________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૧૮
સવારે ઊઠતાં વેત મધ ખાવાનું, સાંજે મદિરા પીવાની ને પછી રાત્રે ભોજનમાં તેણે જળચર, સ્થળચર અને ખેચરનું માંસ ખાવું પડશે.' આ બધું સાંભળતાંવેંત બટુકે કહ્યું, “ક્ષમા કરો. આમાંની એક પણ ક્રિયા હું કરી શકું તેમ નથી. કારણ કે આમાં મારા વ્રતનો ભંગ થાય છે.” ત્યારે વૈદ્યો બોલ્યા, “ધર્મનું સાધન શરીર છે. તેથી તેને કોઈ પણ પ્રકારે સાજું કરવું જોઈએ, તેમ કરવાથી જો વ્રતનો ભંગ થાય તો પાછળથી પ્રાયશ્ચિત્ત લેવાથી વ્રતશુદ્ધિ થઈ શકે છે.’’ આ પ્રમાણે તેને ઘણો સમજાવ્યો તેનાં સગાં, સ્નેહીઓ અને છેવટે રાજાએ પણ રોગને ઘણી જ યુક્તિપ્રયુક્તિથી સમજાવ્યો તોપણ તે વ્રતભંગમાંથી ચલિત થયો નહિ. ત્યારે પ્રસન્ન થયેલા દેવોએ પ્રગટ થઈ તેની પ્રશંસા કરી અને તેનું શરીર રોગરહિત કર્યું.
નીરોગી થયેલા શરીરને જોઈ સર્વજનો આનંદિત થયા બીજા લોકો પણ ખુશ થયા અને કહેવા લાગ્યા : “ખરેખર! ધર્મનો મહિમા અદ્ભૂત છે.’’ આ જોઈ ઘણા લોકો પ્રતિબોધ પામ્યા.
ત્યારથી તે ‘આરોગ્યદ્વિજ' નામથી ઓળખાતા થયા.
સૂરની સમાધી
છો ને મારા તંબૂરાના, થાય ચૂરે ચૂરા,
તોયે તારા ભજન, રહે ના અધૂરા... (૨)
દિવસ ને રાત હું, ગાવું છું ગીત તારા, વહેતી નિરંતર જેવી, નદીની ધારા, છોને નહિ ઉરના ભાવો, પ્રગટે પૂરેપૂરા... તોયે. તનને તંબૂરે મારા, આતમ ના તાર બાપું, તુજમાં હું લીન થઈ, સૂરની સમાધિ સાધું, છોને મારા ગીત હો, સૂરીલા કે બેસૂરા... તોયે, તૂટે તંબૂરો ભલે, તૂટે સૌ તાર, તોયે ના ખૂટે એનો, મીઠો રણકાર, છો ને આ જગના લોકો, કહે ભલાબૂરા... તોયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org