________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૩૨
ઘેર આવી. તેણે સર્વ વાત રાજાને કહી. રાજાએ પુરોહિતને બોલાવ્યો. પુરોહિતે જણાવ્યું, “મહારાજ! યક્ષથી ત્યજાયેલી બાળા પુરોહિત બ્રાહ્મણને આપી શકાય છે.” રાજાએ પોતાની પુત્રીને રુદ્રદત્ત નામના પુરોહિત સાથે પરણાવી. પુરોહિત રાજકન્યા મળવાથી ઘણો રાજી થયો.
રુદ્રદત્તે આ કન્યાને પવિત્ર કરવા એક મોટો યજ્ઞ આરંભ્યો. યજ્ઞ માટે અનેક બ્રાહ્મણોને નોતર્યા. તે સર્વને જમવા માટે અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ ભોજન રંધાવ્યાં. યજ્ઞ મંડપમાં બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરવા લાગ્યા. તેવામાં હરિકેશ મુનિ ભિક્ષાર્થે ફરતાં ફરતાં આ યજ્ઞમંડપ પાસે આવી પહોંચ્યા અને લાંબા દાંતવાળા આ કદરૂપા અને બેડોળ મુનિને જોઈ કેટલાક અભિમાની બ્રાહ્મણો ગુસ્સે થઈ બોલી ઊઠ્યા, “અરે, તું કોણ છે? અને અહીં શું કામ આવ્યો છે? ચાલ્યો જા અહીંથી, નહીં તો જીવતો નહીં રહેવા દઈએ.” હરિકેશ મુનિએ નમ્રતાથી જવાબ આપ્યો કે, “ભૂદેવો! ક્રોધ ન કરો. હું અહીં ભિક્ષા લેવા સારુ આવ્યો છું.”
અહીંથી ભિક્ષા નહીં મળે. અમોએ તારા જેવા ભામટા માટે ભોજન નથી બનાવ્યું. આ ભોજન અમારા જેવા પવિત્ર બ્રાહ્મણો માટે છે. કદાચ ભોજન વધે તોપણ તારા જેવા બેડોળ ભિખારીને તો હરગિજ નહીં આપીએ. તું આવ્યો છે એ રસ્તે ચાલી જા, નહિ તો જોરજુલમથી તને મારીને હાંકી કાઢીશું.” આવા કઠિન શબ્દો બ્રાહ્મણના મુખેથી સાંભળી હરિકેશ બોલ્યા, “હે ભૂદેવો! હું બ્રહ્મચારી છું. નિરંતર તપશ્ચર્યા કરું છું. અસત્ય બોલતો નથી અને વધેલા અનાજમાંથી નિર્દોષ ભોજન લઉં છું. તમે તો યજ્ઞમાં હિંસા કરે છે, જુઠું બોલો છો. હું તો પવિત્ર છું. માટે તમારા માટે નિપજાવેલાં ભોજનમાંથી થોડુંક આપો.”
આ સાંભળી કેટલાક યુવાન બ્રાહ્મણો વધુ ગુસ્સે થયા અને મુનિને ત્યાંથી હાંકી કાઢવા તત્પર થયા. કોઈકે મુનિને મારવાની શરૂઆત કરી. એટલે કેટલાક તો મુનિ ઉપર તૂટી પડ્યા અને બેફામપણે મારવા લાગ્યા. આ દૃશ્ય હિંદુક યક્ષના જોવામાં આવ્યું. તેથી તે મુનિની વહારે આવ્યો અને મુનિના શરીરમાં પેસી ગયો. પેસતાં જ તેણે પોતાના પ્રચંડ બળથી ઘણા બ્રાહ્મણોને ભોંય ભેગા કરી દીધા. કેટલાકનાં નાક, કાન, છુંદી નાખ્યાં, કેટલાકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org