________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૨૪
કરાવ્યું અને દધિવાહન સામે લડવા નીકળ્યો. દધિવાહન પણ લશ્કર લઈ લડવા મેદાનમાં આવ્યો.
આ વાતની પદ્માવતી સાધ્વીને ખબર પડી એટલે તે તરત જ કરકંડુના તંબુમાં આવ્યાં. સાધ્વીને દેખી કરકંડુએ પ્રણામ કર્યા અને આગમનનું કારણ પૂછ્યું. જવાબમાં સાધ્વીજીએ કરકંડુને કહ્યું, “તું જેની સામે આ યુદ્ધ ખેલે છે તે તારા પિતા છે એ તું જાણે છે?
કરકંડુ આશ્ચર્ય પામી બોલ્યો, “કહો, મહાસતીજી! કેવી રીતે?” સાધ્વીજીએ કરકંડુનાં આંગળાં ઉપરની વીંટી બતાવી. “જો આ વીંટી! એના ઉપર કોનું નામ છે?”
વીંટી ઉપર દધિવાહનનું નામ વાંચી કરકંડુ વિસ્મય પામ્યો. સાધ્વી બોલ્યાં, “સબૂર! મને એક વાર તારા પિતા પાસે જવા દે.” આમ કહી સાધ્વીજી દધિવાહન પાસે ગયાં અને કહ્યું, “રાજન! તમારી પદ્માવતી રાણીને લઈ હાથી ભાગી ગયો હતો તે પછી તેનું શું થયું, તે તમે જાણો છો?” “નહિ, મહાસતીજી! હું તેમાંનું કશું જાણતો નથી.”
હું પોતે જ પદ્માવતી સાધ્વીજી બોલ્યાં. “ત્યારે તમને ગર્ભ હતો તેનું શું થયું?” રાજાએ આશ્ચર્યથી પૂછ્યું. “તે જ આ કરકંડુ, કે જેની સામે તમે યુદ્ધ ખેલો છો.”
રાજા દિમૂઢ બની ગયો. યુદ્ધ બંધ થયું અને તે કરકંડુ પાસે આવી પ્રેમથી તેને ભેટ્યો. સાધ્વીજીએ તેમને બન્નેને ધર્મબોધ આપ્યો. દધિવાહન રાજા વૈરાગ્ય પામ્યો અને ચંપાનગરીનું રાજ્ય કરકંડુને સોંપી, દીક્ષા લઈ આત્માનું કલ્યાણ સાધવા ચાલી નીકળ્યો. - હવે કરકંડુ ન્યાયપૂર્વક રાજ્ય ચલાવે છે. પેલા બ્રાહ્મણને બોલાવી તેનાં ઇચ્છિત બે ગામ આપે છે.
કરકેડુને ગાયના ગોકુળ બહુ પ્રિય હતા. એક વાર એક બાળવાછરડાને જોઈ તેને તેના ઉપર બહુ પ્રેમ થયો. તેથી તેણે ગોવાળને કહ્યું, “આ ગાય જેણે વાછરડાને જન્મ આપ્યો છે તેને દોહવી નહીં.” તેનું બધું દૂધ વાછરડાને પીવા દેવા હુકમ આપ્યો. ગોવાળે તે પ્રમાણે કર્યું, એટલે તે વાછરડો શરીરમાં હૃષ્ટપૃષ્ટ થયો. તે દેખી કરકંડુને ઘણો આનંદ થયો. સમય જતાં તે વાછરડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org