________________
[૨૦] સુદર્શના (શકુનિકાવિહાર)
ભરૂચ શહેરના સીમાડાના વનમાં નર્મદા નદીના કાંઠે એક વડના વૃક્ષ ઉપર એક સગર્ભા સમડીએ માળો બાંધ્યો. સમયે તે માતા બની. ખોરાકની તપાસમાં તે ઊડીને જતી હતી. તેને એક પ્લેછે બાણ મારી ધરતી પર પાડી. તે અશ્વાવબોધ તીર્થની સમીપે પડી પડી તન-મનની વ્યથા સહતી હતી ને આકંદ કરતી હતી. તેના પુણ્યયોગે ત્યાંથી પસાર થતા મુનિએ તેને નવકાર મહામંત્ર સંભળાવ્યો. ક્રોધ અને મમતા છોડી અરિહંતાદિનાં શરણાં સંભળાવ્યાં. ચાર આહારનો ત્યાગ કરાવ્યો. થોડી જ વારમાં ‘નમો અરિહંતાણં' આદિ સાંભળતાં તે મૃત્યુ પામી અને સિંહલદીપનાં મહારાણીના ગર્ભમાં પુત્રી તરીકે ઊપજી. પૂર્ણ સમયે રૂપરૂપના અંબાર જેવી કન્યાનો જન્મ થયો. સાત પુત્રો ઉપર આ પુત્રી જન્મી હતી એટલે રાજા-રાણી અને રાજ્ય પરિવારમાં આનંદ આનંદ વર્તી રહ્યો. તે દેખાવે સુંદર હતી, તેથી તેનું નામ સુદર્શન પાડવામાં આવ્યું. તે મોટી થતાં સર્વકળામાં ચતુર અને વ્યવહારમાં દક્ષ થઈ. એક વાર ભરૂચ બંદરના વેપારી શેઠ ઋષભદત્ત સિંહલદ્વીપ આવ્યા. તેઓ રાજસભામાં બેઠા હતા. યુવાન રાજકન્યા પણ ત્યાં આવેલ હતી. એકાએક શેઠને છીંક આવી. તેમને છીંક વખતે “નમો અરિહંતાણં' બોલવાની ટેવ હતી, એટલે હાફ.છી....નમો અરિહંતાણે એમ છીંક સાથે બોલ્યા. તે સાંભળી રાજકન્યા વિચારમાં પડી કે, આ “નમો અરિહંતાણં શું છે? આ કોઈ દેવને નમસ્કાર જેવું લાગે છે. ક્યાંક મેં આ સાંભળ્યું છે. ક્યાં સાંભળ્યું હશે? એમ કરતાં સ્મૃતિ સતેજ થતાં ને વિસ્કૃતિનો પડદો ભેદતાં અતીતનો આખો ભવ તેને યાદ આવ્યો. વડલો, માળો, બચ્ચાં, સમડી ને-ને તેની છાતીમાં તીર. ઓ. પછડાટ - કારમી ચીસ. ને ભયંકર વેદના.. બધું જ સ્મૃતિપટ પર સ્પષ્ટ થયું, અને ઓ.. રે ચીસ પાડી કુંવરી ધરતી પર ઢળી પડી અને બેભાન થઈ ગઈ. શીતોપચારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org