________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૮૬
રાખીને, વિવિધ મર્યાદાઓ નિયત કરવામાં આવી છે. સદાચાર માટે આનું પાલન અનિવાર્ય છે.
એક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે કે કોઈ પણ સ્ત્રી, પછી ભલેને તે માતા, બહેન, અથવા પુત્રી હોય પણ એની સાથે એકાંતમાં રહેવું ન જોઈએ. કારણ કે ઇન્દ્રિયો બળવાન અને ચંચળ છે, તેથી ભલભલા વિદ્વાનોને પણ તે મૂંઝવી મારે છે.
પ્રભવ અંતપુરમાં ગયો, અને વનમાલા તરફ દૃષ્ટિ નાંખી તેણે અતિક્રમણ કર્યું. તેના પરિણામે તેની શાંતિ નાશ પામી. તે દુઃખની આગમાં સળગવા લાગ્યો. તેનું શરીર ક્ષીણ થતું ગયું. તેનું મન ઉદ્વેગમાં રહેવા લાગ્યું. બોલવામાં એકના બદલે બીજા શબ્દો બોલાવા લાગ્યા. આમ, તેનાં બધાં કામો અસ્તવ્યસ્ત થઈ ગયાં.
પોતાના અતિપ્રિય મિત્રની આવી અવસ્થા જોઈને રાજા ખૂબ દુઃખ અનુભવવા લાગ્યા. જ્યાં સાચી મિત્રતા હોય છે ત્યાં મિત્રનાં દુઃખ પોતાનાં દુઃખ બની જાય છે. રાજાએ જુદા જુદા ઉપાયો દ્વારા આ પ્રભવના દુઃખનું કારણ સમજવા પ્રયાસ કર્યો, પણ પ્રભવ શી રીતે પોતાના દુઃખનું કારણ જણાવે. વનમાલાના સૌંદર્યની યાદ તેના તન અને મનને રિબાવી રહી હતી.
રાજા સુમિત્રે ખૂબ જ આગ્રહ કર્યો ત્યારે પ્રભવે પોતાના મનની વાત બહુ જ સંકોચપૂર્વક કહી કે, વનમાલા મારા મનમાં વસી ગઈ છે. તેને જોયા વગર મારા જીવને પળવાર પણ સુખ થાય તેમ નથી.
આ સાંભળી થોડી વાર તો સુમિત્ર ખૂબ જ બેચેન અને સ્તબ્ધ બની ગયો. કારણ આ કલ્પનાતીત વાત હતી. પણ તે ગંભીર અને વિચક્ષણ હતો. તેના સંસ્કારો ઘણા ઊંડા હતા. અધૂરો ઘડો છલકાય છે. ભરેલો છલકાતો નથી. | સુમિત્રે વિચાર્યું કે મારો મિત્ર ન્યાયમાર્ગ ભૂલી રહ્યો છે ને ઠોકર ખાઈ રહ્યો છે. પણ ઉત્તમ કુળમાં જન્મેલો હોવાથી પોતાની ભૂલ તરત સમજી શકશે. એક મિત્ર જ્યારે માર્ગ ભૂલી રહ્યો છે ત્યારે બીજાએ તેને સાચો રસ્તો બતાવવો જ રહ્યો.
સુમિત્રે બહુ જ સાવધાનીથી જવાબ આપ્યો: “બસ આટલી નાની અમસ્તી વાત છે. આ માટે આટલી બધી ખિન્નતા રાખવાની અને દુઃખી થવાની શી જરૂર છે? આ બધી ચિંતા અને વ્યગ્રતા ભૂલી જા. જા હું વનમાલાને તારી પાસે મોકલું છું એ તને સંતોષ આપશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org