________________
[૪]
રુદ્રસૂરિ આચાર્ય પૂર્વકાળમાં સુશોભિત દેહવાળા, જ્ઞાની, સેંકડો સાધુઓના પરિવારવાળા તથા સાધુના પાંચે આચાર પાળવામાં ઉત્કૃષ્ટ રુદ્રસૂરિ નામના આચાર્ય મહારાજ થઈ ગયા. તેમના ગચ્છમાં ચાર સાધુઓ બહુ પ્રખ્યાત હતા : બંધુદત્ત, પ્રભાકર, સોમિલ અને કાલિક.
તે ચારમાં પહેલા બંધુદત્ત નામના મુનિ વાદલબ્ધિમાં બહુ હોશિયાર હતા. પોતાના તથા પરદર્શનના અભ્યાસી તે મુનિરાજ વિકટ તર્કને ઉકેલી શકવાની પોતાની અસાધારણ શક્તિથી બધા વાદીઓને હરાવી દેતા હતા. તેમને માટે પંડિત લોકો કલ્પના કરતા કે “તે મુનિથી વાદમાં જિતાવાથી જ મનથી હલકા બનેલા ગુરુ તથા ભાર્ગવ (શુક્ર) પ્રહરૂપે જાણે આકાશમાં ફરે છે.” તે મુનિ દોષરહિત તથા અલંકારયુક્ત ગદ્ય તથા પદ્ય લખવામાં કવિત્વ-શક્તિવાળા હતા. શબ્દનો ઉચ્ચાર કરવામાં તેમનો એવો અદ્ભુત કાબૂ હતો કે “પ” વર્ગ તથા “ત” વર્ગનો એક પણ શબ્દ ન આવે તે રીતે હોઠને તેમ જ દાંતને જીભ અડાડ્યા સિવાય પ્રતિવાદી સાથે વાદ કરતા એક વર્ષ સુધી પણ હારતા નહિ.
બીજા મહાતપસ્વી માસક્ષમણ વગેરે દુષ્કર તપ કરવાવાળા પ્રભાકર નામના મુનિ હતા. તે મુનિરાજ રત્નાવલી, મુક્તાવલી, લઘુ અને બૃહસિંહ નિષ્ક્રીડિત, આચામ્ય વર્ધમાન, ભદ્ર, મહાભદ્ર વગેરે ભિક્ષપ્રતિમાદિ તપશ્ચર્યાઓ અનેક વખત કરી ચૂક્યા હતા. આ પ્રમાણે તે શાસનનો ઉદ્યોત કરવાવાળા મહાન તપસ્વી હતા.
ત્રીજા સોમિલ નામના મુનિ નિમિત્ત કહેવામાં સર્વથી કુશળ હતા. તે નિમિત્તશાસ્ત્રનાં આઠે અંગો, હાથની ત્રણ રેખાની જેમ ભૂત, વર્તમાન તથા ભવિષ્યની વાતોને કહી શકતા હતા. તે સોમિલ મુનિ આઠ અંગોમાં ૧. પાંચ આચાર = ૧. જ્ઞાનાચાર ર. દર્શનાચાર ૩. ચારિત્રાચાર ૪. તપાચાર ૫. વીર્યાચાર ૨. ઉત્કૃષ્ટ = સર્વથી અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org