________________
જેન શાસનના ચમકતા સિતારા ૦ ૫૬
મહાનુભાવ! કાગડાને હંસની ઉપમા ઘટતી નથી. તે મહાન આચાર્યોનાં અધ્યવસાયમાંથી માત્ર એક સમય પૂરતો પણ જો શુદ્ધ અધ્યવસાય. મારા આખા ભવમાં થાય તો પણ હું નિર્મળ થઈ શકું.” આ સાંભળી શ્રાવકે વિચાર્યું અહો આ સૂરિજી ધન્ય છે; અનેક મિથ્યાત્વથી ઘેરાયેલા છતાં, શ્રી તીર્થંકર પરમાત્માના વચનની જરાક જેવી પણ અપેક્ષા તેમને છોડી નથી. લાગે છે કે તેઓ મૂળથી ભ્રષ્ટ નથી.
હવે દરરોજ કુંડલીઓ શ્રાવક દેશનાના સમયે ઉપાશ્રયે આવી પ્રવચન સાંભળવા લાગ્યો. રત્નાકરસૂરિજી પાંચ મહાવ્રત ઉપર પ્રવચન આપી રહ્યા હતા. અને પહેલું મહાવ્રત પ્રાણાતિપાતનો અર્થ સમજાવી રહ્યા હતા. પ્રવચન પૂરુ થયે તેઓ એ પૂછ્યું, સમજ પડી? કુંડલીયા શ્રાવકે “હા સાહેબ” એમ જવાબ આપ્યો. એમ બીજા દિવસે “ભૃષાવાદ, ત્રીજા દિવસે અદત્તાદાન, ચોથા દિવસે મૈથુન એમ મહાવ્રતો ઉપર પ્રવચન આપ્યું. અને દરરોજ સમજ પડી? એમ પૂછતા શ્રાવકો હા સાહેબ એમ જણાવતા પછીના દિવસે પરિગ્રહ ઉપર વાખ્યાન આપ્યું તેમાં શ્રાવકના પૂછવાથી ફાસ સત્ર મૂન નાના” ઉપદેશ માલાની આ ગાથાનો અર્થ પૂક્યો. આચાર્યશ્રીએ પોતાની મહાન પ્રજ્ઞા-પ્રતિભાથી તેનો અર્થ સમજાવ્યો, અને છેવટે શ્રાવકોને સૂરિજીએ પૂછ્યું “સમજ્યાં? જવાબમાં કુંડલીયા શ્રાવકે જણાવ્યું ના સાહેબ બરાબર સમજાયું નહિ. સૂરિજીએ કહ્યું. ભલે કાલે ફરીથી તેનો અર્થ સમજાવીશ. એમ આને આ ગાથાનો અર્થ ઘણા દિવસો સુધી ચાલ્યો પણ જવાબમાં કુંડલીયા શ્રાવકે નકારમાં જ જવાબ આપ્યો. “ના સાહેબ સમજાયું નહીં.”
ઘણા દિવસો બાદ રત્નાકાર સૂરિજી મનથી વિચારવા લાગ્યા. આમ કેમ આ શ્રાવક કેમ સમજતો નથી. મારામાં તો કોઈ ખામી નથીને? વિચારતા વિચારતા તેમને લાગ્યું કે મારી પાસે રત્નનો ડબો જે સાચવી રાખ્યો છે તે તો મોટું પરિગ્રહ છે. ને પરિગ્રહ કેમ છૂટતું નથી, એમ મનન ચિંતન કરતાં આ દોષ દૂર કરવો જ જોઈએ એમ મનથી નક્કી કરી રાત્રે રત્નનો દાખડો બારીમાંથી બહાર ફેંકી દીધો. બીજે દિવસે વ્યાખ્યાનમાં પરિગ્રહનો અર્થ સમજાવતા શ્રાવક બોલી ઉઠ્યા. હા સાહેબ! અર્થ બરાબર સમજાણો. આમ પોતામાં કોઈ પણ દોષ હોય તે તજવાનો ઉપદેશ બીજાને ન અપાય. આપે તો તેનો જોઈએ એવો લાભ ન જ થાય.
રત્નાકર સૂરિજીને પણ પોતે આચરેલ પ્રમાદનો ઘણો પશ્ચાતાપ થયો, ને તેની આલોચના કરવા શ્રી સિદ્ધગિરિ જઈ શ્રી આદીશ્વર ભગવંતની સમક્ષ સંસ્કૃતમાં રત્નાકર પચ્ચીશીની રચના કરી જેનું ગુજરાતી “મંદિર છો મુક્તી તણી માંગલ્ય ક્રીડાના પ્રભુ જે આજે પણ ઘણા લોકો પ્રેમથી ગાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org