________________
જેન શાસનના ચમકતા સિતારા - ૧૦૬
-
-
-
-
-
આવા વિચારથી કુંભારે ઊંચા હાથ કરી કમલને ઊભા રહેવા બૂમ મારી. કમલ કહે, “હવે શું? હવે તો જોઈ લીધી.”
કુંભારને વિશ્વાસ થઈ ગયો કે આણે ધનની માટલી ખરેખર જોઈ લીધી છે. એટલે કુંભારે કમલને સમજાવતાં કહ્યું : “તેં ભલે આ ધનની માટલી જોઈ પણ તું બીજા કોઈને કહીશ નહીં આ ધન આપણે સંપી બન્ને અડધોઅડધ વહેંચી લઈશું.” કમલ કાબેલ અને હોશિયાર હતો એટલે કહે, “ચાલ ચાલ, અડધે શું થાય?” કુંભારે કહ્યું, “ભાઈ, તું કહે તેમ. પણ વાત બીજા કોઈ જાણે નહીં તે જોજે.” કમલે કેટલુંક મોળું ધન પોતે રાખી, દેખાવમાં વધારે કુંભારને આપી ધન લઈ ઘેર આવ્યો. તેથી તે ધનાઢ્ય થયો. હવે તે વિચારવા લાગ્યો : આ બધો પ્રતાપ શ્રી સર્વજ્ઞસૂરિજીનો છે. મશ્કરીમાં લીધેલ નિયમથી આવો લાભ થયો, તો સાચા અંત:કરણથી નિયમ લેવામાં આવે તો કેટલો બધો લાભ થાય? આમ શ્રદ્ધા થવાથી તેણે કેટલાક નાનામોટા નિયમો લીધા. તેના ઘોર મિથ્યાત્વનો નાશ થયો. ને તેને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. ફરીથી સર્વજ્ઞસૂરિજી મહારાજનો યોગ થતાં તેમની પાસે તેણે શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા અને ધર્મ આરાધી અવસાન થતાં સ્વર્ગ ગયો.
ભેંસ આગળ ભાગવત જેવી બહુ મોટી મોટી તત્ત્વોની વાતો કરીને પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવાના બદલે સરળ યૂક્તિપૂર્વક, કલ્યાણકારી, રસ પડે તેવી વાતો સમજાવીને શ્રી સર્વજ્ઞસૂરિજીએ નાસ્તિક અને જડ એવા કમલને ધર્મિષ્ઠ બનાવ્યો. સમય પારખી આવા આચાર્યો ભાવિકોની જડતાનો નાશ કરી તેમના કલ્યાણના સંયોગો ઊભા કરી આપે છે.
દીક્ષા ગ્રહી પ્રથમ તીર્થ તમે જ સ્થાપ્યું કંઈ ભવનું કઠિન દુઃખ અનન્ત કાપ્યું, એવા પ્રભુ પ્રણમીએ પ્રણયે તમોને મેવા પ્રભુ શિવતણા અર્પો અમોને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org