________________
જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૩૬૫
તો આરસનાં જિનમંદિરો બંધાવ્યાં, પરંતુ મારા તો મનોરથ હતા કે સોનાનું વિશાળ મંદિર બંધાવી, સુંદર રત્નની પ્રતિમા પધરાવી, આપના પુનિત હસ્તે પ્રતિષ્ઠા કરાવી, છરી પાળતો વિશાળ સંઘ કાઢી આ ભવભ્રમણ ટાળવા ચારિત્ર્ય લઉં. આવા મનોરથો હતા, પરંતુ આ બધા મનોરથો સાકાર ન બનતાં આંસું આવ્યાં. આંસુંનું આ કારણ છે.’
નૃપસિંહના અદ્ભુત અજોડ મનોરથો સાંભળી પૂજ્યશ્રીની આંખમાંથી પણ અનુમોદનાનાં અને હર્ષનાં પ્રતીકરૂપે ‘બે આંસું' ટપકી પડ્યાં. અંતમાં ગુરુદેવે સુકૃત અનુમોદના, દુષ્કૃતગર્હા,૧ ક્ષમાપના, અને વ્રતાચાર કરાવીને અપૂર્વ સમાધિનું ભેટલું ધર્યું.
અંતે બે હાથ જોડી, ‘પૂજ્યશ્રીને અનંતશઃ વંદના' શબ્દ બોલતાં નૃપસિંહનો આત્મા પરલોકમાં સિધાવી ગયો. કેવા ઉત્કૃષ્ટ મનોરથો!
સમાધિની કેવી અજોડ ઉપાસના!
પ્રભુ તારું ગીત મારે
પ્રભુ તારું ગીત મારે ગાવું છે. પ્રેમનું અમૃત પાવું છે. પ્રભુ તારું ગીત મારે ગાવું છે... પ્રભુ આવે જીવનમાં તડકાને છાયાં, માગું છું પ્રભુ તારી જ માયા ભક્તિના રસમાં નહાવું છે... પ્રભુ ભવસાગરમાં નૈયા ઝુકાવી ત્યાં તો અચાનક આંધી ચડી આવી સામે કિનારે મારે જાવું છે... પ્રભુ
Jain Education International
તું વીરાગી, હું અનુરાગી તારા ભજનની ટ મને લાગી પ્રભુ તારા જેવું મારે થાવું છે... પ્રભુ
૧. આપણે કરેલા પાપોની નિંદા કરવી (ગર્હા કરવી)
For Private & Personal Use Only
www.jainelibrary.org