________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૮૯
માનનારો હતો. તે કહેતો કે, ભવિતવ્યતાથી વધુ જગતમાં કાંઈ નથી. વિકાસ કે વિનાશ, નફો કે નુકસાન, માન કે અપમાન - આ સઘળું કેવળ નિયતિ અનુસાર જ મળે છે. પુરુષાર્થ અને પરાક્રમ તો તેની આગળ વામણાં છે. પ્રભુ મહાવીરે શબ્દાલ પુત્રને સત્ય સમજાવવા તેનું આમંત્રણ સ્વીકાર્યું.
ભગવાન મહાવીર શબ્દાલ પુત્રને ત્યાં પહોંચ્યા ત્યારે શબ્દાલ પુત્ર માટીમાંથી કંડારેલા નકશીદાર ઘડાઓને મૃદુ હાથે તડકે ગોઠવી રહ્યો હતો. પ્રભુને જોતાં જ શબ્દાલપુત્ર પોતાનું કામ પડતું મૂકીને દોડ્યો. આદર વંદન સહિત પ્રભુનું સન્માન કર્યું. પ્રભુએ કુંભકારને પૂછ્યું, “ભાઈ! આ ઘડા કોણે બનાવ્યા?” “મેં પ્રભુ!”
વાહ! શો અદ્ભુત એનો ઘાટ છે! અને કેવો રૂડો એનો ચળકાટ છે! ભાઈ, આ ઘડાં ખરેખર તે જ બનાવ્યા છે?” ભગવાન મહાવીરે પૂછ્યું.
જી, પ્રભુ! આ નક્શીદાર ઘડા, થોડા વખત પહેલાં માટીનાં ઢેફાંરૂપે હતાં. એ માટીના ઢેફાં જાનવરો ઉપર લાદીને હું ઘેર લાવ્યો. પછી તે માટીમાં જળ ભેળવીને માટીને ખૂબ કાલવી. મારી પત્ની અગ્નિમિત્રાના ચરણોએ તેને ખૂબ ખૂંદી – ઠીક ઠીક સમય સુધી માટીને સંસ્કારી. પછી તેને મારા હાથ વડે મેં ચાકડે ચઢાવી. મારા અનુભવી ટેરવાંએ એને અનેરા - અવનવા ઘાટ આપ્યા,” કુંભકાર શબ્દાલપુત્ર બોલ્યો.
ભગવાન મહાવીરના અધર ઉપર મંદ મંદ સ્મિત ફરકવું. કુંભકાર અવઢવમાં અટવાયો. તેણે પૂછ્યું, “પ્રભુ! આપને મારી વાતમાં ભરોસો નથી બેસતો? આપના માર્મિક સ્મિતનો અર્થ મને કહો.”
ભગવાન મહાવીર શાંત ચિત્તે બોલ્યા : “ભાઈ, નિયતિવાદને માનનારા આત્માને મુખે તારા જેવા શબ્દો કઈ રીતે ઉચિત ગણાય? તું તો કહે છે કે નિયતિ સામે પરાક્રમ અને પુરુષાર્થ, બળ અને વીર્ય, બુદ્ધિ અને પ્રજ્ઞા સઘળું વ્યર્થ છે. એમ જ હોય તો આ ઘડાનું સર્જન તે કર્યું એમ તું કઈ રીતે કહી શકે છે?” શબ્દાલપુત્ર ચોંક્યો.
પ્રભુની વાત સાચી હતી. શબ્દાલ પુત્રે તરત જ વાતને ફેરવી-તોળી અને કહ્યું: ૧. નસીબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org