________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦૨૩૩
શરીરમાંથી લોહીની ધારાઓ વહેતી કરી દીધી. એટલામાં રુદ્રદત્ત બ્રાહ્મણ અને ભદ્રા ત્યાં આવી પહોંચ્યાં. ભદ્રા હરિકેશ મુનિને જોઈ આશ્ચર્ય પામી અને તેમને ઓળખી તેમનાં ચરણમાં વંદન કર્યું.
ભદ્રાએ બધા ભૂદેવોને કહ્યું, “તમે આ મુનિની નિંદા શા માટે કરો છો? આ તો મહાતપસ્વી મહાત્મા છે અને બાળબ્રહ્મચારી છે. યક્ષના પ્રભાવે તે મને પરણ્યા હતા, પરંતુ પોતે બ્રહ્મચારી હોવાથી તેમણે મારો ત્યાગ કરેલો. માટે આ પવિત્ર મુનિને જે જોઈએ તે આપો.' આમ કહી ભદ્રા મુનિની ક્ષમા માગવા લાગી. યક્ષ આ વખતે મુનિના શરીરમાંથી પલાયન થઈ ગયો. એટલે મુનિએ બાળાને કહ્યું, ‘હે બાળા! હું ત્યાગી ને તપસ્વી છું. મારાથી ક્રોધ થઈ શકે નહીં. પણ યક્ષના મારા શરીરમાં પ્રવેશવાથી આમ બન્યું છે. મારે માસખમણનું આજે પારણું છે તે માટે ગોચરી માટે હું અહીં આવ્યો છું. તમે આ યજ્ઞ માટે નિપજાવેલ અન્નમાંથી મને વહોરાવો.' તરત જ રાજકન્યા ભદ્રાએ હરિકેશ મુનિને ભિક્ષાદાન આપ્યું. સુપાત્રદાનના પ્રભાવે ‘અહો દાનમ મહા દાનમ્' એવો ત્યાં આકાશધ્વનિ થયો.
યજ્ઞપાડામાં દિવ્ય સુવર્ણવૃષ્ટિ થઈ. સૌ કોઈ સ્તબ્ધ બનીને મુનિની ક્ષમા માગવા લાગ્યા. હરિકેશ મુનિએ તેમને ધર્મબોધ આપ્યો. કેટલાક બ્રાહ્મણોને મુનિનો ઉપદેશ રુચ્યો, તેથી તેમણે હરિકેશ મુનિ પાસે દીક્ષા લીધી.
એ રીતે અનેક જનોને પ્રતિબોધી, પોતે અદ્ભુત તપશ્ચર્યા કરી હરિકેશબળ મુનિ પોતે ચંડાળ કુળમાં ઊપજેલા હોવા છતાં આત્માની ઉચ્ચતમ ભાવના ભાવતાં કૈવલ્યજ્ઞાન પામ્યા અને નિર્વાણપદે પહોંચ્યા. ધન્ય છે આવા મહાન તપસ્વી ક્ષમાક્ષમણ હરિકેશ બળ મુનિને, તેમને અનેક વંદના હો !
WE
શ્રી આદિશ્વર શાંતિ નેમિ જિનને, શ્રી પાર્શ્વવીર પ્રભો એ પાંચે જિનરાજ આજ પ્રણમું, હેતે કરી હે વિભો! કલ્યાણે કમલા સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડો અતિ એવા ગૌતમસ્વામિ લબ્ધિ ભરીઆ, આપો સદા સન્મતિ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org