________________
જૈન શાસનના ચમકતા સિતારા ૭ ૨૨૫
ઘરડો થયો, એક વાર કરકંડુએ ગોવાળને તે વાછરડા અંગે પૂછ્યું, ગોવાળે વૃદ્ધ અને અશક્ત થયેલો વાછરડો બતાવ્યો. તે જોઈ રાજા ચમક્યો, તેણે મન સાથે વિચાર કર્યો. “અહો, વાછરડાની અંતે આ દશા! શું ત્યારે જગતમાં જન્મેલા સૌ કોઈને આ સ્થિતિએ પહોંચવાનું! ખરેખર જન્મ્યું તે મરવાનું જ છે. ખીલ્યું તે અવશ્ય કરમાવાનું જ છે. ઉદય પામ્યું તે અસ્ત થવાનું જ છે. તો મારે શા માટે આત્મકલ્યાણ ન સાધવું?” એમ આત્મભાવના ભાવતાં કરકંડુને ત્યાં જ જાતિસ્મરણ જ્ઞાન થયું. તરત તેણે સ્વયમેવ પંચમુષ્ટિ લોચ કર્યો અને દીક્ષા લીધી. સખત તપ, જપ, સંવર કરી હૃદયની ઉચ્ચ ભાવનાને વિકસાવતાં તે કૈવલ્યજ્ઞાન પામ્યા અને મોક્ષમાં ગયા.
વીર પ્રભુ તુજ દર્શનથી
વીર પ્રભુ તુજ દર્શનથી, પાપ ગયાં મુજ આતમથી, પુણ્ય પરિણતિ જો જાગી, જગપતિ જિન તુજ લય લાગી, દૂર ન કર પ્રભુ તનમનથી, વીર પ્રભુ૦ | ૧|| ગુણ સમૂહથી તુ ભરિયો, હું છું અવગુણનો દરિયો,
દોષ ટાળ મુજ આતમથી, વીર પ્રભુ॰ ॥૨॥ તું પ્રભુ જગનો તારક છે, આ જન તારો બાળક છે,
સેવકને જો કરુણાથી, વીર પ્રભુ॰ ॥ ૩॥ તું શું મુજને નહીં તારે, હું છું શું તુજને ભારે;
જશ લેને શિવ દઈ જગથી, વીર પ્રભુ || ૪|| ગૌતમ નીતિ ગુણ બોલે, દાની નહીં કોઈ તુજ તોલે, કર પ્રસન્ન દઈ શિવવરથી, વીર પ્રભુ ॥ ૫॥
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org