________________
જૈન શાસનના ચમકતા સિતારા ૧૪
બોલ્યો કે આવું તામ્રપત્ર પ્રત્યેક કોઠારમાં લાગેલું છે. રાજાએ તામ્રપત્ર પર કોતરાયેલું લખાણ વાંચ્યું: “આ કોઠારનું અનાજ ગરીબ લોકોનું છે.” રાજા વિશળદેવ ક્ષોભ સાથે શેઠનાં ચરણોમાં મૂકતાં બોલ્યા, “તમે દાન કર્યું, પણ ગર્વ ન કર્યો. તમારું નામ લઈને દાનનો ઈતિહાસ પોતાનું ગૌરવ વધારશે.”
કહેવાય છે કે જગડુશા શેઠે લજાપિંડ લાડવા બનાવ્યા હતા. એ લાડવાની અંદર છાનું રૂપું મૂકતા. આ લાડવા આબરૂદાર કુટુંબો માટે હતા. કારણ કે કપરા કાળમાં આવાં કુટુંબો કોઈની સામે હાથ લંબાવી શકતાં નહોતાં ને ભૂખે મરતાં હતાં. જગડુશા શેઠ દરરોજ વહેલી પરોઢે આ લક્કાપિંડ લાડવા લઈને જાતે આબરૂદાર કુટુંબોમાં વહેંચી આવતા. જગડુશાએ ગામે ગામ ભરેલા કોઠારો ખૂલ્લા મૂકી દીધા. લોકોને કંઈ પણ મૂલ્ય લીધા વિના ધાન્ય આપવા હુકમો છોડ્યા. કારમી અછતમાં એ ધાન્યથી હજારો કુટુંબો બચી ગયાં.
ઈતિહાસ નોંધે છે કે જગડુશાએ દુકાળના સમયમાં વિશળદેવને આઠ હજાર મુંડા, હમીર રાજાને બાર હજાર મુંડા અને દિલ્હીના સુલતાનને એકવીસ હજાર મુંડા અનાજ મફત આપ્યું હતું. તે સમયે જગડુશાએ ૧૧૨ દાનશાળાઓ ખોલી હતી.
ખાનદાન માણસો દાન લેતાં લજવાય અને ખચકાય નહીં માટે તેમની અને દાન લેનારની વચ્ચે પડદો રાખવામાં આવતો.
એક દિવસ વિશળદેવ રાજા પોતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે વેશ બદલીને દાન લેવા ગયા. એ ખુલ્લી હથેલી જોઈને જગડુશા વિચારમાં પડી ગયા. તેમને થયું, “આ તો કોઈ રાજાનો હાથ લાગે છે. ખૂબ જ ભાગ્યશાળી લાગે છે. આ વ્યક્તિએ પણ દુકાળના કારણે આજે હાથ લંબાવ્યો છે તો હું તેની જિંદગીભરની ગરીબી દૂર થઈ જાય તેવું જ કંઈ તેને આપું.” અને જગડુશાએ પોતાની આંગળી પરની રત્નજડિત વીંટી વેશધારી રાજાના હાથમાં પહેરાવી દીધી. વિશળદેવ રાજાએ તરત બીજો હાથ ધર્યો. એ હાથે પણ જગડુશાએ પોતાની બીજી રત્નજડિત વીંટી પહેરાવી દીધી. રાજા બંને વીંટી લઈ રાજસભામાં આવ્યો.
બીજે દિવસે વિશળદેવે જગડુશાને સન્માનથી રાજ્યસભામાં બોલાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org