________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૫૧
સજુ સલ્લ જેરણસુરનર,
જણણિત વિરલ પસુખ.” “હે શત્રુશલ્ય! ખગધારી, ભાલાધારી તો ઘણા હોય છે પણ જે રણમાં શૂરવીરતા બતાવે તેવા પુરુષને તો કોઈ વિરલ માતા જ જન્મ આપે છે. બીજું એ પણ જાણી લે કે અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વાણી, વીણા અને નારી યોગ્યતા પ્રમાણે જ પ્રાપ્ત થાય છે.”
જિનદાસનો આ જવાબ સાંભળી ભીમદેવે તેને કોટવાળ બનાવ્યો. આ સમાચાર જાણતા ચોર લોકોએ જિનદાસના ભયથી ચોરી ત્યજી દીધી.
જિનદાસની કીર્તિ દિવસે દિવસે ફેલાતી જતી હતી. એક જૈન ચારણે, જિનદાસની ભક્તિ કેવી છે તે ચકાસવાનો વિચાર કરી, એક ઊંટડીની ચોરી કરી. ઊંટડી ઘર આગળ બાંધી પણ ઊંટડીની શોધ કરતાં તે ઊંટડી આ ચારણને ત્યાં મળી આવી. આથી સુભટોએ તેને પકડ્યો, અને આને કરવું તે પૂછવા જિનદાસ પાસે આવ્યા. જિનદાસ આ વખતે સવારની જિનપૂજા કરવા બેઠો હતો. સુભટોએ ઘટના કહી અને શું કરવું તેની આજ્ઞા માગી. જિનદાસે વચનથી કંઈ આજ્ઞા ન કરી પણ પુષ્પનું ડીંટ તોડીને સંકેત કર્યો, શું કરવું તે સમજાવ્યું. આ જોઈ જૈન ચારણ બોલ્યો;
“જિણ હાને જિનવરહ,
- ન મિલે તારો તાર; જિણ કરે જિનવર પૂજિએ,
ગતિ કેમ મારણહાર?” મતલબ કે “જિનદાસને જિનેશ્વર એકરૂપ થયાં નથી. તેનું ચિત્ત સમગ્રરૂપે જિનપૂજામાં લાગ્યું નથી. નહિ તો જે હાથથી જિનેશ્વરની પૂજા થાય તે જ હાથથી બીજાનો વધ કરવાનો ઈશારો તે કેમ કરે?” આમ કહીને તે ચોર ચારણે તુરત જ બીજો દુહો કહ્યો;
“ચારણ ચોરી કિમ કરે,
જે ખોલડે ન સમાય; તું તો ચોરી તે કરે,
જે ત્રિભુવનમાં ન માય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org