________________
[9].
રત્નાકર સૂરિજી
રત્નાકર સૂરિજી મહારાજ સકલશાસ્ત્ર નિપુણ હતા. તેઓ ધર્મ સિદ્ધાંત દર્શનશાસ્ત્ર, ન્યાય-વ્યાકરણ, સાહિત્ય, છંદ, જ્યોતિષ આદિમાં પ્રખર અભ્યાસી હતા. રાજ્યમાં કોઈ માણસ પોતાની ઓળખાણ પંડિત તરીકે ન આપતા - તેમનું નામ સાંભળતાં જ પંડિતો બોલવાનું ટાળતા.આચાર્યશ્રી જબરા વિવેચક હતા, અને એક પદના તેઓ અનેક સુસંગત અર્થ કરી રાજ્ય સભાને અચંબામાં નાખતા. રાજાએ તેમને “અનેકાર્થવાદી”નું બિરૂદ આપ્યું હતું.
રાજા અને પ્રજામાં અતિ માન સન્માન મળવાથી તેઓ ચારીત્રમાં શીથીલ થવા લાગ્યા. રાજસભામાં જવા આવવા પાલખી વાપરવા લાગ્યા; રાજા, સામત આદિના સુમધુર આહાર અને ઉત્તમ વસ્ત્રો વગેરે પણ લેવા લાગ્યા અને તે ભેગું કરી તેનો સંગ્રહ કર્યો. પણ તેમણે શ્રી વિતરાગ દેવના માર્ગ વિરુદ્ધ એકે અક્ષર ઉચ્ચાર્યો ન હતો.
એક વાર નજીકના ગામમાં રહેતો, ઘીનો વેપારી પણ જીવા-જીવાદિ પદાર્થનો જ્ઞાતા, સાધુઓને પિતા અથવા ભાઈ માનનાર શ્રાવક ઘી વેચવાને નગરમાં આવ્યો. ઘીના ઘણા કંડલા (ગાડવા) વેચતો તેથી તેને સહુ કંડલીયા કહેતા. તેને રાજમાર્ગથી પાલખીમાં બેસી રત્નાકર સૂરિજીને રાજમહેલ જતા જોયા અનેક સેવકો તેમનો જયજયકાર કરતા સાથે ચાલતા હતા. કુંડલીયા શ્રાવકે વિચાર્યું અહો શાસનના મહા પ્રભાવક અને ગુણોના સાગર જેવા આ આચાર્ય પ્રસાદમાં પડ્યા લાગે છે. હું પામર પ્રાણી તેમને શું કહી શકું? છતાં વિચાર કરી પાલખી સામે ઊભા રહી તેમણે પગરખા કાઢી વિધિપૂર્વક વાંદીને ઉચ્ચ સ્વરે આમ સ્તુતિ કરી.
ગોયમ સોહમ જંબૂ પભવો, સિર્જભવો અ આયરિયા | અનેવિ જુગપ્પહાણા તુહ દિઠે સવૅવી તે દિઠ્ઠા II II
અર્થ – હે ભગવાન તમને જોવા માત્રથી ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબૂસ્વામી, પ્રભવસ્વામી, શય્યભવ સ્વામી આદિ પ્રભુના મહાન પટ્ટધરો તેમજ બીજા પણ સર્વ યુગ પ્રધાન આચાર્યોને મેં જોયા - મેં તેમના દર્શન કર્યા હું એમ માનું છું.
આવી સ્તુતિ સાંભળી આચાર્યશ્રી શરમથી નીચું જોઈ ગયા. ને બોલ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org