________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૧૪૮
તેમને પેલી બે વીંટીઓ બતાવીને પૂછ્યું, “શ્રેષ્ઠી! આ શું છે?” ત્યારે જગડુશાએ કહ્યું, “હાથની રેખા જોતાં સમજાયું કે આ કોઈ ભાગ્યશાળી છે એમ સમજી મેં આ વીંટીઓ પહેરાવી હતી.” આમ કહી જગડુશા રાજાને પ્રણામ કરવા ગયા. પરંતુ રાજાએ તેમને તેમ કરતા અટકાવ્યા અને તેમને હાથી ઉપર બેસાડીને સન્માનપૂર્વક વિદાય આપી.
સંવત ૧૩૧૬ની સાલમાં સારો વરસાદ પડ્યો. લોકોએ જૈન શ્રાવક જગડુશાનો જયજયકાર બોલાવ્યો.
દેખી શ્રી પાર્શ્વતણી દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ અલબેલડી, ઉજવળી ભયો અવતાર રે; મોક્ષગામી ભવથી ઉગારજો. શિવધામી ભવથી ઉગારજો. દેખી ૧. મસ્તકે મુગટ સોહે, કાને કુંડળીયા, ગલે મોતનકા હાર રે; મોક્ષગામી ભવથી ઉગારજો. દેખી૨. પગલે પગલે તારા ગુણો સંભારતાં, અંતરના વિસરે ઉચાટ રે; મોક્ષગામી ભવથી ઉગારજો. દેખી, ૩. આપના દરિશને આતમા જગાડ્યો, જ્ઞાનદીપ પ્રગટાવ રે; મોક્ષગામી ભવથી ઉગારજો. દેખી, ૪. આતમા અનંતા પ્રભુ આપે ઉગારીઆ, તારો સેવકને ભવપાર રે; . મોક્ષગામી ભવથી ઉગારજો. દેખીત ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org