________________
જૈન શાસનનાં ચમકતા સિતારા ૦ ૯૪
મારા માટે શું ઉચિત છે? તુષાનું નિવારણ કરી મારા જીવને સુખ આપવું કે આ જળના જીવોને અભયદાન આપવું? જો મારા જીવને લૌકિક સુખ આપું છું તો બીજા જીવોનો ઘાત થાય છે. આથી ચાર ગતિમય સંસારની વૃદ્ધિ અને તીર્થકર ભગવંતની આજ્ઞાનો લોપ થશે. આ જીવો મારા જેવા જ છે. હું પણ આ અપકાયમાં આ જીવોના જ કુળમાં અનેક વાર રહ્યો હોઈ આ બધા મારા સંબંધી છે. પરમદયાળુ ભગવાને તો સકાય જીવોની દયા, દયાળુ - સંયમી સાધુના ખોળામાં મૂકી છે. વળી આ દુઃખ કાંઈ ઘણું મોટું દુઃખ નથી. નરકના જીવોને તો મારી તરસ કરતાં અનંત ગણી તરસ સર્વદા હોય જ છે – ને તે પરાધીનપણે મેં અનંતી વાર સહન કરી છે. હમણાં હે જીવ! આટલો સ્વચ્છેદ થઈ તું આવા કાર્યમાં પ્રવૃત્તિ કરવા તૈયાર થયો છે? હે જીવ! આત્મ-ગુણથી ભ્રષ્ટ ન થા. તારા એક જીવ માટે અનેક જીવોનો વધ કરવાના મહાપાપથી તું ડરતો કેમ નથી? ધિક્કાર છે તારી મૂઢતાને! તૃષાને શાંત કરનાર, પ્રત્યક્ષપણે થોડા વખત માટે સુખ આપનાર આ નિર્મળ અને શીતળ જળને તું અમૃત સમાન માને છે, પણ ખરેખર તે અમૃત નથી પણ વિષની ધારા છે. જળના એક બિંદુમાં જિનેશ્વરોએ અસંખ્ય જીવો કહેલા છે ને એ જ બિંદુમાં સેવાળનો અંશ પણ હોય તો તે અનંત જીવ રૂપ હોય છે. માટે આ સચિત પાણી હું કોઈ રીતે પી શકે નહીં. આવા દૃઢ નિશ્ચય અને ધર્યબળવાળા તે બાળમુનિએ ખોબામાં રહેલું પાણી, અનેક જીવોને બાધા ન થાય એવી રીતે વિવેકપૂર્વક ધીરેથી પાછું પાણીમાં ભેળવી દીધું અને હિંમત કરીને તે મહામહેનતે આગળ ચાલ્યા ને નદી પાર કરી. પણ તૃષા ન સંતોષાવાથી હવે એક ડગલું પણ આગળ ભરાયું નહીં. મસ્તકમાં ચક્કર આવ્યા અને નદીના કાંઠે જ પડી ગયા. અને વિચાર્યું. આ તૃષા વેદનીય કર્મ-કંઠ - તાળવા આદિનું શોષણ કરે છે, પણ કર્મ! શું તું મારા આત્મામાં રહેલ રત્નત્રયરૂપ અમૃતનું પણ શોષણ કરશે? પણ ઓ કર્મ! સમજી લે, હવે હું તારે વશ નથી. કારણ કે સંતોષ અને સમાધિથી આત્મસ્વરૂપમાં હું એવો લીન થયો છું કે અહીં તારી કોઈ કારી ફાવશે નહીં. અહો! પૂર્વના ઉપકારીઓએ આત્માની રક્ષા માટે કેવી સરસ વ્યવસ્થા આપી છે? ઈત્યાદિ શુભ ભાવના ભાવતાં ભાવતાં અવસાન પામ્યા.
કાળ થતાં તે મુનિ ધનશર્મા સ્વર્ગમાં દેવ થયા. દેવ તરીકે ઉત્પન્ન થતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org