________________
[૬]
દ્રમક મુનિ
ભગવાન મહાવીર પાસે એક ભિખારીએ દીક્ષા લીધી. તેણે ભવતારક વીર પરમાત્માને બે હાથ જોડી વિનયથી કહ્યું, “પ્રભુ! આપ તો સર્વજ્ઞ છો. આપ જાણો છો કે મારી પાસે કશુંય જ્ઞાન નથી. હું અબુધ અને અજ્ઞાન છું. તો આ જ્ઞાન વિના હું ચારિત્ર્ય માર્ગ કેવી રીતે આગળ વધી શકીશ?”
અનંત ઉપકારી પરમાત્માએ તેને ચૌદ પૂર્વનું રહસ્ય સંક્ષેપમાં સમજાવ્યું અને કહ્યું, “તું તારા મનને હંમેશાં વશમાં રાખજે.”
દીક્ષિત ભિક્ષુકે પરમાત્માના વચનનો સ્વીકાર કર્યો અને માસક્ષમણ જેવી ઉગ્ર તપસ્યા એકધારી કરવા લાગ્યો. તપની સાથોસાથ તે શુભ ધ્યાન પણ ધરતો. હવે ક્યારેક એવું પણ બનતું કે પારણાના દિવસે તેને આહાર મળતો નહીં, તોપણ તે કંઈ મનમાં લાવતો નહીં અને તપમાં આગળ વધતો. લોકો તરફથી અપમાન થવાનો પ્રસંગ ઘણી વાર બનતો, પરંતુ લોકોના અપમાનને તે સમભાવે સહી લેતો અને શુભ ધ્યાનમાં વધુ દઢ બનતો.
એક વખત આ નવદીક્ષિત તપસ્વી બજારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈએ તેમની મશ્કરી કરતાં કહ્યું કે, “વાહ ભાઈ, વાહ! આ માણસ ધન્ય છે! તેણે કેટલી બધી સંપત્તિ છોડી છે!” અને પછી છેલ્લે કહ્યું, “આ તો નર્યો પાખંડી છે. પાખંડી સાધુના વેશમાં રહી તે બધાંને ધૂત છે.”
એ જ સમયે મંત્રી અભયકુમાર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે તરત જ ત્યાંના લોકોને ભેગા કરી કહ્યું, “તમારામાંથી જે કોઈ જણ ચક્ષુ-ઇન્દ્રિયના વિષયો છોડી દે તેને હું આ બહુમૂલ્ય રત્ન ભેટ આપું.”
કોઈએ આ પડકાર ઝીલ્યો નહિ. અભયકુમારે ફરી એલાન કર્યું: “જે કોઈ જણ સ્પર્શ-ઇન્દ્રિયના વિષયો છોડી દે તેને હું આ બીજું મહામૂલું રત્ન ભેટ આપીશ.”
તેનો પણ કોઈએ પ્રતિભાવ કે જવાબ ન આપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org