________________
[૬૩]
કરકંડુ (પ્રત્યેકબુદ્ધ)
દધિવાહન રાજા ચંપા નગરીમાં રાજ્ય કરતો હતો. તે ચેડા રાજાની પુત્રી પદ્માવતીને પરણ્યો હતો. રાણી પદ્માવતી ગર્ભવતી હતી ત્યારે તેને રાજાનો પોશાક પહેરી, માથે છત્ર ધરી, હાથી ઉપર બેસી ફરવા નીકળવાનો દોહદ થયો. રાજાને જાણ થતાં તેઓ દોહદ પૂર્ણ કરવા, પદ્માવતીને રાજાનાં કપડાં પહેરાવી, માથે છત્ર મૂકી, હાથી ઉપર બેસાડી ઉદ્યાનમાં જવા નીકળ્યા. રસ્તે જતાં એકાએક ગાજવીજ સાથે વરસાદ પડવો શરૂ થયો. પવન, ગાજવીજ અને વરસાદના તોફાનને લીધે હાથી મસ્તીએ ચઢ્યો અને પૂરવેગે તે દોડવા લાગ્યો. હાથી રાજાના કબજામાં ન રહ્યો. દધિવાહન રાજાએ હાથીને વશ કરવા ઘણી મહેનત કરી, પણ તે તેમ ન કરી શક્યો. એટલે દધિવાહને રાણી પદ્માવતીને કહ્યું કે, “પેલું ઝાડ આવે છે તેની ડાળ પકડી લેજે અને હું પણ તેમ કરીશ, જેથી હાથીના તોફાનથી બચી જવાશે.' ઝાડ આવતાં રાજાએ તો ડાળ પકડી લીધી પણ રાણી ડાળ પકડી શકી નહીં. હાથી તો દોડતો જ રહ્યો અને રાણી સાથે ઘણો દૂર નીકળી ગયો. દધિવાહન રાજાને ઘણો શોક થયો. રાણીનું શું થશે તેની ચિંતા કરતો કરતો સાચવીને ઝાડ ઉપરથી ઊતરી ધીરેથી ચાલતો પોતાના મહેલે આવ્યો.
રાણી ઘણી ગભરાઈ, શું થશે તેની ચિંતામાં પડી અને ભક્તિભાવથી મનોમન પ્રભુને વંદના કરી પોતે કરેલાં પાપો ખમાવવા લાગી, જે આજે પણ “પદ્માવતીની આરાધના' નામે પ્રખ્યાત છે અને ઘણા ભાવિક જીવો તેનું સ્મરણ કરે છે.
હાથી પાણીનો તરસ્યો થયો હતો. તે એક જળાશય પાસે આવી ઊભો રહ્યો, એટલે રાણી બચી જવાથી ભગવાનનો ઉપકાર માનતી હાથી ઉપરથી નીચે ઊતરી ગઈ અને જંગલ માર્ગે ચાલવા લાગી. રસ્તામાં એક તાપસ મળ્યો. તેણે પદ્માવતીને ઓળખી, કારણ કે તે ચેડા રાજાને જાણતો હતો. તેણે પદ્માવતીને ખૂબ આશ્વાસન આપ્યું. ખાવા માટે ફળફળાદિ આપ્યાં અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org