________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૨૨૦
ત્યારે અભયકુમારે પડકાર ફેંક્યો, “તમારામાંથી જે કોઈ જણ પાંચે ઇન્દ્રિયોના વિષયોને છોડી દેશે તેને હું આ બધાં જ મોંઘાં રત્નો ભેટ આપીશ.”
પણ કોઈનામાંય એકેય ઇન્દ્રિયના વિષયનો ત્યાગ કરવાની હામ ન હતી. બધા જ ઓછાવત્તા અંશે ઇન્દ્રિયોના ગુલામ હતા. મેદનીને મૌન જોઈને અભયકુમાર નવદીક્ષિત ભિક્ષુક પાસે ગયા, તેમની ભક્તિભાવથી વંદના કરી અને કહ્યું, “આપે પાંચેય ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કર્યો છે. આથી આ બધાં રત્નો આપ ગ્રહણ કરો.”
મુનિએ કહ્યું, “અભયકુમાર! આ અર્થ અનર્થ કરનાર છે. આથી જ તો મેં વીરપ્રભુ પાસે માવજીવ તેનાં પચ્ચખાણ લીધાં છે.”
મુનિશ્રીનો આ પ્રત્યુત્તર સાંભળી અભયકુમારે મેદનીને મોટા અવાજે કહ્યું: “તમે લોકો જુઓ છો ને? આ મુનિ રત્નોને અડકવાની પણ ના પાડે છે. એ કેટલા બધા નિસ્પૃહી છે એ હવે તમે જ જુઓ, અને પછી તમે જ નક્કી કરો કે તમે તેમની જે મજાક કરો છો તે શું યોગ્ય છે ખરી?”
લોકોને પોતાની ભૂલ સમજાઈ, તેમને પસ્તાવો થયો. એ સૌએ મુનિને વિંદના કરી.
વિષધરથી વિટળાવા છતાં એની સુગંધ ઝેરી ન જ બની. કુહાડે કપાવા છતાં, એના કાળજામાં કશોય કુભાવ ન જાગ્યો અગ્નિમાં જલાવવા છતાંય, એણે તો પવિત્રતાનો પમરાટ જ પ્રસા પથ્થર સાથે ઘસી ઘસીને માનવી એને ખતમ કરી દેવા મથ્યો તોય,
એણે તો શીતળતા અને સુગંધની જ ભેટ ધરી. અપકાર ઉપર ઉપકાર કરતા રહેવાની ને પીડા વેઠવા છતાંય પરિમલ પ્રસારતા રહેવાની આ કેવી સુંદર સમર્પણ-કળા!
૧. શરીરમાં જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી ના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org