________________
[૨૫] સુમિત્ર અને પ્રભાવ
સુમિત્ર રાજકુમાર હતો. પ્રભવ એ જ નગરના નગરશેઠનો પુત્ર હતો. બન્ને વચ્ચે ગાઢ મિત્રતા હતી. રાજાના મૃત્યુ બાદ સુમિત્ર રાજગાદી ઉપર આવ્યો. સુમિત્ર રાજા બનતા મિત્ર પ્રભવને પોતાનો પ્રધાન બનાવ્યો. બન્ને વચ્ચે મિત્રતા વધતી ગઈ. એક બીજા વગર ન ચાલે. કોઈ દિવસ એક બીજાને ન મળાય તો ચેન ન પડે.
એક દિવસ સુમિત્ર રાજા ઘોડા ઉપર બેસી ફરવા નીકળ્યો. ઘોડાને ખૂબ દોડાવ્યો. ઘોડે ભાગતાં ભાગતાં જંગલમાં પહોંચી ગયો. અહીં ભીલ રાજાનું રાજ્ય ચાલતું હતું. આ રાજાની નાનીશી પણ સુંદર મઢુલી આગળ આવી ઘોડો ઊભો રહ્યો.
ભીલ રાજાએ સુમિત્ર રાજાનો આતિથ્ય - સત્કાર સારી રીતે કર્યો. નાહવા માટે ગરમ જળ આપ્યું અને સારી રીતે જમાડ્યો. આ ભીલ રાજાને વનમાલા નામની એક સુંદર યુવાન કન્યા હતી. કન્યાએ સુમિત્રને જોયો, અને સુમિત્રે વનમાલાને જોઈ એક બીજા આંખના ઇશારે જ મોહી પડ્યાં. અરસ પરસ શિષ્ટાચાર, વાર્તાલાપ અને પરિચય વિધિ પૂરો થયા બાદ ભીલરાજાએ પોતાની પુત્રી વનમાલાનો વિવાહ સુમિત્ર સાથે કર્યો. રાજા પોતાની પત્ની વનમાલાને લઈને પોતાના મહેલમાં આવ્યા, અને આનંદથી રહેવા લાગ્યા.
એક વાર પ્રભવ સુમિત્ર રાજાને મળવા રાજાના મહેલમાં આવ્યો. વનમાલા આ વખતે સ્નાન કરી શૃંગાર સજતી હતી. વનમાલાનું અભૂતપૂર્વ સૌંદર્ય જોઈને, પ્રભવ તો આભો જ બની ગયો. આટલું બધું રૂપ! રૂપનો માદક દરિયો છલકાતો તેને લાગ્યો, અને એથી તેના મનમાં વનમાલાનું સૌંદર્ય વસી ગયું. પ્રભવ ઘેર પાછો ફર્યો. ત્યારે એક અકથ્ય દર્દ તેના હૃદયમાં ઘર કરી બેઠું હતું. તેની શાંતિ હરામ થઈ ગઈ હતી. તે ઉદાસ, વ્યગ્ર અને ખિન્ન રહેવા માંડ્યો. વનમાલાનું સૌંદર્ય તેનાથી ભૂલ્યું ભુલાતું ન હતું.
માણસનું મન અને તેની ઇન્દ્રિયો ખૂબ ચંચળ છે. એ વાતને લક્ષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org