________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૩૦
ડેનોએ તેમના રિજની પાસે જ ફરક શ્રી સંઘ
પણ ગુણોથી પૂજાતા તથા પ્રભાવ ફેલાવતા જોઈ શકતા નથી, ઊલટું તેનું અશુભ કરવાનો જ વિચાર કરે છે. આ મુનિઓ તો પોતાના જ શિષ્યો હતા. એમના સત્કારથી કે એમની પ્રસિદ્ધિથી તો આચાર્ય મહારાજને આનંદ થવો જોઈએ. પરંતુ સ્વભાવનું ઔષધ નથી.
એક વખત પાટલીપુત્ર નગરમાં ભિદુર નામનો એક વાદી આવ્યો, જે દર્શનશાસ્ત્રમાં નિપુણ હતો. તેનું નામ ભિદુર હતું. તેને જૈન મુનિઓને પણ વાદમાં જીતવાની ઈચ્છા હતી. તેની સાથે વાદ કરી બંધુદત્ત મુનિએ બિંદુરને હરાવ્યો. તેને હરાવી બંધુદત્ત મુનિ ખૂબ મહોત્સવપૂર્વક શ્રી સંઘની સાથે પોતાના ગુરુદેવ આચાર્યશ્રી રુદ્રદત્તસૂરિજીની પાસે આવ્યા. ઉપાશ્રયમાં દાખલ થતાં જ બધાં ભાઈબહેનોએ તેમની પ્રશંસા કરવા માંડી. સૌએ તેમના વિજયનો ઉદ્ઘોષ કર્યો. આવાં વાક્યો સાંભળીને, કુશળ હોવા છતાં પણ તેમના ગુરુ રુદ્રદત્તસૂરિના કાનમાં જાણે શલ્ય ઘૂસતું હોય તેમ થયું અને તેમના મોઢા ઉપર રોષની છાયા ફરી વળી.
સંઘ સહિત બંધુદત્ત મુનિએ ગુરુને વંદન તથા સ્તુતિ કર્યા, છતાં રુદ્રાચાર્ય ઈર્ષ્યાથી કાંઈ બોલ્યા જ નહિ. બંધુદત્તના ગુણની પ્રશંસા કરવાનું તો દૂર રહ્યું, પણ શું બન્યું તે અંગે પણ કંઈ પૃચ્છા કરી નહીં. મોટા મોટા માણસો પણ ઈર્ષ્યા આવતાં વિવેકશૂન્ય બની જાય છે. મોટા મોટા જ્ઞાનીઓ પણ જેને વશ થતાં પલટાઈ જાય છે તેવા કષાયોને ધિક્કાર હો!
આ પ્રમાણે, ગુરુની ઉપેક્ષા તથા દુર્ભાવથી પઠન-પાઠન આદિ જ્ઞાન ઉપરથી બંધુદત મુનિનું ચિત્ત ખસવા લાગ્યું. તેમણે લગભગ જ્ઞાનાદિનો અભ્યાસ એવી રીતે છોડી દીધો કે ક્રમે ક્રમે વિદ્યાના અભ્યાસ વિના તેઓ જડ જેવા બની ગયા. પાણી ન પાવાથી નાના બાગમાંથી જેમ પાંદડાં, ફળ અને ફૂલોનો નાશ થઈ જાય છે તેમ ગુરુ તરફના ઉત્સાહરૂપી જળના સિંચન વિના બંધુદત મુનિનાં જ્ઞાનરૂપી પુષ્પો સુકાઈને ખરી જવા લાગ્યાં. જ્ઞાન અને ક્રિયા બંનેમાં તેઓ શિથિલ થઈ ગયા.
એ સમયે સાકેતપુર નામના નગરમાં નિષ્કપ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે દયાહીન, કૃપણ તથા ક્રૂર હતો. તે પાપ કરવામાં પાછું વાળી જોતો ન હતો. શિકાર વગેરે રૂપે હિંસા કરતો, જૂઠું બોલતો, ચોરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org