________________
[૮].
વજકર્ણ
મહારાજા દશરથના પુત્ર શ્રીરામ રાજરાણી કૈકેયીના વચનથી સતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસે નીકળ્યા. પંચવટીથી અવંતી નગર જતાં વચમાં તેમણે અતિસમૃદ્ધ પણ માણસ વગરનું એક નિર્જન નગર જોયું. શોધતાં શોધતાં એક વટેમાર્ગુ મળી ગયો. તેણે નગરની નિર્જનતાનું કારણ જણાવતાં કહ્યું –
“આ દશપુર નગર છે. અહીં રાજા વજકર્ણ રાજ કરતા હતા. તે સમજુ અને સાત્વિક હતા, પણ તેમને શિકારનું વ્યસન હતું. તેઓ એક વાર પોતાના સાથીઓ સાથે શિકારે ગયા. તેમણે એક મૃગના નાસતા ટોળા ઉપર બાણ છોડ્યું. આ રાજાના બાણથી એક હરણી ઝપટમાં આવી ગઈ. તે ગર્ભવતી હતી. તેનો ગર્ભ પડી ગયો ને તે ગર્ભ તરફડવા લાગ્યો. આ દશ્ય એટલું કરુણ હતું કે રાજા પણ કમકમી ઊઠ્યા. તેમને દયાની લાગણી ઉત્પન્ન થઈ અને તે પોતાની જાતને | ધિક્કારવા લાગ્યો.
આ હત્યાથી વ્યથિત થયેલા રાજા “અરેરે! મેં અતિઘોર પાપ કર્યું. હવે આ પાપથી કેવી રીતે છુટકારો થશે?” એમ બોલતો રાજા આમતેમ દોડવા લાગ્યો. દોડતાં દોડતાં તેણે એક શિલા પર સૌમ્ય દૃષ્ટિવાળા એક મુનિરાજને જોયા અને તે તેમની પાસે ગયો. વંદન કરી પૂછવા લાગ્યો, “તમે આવા ઘોર જંગલમાં એકલા એકલા શું કરો છો? મુનિએ કહ્યું, “હું મારું હિત કરું છું.” રાજા બોલ્યો, તો મારું પણ કોઈ હિત થાય તેવું કરો ને.” મુનિએ કહ્યું, “હે ભદ્ર! સમ્યકત્વપૂર્વકની અહિંસામાં જ આત્માનું હિત સમાયેલું છે. જિનેશ્વરદેવ કે જે રાગદ્વેષ રહિત છે તેમને તરણતારણ ભગવાન માનવા, ચારિત્ર્ય પાળવામાં ઉદ્યમ કરે એવા ગુરુને ગુરુ જાણવા, સર્વજ્ઞ ભગવતે ભાખેલા ધર્મ ઉપર તથા જીવ-અજીવ વગેરે નવ તત્ત્વોમાં શ્રદ્ધા રાખવી તેને સમ્યત્વ કહેવામાં આવે છે. પરમાત્માએ આને જ પ્રધાનતા આપેલી છે. જેમનું મસ્તક શ્રી અરિહંત પરમાત્મા
૧. નવ તત્ત્વ = ૧. જીવ, ૨. અજીવ, ૩. પુણ્ય, ૪. પાપ, ૫. આશ્રય, ૬. સંવર, : ૭. નિર્જરા, ૮. બંધ અને ૯. મોક્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org