________________
[૨૮]
મુનિ ધનશાં
ધનમિત્ર નામનો એક વણિક અવંતી નગરીમાં રહે. કોક સદ્ગુરુના ઉપદેશથી તેને વૈરાગ્ય થયો ને પોતાના પુત્ર ધનશર્મા સાથે તેણે દીક્ષા લીધી. સંયમની સારી રીતે આરાધના કરતાં થોડા જ સમયમાં ધર્મશાસ્ત્રમાં કુશળ થયા. એક વાર કેટલાક સાધુઓ સાથે તેઓ વિહાર કરી એગલપુર નગરે જઈ રહ્યા હતા. મધ્યાહ્ન સમય થઈ ચૂક્યો હતો. સૂર્ય જાણે આગ વરસાવી રહ્યો હતો. ધરતી પણ તપી ગઈ હતી. બાળસાધુ ધનશર્માને ઘણી તરસ લાગી. તાળવું સુકાવા લાગ્યું. પગ ઢીલા પડ્યા. ચાલવું મુશ્કેલ થતું ગયું. બીજા બધા સાધુઓ આગળ ચાલતા રહ્યા. પિતા મહારાજ ધનમિત્ર તેની સાથે રહ્યા.
રસ્તામાં નિર્મળ જળની નદી આવતાં પિતા સાધુએ ધનશર્મા મુનિને કહ્યું, “વત્સ! મને લાગે છે કે તને અસહ્ય તરસ લાગી છે. પ્રાસુક (ખપે એવું ઉકાળેલું) પાણી તો આપણી પાસે નથી. યોગ ક્ષેત્ર અને સચિત પાણી મુનિઓને આમ તો ખપતું નથી. હવે માર્ગ એક જ સૂઝે છે કે તું આ નદીનું પાણી પીને તારી તરસ છિપાવ. કારણ કે આપત્તિકાળમાં તો નિષિદ્ધ કાર્ય પણ કરવું પડે છે. માટે હે વત્સ! આ પ્રાણાંત આપત્તિને કોઈ પણ રીતે પાર કરી જા. પછી તેની શુદ્ધિ માટે આચાર્યદેવ પાસે આલોયણા કરી લેજે.” એમ સમજાવી એકલા આગળ વધ્યા. એમણે વિચાર્યું કે મારી શરમથી આ નદીનું પાણી નહીં પીએ. માટે હું તેના દૃષ્ટિપથથી દૂર જતો રહું. એમ કલ્પી તે દૂર ચાલ્યા. બાળમુનિ નદીના કાંઠે આવ્યા એટલે તે વિચારવા લાગ્યા કે, અનેષણીય અન્નપાન લેવાનો ભગવાને નિષેધ કર્યો છે. તે કેમ લેવાય? સાચા વૈરાગી મુનિઓ બેતાલીસ દોષ રહિત શુદ્ધ આહારને જ ગ્રહણ કરે છે. આ એષણા સમિતિ કહેવાય. આ પાણી તેવી શુદ્ધિવાળું ન હોઈ અગ્રાહ્ય છે. મારી ઇચ્છા આ પીવા માટે થતી નથી પણ અતિ ખિન્ન થઈ ના છૂટકે પીવું પડે છે. પછી ગુરુમહારાજશ્રી પાસે આલોયણા લઈશ.
આમ વિચારી તેણે ખોબો પાણીથી ભરી મુખ પાસે લાવતાં પાછું વિચાર્યું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org