવવા આવ્યો છું. હું પણ હવે આવાં પાપી કામો છોડી, ધર્મના માર્ગે વળવા માગું છું. સારું, પ્રણામ! હવે હું જઈશ. તમારે ધર્મની રક્ષા માટે જે ઉપાય લેવો હોય તે લો.” આ સાંભળી પ્રસન્ન થયેલા વજકર્ણ વૃશ્ચિક વણિકને ઉચિત સત્કાર કરી સારું ઈનામ આપી વિદાય કર્યો. વજકર્ણ રાજાએ નગર બહાર રહેતા લોકોને નગરમાં બોલાવી લીધા. નગરમાં બધી સામગ્રી ભેગી કરી, નગરના દરવાજા બંધ કરાવી દીધા. રાજા સિંહરથે નગરને ઘેરી લીધું. તેણે દરવાજાની બારી વાટે દૂત મોકલી વજકર્ણને કહેવડાવ્યું કે, “હજી કાંઈ બગડ્યું નથી. તું અમને નમસ્કાર કરી જા અને સુખે તારું રાજ્ય ભોગવ. નહિતર તારું મૃત્યુ નક્કી છે.” વજકણે ઉત્તરમાં કહેવડાવ્યું કે, “મને ધર્મ વ્હાલો છે. ધર્મથી મને સુખશાંતિ છે. ધર્મથી વધીને કોઈ રાજ્યવૈભવ નથી. મને ધર્મમાર્ગે જવા દો. ગમે ત્યાં જઈ ધર્મ આરાધીશ. રાજ તમે રાખો.' Page #326 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૦૯ પરંતુ સિંહ૨થે જવાનો માર્ગ ન આપ્યો. તે વજકર્ણને મારવાની પેરવીમાં પડ્યો હતો. આથી આ ઉપનગર નિર્જન, ઉજ્જડ દેખાય છે. વસ્તી શહેરમાં ચાલી ગઈ છે. આ સાંભળી શ્રીરામચન્દ્ર લક્ષ્મણ સાથે સિંહરથ રાજાને મળ્યા. સમજાવવાથી તે ન માન્યો, એટલે તેને જીતી વર્ણ સાથે સંધિ કરાવી. આ રીતે વજ્રકર્ણે નિયમને બરાબર પાળ્યો. તેઓ એકાવતારી દેવ થઈ, ત્યાંથી આવી, મનુષ્ય થઈ મુક્તિએ જશે. આ વજ્રર્ણ રાજાની અડગતાની કથા ઉપદેશે છે કે સાંભળી ભાવુક શ્રાવકોએ નિયમ લીધા પછી ગમે તેટલી આપત્તિ આવે તોપણ નિયમ ભાંગવો જોઈએ નહિ. જનારૂં જાય છે જનારૂં જાય છે જીવન, જરા જિનવરને જપતો જા; હૃદયમાં રાખી જિનવરને, પુરાણા પાપ ધોતો જા. જનારૂં ૧ બનેલો પાપથી ભારે, વળી પાપો કરે શીદને; સળગતી હોળી હૈયાની, અરે જાલિમ બુઝાતો જા. જનારૂં ૨ દયા સાગર પ્રભુ પારસ, ઊછાળે જ્ઞાનની છોળો; ઉતારી વાસના વસ્ત્રો, અરે પામર તું નહાતો જા. જનારૂં ૩ જિગરમાં ડંખતાં દુ:ખો, થયા પાપો પિછાણીને; જિણંદવર ધ્યાનની મસ્તી, વડે એને ઉડાતો જા. જના ૪ અરે આતમ બની શાણો, બતાવી શાણપણ તારું, હઠાવી જુદી જગ માયા, ચેતન જ્યોતિ જગાતો જા. જનારૂં ૫ ખીલ્યાં જે ફૂલડાં આજે, જરૂર તે કાલ કરમાશે; અખંડ આતમ કમલ લબ્ધિ, તણી લય દિલ લગાતો જા. જનારૂં ૬ ૧. એક જ અવતાર બાકી દેવો સીધા મોક્ષ નથી જઈ શકતા તેમણે મોક્ષ જવા મનુષ્ય અવતાર લેવો પડે. Page #327 -------------------------------------------------------------------------- ________________ [૮] સમરાદિત્ય કેવળી અગ્નિશર્મા અને ગુણસેન. નવ નવ ભવ સુધી બંને વચ્ચે વેર રહે છે. અગ્નિશર્માનું વેરી માનસ પોતાના નવ ભવોમાં ગુણસેન સાથે વેર રાખે છે. નવ ભવોની વાત વિસ્તારથી તો અહીં નથી આલેખાઈ શકી. ખરેખર બોધદાયક આ કથા ‘સમરાદિત્ય મહાકથા' નામે ઘણી જાણીતી છે. અત્રે નવે ભવો ટૂંકાણમાં અત્રે લખ્યા છે. પહેલા ભવમાં અગ્નિશર્મા એક તાપસ છે. સામે ગુણસેન એક યુવાન રાજા છે. તાપસ તપોવનમાં ઘોર તપશ્ચર્યા કરે છે. નાનપણમાં બન્ને સાથે રમ્યા છે. પણ હજારો વર્ષ પછી આ બાળપણના સાથીદારને ગુણસેન ભૂલી ગયો છે. એક વખત વસંતપુરના બાહ્ય તપોવનમાં બન્નેનું મિલન થયું. માસખમણનું પારણું કરવા માટે ગુણસેને અગ્નિશર્માને પોતાના મહેલે જમવા આવવા આમંત્રણ આપ્યું હતું, પણ આવું આમંત્રણ આપ્યા બાદ અગ્નિશર્મા મહેલને આંગણે આવ્યા છતા એક યા બીજા કારણે રાજા તેમને ત્રણ-ત્રણ વખત પારણું કરાવી ન શક્યો. આથી અગ્નિશર્મા ગુણસેન ઉપર ભયંકર દ્વેષી થયો. ક્રોધમાં ને ક્રોધમાં તેણે નિર્ણય કર્યો! રે દુષ્ટ! તારા પાપથી ભલેને આ જન્મમાં ભૂખ્યો મરી જાઉં, પરંતુ આવનાર જન્મોમાં હું તને મારી તપશ્ચર્યાના પ્રભાવથી ત્રાસદુઃખ આપીને મારતો રહીશ.” દેખીતી રીતે જ અગ્નિશર્માને રાજા પ્રત્યે કોઈ પ્રેમ-સ્નેહ રહ્યો ન હતો. પરંતુ રાજા ગુણસેનનો અગ્નિશર્મા પ્રત્યે સ્નેહ હતો. અગ્નિશર્મા મરીને તપના કારણે વિદ્યુતકુમાર દેવ બન્યો. તેણે ધ્યાનસ્થ ગુણસેન ઉપર આગ જેવી તપેલી ધૂળ વરસાવી. રાજર્ષિનો દેહ બળી ગયો પણ પોતે જરા પણ ગુસ્સો ન કર્યો. આખરે પોતે સમભાવથી મૃત્યુને ભેટ્યા. ગુણસેન બીજા ભવમાં રાજા સિંહ બને છે અને અગ્નિશર્મા બને છે રાજકુમાર આનંદ. બન્ને પિતા-પુત્ર બને છે. પિતાને પુત્ર ઉપર સ્નેહ હોય છે, જ્યારે પુત્રને પિતા ઉપર દ્વેષ થાય છે. ઘોર શત્રુતા તેના દિલમાં ઊભી થાય છે. તે પિતા સામે વિદ્રોહ કરે છે, પિતાને કારાગારમાં નાખી દે છે અને છેવટે Page #328 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૩૧૧ તેમની હત્યા કરે છે. આ ભવમાં પણ સિંહ રાજા પોતાનો સમભાવ ગુમાવતા નથી. ત્રીજા ભવમાં એ બન્ને જણાં માતા અને પુત્ર બને છે. અગ્નિશર્માનો જીવ માતા અને ગુણસેનનો જીવ પુત્ર! માતાનું નામ છે જાલિની અને પુત્રનું નામ છે શિખીકુમાર. માતાને પુત્ર પ્રત્યે પ્રેમ ન હતો, જ્યારે પુત્રને માતા પ્રત્યે સાચો સ્નેહ હતો. શિખીકુમાર દીક્ષા લે છે અને મુનિ બને છે. માતા પ્રત્યે સ્નેહ હોવાને લીધે એના નગરમાં એની હવેલીમાં ભિક્ષા માટે આવે છે અને માતા જાલિનીના હાથે ભિક્ષા ગ્રહણ કરે છે. જાલિની પૂર્વના વૈરથી જાણી જોઈને વિષમિશ્રિત અન્ન વહોરાવે છે. આથી શિખીકુમારનું જાલિનીના હાથે મૃત્યુ થાય છે. શિખીકુમાર સમભાવથી જરાય ચલિત થતા નથી. ચોથા ભવમાં તેઓ પતિ-પત્ની બને છે. ગુણસેનનો જીવ પતિ બને છે અને અગ્નિશર્માનો જીવ પત્ની બને છે. ધનકુમાર અને ધનશ્રી. એક સમુક્યાત્રા દરમિયાન ધનશ્રી ધનકુમારને સમુદ્રમાં ધક્કો મારી દે છે. પરંતુ સમુદ્રમાં પડતાંની સાથે જ એક લાકડાનું પાટિયું હાથ આવી જાય છે અને તેને સહારે તે બચી જાય છે. પરંતુ બચી ગયા બાદ ધનકુમાર સાધુ બને છે અને વૈરાગ્નિથી બળતી ધનશ્રી આ સાધુને જીવતો સળગાવી દે છે. સાધુમહાત્મા તો ગુનેગાર પ્રત્યે ક્ષમા ધારણ કરી રહે છે. પાંચમા ભવમાં તે બન્ને જણ ભાઈઓ બન્યા. જય અને વિજય. ગુણસેનનો જીવ જાય અને અગ્નિશર્માનો જીવ વિજય. જયને વિજય માટે પ્રેમ હતો, જ્યારે વિજયના મનમાં જય પ્રત્યે દ્વેષ હતો. બન્ને જણ કાલન્દી નગરીમાં રાજકુમારો હતા. પિતાના મૃત્યુ પછી જયકુમાર રાજા બને છે. પરંતુ પછી તેઓ દીક્ષા લે છે અને વિજય રાજા બને છે. વિજય રાજા ધ્યાનસ્થ મુનિ જય ઉપર તલવારનો ઘા કરીને તેમને મારી નાખે છે. ધ્યાનસ્થ મુનિ ઉપશમ રસનું અમૃતપાન કરે છે. છઠ્ઠા ભવમાં એ બન્ને પતિ-પત્ની બને છે. ધરણ અને લક્ષ્મી. ધરણ શ્રેષ્ઠીપુત્ર હતો. ધરણને લક્ષ્મી પ્રત્યે પ્રેમ હતો. પણ લક્ષ્મીને ધરણ પ્રત્યે દ્વેષ હતો. ધરણ ચારિત્ર્ય સ્વીકારે છે. લક્ષ્મી ધરણમુનિ ઉપર ખોટો આક્ષેપ કરે છે, બદનામ કરે છે. પરંતુ દેવ મુનિ ઉપર પુષ્પવૃષ્ટિ કરીને તેમને નિર્દોષ સાબિત કરે છે. લક્ષ્મી જંગલમાં સિંહનો ભક્ષ્ય બની ગઈ. ધરણકુમાર મુનિ એક માસનું Page #329 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૧૨ અનશન સ્વીકારીને મૃત્યુ બાદ અગિયારમા દેવલોકમાં દેવ બન્યા. સાતમા ભવમાં તે બન્ને પિતરાઈ ભાઈ બન્યા. કાકાના પુત્રો ભાઈ. સેન ગુણસેનનો જીવ અને વિષેણ અગ્નિશર્માનો જીવ. સેને દીક્ષા લઈ લીધી. વિષેણે સેનમુનિની હત્યા કરવાનો પ્રયત્ન તો કર્યો પણ દેવીએ એની રક્ષા કરી. વિષેણને માનવભક્ષી પશુઓએ મારી નાખ્યો. સેનમુનિએ અનશન કર્યું અને નવમા રૈવેયક દેવલોકમાં ઉત્પન્ન થયા. આઠમા ભાવમાં રાજા ગુણસેનનો જીવ ગુણચંદ્ર બને છે અને અગ્નિશર્માનો જીવ વૈતાઢય પર્વત ઉપર વાણવ્યંતર નામનો વિદ્યાધર પુત્ર બને છે. ગુણચંદ્ર રાજા દીક્ષા લે છે. વાણવ્યંતર વિદ્યાધર એમના પ્રત્યે દ્વેષ રાખે છે. મુનિ ધ્યાનસ્થ ઊભા હતા. વાણવ્યંતર વિદ્યારે એમની ઉપર પથ્થરની શિલાનો પ્રહાર કર્યો. મુનિ ઢીંચણ સુધી જમીનમાં ઊતરી ગયા. ઘોર વેદના સહન કરી ગુણચંદ્રમુનિ સમભાવે સમાધિમાં મૃત્યુ પામે છે. વાણવ્યંતર ઘોર રૌદ્રધ્યાનમાં મરીને સાતમા નરકમાં ઉત્પન્ન થાય છે. મુનિ ગુણચંદ્ર “સર્વાર્થસિદ્ધ' નામના અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થાય છે. નવમા ભાવમાં – ગુણસેન રાજાનો જીવ સમરાદિત્ય નામનો રાજા બને છે અને અગ્નિશર્માનો જીવ ગિરિસણ નામનો ચંડાળ બને છે. સમરાદિત્ય ચારિત્ર્ય ગ્રહણ કરે છે અને કેવળજ્ઞાની બને છે. પરંતુ એની પહેલાં ગિરિફેણ ચંડાળે ઢેષભાવથી મુનિને સળગાવ્યા હતા. ક્ષેત્રદેવતા વેલંધર આગ હોલવી નાખે છે. સમરાદિત્ય કેવળજ્ઞાની બની મોક્ષે જાય છે અને અગ્નિશર્માનો જીવ સંસારમાં રખડી પડે છે.. નવ ભવની આ મહાકથા પૂરી થાય છે. ઇચ્છુક વાચકે ત્રણ મોટા ગ્રંથોમાં આ કથા “સમરાદિત્ય મહાકથા વાંચવી. સિદ્ધચક્રના ગુણ ઘણાં, કહેતા નાવે પાર; વાંછિત પૂરે દુઃખ હરે, વંદુ વાર હજાર. ૧. મૃત્યુ વખતે સમતા રહે - મન ધર્મ ધ્યાનમાં હોય આર્ત કે રૌદ્રધ્યાન ન હોય તે સમાધિ મૃત્યુ કહેવાય. Page #330 -------------------------------------------------------------------------- ________________ [૯] દુર્ગધા રાણી રાજગૃહીના મહારાજા શ્રેણિક એક વાર મોટા ઠાઠમાઠથી પ્રભુશ્રી મહાવીર-દેવને વાંદવા ચાલ્યા. રાજમાર્ગે થઈ સમવસરણ તરફ જતા માર્ગમાં સહન ન થઈ શકે તેવી દુર્ગધથી શ્રેણિક રાજાને આશ્ચર્ય થયું. તેમણે તપાસ કરાવી કે આ શાની દુર્ગધ છે? સેવકોએ તપાસ કરી જણાવ્યું, “મહારાજા! આ નાળા પાસે નવજાત બાળા તજી દેવાઈ છે, તેના શરીરમાંથી આ અતિ તીવ્રતર દુર્ગધ આવે છે, જે કોઈથી સહી શકાતી નથી.” આ સાંભળી રાજા પોતે ત્યાં જઈ જોઈ આવ્યા. તેમને ઘણું આશ્ચર્ય થયું. પછી પ્રવચન બાદ તેમણે પ્રભુજીને વંદન કરી પૂછ્યું કે - “ભગવન્! મેં હમણાં અતિ ગંધાતી છોકરી જોઈ છે. તેણે પરભવમાં શું પાપ કર્યું હશે કે જન્મતાં જ તેને તરછોડી દેવામાં આવી?.. ને ગંધ તો કેવી? માથું ફાટી જાય તેવી!” ભગવંતે કહ્યું, “રાજા! અહીં નજીકમાં વાણિજ્યગ્રામ નામનું ઉપનગર છે ને! ત્યાં રહેતા ધનમિત્ર નામક શેઠને ધનશ્રી નામે એક દીકરી હતી. તેના લગ્નપ્રસંગે ઘરમાં તૈયારીઓ ચાલતી હતી. તેવામાં એક મુનિરાજ તેમના ઘરે વહોરવા પધાર્યા. શેઠે દીકરીને કહ્યું, “બેટા! ઘણો સરસ અવસર મળ્યો. તારો આજે લગ્નદિવસ છે, માટે તું લાભ લે.” ધનશ્રી નાહી-ધોઈ, સારાં કપડાં-ઘરેણાં પહેરી તૈયાર થઈ હતી. સુગંધી પદાર્થોથી તેણે પ્રસાધન કર્યું હતું. અંગવિલેપનની મહેક મહેકી રહી હતી. તે મહારાજજીને વહોરાવવા રસોડામાં ગઈ. તેમનાં મેલાં પરસેવાવાળાં કપડાં અને શરીરમાંથી આવતી દુર્ગધથી મોટું મચકોડવા ને નાક ચઢાવવા લાગી. એક તો યુવાવસ્થા, તેમાં વળી લગ્નનો દિવસ! ખૂબ સારી રીતની સાજસજજ ને અંગરાગ કરવામાં આવેલાં. થોડી છકી ગયેલી તે વિચારવા લાગી : અરે, આ મુનિ કેવા ગંદા છે? કેટલી વાસ મારે છે? શરીર-કપડાં ચોખ્ખાં રાખતા હોય તો!” આમ એને દુગછા થઈ આવી ને તેણે દુષ્કર્મ બાંધ્યું. આ કર્મનો તેને પસ્તાવો પણ ન થયો ને તેણે આલોયણા પણ લીધી Page #331 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૧૪ નહીં. છેવટે મૃત્યુ પામી તે આ નગરમાં જ એક ગણિકાની કૂખે ઊપની. તે ગર્ભમાં આવી ત્યારથી મા-ગણિકા બહુ પીડાતી. તેણે ગર્ભ પાડવાના ઉપાય પણ કર્યા પરંતુ ગર્ભપાત ન થયો ને છોકરી જન્મી. જન્મતાં જ એવી દુર્ગધ ઘરમાં આવવા લાગી કે જેથી કંટાળીને ગણિકાએ તેને ગંદી વિષ્ઠાની જેમ તરત ગામ બહાર નાળામાં નંખાવી દીધી. એ જ બાળાને રાજા, તમે જોઈને આવ્યા છો!” રાજાએ પૂછ્યું, “ભગવન્! એ બિચારીનું શું થશે?” ભગવાને જણાવ્યું, “રાજા! તેણે દુર્ગછા કરી જે કર્મ બાંધ્યું હતું તે અતિ તીવ્રતાથી તેણે ભોગવી લીધું છે. ગયા ભવમાં ભાવપૂર્વક કરેલા સુપાત્રદાનના પ્રભાવથી હવે સારી સૌભાગી થશે. તે યુવતી થશે ત્યારે, રાજા! એ તમારી રાણી બનશે. એક વાર તમે બન્ને સોગઠાં રમતાં હશો ત્યારે એવી શરત કરી હશે કે જે હારે તે જીતનારને ખભે બેસાડે. તેમાં તમે હારશો ને એ તમારા ખભે બેસશે.” - આવાં પ્રભુજીનાં વચન સાંભળી વિસ્મિત થયેલા રાજા મહેલમાં આવ્યા ને સુખે કાળ વીતવા લાગ્યો. આ તરફ જ્યાં દુર્ગધા કન્યા પડી હતી ત્યાં થોડી વારે એક ગોવાલણ આવી. હવે દુર્ગધાની દુર્ગધ નાશ પામી હતી. તે સુંદર બાળકીને જોઈને પુત્રી વિનાની એ ગોવાલણ તેને ઘેર લઈ આવી. તેને પાળીપોષીને મોટી કરી. દિવસે દિવસે તેનું રૂપ ને લાવણ્ય ખીલવા લાગ્યું. તેનું મુગ્ધકર યૌવન આશ્ચર્ય ઉપજાવે તેવું હતું. એક વાર કૌમુદી ઉત્સવમાં રાજા અને પ્રજા બધાં ભેગાં થયાં હતાં. અભયકુમાર સાથે રાજા શ્રેણિક ક્રીડા જોઈ રહ્યા હતા. તેવામાં તે કન્યા રાજાની નજરે ચઢી - ઉભરાતા યૌવનવાળી, મોટી આંખોવાળી, પાતળી કમરવાળી, પ્રગભ ગર્વવાળી, રમ્ય ગતિથી ચાલતી, મત્ત હાથીના કુંભ જેવા સ્તનવાળી, બિંબફળ જેવા રાતા ઓષ્ટવાળી, પૂર્ણ ચંદ્રમા જેવા મુખવાળી, ભ્રમરાના સમૂહ જેવા કાળા-કાળા વાળવાળી તે યુવતીને જોતાં જ રાજા તેના ઉપર અનુરાગી થયા. ચતુર રાજાએ તે યુવતીના પાલવના છેડામાં ચપળતાથી પોતાના નામવાળી વીંટી બાંધી દીધી. ભીડમાં અભયકુમાર જેવાને પણ આ બાબતની ખબર પડી નહીં. પછી, અભિનય કરતાં રાજા બોલ્યા - “અરે મારી વીંટી ક્યાં Page #332 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૧૫ ગઈ? અમૂલ્ય વીંટી આટલામાં જ ક્યાંક પડી ગઈ છે.” પછી અભયકુમારને કહ્યું, “મારી વીંટી શોધી કાઢજે. અભયકુમારે નગરમાં પ્રવેશ કરતા લોકો માટે એક દરવાજો ઉઘાડો રાખી, બાકીના દરવાજા બંધ કરાવ્યા અને તપાસ શરૂ કરી. એમ કરતાં દુર્ગાના આંચલમાં બાંધેલી વીંટી અભયકુમારે પકડી પાડીને પૂછ્યું, “આ વીંટી તું ક્યાંથી લાવી?” તેણે કાન પર હાથ મૂકતાં કહ્યું, “મને કાંઈ ખબર નથી. આ વીંટી બાબત હું કંઈ જાણતી નથી.” તેની નિખાલસતા અને દેખાવ પરથી અભયકુમાર કળી ગયા કે આ યુવતી સાચી છે. રાજાએ જ આ કપટ કર્યું લાગે છે. તેઓ તેને લઈ રાજા પાસે આવ્યા ને કહ્યું, “લો, મહારાજા! આ ચોર પકડાયો. મને લાગે છે કે વીંટી તો નહીં કાંઈ બીજું જ ચોર્યું છે. રાજાએ હસતાં કહ્યું, “સાચી વાત છે. પછી તે યુવતીનાં મા-બાપની અનુમતિપૂર્વક શ્રેણિકે તેની સાથે લગ્ન કર્યા. રાજાને તે એટલી બધી વહાલી થઈ ગઈ કે થોડા જ સમયમાં તે પટ્ટરાણી બની ગઈ. એક વાર તેની સાથે રાજા સોગઠાબાજી રમતા હતા. રમતમાં એવી શરત કરવામાં આવી કે જે હારે તે જીતનારને ખભે બેસાડે. આ બાજીમાં રાજા જ હાર્યા. જીતેલી રાણી જરાયે ખચકાટ વિના રાજાના ખભા ઉપર ચઢી બેઠી. સામાન્ય કુળમાં ઉત્પન્ન થયેલ, જો ઉંચા કુળનું ગૌરવ અને સન્માન પામે છે તો પણ પોતાના કૃત્યથી તે પોતાના કુળને પ્રગટ કરે જ છે. મગધસમ્રાટ શ્રેણિકના ખભા ઉપર દુર્ગધાએ પોતે ગણિકાની પુત્રી હોવાના કારણે પગ મૂક્યો, અર્થાત્ રાજાના ખભા ઉપર ચઢી પોતાનું કુળ છતું કર્યું. રાજાને પ્રભુની વાણી યાદ આવી. જરાયે ખચકાયા વિના પોતાના ખભા પર બેઠેલી રાણીની આ ચેષ્ટા જોઈ રાજા હસી ગયા. ખભા ઉપરથી ઊતરેલી રાણીએ હાસ્યનું કારણ પૂછ્યું. રાજાએ પરમાત્મા પાસેથી સાંભળેલું તેનું ગયા ભવ સહિતનું આખું ચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળતાં જ તેને જ્ઞાનનો પ્રકાશ લાધ્યો ને તીવ્ર વૈરાગ્ય ઉત્પન થયો. રાજાની અનુમતિ માગી, રાજાને મનાવી દેવી દુર્ગધા રાણી પ્રભુ મહાવીર પાસે આવી અને અનન્ય ઉત્સાહથી ચારિત્ર્ય લીધું. આ પ્રમાણે દુર્ગધા રાણીનું ચરિત્ર સાંભળી પુણ્યશાળી જીવો સંયમી મુનિની કદી જુગુપ્સા - દુર્ગછા કરતા નથી. - - - - - - - Page #333 -------------------------------------------------------------------------- ________________ [૧૦]. ભરત ચક્રવર્તી અને ૯૮ ભાઈઓ ભગવાન ઋષભદેવ પોતાના સો પુત્રોને વિશાળ સામ્રાજ્ય વહેંચી દઈ અણગાર બની ગયા. પાછળથી ભરત, જે સો ભાઈઓમાં જ્યેષ્ઠ હતો તેનું ચક્રવર્તી બનવાનું નિશ્ચિત હતું. એને માટે ૯૯ ભાઈઓ કે જેઓ સ્વતંત્ર રાજા હતા તેમને પોતાની આજ્ઞામાં લાવવાનું જરૂરી હતું. એ સિવાય ચક્રવર્તી બની શકાય તેમ ન હતું, તે ગમે તેવા સંજોગોમાં પણ ચક્રવર્તી બનવાને પ્રયત્નશીલ હતો. તેણે ૯૮ ભાઈઓની પાસે રાજદૂતો મોકલી દીધા. દૂતોએ જઈને ભાઈઓને કહ્યું, “જો તમે નિર્ભયતાથી રાજ્ય કરવા ઇચ્છતા હો તો ભરત મહારાજાની સેવા કરો અને તેમની આજ્ઞામાં રહો.” આ કારણે બાહુબલી સિવાય ૯૮ ભાઈઓ એકત્ર થયા. ભરતના સંદેશા ઉપર વિચારવિમર્શ કર્યો અને દૂતોને સંદેશાનો પ્રત્યુત્તર આપતાં કહ્યું, “પિતાજીએ ભરતને અને અમને સૌને રાજ્ય વહેંચીને આપ્યું છે. હવે ભારતની સેવા કરવાથી તે અમને વધુ શું આપશે? શું એ મહાકાળના આક્રમણને રોકી શકશે? શું એ મનુષ્યના દેહને જર્જરિત કરી નાખનારી જરાને રોકી શકશે? એ શું પોતાની ઉત્તરોત્તર વધતી રાજ્યતૃષ્ણાનો નાશ કરી શકશે? જો તે આવું કશું કરી શકતો ન હોય તો પછી એ સેવ્ય અને અમે સેવકો કેવી રીતે બનીએ? એની પાસે વિશાળ રાજ્ય છે, વિપુલ સંપત્તિ છે, તોપણ એને સંતોષ નથી. જો અસંતોષથી એ બળપ્રયોગ કરીને અમારા રાજ્ય પડાવી લેવાનો પ્રયત્ન કરશે તો એને કહેજો કે અમે બધા એક જ પિતાના પુત્રો છીએ, અમે બધા એકત્ર થઈને એની સામે યુદ્ધ કરી શકીએ છીએ. પરંતુ તે દૂતો, અમે અમારા પિતાજીનો અભિપ્રાય જાણ્યા સિવાય તમારા માલિકની સામે અને અમારા જ્યેષ્ઠ ભાઈની સાથે યુદ્ધ કરવા ઇચ્છતા નથી.” દૂતો ચાલ્યા ગયા. ૯૮ ભાઈઓ અષ્ટાપદ પર્વત ઉપર સમવસરણમાં બિરાજિત ભગવાન ઋષભદેવની પાસે ગયા. મસ્તકે અંજલિ રચીને તેમણે Page #334 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૧૦ પરમાત્માની સ્તુતિસ્તવના કરી, ભગવાનને વિનયથી કહ્યું, “હે ભગવન્! આપે ભરતને અને અમને યોગ્યતા અનુસાર ભિન્ન ભિન્ન દેશોનાં રાજ્ય વહેંચીને આપ્યાં હતાં. અમે તો અમારા રાજ્યથી સંતુષ્ટ છીએ, પરંતુ અમારા મોટાભાઈ પોતાના રાજ્યથી અને બીજાનાં છીનવી લીધેલાં રાજ્યોથી તૃપ્ત થયા નથી અને અમને બધાને તેમની સેવા કરવા અને તેમની આજ્ઞામાં રહેવા દૂતો દ્વારા કહેવડાવે છે.” ભગવાને પોતાના ૯૮ પુત્રોને કહ્યું - “વિવેકી પુરુષોએ અત્યંત દ્રોહી શત્રુઓની સાથે જ યુદ્ધ કરવું જોઈએ. એવા શત્રુઓ છે રાગ, દ્વેષ, મોહ અને કષાયો. એ શત્રુઓ જન્મજન્માંતરથી દુઃખ આપનારા છે. રાગ સદ્ગતિના માર્ગમાં લોઢાની શૃંખલાની જેમ અવરોધક છે, દ્વેષ નરકમાં લઈ જનારો પ્રચંડ શત્રુ છે, મોહ જીવોને સંસારસાગરમાં ડુબાડનારો છે અને કષાય દાવાનળની જેમ જીવોને બાળનાર છે. આ જ ખરા શત્રુઓ છે. આ શત્રુઓની સાથે યુદ્ધ કરીને વિજય પામવો જોઈએ. આ અંતરંગ શત્રુઓ સામે વિજય પામ્યા પછી બહારના શત્રુઓ રહેતા નથી, જીવ શિવ બની જાય છે અને એને શાશ્વત્ પૂર્ણાનંદમય પદની પ્રાપ્તિ થઈ જાય છે. “રાજ્યલક્ષ્મી કરતાં મોક્ષલક્ષ્મી મહાન છે. રાજ્યલક્ષ્મી તો દુર્ગતિમાં લઈ જનારી છે. તે અત્યંત પીડાકારી અને અલ્પકાલીન હોય છે. હે વત્સો, દેવલોકમાં તમે દૈવી સુખ પ્રાપ્ત કર્યા હતાં. એ સુખોથી પણ તમારી તૃષ્ણા શાન્ત થઈ ન હતી, તો પછી મનુષ્યલોકમાં તુચ્છ, અસાર અને અનિત્ય સુખોથી તૃષ્ણા કેવી રીતે શાન્ત થશે? રાજ્યલક્ષ્મીથી એ તૃષ્ણા કેવી રીતે સંતુષ્ટ થશે? તમે બધા વિવેકી છો. તમારે તો અખંડ આનંદસ્વરૂપ સંયમસામ્રાજ્ય ગ્રહણ કરવું જોઈએ કે જેનાથી પૂર્ણાનંદસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય.” દાદાના ૯૮ પુત્રોએ સંયોગસ્વરૂપ રાજ્યલક્ષ્મીનો ત્યાગ કર્યો અને ચારિત્ર્યધર્મનો સ્વીકાર કરીને આત્મભાવને નિર્મળ કર્યો. ભરત પ્રત્યે એમના મનમાં રજમાત્ર દુર્ભાવ રહ્યો નહીં. આત્મભાવ અત્યંત વિશુદ્ધ બન્યો, અને તે બધા સર્વજ્ઞ વીતરાગ પદ પામ્યા. Page #335 -------------------------------------------------------------------------- ________________ [૧] શીતલાચાર્ય શીતલ એક રાજકુમાર હતો. ગુરુભગવંતની અધ્યાત્મ વાણી સાંભળી તેનો સંસારભાવ ઓસરી ગયો. તેણે ગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી. સાધુપણામાં શીતલમુનિએ ખૂબ જ ઉત્કટતાથી તપ અને જ્ઞાનની સાધના કરી, અનુક્રમે એ શીતલાચાર્ય બન્યા. શીતલાચાર્યને એક સંસારી બહેન હતી. ગુણવતી તેનું નામ. પ્રિયંકર રાજાની તે માનીતી રાણી હતી. ગુણવતી પોતાના ચારેય પુત્રોને અવારનવાર કહેતી કે તમે બધા મામા જેવા તપસ્વી અને જ્ઞાની બનજો. ચારેય પુત્રો. ઉંમરલાયક થતાં કોઈ સ્થવિર પાસે દીક્ષા લીધી. બહુશ્રુત થયા. એક દિવસ ગુરુની આજ્ઞા લઈને તેઓ ચારેય મામા મહારાજને વંદન કરવા નીકળ્યા. મામા મહારાજ શીતલાચાર્ય જે ગામમાં હતા તે ગામના પાદરે તેઓ આવી પહોંચ્યા. રાત થવા આવી હતી એટલે તેઓ ગામની બહાર ક્યાંક રોકાયા અને શીતલાચાર્યને સંદેશો મોકલાવ્યો, ‘તમારી સંસારી બહેનના પુત્રી દીક્ષિત થઈને આપને વંદન કરવા આવ્યા છે. પરંતુ રાત થવાથી તેમણે ગામમાં પ્રવેશ કર્યો નથી.' આ સમાચાર સાંભળીને શીતલાચાર્યના હૈયે પ્રમોદભાવ ઉત્પન્ન થયો. એ રાતે ચારેય ભાણેજ-મુનિઓને શુભ ધ્યાન ધરતાં કેવળજ્ઞાન થયું. સવાર થઈ. સમય થઈ ગયો. છતાંય ભાણેજસાધુઓ આવ્યા નહીં, તેથી શીતલાચાર્ય પોતે જ તેમને મળવા ગયા. ભાણેજ સાધુઓએ મામા મહારાજને આવેલા જોયા પરંતુ તેમનું સ્વાગત ન કર્યું. શીતલાચાર્ય ઇરિયાવહી કરી. પછી રોષથી પૂછયું, “પ્રથમ કોને વંદન કરું? એકે કહ્યું, જેથી તમારી ઇચ્છા.” આ જવાબથી શીતલાચાર્યને ખોટું લાગ્યું. મનમાં ગુસ્સો પણ આવ્યો, કે કેવા અવિનયી અને ઉદ્ધત છે આ બધા? એક તો મારો વિનય ન સાચવ્યો અને ઉપરથી કહે છે કે જેવી Page #336 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૧૯. તમારી ઈચ્છા. એમ છતાંય તેમણે રોષથી ચારેને વંદન કર્યું. વંદનવિધિ બાદ એક કેવળી ભગવતે શીતલાચાર્યને કહ્યું, “તમે દ્રવ્યવંદન કર્યું છે. કષાયદેડની વૃદ્ધિથી વંદન કર્યું છે, માટે હવે ભાવથી વંદન કરો.” શીતલાચાર્યે તરત જ કહ્યું, મેં દ્રવ્યવંદન કર્યું અને ભાવવંદન નથી કર્યું તે તમે શી રીતે જાણું? અને મને કષાયદંડની વૃદ્ધિ થઈ છે તે તમને કેવી રીતે ખબર પડી? શું તમને કંઈ અતિશય જ્ઞાન થયું છે? કેવળીએ ‘હા’ કહી. શીતલાચાર્યે પુનઃ પૂછ્યું, “છાઘસ્થિક જ્ઞાન કે કેવળ જ્ઞાન? કેવળીએ કહ્યું, “સાદિ - અનંત કેવળજ્ઞાન.” આ જાણીને આચાર્યનું અંતર પસ્તાવાથી રડી ઊઠ્યું, “અરેરે! મેં કેવળી ભગવંતની આશાતના કરી? મેં ઘણું જ ખોટું કર્યું!' અને સંવેગ પામી ભાવવંદના કરતાં કરતાં કષાયદંડકથી તે પાછા ફર્યા. પછી અપૂર્વકરણ ગુણસ્થાનકમાં પ્રવેશ કર્યો. ત્યાંથી ઉત્તરોત્તર વિકાસ કરી ક્ષેપક શ્રેણીએ પહોંચતાં તેમને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. શીતલાચાર્યનું દૃષ્ટાંત વાંચીને અને સમજીને અંતરના શુદ્ધ અને શુભ ભાવથી ગુરુવંદન કરવું જોઈએ, દ્રવ્યવંદન નહિ. અંતરના પરિપૂર્ણ ભાવપૂર્વક કરેલું વંદન જ ફળ આપે છે તેથી ભાવપૂર્વક જ ગુરુને વંદન કરવું. પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાં વધુ છે, કેમ કે રત્ન બહારની ચમક બતાવે છે, જ્યારે સારાં પુસ્તકો અંતઃકરણને ઉજવળ કરે છે. - મહાત્મા ગાંધીજી ૧: જતું રહે એવું જ્ઞાન ૨. કદી ન જાય તેવું જ્ઞાન Page #337 -------------------------------------------------------------------------- ________________ [૨] પૃથ્વીપાળ રાજા યાને સુનંદ ક્ષિતિપ્રતિષ્ઠ નગરના રાજા પૃથ્વપાળે મોરનો શિકાર કરવા બાણ છોડ્યું. બાણ વાગતાં જ ઝાડ ઉપર બેઠેલો મોર એક ચીસ સાથે ભોંય પર પડ્યો. તીર શરીરમાં ખૂંપેલું હતું પરંતુ પ્રાણ હજુ નહોતો ગયો. તીરના ઘાથી મોર જીવન અને મરણ વચ્ચે તરફડિયાં ખાતો હતો. તેના ગળામાંથી દર્દ ટપકતું હતું. મોરના મૃત્યુની કારમી વેદના જોઈ પૃથ્વીપાળના હૈયે કરુણા ફૂટી. “અરેરે! મેં આ કેવું દુષ્કૃત્ય કર્યું? આ નિર્દોષ જીવને મેં નાહક તીરથી વીંધી નાખ્યો. આવી જ રીતે મારાથી કોઈ વધુ બળવાન માણસ કે પશુ મને વીંધી નાખે કે ફાડી નાખે તો મારી હાલત પણ આ મોર જેવી જ થાય ને? ખરેખર મને ધિક્કાર છે! મને આ રીતે કોઈનો જીવ લેવાનો કોઈ જ અધિકાર નથી.” રાજા મોર પાસે ગયો, તેણે હળવેથી મોરના દેહમાં ખૂંપેલું તીર ખેંચી કાઢ્યું અને લોહી બંધ કરવાનો પ્રયત્ન કર્યો. મોરને પંપાળી તેની ક્ષમા માગવા લાગ્યો. રાજાની સારવાર અને પ્રેમથી મોરને કંઈક શાતા વળી. તે શુભ ધ્યાન કરવા લાગ્યો. તેનું આયુષ્ય હવે પૂરું થયું હતું. થોડીક ક્ષણોમાં તેનો આત્મા દેહ છોડી ગયો અને ત્યાંથી તે વિશાળપુર નગરમાં મનુષ્ય ભવને પામ્યો. મોરના મડદાને ત્યાં જ રહેવા દઈ રાજા પૃથ્વીપાળ પાછો નગર તરફ આવવા નીકળ્યો. રસ્તામાં તેણે એક મુનિરાજને શિલા ઉપર બેઠેલા જોયા. રાજા તેમની પાસે ગયો. પ્રણામ કર્યા અને તેમની સામે બેઠો. મુનિએ તેને કહ્યું: જીવદયા એ ધર્મની જનેતા છે. આ જનેતાને દેવતાઓ પણ માને છે. આથી બુદ્ધિમાન ડાહ્યા જનો જીવદયાની વૈરિણી હિંસાનો આદર કરતા નથી.” મુનિના મુખેથી આ વાત સાંભળી રાજા વિચારમાં પડી ગયો, “શું Page #338 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૨૧ - - આ મુનિએ મેં મોરનો શિકાર કર્યો તે જોયું હશે? ન જોયું હોય તોપણ તેમણે આડકતરો નિર્દેશ તો કર્યો જ છે અને તેઓ કહે છે તે પણ બરાબર છે. જીવદયા ધર્મની માતા જ છે.” રાજાના અંતરના ભાવ જાણીને મુનિએ તેને વધુ ધર્મ-પ્રેરણા આપી. રાજાએ તરત જ તેમની પાસે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. શ્રાવક બની મહેલમાં પાછા ફરેલા રાજા પૃથ્વીપાળે જાળ, ધનુષ્યબાણ જેવાં જીવહિંસાનાં તમામ સાધનો બાળી નાખ્યાં. ઉપરાંત પર્વના દિવસોએ દળવું, ખાંડવું, ધોવું, પીસવું વગેરે બંધ કરાવ્યું. આમ અનેક રીતે શ્રાવક ધર્મનું પાલન કરતાં કરતાં રાજા મૃત્યુ પામીને વિશાળપુર નગરમાં સુનંદ નામે ખૂબ જ શ્રીમંત અને ધનાઢ્ય વેપારી થયો. મોરનો જીવ પણ વિશાળપુર નગરમાં જ મનુષ્યભવ પામ્યો હતો. તે રાજાનો સેવક હતો. આ સેવકે સુનંદ વેપારીને એક દિવસ જોયો. પૂર્વભવના સંસ્કારથી સનંદને જોતાં જ સેવકના મનમાં તેની હત્યા કરવાનો વિચાર આવ્યો, અને તે દિવસથી સેવક સુનંદની હત્યાની તક જોવા લાગ્યો. થોડા દિવસો બાદ સેવકે રાણીનો રત્નાહાર ચોરી લીધો. આ ચોરેલો હાર લઈ તે સુનંદ પાસે ગયો. અગાઉથી તેણે બધી પાકી માહિતી ભેગી કરી લીધી હતી. અને તે જ પ્રમાણે તે બધાં પગલાં ભરતો હતો, જેથી સુનંદની હત્યાનો આરોપ પોતાના માથે ન આવે અને હત્યા થઈ જાય. સુનંદે તે દિવસે પૌષધ લીધો હતો. પૌષધશાળામાં સુનંદ એકલો જ હતો અને આંખ બંધ કરી સ્થિર ચિત્ત અને સ્થિર શરીરે પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરતો હતો. સેવકે રાણીનો ચોરેલો હાર કાળજીપૂર્વક સુનંદના ગળે પહેરાવી દીધો. આ બાજુ રાણીને રત્નહાર ગુમ થયાની ખબર પડી. તેણે હાર માટે કાગારોળ કરી મૂકી. સેવકોએ મહેલનો ખૂણેખૂણો શોધી જોયો. ક્યાંય રત્નાહાર ન મળ્યો. રાજાએ તરત જ સેવકોને ઘરે ઘરમાં જડતી લેવા મોકલી દીધા. મયૂરના જીવવાળો સેવક અને બીજા સેવકો પણ રત્નાહારની શોધમાં નીકળ્યા. આ સેવક બીજા સેવકોની સાથે પૌષધશાળામાં આવ્યો. ત્યાં સૌએ સુનંદ શ્રાવકને ધ્યાનમાં ઊભેલો જોયો અને સાથોસાથ તેના ગળામાં પહેરેલો Page #339 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૨૨ રત્નહાર પણ જોયો. રાજસેવકો તેને બાંધીને રાજા પાસે લઈ આવ્યા. રાજાએ પૂછ્યું, ‘સુનંદ! રાણીનો રત્નહાર તારી પાસે કેવી રીતે આવ્યો?” સુનંદે આ કે બીજા કોઈ જ પ્રશ્નનો જવાબ ન આપ્યો. રાજાએ કોષાયમાન થઈ સુનંદનો વધ કરવાનો હુકમ કર્યો. બીજે દિવસે સુનંદને વધસ્થાને લઈ જવાયો. રાજાની આજ્ઞાથી મયૂરના જીવવાળો સેવક સુનંદનો વધ કરવા માટે ગયો. સુનંદનું માથું ધડથી જુદું કરવા તેણે જેવું ખડ્ગ ઉપાડ્યું કે તરત જ ખડ્ગના ટુકડે ટુકડા થઈ ગયા. બીજા સેવકોએ આવી બીજાં હથિયારોની સુનંદનો વધ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ એ બધાં જ હથિયારોની દશા પેલા ખડ્ગ જેવી થઈ, ઘા ઉગામતા જ તે દરેક શસ્રના ટુકડે ટુકડા થઈ જતા. સેવકોએ આ હકીકત તરત જ રાજાને જણાવી. રાજા દ્વેષરહિત થઈ તરત જ ત્યાં આવ્યા અને સુનંદને છોડી દેવાની આજ્ઞા આપી. મુક્તિ મળતાં સુનંદે પૌષધ પાર્યો અને પોતાના ઘરે ગયો. પરવારીને પાછો રાજા પાસે આવ્યો અને વિનયથી કહ્યું, ‘રાજન! હું શ્રાવક છું અમે શ્રાવકો કદી ચોરી નથી કરતા. પૂછ્યા વિના તણખલાને પણ હાથ નથી અડકાડતા. પૂર્વભવની પૂણ્યાઈના પ્રતાપે આવા તો ઘણા રત્નહાર મારા ભંડારમાં છે. આપને તે જોવા માટે હું અત્યારે નિમંત્રણ આપવા આવ્યો છું.’ રાજા સુનંદની સાથે ગયો. સુનંદનો ધનભંડાર જોઈ રાજા અજાયબી પામ્યો. રાણીના રત્નહારથી વધુ કીમતી હાર તેના ભંડારમાં પડ્યા હતા. છેવટે તેણે સુનંદને પૂછ્યું, ‘સુનંદ! તો પછી ગઈ કાલે રાતે તમને બાંધીને લાવ્યા અને મેં હાર વિષે પૂછ્યું ત્યારે તમે કેમ કંઈ જણાવ્યું નહીં?” સુનંદ કહે - ‘રાજ! ગઈ કાલે પર્વનો દિવસ હતો. પર્વના દિવસોએ હું પૌષધ કરું છું. પૌષધમાં કંઈ પણ સાવદ્ય આભૂષણ વગેરેની વાત કરી શકાય નહીં.' સુનંદનો આ નિયમ જાણી રાજાને તેના પ્રત્યે માન થયું, રાજાએ તેની ખૂબ જ પ્રશંસા કરી અને તે પોતાના મહેલમાં પાછો ફર્યો. સમય જતાં સુનંદે પોતાનો કારભાર પોતાના પુત્રને સોંપી દીધો અને પોતે દીક્ષા લઈ લીધી. કાળક્રમે તેને કેવળજ્ઞાન થયું. એક દિવસ વિહાર Page #340 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૨૩ કરતાં કરતાં તેઓ વિશાળપુર નગરીમાં પધાર્યા. પેલો મયુરનો જીવ સેવક તેમને જોઈ દુષ્ટ ધ્યાન ધરવા લાગ્યો. આ સમજી કેવળીએ તેને ઉદેશીને કહ્યું: “તું પૂર્વભવે મયૂર હતો અને મારા છોડેલા બાણથી તું મૃત્યુ પામ્યો હતો. હવે તું મનુષ્ય-ભવ પામ્યો છે, તો સંસારમાં રઝળાવતી દુષ્ટતાનો તું ત્યાગ કર.” આ સાંભળી સેવકને જાતિસ્મરણ-જ્ઞાન થયું અને નિખાલસપણે તેણે રત્નાહારની ચોરીની વાત બધાને જણાવી અને ખમાવીને પોતે દીક્ષા લીધી. વિશાળપુરના રાજાએ પણ ધર્મ અંગીકાર કર્યો અને પર્વતિથિએ પૌષધ કરવા લાગ્યો. આમ, જે ભવ્ય જીવો આનંદથી પૌષધવ્રતથી પર્વની આરાધના કરે છે અને અંતરમાંથી ધર્મપર્વોને ત્યજતા નથી તેઓ સર્વસંપત્તિ પામે છે. આવ્યો શરણે તમારા જિનવર! કરજો આશ પૂરી અમારી નાવ્યો ભવપાર મહારો તુમવિણ જગમાં સાર લે કોણ હારી ગાયો જિનરાજ આજે હરખ અધિકથી પરમ આનંદકારી પાયો તુમ દર્શનાએ ભવ ભવ ભ્રમણા નાથ! સર્વે અમારી ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિદેવા, સામું જુઓને સેવક જાણી, એવી ઉધ્યરત્નની વાણી Page #341 -------------------------------------------------------------------------- ________________ [૩] ધન સાર્થવાહ મહાવિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પ્રસન્નચંદ્ર નામે રાજા હતો. તે નગરમાં ધન નામે એક સાર્થવાહ રહેતો હતો. કોઈ માને નહિ એટલી લક્ષ્મી હતી. ઉપરાંત તેનામાં ગાંભીર્ય, ઔદાર્ય તથા ધર્મ વગેરે ગુણો હતા. તેની પાસે અન્નના ઢગલાની માફક રત્નોના ઢગલા હતા. ગુણોની ગુણો ભરાય એટલા દિવ્યવસ્ત્રોના ઢગલા હતા. જળજંતુઓથી જેમ સમુદ્ર શોભે તેમ ખચ્ચર, ઘોડા, ઊંટ વગેરે પ્રાણી-વાહનોથી તેનું ભવન શોભતું હતું. એક વખત તેણે ધંધાર્થે વસંતપુર જવા વિચાર્યું. તેણે પોતાના માણસો પાસે પડહ વગડાવીને એવી ઘોષણા કરાવી કે જેણે વસંતપુર આવવું હોય તે ધન સાર્થવાહની સાથે આવી શકે છે. જેની પાસે વાહન ન હોય તેને તે વાહન આપશે અને દરેક જાતની સહાય આપશે, ઉપરાંત બધી રીતે તેઓનું રક્ષણ કરશે. સારા મુહૂર્ત રથમાં બેસી તેણે પ્રસ્થાન આરંભ્ય. વસંતપુર જવાની ઇચ્છાવાળા સર્વે લોકો નગર બહાર નીકળ્યા. એ સમયે સાધુચર્યાથી અને ધર્મથી પૃથ્વીને પવિત્ર કરતા આચાર્યશ્રી ધર્મઘોષ સાર્થવાહ પાસે આવ્યા. સાર્થવાહે રથમાંથી ઊતરી તેમને વંદન કરી આગમનનું કારણ પૂછ્યું, એટલે અમે તમારી સાથે આવીશું” એમ આચાર્ય મહારાજે જણાવ્યું. આ સાંભળી સાર્થવાહે કહ્યું, “હે ભગવન્! આજે હું ધન્ય થયો કે આપ જેવા સાથે લઈ જવા લાયક મારી સાથે આવો છો.” પછી સાર્થવાહે ત્યાં જ પોતાના રસોયાને આજ્ઞા કરી કે “આચાર્યને માટે તમારે હંમેશાં અન્નપાનાદિક તૈયાર કરવું.” આ સાંભળી આચાર્યશ્રીએ કહ્યું, “સાધુઓને પોતાના માટે તૈયાર કરેલ આહાર ખપતો નથી. ઉપરાંત વાવ, કૂવા આદિનું પાણી અગ્નિથી અચેત થયેલું જ ખપે છે એવી જિનેન્દ્ર શાસનમાં આજ્ઞા કરેલી છે. આ વખતે કોઈ પુરુષે આવીને સુંદર વર્ણનાં પાકેલાં આમ્રફળ ભરેલો થાળ સાર્થવાહની પાસે મૂક્યો. ધન સાર્થવાહે ઘણા હર્ષવાળા મનથી આચાર્યને કહ્યું, “આપ આ - - - Page #342 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૩૨૫ ફળો ગ્રહણ કરીને મારા ઉપર અનુગ્રહ કરો.' આચાર્યે કહ્યું કે, ‘હે શ્રદ્ધાળુ ! આવા સચિત ફળને સ્પર્શ કરવો પણ મુનિને કલ્પે નહીં, તો તેનું ભોજન કરવું તો કેમ જ કલ્પે?” સાર્થવાહે કહ્યું, ‘અહો! તમે તો કોઈ મહાદુષ્કર વ્રતને ધારણ કરનારા છો. આવા વ્રતો પ્રમાદી પુરુષ એક દિવસ પણ ધારણ કરી શકે નહીં. તથાપિ આપ સાથે ચાલો. જેવું આપને કલ્પતું હશે તેવું અન્નાદિક હું આપને આપીશ.' આમ કહી નમસ્કાર કરી સાર્થવાહ પોતાના આવાસ પ્રત્યે ગયો. તેની પછવાડે જ બે સાધુઓ વહોરવા માટે ગયા. પણ દૈવયોગે તેના આવાસમાં સાધુઓને વહોરાવવા યોગ્ય કાંઈ પણ અન્નપાનાદિક તે સમયે હતું નહીં. સાર્થવાહે આમતેમ જોવા માંડ્યું. તેવામાં તાજા ભૃતથી ભરેલો ઘડો તેના જોવામાં આવ્યો. તે જોઈ તેણે કહ્યું, ‘આ તમારે કલ્પેશે?’ એટલે સાધુએ ‘ઇચ્છું છું' એમ કહી પાત્ર ધર્યું. પછી ‘હું ધન્ય બન્યો, હું કૃતાર્થ થયો, હું પુણ્યવંત થયો.’ એવું ચિંતવન કરવા સાથે રોમાંચિત થયેલા દેહવાળા એવા સાર્થવાહે સાધુને સ્વહસ્તે ધૃત વહોરાવ્યું. જાણે આનંદાશ્રુ વડે કરીને પુણ્યાંકુરને ઉત્પન્ન કરતો હોય તેવા તે સાર્થવાહે ધૃતદાન કર્યા પછી તે બે મુનિઓને વંદના કરી, એટલે તે મુનિઓ કલ્યાણની સિદ્ધિમાં સિદ્ધમંત્ર જેવો ધર્મલાભ” આપી નિજાશ્રમ પ્રત્યે ગયા. સાર્થવાહને એ દાનના પ્રભાવથી મોક્ષવૃક્ષના બીજરૂપ અને દુર્લભ એવું બોધીબીજ પ્રાપ્ત થયું. રાત્રે ફરીને સાર્થવાહ મુનિઓના આશ્રમમાં ગયો. ત્યાં આજ્ઞા માગી, ગુરુમહારાજને વંદન કરીને બેઠો એટલે ધર્મઘોષસૂરિએ તેને મેઘના જેવી ગિરાથી શ્રુત કેવળીના જેવી નીચે પ્રમાણે દેશના આપી : ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, સ્વર્ગ અને મોક્ષને આપનાર છે અને સંસારરૂપી વનનું ઉલ્લંઘન કરવામાં માર્ગદર્શક છે. ધર્મ માતાની માફક પોષણ કરે છે, પિતાની પેઠે રક્ષણ કરે છે, મિત્રની જેમ પ્રસન્ન કરે છે, બંધુની પેઠે સ્નેહ રાખે છે, ગુરુની પેઠે ઉજ્જવળ ગુણોને વિષે ઉચ્ચપણે આરૂઢ કરે છે. જીવ ધર્મથી રાજા થાય છે, ધર્મથી ચક્રવર્તી થાય છે, ધર્મથી દેવ અને ઇન્દ્ર થાય છે અને ધર્મથી તીર્થંકર પદને પણ પ્રાપ્ત કરે છે. જગતમાં ધર્મથી સર્વપ્રકારની સિદ્ધિ થાય છે. ધર્મ-દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારનો ૧. ધી Page #343 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩ર૬ છે. તેમાં જે દાનધર્મ છે તે જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહદાન એવા નામથી ત્રણ પ્રકારે કહ્યો છે. ધર્મને નહી જાણનારા પુરુષોને વાચના અને દેશનાદિકનું દાન આપવું અથવા જ્ઞાનનાં સાધનોનું દાન આપવું એ જ્ઞાનદાન કહેવાય છે. જ્ઞાનદાન વડે પ્રાણી પોતાનું હિતાહિત જાણે છે અને તેથી જીવાદિ તત્ત્વોને જાણી વિરતિને પ્રાપ્ત કરે છે. વળી જ્ઞાનદાનથી પ્રાણી ઉજવળ કેવળજ્ઞાન પામી મોક્ષ પદને પામે છે. “મન, વચન અને કાયાએ કરીને જીવનો વધ કરવો નહીં, કરાવવો નહીં એ અભયદાન કહેવાય છે. અભયદાન દેવાથી મનુષ્ય પરભવે મનોહર શરીરવાળો, દીર્ધાયુષી, આરોગ્યવંત, રૂપવંત, લાવણ્યવાન તથા શક્તિમાન થાય છે. - “સ્થૂળ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ અણુવ્રત જિનેશ્વરે કહ્યાં છે. દિગુવિરતિ, ભોગપભોગવિરતિ અને અનર્થદંડવિરતિ એ ત્રણ ગુણવ્રત કહેવાય છે અને સામાયિક, દેશાવગાશિક, પૌષધ તથા અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રત કહેવાય છે. સ્થાવર અને ત્રસ્ત જીવોની હિંસાદિકનું સર્વથા વર્જવું એ સર્વવિરતિ કહેવાય છે અને તે સિદ્ધિરૂપી મહેલ પર ચડવાની નિસરણી છે. જે કર્મને તપાવે તે તપ કહેવાય છે. તેના બાહ્ય અને અત્યંતર એવા બે ભેદ છે. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સલીનતા એ છ પ્રકારનાં બાહ્ય તપ કહેવાય છે તથા પ્રાયશ્ચિત્ત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ અને શુભધ્યાન એ છ પ્રકારનાં અધ્યેતર તપ કહેવાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીના ધારણ કરનારને વિષે અદ્વિતીય ભક્તિ, તેના કાર્યને કરવું, શુભની જ ચિંતા કરવી અને સંસારની નિંદા કરવી એ ભાવના કહેવાય છે. ઉપર્યુક્ત ચાર પ્રકારનો ધર્મ અપાર ફળ (મોક્ષફળ)ને આપવામાં સાધનરૂપ છે, તેથી ભવભ્રમણાથી ભય પામેલા મનુષ્યોએ સાવધાન થઈને તે સાધવા યોગ્ય છે.” ઉપર પ્રમાણે દેશના સાંભળી ધનશેઠે કહ્યું, “સ્વામિન્! આ ધર્મ ઘણે Page #344 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા - ૩ર૦ કાળે મારા સાંભળવામાં આજે આવ્યો છે. આટલા દિવસ સુધી હું મારા કર્મથી ઠગાયો છું.” આ પ્રમાણે કહી ગુરુનાં ચરણકમળને તથા બીજા મુનિઓને વંદન કરી પોતાના આત્માને ધન્ય માનતો તે પોતાના નિવાસસ્થાને ગયો. સાર્થવાહે તે રાત્રિ પસાર કરી. સવાર થતાં મંગળ ધ્વનિ સાંભળતાં તે જાગી ગયો અને આગળ પ્રસ્થાન કરવા તૈયાર થયો. થોડા દિવસોના પ્રસ્થાન પછી બધા વસંતપુર પહોંચી ગયા ત્યાં ધનશેઠે કેટલોક માલ વેચ્યો અને ત્યાંથી કેટલોક નવો માલ ખરીદ કર્યો. દ્રવ્યાદિકથી ભરપૂર થઈ ધનશેઠ પુનઃ ક્ષિતિપ્રતિષ્ઠિત પુરે આવ્યો. કેટલાક કાળે આયુષ્ય પૂર્ણ થતાં તે કાળધર્મ પામ્યો. મુનિદાનના પ્રભાવથી તે જ્યાં સર્વદા એકાંત સુસમ નામનો આરો વર્તે છે એવા ઉત્તર કુરુક્ષેત્રમાં સીતા નદીના ઉત્તર તટ તરફ યુગલિયા તરીકે ઉત્પન્ન થયો. ત્યાં યુગલિયાનું આયુષ્ય પૂર્ણ કરી તે ધનશેઠનો જીવ પૂર્વજન્મના દાનના ધર્મથી સૌધર્મ દેવલોકમાં દેવતા થયો. કાળે કરી ધન સાર્થવાહનો જીવ તેરમા ભવે મરુદેવા માતાની કુક્ષીએ જન્મી ચાલુ ચોવીસીમાં પહેલા તીર્થકર ઋષભદેવ થયા. ભલું થયું ને ભલું થયું ને અમે જિનગુણ ગાયા, રસનાનો રસ પીધો રે રાવણરાયે નાટક કીધું, અષ્ટાપદગિરિ ઉપર રે ભલું થૈયા થૈયા નાચ કરતા તીર્થંકર પદ બાંધ્યું રે ભલું થાળ ભરી મોતીડે વધાવો, પ્રભુજીને ફૂલડે વધાવો રે ભલું. દેવચંદ્ર કહે મારા મનનાં, સકળ મનોરથ સિદ્ધારે. ભલું એ પૂજા જે ભણે ભણાવે, તસ ઘર મંગળ હોજો રે. ભલું Page #345 -------------------------------------------------------------------------- ________________ [૪] રુદ્રસૂરિ આચાર્ય પૂર્વકાળમાં સુશોભિત દેહવાળા, જ્ઞાની, સેંકડો સાધુઓના પરિવારવાળા તથા સાધુના પાંચે આચાર પાળવામાં ઉત્કૃષ્ટ રુદ્રસૂરિ નામના આચાર્ય મહારાજ થઈ ગયા. તેમના ગચ્છમાં ચાર સાધુઓ બહુ પ્રખ્યાત હતા : બંધુદત્ત, પ્રભાકર, સોમિલ અને કાલિક. તે ચારમાં પહેલા બંધુદત્ત નામના મુનિ વાદલબ્ધિમાં બહુ હોશિયાર હતા. પોતાના તથા પરદર્શનના અભ્યાસી તે મુનિરાજ વિકટ તર્કને ઉકેલી શકવાની પોતાની અસાધારણ શક્તિથી બધા વાદીઓને હરાવી દેતા હતા. તેમને માટે પંડિત લોકો કલ્પના કરતા કે “તે મુનિથી વાદમાં જિતાવાથી જ મનથી હલકા બનેલા ગુરુ તથા ભાર્ગવ (શુક્ર) પ્રહરૂપે જાણે આકાશમાં ફરે છે.” તે મુનિ દોષરહિત તથા અલંકારયુક્ત ગદ્ય તથા પદ્ય લખવામાં કવિત્વ-શક્તિવાળા હતા. શબ્દનો ઉચ્ચાર કરવામાં તેમનો એવો અદ્ભુત કાબૂ હતો કે “પ” વર્ગ તથા “ત” વર્ગનો એક પણ શબ્દ ન આવે તે રીતે હોઠને તેમ જ દાંતને જીભ અડાડ્યા સિવાય પ્રતિવાદી સાથે વાદ કરતા એક વર્ષ સુધી પણ હારતા નહિ. બીજા મહાતપસ્વી માસક્ષમણ વગેરે દુષ્કર તપ કરવાવાળા પ્રભાકર નામના મુનિ હતા. તે મુનિરાજ રત્નાવલી, મુક્તાવલી, લઘુ અને બૃહસિંહ નિષ્ક્રીડિત, આચામ્ય વર્ધમાન, ભદ્ર, મહાભદ્ર વગેરે ભિક્ષપ્રતિમાદિ તપશ્ચર્યાઓ અનેક વખત કરી ચૂક્યા હતા. આ પ્રમાણે તે શાસનનો ઉદ્યોત કરવાવાળા મહાન તપસ્વી હતા. ત્રીજા સોમિલ નામના મુનિ નિમિત્ત કહેવામાં સર્વથી કુશળ હતા. તે નિમિત્તશાસ્ત્રનાં આઠે અંગો, હાથની ત્રણ રેખાની જેમ ભૂત, વર્તમાન તથા ભવિષ્યની વાતોને કહી શકતા હતા. તે સોમિલ મુનિ આઠ અંગોમાં ૧. પાંચ આચાર = ૧. જ્ઞાનાચાર ર. દર્શનાચાર ૩. ચારિત્રાચાર ૪. તપાચાર ૫. વીર્યાચાર ૨. ઉત્કૃષ્ટ = સર્વથી અધિક Page #346 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા - ૩૨૯ અંતરિક્ષવિદ્યામાં - આકાશમાં દેખાતી શુભ કે અશુભને સૂચવનારી ચેષ્ટાઓ સંબંધી, ભૂમિવિદ્યામાં પૃથ્વીકંપ વગેરે ક્યારે થશે તે તથા અંગવિદ્યામાં ડાબીજમણી આંખ ફરકવાના ફાયદા અથવા નુકસાન, સ્વરોદયમાં સૂર્યનાડી કે ચંદ્રનાડી વહેવાની શી અસર થશે, સામુદ્રિક વિદ્યામાં પુરુષ-સ્ત્રીનાં સારાંખરાબ લક્ષણો સંબંધી અને સ્વપ્ન શાસ્ત્રમાં શુભ-અશુભ સ્વપ્ન સંબંધી જ્ઞાનવાળા હતા. આ પ્રમાણે નિમિત્તશાસ્ત્રમાં તેમનું કથન યથાર્થ સત્ય પડતું; જેથી રાજા, મંત્રી ઈત્યાદિ સર્વને તેઓ પ્રતિબોધ આપી ધર્મ પમાડતા અને બોધ કરી શકતા હતા. ચોથા કાલિક નામના મુનિ હતા. તેમણે દુષ્કર ધર્મકૃત્યો કરીને ત્રણે જગત માટે કાંટા સમાન પ્રમાદરૂપી ચોરને વશ કર્યો હતો. ઈર્ષા સમિતિથી આગળની ભૂમિને જોઈને ઉપયોગપૂર્વક, જાણે કે નરકના જીવોને ઉદ્ધાર કરવાની ચિંતાવાળા હોય તેમ નીચું મોઢું રાખીને ધીમે ધીમે ચાલતા હતા. બહુકાળ પર્યત વિનયની સાથે મુખપાઠ કરેલ વિદ્યા વહી જવાની જાણે બીક લાગતી હોય તેમ મોટું ઉઘાડીને બોલતા જ નહીં. તેઓ ભાષા સમિતિનો ઉપયોગ રાખતા. ભિક્ષાચર્યામાં દોષ લગાડતા નહીં. પાત્રા આદિ પૂજ્યાપ્રમાયા સિવાય લેતા કે મૂકતા નહીં. ધ્યાન રાખીને નિર્જીવ પવિત્ર ભૂમિ ઉપર તેઓ મળ-મૂત્રને પરઠવતા. જિનેશ્વરની આજ્ઞાથી અધિત સત્ય વચન જ તેઓ બોલતા અને સમ્યકશાસ્ત્રને અનુકૂળ મનોયોગપૂર્વક સર્વ આચારો તેઓ આચરતા. આમ પવિત્રતાના નિધાન જેવા તે મુનિ સર્વને પ્રશંસા કરવાને યોગ્ય હતા. પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિરૂપી આઠ પ્રવચનમાતાઓની તેઓ હંમેશાં આરાધના કરતા. ગુણ પારખી શકનાર ગુણાનુરાગી મનુષ્યો આ બધા મુનિવરોનાં પૂજાસત્કાર જ્યારે વિશેષ કરવા લાગ્યા ત્યારે તેઓને મળતાં આદરસત્કાર જોઈ નહિ શકવાથી રુદ્રાચાર્ય હૃદયમાં બળવા લાગ્યા. ઈર્ષાળુ માણસો કોઈને ૧. મન ગુપ્તિ = આર્ત કે રૌદ્ર ધ્યાનથી મનને અટકાવવું તે ૨. વચન ગુપ્તિ = સાવધ્ય વચન ન બોલવું તે ૩. કાય ગુપ્તિ = જગ્યાને પુંજી પ્રમાર્જીને ઊઠવું બેસવું તે. Page #347 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૩૦ ડેનોએ તેમના રિજની પાસે જ ફરક શ્રી સંઘ પણ ગુણોથી પૂજાતા તથા પ્રભાવ ફેલાવતા જોઈ શકતા નથી, ઊલટું તેનું અશુભ કરવાનો જ વિચાર કરે છે. આ મુનિઓ તો પોતાના જ શિષ્યો હતા. એમના સત્કારથી કે એમની પ્રસિદ્ધિથી તો આચાર્ય મહારાજને આનંદ થવો જોઈએ. પરંતુ સ્વભાવનું ઔષધ નથી. એક વખત પાટલીપુત્ર નગરમાં ભિદુર નામનો એક વાદી આવ્યો, જે દર્શનશાસ્ત્રમાં નિપુણ હતો. તેનું નામ ભિદુર હતું. તેને જૈન મુનિઓને પણ વાદમાં જીતવાની ઈચ્છા હતી. તેની સાથે વાદ કરી બંધુદત્ત મુનિએ બિંદુરને હરાવ્યો. તેને હરાવી બંધુદત્ત મુનિ ખૂબ મહોત્સવપૂર્વક શ્રી સંઘની સાથે પોતાના ગુરુદેવ આચાર્યશ્રી રુદ્રદત્તસૂરિજીની પાસે આવ્યા. ઉપાશ્રયમાં દાખલ થતાં જ બધાં ભાઈબહેનોએ તેમની પ્રશંસા કરવા માંડી. સૌએ તેમના વિજયનો ઉદ્ઘોષ કર્યો. આવાં વાક્યો સાંભળીને, કુશળ હોવા છતાં પણ તેમના ગુરુ રુદ્રદત્તસૂરિના કાનમાં જાણે શલ્ય ઘૂસતું હોય તેમ થયું અને તેમના મોઢા ઉપર રોષની છાયા ફરી વળી. સંઘ સહિત બંધુદત્ત મુનિએ ગુરુને વંદન તથા સ્તુતિ કર્યા, છતાં રુદ્રાચાર્ય ઈર્ષ્યાથી કાંઈ બોલ્યા જ નહિ. બંધુદત્તના ગુણની પ્રશંસા કરવાનું તો દૂર રહ્યું, પણ શું બન્યું તે અંગે પણ કંઈ પૃચ્છા કરી નહીં. મોટા મોટા માણસો પણ ઈર્ષ્યા આવતાં વિવેકશૂન્ય બની જાય છે. મોટા મોટા જ્ઞાનીઓ પણ જેને વશ થતાં પલટાઈ જાય છે તેવા કષાયોને ધિક્કાર હો! આ પ્રમાણે, ગુરુની ઉપેક્ષા તથા દુર્ભાવથી પઠન-પાઠન આદિ જ્ઞાન ઉપરથી બંધુદત મુનિનું ચિત્ત ખસવા લાગ્યું. તેમણે લગભગ જ્ઞાનાદિનો અભ્યાસ એવી રીતે છોડી દીધો કે ક્રમે ક્રમે વિદ્યાના અભ્યાસ વિના તેઓ જડ જેવા બની ગયા. પાણી ન પાવાથી નાના બાગમાંથી જેમ પાંદડાં, ફળ અને ફૂલોનો નાશ થઈ જાય છે તેમ ગુરુ તરફના ઉત્સાહરૂપી જળના સિંચન વિના બંધુદત મુનિનાં જ્ઞાનરૂપી પુષ્પો સુકાઈને ખરી જવા લાગ્યાં. જ્ઞાન અને ક્રિયા બંનેમાં તેઓ શિથિલ થઈ ગયા. એ સમયે સાકેતપુર નામના નગરમાં નિષ્કપ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે દયાહીન, કૃપણ તથા ક્રૂર હતો. તે પાપ કરવામાં પાછું વાળી જોતો ન હતો. શિકાર વગેરે રૂપે હિંસા કરતો, જૂઠું બોલતો, ચોરી Page #348 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૩૧ કરતો અને વ્યભિચાર વગેરે સર્વ મોટાં પાપો તે આચરતો. ભ્રષ્ટ બુદ્ધિવાળો તે રાજા પુરોહિતની પાસે જુદી જુદી જાતના યજ્ઞ કરાવતો અને બ્રાહ્મણોને વિના સંકોચે સોનું, જમીન, મીઠું, તલ વગેરેનું તે દાન કરતો. દયાહીન અને અધર્મી રાજા જૈન મુનિઓને અનેક પ્રકારની પીડા કરતો. આ કારણોથી જૈન મુનિઓ સાકેતપુર નગરમાં આવતા ન હતા. આવી સાકેતપુરની વાત સાંભળીને નિમિત્તજ્ઞાનમાં કુશળ સોમિલ મુનિ પોતાના ગુરુમહારાજ રુદ્રદત્તસૂરીશ્વરજીને કહેવા લાગ્યા કે “ભગવાન! જો આપ આજ્ઞા આપો તો હું નિમિત્તશાસ્ત્રની કળાથી સાકેતપુરના રાજાને બોધ કરવા પ્રયત્ન કરું.” ગુરુએ તે દુષ્ટ રાજાને બોધ આપવા માટે જવાની તેમને આજ્ઞા આપી. દયાના સમુદ્ર તે સોમિલ મુનિ સાકેતપુર જઈને મુખ્ય મંત્રીને ઘેર વસતિ યાચીને રહ્યા. તે જ દિવસે પોતે કરાવેલા નવા આવાસમાં બ્રાહ્મણોએ બતાવેલા મુહૂર્ત રાજા ગૃહપ્રવેશની સર્વ તૈયારી કરાવતો હતો. નિમિત્તશાસ્ત્રમાં કુશળ સોમિલ મુનિએ પોતાના જ્ઞાનથી ભવિષ્યમાં થનારો અનર્થ જાણીને તે રાજાના મંત્રીને કહ્યું, “મંત્રીશ્વર! તમારા રાજાને તે ગૃહમાં પ્રવેશ કરતા અટકાવો, કારણ કે અકાળે વીજળી પડવાથી તે મહેલ પડી જવાનો છે. આજે રાત્રે વીજળી પડશે અને તેનું નિવારણ કોઈથી શકે તેમ નથી. બનનાર વસ્તુને કોઈ રોકી શકે તેમ નથી. આ અંગે વધારે ખાતરી કરવી હોય તો ગઈ રાત્રિએ રાજાએ સ્વપ્નમાં મૂર્તિમંત કાળ જેવો સર્પ જોયો હતો તે વિશે રાજાને પૂછીને ખાતરી કરજો અને હું જે કહું છું તે સત્ય માનીને તમને જે કલ્યાણકારી જણાય તે તમે કરજો.” મંત્રીએ રાજસભામાં આવી રાજાને સર્વ હકીકત જણાવી. રાજા પણ આશ્ચર્યચકિત થઈ વિચારવા લાગ્યો : “અહો! આ મુનિનું કેવું અદ્ભુત જ્ઞાની રાત્રિનાં મેં જોયેલું સ્વપ્ન તેમણે કઈ રીતે જાણ્યું? એ વાત સાચી છે, તેથી આજે વીજળી પડવાની વાત પણ ચોક્કસ સત્ય જ હોવી જોઈએ. માટે નવા મહેલમાં હું આજે તો પ્રવેશ નહિ જ કરું.' નિમિત્ત પ્રમાણે તે રાત્રિએ વીજળી પડવાથી રાજાએ કરાવેલો નવો Page #349 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૩૨ મહેલ પડી ગયો. મુનિના જ્ઞાન માટે રાજાને મુનિ પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થયો. તેને પ્રતીતિ થઈ કે જૈનધર્મના ત્યાગી મુનિવર્ય સિવાય અન્ય કોઈને આવું યથાર્થ જ્ઞાન હોતું નથી. બીજા દિવસે તે રાજાએ સોમિલ મુનિને બોલાવ્યા અને પોતાના મસ્તકનો મુકુટ ભોંય પર લગાડીને શુદ્ધ મન, વચન તથા કાયાથી નમસ્કાર કરી મુનિએ બતાવેલા જૈન ધર્મનો સ્વીકાર કર્યો. ત્યારથી તે રાજા અરિહંત ધર્મનો આરાધક બન્યો. ધર્મ પસાયે તેની ભારે ઉન્નતિ થઈ. ગામના પણ ઘણા લોકોએ મિથ્યાત્વનો ત્યાગ કર્યો અને જૈન ધર્મ સ્વીકાર્યો. ત્યારબાદ રાજાએ શાસનની ઉન્નતિ કરવા તથા પોતાની ભક્તિ પ્રદર્શિત કરવા સોમિલ મુનિને ખૂબ જ આદરપૂર્વક મંત્રીઓ, અધિકારીઓ ઇત્યાદિ સહિત પોતાના ગુરુદેવની સેવા માટે વિહાર કરાવ્યો. તેઓ ક્રમે વિહાર કરતા કરતા આચાર્ય મહારાજ પાસે પહોંચ્યા. પહોંચતાં જ સોમિલ મુનિ તથા સાથે આવેલ સર્વેએ ગુરુ રુદ્રસૂરિને વિધિપૂર્વક વંદન કર્યું તથા સાથે આવેલ મંત્રી વગેરેએ તે આચાર્ય મહારાજની નવે અંગે પૂજા કરી. બધા લોકો બહુમાનપૂર્વક સોમિલ મુનિની પ્રશંસા કરવા લાગ્યા. ફરી ફરી થતી સોમિલ મુનિની પ્રશંસાની વાતો સાંભળીને આચાર્ય મહારાજના હૃદયમાં ઈર્ષ્યાનો અગ્નિ બળવા લાગ્યો. પરંતુ લોકલજ્જાને લીધે તેઓ કાંઈ બોલી શક્યા નહીં. પણ જેમ જેમ સોમિલ મુનિએ કરેલી શાસનઉન્નતિની વાતો તેઓ સાંભળતા ગયા તેમ તેમ ઝાકળથી કરમાયેલા કમળની માફક તેમનું મોઢું પડી જવા લાગ્યું. મનમાં રોષાગ્નિથી બળતા તેમણે સુખશાતાના સમાચાર પણ સોમિલ મુનિને પૂછ્યા નહિ. આથી સોમિલ મુનિનો ઉત્સાહ મંદ થયો. એ રીતે પ્રભાકર મુનિ આદિ ગચ્છના સારા સારા સાધુઓ પોતાના આચાર્ય મહારાજ રુદ્રાચાર્યની ઈર્ષ્યા તથા ઉપેક્ષાના કારણે પોતે સમર્થ છતાં યોગ્ય પ્રોત્સાહનના અભાવે ઉત્સાહ ઠરી જવાથી પોતપોતાના ગુણોમાં શિથિલ થવા લાગ્યા. આ બાજુ રુદ્રાચાર્ય ગુણદ્વેષના કરેલ પાપથી તથા પાછળથી તે પાપનું પ્રાયશ્ચિત્ત ન કરવાથી ત્યાંથી મરીને દેવજાતિમાં ચાંડાળનું કામ કરનારા કિલ્વિ Page #350 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનનાં ચમકતા સિતારા ૦ ૩૩૩ જાતિના કુળમાં ઉત્પન્ન થયા. હલકી જાતિ તથા લાંબા આયુષ્યને લીધે અપમાનાદિ પુષ્કળ સહન કરતા તેઓ ત્યાંથી અવીને એક બ્રાહ્મણને ઘેર જન્મથી મૂગા પુત્રરૂપે ઉત્પન્ન થયા. પૂર્વના પાપના ઉદયથી રોગથી ભરેલા, દરિદ્રી અને અનેક દુઃખોથી વિટંબણા ભોગવીને તેઓએ ત્યાંથી મરીને અનેક ભવોમાં પરિભ્રમણ કર્યું. આ કથા આપણને સમજાવે છે કે આપણે ગુણોના અનુરાગી બનવું જોઈએ, કોઈના ગુણ જોઈ-સાંભળી તેના દ્વેષી બનીએ તો ભયંકર પાપમાં પડીએ છીએ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અમૃતવેલની સઝાયમાં જણાવે છે : થોડલો પણ ગુણ પર તણો સાંભળી હર્ષ મન આણે રે. દોષ લવ પણ નિજ દેખતાં નિરગુણ નિજાતમાં જાણ રે.” આ પ્રમાણે અન્ય ગુણીજનોનો નાનો પણ ગુણ જોઈ હર્ષિત થવું જોઈએ અને પોતાનો અલ્પ પણ દોષ જોઈને પોતાને અવગુણી માનવો જોઈએ. સૌનું કરો કલ્યાણ સૌનું કરો કલ્યાણ દયાળુ (૨) નરનારી પશુ પક્ષીની સાથે (૨) જીવજંતુનું તમામ દયાળુ પ્રભુ સૌનું.... દુનિયામાં દર્દ દુકાળ પડે નહી (૨) લડે નહી કોઈ ગામ દયાળુ પ્રભુ સૌનું... કોઈ કોઈનું બૂરુ ન ઇચ્છે (૨) સૌનું ઇચ્છે સૌ સમાન. દયાળુ પ્રભુ સૌનું. પોતપોતાના ધર્મ પ્રમાણે (૨) સર્વ ભજો ભગવાન. દયાળુ પ્રભુ સૌનું... Page #351 -------------------------------------------------------------------------- ________________ [૫] શ્રી ભોમિયાજી મહારાજ ભગવાન પાર્શ્વનાથના સમયની વાત છે. એ વખતે બનારસ રાજ્યમાં ચંદ્રશેખર નામના રાજા હતા. રાજા ક્ષત્રિય હતા. તેમને ધર્મ પ્રત્યે અપ્રતિમ શ્રદ્ધા હતી. રાજાને સમેતશિખરજીનો સંઘ કાઢવાની ઈચ્છા થઈ. બધી તૈયારી કરી તેમણે છરી પાળતો સંઘ કાઢ્યો. વ્રતપાલન, રાત્રિભોજન ત્યાગ, ભૂમિ શયન, દિલ યાત્રા, બ્રહ્મચર્યપાલન, અણગળેલું પાણી ન પીવું અને ઉભયકાળ ધાર્મિક અનુષ્ઠાન-પ્રતિક્રમણનું પાલન સંઘમાં આવનારાઓએ પાળવાનાં હતાં. પદ- યાત્રા કરતો સંઘ નિમિયાઘાટ પહોંચ્યો. ત્યાં રાજા ચંદ્રશેખરને કાળો વર થયો. વૈદોએ પૂરતી દવા કરી પણ જવર કાબૂમાં ન આવ્યો. પોતે આમાંથી નહીં બચી શકે તેમ રાજાને સમજાઈ ગયું. એટેલે બે હાથ જોડી, આચાર્ય મહારાજ કે જેઓ સંઘ સાથે હતા તેમને વિનંતી કરી પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું અને સર્વ આહારનો ત્યાગ કરી અનશન વ્રત અંગીકાર કર્યું. સંથારા પચ્છખાણ કર્યું. આચાર્ય મહારાજે રાજાને જણાવ્યું કે “તારો આત્મા જરૂર દેવલોકમાં જશે. પણ દેવલોકમાં જઈ તારું જીવન નાટકચેટક તથા ભોગવિલાસમાં વ્યતીત ન કરતાં શાસનસેવામાં અને તીર્થરક્ષામાં વાપરજે.” રાજાએ વચન આપ્યું કે “હું જરૂર એમ જ કરીશ.' આયુષ્ય પૂર્ણ થતાં ચંદ્રશેખર રાજાના દેહનું અવસાન થયું. તેમના આત્માએ દેવલોકમાં જન્મ લીધો. દેવદેવીઓએ જન્મમહોત્સવ ઊજવ્યો. એક દેવીએ એ દેવને પૂછ્યું, “ગયા ભવમાં તમે કયું પુણ્ય કર્યું હતું, જેથી તમે દેવલોકમાં જન્મ લીધો?” દેવ થયેલ રાજાએ પોતાના જ્ઞાનથી પૂર્વભવ જોયો તો તેમને સમજાયું કે પોતે ચંદ્રશેખર નામના રાજા હતા અને સંઘ સાથે જાત્રા કરતાં પોતાનું નિમિયાઘાટમાં અવસાન થયેલું. અવસાન વખતે તેમણે આચાર્ય મહારાજને વચન આપેલું તેનું તેમને સ્મરણ થયું. દેવાત્મા તે આચાર્ય મહારાજના Page #352 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૩૩૫ સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, “હું ચંદ્રશેખર રાજાનો આત્મા દેવ બન્યો છું અને હું શાસનની સેવા અને સમેતશિખર તીર્થની રક્ષા અવશ્ય કરીશ. આપને આપેલું વચન હું પૂરું કરીશ.” - આચાર્ય મહારાજે સ્વપ્નમાં જ દેવાત્માને કહ્યું, “કોઈ પરચો પૂરો જેથી તમારા આગમનની અમોને જાણ થાય.” દેવાત્માએ સ્વપ્નમાં જ કહ્યું, “સમેતશિખર પહાડની તળેટીએ વિશાળ વડનું ઝાડ છે. તે ઝાડ નીચે ચબૂતરો બનાવેલો છે. તે ચબૂતરો ખોદાવો. હું ત્યાંની ભૂમિમાંથી મૂર્તિરૂપે પ્રગટ થઈશ.” આચાર્ય મહારાજે સંઘને આ સર્વે હકીકત કહી અને સંધે તેજ પ્રમાણે ચબૂતરા નીચે ખોદતાં ભોમિયાજીની મૂર્તિ પ્રગટ થઈ. આ વખતે હાજર રહેલા સર્વેએ ભોમિયાજી મહારાજનો જયજયકાર બોલાવ્યો. ભૂમિમાંથી પ્રગટ થયા તેથી તેમનું નામ ભોમિયાજી પડ્યું. હોળીના દિવસે એ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ. હર સાલ હજારો નરનારીઓ હોળીના દિવસે સમેત શિખર આવી ઉત્સવ ઊજવે છે. આ વાતને ત્રણ હજાર વર્ષ થઈ ગયાં. એ જ મૂર્તિ અને મંદિર અત્યારે હયાત છે. ભોમિયાજી મહારાજ તીર્થની રક્ષા તથા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. સમ્યક્ દૃષ્ટિએ આ દેવાત્મા મોક્ષગામી છે, એટલે સર્વેને વંદનીય અને પૂજનીય છે. દરરોજ ભક્તો દ્વારા એમની ભક્તિ થાય છે. બોલો, શ્રી ભોમિયાજી મહારાજનો જય! અંતરના એક કોડિયામાં દીપ બળે છે ઝાંખો જીવનના જ્યોતિધર એને, નિશદિન જલતો રાખો; ઊંચે ઊંચે ઊડવા કાજે પ્રાણ ચાહે છે પાંખો, તમને ઓળખું નાથ નિરંજન એવી આપો આંખો. Page #353 -------------------------------------------------------------------------- ________________ [૬] નંદ મણિકાર રાજગૃહ નગરીમાં નંદનામનો એક હોશીયાર મણિકાર રહેતો હતો. તે ઝવેરાતનો ધંધો કરતો હતો. દેશવિદેશના ઘણા ગ્રાહકો તેની દુકાનેથી માલ ખરીદી સંતોષપૂર્વક વ્યવહાર કરતા હતા. એક દિવસ નંદ પોતાની દુકાને બેઠો હતો ત્યારે તેણે ઘણા માણસો એક ઉદ્યાન તરફ જઈ રહ્યા હતા તે જોયું અને તેણે ત્યાંથી પસાર થતા એક મહાનુભાવને પૂછ્યું, “આ બધા લોકો ક્યાં જાય છે?” તે મહાનુભાવે કહ્યું, “ગુણશીલ ઉદ્યાનમાં પ્રભુ મહાવીર પધાર્યા છે. તેમનાં દર્શન કરવા તથા દેશના સાંભળવા બધા ત્યાં જઈ રહ્યા છે.' નંદે વિચાર્યું ઃ ભગવાન મહાવીર આત્મકલ્યાણ અને શાંતિનો માર્ગ બતાવે છે, તો હું પણ એમની દેશના સાંભળવા જાઉં. તે પોતાના કેટલાક સેવકો સાથે ભગવાન મહાવીરની દેશના સાંભળવા પહોંચી ગયો. પહોંચતાં જ તેણે દૂરથી જ ઊભા ઊભા વંદના કરી અને પુરુષો જ્યાં બેઠા હતા ત્યાં તે સેવકો સાથે બેસી ભગવાનનું પ્રવચન સાંભળવા લાગ્યો. ભગવાન પ્રવચનમાં સમજાવતા હતા : પેટની ભૂખ તો બહુ ઓછી હોય છે, શેર-બશેર ધાન્યથી પેટ ધરાઈ જાય છે; પણ મનની ભૂખમાં મનુષ્ય કદી ધરાતો નથી. મેરુ પર્વત જેટલાં સોનાચાંદી મળે તો પણ તેને મનથી તૃપ્તિ થતી નથી. આથી તે સદા અશાન્ત રહે છે. મનની શાન્તિ મેળવવા ઇચ્છાના ઘોડા ઉપર સંયમની લગામ રાખો, જરૂરિયાત ઓછી કરો, મળ્યાં હોય તે સાધનોથી સંતોષ માનો.” ભગવાનના પ્રવચનની નંદના મન ઉપર સારી અસર થઈ. તે ભગવાન સન્મુખ આવીને બોલ્યો : “ભગવાન આપની વાત સાચી છે. મારો પણ અનુભવ એવો જ છે. મન ઉપર સંયમ રાખવાથી આત્માને શાંતિ મળે છે. આપના ઉપદેશનો હું સ્વીકાર કરું છું.' Page #354 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૩૦ ભગવાને કહ્યું, “જો આ વાત તમને સ્વીકાર્ય હોય તો તેને અમલમાં મૂકતાં વિલંબ ન કરવો જોઈએ.’ નંદ મણિકારે પ્રભુ પાસે શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કર્યા અને વ્રતધારી શ્રાવક બન્યો. તેણે ધર્મ-આરાધના કરવા માંડી. ખાવામાં સંયમ રાખતો, આઠમચૌદશે તે ઉપવાસ સાથે પૌષધ કરતો. વેપારમાં બહુ જ પ્રામાણિકતા રાખતો. ત્યારબાદ ઘણાં વર્ષો સુધી પ્રભુની દેશનાનો અવસર ન મળ્યો એટલે નંદ ધીરે ધીરે ધર્મશ્રદ્ધામાં શિથિલ થતો ગયો. એક વાર તેને ત્રણ દિવસના નિર્જળ ઉપવાસ (પાણી પણ લેવાનું નહીં કરવાનો ભાવ જાગ્યો. પૌષધશાળામાં બેસી અઠ્ઠમનું પચ્છખાણ લઈ ધર્મઆરાધનામાં બેસી ગયો. ઉનાળાના દિવસો હતા. ગરમી સખત પડતી હતી. તેથી નંદ મણિકારને સખત તરસ લાગી. પચ્છખાણના લીધે પાણી તો પીવું નથી. તે પરસેવે રેબઝેબ થઈ ગયો. તે મનમાં ને મનમાં વિચારે છે - જો પાણી પીવાનું હોય તો એક ઘડો પાણી પી લઉં. તે વિચારે ચડી ગયો. પાણીની કીમત તેને સમજાઈ અને તે બોલી ઊઠ્યો, “ધન્ય છે તેમને કે જેઓએ જનકલ્યાણ અર્થે કૂવા, વાવ, તળાવ અને સરોવર તેમ જ પરબો વગેરે બનાવ્યાં છે. મારે આવું કોઈ સરસ પુણ્યનું કામ કરવું જોઈએ.” એણે નિશ્ચય કર્યો. ત્રીજા ઉપવાસની છેલ્લી રાત્રે ધર્મચિંતન તે ભૂલી ગયો અને વ્યાકુળ મને પાણીના જીવોના આરંભ-સમારંભનું ભાન ભૂલીને કૂવાતળાવોની યોજના ઘડતો રહ્યો. બીજે દિવસે સવારે અઠ્ઠમ તપનું પારણું કર્યા પછી તે શ્રેણિક મહારાજની રાજસભામાં ગયો. રાજાને યોગ્ય ઉપહાર ધરી રાજાની જય બોલાવી. મહારાજાએ કુશળતાના સમાચાર પૂછી આવવાનું કારણ પૂછ્યું. નંદ મણિકારે હાથ જોડી કહ્યું, “મહારાજ! મારી ઇચ્છા રાજગૃહીમાં વૈભારગિરિ પર્વતની તળેટીએ એક વિશાળ વાવ લોકોપયોગ માટે બાંધવાની છે. આપ એ અંગે યોગ્ય જગ્યા આપો એવી મારી અરજ છે.” રાજા શ્રેણિકે પ્રસન્નતાપૂર્વક જણાવ્યું, “રાજ્ય આવાં લોકસેવાનાં કામ માટે તૈયાર છે. જોઈએ એટલી જગ્યા આ કામ માટે મારા તરફથી ભેટ આપું છું.' Page #355 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૧ ૩૩૮ નંદ મણિકારે રાજાને ધન્યવાદ આપતાં જણાવ્યું, “રાજગૃહીની શોભા વધે એવી વાવ હું બંધાવીશ.” શુભસ્ય શીઘ્રમ્ એ ન્યાયે બીજા દિવસથી વાવ માટે ખોદવાનું કામ શરૂ થયું. થોડા જ દિવસોમાં વાવ તૈયાર થઈ ગઈ. નામ આપ્યું “નંદાપુષ્કરિણી', તેની પૂર્વ દિશાએ એક મોટી ચિત્રસભા બનાવી, જ્યાં જુદાં જુદાં ચિત્રોનો સંગ્રહ કરી ગોઠવ્યાં. સાથે ચિત્રશાળામાં બેસવા માટે બાંકડા વગેરેની યોગ્ય સગવડો કરી. દક્ષિણ દિશામાં એક ભોજન-શાળા બનાવી, જ્યાં કોઈ પણ જાતના વળતર લીધા વગર યાત્રી, બ્રાહ્મણ, અતિથિ આદિ ભોજન કરતા હતા. પશ્ચિમ દિશામાં એક રુગ્ણાલય બનાવ્યું. જ્યાં વૈદ્ય રોગીઓને દવા આપતા અને યોગ્ય ચિકિત્સા કરતા હતા. ઉત્તર દિશાએ એક આરામશાળા બનાવી, જ્યાં હજામો તેલમર્દન આદિ કરતા. નંદાપુષ્કરિણી ઉપર હવે દરરોજ ભારે ભીડ રહેવા લાગી. નંદ મણિકાર પોતાના મહેલના ઝરૂખામાં બેઠો બેઠી આ જોતો અને ખૂબ જ રાજી થતો. ગામના લોકો તથા બહારગામથી આવતા લોકો આ વાવ જોઈ તેના બનાવનાર નંદની બહુ જ પ્રશંસા કરતા : ધન્ય છે એ ધર્માત્માને જેણે પરોપકાર માટે આવું પુણ્યનું કામ કર્યું. બીજાઓના મોઢે પોતાની પ્રશંસા સાભળી નંદ ફુલણજીની માફક ફુલાતો, “મેં કેવું સરસ કામ કર્યું છે. રાજગૃહીમાં જ નહીં પૂરા મગધ રાજ્યમાં મારા નામનો ડંકો વાગે છે. તે વાવડીની ચારે બાજુ ફરતો, મનમાં ને મનમાં હરખાતો વારંવાર પોતાની વડાઈ વિચારતો : “હજારો આત્માઓને આથી શાંતિતૃપ્તિ મારા કામથી થાય છે. વાહ! યશ માટેની તીવ્ર કામના, અહંકારની પ્રબળ ભાવના, વાવ પ્રત્યે ઊંડી આસક્તિ, અપકાય જીવોના આરંભસમારંભ વગેરે કારણે નંદ રાતદિવસ વાવડીના વિચારોમાં જ રચ્યોપચ્યો રહેતો. થોડાં વર્ષો બાદ નંદ માંદો પડ્યો. ઝેરી તાવ લાગુ પડ્યો. વૈદ્યોએ ઘણી દવાઓ કરી, કંઈક જાતના લેપ વગેરે કર્યા પણ રોગમાં કંઈ ફાયદો ન થયો. આવા રોગમાં પીડાતો હોવા છતાં કોઈ વાવ માટે તેનાં વખાણ . Page #356 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૧ ૩૩૯ કરતું તો તે હર્ષિત થઈ જતો. વાવ પ્રત્યેની ઘેરી આસક્તિ ચાલુ રહી. મરતી વખતે પણ વાવનાં દેડકાઓનો ટર્ડ ટર અવાજ સાંભળતો અને આ જન્મમાં પોતે કેવું કામ કર્યું છે તેની મગરૂબી સમજતો. મર્યા પછી તેનો જીવ તે જ પુષ્કરિણી વાવમાં દેડકારૂપે ઉત્પન્ન થયો. વાવના કાંઠે રહે. કોઈ વાર તે વાતો સાંભળતો. એક વાર કોઈ બોલ્યું કે “આ વાવ નંદ મણિકારે બનાવી છે. તે સાંભળી તે દેડકાને થયું: “હૈ! નંદ મણિકાર? આ નામ તો મેં સાંભળેલું છે.” આમ વિચારતાં વિચારતાં તેને પૂર્વભવ સાંભર્યો. “ઓહ! ગયા જન્મમાં હું નંદ મણિકાર નામનો શેઠ હતો. ભગવાન મહાવીરનાં દર્શન કરી મેં ધર્મ ગ્રહણ કર્યો હતો. અઠ્ઠમની તપસ્યામાં ભૂખતરસથી પીડાતો હતો ત્યારે મનથી એક સુંદર વાવ બનાવવાનો મેં નિર્ણય કર્યો હતો. વિચારોમાં તે ઊંડો ઊતરતો જ ગયો. તેને પૂર્વજન્મનો વધુ ને વધુ ખ્યાલ આવતો ગયો : “પોતે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો હતો પણ પૂર્ણ રીતે તેનું પાલન નહોતો કરી શકતો. વાવ પુષ્કરિણીના નિર્માણમાં પોતે પોતાની બધી ધર્મ-આરાધના ભૂલી ગયો હતો અને અંતિમ સમયે પુષ્કરિણીની ઘેરી આસક્તિને લીધે જે પોતે માનવદેહ ત્યાગી દેકારૂપે એ જ વાવમાં ઉત્પન્ન થયો હતો. અરે રે! મેં ધર્મઆરાધના ચાલુ રાખી હોત તો હું સ્વર્ગનો દેવ બન્યો હોત. પણ નામ અને યશની ભૂખમાં મેં બધું ગુમાવ્યું અને તિર્યંચનો ભવ હું પામ્યો.” તેને પૂર્વભવમાં કરેલાં પાપોનો પશ્ચાત્તાપ થયો. ભગવાન મહાવીરની દેશના તેને યાદ આવી, એટલે ભાવપૂર્વક ભગવાન મહાવીર સામે જ છે એમ સમજી પોતાના બે પગ ઊભા કરી તે દેડકાએ ભગવાનને ભાવનમસ્કાર કર્યા. હવે આ દેડકાનો જીવ ખાલી માટીનો આહાર કરતો. બબ્બે દિવસના વ્રત લઈ કંઈ ખાતો નહીં, અને દિનરાત ભગવાન મહાવીરનું સ્મરણ કરતાં શાંતિપૂર્વક જીવતો. એક દિવસ લોકો જતાં જતાં વાતો કરતા હતા કે પ્રભુ મહાવીર રાજગૃહીમાં પધાર્યા છે. આ સાંભળી દેડકો હર્ષિત થયો અને લોકો જે તરફ જતા હતા તે તરફ કુદકા મારતો જવા લાગ્યો. મનમાં ધ્યાન પ્રભુ મહાવીરનું Page #357 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૪૦ જ હતું. ત્યાં એક બાજુથી રાજા શ્રેણિકની સવારી પણ નીકળી, પ્રભુ મહાવીરને વાંદવા. કાળનું કરવું તે દેડકાનો દેહ શ્રેણિકના ઘોડાના પગ નીચે આવી કચડાઈ ગયો. આવી ભયંકર વેદનાના સમયે પણ મરતા દેડકાએ ભગવાન મહાવીરને ભાવવંદના કરી અને તે અવસાન પામ્યો. . મરીને આ દેડકાનો જીવ સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયો. અહીં જન્મતા બધા જ દેવો તરુણ અવસ્થામાં હોય છે, બાળક નથી હોતા. ત્યાં જન્મ લેતાં કેટલાંક દેવદેવીઓ તેની તરફ ફૂલો વરસાવતાં પૂછવા લાગ્યાં, “હે મહાનુભાવ, તમોએ એવાં કયાં પુણ્યો કર્યાં હતાં કે દેવતાનો ભવ પામ્યા? દેવકુમારે જ્ઞાનથી બન્ને પૂર્વભવો જોયા. નંદ મણિકારના ભવમાં યશ, નામની તીવ્ર આસક્તિના કારણે મરી દેડકાના ભાવમાં ગયો. ત્યાં તપત્યાગના કારણે અને મરતી વખતે ભગવાનનું સ્મરણ કરેલું તેથી આ દેવગતિ મળી છે. આ બધું તેણે દેવદેવીઓને જણાવ્યું. દેવકુમાર સિંહાસનથી નીચે ઊતર્યો. ભગવાન મહાવીરને ભાવભરી વંદના કરી તે મનોમન બોલ્યો, “ધન્ય પ્રભુ! તમારા શરણે આવ્યાથી મારો ઉદ્ધાર થયો.” એક વાર ભગવાન મહાવીર રાજગૃહીના ગુણશીલ ઉદ્યાનમાં બિરાજ્યા હતા. ત્યાં દિવ્ય પ્રકાશ સાથે એક દેવતા બીજાં કેટલાંક દેવદેવીઓ સાથે ઊતર્યો અને ભગવાનને વંદના કરી કહ્યું : “ભગવાન! હું આપની ધર્મસભામાં દિવ્ય નૃત્યસંગીતથી ભક્તિભાવના કરવા ઇચ્છું છું.” ભગવાન તરફથી કોઈ જવાબ ન મળતાં મૌનને જ સ્વીકૃતિ સમજી તેણે નવા નવા ક્રિયા દેહો બનાવી જમણા હાથ બાજુ અનેક દેવતાઓ તથા ડાબા હાથ બાજુ અનેક દેવીઓ પ્રગટ કરી, નૃત્યસંગીત શરૂ કર્યું. અનેક પ્રકારનાં વાજિંત્રો દેવો વગાડી રહ્યા હતા. ઘણા વખત સુધી દૈવી નૃત્યસંગીત ચાલ્યું. હાજર હતા તે બધા “વાહ ભાઈ વાહ! પોકારી ઊઠ્યા : “આવું નૃત્યસંગીત તો કદી જોયું નથી.” નૃત્યની માયા સમેટી લેતા મુખ્ય દેવતાએ પ્રભુને હાથ જોડી કહ્યું, પ્રભુ! મારી ભક્તિ સ્વીકારી આપે મારા ઉપર અપાર કૃપા કરી છે, હું ધન્ય બની ગયો.” Page #358 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૪૧ ફરી ફરી વંદના કરી એ દેવતા સ્વર્ગ તરફ પ્રયાણ કરી ગયો. આ બધું જોઈ ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિએ પૂછ્યું : ભગવાન! આ દેવ કે જેણે આપ સમક્ષ ઉપસ્થિત થઈ આવું અપૂર્વ નૃત્યસંગીત કર્યું તે કોણ દેવ હતા? ભગવાને જવાબમાં કહ્યું, “ગૌતમ! એ સૌધર્મ દેવલોકનો દર્દૂર નામનો દેવ હતો. હાલમાં જ તે દેવરૂપે ત્યાં ઉત્પન્ન થયો છે. ચાર હજાર દેવો અને અનેક દેવીઓ તેની સેવામાં હાજર છે. તે અવધિજ્ઞાનથી રાજગૃહી નગરીમાં હું આવ્યો છું તે જાણી લઈ ભક્તિવશ પોતાની દિવ્ય રીધ્ધી બતાવવા અત્રે આવેલ.' ગૌતમ સ્વામીએ પૂછ્યું, “ભત્તે! એ દેવે એવાં તે ક્યાં શુભ કર્મો કર્યાં હતાં કે તેઓ આવી વિશાળ રીધ્ધી સિદ્ધિનો સ્વામી બન્યો?” ભગવાન મહાવીરે જવાબમાં આ નંદ મણિકારના બન્ને ભવોની વાત કહી સંભળાવી. આવ્યો દાદાને દરબાર કરો ભાવોદધિ પાર; ખરો તું છે આધાર, મોહે તાર તાર તાર આત્મગુણનો ભંડાર, તારા મહિમાનો નહીં પાર; દેખ્યો સુંદર દેદાર, કરો પાર પાર પાર તારી મૂર્તિ મનોહાર, હરે મનના વિકાર; ખરો હૈયાનો હાર, વંદુ વાર વાર વાર, આવ્યો દેરાસર મોઝાર, કર્યા જિનવર લુહાર પ્રભુ ચરણ આધાર, ખરો સાર સાર સાર, આત્મ કમલ સુધાર, તારી લબ્ધિ છે અપાર અને ખૂબીનો નહિ પાર, વિનંતિ ધાર ધાર ધાર. Page #359 -------------------------------------------------------------------------- ________________ [૯] ધના શેઠ અને વિજય ચોર ધન્ના શેઠ રાજગૃહ નગરમાં રહેતા હતા. તેઓ ધનવાન તથા ઘણી પ્રતિષ્ઠાવાન વ્યક્તિ હતા. તેમને ભદ્રા નામની પત્ની હતી. બધી જાતનું સુખ હોવા છતાં તેઓ નિસંતાન હતા અને તેનું તે દંપતીને ભારે દુઃખ હતું. તેમની પત્નીએ ઘણી બાધા-આખડી રાખી, અનેક દેવદેવીઓની પૂજાઅર્ચના કરી. આખરે તેમને પુત્રપ્રાપ્તિ થઈ. દેવદેવીઓની કૃપાથી પુત્રપ્રાપ્તિ થઈ છે એમ સમજી તેમણે પુત્રનું નામ દેવદત્ત રાખ્યું. - દેવદત્ત થોડો મોટો થયો. એક દિવસે નવરાવી, સારાં વસ્ત્રો-અલંકારો પહેરાવી પુત્રને નોકર ચેટક પંથક સાથે રમવા મોકલ્યો. નોકર ચેટક પંથક લાપરવાહ હતો. તે પોતે બીજા છોકરાઓ સાથે રમત રમતો હતો. તે વખતે લાગ જોઈ રાજગૃહીનો પ્રખ્યાત ડાકુ વિજય તે બાળકને અલંકારસહિત જોતાં ઉપાડી ગયો. નગર બહાર જઈ દેવદત્તના બધા દાગીના ઉતારી લીધા અને તેને ગામ બહારના એક અંધારા કૂવામાં નાખી દીધો, જ્યાં દેવદત્તનું મૃત્યુ થયું. થોડા વખત પછી ચેટક પંથકને દેવદત્ત યાદ આવ્યો. ચારે બાજુ તપાસ કરી પણ તે ક્યાંય ન દેખાતાં તેણે ઘરે જઈ ભદ્રા શેઠાણીને દેવદત્ત ખોવાઈ ગયાના ખબર આપ્યા. ધન્ના શેઠે તપાસ કરાવી. ચારે બાજુ માણસો મોકલ્યા. રાજાજીના સેવકોની સહાય લીધી. આખરે કૂવામાંથી દેવદત્તની લાશ મળી. માતાપિતાને સખત આઘાત લાગ્યો. જાણે તેમના ઉપર વીજળી પડી. નગરરક્ષકોએ ચોરનાં પગલાં ઉપરથી જંગલમાં જઈ વિજય ચોરને પકડી પાડ્યો. રાજાએ એનું માથું મુંડાવી આખા ગામમાં ફેરવી અંતે જેલમાં નાખ્યો. કેટલાક દિવસો પછી એક સાધારણ અપરાધ માટે ધન્ના શેઠ પકડાયા અને તેમને તે જ જેલ કે જેમાં વિજય ચોર હતો ત્યાં રાખવામાં આવ્યા. જેલના અમલદારે કંઈ સમજ્યા વિના ધના શેઠને અને વિજય ચોરને - - - - - - - - Page #360 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૪૩ એક જ બેડીથી બાંધ્યા. એકનો જમણો હાથ, બીજાનો ડાબો હાથ, બેડી એક. ધન્ના શેઠ પોતાના દીકરાના હત્યારાને જોતાં ઘણા દુઃખી થયા. પણ શું કરે? કર્મ બળવાન! ધના શેઠ માટે ભોજન તેમના ઘરેથી ભદ્રા શેઠાણી મોકલતી. ધના શેઠે જમવાનું શરૂ કર્યું ત્યારે ચોરે થોડું ખાવાનું માગ્યું. પણ ધન્ના શેઠે કંઈ પણ આપવાનો ઈન્કાર કર્યો. થોડા વખત બાદ ધન્ના શેઠને જાજરૂ જવાની જરૂર લાગી. તે માટે તેમણે વિજયને સાથે આવવા કહ્યું. વિજયે સાથે આવવા ઈન્કાર કર્યો. ઘણી સમજાવટ પછી, બીજે દિવસે ઘરેથી આવતા ટિફિનમાંથી ખાવાનું ખાવા વિજય ચોરને ધન્ના શેઠ આપશે એવી સમજુતી થઈ અને એકબીજાને સહાયભૂત થવાનું નક્કી થયું. ધન્ના શેઠ તો કંઈ પણ આપવા રાજી ન હતા પણ પોતાની લાચારી સ્વીકારી, પોતાના માટે આવતા ભોજનમાંથી વિજય ચોરને યોગ્ય પ્રમાણમાં ખાવાનું આપવા લાગ્યા. નોકર ચેટક પંથક ખાવાનું આપવા જેલમાં જતો હતો. તેણે ત્યાં ઊભા ઊભા જોયું કે શેઠ પોતાના ખાવાનામાંથી વિજય ચોરને ખાવાનું આપે છે. એ જોઈ તે આશ્ચર્ય પામ્યો. તેણે ઘરે જઈ ભદ્રા શેઠાણીને વાત કરી કે શેઠ વિજય ચોરને પોતાના ભોજનમાંથી ભોજન આપે છે. શેઠાણીથી આ કેમ સહન થાય? પોતાના દીકરાના હત્યારાને પોતાના ભોજનમાંથી ભાગ કેમ અપાય? તે ક્રોધથી ભભૂકી ઊઠી. પોતાનું રાંધેલું અનાજ પેલો હત્યારો કેમ ખાય? ધન્ના શેઠને થોડા જ દિવસની જેલની સજા હતી. સજા પૂરી થતાં તેઓ ઘેર આવ્યા. બધાંએ તેમનું સ્વાગત કર્યું પણ પત્નીએ તેમની સામે જોયું સુધ્ધાં નહીં. આથી ધન્નાએ ભદ્રાને પૂછ્યું, “કેમ તું પ્રસન્ન નથી? હું જેલમાંથી આવ્યો એનો રાજીપો પણ તું દેખાડતી નથી! ભદ્રાએ કહ્યું, “હું શી રીતે રાજી હોઉં? મારા દીકરાના હત્યારાને તમે મારા મોકલેલા ભોજનમાં ભાગ આપ્યો. એ મારાથી કેમ સહન થાય?” ધન્ના શેઠ ભદ્રાનું દુઃખ સમજી ગયા. પરિસ્થિતિ સમજાવતાં કહ્યું, Page #361 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૪૪ ‘દેવાનુ પ્રિયે! મેં એ વેરીને ખાવાનામાંથી ભાગ જરૂર આપ્યો છે. હું લાચાર હતો. મારું એ વખતે એ કર્તવ્ય હતું. ન્યાય કે પરોપકાર અર્થે મેં ભોજન નથી આપ્યું.’ બધી વાત સમજતાં ભદ્રાનો કોપ શાંત થયો. વિજય ચોર પોતાના ઘોર પાપને લીધે મરીને નરકનો મહેમાન બન્યો. ધન્ના શેઠે થોડા વખત પછી ધર્મઘોષ મુનિ પાસે દીક્ષા લીધી. અંતે સ્વર્ગમાં દેવતા થયા. આ વાર્તાનો સાર એ છે કે ધન્ના શેઠે આસક્તિના કારણે વિજય ચોરને આહાર નહોતો આપ્યો, પણ શારીરિક સ્થિતિને કારણે ભોજન ચોરને આપવું પડ્યું હતું. વળી, નિગ્રંથ મુનિ શરીર પ્રત્યે આસક્તિથી ભોજન નથી લેતા, પણ શરીરની સહાયની સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય માટે અને એમની વૃદ્ધિ માટે, શરીરના પાલનપોષણ માટે એમણે ભોજન લેવું પડે છે. શ્રી શત્રુંજયના દુહા એકેકુ ડગલુ ભરે, શેત્રુંજા સમો જેહ; રીખવ કહે ભવ ક્રોડનાં; કર્મ ખપાવે તેહ. શેત્રુંજા સમો તિરથ નહિ, ૠષભ સમો નહિ દેવ; ગૌતમ સરીખા ગુરુ નહિ, વળી વળી વંદુ તેહ. સિદ્ધાચલ સ્મરૂં સદા, સોરઠ દેશ મોઝાર મનુષ્ય જન્મ પામી કરી, વંદું વાર હજાર. સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહિં, એણો એળે ગયો અવતાર. શેત્રુંજી નદીએ નાહિને, મુખબાંધી મુખકોશ; દેવ યુગાદિ પૂજીએ, આણી મન સંતોષ. ૧ Page #362 -------------------------------------------------------------------------- ________________ [૮] બાહડ મંત્રી બાહડ મંત્રીના પિતા ઉદયન મંત્રી મરતી વખતે મહા મૂંઝવણ અનુભવતા હતા. શત્રુંજ્યગિરિ ઉપર જીર્ણ થયેલ પ્રસાદને નવો પથ્થરમય બનાવવા ધાર્યું હતું, પણ મોતનું તેડું વહેલું આવ્યું. તેઓ જીર્ણોદ્ધાર કરાવી ન શક્યા. પુત્ર બાહડ નવું મંદિર શત્રુંજયગિરિ ઉપર જરૂર બાંધશે એવી હૈયાધારણ મળ્યા બાદ તેઓ શાંતિથી સમાધિમાં અવસાન પામ્યા. પિતાજીની આખરી ઇચ્છા પુરી કરવા બાહડે શત્રુંજય ઉપરનું જીર્ણ મંદિર તોડી નવું પાષાણમય બનાવવા નિશ્ચય કર્યો. જ્યાં સુધી મંદિરનો પાયો ન ખોદાય ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન, દરરોજ એકાસણું, પૃથ્વી પર શયન અને તાંબુલનો ત્યાગ એવા અભિગ્રહો ગ્રહણ કર્યા. વખત ગુમાવ્યા વગર શત્રુંજય તીર્થે સંઘ સાથે જવા નક્કી કર્યું. બીજે દિવસે પાટણમાં ઘોષણા કરાવી કે “બાહડ મંત્રી શત્રુંજયનો સંઘ કાઢે છે. જેણે આવવું હોય તે આવી શકે છે. દરેકે આ પ્રમાણે છ નિયમો પાળવા પડશે: (૧) બ્રહ્મચર્યનું પાલન, (૨) ભૂમિશયન, (૩) દિવસમાં એક જ ટંક ભોજન, (૪) સમકિતધારી રહેવું પડશે, (૫) સજીવ વસ્તુનું ભોજન નહીં કરાય અને (૬) પદયાત્રા. દરેકની ભોજન આદિની વ્યવસ્થા બાહડ મંત્રી કરશે.” આ ઘોષણા સાંભળી ધર્મપ્રેમી જનતા હર્ષઘેલી બની ગઈ. હજારો નરનારીઓ શ્રી શત્રુંજ્યતીર્થ યાત્રામાં જોડાયા. શુભ મુહૂર્ત મંગળ પ્રયાણ શરૂ થયું. ગામે ગામ યાત્રિકોનું સ્વાગત થતું. દરેક ગામથી પણ બીજા યાત્રિકો જોડાતા. દરેક ગામે મહામંત્રી મોકળા મને દાન કરતા, જિનમંદિરોમાં ઉલ્લાસથી પૂજા-ભક્તિ કરતા. આ યાત્રાનો શુભ ઉદેશ્ય સૌ સમજતા હતા. ગિરિરાજ ઉપર નવું ભવ્ય જિનમંદિર બનાવવા મહામંત્રી સંઘ સહિત જઈ રહ્યા છે. પિતા ઉદયનની અંતિમ ઇચ્છાને પુત્ર બાહડ પૂરી કરશે! કરોડો રૂપિયાનો સવ્યય થશે. Page #363 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૪૬ સંઘ ગિરિરાજની પવિત્ર છાયામાં પહોંચ્યો. સંઘ સહિત મહામંત્રી શત્રુંજયનો ડુંગર ચડી ગયા. હજારો યાત્રિકોએ બુલંદ અવાજથી દાદા આદીશ્વરનો જયનાદ કર્યો. બધા ભાવપૂર્વક દર્શન-પૂજા-ચૈત્યવંદન આદિ કરી ધન્ય બન્યા. મહામંત્રી બાહડ પોતાની સાથે પાટણથી શિલ્પીઓને લાવેલા. તેમની સાથે તેમણે ચારે બાજુથી મંદિરનું નિરીક્ષણ કર્યું. જીર્ણોદ્ધાર માટે પ્રાથમિક વિચાર-વિમર્શ કર્યો. ડુંગર ઊતરી સૌ તળેટીએ આવ્યા, પ્રેમથી ભોજન આરોગ્યું. શત્રુંજય ડુંગર ઉપર જિનમંદિર બે વર્ષે તૈયાર થયું. બાહડ મંત્રીને સમાચાર મળ્યા કે મંદિર તૈયાર થઈ ગયું છે. સમાચાર આપનાર કર્મચારીને સુવર્ણમુદ્રા ભેટમાં આપી રાજી કર્યો. પણ કાળનું કરવું, બીજે દિવસે ખબર આવ્યા કે સખત પવનને લીધે મંદિરનો કેટલોક ભાગ તૂટી ગયો છે. તાબડતોડ બાહડ મંત્રી ગિરિરાજ પર પહોંચ્યા. શિલ્પીઓ નિરાશ વદને તૂટેલા મંદિરના પથ્થરો જોઈ રહ્યા હતા. મંત્રીશ્વરે પૂછ્યું, “આમ કેમ બન્યું મુખ્ય શિલ્પીએ જવાબ આપ્યો, “આ ઊંચો પહાડ છે. પહાડ પરના મંદિરમાં ભમતી નહિ બનાવવી જોઈએ, પણ અમોએ બનાવી. તેમાં હવા ભરાઈ ગઈ તેના જોરે આ મંદિર તૂટ્યું.' બાહડ મંત્રીએ કહ્યું, “કંઈ વાંધો નહીં. ફરીથી ભમતી વગરનું મંદિર બનાવો. પણ મંત્રીશ્વર' ભમતી વિના મંદિર કેવી રીતે બનાવી શકાય? કેમ? શી તકલીફ છે એમાં?” “ઘણી મોટી તકલીફ છે, મંત્રીશ્વર!” “શું? વગર ભમતીનું મંદિર બંધાવનારનો વંશ નિર્વશ રહે છે. તેમને ત્યાં વંશવૃદ્ધિ થતી નથી.” “ઓહ! આ જ તકલીફ છે ને?” મહામંત્રીએ હસતાં હસતાં કહ્યું - એમાં ચિંતા શું કરો છો? મૂઝાઓ છો શા માટે? મને વંશની કામના Page #364 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૪ નથી. ભવ્ય મંદિર બનવું જ જોઈએ. હું નિર્વશ રહું તેની મને ચિંતા નથી. કોને ખબર છે - સંતાન સંસ્કારી રહેશે કે કુસંસ્કારી? અને કોણ જાણે છે કે મારા સંતાનો મારી કીર્તિને ઉજ્વલ જ રાખશે? સંતાન સારાં ન નીવડ્યાં તો એ મારી કીર્તિને ધૂળમાં પણ મેળવી દેએટલે નિર્વિશ રહું તો ભલે! મારે મન આ મંદિર એ જ સર્વસર્વા છે. “ફરીથી શરૂ કરો. જેમ બને તેમ જલદી મંદિર પૂરું કરો.” મહામંત્રીની આ નિષ્કામ ભક્તિની વાત ગુજરાત ને સૌરાષ્ટ્રના ઘરેઘરમાં વહેતી થઈ ગઈ. બાહડ મંત્રીએ મંદિરનું કામ પૂરું કરાવ્યું. પ્રભુ આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવા મહામંત્રીએ પોતાના આરાધ્ય ગુરુદેવ શ્રી હેમચંદ્રાચાર્યને પ્રેમપૂર્વક વિનંતી કરી. વિક્રમ સંવત ૧૨૧૧ના એક શુભ શનિવારે આચાર્યદેવે ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવી. આ મહોત્સવમાં ભાગ લેવા ભારતભરમાંથી હજારો ભાવિકો આવ્યા. સૌએ બાહડ મંત્રીની, તેમની જિનભક્તિ - પિતૃભક્તિ અને દાનશૂરતાની ભારોભાર પ્રશંસા કરી. સૌ એક જ વાત કરતા હતા: “ધન્ય પિતા! ધન્ય પુત્ર! હિંસા જાવું એકલાને નહીં કોઈનો સંગાથ, ચાર દિવસનું ચાદરણું ને પછી અંધારી રાત. વાલા વાલા શું કરો, વાલા વળાવી વળશે રે, વાલા તે વનકેરાં લાકડાં. તે તો સાથે બળશે રે. મરના મરના ક્યા કરે રે, મરના સબકો હોય રે, કરની એસી કીજિયે રે, ફિર મરના ના હોય... Page #365 -------------------------------------------------------------------------- ________________ [૯]. ભીમા કલડિયા બાહડ મંત્રી પાટણથી સિદ્ધાચળનો સંઘ લઈ આવ્યા હતા. સંઘમાં આવેલ સર્વેએ શત્રુંજયની જાત્રા કરી. બધાને હવે સમાચાર મળી ગયા કે બાહડ મંત્રી પ્રભુ આદિનાથનું શત્રુંજય ઉપરનું દહેરું પાષાણથી બાંધે છે, લાખો રૂપિયા તેઓ ખરચવાના છે. આ અંગે કેટલાક શ્રેષ્ઠીઓ વિચારવા લાગ્યા. આ પુણ્યકામમાં આપણે પણ કંઈ ભાગ લઈએ. આવા વિચારે રાત્રે કેટલાક શ્રેષ્ઠીઓએ બાહડ મંત્રીના ઉતારે આવી વિનંતી કરી કે, “આપ ગિરિરાજ પર ભવ્ય જિનમંદિરનું નવનિર્માણ કરાવી રહ્યા છો. અલબત્ત, આપ એકલા જ મંદિરનું નવનિર્માણ કરવા સાધનસંપન્ન છો. પરંતુ આ પુણ્યકામમાં અમને પણ ભાગીદાર બનાવો. અમે ફૂલ નહીં ને ફૂલની પાંખડી પણ આપીએ એવો અમારો ભાવ છે. અમે માનીએ છીએ કે અમારી આ વિનંતી આપ સ્વીકારી લેશો અને અમને પણ પુણ્યલાભ લેવાની તક આપશો.” મહામંત્રીએ આ વિનંતીનો સહર્ષ સ્વીકાર કર્યો. બીજા દિવસે શત્રુંજયની તળેટીએ વિશાળ સભા મળી. તેમાં મહામંત્રીએ જાતે ઘોષણા કરી : “જે કોઈ ભાઈ-બહેનને શત્રુંજય ઉપર બનનાર ભવ્ય જિનમંદિરના નવનિર્વાણના કાર્યમાં પોતાના ધનનો સદ્વ્યય કરવો હોય તે પ્રેમથી પોતાનું દાન આપે. સૌ પોતાના દાનની રકમ લખાવે. મુનીમજી તે ભાગ્યશાળીનું નામ અને રકમ લખી લેશે.” ઘોષણા પૂરી થતાં જ દાતાઓનાં દાન લખાવા લાગ્યાં. કોઈ બે લાખ, કોઈ એક લાખ, કોઈ પચાસ હજાર એમ લખાવવા લાગ્યા. દાતાઓની દાનભાવના અને જિનભક્તિ જોઈને મહામંત્રીનું હૈયું હરખાઈ ઊઠ્યું. એવામાં તેમની નજર સભાની એક બાજુએ એક સામાન્ય માનવી ઉપર મંડાઈ, જે ભીડમાં અંદર આવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. પણ તેનો મેલોધેલો વેશ જોઈ કોઈ તેને અંદર આવવા નહોતું દેતું. માનવપારખુ બાહડ મંત્રીએ જોયું કે એ Page #366 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૪૯ આગંતુકના હૈયે પણ દાન કરવાની ભાવના ઊછળી રહી છે. એટલે મહામંત્રીએ એક અનુચર મોકલી તેને પોતાની પાસે બોલાવ્યો. તેણે આવીને પ્રણામ કર્યા. મંત્રીએ પૂછ્યું: “પુણ્યશાળી! તમારું નામ શું?” “ભીમા કુલડિયા. પાસના ટીમાણા ગામમાં રહું છું.” મંત્રી વધુ પૂછપરછ કરે છે, “શો ધંધો કરો છો?” “મહામંત્રીજી! પુણ્યહીન છું. અશુભ કર્મનાં બંધનો હજી તૂટ્યાં નથી. મહેનતમજૂરી કરું છું. ઘરે એક ગાય છે તેનું ઘી અત્રે ઘરેઘરે ફરીને વેચું છું. તેમાં જે કંઈ મળે તેનાથી અમારો, પતિ-પત્ની બન્નેનો જીવનનિર્વાહ થાય છે.” “અહીં શા માટે આવ્યા છો?” બજારમાં ઘી વેચતાં જાણ્યું કે ગુજરાતના મહામંત્રી વિશાળ સંઘ લઈ અહીં પધાર્યા છે. આથી થયું કે લાવ, આજે ગિરિરાજની યાત્રા કરું. યાત્રા કરીને આવ્યા બાદ જાણ્યું કે આપ ગિરિરાજ ઉપર ભવ્ય જિનમંદિરનું નવનિર્માણ કરાવી રહ્યા છો અને સૌને પુણ્યલાભ મળે એ માટે આપ દાન લઈ રહ્યા છો. આથી મને ભાવના થઈ કે હું પણ કંઈક...” ભીમો વધુ બોલી ન શક્યો. દાનની રકમ બોલતાં તે અચકાયો. “ભીમજી! દાન દેવામાં શરમાવાની જરૂર નથી. તમારે જેટલું દાન કરવું હોય તેટલું પ્રેમથી કરો.” બાહડે પ્રેમથી કહ્યું. મંત્રીશ્વર! મારી પાસે અત્યારે માત્ર સાત પૈસાની મૂડી બચી છે. મારી પાસે એક રૂપિયો હતો. તેનાં પુષ્પો ખરીદી ભગવાન આદિનાથને ચડાવ્યાં. હવે મારી પાસે ફક્ત સાત પૈસા વધ્યા છે. આટલી નાની રકમ આપ સ્વીકારી શકો તો મને હું ભાગ્યશાળી સમજીશ.” એમ કહેતાં ભીમાની આંખમાં આંસુ આવી ગયાં. બાહડની આંખ પણ ભીમાની ભાવનાથી ભીની થઈ. કેવી ઉદાત્ત ભાવના! મંત્રીશ્વર ઊભા થઈ ગયા અને મુનીમજીને કહ્યું : મુનીમજી! દાતાઓની નામાવલીમાં સૌ પહેલું નામ ભીમા કુલડિયાનું લખો મહામંત્રીની આ ઘોષણા સાંભળી સભામાં ઘેરો સન્નાટો છવાઈ રહ્યો. સૌ વિચારતા રહ્યા : “આ ભીમાજીએ કેટલું દાન લખાવ્યું હશે કે તેમનું નામ દાનની નામાવલીમાં પહેલું Page #367 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૩૫૦ મહામંત્રીએ જાહેર કર્યું : “આ ભીમા કુલડિયા આજે પોતાની તમામ સંપત્તિનું દાન કરી રહ્યા છે. તેમની પાસે હતી તે બધી જ મૂડી આજે તેઓ આ પુણ્યકામમાં આપી રહ્યા છે. ધન્ય છે તેમની ઉદારતાને! ધન્ય છે તેમની ભાવનાને...! સભા જનોએ પણ ભીમાને ધન્યવાદ આપ્યા. ભીમાએ પોતાની કેડમાં ખોસેલા સાત પૈસા કાઢ્યા અને આનંદથી મહામંત્રીને આપ્યા. એ સાત પૈસા ખખડાવીને મહામંત્રીએ કહ્યું, “સભાજનો! જુઓ, ભીમાજીની આ સંપૂર્ણ મૂડી! તેમની આ કમાણી તેઓ પૂરેપૂરી દાનમાં આપી રહ્યા છે. આપણે બધા દાન કરીએ છીએ. લાખ હોય તો પાંચ-દશ હજારનું પરંતુ આ ભીમાજી તો પોતાની પૂરી મૂડી જ આપી રહ્યા છે. પાસે કંઈ જ રાખ્યા વિના, કાલની કશીય ચિંતા કર્યા વિના દાદાને ચરણે પોતાની મહામૂલી પૂરેપૂરી કમાણી ધરી રહ્યા છે. મારા મતે ભીમાજીનું દાન મારા દાન કરતાં પણ અમુપમ અને અદ્વિતીય છે, સર્વોત્તમ છે.” ધન્ય ભીમાજી! ધન્ય!” પ્રચંડ હર્ષનાદ કરતી સભા વિખરાઈ. ભીમાજી પોતાના ગામે પાછો ફર્યો. હરખાતાં હરખાતાં તેણે ઘરમાં પ્રવેશ કર્યો. “ઓહો! આજે કંઈ બહુ ખુશ છો?” ઘરમાં દાખલ થતાં જ ભીમાને પત્નીએ સવાલ કર્યો. પ્રિયે! મારી ખુશી તને શી રીતે સમજાવું? મારું તો જીવને આજે ધન્ય બની ગયું.” “એવું તે શું બન્યું? મને કહો તો ખરા.” ભીમાએ હરખાતા મને બધી વાત કરી. વાત હજી પૂરી થાય તે પહેલાં જ પત્ની બોલી ઊઠી : બધી કમાણી દાનમાં દઈ આવ્યા? ધન્ય થઈ ગયું તમારું જીવન, કેમ? તમને ઘરનો વિચાર સરખોય ન આવ્યો? શું ખાશો સાંજે? પત્ની ગુસ્સાથી હાંફી રહી હતી. તેના મગજની કમાન છટકી ગઈ હતી. ભીમાનું દાન તેનાથી સહન ન થયું. “ગુસ્સે ન થા, દેવી! શાંતિથી વિચાર કર! જ્યાં લાખો રૂપિયાનાં દાન Page #368 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૫૧ - - કરનાર હોય ત્યાં આપણી સાત દમડીનો શો હિસાબ? અને સાત પૈસા તો કાલે કમાઈ લેશું. પણ દાનની આવી તક કંઈ ફરી ફરીને થોડી મળે છે! સાત પૈસાના બદલામાં કેટલો બધો પુણ્યલાભ થયો છે મારા હૈયે કેટલો બધો આનંદ છલકાય છે તેનો તું જરા હિસાબ માંડ” “માંડો તમે બધો હિસાબ, મારે નથી માંડવો. આપણે ગરીબ છીએ. એવાં દાન દેવાનો શોખ આપણને ના પરવડે. આપણે પહેલાં પેટનો વિચાર કરવો જોઈએ, પુણ્યનો નહીં.” જો દેવી! એ સાત પૈસા દાનમાં દીધા ન હોત તો તેનાથી કેટલું સુખ મળત? સાત પૈસા જેટલું ને? હવે મને તું એ કહે કે મારા આત્માને સુખ અને આનંદ મળે તો તું રાજી થાય કે નહીં?” તમે તો કેવા ગાંડા પ્રશ્ન પૂછો છો?” તો ગાંડી! જે સાત પૈસાથી આપણી ગરીબી દૂર થવાની ન હતી તે સાત પૈસા દાનમાં આપી દેવાથી મને બેહદ સુખ અને અપૂર્વ આત્માનંદ થયો છે તે જાણીને તારે તો મારા દાનની અને ભાવનાની અનુમોદના કરીને મહા પુણ્યલાભ મેળવવો જોઈએ.” ભીમાએ સભામાં મહામંત્રીએ કેટલા પ્રેમથી તેને આવકાર્યો હતો અને આખી સભાએ તેની ભાવનાનો કેવો જયનાદ કર્યો હતો તે બધું વિગતે કહી સંભળાવ્યું. “ક્ષમા કરો, નાથ! મારી ભૂલ થઈ ગઈ. તમે સાચે જ મહાપુણ્ય ઉપાર્જન કર્યું છે.' પત્નીને પ્રસન્ન થયેલી જોઈ ભીમો અતિ હર્ષ પામ્યો અને પોતાના કામે વળગ્યો. તે દિવસે સાંજે પત્ની ગાય દોહવા ગઈ. ગાય દોહી પાછી આવીને તેણે ભીમાને કહ્યું: “ગાયને બાંધવાનો ખીલો નીકળી ગયો છે. તેને જરા બરાબર ઠોકી દો ને!” તે ભીમો ગમાણમાં ગયો. ત્યાં જઈ તેણે ખીલી ઊંડે સુધી દાટવા જમીન ખોદી ખોદતાં કોદાળી કશાક વાસણ સાથે ભટકાઈ હોવાનું તેને લાગ્યું. તેણે જોયું તો તે ખાડામાં એક સુવર્ણકળશ હતો. બહાર કાઢીને જોયું તો તેમાં સોનામહોરો ભરેલી હતી. કળશ લઈને તે પત્ની પાસે આવ્યો અને બોલ્યો, જોયું! દાદાનો કેવો ચમત્કાર છે? ક્યાં સાત પૈસા અને ક્યાં આ સોનાનો કળશ, Page #369 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩પર સોનામહોરોથી ભરેલો? “આપણી ગરીબી દૂર થઈ ગઈ.' પત્ની હર્ષાવેશથી બોલી. ના દેવી! આપણું ન હોય તે નહિ લેવાની મારી પ્રતિજ્ઞાને તું જાણે છે. આ સોનામહોરો આપણી નથી.” તો શું કરશો આ સોનામહોરોનું?” જઈને મહામંત્રીજીને આપી આવીશ. તેઓ તેનું જે કરવું હશે તે કરશે.” ભીમો વ્રતધારી શ્રાવક હતો. તે લલચાયો નહી. વ્રતમાં તે ઢીલો ન થયો. બીજા દિવસે સુવર્ણકળશ લઈને ભીમો બાપડ મંત્રી પાસે પહોંચ્યો. તેણે બધી સોનામહોરો સાથેનો કળશ તેમના ચરણે ધરી દીધો અને જે બન્યું હતું તે બધું કહ્યું. બાહડ મંત્રી તો ભીમાની નિઃસ્પૃહતા અને વ્રતપાલનની દૃઢતા જોઈ અહોભાવથી સ્તબ્ધ બની ગયા. બોલ્યા: “ધન્ય છે ભીમાજી! ધન્ય છે તમારી વ્રતપાલનની દૃઢતાને! ખરેખર તમે મહાશ્રાવક છો! આ સોનામહોરો પર તમારો જ અધિકાર છે. તમને તે તમારા ઘરમાંથી જ મળી છે. તમારો પુણ્યોદય જાગવાથી તમને આ સંપત્તિ મળી છે. તમે જ ખરા માલિક છો. આથી તમે એને પ્રેમથી પાછી લઈ જાઓ.” પણ ભીમાએ તે લેવાનો ઇન્કાર કર્યો. મહામંત્રીએ ફરી તેને સમજાવ્યો. ભીમો એક નો બે નહોતો થતો ત્યાં ઓચિંતા જ કપર્દિ યક્ષ પ્રગટ થયા. તેમને જોઈને બંનેએ ઊભા થઈ નમસ્કાર કર્યા. યક્ષરાજે કહ્યું : ભીમા! આ ધન તને તારા પુણ્યોદયથી મળ્યું છે. તારાં અશુભ કર્મો હવે પૂરાં થયાં. આ ધન હું તને પ્રેમથી આપું છું, લઈ લે તું...” એટલું બોલી કપર્દિ યક્ષ અદશ્ય થઈ ગયા. હવે ભીમો ના પાડી શકે તેમ ન હતો. મહામંત્રીનું ભાવભીનું આતિથ્ય માણી સોનામહોરો ભરેલો કળશ લઈ તે પોતાને ઘરે પાછો ફર્યો. ‘લો દેવી! કપર્દિ યક્ષે આપણને આ ભેટ આપી છે. ખરેખર શ્રી આદિનાથનો પ્રભાવ અચિંત્ય છે એમાં કોઈ શંકા નથી.” સંતુષ્ટ પત્નીએ કહ્યું, “નાથ! આ તો આપની વ્રતદઢતાનું જ ફળ છે.” Page #370 -------------------------------------------------------------------------- ________________ [૧૦૦] દેવાનંદા અને ઋષભદત્ત કુણ્યગ્રામ નગરમાં ૠષભદત્ત બ્રાહ્મણ તેની પત્ની દેવાનન્દા સાથે રહેતો હતો. બન્ને ધર્મિષ્ઠ અને વેદ તથા જીવાજીવ નવતત્ત્વ આદિનાં જ્ઞાતા શ્રમણોપાસક શ્રાવકશ્રાવિકા હતાં. એક દિવસ તેમણે સાંભળ્યું કે ભગવાન મહાવીર આ નગરના બહુશાપ ઉદ્યાનમાં પધાર્યા છે. તેથી તેઓ ભગવાનને વંદન કરવા નીકળ્યાં. બન્ને ભગવાન પાસે પહોંચ્યાં, ભગવાનને વંદન કરી ભગવાનની સામે હાથ જોડી ઊભા રહ્યાં. દેવાનંદાએ ભગવાનની સામે જોયું અને તેના દિલમાં વાત્સલ્યનો સાગર ઊછળી રહ્યો. હર્ષાવેશમાં તેના સ્તનમાંથી દૂધ વહેવા લાગ્યું. માના વાત્સલ્યને અને દૂધને ઘેરો સંબંધ છે. મહાવીર પ્રભુને પ્યારથી તે જોતી રહી અને તેના સ્તનમાંથી દૂધ ઝરતું રહ્યું. તેનું આખું શરીર રોમાંચિત થઈ ગયું. રોમરોમમાં સુખની વર્ષા તે અનુભવતી રહી. તે એકીટશે પ્રભુને નીરખતી રહી. ભરી સભામાં બનેલી આ આશ્ચર્યકારક ઘટનાને જ્ઞાનથી જાણીને ભવ્ય જીવોના હિત માટે ગૌતમ સ્વામીએ પ્રભુ મહાવીરને પૂછ્યું, ‘ભન્ને! આ શું બન્યું? દેવાનંદા બ્રાહ્મણીનાં સ્તનોમાંથી દૂધ કેમ ઝરવા માંડ્યું? આ કેવો સ્નેહભાવ’ પ્રભુએ કહ્યું, ‘ગૌતમ! આ દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે. હું દેવાનંદાનો આત્મજ પુત્ર છું.' વધુ ખુલાસો કરતાં પ્રભુએ સમજાવ્યું કે ‘હું દેવલોકથી ચ્યવ્યા પછી એની કુક્ષીમાં બ્યાસી દિવસ રહ્યો હતો. એટલે સ્નેહ અને અનુરાગવશ આમ બનવું સ્વાભાવિક છે.’ ભગવાનના સ્વમુખે આ વૃત્તાંત સાંભળી ૠષભદત્ત અને દેવાનંદા અતિ હર્ષ પામ્યાં. ત્યારબાદ પ્રભુની આત્મહિતકારી દેશના એક ચિત્તે સાંભળી. ૨૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૩૫૪ વૈરાગ્યભાવ પ્રગટતાં એ જ વખતે પોતાનાં આભૂષણો ઉતારી સાધુ-સાધ્વીનો વેશ પહેરી પંચમુષ્ટિ કેશલોચ કર્યો અને પ્રભુ પાસે દીક્ષા લઈ ઉત્કૃષ્ટ સંયમની આરાધના કરી અંતે સિદ્ધ થયાં. ભલે જગતમાં મળે નામના, ધર્મ વિના સૌ ખોટી નિંદરડી ઉડતી આ જગમાં, ચઢતાં કર્મ કસોટી મંગલ નામના કરવાનાં આવાં લ્હાવા ફરીને નહીં મળે. અવસર આવા નહીં મળે, તમે લાભ સવાયા લેજો. – લગા શકે તો બાગ લગાના, આગ લગાના મતા શીખો બિછા શકે તો ફુલ બિછાના, કાંટે બિછાના મત શીખો જલા શકે તો દીપ જલાના, દિલકો જલાન મત શીખો કરી શકે તો પુણ્ય હી કરના, પાપ કરના મત શીખો ધન ધન ધન ધન શું કરો, ધર્મ છે હાથનો મેલ, લાભ લઈ લ્યો દોહ્યલો, ફરી મળવો મુશ્કેલ, મેકોલેનું શિક્ષણ લઈને, માથાં અમારાં મોટાં થયાં માથાંને શું કૂટવાના? હૈયા અમારાં છોટા થયાં, જમાનાના ઝેરી પવને, અમ યૌવન કરમાઈ ગયાં પશ્ચિમની અવળી વાતોમાં, મૂરખ અમે ભરમાઈ ગયા, અનાચારના ગંદા રસ્તે, અમ જીવન ઘરબાઈ ગયાં, કૃત્યો અમારાં જોઈને પેલાં, પશુઓ પણ શરમાઈ ગયા સિનેમાનો સંગ ન કરશો, એનો સંગ કુસંગ છે ઝેર રેડે જીવતરમાં એ, ઝેરીલો ભુજંગ છે. ઊજળું જીવન મેલું કરતો, કાળો એનો રંગ છે એને પનારે જે પડવાં એનું જીવતર પણ એક જંગ છે Page #372 -------------------------------------------------------------------------- ________________ [૧૦૧] શેઠ બળભદ્ર અને નારાયણ બ્રાહ્મણ ચંપાપુર નગરમાં બળભદ્ર નામે એક ધનવાન શેઠ રહેતા હતા. તેમને પાંચ દીકરા હતા. બધા દીકરા ગુણવાન તથા બુદ્ધિમાન હતા. આ અત્યંત સુખી પરિવારને દેખી લોકો તે શેઠને બહુ ભાગ્યશાળી માનતા અને તે નીતિવાન અને ધર્મનિષ્ઠ છે એવી વાતો કરતા. આ શેઠના મકાનની સામે જ રાજપુરોહિત શ્રીધર રહેતા હતા. તેમને નારાયણ નામનો દીકરો હતો. તે મોજશોખમાં મોટો થયો અને કંઈ ભણ્યો નહીં. વખત જતાં તેનાં માબાપ અવસાન પામ્યાં. ભમ્યોગપ્યો ન હોવાથી તેને પિતાનું રાજપુરોહિત પદ ન મળ્યું. પિતાની સંપત્તિ ધીરે ધીરે ઓછી થતી ગઈ. પોતે ભણ્યો નહીં એનું દુઃખ હવે તેને સાલવા લાગ્યું. પરંતુ તેના પિતાજીનું કમાયેલું ઘણું ધન હતું તેથી તેને વિચાર્યું કે દેશપરદેશ ફરવા જવું જોઈએ. બને એટલી મોજ કેમ ન કરવી? તેણે દેશાટન માટેની તૈયારી કરવા માંડી. ઘરનો સામાન ઠીકઠાક સરખો કરતાં તેને એક ખૂણામાંથી નાની પેટી મળી આવી. ખોલીને જોતાં તેના અચંબાનો પાર ન રહ્યો. તેમાં પાંચ નંગ ભારે કીમતી રત્ન હતાં. તેની કિંમત કરાવવા તેણે એક ઝવેરીની દુકાને જઈ નંગ બતાવ્યાં. ઝવેરીએ દરેક રત્નની કિંમત એક-એક કરોડ મુદ્રા આંકી. હવે નારાયણે વિચાર્યું કે મારે કમાવાની ક્યાં જરૂર છે? જરૂર પડ્યે આ રત્ન એકેક વેચશું ને મજા કરશું. તેની પરદેશ જવાની તૈયારી પૂરી થઈ. પણ પ્રશ્ન થયો કે આ કીમતી રત્નની પેટી ક્યાં રાખવી? ઘરમાંથી તેને કોઈ ચોરી જાય તો? તેણે સામે જ રહેતા શેઠ બળભદ્ર કે જેઓ સત્યનિષ્ઠ અને આબરૂદાર છે તથા જૈનધર્મી શ્રાવક છે તેમને ત્યાં આ પેટી રાખવાનું નક્કી કર્યું. તે શેઠ બળભદ્રને ત્યાં પહોંચ્યો અને આ નાનીશી પેટી સાચવવા કહ્યું, અને જણાવ્યું “હું પરદેશથી Page #373 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૫૬ પાછો આવીશ ત્યારે આ પેટી પાછો લઈ જઈશ.” શેઠ બલભદ્ર એક ખૂણામાં આ પેટી મૂકવા તેને જણાવ્યું. પેટી ત્યાં મૂકી શેઠનો ખાસ અહેસાન માની મનથી નિશ્ચિત થઈ નારાયણ પરદેશ રવાના થઈ ગયો. થોડા દિવસ બાદ દિવાળી આવી. શેઠ ઘર સાફસૂફ કરતા હતા ત્યારે પેલી રત્નમંજુર (રત્નવાળી પેટી) હાથ આવી. ખોલીને જોવાનું મન થયું. ઉઘાડતાં જ શેઠ સ્તબ્ધ થઈ ગયા. આવાં મોંઘાં રત્નો? આમાં તો એકએક કરોડની કિંમતનાં પાંચ રત્નો છે. આ રત્નો હાથમાં લેતાં શેઠની દાનત બગડી. શેઠના આત્માએ શેઠના મનને ઢંઢોળ્યું, “પરાયું ધન ઓળવવું મહાપાપ છે. એ તો કાળો નાગ છે. પણ શેઠનું મન લલચાયું, “આમાંથી બે નંગ વેચી મારે તો હું કોટ્યાધિપતિ થઈ જાઉં. નારાયણ મારું શું બગાડી લેવાનો છે? એનો કોણ સાક્ષી છે?” તેણે બે રત્નો બજારમાં વેચી નાખ્યાં. બે કરોડ મુદ્રા મેળવી. આ મુદ્રાથી શેઠે પોતાનું મકાન હવેલી જેવું બનાવ્યું. પાંચ મજલાની હવેલી જોઈ લોકો વિચારવા લાગ્યા આટલું બધું ધન શેઠ કેવી રીતે કમાયા? પાંચ વર્ષ પછી નારાયણ પાછો આવ્યો. તેનું બધું ધન વપરાઈ ગયું હતું. તે દરિદ્ર જેવો દેખાતો હતો. તે શેઠ બળભદ્રને ત્યાં આવ્યો. શેઠે તેને ઓળખ્યો, પણ જાણે તેને પોતે ઓળખતા જ નથી એવો ડોળ કરી કહ્યું : “કોણ છે તું? કેમ પૂષાગાળ્યા વિના હવેલીમાં ઘૂસી આવ્યો?” નારાયણે કહ્યું, “હું નારાયણ. શેઠજી! મેં તમારે ત્યાં રાખેલી રત્નની પેટી પાછી લેવા આવ્યો છું.' શેઠ ચિડાયા. ક્રોધિત સ્વરે કહ્યું, “કેવા રત્ન? કઈ પેટી? કોઈ દિવસ રત્નો જોયાં છે તેં? નારાયણે ગભરાતે સ્વરે કહ્યું, “શેઠજી! પરદેશ જતાં પહેલાં હું આપને ત્યાં રત્નની એક પેટી અનામત મૂકી ગયો હતો. યાદ છે ને?” શેઠે જોરથી બૂમ મારી સેવકોને બોલાવ્યા અને કહ્યું, “આને બહાર Page #374 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા કિનારા ૯૦ ૩૫૦ કાઢો. ન જાય તો ધક્કા મારી બહાર કાઢો. જૂઠો આરોપ મૂકે છે, ચોરબદમાશ!' નોકરોએ પકડીને નારાયણને ઘરની બહાર કાઢી મૂક્યો. હવેલી બહાર ઊભો ઊભો નારાયણ બૂમો મારવા લાગ્યો, “આ શેઠે મારાં રત્નો હજમ કર્યા છે - હું એને હજમ નહીં થવા દઉં.” - નારાયણ બૂમો મારતો મારતો પાગલ થઈ ગયો અને બબડતો રહ્યો: આ શેઠે મારાં રત્નો હડપી લીધાં છે. શેઠ બળભદ્ર બેઈમાન છે.' લોકો કહેવા લાગ્યા, “જુઓ ખોટા આરોપ મૂકવાનું આ ફળ. ધર્માત્મા જેવા શેઠ ઉપર ખોટા આરોપો મૂક્યા તેથી છેવટે પાગલ થઈ ગયો ને?” દુઃખ અને ભૂખથી બેહાલ થઈ ગયેલો નારાયણ એક દિવસ મકાનની છત ઉપરથી કૂદકો મારી મરી ગયો. એની લાશ પડેલી જોઈ લોકો કહેવા લાગ્યા, “જોયું, ધર્માત્મા પુરુષને બદનામ કરવાનું ફળ? આખરે કૂતરાના મોતે મરી ગયો ને બળભદ્ર શેઠ તો રાજીરાજી થઈ ગયા, “હવે બધાં રત્નો મારાં. એક કાંટો હતો તે પણ નીકળી ગયો.” થોડા દિવસો બાદ બળભદ્ર શેઠના સૌથી મોટા પુત્ર શ્રીકાન્તનાં લગ્ન થયાં. નવવધૂને લઈ શ્રીકાન્ત પોતાની હવેલી પર આવ્યો. ભવનના પાંચમે માળે ચઢતાં તેણે જોરથી બૂમ મારી, ઓરે! મરી ગયો, બચાવો, નાગ કરડ્યો.” ઝેર પ્રસરતાં જ તેના પ્રાણ નીકળી ગયા. નવવધૂ પણ નીચે પછડાઈ જોરથી રોવા લાગી. શેઠ બલભદ્ર છાતી ફાટ રોતાકકળતા કહેવા લાગ્યા, “આ તે કેવો અન્યાય? લગ્ન થતાં જ વહુ વિધવા થઈ.” લોકો વાતો કરવા લાગ્યા, “કોઈ મોટું પાપ શેઠે કર્યું હશે. એનું જ એમને આ ફળ મળ્યું.' થોડા દિવસે દુઃખ કંઈક ઓછું થતાં શેઠે બીજા દીકરા શશિકાન્તનું લગ્ન લીધું. લગ્નવિધિ પતાવી શશિકાન્ત વહુને લઈ હવેલી પર આવ્યો. સાતમે માળે ચઢતાં જ તેના પગ પર નાગે ડંશ દીધો. તેના પણ પ્રાણ Page #375 -------------------------------------------------------------------------- ________________ જેન શાસનના ચમકતા સિતારા ૦ ૩૫૮ તરત નીકળી ગયા. ઘરમાં બધાં રોતાં રહ્યાં. બીજું એક વર્ષ વીતી ગયું. બહારગામથી એક દિવસ થોડા લોકો આવ્યા અને શેઠના ત્રીજા દીકરા રવિકાન્ત માટે તેમણે પોતાની દીકરીના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. શેઠે બધી વાત કરી. “પરણતાં જ છોકરો નાગ કરડવાથી મરી જાય છે એવું બે વાર બન્યું છે, એટલે હવે ત્રીજો છોકરો મારે ખોવો નથી. ભલે કુંવારો રહે. બહુ જ સમજાવટ પછી શેઠે આખરે લગ્નની હા પાડી. લગ્ન બાદ ઘરે આવતાં ત્રીજા દીકરાના પણ એ જ હાલ થયા. નાગ કરડ્યો અને તેના પ્રાણ નીકળી ગયા. બે વર્ષ બાદ ચોથા દીકરાના લક્ષ્મીકાન્તનાં લગ્ન લીધાં. તેના પણ એ જ હાલ થયા. ઘરમાં ચારચાર વિધવા દેખતા શેઠના દુઃખનો પાર નથી. પણ કરે શું? ત્યાર પછી ત્રણ વર્ષ એ જ નગરના એક શેઠ પોતાની દીકરીનાં લગ્ન બળભદ્ર શેઠના પાંચમા અને છેલ્લા દીકરા સાથે કરવાની વાત લઈને આવ્યા. બળભદ્ર શેઠ કહે, “શેઠ! મારા ચાર દીકરા લગ્ન પછી તરત મરી ગયા છે તે તમે જાણો છો, હવે આ છેલ્લો દીકરો છે. તેની સાથે તમારી દીકરી પરણાવી શું તમારે તેને ભરજુવાનીમાં વિધવા કરવી છે?” ' “ના, ના, શેઠ! એવું નહીં થાય. મારી પુત્રીએ સારો ધાર્મિક અભ્યાસ જ્ઞાની પાસે કર્યો છે. તે ઘણી સમજુ અને ડાહી છે તે એવું નહીં થવા દે. કેમ જાણ્યું? આ કાંઈ રમત રમવાની વાત નથી. જીવનમરણનો સવાલ છે.” બળભદ્ર બોલ્યા. દીકરીના બાપે કહ્યું : “શેઠ! મારી દીકરી શુભમતી તમારા ઘરની ચોક્કસ રક્ષા કરશે.” બળભદ્ર શેઠે ભારે હૈયા હા કહી, લગ્ન લીધાં. લગ્ન બાદ હરિકાન્ત શુભમતી સાથે ઘરે આવ્યો. સગાંવહાલાં બધાંના શ્વાસ અદ્ધર રહી ગયા. “જુઓ શું થાય છે? નાગ આને જીવતો છોડે તો સારું.” Page #376 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૫૯ શુભમતીએ હવેલી દ્વાર પર આવતાં પોતાની સાસુને કહ્યું : “મા! શેઠજીને અહીં બોલાવો. મારે ખાસ વાત ખાનગીમાં કરવી છે.” - શેઠ બળભદ્ર આવ્યા. વહુએ એક ખૂણે લઈ જઈ શેઠને કહ્યું: “પેલા બ્રાહ્મણનાં પાંચ રત્ન લઈ આવો.” શેઠ ચોંક્યા, જાણે આકાશ ઊપરથી પટકાયા ન હોય! ક્યા રત્નો, વહુ” શુભમતી કહે : પિતાજી! આ અવસર વાદવિવાદનો નથી. આપના વંશવારસાનો પ્રશ્ન છે!' શેઠ કહે : “વહુ તે કેમ જાણ્યું? આ વાત મારા અને ભગવાન સિવાય કોઈ જાણતું નથી.” વહુ શુભમતી કહે : “પિતાજી! વખત ન બગાડો. જલદી એ રત્નની પેટી લાવો. ગભરાયેલા શેઠ ઘરમાં દોડ્યા તરત રત્નની પેટી લઈને આવ્યા અને કહ્યું, “પાંચ રત્નોમાંથી બે નંગ વેચી નાખ્યાં છે. ત્રણ બચ્યાં છે તે આ રહ્યાં.” વહુ પોતાની સાડીમાં રત્નપેટી સંતાડી હવેલી ઉપર ચઢવા લાગી. પાંચમી સીડી આવતાં તે નીચે બેસી ગઈ અને રત્નની પેટી ઉઘાડીને બાજુમાં ' મૂકી. મોટેથી બોલી: “હે નાગદેવતા! મારા સસરાએ જે વિશ્વાસઘાત આપની સાથે કર્યો છે તે અપરાધને ક્ષમા કરો અને બચેલાં ત્રણ રત્નોથી સંતોષ માનો.” ચમત્કાર થયો હોય એમ નાગદેવતા બહાર આવ્યા રત્નની પેટીમાંથી એક રત્ન મોંમાં લઈ પાછા ચાલ્યા ગયા. ચારે તરફથી વહુની વાહવાહ થઈ. લોકોએ સતી શુભમતીની જય બોલાવી. બળભદ્ર શેઠે હવે વહુને કહ્યું, “આ બધું રહસ્ય શું છે એ મને સમજાવ.' શુભમતીએ કહ્યું, “પિતાજી! જે કર્મ કર્યા હોય તે ભોગવવાં જ પડે છે. તમે એ બ્રાહ્મણનાં પાંચ રત્નો ઓળવી લીધાં હતાં. તમે એ બ્રાહ્મણનો વિશ્વાસઘાત કર્યો હતો. એ બ્રાહ્મણ મરીને આ નાગ થયો અને વિશ્વાસઘાતનો બદલો લેવા તમારા ઘરમાં સંતાઈ રહ્યો. એક એક કરીને તમારા ચાર દીકરાના Page #377 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા ૦ ૩૬૦ પ્રાણ લીધા. પરંતુ આજે મેં એ નાગદેવતાની ક્ષમા માગી. તેમાં રત્નોની પેટી તેના સામે ધરી. એક રત્ન તો તેણે લીધું. ચાર રત્નોનો બદલો તો તેણે લઈ લીધો હતો. પાંચમાનો બદલો બાકી હતો તેથી તે એક રત્ન પોતાના મોંમાં લઈ પલાયન થઈ ગયો. તેનું વેર પૂરું થયું. હવે તે કોઈ જાતનો ઉપદ્રવ નહીં કરે.” શેઠે પૂછ્યું : “પણ વહુ! આ બધું તે શી રીતે જાણ્યું?” શુભમતીએ કહ્યું : “બાપુજી! મેં એક જ્ઞાની પાસેથી આ વાત જાણી હતી અને તેનો ઉપાય વિચારી રાખ્યો હતો. તે પ્રમાણે આજે હું વર્તી અને જે ફળ મેળવવું હતું તે મેળવ્યું.' શેઠ બળભદ્ર કહે : “હા! હું મહાપાપી છું, વિશ્વાસઘાતી છું. બ્રાહ્મણનાં રત્નો મેં ઓળવી લીધાં હતાં તે મારા પાપનું ફળ મેં ભોગવ્યું.” પ્રાચીન જૈનસાહિત્યની આ વાર્તા ૧૮ પાપસ્થાનોમાં જે ત્રીજું અદત્તાદાન છે તે સમજાવે છે, એટલે કે પારકી વસ્તુ ધણીની સંમતિ વિના લઈ લેવાની વૃત્તિ કેવાં ભયંકર પરિણામ લાવે છે તે સમજાવે છે. પ્રભુજી મારા પ્રેમથી નમું મૂર્તિ તારી જોઈને ઠરું. અરે રે પ્રભુ પાપ મેં કર્યા, શું થશે હવે ધર્મ નહિ કર્યા. માટે હે પ્રભુ તમને વીનવું, તારજો હવે પ્રભુજીને સ્તવું. દીનાનાથજી દુઃખ કાપજો, ભાવિક જીવને સુખ આપજો. આદિનાથજી સ્વામી મહારા, ગુણ ગાઉં છું નિત્ય તાહરા. Page #378 -------------------------------------------------------------------------- ________________ [૧૦] સમ્રાટ અશોક અને કુણાલ ચાણક્યની સહાયથી નંદરાજાને જીતી ચંદ્રગુપ્ત પાટલીપુત્રનો રાજા થયો. તેણે મૌર્ય વંશની સ્થાપના કરી. તેનો પુત્ર બિંદુસાર. બિંદુસારને અશોક નામે પુત્ર થયો. અશોક પાસે મહાસામ્રાજ્ય હતું અને તેથી તે સમ્રાટ કહેવાતો. તેને કુણાલ નામે સુંદર પુત્ર થયો. કુમાર કુણાલ કોઈ નિરુપદ્રવી સ્થાને રહે તે જરૂરી લાગવાથી તેને અવંતી નગરીમાં રાખ્યો. આ નગરીની બધી આવક કુમારને મળે એવો બંદોબસ્ત સમ્રાટ અશોકે કર્યો. અહીં કુમારનું રાજ્યના માણસોએ સારી રીતે જતન કર્યું. કુમાર કુણાલ આઠ વર્ષનો થયો ત્યારે તેણે વિદ્યા ગ્રહણ કરવી જોઈએ એમ સમજી સમ્રાટ અશોકે એક પત્ર કુણાલ ઉપર લખ્યો. તેમાં જણાવ્યું કે - कुमार कुणाल। त्वया अधीतव्यमिति मदाज्ञाऽचिरेण त्वया विधेया। એટલે કે “હે કુણાલ કુમાર! તારે હવે અભ્યાસ કરવો એવી આ મારી આજ્ઞા તારે શીધ્ર અમલમાં મૂકવી.” રાજા પત્ર લખી બંધ કરવાના હતા ત્યાં કોઈ અગત્યના કામે કાગળ ત્યાં જ રાખી તેઓ બહાર ચાલી ગયા. એવામાં ત્યાં આવેલી કુમારની ઓરમાન માતાએ તે પત્ર વાંચ્યો અને અધીતત્ર્ય ના ઉપર કાજળથી અનુસ્વારનું ટપકું કરી નાખ્યું, તેથી કંથ તળે થઈ ગયું. અનુસ્વારના એક જ ટપકાથી અર્થનો અનર્થ થયો. બહારથી પાછા આવતાં જ અશોકે પત્ર બીડી અંગત માણસ સાથે અવંતી મોકલ્યો. કુણાલે પત્ર મળતાં પિતાનાં નામ-મુદ્રા અને અક્ષર ઓળખતાં તે પત્ર માથે ચઢાવ્યો ને આનંદપૂર્વક ઉઘાડી વાંચવા માંડ્યો. પત્ર વાંચતાં જ તે ખિન્ન થઈ ગયો. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. રશકે કારણ પૂછ્યું પણ કુમાર કંઈ જ બોલી ન શક્યો. આરક્ષકે લેખ વાંચ્યો. તે પણ વિમાસણમાં પડ્યો. તેણે કુમારને કહ્યું, “આ પત્રનો નિરાંતે નિર્ણય લેવાશે.” કુમારે કહ્યું, “મૌર્યવંશમાં આજ સુધી કોઈ આજ્ઞાલોપક થયું નથી. હું જ - Page #379 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા - ૩૬૨ જો આજ્ઞાલોપક બનું તો બીજાઓ તેનું ઘણી સહેલાઈથી અનુકરણ કરશે.” પછી કુમાર કુણાલે એકાંતમાં જઈ લોઢાની સળી તપાવી અને તેને બંને આંખોમાં નાખી જાતે જ અંધ થયો. કારમી વેદના તેણે સહન કરી. આ વાત જ્યારે સમ્રાટ અશોકે જાણી ત્યારે તેના દુઃખનો પાર ન રહ્યો. તેણે પોતાની જાતને ઘણી નિંદી, ધિક્કારી કે પત્ર લખવામાં ભૂલ કરી ને લખીને ફરી વાંચ્યો નહીં. તપાસ કરતાં ખબર પડી કે અમુક રાણીનું આ કામ છે. હવે અંધકુમારને રાજ્યનો ભાર નહીં સોંપાય તે સમજી તેનો વસવસો રાતદિવસ અશોકના મનમાં રહ્યા કરતો. કુમાર સારી રીતે રહી શકે તે માટે અવંતીની બધી આવક કુમારના નામે કાયમ માટે કરી. કુમાર યુવાન થતાં શરદશ્રી નામની સુંદર અને ગુણિયલ કન્યા સાથે તેનાં લગ્ન કર્યા. કુમારને ગીત-સંગીતનો ખૂબ શોખ હતો તેથી તેની સાધનામાં તે સમય પસાર કરતો. તેના કંઠમાં મધુરતા, ગંભીરતા હતી. તેનું સંગીત સાંભળીને મનુષ્ય તો શું, પશુપક્ષી પણ મુગ્ધ થતાં. એવી પારંગતતા તેણે સંગીત ક્ષેત્રે મેળવી હતી. સમય જતાં કુણાલની પત્ની શરદશ્રીએ ઉત્તમ લક્ષણવાળા સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. “હું પોતે રાજ્ય માટે અધિકારી અને યોગ્ય હોવા છતાં રાજ્ય ન મેળવી શક્યો, પણ મારા પુત્રને તે મળવું જોઈએ એવી ભાવનાથી પ્રેરાઈ કુણાલ ગુપ્ત રીતે પાટલીપુત્ર પહોંચ્યો. ત્યાં તે ગીતસંગીતના કાર્યક્રમો ગોઠવવા લાગ્યો. તે તેથી અતિ લોકપ્રિય થઈ ગયો. જ્યાં જ્યાં તેનો કાર્યક્રમ હોય ત્યાં લોકો ભેગા થઈ જતા. મહાન ગાંધર્વકળાકુશળ ગાયકની પ્રશંસા સાભળી રાજા અશોકે પણ પોતાને ત્યાં સંગીતસભા માટે તેને આમંત્રણ આપ્યું. કુણાલના કહ્યા પ્રમાણે તેના માણસોએ રાજદરબારમાં બધો પ્રબંધ કર્યો અને ઝીણા પડદા જેવી જવનિકામાં કુમાર પોતાના વાદ્યમંડળ સાથે ગોઠવાયો. ધીરે ધીરે તેણે સંગીત શરૂ કર્યું. સ્વર ઘુંટાવા લાગ્યા. કોઈ દિવ્ય મંજુલ ધ્વનિ વાતાવરણમાં પથરાવા લાગ્યો. સાંભળનારા બધા રાગ-રાગિણીમાં જાણે ભીંજાઈ ગયા. અંતે પ્રસન્ન થયેલા રાજાએ વાહવાહના પોકાર કર્યા : “ગાયક! તમારું ગીત સંગીત અદ્ભુત છે. તમારી ખ્યાતિ કરતાં તમારી કલાસાધના અનેકગણી મહાન છે. બોલો, Page #380 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા ૦ ૩૬૩. તમારે શું જોઈએ? જે જોઈએ તે કહો, હું તમને અવશ્ય આપીશ.” કુણાલે કહ્યું: “હું ચંદ્રગુપ્તનો પ્રપૌત્ર, બિન્દુસારનો પૌત્ર અને અશોક સમ્રાટનો અંધ પુત્ર કાકિણી માગું છું.” આ સાંભળી સમ્રાટે પૂછ્યું, “હે ગાયક! તમારું નામ શું છે? ‘તે જ હું કુણાલ નામનો તમારો દીકરો છું, જે તમારા આજ્ઞાપત્રથી સ્વયં આંધળો થયો હતો! આ સાંભળી રાજા જવનિકા પાસે આવ્યો અને પડદો દૂર કરી કુણાલને ઓળખ્યો. અશોકની આંખોમાંથી આંસુનો પ્રવાહ વહેવા લાગ્યો અને તે કુણાલને ભેટી પડ્યો. પોતાની પાસે બેસાડી તેણે પુત્ર કુણાલને પૂછ્યું : તને શું જોઈએ?” કુણાલે કહ્યું, “મારે તો કાકિણી જોઈએ.” ન સમજાયાથી રાજાએ મંત્રીને પૂછ્યું, “કાકિણી એટલે શું?” મંત્રીએ કહ્યું, “મહારાજ! કાકિણીનો અર્થ સામાન્ય રીતે નાણું કહેવાય, પણ તેનો વિશેષ અર્થ રાજ્ય થાય.” આ સાંભળી રાજાએ કહ્યું : “વત્સ! તું રાજ્યને શું કરશે? દૈવયોગે તારી દૃષ્ટિ પણ નાશ પામી છે. રાજ્ય કેવી રીતે સાચવીશ?” કુણાલે કહ્યું, ‘તાત! મારે તો હવે રાજ્ય શા કામનું પણ મારા પુત્ર માટે રાજ્યની વિનંતિ કરું છું.” આ સાંભળતાં જ આનંદિત થયેલા રાજાએ ઉલ્લાસથી પૂછ્યું : પુત્ર થયો છે? ક્યારે? શું નામ રાખ્યું છે? કેવો છે?” કુણાલે કહ્યું : “સમ્મતિપ્રિયદર્શન અર્થાત્ હમણાં પુત્ર થયો હોઈ નામ સમ્મતિ અને દેખાવે સુંદર છે. એટલે પ્રિયદર્શન.” સમ્રાટ અશોકે ધામધૂમપૂર્વક સમ્રતિને તેડાવી યુવરાજપદે સ્થાપ્યો ને રાજ્યારૂઢ પણ કર્યો. ક્રમ કરી રાજા સમ્મતિ વય, વિક્રમ, લક્ષ્મી, સૌભાગ્ય આદિથી અભ્યદય પામવા લાગ્યા. તેમણે પ્રાયઃ અડધું ભારત સાથું ને સમ્રાટ સમ્મતિ કહેવાયા. તેઓ દૃઢ શ્રદ્ધાવાળા પરમ શ્રાવક હતા. તેમણે જિનશાસનનાં ઉત્તમ કાર્યોમાં અને ધર્મપ્રચારમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ કથા એમ કહે છે કે સિદ્ધાંતસૂત્રના પાઠમાં કે પદમાં વર્ણમાત્રની અધિકતા કે ન્યૂનતા કોઈક વાર મોટી હાનિ કરે છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ [૧૦૩] નૃપસિંહ પાટણ નગરીમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય બિરાજમાન હતા. ત્યાં શ્રી કુમારપાળ મહારાજાનું રાજ્ય હતું. શ્રી હેમચંદ્રાચાર્યના સદુપદેશથી અત્યંતધર્મપાલક કુમારપાળ મહારાજાએ પોતાના અઢાર દેશોમાં સર્વત્ર અમારિનું॰ પાલન કાયદાથી કરાવેલું. કુમારપાળનો પુત્ર નૃપસિંહદેવ ફક્ત સોળ વરસની ઉંમરનો યુવાન હતો, પણ જૈન ધર્મ તેના હાડેહાડમાં હતો. કર્મસંજોગે તે મરણની અંતિમ અવસ્થાએ આવી ઊભો હતો. ચારે બાજુ તે રોગથી ઘેરાયેલો હતો. તેની જીવનનાવ ડૂબવાની તૈયારી હતી. તેવા સમયે કુમારપાળ મહારાજાએ પોતાના ગુરુમહારાજ શ્રી હેમચંદ્રાચાર્યજીને બોલાવ્યા. આચાર્યશ્રી નૃપસિંહની અંતિમ અવસ્થાની વાત સાંભળી તરત પધાર્યા. આચાર્યશ્રીને આવતા જોઈ નૃપસિંહ પથારીમાંથી બેઠો થઈ ગયો અને તેણે ભાવપૂર્વક વંદના કરી, ગુરુમહારાજે મસ્તક ઉપર હાથ મૂકી ધર્મલાભ આપ્યો. આ વખતે નૃપસિંહની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. આ દૃશ્ય જોઈ પૂજ્યશ્રીને ભારે દુઃખ થયું : ‘હું આ શું જોઈ રહ્યો છું? દેવગુરુની નિરંતર ઉપાસના કરનાર, જીવદયાના અઠંગ ઉપાસક, શ્રી નવકાર મહામંત્રનું ધ્યાન ધરનાર, શ્રી શત્રુંજય તીર્થને હૃદયમાં ધરનાર એવા નૃપસિંહની આંખમાં આંસું હોય કે આનંદ હોય?” આચાર્યશ્રી પૂછે છે : ‘હે પુણ્યશાળી! આ દુઃખમાં કર્મ ખપે છે તેનો આનંદ હોય કે ખેદ હોય? દુઃખ તો આનંદથી ભોગવવાનું હોય, તેને બદલે શોક કેમ કરો છો?’ ‘ગુરુદેવ! આ આંસું દુઃખનાં નથી. પરંતુ મારા મનના મનોરથો જમીનદોસ્ત થતાં જોઉં છું એટલે આંખમાં આંસું આવ્યાં. આપના જેવા ગુરુમહારાજ જિનશાસનને સમજાવનારા મળ્યા, જડ-ચેતનના ભેદ જાણ્યા. મારા પિતાજીએ ૧. કોઈ જીવને હણવો નહી - અહીંસાનું પાલન. Page #382 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૬૫ તો આરસનાં જિનમંદિરો બંધાવ્યાં, પરંતુ મારા તો મનોરથ હતા કે સોનાનું વિશાળ મંદિર બંધાવી, સુંદર રત્નની પ્રતિમા પધરાવી, આપના પુનિત હસ્તે પ્રતિષ્ઠા કરાવી, છરી પાળતો વિશાળ સંઘ કાઢી આ ભવભ્રમણ ટાળવા ચારિત્ર્ય લઉં. આવા મનોરથો હતા, પરંતુ આ બધા મનોરથો સાકાર ન બનતાં આંસું આવ્યાં. આંસુંનું આ કારણ છે.’ નૃપસિંહના અદ્ભુત અજોડ મનોરથો સાંભળી પૂજ્યશ્રીની આંખમાંથી પણ અનુમોદનાનાં અને હર્ષનાં પ્રતીકરૂપે ‘બે આંસું' ટપકી પડ્યાં. અંતમાં ગુરુદેવે સુકૃત અનુમોદના, દુષ્કૃતગર્હા,૧ ક્ષમાપના, અને વ્રતાચાર કરાવીને અપૂર્વ સમાધિનું ભેટલું ધર્યું. અંતે બે હાથ જોડી, ‘પૂજ્યશ્રીને અનંતશઃ વંદના' શબ્દ બોલતાં નૃપસિંહનો આત્મા પરલોકમાં સિધાવી ગયો. કેવા ઉત્કૃષ્ટ મનોરથો! સમાધિની કેવી અજોડ ઉપાસના! પ્રભુ તારું ગીત મારે પ્રભુ તારું ગીત મારે ગાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. પ્રભુ તારું ગીત મારે ગાવું છે... પ્રભુ આવે જીવનમાં તડકાને છાયાં, માગું છું પ્રભુ તારી જ માયા ભક્તિના રસમાં નહાવું છે... પ્રભુ ભવસાગરમાં નૈયા ઝુકાવી ત્યાં તો અચાનક આંધી ચડી આવી સામે કિનારે મારે જાવું છે... પ્રભુ તું વીરાગી, હું અનુરાગી તારા ભજનની ટ મને લાગી પ્રભુ તારા જેવું મારે થાવું છે... પ્રભુ ૧. આપણે કરેલા પાપોની નિંદા કરવી (ગર્હા કરવી) Page #383 -------------------------------------------------------------------------- ________________ [૧૦] ચાંપો વણિક ચાંપા નામનો એક વણિક એક ગામથી બીજે ગામ જવા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. તેની પાસે તે વખતે પુષ્કળ ધન હતું. ઘણું ધન તેણે કેડે બાંધેલું હતું. રસ્તામાં તેને ત્રણ લૂંટારુ મળ્યા. લુંટારુઓએ બૂમ પાડી, “એય કોણ છે? ઊભો રહી જા.” ચાંપાએ ઊંટ ઊભો રાખ્યો. મુખ્ય લૂંટારાએ પૂછયું, “તારી પાસે ધન હોય તે આપી દે. કેટલું ધન છે? બોલ.' ચાંપો કહે, “ધન તો ઘણું છે. આ શરીર ઉપર ઘણા દાગીના છે તેમ જ કેડે પણ ઘણું ધન બાંધેલું છે. પણ તમે કોણ છો એ તો કહો.” ચાંપો ભારે સત્યવાદી અને એટલો જ નિક હતો. લૂંટારુ કહે : “અમે લૂંટારા છીએ અને તેને લૂંટવા માગીએ છીએ.” ચાંપો કહે : “તમે ભીખારી હો તો હું કંઈક દાન આપી શકું. પણ તમે મને લૂંટવા માંગતા હો તો એક કોડી પણ નહિ મળે. સરદાર કહે : “અમે લૂંટારુ છીએ - કોઈનું દાનધર્માદા લેતા નથી. અમે મર્દ છીએ, લૂંટીને લઈએ છીએ.” ચાંપો કહે : “તો લડવા તૈયાર થઈ જાઓ. હું પણ મર્દનો બચ્યો છું.' લૂંટારા અને ચાંપો સામસામા લડવા તૈયાર થયા. ચાંપો છલાંગ મારી ઊંટ ઉપરથી નીચે ઊતર્યો. એક લૂંટારુ કહે “શું તને ઊંટ ઉપરથી બાણ ચલાવતાં નથી આવડતું?” ચાંપો કહે : “આવડે તો બધું છે, પણ તમે નીચે ઊભા હો અને હું ઊંટ ઉપર બેઠો હોઉં એ લડવામાં અનીતિ કહેવાય. અનીતિનું યુદ્ધ મારાથી ૧. ભય વગરનો Page #384 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૬૦ ન થાય.” લૂંટારુનો સરદાર વાણિયાની આ વિર વાણી સાંભળી દંગ થઈ ગયો. એટલામાં પોતાના ભાથામાં પાંચ બાણ હતાં તેમાંથી ચાંપાએ બે બાણ ફેંકી દીધાં. આ ચેષ્ટા જોઈને સરદારનું આશ્ચર્ય વધી ગયું. “અલ્યા! આ શું કર્યું? બે બાણ કેમ ફેંકી દીધાં? ચાંપાએ કહ્યું : “જુઓ તમે ત્રણ જણા છો. મારાં ત્રણ બાણ તમોને પૂરા કરી જ દે એની મને ખાતરી છે. બીજું એ કે મારે અનિવાર્ય પ્રસંગે લડવાનું બને તો એક જણ ઉપર એક જ બાણ મારવાનો નિયમ છે. રખેને એક બાણ ભૂલથી વધારે મરાઈ જાય તો મારા નિયમનો ભંગ થાય. એટલે બે બાણ ફેંકી દીધાં ત્રણ બાણ બસ છે.' સરદાર કહે : “તો શું તું એવો તીરંદાજ છે કે તારું નિશાન ખાલી ન જ જાય? હા.... જરૂર!” એક લૂંટારુ કહે : “તો ઉપર ઊડતા પક્ષીને મારી બતાવી ચાંપો કહે : “હું જૈન શ્રાવક છું. નિરપરાધી જીવને ન મારવાનો મારો અભિગ્રહ (નિયમ) છે. છતાં મારી તીરંદાજીની ખાતરી કરવી હોય તો આ મારા ગળાની માળા તમારા માથા ઉપર રાખો અને દૂર ઊભા રહો. મારું બાણ એ માળા લઈને ચાલતું થશે અને તમારો વાળ પણ વાંકો થશે નહિ.” મારું એક બાણ જરૂર ઓછું થશે, પણ એને તો પહોંચી વળીશ.” ચાંપાના કહ્યા મુજબ કરવામાં આવ્યું અને સડસડાટ કરતું તીર સરદારના માથા ઉપર રહેલી માળાને લઈને ચાલી ગયું. લૂંટારુઓનો સરદાર ચાંપા શેઠની મર્દાનગી, સાહસિકતા, નીડરતા, સત્યપ્રિયતા, લક્ષ્યવેધકતા અને નીતિમતા જોઈ ખૂબ જ આનંદ પામ્યો અને બોલ્યો: “શેઠ! તમારા જેવા નરવીરની આ ધરતીને જરૂર છે. આવા મર્દોની અમારે ખાસ જરૂર છે.” Page #385 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૬૮ ચાંપાએ સરદારની વાત સાંભળીને કહ્યું, “તમે લૂંટારુ નથી લાગતા, પણ કોઈ ઉચ્ચકુળના લાગો છો. તમારી વાણીની સભ્યતા એમ જ કહે છે. તમે કોણ છો તે કહો.” સરદારે કહ્યું, “મારું નામ વનરાજ ચાવડો... રાષ્ટ્રની રક્ષા કાજે અમારે લૂંટ ચલાવીને ધન ભેગું કરવું પડે છે, બીજો ઉપાય નથી. ચાંપાભાઈ! જ્યારે તમે એવું સાંભળો કે વનરાજ ચાવડો રાજા થયો છે ત્યારે તમે જરૂર આવજો. તમારી શક્તિનો લાભ રાષ્ટ્રને મળે એમ હું ઇચ્છું છું.' ચાંપો કહે : “શું આપ પોતે જ વનરાજ છો? તો આ મારું સર્વસ્વ ધન લઈ લો અને રાષ્ટ્રની રક્ષા કાજે તેનો ઉપયોગ કરો.” એમ કહી ચાંપાએ પોતાની પાસે જે કાંઈ તે વખતે હતું તે બધું જ ધરી દીધું અને “વધુ જોઈએ તો ઘરે ઘણું ધન છે તે પણ આપને મળી રહેશે' એમ વચન આપ્યું. ચાંપાનું આ ધન વનરાજને ઘણું ઉપયોગી થયું. તેણે રાજ્ય પરત મેળવ્યું અને પાટણ નગરી વસાવી. નગર મધ્યે ભવ્ય મંદિર બંધાવ્યું અને પંચાસર પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. પ્રભુ તારું ગીત મારે સુક્યા હશે પૂજ્યા હશે નિરખ્યા હશે પણ કો ક્ષણે હે જગતબંધુ! ચિત્તમાં ધાર્યા નહિ ભક્તિપણે; જન્મ્યો પ્રભુ તે કારણે દુઃખપાત્ર હું સંસારમાં હા! ભક્તિ તે ફળતી નથી, જે ભાવ શૂન્યાચારમાં એક જંબુ જગ જાણીએ, બીજા નેમ કુમાર, ત્રીજા વયર વખાણીએ, ચોથા ગૌતમધાર, Page #386 -------------------------------------------------------------------------- ________________ [૧૯૫] પુણ્યસાર વર્ણપુર નામના નગરમાં પુણ્યસાર નામના એક શેઠ વસતા હતા. થોડા દિવસ પહેલાં જ બાજુના ગામે તેમનાં લગ્ન થયેલાં. પત્નીને પહેલી વાર તેડવા તે સસરાને ત્યાં આવ્યા. તેમની વહુ પહેલાંથી જ અન્ય સાથે હળેલી, તેથી પુણ્યસારે ત્યાં રોકાઈને વહુને સાથે જ લઈ જવા આગ્રહ રાખ્યો. બે-એક દિવસ પછી પુણ્યસાર પોતાની પત્ની સાથે પોતાને ગામ જવા ઊપડ્યો. માર્ગમાં તરસ લાગતાં પુણ્યસાર એક કૂવા આગળ પાણી લેવા ગયો. લાગ જોઈ વહુએ પુણ્યસારને ધક્કો મારી કૂવામાં નાખી દીધો. પોતે બાપને ઘરે દોડી આવી. કારણ પૂછતાં તેણે કહ્યું, “અમે બન્ને જતાં હતાં ત્યાં ચોરોને આવતા જોઈ હું સંતાઈ ગઈ ને તેમને ચોરોએ પકડીને લૂંટી લીધા. માર્યાયે હશે. કોણ જાણે તેમનું શું થયું? લાગ જોઈ હું અહીં ભાગી આવી.” સહુએ તેની વાત સાચી માની. તે સ્વછંદ રીતે વર્તવા લાગી. આ બાજુએ, કૂવામાં પડેલો પુણ્યસાર પુણ્યયોગે બચી ગયો. થોડા સમય પછી જતા-આવતા વટેમાર્ગુઓએ તેને કૂવામાંથી બહાર કાઢ્યો. તે પોતાના ઘેર આવી રહેવા લાગ્યો. કેટલોક સમય વીત્યા પછી તેને થયું, “લાવ, સસરાને ઘરે જઈ જોઈ તો આવું કે ત્યાં શી વાત થઈ છે? અને તે ત્યાં પહોંચ્યો. સસરાએ સામેથી પૂછ્યું: ‘કેમ, ચોરોએ કેટલું લૂંટી લીધું? તમને માર્યા તો ન હતા ને?” વગેરે. પુણ્યસાર વસ્તુને સમજી ગયો. તેણે કહ્યું: ‘ચોરોનું શું પૂછવું? એ તો મારેય ખરા? એ તો સારું થયું કે મને જીવતો મૂક્યો ને આ તમારી દીકરી અહીં નાસી આવી. નહિતર કોણ જાણે શું નું શું થાત!” આ સાંભળી તેની પત્નીને તેના પર લાગણી થઈ આવી અને તે પતિની ઘરે આવી. બંને સુખેથી રહેવા લાગ્યા. વખત જતાં તેમને એક પુત્ર થયો. દીકરો મોટો થયો. એક વાર શેઠ ૨૪ Page #387 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૩૭૦ જમતા હતા. એવામાં અચાનક આંધી આવી. ભાણામાં આંધીની રજ ન પડે એ આશયથી શેઠાણીએ સાડલાનો પાલવ આગળ ધરી રાખ્યો. આ જોઈ પુણ્યસારને પત્નીની આગળની અને અત્યારની લાગણીનો વિચાર આવતાં હસવું આવ્યું. આ જોઈ પુત્રને વિચાર આવ્યો કે પિતાજી કેમ હસ્યા? તેણે જિદ કરી પિતાને તેમના હસવાનું કારણ પૂછ્યું. ત્યારે પિતાએ પુત્રને ખાનગીમાં વાત કહી દીધી કે અત્યારે મારા માટે અડધી થઈ જતી તારી માએ એક વાર મને કૂવામાં નાખી દીધો હતો.' સમય વીતતાં પુત્ર પરણ્યો. પુત્રવધૂએ ઘરે આવીને સ્ત્રીની મહત્તા બતાવવા માંડી, સ્ત્રીના ગુણગૌરવ ગાવા માંડ્યા. પુત્રે (નવોઢાના પતિએ) પોતાની માતાનું ચરિત્ર જણાવતાં કહ્યું : ‘રહેવા દેને હવે, મારી માએ જ મારા બાપને કૂવામાં ફેંકી દીધો હતો.' આમ કહી તેણે આખી વાર્તા કહી સંભળાવી અને વધારામાં સંભળાવ્યું : ‘સ્ત્રીઓથી ચેતતા જ રહેવું. ‘છેતરપિંડી, નિર્દયતા, ચંચળતા અને કુશીલત્વ જેવા દોષો તો સ્ત્રીઓમાં સ્વાભાવિક જ હોય છે. તેમની સામે કોણ ટકે?' અંતે આ બોલચાલનો અંત આવ્યો અને સૌ સૌના કામે લાગ્યાં. એક વાર સાસુ-વહુને બોલાચાલી થઈ. ‘તું આવી અને તમે આવાં’ એમ બોલાચાલી વધી ગઈ, ત્યારે વહુએ પોતાના પતિ પાસેથી સાંભળેલી વાત સાસુને સંભળાવતાં મહેણું માર્યું કે મને બધી ખબર છે કે તમે મારા સસરાને કૂવામાં ફેંકી દીધા હતા. આ સાંભળતાં જ સાસુ સૂનમૂન થઈ ગઈ : આશ્ચર્ય છે! મારા પતિએ આટલાં વર્ષો સુધી આ વાત કોઈને ન કહી, ને કહી તો નવી વહુને કહી? હવે મારે જીવવા જેવું શું રહ્યું?” પરિણામ એ આવ્યું કે શેઠાણી ફાંસો ખાઈ મરી ગઈ. આ આઘાતને શેઠ પુણ્યસાર જી૨વી ન શક્યા અને તેઓ મૃત્યુ પામ્યા. પુત્રે વિરક્ત થઈ દીક્ષા લીધી. કથાનો સાર એ છે કે કોઈએ કોઈની ગુપ્ત વાત કોઈને કહેવી નહીં. એવી વાતો કરવાથી ન ધારેલાં ખરાબ પરિણામો આવી શકે છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ [૧૬] આર્ય રક્ષિતસૂરિ દશપુર નામના નગરમાં સોમદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને સોમા નામની પત્ની હતી. તે બન્ને જૈનધર્મી હતાં. તેમને આર્યરક્ષિત અને ફશુરક્ષિત નામે બે પુત્રો હતા. તેમાં મોટો પુત્ર પાટલીપુત્ર જઈ સાંગોપાંગ વેદાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરીને પોતાના નગરમાં પાછો આવ્યો. તે વખતે રાજાએ મોટા ઉત્સવપૂર્વક તેને હાથી પર બેસાડી નગરપ્રવેશ કરાવ્યો. નગરના લોકો તેનું આગમન જોવા મોટી સંખ્યામાં આવ્યા. આર્યરક્ષિત ચારે બાજુ નજર ફેરવતો કંઈક શોધતો હતો. તેની નજરમાં ક્યાંય પોતાની મા ન દેખાઈ. તેને થયું, મારા સન્માનાર્થે આખું ગામ આવ્યું છે પણ મારી મા કેમ નથી આવી? આથી ઉતાવળો ઉતાવળો બધું છોડી તે પોતાના ઘરે આવ્યો. માં સામાયિકમાં બેઠી હતી. સામાયિક પારી માએ આર્ય રક્ષિતને પૂછ્યું, “મજામાં છે ને? આર્યરક્ષિતને આ આવકાર ઠંડો લાગ્યો. તેણે પૂછ્યું, “મા! કેમ નારાજ છે? સારું ગામ મારા આગમનથી પ્રસન્ન છે અને તું કેમ પ્રસન્ન નથી? મારી વિદ્યાથી તને આનંદ નથી થતો?” માએ કહ્યું, “બેટા! તું ચૌદ વિદ્યાનું જ્ઞાન ભણીને આવ્યો છે પણ તે આત્મવિદ્યા પ્રાપ્ત નથી કરી. જો તું આત્મવિદ્યા અને દૃષ્ટિવાદનું જ્ઞાન શીખીને આવે તો મને અવશ્ય આનંદ થાય.” મા! તે મને કોણ શીખવે? હું જરૂર ત્યાં જઈ શીખી આવીશ.' માતાએ કહ્યું, “તારા મામા તોસલિપુત્ર આચાર્ય તે તને શીખવી શકે.' માતાનું વચન અંગીકાર કરી પ્રાત:કાળે માતાની રજા લઈ આર્યરક્ષિત મામા પાસે ભણવા ચાલ્યો ગયો. આર્યરક્ષિત પોતે ગુરુને વંદનાદિક કરવાની વિધિથી અજ્ઞાન હતો તેથી તે દઢરથ નામના શ્રાવકને સાથે લઈને ગુરુ પાસે ગયો અને શ્રાવકની વિધિ અરક્ષિતને પૂછવું, “માકેમ નથી Page #389 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના સમકતા સિતારા ૦ ૩૭૨ પ્રમાણે ગુરુને વાંદીને બેઠો. પછી તે દૃઢરથે ગુરુને આર્યરક્ષિતની જાતિ, કુળ વગેરે કહીને વિશેષમાં એટલું કહ્યું કે, આ ચૌદ વિદ્યામાં પારગામી થયો છે અને તેને ગઈ કાલે રાજાએ હાથી પર બેસાડીને પુરપ્રવેશ કરાવ્યો છે.' પછી આર્યરક્ષિતે ગુરુને કહ્યું કે, હે ગુરુ! હું દૃષ્ટિવાદ ભણવા માટે આપ પૂજ્યના આશ્રયે આવ્યો છું. તે ભણાવીને આપ મારા પર કૃપા કરો.’ તે સાંભળી ગુરુએ કહ્યું કે, જો દૃષ્ટિવાદ શીખવું હોય તો તું દીક્ષા ગ્રહણ કર, જેથી અનુક્રમે તને દૃષ્ટિવાદનો અભ્યાસ કરાવી શકાય.' તે સાંભળીને આર્યરક્ષિતે ગુરુ પાસે દીક્ષા લીધી. પછી તેણે ગુરુને કહ્યું કે, મારા અહીં રહેવાથી રાજા, સ્વજનો તથા ગામના લોકો રાગને લીધે બળાત્કારે મને ચારિત્ર્યથી ભ્રષ્ટ કરી લઈ જશે.' તે સાંભળીને ગુરુ પોતાના ગચ્છ સહિત આર્યરક્ષિતને લઈને અન્ય સ્થાને ગયા. તેતલિપુત્ર ગુરુને જેટલું જ્ઞાન હતું તે સર્વ આર્યરક્ષિતે ગ્રહણ કર્યું. પછી ગુરુની આજ્ઞાથી, વધારે ભણવા માટે તે શ્રી વજસ્વામી પાસે જવા નીકળ્યા. માર્ગમાં કોઈ ગ્રામમાં શ્રીભદ્રગુપ્ત નામના સૂરિ હતા. તેમની પાસે જઈ આર્યરક્ષિતે વંદના કરી, સૂરિજી આર્યરક્ષિતને સર્વગુણયુક્ત જોઈને તેને * હર્ષથી આલિંગન આપીને બોલ્યા કે ‘હે વત્સ! મારું જીવન અલ્પ રહ્યું છે. તેથી હું અનશન કરવા ઇચ્છું છું.' માટે તું મારી પાટે બેસ એવી હું યાચના કરું છું.’ આર્યરક્ષિતે તેમનું વચન માન્ય રાખ્યું. પછી શ્રીભદ્રગુપ્તસૂરિએ અનશન લઈને આર્યરક્ષિતને કહ્યું : ‘હે વત્સ! તું વજ- સ્વામીની સાથે એક જ ઉપાશ્રયમાં રહીશ નહીં, પણ ભિન્ન સ્થળે રહીને તેમની પાસે શ્રુતનો અભ્યાસ કરજે; કેમ કે જે સોઘણા આયુષ્યવાળો જીવ વજસ્વામીની સાથે એક રાત્રિ પણ રહે તે વજસ્વામી સાથે મૃત્યુ પામે એમ છે.’ આ પ્રમાણેનું તેમનું વચન અંગીકાર કરી, તેમના મૃત્યુ પામ્યા બાદ આર્યરક્ષિતમુનિ વજ્રસ્વામીએ અલંકૃત કરેલી નગરીમાં આવ્યા. પ્રથમ રાત્રિ ગામની બહાર રહ્યા. તે રાત્રિએ પાછલા પહોરે વજસ્વામીને સ્વપ્ન આવ્યું કે તેમના પાત્રમાં રહેલું સર્વ દૂધ કોઈ અતિથિ પી ગયો.' પ્રાતઃકાળે આર્યરક્ષિત મુનિ વજસ્વામી પાસે આવ્યા. તેમને વિધિપૂર્વક Page #390 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા સિતારા ૦ ૩૦૩ વંદના કરીને તેમની પાસે બેઠા અને કહ્યું, “હું તેતલિપુત્રનો શિષ્ય આપની પાસે અભ્યાસ માટે આવ્યો છું. મારું નામ આર્યરક્ષિત છે. રસ્તામાં આવતાં શ્રીભદ્રગુપ્તસૂરિના કહેવાથી હું ભિન્ન ઉપાશ્રયમાં રહીશ.” આ સાંભળીને વજસ્વામીએ ઉપયોગ મૂકી નિમિત્ત જાણીને બોલ્યા કે “જ્ઞાનના સાગર સમાન તે પૂજ્ય સૂરિજીએ તને યુક્ત જ કહ્યું છે.' પછી વજસ્વામીએ તેને પૂર્વની વાચના આપવા માંડી અને આર્યરક્ષિતે ગ્રહણ કરવા માંડી. અનુક્રમે નવ પૂર્વનો અભ્યાસ કરી લીધો. પછી દશમું પૂર્વ ભણવાને પ્રવર્તેલા આર્યરક્ષિત મુનિને ગુરુએ કહ્યું કે “હવે દશમા પૂર્વને જલદી ભણ” એટલે આર્યરક્ષિત તે કઠિન પૂર્વને શીધ્ર ભણવા લાગ્યા. પેલી બાજુએ, દશપુરમાં આર્યરક્ષિતનાં માતાપિતા પુત્રના વિયોગથી પીડા પામતાં નાના પુત્ર ફાલ્લુરક્ષિતને આર્યરક્ષિતને બોલાવવા મોકલ્યો. તે નાનો ભાઈ મોટા ભાઈ પાસે આવીને બોલ્યો કે “હે ભાઈ! તમે આપણા કુટુંબને પ્રતિબોધ આપવા મારી સાથે ઘેર ચાલો અને મને પણ દીક્ષા આપો.' આર્યરક્ષિતે નાના ભાઈને દીક્ષા આપીને ગુરુને વિનંતી કરી કે “હે ગુરુદેવ! આપની આજ્ઞા હોય તો હું મારાં સંસારી માબાપને પ્રતિબોધ કરવા માટે મારે ગામ જાઉં.” ગુરુ બોલ્યા કે “હે વત્સ! તું અભ્યાસ કર, ઘેર ન જા.” દશમા પૂર્વના અઘરા પાઠો ભણતાં આર્યરક્ષિત ઠીકઠીક થાક્યા હતા. તેમણે ગુરુજીને પૂછ્યું, “મેં દશમા પૂર્વમાં કેટલો અભ્યાસ કર્યો અને હવે કેટલું બાકી છે?” ગુરુએ હસીને કહ્યું કે “હે વત્સ! દશમા પૂર્વનું એક બિંદુમાત્ર તે ગ્રહણ કર્યું છે અને સમુદ્ર જેટલું બાકી છે. પરંતુ તે ખેદ કેમ કરે છે? તું ઉદ્યમી છે, વળી બુદ્ધિશાળી છે, તેથી જલદી દશમું પૂર્વ પણ તું શીખી લઈશ.” આ પ્રમાણે ગુરુએ વધુ અભ્યાસ કરવા માટે તેને ઉત્સાહિત કર્યો, તોપણ તે નાના ભાઈ સાથે ગુરુ પાસે જઈ વારંવાર કહેવા લાગ્યો કે “આ મારો ભાઈ મને બોલાવવા આવ્યો છે માટે મને ત્યાં જવાની આજ્ઞા આપો.” ત્યારે ગુરુએ શ્રુતનો ઉપયોગ કરીને જાણ્યું કે “આ આર્યરક્ષિત અહીંથી ગયા પછી શીધ્ર પાછો નહીં આવે અને મારું આયુષ્ય બહુ થોડું રહ્યું છે; તેથી Page #391 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૦૪ દશમું પૂર્વ મારામાં જ રહેશે, કોઈ ગ્રહણ કરશે નહીં.” આ ભાવિ ભાવ જાણીને શ્રી વજસ્વામીએ આર્યરક્ષિતને જવાની રજા આપી. રજા મળવાથી આર્યરક્ષિત પોતાના નાના ભાઈ સાથે દશપુર નગરે આવ્યા. ત્યાં ધર્મદેશના આપીને પોતાના સમગ્ર કુટુંબને પ્રતિબોધ પમાડ્યો અને ત્યાંનો રાજા પણ સમકિત પામ્યો. એકદા શ્રી સૌધર્મેન્દ્ર ઇન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધર જિનેશ્વરને વંદના કરવા ગયા. ત્યાં પ્રભુના મુખેથી નિગોદનું સ્વરૂપ સાંભળીને ઈન્દ્ર પ્રભુને પૂછ્યું કે “હે સ્વામી! ભરત ક્ષેત્રમાં આવું સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ કહેનાર કોઈ છે?” પ્રભુએ કહ્યું કે, “આર્યરક્ષિત છે.” આ સાંભળીને ઇન્દ્ર ભરત ક્ષેત્રમાં આવ્યા. ત્યાં આર્યરતિસૂરિને વંદના કરીને તેમણે સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ પૂછયું. સૂરિજીએ સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ જેવું છે તેવું કહી બતાવ્યું. તે સાંભળી સૂરિજીની પ્રશંસા કરીને તુષ્ટ થયેલો ઈન્દ્ર સ્વસ્થાને ગયો. એ પછી આર્યરક્ષિત સ્વામીએ કેટલીક ધાર્મીક વિધિઓ ત્યાંના રહેવાસીઓને શીખવી અને પોતે આયુષ્ય પૂર્ણ થતાં અનશન કરીને સ્વર્ગ ગયા. જ્ઞાની હોવા છતાં શ્રી આર્યરક્ષિત માતાનાં વચનોને માન આપી દૃષ્ટિવાદનું જ્ઞાન મેળવવા ઘર છોડી ગુરુ પાસે ગયા. આ રીતે માતાનું મહત્ત્વ સ્વીકારી સારો દાખલો બેસાડ્યો. તારું ખાધેલું તારી સાથે નહિ આવે, તારું ખવડાવેલું તારી સાથે આવશે! તારું રાખેલું તારી સાથે નહિ આવે, પણ તારું આપેલું તારી સાથે આવશે! ૧. એક શરીરમાં જ્યાં અનંત જીવો છે તે Page #392 -------------------------------------------------------------------------- ________________ [૧૦] ખેમો દેદરાણી ગુજરાતમાં હડાળા નામે એક નાનું ગામ. ગામમાં દેદરાણી નામના એક શ્રાવક. તેમનો દીકરો તે ખેમાશાહ. ચાંપાનેરથી મહંમદ બેગડો ગુજરાતનું રાજ્ય સંભાળે. કાળનું કરવું. રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો. મહંમદ બેગડાને ખૂબ ચિંતા હતી. દુષ્કાળના નિવારણ માટે કોઈ ઉપાય શોધવાની ગડમથલમાં તેઓ હતા. આ સમયે તેમના દરબારમાં એક ભાટ આવ્યો. કંઈક વાત નીકળી ને ભાટે શાહ લોકોના ગુણગાનની શરૂઆત કરી, “શાહ એ તો શાહ!' બાદશાહ કે પાદશાહ એ તો પા એટલે કે ચોથા ભાગના શાહ; અને જરા અર્થ વિચારીએ તો શાહમાંથી બાદ એ બાદશાહ. બાદશાહ શાહની તોલે ન જ આવે.” મહંમદ બેગડાને આથી ખોટું લાગ્યું, પણ તેઓ આવી કોઈ તક શોધતા હતા. તેમણે આ તક ઝડપી લેતાં કહ્યું, “આ શાહ લોકો જો ગુજરાતના દુકાળનું નિવારણ કરે તો હું તેમને સાચા શાહ કહું અને તો જ આ ભાટની વાત સાચી છે એમ માનું.” ચારણ કે ભાટ માટે આ વાત એક આવાહનરૂપ હતી, એક પડકાર હતી. ચારણ સ્વાભિમાની હતો. આ ઉપરાંત શાહોની ઉદારતા માટે તેના મનમાં ભરપૂર વિશ્વાસ હતો. આથી બાદશાહના પડકારને તેણે ઝીલી લીધો. ચારણ દરબારમાંથી બહાર આવ્યો. મહાજનો (શાહો) પાસે આવીને બાદશાહે કરેલા પડકાર અને પોતે કરેલા સ્વીકારની વાત તેણે અથથી ઇતિ સુધી કહી સંભળાવી. એ સમયના શાહો ઘણા સ્વાભિમાની હતા. પોતાની પ્રતિષ્ઠા સાચવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપવામાં પાછી પાની ન કરે તેવા એ લોકો હતા. તેમણે ચારણને આશ્વાસન આપતાં કહ્યું : “તમે જે કંઈ કર્યું છે તે બરાબર જ કર્યું છે. બાદશાહને જઈને અમારો સંદેશો કહો કે, આ દુકાળમાંથી પાર ઊતરવા માટે જોઈતી બધી ગોઠવણ કરવાની જવાબદારી શાહો પોતાના ઉપર લે છે.” Page #393 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૦૬ ચાંપાનેરના મહાજનોએ પોતાની દાનવીરતાનો પરિચય આપીને, આઠ માસ સુધી ચાલે તેટલું અનાજ ભેગું કરી લીધું. બાકીના ચાર માસ માટેની જોગવાઈ કરવા માટે તેમનું એક પ્રતિનિધિમંડળ અમદાવાદ, પાટણ તરફ રવાના થયું. પ્રત્યેક સ્થળે શાહોનો ખૂબ સારો સત્કાર થયો. ત્યાંથી વળતાં સૌરાષ્ટ્ર તરફ જતાં હડાળા ગામે આવી પહોંચ્યું, ખેમાશાહ ત્યાં વસવાટ કરતા હતા. ખેમાશાહે સાધર્મિકોનું ભક્તિપૂર્ણ શાનદાર સ્વાગત કર્યું. બધા સારી રીતે જમીને બેઠા એટલે ખેમાશાહે પ્રતિનિધિમંડળની આ દોડધામ માટેનું પ્રયોજન જાણવા માગ્યું. ત્યાં સુધી પ્રતિનિધિમંડળ વિમાસણમાં હતું કે, ખેમાશાહને સાચું કારણ કહેવું કે કેમ? તે લોકોને એમ કે, ખેમાશાહ સાવ સાધારણ સ્થિતિના લાગે છે. તેમને કહીને શા માટે શરમાવવા? પણ ખેમાશાહ જેમનું નામ! તે એમ કાંઈ છોડે? તેમણે ખૂબ આગ્રહ કર્યો, એટલે પ્રતિનિધિમંડળે આખી વાત સમજાવી. આ પ્રસંગે ખેમાશાહના વૃદ્ધ પિતા દેદરાણી પણ આ સાંભળતા હતા. તેમણે ખેમાશાહને બાજુ ઉપર લઈ જઈ કહ્યું, ‘બેટા! સંપત્તિનો સદુપયોગ કરવાની સોનેરી તક સાંપડી છે. ગુજરાતની જનતાને રાહત આપવાની અને દાનધર્મ આચરવાની આ તક જવા ન દેતો.' ખેમાએ કહ્યું : ‘પિતાશ્રી! આપની આજ્ઞા મારે શિરો માન્ય છે.’ ખેમાશાહ પ્રતિનિધિમંડળ પાસે આવ્યો. તેણે દાતાઓની ટીપ જોવા માગી. મંડળના આગેવાને દાતાઓની ટીપ તેમના હાથમાં આપી કે તરત જ તેઓ બોલ્યા : ‘બારે માસ જનતાને અનાજ પૂરું પાડવા માટે તથા પશુઓને પૂરતો ચારો મળી રહે એ માટે જોઈએ તેટલું હું એકલો આપીશ.' બધા પાસે હાથ લંબાવવાની જરૂર નથી. આ કામ માટે તમારે હવે આગળ જવાની જરૂર નથી. આપ નિશ્ચિંત બનો અને આરામ કરો.' આ શબ્દો સાંભળીને પ્રતિનિધિમંડળ તો નવાઈના સાગરમાં ગરકાવ Page #394 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૦૦ થઈ ગયું. ખેમાશાહનો પોષાક અને રહેવાની પદ્ધતિ એટલી બધી સાદી હતી કે તેમની પાસે અઢળક સંપત્તિ હોય એવી ક્લ્પના પણ ન થાય. તેમના મોં પર આશ્ચર્યના ભાવો સ્પષ્ટ દેખાતા હતા. ખેમાશાહ આખાયે પ્રતિનિધિમંડળને પોતાના ધનભંડાર પાસે લઈ ગયા. તેમના ધનભંડારમાં મબલખ પ્રમાણમાં સોનું અને અગણિત સુવર્ણમહોરો હતી. પ્રતિનિધિમંડળ તો આભું બનીને જોતું જ રહ્યું, જોતું જ રહ્યું. બધા શાહોએ ખેમાશાહ અને તેમના પિતાશ્રીની દાનવૃત્તિ માટે ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરતાં કહ્યું : “ખેમાશાહ! તમને ધન્ય છે. તમે તો ખરેખર શાહોની આબરૂ બચાવી લીધી, તમે તો શાહોનું નામ ઉજ્જ્વળ કરી દીધું. યુગો સુધી ઇતિહાસ તમારી આ ઉદારતાને યાદ કરતો રહેશે.’ એક્લા ખેમાશાહની સંપત્તિ અને દાનના પુણ્યપ્રતાપે ગુજરાત આખુંયે મહાભીષણ દુષ્કાળના ઓળામાંથી ઊગરી ગયું. મહંમદ બેગડાએ જાહેરમાં ખેમાશાહનું સન્માન કરવા એક સમારંભ યોજ્યો અને કહ્યું : ‘શહેનશાહના શહેનશાહ પણ શાહો છે. બાદશાહ તેમની આગળ કશી વિસાતમાં નથી. તેમની નિઃસ્વાર્થ દાનવૃત્તિને હું મારા સાચા હૃદયથી સલામી આપું છું અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છું છું.’ ધર્મ સર્વોત્તમ મંગલ છે અહિંસા, સંયમ અને તપ એ ધર્મ છે જેઓનું મન હમેશા ધર્મમાં વિચરે છે તેઓને દેવો પણ પ્રણામ કરે છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ [૧૦૮] શ્રી સિદ્ધર્ષિ ગણી લક્ષ્મીના ધામ ગુર્જર દેશમાં શ્રીમાલ નામનું શહેર. ત્યાં શુભંકર નામનો શ્રેષ્ઠી હતો. તેને લક્ષ્મી નામની પત્ની હતી અને સિદ્ધ નામનો પુત્ર હતો. ધન્યા નામની એક ખાનદાન કુળની કન્યા સાથે સિદ્ધનાં લગ્ન થયાં. દેવલોકના જેવા વિષયસુખને તે ભોગવતો હતો. વખતના વહેવા સાથે તે જુગટુ રમવાનો અત્યંત શોખીન થઈ ગયો અને પોતાની પત્ની સાથેના સંસાર- વહેવારથી દૂર થતો ગયો. તેનાં માતાપિતાએ અને ગુરુજનોએ તેને જુગટું ન રમવા ઘણો સમજાવ્યો, પણ એ હરામચસકાથી એ પાછો હક્યો નહીં. સારી વાત એ હતી કે તે સારાનરસાને સમજતો હતો. ભલા માણસના કંઈક કહેવાથી હજુ ડરતો હતો. અડધી રાત વીતવા છતાં પણ તે પોતાના ઘરે આવતો ન હતો. તેની પત્ની તેની રાહ જોતી જાગતી રહેતી હતી. ઘણી રાતોના ઉજાગરાથી ધન્યાની તબીયત તદન બગડી ગઈ. ઉપરાંત, આખા દિવસના ઘરકામને લીધે એ શરીરે ઘણી લેવાઈ ગઈ હતી. તેની આવી સ્થિતિ જોઈને એક દિવસે તેની સાસુ લક્ષ્મીદેવી તેને કહેવા લાગી, “તને શી તકલીફ છે? કહે, શું તારો કોઈએ તિરસ્કાર કર્યો છે યા તારું કોઈએ અપમાન કર્યું છે? શી હકીકત છે તે જણાવ, તો તેનો હું ઉપાય કરું? ધન્યાએ જવાબ આપ્યો. “કંઈ નથી.” પણ સાસુએ જ્યારે ઘણો આગ્રહ કર્યો ત્યારે તે નાછૂટકે બોલી, “તમારા પુત્ર અડધી રાત ગયા પછી બહુ મોડા ઘેર આવે છે. હું શું કરું” પુત્રવધૂની હકીકત સાંભળી સાસુજીએ કહ્યું, “અરે! આ વાત તે મને અત્યાર સુધી કેમ ન કહી? હું જાતે જ છોકરાને કડવાં કે મીઠાં વચનોથી ઠેકાણે લાવી દઈશ. દીકરી! તું આજે નિરાંતે સૂઈ જજે. તારા મનમાં જરા પણ ચિંતા રાખીશ નહીં. આજે રાત્રે હું જ ઉજાગરો કરીશ અને બધી Page #396 -------------------------------------------------------------------------- ________________ Em જ્ય . Love 0 KON શ્રી સિધ્ધર્ષિગણી તેણે જૈન સાધુઓના અણગારોનાં બારણા ઉઘાડા જોયાં અને તેથી તે ત્યાં અંદર ગયો. Page #397 -------------------------------------------------------------------------- ________________ Page #398 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૩૭૯ વાત સંભાળી લઈશ.’ પુત્રવધૂને આ વાત ઠીક લાગી. તે રાત્રે માતાએ ઉજાગરો કરીને દીકરાના આવવાની રાહ જોતી રહી. રાત્રિના છેલ્લા પહોરે, ત્રણ વાગ્યા પછી પુત્ર આવ્યો. તેણે બારણા ઉપર ટકોરા મારતાં કહ્યું, ‘બારણું ઉઘાડો, બારણું ઉઘાડો.' એટલે અંદરથી માતાએ દીકરાને સંભળાય એવી રીતે કહ્યું, અરે! આટલી મોડી રાત્રે કોણ આવ્યો છે?” બહારથી સિદ્ધે જવાબ આપ્યો, ‘એ તો હું સિદ્ધ છું, સિદ્ધ છું.' માતાએ ખોટો ક્રોધ કરી અંદરથી જવાબ આપ્યો, ‘આવા વખતે આવનારા ઠેકાણા વગરના રખડુ એવા કોઈ સિદ્ધને હું ઓળખતી નથી,’ ‘અરે! પણ અત્યારે હું ક્યાં જાઉં?” એમ બહારથી સિદ્ધે કહ્યું. એટલે ફરી વાર એ વખતસર આવી જાય એવા હેતુથી વધારે કડક ભાષામાં માતા અંદરથી જ બોલી : ‘આટલી રાત્રે જેનાં બારણાં ખુલ્લાં હોય ત્યાં તું જા.’ ‘ભલે તેમ કરીશ' એમ કહી સિદ્ધ ચાલ્યો ગયો. તે જોતો જોતો ચાલે છે કે ક્યાં કોનાં બારણાં ખુલ્લાં છે. “તેણે જૈન સાધુઓના અણગારોનાં બારણાં ઉઘાડાં જોયાં અને તેથી તે ત્યાં અંદર ગયો.’ સર્વદા ઉઘાડા રહેતા બારણાંવાળા મોટા ઓરડામાં તેણે નજર` નાખી. ત્યાં તેણે મહાત્મા મુનિઓને જોયા. તેઓ જુદી જુદી ધાર્મિક ક્રિયાઓ કરતા હતા. એ જોઈ તે વિચારવા લાગ્યો : ધન્ય છે આ મુનિરાજો! આ બધા મોક્ષના અર્થી છે અને હું વ્યસનમાં આસક્ત છું. મારું જીવતર નકામું છે. હું ભાગ્યશાળી છું કે અહીં આવી પહોંચ્યો, ઉપકારી તો મારી મા કે એણે ગુસ્સો કરી મારા ઉપર ખરેખર ઉપકાર કર્યો. આ પ્રમાણે વિચાર કરતો તે ઉપાશ્રયના મધ્ય ભાગમાં આવ્યો. ત્યાં ગુરુમહારાજ બેઠેલા હતા. તેમને તેણે નમસ્કાર કર્યા એટલે ગુરુમહારાજે ‘ધર્મલાભ’ કહી પૂછ્યું, ‘ભાઈ! તમે કોણ છો?’ સિદ્ધે જવાબ આપ્યો, ‘સાહેબ! હું શુભંકર શ્રેષ્ઠીનો પુત્ર છું. મારું નામ સિદ્ધ છે. મોડી રાત્રે જુગટું રમી ઘેર જવાથી માએ બારણાં ન ખોલતાં જ્યાં બારણાં ખુલ્લાં હોય ત્યાં જવા કહ્યું, એટલે આ દરવાજા ખુલ્લા જોતાં અહીં આવ્યો છું. હવે હું તમારાં શરણે છું.' ગુરુમહારાજે શ્રુતજ્ઞાનનો ઉપયોગ કર્યો અને આ સિદ્ધ ભવિષ્યમાં Page #399 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા વિકાસ ૦ ૩૮૦ પ્રભાવક થશે એમ જાણી મનમાં ઘણા રાજી થયા. તેમણે કહ્યું, “અહીં ગમે તે કોઈ રહી શકતું નથી. અહીં રહેવું હોય તો અમારા જેવો વેશ પહેરવો પડે. પણ તેમ કરવું તારા જેવા, મરજીમાં આવે તેમ ભટકતા માણસ માટે બહુ મુશ્કેલ છે. મુશ્કેલ એટલા માટે છે કે અહીં રહેનારે નબળા માણસોને આકરું લાગે એવું અખંડ બ્રહ્મચર્યવ્રત ધારણ કરવું પડે છે, માથાના વાળનો લોચ કરવો પડે છે, વિહાર ચાલીને કરવો પડે છે. જૈન સાધુપણું કેટલું મુશ્કેલ છે તે તેમણે વિસ્તૃત રીતે સમજાવ્યું. સિદ્ધ કહ્યું, “મારા જેવા વ્યસનીને કે જેનો પોતાનાં જ માણસો તિરસ્કાર કરતાં હોય છે તેવાને માટે આવો સરસ સંયમ કેમ મુશ્કેલ પડે? આવો સંયમ કે જે નમસ્કાર કરવા યોગ્ય છે તે હું સ્વીકારીશ. માટે મારા માથા પર હાથ મૂકી મને દીક્ષા આપી ઉપકાર કરો.” ગુરુમહારાજે ઉત્તરમાં કહ્યું, “કોઈએ અમને નહીં આપેલું અમે કાંઈ લેતા નથી. માટે તું અહીં એક દિવસ રહે. અમે તારાં માતાપિતાને ખબર આપીએ.' “આપનો હુકમ મારે પ્રમાણ છે, માન્ય છે.” એમ કહી તે ત્યાં રહ્યો. આવા સારા શિષ્યનો લાભ થવાથી સૂરિજી મહારાજને ઘણો આનંદ થયો. આ બાજુએ, શુભંકર શેઠે સવારમાં પોતાની પત્ની પાસેથી રાત્રે બનેલી બીના જાણીને પત્નીને ઠપકો આપ્યો અને સમજાવ્યું કે જે માણસ વ્યસની થયો હોય તેને આકરાં વચનો ન કહેતાં ધીમે ધીમે શીખામણ આપવી જોઈએ. ત્યારબાદ શેઠ સિદ્ધને શોધવા નીકળ્યા. ઘણી જગ્યાએ તપાસ કરી છેવટે ઉપાશ્રયમાં આવ્યા અને પુત્ર સિદ્ધને ત્યાં જોઈને આનંદ પામ્યા, કારણ કે તેમનો દીકરો ગમે તેવા વ્યસનીની સાથમાં નહીં, પણ અહીં સારા આચારવાળા સાધુઓની સંગતમાં હતો. પછી તેમણે સિદ્ધને કહ્યું, “ચાલ ભાઈ! તારી માતા અત્યંત ચિંતાતુર થઈને તારી રાહ જુએ છે.” સિદ્ધ જવાબ આપ્યો, “હવે ઘેર આવવાની વાત જ નથી. ઘણું થયું. મારું હૃદય હવે ગુરુમહારાજના ચરણકમળમાં લીન થઈ ગયું છે. માટે પિતાજી! આપ હવે મોહ ન કરો. મારી માતાજીનું વચન હતું કે જેનાં બારણાં આટલી મોડી રાત્રે ઉઘાડાં હોય ત્યાં તું જા. માતાજીની એ વાત Page #400 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦૩૮૧ મેં સ્વીકારી છે. હવે તો આ સાધુપણું જીવનપર્યંત પાળું તો જ મારું કુલીનપણું મેં સાચવ્યું ગણાય.’ શુભંકર શેઠે સિદ્ધને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો અને કહ્યું, ‘મારું આટલું જે ધન છે તે તું નહીં સંભાળે તો કોણ સંભાળશે? હું ઘરડો થયો છું અને તારી પત્નીને કોઈ સંતાન નથી. આ બધાનો વિચાર કરીને તું ઘરે ચાલ.' સિદ્ધે આખરમાં જવાબ આપ્યો કે ‘આવી લાલચ આપનારી વાણી મારે હવે સાંભળવી નથી. મારું મન તો હવે બ્રહ્મમાં લીન થઈ ગયું છે. માટે મારા ગુરુમહારાજને પગે પડીને વિનવો કે તેઓ મને દીક્ષા આપે.’ સિદ્ધનો અત્યંત આગ્રહ જોઈને શુભં શેઠે ગુરુમહારાજને સિદ્ધને દીક્ષા આપવા વિનંતી કરી અને સિદ્ધે દીક્ષા લીધી. ગુરુમહારાજે પોતાની ગુરુ-પરંપરા સંભળાવી અને પોતે ગુરુ સૂરાચાર્યના શિષ્ય ગંગર્ષિ છે એમ જાહેર કરીને સિદ્ધ મુનિને ચારિત્ર્ય બરોબર પાળવા સમજાવ્યું. ગુરુમહારાજનો ઉપદેશ સિદ્ધે બરાબર ગ્રહણ કર્યો અને તે ઉગ્ર તપ કરવા માંડ્યો. સાથે સાથે તે વખતે મળી શકતા બધા આગમોનો પણ પાકો અભ્યાસ કર્યો. તેણે ઉપદેશમાળા ગ્રંથ ઉપર હેયોપાધ્યા નામની ટીકા રચી. તેના ગુરુભાઈ દાક્ષિણ્યચંદ્રે શ્રૃંગારરસથી ભરપૂર કુવલયમાળા નામની કથા રચી હતી. તે ગુરુભાઈએ સિદ્ધ મુનિની વક્રોકિત' કરતાં કહ્યું, ‘એવી રીતે લખેલા આગમના અક્ષરોને ફરી લખી જવાથી શું નવો ગ્રંથ બની જતો હશે?” સિદ્ધ મુનિએ આવાં આકરાં વચનો સાંભળી લીધા. મનમાં ઉદ્વેગ તો થયો, પણ ઉત્સાહપૂર્વક એક નવો ગ્રંથ રચવા માંડ્યો અને તે ગ્રંથ ઉપમિતિ ભવ પ્રપંચા’ નામે જૈન સંપ્રદાયમાં અતિ જાણીતો બન્યો. આ ગ્રંથ વિદ્વાન માણસોના પણ મસ્તકને ડોલાવે તેવો બન્યો. સંઘે આથી સિદ્ધ મુનિને વ્યાખ્યાતાની પદવી આપી. દાક્ષિણ્યચંદ્રે સિદ્ધ મુનિને સમજાવ્યું કે મેં તમને આકરાં વચનો તમારા ભલા માટે કહ્યાં હતાં. તેની ચાનક ચડવાથી જ આવો ઉત્તમ ગ્રંથ તમે રચ્યો. ૧. ટોણો મારતા. Page #401 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૩૮૨ ત્યારબાદ સિદ્ધ મુનિએ વિચાર કર્યો કે હજુ પણ કેટલીક વાતો અહીં જાણવામાં આવી નથી, માટે મારે હજુ વધુ અભ્યાસ કરવો જોઈએ. ખાસ કરીને બૌદ્ધ શાસ્ત્રો અત્રે મળતાં નથી. તેથી તે જાણવાસમજવા માટે દૂર દૂરના દેશાવરમાં જવું જોઈએ. એટલે તેમણે ગુરુમહારાજ પાસે દૂર દેશાવરમાં બૌદ્ધ ધર્મ સમજવા માટે જવાની રજા માગી. ગુરુમહારાજે શ્રુતજ્ઞાનનો ઉપયોગ મૂકીને નિમિત્ત જોઈ લીધું અને કહ્યું, તેઓની ઊલટસુલટી સાબિત કરવાની પદ્ધતિમાં તારું ચિત્ત કદાચ ડોળાઈ જાય, માટે તું એ વાત પડતી મૂક પણ જ્યારે સિદ્ધ મુનિએ મક્કમપણે એ જ માગણી કરી ત્યારે ગુરુજીએ જવું જ હોય તો જા' એમ કહીને એ વાત તેને નહિ ભૂલવા કહ્યું કે “અમારું રજોહરણ તારી પાસે છે તે તારે કોઈ પણ સંજોગ હોય તો પણ પાછું આપવા અહીં આવવું સિદ્ધ મુનિએ એમ કરવાનું વચન આપ્યું અને કોઈ ન ઓળખે એવો વેશ ધરીને પોતાની ઇચ્છા મુજબ દેશાવર જેવા પ્રયાણ કર્યું. તેઓ મહાબોધિ નામના બૌદ્ધોના જાણીતા નગરમાં ગયા અને ત્યાં છાત્રોમાં ભળી ગયા. ત્યાં તેમણે સારી રીતે શાસ્ત્રો મોઢે કર્યા. ઘણા વખત પછી બૌદ્ધાચાર્ય સિદ્ધ મુનિને ગુરુપદે સ્થાપવાની તૈયારી કરી ત્યારે સિદ્ધને પણ બૌદ્ધ ધર્મ પ્રત્યે શ્રદ્ધા થઈ. પણ એક વખત પોતે જૂના ગુરુજીને વચન આપેલું છે તેથી રજોહરણ પાછું આપવા પોતે તેમની પાસે જવું જોઈએ એમ તેમણે નક્કી કર્યું અને પોતાની ઇચ્છા સહાધ્યાયીઓને જણાવી. વચન પાળવું જ જોઈએ એમ બૌદ્ધ શાસ્ત્ર પણ જણાવતું હોઈ રાજીખુશીથી જૂના ગુરુજી પાસે જવાની સિદ્ધને રજા આપવામાં આવી. સિદ્ધ સંસારી કપડાંમાં અસલ ગુરુ ગંગર્ષિ પાસે આવ્યા. બૌદ્ધ ધર્મનું જ્ઞાન પોતે મેળવ્યું હતું એનું તેમને મનમાં અભિમાન હતું. ગુરુશ્રી પાસે આવતાં જ સિદ્ધ જોરથી બોલ્યા, “આપ આટલા ઊંચે બેઠા છો તે સારું લાગતું નથી.” ગંગર્ષિ સ્વામી તરત સમજી ગયા કે નિમિત્તમાં જે હતું તે ખરેખર બન્યું જ છે, પણ હવે કોઈ પણ ઉપાયે તેને બોધ કરી ઠેકાણે ૧. કર્મરૂપી રજને જે સાફ કરે, જૈન મુનિ જેને ઓધો પણ કહે છે - જૈન શાસનમાં સાધુ માટેનું એક પ્રતીક. Page #402 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૮૩ લાવવો જોઈએ.” આમ વિચારી તેમણે સિદ્ધને પોતાની પાસે બેસાડવો અને ચૈત્યવંદનસૂત્ર ઉપર રચાયેલી શ્રી હરિભદ્રસૂરિકૃતિ લલિતવિસ્તરા' નામની ટીકા તેને આપી અને કહ્યું કે “અમે જરા દેરાસરે નમસ્કાર કરી આવીએ ત્યાં સુધી અહીં તું બેસ અને આ ગ્રંથ જોઈ જા.' આ પ્રમાણે કહીને ગુરુમહારાજ બહાર ગયા. મહાન બુદ્ધિમાન સિદ્ધ તે ગ્રંથ વાંચતાં વિચાર કર્યો કે “અહો! વિચાર કર્યા વગર કેવા ખોટા ભ્રમને મેં પંપાળ્યો? પોતાના સ્વાર્થને હાનિ કરે તેવાં બૌદ્ધમતનાં પારકાં વચનોથી કોણ લોભાઈ જાય? કાચનો કટકો લઈને કોણ રત્ન ખોઈ બેસે? ખરેખર મહાન ઉપકારી શ્રી હરિભદ્રપ્રભુ મારા ખરેખર ઉપકારી છે કે જેઓએ મારા માટે જ જાણે આ ગ્રંથ લખી રાખ્યો છે. તેઓશ્રીને મારા નમસ્કાર હો!” મારા ગુરુજીએ મારા ઉપર ઉપકાર કરવા જ મને આ રીતે પાછો બોલાવ્યો છે. હવેથી હું દરરોજ તેઓના ચરણકમળની રજથી મારા માથાને પવિત્ર કરીશ. “લલિતવિસ્તરા વાંચ્યા પછી મારા મનમાં તથાગત બુદ્ધના મતે બુદ્ધિનો જે ભ્રમ ઉત્પન્ન થયો હતો તે ચાલ્યો ગયો છે.” થોડી વારે ગુરુજી આવ્યા અને તેમણે સિદ્ધને ગ્રંથ ઉપર એકાગ્રતાથી વિચાર કરતાં જોયા ત્યારે તેમને ઘણો આનંદ થયો. ગુરુમહારાજને આવેલા જાણી સિદ્ધ ઊભો થઈ ગુરુજીના પગે પડ્યો અને પોતાનું માથું ગુરુજીના ચરણે રાખી દીધું. ગુરુજીનો ઉપકાર માનતાં કહ્યું, “ગુરુદેવ! તમે મને ખોટે રસ્તે જતાં ઉગારી દીધો છે. તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. આ ભૂલ માટે મને યોગ્ય પ્રાયશ્ચિત્ત આપો.” ગુરુ મહારાજે યોગ્ય પ્રાયશ્ચિત આપી, તેની યોગ્યતા જોઈ પોતાની પાટ ઉપર સિદ્ધ મુનિને બેસાડ્યા અને સંઘ સમક્ષ “ગણીપદવી આપી. ગચ્છનો ભાર સિદ્ધર્ષિ ગણીને સોંપીને ગુરુ મહારાજે જંગલનો આશ્રય લીધો અને ભારે તપ કરી છેલ્લે અણસણ કરી સ્વર્ગે ગયા. ધર્મની સારી પ્રભાવના કરી ઘણાં તીર્થોની જાત્રા કરી સિદ્ધશ્રી ગણી આયુષ્ય પૂર્ણ થતાં સદ્ગતિને પામ્યા. Page #403 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતો સિતારા ૦ ૩૮૪ • • આધાર ગ્રંથો શ્રી ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૧ થી ૧૦ ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ ૧ થી ૫ પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ ૧-૨ ધર્મરત્નપ્રકરણ પ્રગતિના પંથે : આચાર્યદેવ શ્રીમદ્ કનકચંદ્રસૂરીકૃત ભરતેશ્વરબાહુબલી ભાગ ૩ આચાર્યશ્રી ભદ્રગુપ્તવિજયજીના ગ્રંથો - જેવા કે જીવન અંજલી થાજો, ભવના ફેરા, શ્રદ્ધાની સરગમ વગેરે પન્યાસજી મ. શ્રી કનકવિજયજી ગણીકૃત “વીતી રાત ને પ્રગટ્યું પ્રભાત ઉપમતિભવપ્રપંચા. ભાગ ૧ Page #404 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા સિતારા ક = = = = દેવી સરસ્વતી આ ગ્રંથમાં શું વાંચશો - 1, શ્રીમતી નવકાર મંત્રનો પ્રભાવ ફણીધર બન્યો લની માળા. 2. ચંપા શેઠાણી : 6 (છ) મહિનાના જેન ઉપવાસ - અકબર બાદશાહ | અચરજ પામ્યા. 3, અગ્નિશમાં અને ગાગસેન ભવોભવ ચાલતી વેરવૃત્તિ.. 4. શેઠ મોતીશા ઘણા જ ઉત્સાહપૂર્વક શત્રુંજય ઉપર ટુંક બંધાવી પણ ખોટા મૂર્હત કામશરું કરવાથી શેઠ શેઠાણી પ્રતિષ્ઠા થતાં પહેલાં કાળધર્મ પામ્યાં. '5, નગમ કોઈને છેતરવાથી કામસિધ્ધ થતું નથી. 6. વિમળ શાહ : કુળદેવી પાસે સંતાન પ્રાપ્તિની માંગણી માટે ગયા અને માંગ્યુ વાંઝીયાપણું. 7. બ્રહ્મદત્તા ચક્રવર્તી ભવોભવના સાથી બંધુએ ચક્રવર્તીપણું ત્યાગી આત્મ| કલ્યાણ સાધવા સમજાવ્યું. પણ મોજ શોખ અને સાહાબી ન તજી શકયા અંતે ભયંકર નરકવાસ.. 8. અભયકુમાર : બુધ્ધિનો સઉપયોગ પછી પિતા શ્રેણીકની આજ્ઞાથી | મહેલમાં આગ લગાડી પણ જાનહાની ન થવા દીધી. | ' શેઠ બળભદ્ર અને નારાયણ બ્રાહ્મણ : કોઈની અનામત હડપ કરતાં, ચાર ચાર દિકરાના લગ્ન પછી તરત મોતની હૃદયદ્રાવક કથા. 10. સિધ્ધથી ગણી : માતાનો ઠપકો અને જીવન પરિવર્તન. આવી જ્ઞાન સાથે આનંદ આપતી 108 ચરિત્ર ક્યાઓનો સંગ્રહ એટલે i જૈન શાસનના ચમકતા સિતારા. = = = = સંપાદક અને પ્રકાશક : વરજીવનદાસ વાડીલાલ શાહ મશીન ટુલ્સ ટેર્સ : 41, નરસિંમહા રાજા રોડ, બેંગલોર-પ૬૦ 001 ફોન : 2239580, 2239522 નિરીક્ષણ અને ભૂલ સુધાર : પન્યાસશ્રી જયસુંદર વિજ્ય મહારાજ