________________
જૈન શાસનના ચમકતા સિતારા Go
‘પ્રભુ મારા દ્વારા વાણી-વિલાસ થઈ ગયો. ખરેખર તો નિયતિ દ્વારા જ આ ઘડાનું સર્જન થયું છે, તેમાં મારો પુરુષાર્થ તો કાંઈ જ નથી, નિયતિ દ્વારા જે થવાનું હોય તે થાય છે. તેથી અધિક કે અલ્પ કાંઈ જ થતું નથી.” ભગવાન મહાવીર પુનઃ મંદમંદ હસ્યા. શબ્દાલપુત્રે ફરીથી પ્રશ્ન કર્યો : “પ્રભુ! હવે આપના આ માર્મિક સ્મિતનો શો અર્થ?”’
મહાવીર બોલ્યા, ભાઈ, આજે અત્યારે કોઈ માણસ લાકડી લઈને આવે અને તારા આ ઘડાનો ભૂક્કો કરી નાખે તો?”
“કોની મગદૂર છે કે અહીં આવીને આ ઘડાને હાથ પણ લગાડી શકે?'' કુંભકારે તીખારો પ્રગટ કર્યો.
“ભાઈ, તેં મારા પ્રશ્નનો ઉત્તર ના વાળ્યો. મારો પ્રશ્ન તો માત્ર એટલો જ છે કે કોઈ માણસ આવીને તારા આ તમામ ઘડા ફોડીને ઠીકરાં કરી દે તો તું શું કરે?'
“હું એવી ગુસ્તાખી કરનારનું માથું ફોડી નાખું.” “કેમ?” પ્રભુએ પૂછ્યું.”
‘મારી મહેનતને કોઈ માટીમાં ભેળવે તો મને રોષ ઊપજે જ ને પ્રભુ!” ભાઈ, ફરી પાછી તારી મહેનતની વાત? તું તો માત્ર નિયતિને માને
છે ને’’
શબ્દાલપુત્ર ભોંઠો પડ્યો. શો જવાબ આપવો? મહાવીરે કહ્યું, “ભાઈ! કોઈ પણ વાત કે વિચારને માત્ર એક જ દૃષ્ટિથી નિહાળવાથી આવો અનર્થ થાય છે. દરેક વાતને એકાંતિક રીતે નહિ પણ અનેકાંતની રીતે સમજવી અને સ્વીકારવી જોઈએ. તું નિયતિને એટલો બધો એકાંતિક રીતે વળગ્યો છે કે પુરુષાર્થનું ગૌરવ કરવું જ ચૂકી ગયો છે. જો જગત આખું માત્ર નિયતિ કે પ્રારબ્ધને જ જીવનનો આધાર માની લે અને પુરુષાર્થ તથા પરાક્રમથી વિમુખ રહે તો તેનું શું પરિણામ આવે? તું કહે છે કે નીતિથી વડું જગતમાં કોઈ નથી. નીતિપૂર્ણ પુરુષાર્થ એ જ ભક્તિ છે, એ જ તપ છે અને એ જ સાધના છે અને એ જ મંત્ર છે.
શબ્દાલપુત્ર પ્રભુની વાત સમજી ગયો અને પ્રભુને વંદન કરી રહ્યો. એણે ગોશાળાના મિથ્યા મતને વોસરાવી દીધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org