________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૦૦
તથા તેમના આજ્ઞાધીન મુનિઓ સિવાય ક્યાંય કોઈને નમતું નથી તેનું સમ્યકત્વ નિર્વાણ સુખના નિધાન જેવું વિશુદ્ધ કહેવાય.”
આવો આત્મકલ્યાણનો ઉપદેશ સાંભળી, રાજાએ બોધ પામી પોતે સમ્યકવયુક્ત બાર વ્રત ગ્રહણ કર્યા અને એવી પ્રતિજ્ઞા કરી કે આજથી શ્રી વીતરાગ અને તેમના સાધુઓ સિવાય કોઈને નમસ્કાર કરવા નહીં.
એક વાર પોતાના મહેલમાં બેઠો બેઠો રાજા વજકર્ણ વિચાર કરે છે કે હું અવંતીનરેશ સિંહરથ રાજાનો ખંડિયો રાજા હોઈ જ્યારે જ્યારે એમની પાસે જવાનું થશે ત્યારે ત્યારે એમને નમસ્કાર કરવા પડશે. જો તેમ થાય તો મારો નિયમ જાય. માટે મારે કાંઈક રસ્તો શોધવો પડશે.” તેણે આ કારણે વીંટીમાં નાનકડી રત્નમય મુનિ સુવ્રત સ્વામીની પ્રતિમા જડાવી. જ્યારે સિંહરથ રાજાને નમન કરવાનો અવસર આવે ત્યારે તે વીંટીમાં જડેલા ભગવાનને માથું નમાવે.
એક વાર કોઈ ચાડિયાએ આ વાત સિંહરથને કહી. આથી રાજાને ખીજ ચડી કે “મારા તાબાનું રાજ્ય ભોગવે છે ને નમસ્કાર કરવામાંય કપટ કરે છે. આ દુષ્ટતાનું ફળ તેને અવશ્ય મળવું જોઈએ.” એમ વિચારી તેણે વજકર્ણના નગર તરફ આક્રમક પ્રસ્થાન કર્યું. યુદ્ધના નાદ સાથે સૈન્ય આંધીની જેમ આગળ વધવા લાગ્યું.
આ તરફ વજકર્ણ રાજાને કોઈકે આવીને કહ્યું, “હે સહધર્મી! સિંહરથના રાજા મોટા સૈન્ય સાથે વેગપૂર્વક તમારા ઉપર ચડાઈ કરવા ધસી આવે છે, માટે તમે સાવધાન થઈ જે ઉપાય લેવા હોય તે લો.
રાજાએ પૂછ્યું, “તમે કોણ છો?” આવનાર વ્યક્તિએ કહ્યું, “હું કુંડિનપુરનો રહેવાસી, નામે વૃશ્ચિક, નાતે વણિક અને ધર્મે શ્રાવક છું. એક વાર ઘણો બધો માલ લઈ વેપાર અર્થે હું ઉજ્જૈની નગરી ગયો. ત્યાં વસંતોત્સવ જોવા હું ઉપવનમાં ગયો. ત્યાં અનંગલતા નામની અતિ સુંદર ગણિકાના પરિચયમાં આવ્યો અને પરિણામ એ આવ્યું કે હું એના સહવાસે જડ બની ગયો. એના વિના કાંઈ દેખાય નહીં. એ જે કહે તે પ્રાણના જોખમે પણ હું કરું. કમાવાનું તો દૂર રહ્યું, પણ મારી પાસે હતું તે બધું ખલાસ કર્યું. એક દિવસ અમંગલતાએ મને રાણીનાં ઘરેણાં ઘણાં સરસ છે એમ જણાવી તે લાવી આપવા કહ્યું. મેં તેને તેવાં જ નવાં ઘરેણાં બનાવી આપવા કહ્યું. પણ તેણે જીદ લીધી. તે કહે મને તો એ જ રાણીનાં ઘરેણાં ગમે તેમ કરી લાવી આપો.” એના પ્રેમમાં આંધળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org