________________
[૪૫]
શેઠ જગડુશા કચ્છનું ભદ્રેશ્વર ગામ. ત્યાં એક ગુરુ પધાર્યા. શેઠ જગડુશા દર્શનાર્થે ગયા. ગુરુજીએ ભાવિના ગોઝારા દિવસોની આગાહી કરતાં કહ્યું : “ત્રણ ત્રણ વર્ષનો કપરો દુકાળ આવી રહ્યો છે. ધાન્યનો એકેક કણ કીમતી ગણાશે. લોકો ઢોરઢાંખર તો ઠીક પેટનાં જણ્યાંનેય વેચવા તૈયાર થાય એવી પરિસ્થિતિ સર્જાશે.” ગુરુજીએ શેઠને માથે હાથ મૂકી આશીર્વાદ આપતાં એટલું કહ્યું કે, “સમયને ઓળખી પાણી પહેલાં પાળ બાંધજો.” જગડુશાએ હુકમ છોડ્યો. દેશવિદેશની પોતાની તમામ પેઢીઓને અનાજ ખરીદી કોઠારો ભરવા જણાવ્યું.
સંવત ૧૩૧૩ની સાલ. ભયંકર દુષ્કાળ. પોતાની પાસેનું સંઘરેલ અનાજ ખાઈને ગમે તેમ વર્ષ પૂરું કર્યું. સંવત ૧૩૧૪ની સાલ. કારમો દુષ્કાળ. પરસ્પર મદદ કરીને જેમ તેમ વસમા દિવસો વિતાવ્યા.
૧૩૧૫ની સાલમાં પણ વરસાદ નહીં. અવનિ પર કારમો દુષ્કાળ. બાળકના હાથમાંથી બટકું રોટલો ઝૂંટવી લઈને ખાવાનો પણ ક્ષોભ નહીં એવા દિવસો ને પરિસ્થિતિમાં જગડુશાએ દાન કરી પુણ્ય કરવાની પળ પારખી લીધી અને ત્રણ વર્ષ પોતાના ભંડારો ખુલ્લા મૂક્યા.
ગુજરાતના રાજા વિશળદેવે શ્રેષ્ઠીવર્ય જગડુશાને દરબારમાં બોલાવી તેની કીર્તિની કદર કરતાં કહ્યું, “શેઠ! સાંભળ્યું છે કે પાટણમાં તમારા સાતસો કોઠારો ધાન્યથી ભરેલા પડ્યા છે. મને તે અનાજ આપો. હું મોં માંગ્યા દામ દેવા તૈયાર છું.”
શેઠે કહ્યું, “ના એ કોઠારો હું વેચી શકું એમ નથી. એમાં મારું કંઈ નથી.” રાજાને શંકા થઈ. વિચાર્યું કે વાણિયાને લાલચ જાગી લાગે છે. આવેશમાં આવી રાજાએ કોઠારોનાં તાળાં તોડાવ્યાં. અંદર જોયું તો ભરપૂર અનાજ ભરેલું હતું. વિશળદેવે કરડી નજરે ઉપાલંભ સાથે કહ્યું, “શેઠ! વસમી વેળાએ તમને વેપારી વૃત્તિ સૂઝી? વિશળદેવ આગળ બોલે તે પહેલાં એક સિપાઈ કોઠાર બાજુથી દોડતો આવ્યો અને રાજાના હાથમાં તામ્રપત્ર મૂકતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org