________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૩૧
હરિકેશબળે ત્યાં જ મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી અને એકાંત તપ કરવા તેઓ જંગલમાં નીકળી પડ્યા. તેઓ ફરતાં ફરતાં વારાણશી નગરીના તિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યા. આ ઉદ્યાનમાં હિંદુક નામના યક્ષનું મંદિર હતું. તેમાં હરિકેશ મુનિ કાયોત્સર્ગ ધ્યાનમાં લીન રહ્યા. હિંદુક નામનો યક્ષ હરિકેશ મુનિની તપશ્ચર્યા અને ચારિત્ર્યથી પ્રસન્ન થઈ તેમનો ભક્ત બન્યો અને મુનિની સેવા ચાકરી કરવા લાગ્યો.
હવે તે નગરીના રાજાની પુત્રી ભદ્રા કેટલીક સખીઓ સાથે હિંદુક યક્ષની પૂજા કરવા આ મંદિરમાં આવી. ત્યાં તેણે આ મેલાંઘેલાં વસ્ત્રવાળા અને કદરૂપ શરીરવાળા હરિકેશમુનિને જોયા. તેમને જોતાં જ તેને ધૃણા થઈ અને તે મુનિની નિંદા કરવા લાગી. પેલા યક્ષથી મુનિની નિંદા સહન થઈ નહીં, તેથી તે રાજપુત્રી ઉપર ગુસ્સે થયો અને ક્ષણભરમાં તેને જમીન પર પછાડી દીધી. બાળા મૂચ્છ પામી અને બેહોશ બની ગઈ. તેના શરીરમાંથી રુધિર નીકળવા માંડ્યું. આ જોઈ તેની સખીઓ ગભરાઈ ગઈ અને રાજા પાસે જઈ સઘળી વાત કરી. રાજા હિંદુક ઉદ્યાનના આ મંદિરમાં આવ્યો. તેણે જાણ્યું કે પુત્રીએ આ તપસ્વી સાધુની નિંદા કરી છે તેથી સાધુએ કોપાયમાન થઈ આ પ્રમાણે કર્યું લાગે છે. આથી રાજા બે હાથ જોડી મુનિને કહેવા લાગ્યો. “હે મહારાજ! મારી પુત્રીનો અપરાધ ક્ષમા કરો.” તરત પેલો યક્ષ રાજપુત્રીના શરીરમાં પેસી ગયો અને બોલ્યો, “હે રાજન! જો તમે તમારી પુત્રીને આ મુનિ સાથે પરણાવો તો જ તે બચશે.” આ સાંભળી રાજા પોતાની પુત્રીને મુનિ સાથે પરણાવવા કબૂલ થયો. એટલે યક્ષ રાજકુમારીના શરીરમાંથી નીકળી મુનિના શરીરમાં પેઠો. પુરોહિતને બોલાવી રાજાએ મુનિ સાથે તે બાળાનું લગ્ન કર્યું. લગ્ન બાદ હિંદુક યક્ષ મુનિના શરીરમાંથી નીકળી સ્વસ્થાનકે ગયો. બાળાએ મુનિને કહ્યું, “મહારાજ! મેં તમારી નિંદા કરી હતી. તો મારો અપરાધ ક્ષમા કરો અને મારો પ્રેમ સ્વીકારો.” આ સાંભળી હરિકેશ મુનિ બોલ્યા, “હે બાળા, હું પંચ મહાવ્રતધારી સાધુ છું અને બ્રહ્મચારી છું. અમારાથી મન, વચન અને કાયાથી સ્ત્રીસમાગમ થઈ શકે નહિ. બાળા! મેં તારી સાથે લગ્ન કર્યું નથી, પણ આ યક્ષે મારા શરીરમાં પ્રવેશી આમ કર્યું છે. માટે કૃપા કરી ફરી આવું વચન મારી સાથે બોલતી નહીં.” બાળા મુનિના વચનથી નિરાશ થઈ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org