________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૧૦૪
અમારા ઉપદેશમાં ધ્યાન રાખજે.” ઉપદેશ પૂર્ણ થયે તેમણે પૂછ્યું – “કેમ, કાંઈ સમજાયું કે?” તેણે કહ્યું, “જી મહારાજ, આપે ઉપદેશ શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં એક હજાર ને આઠ કીડીઓ આ દરમાં ગઈ છે. તે મેં બરાબર ગણી છે.” આમ અસંબદ્ધ બોલતો જોઈ ત્યાં બેઠેલા માણસોએ તેને ઠપકો આપ્યો અને સભ્યતા રાખવા કહ્યું. કમલ ઊઠીને ચાલ્યો ગયો.
એક વાર તે ગામમાં ઉપદેશલબ્ધિવાળા સર્વજ્ઞસૂરિજી મહારાજ પધાર્યા. કમલને શેઠ સમજાવીને ઉપાશ્રયે લાવ્યા. આચાર્યશ્રીએ કમલની વિચિત્રતા જાણી. તેમણે કમલને લાગણીપૂર્વક બોલાવ્યો અને અવસર મળતાં “પાછો આવજે' એમ કહ્યું. કમલ એકલો જઈ ચઢ્યો. આચાર્યશ્રીએ કમલને કહ્યું, “તું શું જાણે છે?” કમલે કહ્યું – “હું તો માત્ર સ્ત્રીમાં જાણું છું.” આચાર્યશ્રીએ અકળાયા વિના પાછું પૂછ્યું - “સ્ત્રીઓના ભેદ અને લક્ષણ જાણે છે?” તેણે કહ્યું, “હું થોડુંક જાણું છું પણ આપ કહો તો તેથી મારા જ્ઞાનની વૃદ્ધિ થશે.” આચાર્યશ્રીએ સહુ-પ્રથમ પદ્મિની નારીના ગુણ-સ્વભાવ દેખાવરુચિ આદિની વાત કહી. આવી સન્નારી મહાપતિવ્રતા અને દૃઢ મનોબળવાળી હોય છે, તેમાં કેવું સત્ત્વ - શૌર્ય અને ઔદાર્ય હોય છે ઇત્યાદિ ઉદાહરણો આપી સમજાવ્યું. આ સાંભળી કમલ તો મહારાજજીની વાતમાં લટ્ટ થઈ ગયો અને મહારાજને સ્ત્રીકળાના મર્મજ્ઞ જાણી આદરથી જોવા લાગ્યો. “હવે કાલે આવજે. ચિત્રિણી સ્ત્રીનાં લક્ષણો કાલે જણાવીશ.”
બીજા દિવસે એ વગર બોલાવ્યે આવ્યો. આમ રોજ રોજ આવવા લાગ્યો ને સૂરિજી તેને શૃંગાર, હાસ્ય-વિનોદ આદિની કથા કહેતા રહ્યા. મનગમતી વાતો ને રસિયો કમલ, નવરો પડે ને ઉપાશ્રયે આવે. મહારાજ સાહેબ પાસે રસથી વાતો સાંભળે. એમ કરતાં માસકલ્પ પૂર્ણ થતાં મહારાજજીએ વિહારની તૈયારી કરી. તેમણે કમલને કહ્યું - “ભાઈ! હવે અમે વિહાર કરીશું. માટે તું કાંઈક નિયમ લે.” તે સાંભળી લંગ કરવાના સ્વભાવવાળો કમલ બોલ્યો, “સાહેબ, મારે તો ઘણા બધા નિયમો છે. સાંભળો - આપઘાત નહીં કરવાનો, થોરનું દૂધ નહીં પીવાનો, આખું નાળિયેર નહીં ખાવાનો, બીજાનું ધન લઈ પાછું નહીં આપવાનો - સ્વયંભૂરમણ સમુદ્રની પેલી પાર નહીં જવાનો, એમ ઘણા નિયમો મારે છે.” આચાર્યશ્રી બોલ્યા
----
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org