________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨
તે સચેત થઈ. પણ તેના બોલચાલ, રંગ-ઢંગ બધું જ બદલાઈ ગયું હતું. ધીમે ધીમે તેણે એ સભામાં જ પોતાની ગત ભવની કહાણી કહી સંભળાવી. સહુ આશ્ચર્ય પામ્યાં. માનવામાં ન આવે એવી વાત આખરે બધાંએ માની. માતા-પિતા આદિની અનુમતિપૂર્વક તે રાજબાળા ઋષભદત્ત શેઠ સાથે ભરૂચ આવી ત્યાંના મુનિ સુવ્રતસ્વામીના અશ્વાવબોધ નામના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેમાં સમડીના ભવનાં ચિત્રો યોગ્ય સ્થાને મુકાવ્યાં. ત્યારથી આ મંદિર શકુનિકાવિહાર (સમડીવિહાર)ના નામે પ્રસિદ્ધ થયું. ઘણા ઉદ્ધારો આ મંદિરના થયા છે. કુમારપાળ ભૂપાલના મંત્રી ઉદયનના પુત્ર અંબડ મંત્રીએ પિતાના શ્રેયાર્થે ઉદ્ધાર કરાવ્યો. હાલમાં જ સંવત ૨૦૪૧થી ૨૦૪પની સાલમાં તેનો ભવ્ય જીર્ણોદ્ધાર આચાર્યદેવશ્રી વિક્રમસૂરિશ્વરજીની નિશ્રામાં થયો. મંદિરની નીચે ભોંયરામાં ભવ્ય ભક્તામર મંદિરની રચના છે. આ મંદિરનાં દર્શન, પૂજાનો લાભ અવસરે લેવા જેવો છે.
-: દુર્લભ - અવતાર માનવીનો ફરીને નહીં મળે,
અવસર તરી જવાનો ફરીને નહીં મળે. અવતાર.... સુરલોકમાં યે ના મળે ભગવાન કોઈને,
અહીયાં મળ્યા પ્રભુ ને ફરીને નહીં મળે. અવતાર. લઈ જાય પ્રેમથી તને કલ્યાણ મારગે,
સંગાથ આ ગુનો ફરીને નહીં મળે, અવતાર.. જે ધર્મ આચરીને કરોડો તરી ગયાં,
આવો ધરમ અમૂલો ફરીને નહીં મળે. અવતાર... કરશું ધરમ નિરાંતે' કહે તું ગુમાનમાં,
જે જાય છે ઘડી તે ફરીને નહીં મળે. અવતાર...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org