________________
[૪]
મૃગસુંદરી
શ્રીપુર નામના નગરમાં શ્રીષેણ નામના રાજા હતા. તેમને દેવરાજ નામે સુંદર પુત્ર હતો. તે રાજકુમારને યૌવનવયે દુષ્કર્મના યોગે શરીરમાં રોગ વ્યાપી ગયો. સાત-સાત વરસ પર્યત સતત ઉપચારો ને ઔષધો કરવા છતાં રોગે જરાયે મચક ન આપી. આથી વૈદ્યો કંટાળી ગયા અને રાજાજીને કહ્યું કે હવે આનો ઉપાય અમારી પાસે નથી.' આમ કહી તેઓ ઉપચારમાંથી ખસી ગયા.
તે નગરમાં યશોદત્ત નામના શેઠ રહેતા હતા. તેમની પુત્રી અતિપવિત્ર અને શીલગુણસમ્પન્ન હતી.
એક દિવસ રાજાની ઘોષણા સંભળાઈઃ “યુવરાજને જે કોઈ નીરોગી કરશે તેને હું અડધું રાજ્ય આપીશ.” આ ઘોષણા યશોદત્તની પુત્રીએ સ્વીકારી લીધી. રાજપુરુષો સાથે તે રાજમહેલે આવી અને નવકારથી મંત્રેલા પાણીથી રાજકુમારને ધીરેધીરે માલીસ કર્યું. થોડા દિવસો આમ કરતાં તેનો રોગ આશ્ચર્યકારક રીતે નાશ પામ્યો. પછી તો રાજાએ આગ્રહ કરી પોતાના પુત્ર માટે શેઠ પાસે તેની પુત્રીનું માગું કર્યું ને ધામધૂમથી બન્નેને પરણાવ્યાં. પુત્રને સમારોહપૂર્વક રાજગાદી પર બેસાડી, શરીરની નશ્વરતા જાણી, રાજાએ દિક્ષા લીધી અને પોતાનું શ્રેય સાધ્યું.
એક વાર તે નગરમાં પોલિાચાર્ય શિષ્યાદિ પરિવાર સાથે પધાર્યા. નવાં રાજારાણી વગેરે તેમને વાંદવા આવ્યાં. પ્રવચનના અંતે તેમણે જ્ઞાની ગુરુ-મહારાજને પોતાનો પૂર્વભવ પૂછડ્યો.
પોટ્ટિલાચાર્યે કહ્યું: “વસંતપુર નગરમાં દેવદત્ત નામે વેપારી વસે. તેને ધનેશ્વર વગેરે ચાર પુત્રો. એ ચારે ચાર મિથ્યાત્વી. એ અવસરે મૃગપુર નગરમાં જિનદત્ત નામના વ્યાપારી શ્રાવકને મૃગસુંદરી નામની એક દીકરી. તેણે એવો અભિગ્રહ(પ્રતિજ્ઞા) લીધેલ કે “દરરોજ જિનેશ્વર દેવની પૂજા કરી, મુનિરાજને દાન આપી પછી જમવું. રાત્રે કાંઈ પણ ખાવું નહિ.” અહીં
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org