________________
જૈન શાસનના ચમકતા સિતારા - ૩૨૯
અંતરિક્ષવિદ્યામાં - આકાશમાં દેખાતી શુભ કે અશુભને સૂચવનારી ચેષ્ટાઓ સંબંધી, ભૂમિવિદ્યામાં પૃથ્વીકંપ વગેરે ક્યારે થશે તે તથા અંગવિદ્યામાં ડાબીજમણી આંખ ફરકવાના ફાયદા અથવા નુકસાન, સ્વરોદયમાં સૂર્યનાડી કે ચંદ્રનાડી વહેવાની શી અસર થશે, સામુદ્રિક વિદ્યામાં પુરુષ-સ્ત્રીનાં સારાંખરાબ લક્ષણો સંબંધી અને સ્વપ્ન શાસ્ત્રમાં શુભ-અશુભ સ્વપ્ન સંબંધી જ્ઞાનવાળા હતા. આ પ્રમાણે નિમિત્તશાસ્ત્રમાં તેમનું કથન યથાર્થ સત્ય પડતું; જેથી રાજા, મંત્રી ઈત્યાદિ સર્વને તેઓ પ્રતિબોધ આપી ધર્મ પમાડતા અને બોધ કરી શકતા હતા.
ચોથા કાલિક નામના મુનિ હતા. તેમણે દુષ્કર ધર્મકૃત્યો કરીને ત્રણે જગત માટે કાંટા સમાન પ્રમાદરૂપી ચોરને વશ કર્યો હતો. ઈર્ષા સમિતિથી આગળની ભૂમિને જોઈને ઉપયોગપૂર્વક, જાણે કે નરકના જીવોને ઉદ્ધાર કરવાની ચિંતાવાળા હોય તેમ નીચું મોઢું રાખીને ધીમે ધીમે ચાલતા હતા. બહુકાળ પર્યત વિનયની સાથે મુખપાઠ કરેલ વિદ્યા વહી જવાની જાણે બીક લાગતી હોય તેમ મોટું ઉઘાડીને બોલતા જ નહીં. તેઓ ભાષા સમિતિનો ઉપયોગ રાખતા. ભિક્ષાચર્યામાં દોષ લગાડતા નહીં. પાત્રા આદિ પૂજ્યાપ્રમાયા સિવાય લેતા કે મૂકતા નહીં. ધ્યાન રાખીને નિર્જીવ પવિત્ર ભૂમિ ઉપર તેઓ મળ-મૂત્રને પરઠવતા.
જિનેશ્વરની આજ્ઞાથી અધિત સત્ય વચન જ તેઓ બોલતા અને સમ્યકશાસ્ત્રને અનુકૂળ મનોયોગપૂર્વક સર્વ આચારો તેઓ આચરતા. આમ પવિત્રતાના નિધાન જેવા તે મુનિ સર્વને પ્રશંસા કરવાને યોગ્ય હતા. પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિરૂપી આઠ પ્રવચનમાતાઓની તેઓ હંમેશાં આરાધના કરતા.
ગુણ પારખી શકનાર ગુણાનુરાગી મનુષ્યો આ બધા મુનિવરોનાં પૂજાસત્કાર જ્યારે વિશેષ કરવા લાગ્યા ત્યારે તેઓને મળતાં આદરસત્કાર જોઈ નહિ શકવાથી રુદ્રાચાર્ય હૃદયમાં બળવા લાગ્યા. ઈર્ષાળુ માણસો કોઈને ૧. મન ગુપ્તિ = આર્ત કે રૌદ્ર ધ્યાનથી મનને અટકાવવું તે ૨. વચન ગુપ્તિ = સાવધ્ય વચન ન બોલવું તે ૩. કાય ગુપ્તિ = જગ્યાને પુંજી પ્રમાર્જીને ઊઠવું બેસવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org