________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૧૪૫
એમ બોલતી, તેમાં વ્રતભંગથી થતી હાનિ સંભળાવતી. જેમ કે વ્રત લેવું તો સહેલું છે પણ પાલન કરવું દુષ્કર છે. જે પુણ્યશાળી વ્રત લઈ પ્રાણની જેમ પાળે છે તેમને ધન્ય છે. વ્રત લેવા પાળવાની ચઉભંગી છે. જેમ કે લેવું સરળ પણ પાળવું મુશ્કેલ; લેવું કઠિન પણ પાળવું સરળ; લેવું સહેલું અને પાળવું પણ સહેલું; અને લેવું પાળવું બન્ને મુશ્કેલ. આમાં ત્રીજો ભંગો ઉત્તમ અને ચોથો અનિષ્ટ.
આ બધું સાંભળી સુભદ્ર પોતાની પત્નીની ભાવનાનાં વખાણ મનોમન કરતો. અને પોતાના મનમાં વ્રતભંગનું દુઃખ તો તેને સાલ્યા જ કરતું. તે દિવસે દિવસે પાપભીરુ હોવાથી દૂબળો થવા લાગ્યો. પત્નીએ આગ્રહ કરી કારણ પૂછ્યું, ત્યારે તે ખિન્ન થઈ બોલ્યો, “હે સુભા! મોક્ષપ્રાપ્તિની અભિલાષાએ લાંબા વખત સુધી મેં વ્રત પાળ્યું હતું, પણ મનકલ્પિત સુખને માટે ક્ષણ વારમાં મેં નષ્ટ કરી, મૂર્ખ પણ ન કરે તેવું અકાર્ય મેં કર્યું. આથી દિવસે દિવસે ચિંતાથી દુઃખી છું અને આના લીધે હું સુકાતો જાઉં છું. હવે આ પાપનું પ્રાયશ્ચિત્ત કોણ આપશે? વતભ્રષ્ટ મારી ગતિ કઈ થશે? આવું મહાપાપ આચર્યા પછી ફક્ત મિથ્યા દુષ્કૃત બોલ્યા કરવાથી પાપ નાશ કેમ થાય?”
આમ શુદ્ધ અંત:કરણ અને શુભ પરિણામ જાણી અને આ માત્ર પત્ની સમક્ષનો જ પશ્ચાત્તાપ અને દેખાડો નથી એમ સમજી તથા સંવેગરંગથી રંગાયેલું આ હૃદય હવે ઈન્દ્રની અપ્સરાથી પણ હારે એવું નથી એવો વિશ્વાસ થવાથી સુશીલાએ બધી સાચી વાત જણાવી દીધી : “જેને એ રાત્રે તમે ભોગવી તે મારી સહેલી નહીં પણ તેના વેશને હાવભાવવાળી હું જ હતી.” આ સાંભળી સુભદ્ર મનથી હળવો થઈ ગયો. “અહો! મારી પત્ની કેવી નિપુણ, કેવી ચતુર કે મને નરક જતો બચાવી લીધો! ધર્મ પોકારી પોકારીને કહે છે કે પરનારીના સંગથી જીવ નરકે જાય. તેણે કેવી ધીરતાથી કામ લીધું! મારું એટલું સૌભાગ્ય કે અંતઃકરણથી મારી હિતચિંતા કરનાર સુશીલ પત્ની મળી છે.' ઇત્યાદિ તેણે અંતરથી પત્નીની સ્તુતિ કરી અને ગુરુમહારાજ પાસે જઈ પરસ્ત્રીસંવનનો સર્વથા ત્યાગ કર્યો, પાપની આલોચના કરીને ધર્મમાં આદરવાળો થયો. કાળાંતરે પુત્રને વ્યવહારભાર સોંપી પતિપત્ની બન્નેએ ચારિત્ર્ય લીધું. ઉત્કટ આરાધના-તપસંયમથી તે બન્ને કેવળી થઈ મોક્ષે સિધાવ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org