________________
જેન શાસનના ચમકતા સિતારા • ૧૦૫
- “કમલ! અમારી સામે આમ બોલવું તને શોભતું નથી. ગુરુઓની હાંસી કરવાથી ભવ જ વધે છે. હવે અમે જઈએ છીએ. આટલો સમય અમારી પાસે બેસીને તું શું શીખ્યો? નિયમ વગરનો માણસ માણસ જ નથી. એકાદ નિયમ લઈશ તો સદા માટે અમારું સંભારણું રહેશે. માટે કોઈક નિયમ તો લે જ.”
આ સાંભળી કમલ ઝંખવાઈ જઈ બોલ્યો - “ઠીક સાહેબ, ત્યારે કરાવો નિયમ કે અમારી પાડોશમાં રહેતા જગા કુંભારના માથાની ટાલ જોઈને જ મોઢામાં કાંઈ નાખવું.” આચાર્યદેવે આ પણ લાભનું કારણ જાણી” નિયમ કરાવ્યો અને તેને બરાબર પાળવા ભલામણ કરીને વિહાર કર્યો. કમલ આ નિયમને સચ્ચાઈથી પાળવા લાગ્યો. એક વાર રાજદરબારે ગયેલા કમલને પાછા ફરતાં મોડું થઈ ગયું. તે જમવા બેસતો જ હતો અને તેની માતાએ તેને યાદ કરાવ્યું કે - “તેં આજે જગા કુંભારની ટાલ જોઈ છે કે નહીં? કમલને ભૂખ, થાક અને કંટાળો ઘણો આવ્યો હતો પણ ઘણા દિવસથી નિયમ પાળતો હતો, તેનો ભંગ ન થવો જોઈએ એ માટે તે કુંભારની ટાલ જોવા ઊડ્યો. પણ બાજુમાં તપાસ કરતાં ખબર પડી કે જગા કુંભાર તો ગામ બહાર માટી લેવા ગયા છે. તેથી તે ઊપડ્યો તેની તપાસમાં. તે ફરી ફરીને કંટાળી ગયો, પણ ક્યાંય જગો જડે નહીં. ટાલ જોયા વિના જમાય પણ નહીં. તે હિંમત ન હારતાં આગળ ને આગળ ચાલતો રહ્યો. કુંભાર માટી ભરતો આટલામાં જ ક્યાંક હોવો જોઈએ એમ સમજી શોધ ચાલુ રાખી. ત્યાં એક મોટા ખાડામાં માટી ખોદતો જગો દેખાયો. મારા જેવા તડકામાં ઊભો ઊભો ફાળિયું બાંધ્યા વગરનો જગો માટી ખોદતો હતો તેથી તરત જ કુંભારની ટાલ દેખાઈ. કમલ આનંદમાં આવી ગયો અને જોરથી બોલી ઊઠ્યો - “જોઈ લીધી રે જોઈ લીધી.” એ જ વખતે કુંભાર માટી ખોદતાં ધન ભરેલી માટલી દેખાઈ અને કમલની બૂમ તે જ વખતે સંભળાઈ : “જોઈ લીધી રે જોઈ લીધી.” કુંભાર સમજ્યો કે કમલે આ ધનની માટલી જોઈ લીધી છે. જો તે રાજ્યને જાણ કરશે તો બધુંયે ધન જતું રહેશે અને ઉપરથી ઉપાધિ આવશે. માટે કમલને સમજાવી દેવાથી ધનનો આવેલ લાભ મળી રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org