________________
[૩૧] સર્વજ્ઞસૂરિજી અને કમલ શ્રીપુર નામના નગરમાં શ્રીપતિ નામના ધર્મિષ્ઠ શેઠ રહે. તેમને કમલ નામનો એક પુત્ર. તે બધી કળામાં નિપુણ, પણ ધર્મથી સદા દૂર રહે. જ્યાં દેવ-ગુરુનું નામ આવે ત્યાં તે ઊભો ના રહે. એક વાર શેઠે તેને શિખામણ આપતાં કહ્યું, “દીકરા! બોતેર કળામાં આપણે નિપુણ, છતાં જો ધર્મકળા ન જાણતા હોઈએ તો આપણે અજાણ જ કહેવાઈએ. સર્વ કળામાં શ્રેષ્ઠ તો ધર્મકળા જ છે.”
કમલે કહ્યું - “આપણે કોઈનું ખરાબ ન કરીએ, આપણે મેળવેલું આપણે વાપરીએ એ ધર્મ જ છે ને? સ્વર્ગ અને મોક્ષ બધું અહીં જ છે. કેટલીક વાર તો ધર્મની વાત કરનારા ધર્મને નામે પોતાના સ્વાર્થને જ સાધે છે. તમને ગમે તો તમે ધર્મ કર્યા કરો. આપણા ગળે તો આ તમારી વાત ઊતરતી નથી.” આમ કહી તે બહાર ફરવા નીકળી જાય. બાપાની વાત પૂરી સાંભળે પણ નહીં.
એક વાર શેઠે કહ્યું: “તું મારી સાથે ગુરુમહારાજના દર્શને ચાલ. સાંભળવાથી કાંઈ ચોંટી જતું નથી.” આમ સમજાવી તેને ઉપાશ્રયે લઈ ગયા. ગુરુમહરાજે કહ્યું – “જો ભાઈ! હું તને ધર્મકથા કહું. તું અમારી તરફ ધ્યાન રાખી બરાબર સાંભળજે, ન સમજાય તો પૂછજે.” ધર્મકથા કહી ગુરુજીએ પૂછ્યું: “તને સમજણ પડી ને?” તેણે કહ્યું - “જી મહારાજ, થોડી પડી ને થોડી ન પડી; કેમ કે તમે બોલતા હતા ત્યારે તમારી ગળાની હાડકી ઊંચીનીચી થતી હતી તે મેં એકસો આઠ વાર તો ગણી, પણ પછી તમે ઉતાવળે બોલવા લાગ્યા એટલે ગણવું મુશ્કેલ થઈ ગયું.”
આ સાંભળી બેઠેલા માણસો હસી પડ્યા. મહારાજશ્રીએ પણ અયોગ્ય જાણી તેની ઉપેક્ષા કરી. વળી, એક બીજા ઉપદેશક ધર્મગુરુ પાસે શેઠ કમલને સમજાવીને લઈ ગયા. તેમણે કમલની વાત શેઠ પાસેથી સાંભળી હતી, એટલે ધર્મગુરુએ કમલને કહ્યું, “તારે અમારી સામે જોવાની જરૂર નથી. તું તારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org