________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૨૨
બાજુમાં ધનપુર નામે ગામ છે ત્યાં જવા કહ્યું તથા ત્યાં જવાનો ટૂંકો સલામત રસ્તો બતાવ્યો. પદ્માવતી ધનપુર સહીસલામત પહોંચી. ત્યાં તેને એક સાધ્વીજી મળ્યાં. પદ્માવતીનું નિસ્તેજ વદન જોઈ તેને ઉપાશ્રયે આવવા કહ્યું. પદ્માવતી ઉપાશ્રયે આવી, ત્યાં ધર્મબોધ પામી, સાધ્વીજી પાસે દીક્ષા લીધી; પણ પોતે ગર્ભવતી છે તે વાત સાધ્વીજીને કહી નહીં. થોડો વખત વીત્યા બાદ પ્રસવકાળ નજીકમાં આવ્યો ત્યારે સાધ્વીજીએ વાત જાણી, ત્યારે તેમણે કોઈ ગૃહસ્થને
ત્યાં ગુપ્ત રીતે પદ્માવતીને રાખી અને ગર્ભકાળ પૂરો કરાવ્યો. અહીં પદ્માવતીએ એક પુત્રને જન્મ આપ્યો. સાધુજીવનમાં પુત્રને સાથે રખાય નહિ. એટલે પદ્માવતીએ બાળકને એક કાંબળામાં વાંચ્યું અને પોતાના પતિના નામવાળી વીંટી તેને પહેરાવી. બાળકને લઈ તે સ્મશાનભૂમિમાં આવી, બાળકને ત્યાં મૂક્યું અને તેનું શું થાય છે તે જોવા એક ઝાડ નીચે છુપાઈને ઊભી રહી. તેવામાં એક ચંડાળ ત્યાં આવ્યો અને બાળકને ઉપાડી તે લઈ ગયો. છાની રીતે તેની પાછળ પાછળ જઈ પદ્માવતીએ તેનું ઘર જોઈ લીધું. તેણે ઉપાશ્રયમાં આવી અને સાધ્વીજીને કહ્યું કે બાળક મરેલું અવતર્યું, તેથી હું તેને સ્મશાનમાં મૂકી આવી છું. પુત્રપ્રેમને વશ થઈ સાધ્વી પદ્માવતી કોઈક કોઈક વાર પેલા ચંડાળના ઘર આગળ જતી અને પોતાના પુત્રને રમતો જોઈ આનંદ પામતી.
આ બાળક ચંડાળના ઘરે દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે. તેને ખરજવાનું દર્દ થયું હતું એટલે તે પોતાના શરીરને વારંવાર ખણ્યા કરતો હતો, તેથી તેનું નામ કરઠંડુ પાડ્યું. કરકંડુ સ્મશાનરક્ષકનું કામ કરતો હતો. એક વાર બે સાધુ તે રસ્તે થઈને જતા હતા. તેમણે કહ્યું, “જો કોઈ માણસ આ વાંસની ઝાડીમાંથી પેલા ઊભા વાંસને કાપી લે તો તે રાજા થાય.” આ શબ્દો કરકંડુએ સાંભળ્યા. તેમ જ બીજો એક ચંપા નગરીનો બ્રાહ્મણ હતો જે ઝાડીમાં બેઠો હતો તેણે પણ સાંભળ્યા. કરકંડ એકદમ તે ઝાડી પાસે દોડી ગયો, પણ તે પહેલાં પેલા બ્રાહ્મણે તે વાંસ કાપી લીધો. કરકંડુ આથી ગુસ્સે થયો અને તેણે તે વાંસ પેલા બ્રાહ્મણ પાસેથી છીનવી લીધો. બ્રાહ્મણે ગામમાં જઈ પંચ ભેગું કરી ન્યાય માગ્યો. પંચે કરકંડુને બોલાવી વાંસ આપી દેવા કહ્યું. કરકંડુએ આપવાની ના કહી અને કહ્યું કે એ જગ્યાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org