________________
[૨૬] શબ્દાલ પુત્ર
પોલારપુર નામના નગરમાં શબ્દાલ પુત્ર નામે એક કુંભાર રહેતો હતો. તે ગોશાળાનો ઉપાસક હતો. તેને અગ્નિમિત્રા નામે સ્ત્રી હતી. તેની પાસે એક કોટી સોનૈયા ભંડારમાં તેમજ એક કોટી વ્યાજે અને એક કોટી વ્યાપારમાં રોક્યા હતા. ઉપરાંત, તેની પાસે ગાયોનું ગોકુળ પણ હતું. ગામની બહાર તે કુંભારની ૫૦૦ દુકાનો તેનાં માટીનાં વાસણો વેચવાની હતી.
એક દિવસ અશોક વનમાં કોઈ દેવતાએ આવીને તેને કહ્યું કે “આવતી કાલે પ્રાતઃકાળે મહાબ્રહ્મ અને ત્રિલોક પૂજિત સર્વજ્ઞ પ્રભુ અહીં આવશે. તેમની તું સેવા કરજે. એવી રીતે બે ત્રણ વાર કહી તે દેવ અંતર્ધાન થઈ ગયો.
શબ્દાલ પુત્રે મનથી વિચાર્યું કે જરૂર મારા ધર્મગુરુ સર્વજ્ઞ એવા ગોશાળા જ પ્રાતઃકાળે અહીં આવશે. તેવા વિચારે તે તેમની રાહ જોઈ રહ્યો હતો. તેવામાં પ્રાત:કાળે શ્રીવીરપ્રભુ સહસાવન નામના ઉદ્યાનમાં આવીને સમવસર્યા. તે હકીકત સાંભળીને કુંભકારે ત્યાં જઈ ભગવંતને વંદના કરી. પ્રભુએ દેશના આપીને શબ્દાલ પુત્રને કહ્યું, “હે મહાનુભાવ ગઈ કાલે કોઈ દેવતાએ અશોક વનમાં આવીને તેને કહ્યું કે, “કાલે પ્રાત:કાળે બ્રહ્મના અને સર્વજ્ઞ એવા અહંત પ્રભુ અહીં આવશે. તેમની તું ઉપાસના-સેવા કરજે. તે વખતે તે વિચાર્યું હતું પ્રાતઃકાળે ગોશાળો અહીં આવશે.” આવાં પ્રભુનાં વચન સાંભળીને તેણે ચિંતવ્યું કે “અહો! આ સર્વજ્ઞ એવા અહંત શ્રી મહાવીર પ્રભુ જ અત્રે પધાર્યા છે, તો તે મારે નમસ્કાર કરવા યોગ્ય અને સર્વથા ઉપાસના કરવા યોગ્ય છે” આ પ્રમાણે વિચારી ઊભો થઈને પ્રભુને નમી અંજલી જોડીને તે બોલ્યો કે “હે સ્વામી! આ નગરની બહાર જે મારી માટીનાં વાસણોની પાંચસો કુંભકારપણાની દુકાનો છે તેમાં રહો અને જે જોઈએ તે ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરો.
શબ્દાલપુત્ર ભારે ભક્તિભાવવાળો ભાવિક જન તે નિયતિવાદને દૃઢપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org