________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ પર
મતલબ કે “હે શેઠ! વિચાર તો કર કે જેના ખોરડામાં ઊંટડી માય નહિ તેવી ઊંટડીની ચોરી ચારણ શા માટે કરે? પરંતુ તે તો શેઠ, ત્રણ ભુવનમાં પણ ન માય તેવી ચોરી કરી છે.”
આ સાંભળી, સમજીને જિનદાસ શરમાઈ ગયો. તેને પસ્તાવો થવા માંડ્યો: અરેરે! મેં તો જિનેશ્વર ભગવંતની આજ્ઞા તોડી. પૂજામાં - પરમાત્મામાં મન રાખવાને બદલે સંસારમાં મન ભમતું રાખ્યું. ખરેખર મને ધિક્કાર છે. આ જ સુધી મેં માત્ર દ્રવ્યપૂજા જ કરી, પરંતુ ચારણ કહે છે તેમ ભાવ કદી ભાવ્યો જ નહીં.” એમ પસ્તાવો કરતાં શેઠે ચારણને કહ્યું, “હે ચારણ! તમે તો આજે મારા ગુરુ બન્યા છો. તમે મને અંધકારમાંથી પરમ તેજે લઈ ગયા છો. તમે તો મારો ઉદ્ધાર કર્યો છે. સાથે જ તમે મારા ઉપકારી છો.”
આ ઘટના પછી જિનદાસ હંમેશાં દ્રવ્યપૂજા સાથે પોતાના કલ્યાણને માટે ભાવપૂજામાં ચિત્ત પરોવતા પોતાનું કલ્યાણ સાધી લીધું.
વાંચકોએ વિચારવાનું છે કે ફક્ત દ્રવ્યપૂજા આત્માના ઉદ્ધાર માટે પૂરતી નથી. ભાવપૂજા પરમ ઉપકારી છે. એટલે પૂજાના સમયે સંસારનાં નાના મોટા તમામ, પાપ હેતુરૂપ, વિચારો અને આ પ્રવૃત્તિનો ત્યાગ આવશ્યક
શ્રેષ્ઠ દિવસની વાટ ક્યાં સુધી જોયા કરશો? શ્રેષ્ઠ દિવસની રાહ જોશો તો ક્યારે ય તમારી પાસે નહીં આવે. આજનો દિવસ જે તમારા હાથમાં છે તે જ શ્રેષ્ઠ છે. ગઈ કાલ તો મરી ગઈ છે, આવતી કાલ તો હજુ જન્મી જ નથી, જીવતી-જાગતી આજ જ આપણી પાસે છે, એના સદુપયોગથી જ આવતી કાલ સારી આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org