________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૨૩
રખેવાળી પોતે કરે છે, ત્યાંથી કોઈ ચીજ કોઈ ન લઈ જઈ શકે.
પંચે કરકંડુને સમજાવતાં કહ્યું : “ભલા, એક વાંસ બ્રાહ્મણને આપી દેવામાં તને શો વાંધો છે?” કરકંડુએ જવાબ આપતાં જણાવ્યું કે “આ જાદુઈ વાંસ છે. આનાથી તો મને રાજ્ય મળવાનું છે.” પંચે હસીને કહ્યું,
એમ હોય તો ભલે, વાંસ તું રાખ. પણ જો તું રાજા બને તો આ બ્રાહ્મણને બિચારાને એક ગામ આપજે.” કરકંડુએ કહ્યું, “એકના બદલે બે ગામ આપીશ.” એમ કહી વાંસ લઈ તે પોતાના ઘરે આવ્યો.
પેલા બ્રાહ્મણને તો ક્રોધ માય જ નહીં. તેણે કરકંડુનો ઘાટ ઘડી નાખવાનો વિચાર કર્યો. કરસંડુને આ વાતની ખબર પડી એટલે તે ગામ છોડીને ચાલી નીકળ્યો અને કંચનપુર પહોંચ્યો. ત્યાંના એક બગીચામાં તે આરામ કરવા માટે બેઠો. કંચનપુરનો રાજા નિ:સંતાન મરણ પામ્યો હતો. પ્રજાએ રાજા નક્કી કરવા એક અશ્વને છૂટો મૂક્યો. અશ્વ ફરતો ફરતો જ્યાં કરકંડુ બેઠો હતો ત્યાં આવ્યો અને તેના માથા ઉપર હણહણાટ કર્યો. એટલે પ્રજાજનોએ જયવિજયનો ધ્વનિ કરી કરકંડુને ઊંચકી લીધો અને રાજ્યાસને બેસાડ્યો. આ વાતની પેલા બ્રાહ્મણને ખબર પડી એટલે તેને વધારે ક્રોધ ચઢ્યો. તે કરસંડુ પાસે આવ્યો અને તેને બીક દેખાડી. કરકંડુએ પોતાની પાસેનો લાકડાનો દંડ ફેરવ્યો, જેમાંથી અગ્નિના તણખા ઝર્યા. આથી બ્રાહ્મણ ગભરાયો અને બે હાથ જોડી બોલ્યો, “ભાઈ! જેના કિસ્મતમાં રાજ્ય હોય તે જ ભોગવી શકે. પણ તમે મને વચન આપેલું તે મુજબ એક ગામ તો આપશો ને?” કરકંડુએ કહ્યું, “હા જરૂર. તારે કઈ જગ્યાએ ગામ જોઈએ છે?” એટલે બ્રાહ્મણ બોલ્યો, “ચંપા નગરીની બાજુમાં.” કરકંડુએ તે બ્રાહ્મણને એક ચિઠ્ઠી ચંપાનગરીના રાજા દધિવાહન ઉપર લખી આપી, તેમાં એક ગામ બ્રાહ્મણને આપવા જણાવ્યું. બ્રાહ્મણ ચિઠ્ઠી લઈ દધિવાહન રાજા પાસે ગયો અને ચિઠ્ઠી આપી. આ બ્રાહ્મણ ચંડાળ જાતિનો હતો તેની ખબર દધિવાહન રાજાને પડી, તો તે ઉશ્કેરાયો. તેણે ચિઠ્ઠીના ટુકડેટુકડા કરી ફેંકી દીધી અને બ્રાહ્મણને મારમારી નસાડી મૂક્યો. બ્રાહ્મણ કરઠંડુ પાસે આવ્યો અને બધી વાત કહી. એથી કરકંડુ બોલ્યો, “શું દધિવાહનને આપણી ચંડાળ જાતી ઉપર આટલો બધો તિરસ્કાર છે?” આમ કહી તેણે સેનાપતિને બોલાવી લશ્કર તૈયાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org