________________
જન શાસનના ચમકતા સિતારા • ૫૪
બતાવી જ નહીં અને પોતે જ વાપરી લીધી.
વાપરતાં વાપરતાં પણ ખીરના સ્વાદ અને શુભંકરનાં ભાગ્યનો જ વિચાર કરતા રહ્યા, “આહાહા! ખીરનો શું સ્વાદ છે? દેવતાઓને પણ આવી ખીર ભાગ્યે જ મળે. આ જ સુધી મેં નાહક જ તપ કરી દેહદમન કર્યું. ધન્ય છે તેઓને કે જેઓને રોજ આવું ભોજન મળે છે.”
આમ, વાપરીને મુનિ સૂઈ ગયા. સૂતા તે સૂતા. આવશ્યક ક્રિયા કરવાના સમયે પણ ન જાગ્યા. સૂતા જ રહ્યા. ગુરુને વિચાર થયો, “આ શિષ્ય ક્યારેય આવશ્યક ક્રિયા ચૂક્યો નથી, આજે ચૂક્યો. આથી લાગે છે કે તેણે કોઈ અશુદ્ધ આહાર લીધો હશે.” - સવારનો સમય થતાં શુભંકર ગુરુવંદન કરવા આવ્યા. તે સમયે પણ પેલા મુનિ સૂતેલા જ હતા. એ જોઈ ચિંતાથી શુભંકરે તેનું કારણ પૂછવું. ગુરુએ કહ્યું : “હે શુભંકર! આ મુનિ ગઈ કાલે બપોરે ગોચરી વાપરીને સૂતા છે તે સૂતા જ છે. ઉઠાડવા છતાં ઊઠતા નથી. લાગે છે કે અશુદ્ધ આહારનું તેમને ઘેન ચડ્યું છે.”
એ જાણી શુભંકરે કહ્યું : “ગઈ કાલે તો સાંજે મેં જ તેમને ગોચરી વહોરાવાનો લાભ લીધો હતો”
ગુરુએ કહ્યું, “શુભંકર! તમને બરાબર યાદ છે કે તમે વહોરાવેલ આહાર શુદ્ધ અને મુનિને ખપે તેવો હતો.”
શુભંકરે નિખાલસતાથી સરળ ભાવે કહ્યું: “સ્વામી! દોષ કોઈ હોય તો મને ખબર નથી. પરંતુ મેં જે ચોખાની ખીર બનાવી હતી તે ચોખા મારા ઘરના ચોખાની બદલીમાં હું દહેરાસરમાંથી લાવ્યો હતો.” પછી તે બધી ઘટના કહી સંભળાવી.
ગુરુ : “શુભંકર! તે આ યોગ્ય કર્યું નથી. સિદ્ધાંતમાં કહ્યું છે કે જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાનદર્શન ગુણનો પ્રભાવક મુનિ પણ જો
૧.
છ આવશ્યક નિચે મુજબ સામાયિક પડિક્કમણું ચઉવીસત્યો કાઉસગ્ન વંદન પચ્ચકખાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org