________________
[૧૫]
શુભંકર શ્રેષ્ઠી કાંચનપુર નામના એક નગરમાં શુભંકર નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે હંમેશાં જિનપૂજા, ગુરુવંદના આદિ ધાર્મિક કાર્યો સરળ સ્વભાવથી કરતો હતો.
એક દિવસ સવારની જિનપૂજા કરવાના સમયે તેણે રંગમંડપમાં દિવ્ય અક્ષતના ત્રણ નાના ઢગલા જોયા. આ અક્ષત અલૌકિક હતા અને તેની સુગંધ તન-મનને તરબતર કરી મૂકતી હતી. શુભંકરની દાઢ સળવળી ઊઠી. તેણે વિચાર્યું, “આ ચોખા રાંધી તેના ભાત ખાધા હોય તો તેનો સ્વાદ દાઢમાં રહી જાય અને દિવસો સુધી તે ન ભુલાય.” પણ દેરાસરમાં જિનેશ્વર ભગવંતને ધરેલા અક્ષત તો લઈ જવાય નહિ. આથી શુભંકરે રસ્તો કાઢ્યો. એ સુગંધી ચોખાની તેને ચોરી ન કરી પરંતુ એટલા જ પ્રમાણમાં ચોખા પોતાના ઘરેથી લાવીને દેરાસરમાં મૂક્યા અને પેલી ત્રણ ઢગલીના ચોખા પોતાના ઘરે લઈ ગયો. આમ ચોખાની અદલા-બદલી કરી તે ચોખાની ખીર ઘરે બનાવી. ખીરની સુગંધથી રાજી રાજી થઈ ગયો.
એ દિવસે કોઈ માસક્ષમણના તપસ્વી મુનિ તેને ઘેર ગોચરી માટે પધાર્યા. શુભંકરે ગુરુભક્તિથી પેલા દિવ્ય અક્ષતથી બનેલી ખીર ભાવપૂર્વક વહોરાવી. મુનિ વહોરીને ઉપાશ્રયે ગયા. - ખીર પાત્રામાં હોવા છતાં તેની સુગંધ છાની રહેતી નહોતી. એ સુગંધ મુનિનું મન વિચાર કરતું કર્યું. વિચારો ખરાબ આવવા લાગ્યા, “ખરેખર આ શેઠ ભાગ્યશાળી છે. મારા કરતાંય તે વધુ ભાગ્યવાન છે. કારણ કે તેઓ તો રોજે આવું સુગંધી અને સ્વાદિષ્ટ ભોજન લઈ શકે છે. જ્યારે હું તો રહ્યો સાધુ. મને તો જે મળે તે જ ખાવાનું. ગમેતેમ આજે મારાં ભાગ્ય ઊઘડી ગયાં. મને આજે સ્વાદિષ્ટ અને સુગંધી ખીર ખાવા મળશે.” | મુનિ આવું દુરધ્યાન ધરતાં ધરતાં ઉપાશ્રય સુધી આવી પહોંચ્યા. ત્યાં તેમને બીજો કુવિચાર આવ્યો, “ગુરુને આ ગોચરી બતાવીશ અને તેની સુગંધથી એ ખીર બધી જ તેઓ વાપરી લેશે તો? આવી શંકાથી મુનિએ ગોચરી ગુરુને
- -
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org